26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. ફળિયું}} {{Poem2Open}} ફળિયું. ત્યારે તો ફળિયાની પેલે પાર કોઈ જીવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
કૂવા સામે છે રાયજી માસ્તરનું ઘર. નોકરી ને ખેતી, બે પલ્લાંમાં બે પગ, રાયજી જિંદગીનો મત્સ્યવેધ કરે છે. છે સુખી, પણ હમણાં તો પરિશ્રમ થાય છે એટલે વાડી લીલી છે. વચ્ચેનાં ઘરોમાં થોડા માસ્તરો છે. થોડી ભણેલી વહુઓ આવી છે. પોલીસ-પટેલનો ઘસાયેલો હોદ્દો પણ આ ફળિયામાં છે. કેટલાય મહેનતુ પ્રામાણિક ખેડૂતો છે. છેલ્લે બે લાઇનમાં મારું ને મામાનું ઘર સામસામે છે. મામા અધ્યાપક છે. ‘મામા’ એમનું હૉસ્ટેલનું નામ છે. સ્વભાવે પોચા ને વ્યવહારે ખમચાતા, પણ પાકા જીવ. જે કરવું છે તે માટે તક જુએ, તાલ જુએ, વરસો જાય છે. મામી મહેતી છે. ઘરમાં બા છે. આખાબોલા ને સાચાબોલા, મહેનતુ બાપા અડધા છે, અંગે અને સંગે. ફળિયાનો રંગ અહીં વધારે ગાઢો છે, રાતે ઘણા આ લીમડીઓ નીચે બેસીને ગામગપાટા મારે છે. કથની છે એવી કરણી નથી બધાંની. છતાં ફળિયા પર માલિકની મહેરબાની છે. આમ જુઓ તો ફળિયે વેઠ્યું છે ને ઘણી સૂકીલીલી જોઈ છે. તડકા પડે છે, વાયરા વાય છે. બાવા માગવા આવે છે. નોકરો ભાતાં લઈને જાય છે. હવે તો વાહનવ્યવહાર છે, ફળિયામાં વીજળીની લાકડીઓ આવી છે. કૂવાનો કઠેડો જર્જરિત છે. વંડી તૂટી છે પણ વૃક્ષો ઊભાં છે. બીડીઓનાં ઠૂંઠાં બળે છે. રૂપેરી હોકા હવે ગડગડતા નથી. છોકરાની ફૅશનો જોઈને વૃદ્ધો બડબડતા રહે છે, પણ બગડતા નથી. ફળિયાની શેહશરમ છે એટલે ખાસ કોઈ ઝઘડતા નથી. ગામને માથે મોળ પર બેઠેલું છે આ ફળિયું. ઉગમણા પંથકમાં જવાનો માર્ગ પણ આ ફળિયાને વીંધીને જાય છે, પણ ફળિયું ક્યાંય જતું નથી, આવતું નથી. ઘરડું ફળિયું બાળકો ભેળું રમીને પાછું ફરીથી જુવાન થઈ જાય છે. આ ફળિયું મારામાં હજી જીવે છે. એ ફળિયામાં જીવવા હું વારે વારે વલખું છું, પણ હવે કડાણા ડેમને લીધે ગામ ઊઠવા માંડ્યું છે. મારું ફળિયું ઊઠી ગયું છે ને બીજાં ફળિયાં પણ તૂટવાં માંડ્યાં છે. | કૂવા સામે છે રાયજી માસ્તરનું ઘર. નોકરી ને ખેતી, બે પલ્લાંમાં બે પગ, રાયજી જિંદગીનો મત્સ્યવેધ કરે છે. છે સુખી, પણ હમણાં તો પરિશ્રમ થાય છે એટલે વાડી લીલી છે. વચ્ચેનાં ઘરોમાં થોડા માસ્તરો છે. થોડી ભણેલી વહુઓ આવી છે. પોલીસ-પટેલનો ઘસાયેલો હોદ્દો પણ આ ફળિયામાં છે. કેટલાય મહેનતુ પ્રામાણિક ખેડૂતો છે. છેલ્લે બે લાઇનમાં મારું ને મામાનું ઘર સામસામે છે. મામા અધ્યાપક છે. ‘મામા’ એમનું હૉસ્ટેલનું નામ છે. સ્વભાવે પોચા ને વ્યવહારે ખમચાતા, પણ પાકા જીવ. જે કરવું છે તે માટે તક જુએ, તાલ જુએ, વરસો જાય છે. મામી મહેતી છે. ઘરમાં બા છે. આખાબોલા ને સાચાબોલા, મહેનતુ બાપા અડધા છે, અંગે અને સંગે. ફળિયાનો રંગ અહીં વધારે ગાઢો છે, રાતે ઘણા આ લીમડીઓ નીચે બેસીને ગામગપાટા મારે છે. કથની છે એવી કરણી નથી બધાંની. છતાં ફળિયા પર માલિકની મહેરબાની છે. આમ જુઓ તો ફળિયે વેઠ્યું છે ને ઘણી સૂકીલીલી જોઈ છે. તડકા પડે છે, વાયરા વાય છે. બાવા માગવા આવે છે. નોકરો ભાતાં લઈને જાય છે. હવે તો વાહનવ્યવહાર છે, ફળિયામાં વીજળીની લાકડીઓ આવી છે. કૂવાનો કઠેડો જર્જરિત છે. વંડી તૂટી છે પણ વૃક્ષો ઊભાં છે. બીડીઓનાં ઠૂંઠાં બળે છે. રૂપેરી હોકા હવે ગડગડતા નથી. છોકરાની ફૅશનો જોઈને વૃદ્ધો બડબડતા રહે છે, પણ બગડતા નથી. ફળિયાની શેહશરમ છે એટલે ખાસ કોઈ ઝઘડતા નથી. ગામને માથે મોળ પર બેઠેલું છે આ ફળિયું. ઉગમણા પંથકમાં જવાનો માર્ગ પણ આ ફળિયાને વીંધીને જાય છે, પણ ફળિયું ક્યાંય જતું નથી, આવતું નથી. ઘરડું ફળિયું બાળકો ભેળું રમીને પાછું ફરીથી જુવાન થઈ જાય છે. આ ફળિયું મારામાં હજી જીવે છે. એ ફળિયામાં જીવવા હું વારે વારે વલખું છું, પણ હવે કડાણા ડેમને લીધે ગામ ઊઠવા માંડ્યું છે. મારું ફળિયું ઊઠી ગયું છે ને બીજાં ફળિયાં પણ તૂટવાં માંડ્યાં છે. | ||
{{Right|[૧૨-૨-૮૮]}} | {{Right|[૧૨-૨-૮૮]}}<br> | ||
{{Right|મોટાપાલ્લા}} | {{Right|મોટાપાલ્લા}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits