26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગામ જવાની હઠ છોડી દે}}") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગામ જવાની હઠ છોડી દે}} | {{Heading|ગામ જવાની હઠ છોડી દે}} | ||
<poem> | |||
બા-ની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે | |||
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે | |||
બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે | |||
ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે | |||
ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે | |||
નથી ગોખલા બચ્યા આળિયા ગામ જવાની હઠ છોડી દે | |||
નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે | |||
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે | |||
નથી ઓટલે ભીંતે ઓકળી ગામ જવાની હઠ છોડી દે | |||
સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે | |||
પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે | |||
‘કોનું છે ભૈ કામ?’ પૂછશે ગામ જવાની હઠ છોડી દે | |||
સગાં અને સગપણ સૌ છૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે | |||
ખેતર અને અંજળ ખૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે | |||
તને કોકનાં વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે | |||
વાતવાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે | |||
આંબા રાયણ મહુડા ક્યાં છે? ગામ જવાની હઠ છોડી દે | |||
નોધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે | |||
ગયા સોબતી ના રહી શાળા ગામ જવાની હઠ છોડી દે | |||
બધા લોક શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે | |||
નથી નેળિયાં સડકો થૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે | |||
એક સીમ પણ ધોખો દૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે | |||
છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે | |||
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે | |||
— મણિલાલ હ. પટેલ | |||
</poem> |
edits