બાપુનાં પારણાં/બાપુનો બરડો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|બાપુનો બરડો|}}")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|બાપુનો બરડો|}}
{{Heading|બાપુનો બરડો|}}
<poem>
<center>('૪૦ની ગાંધીજયંતિ ટાણે મહાત્માજી વાઈસરોયની મુલાકાતમાંથી શૂન્ય હાથે પાછા ફર્યાં તે પ્રસંગે, પાછળની તસ્વીર ઓચીંતી નજરે પડતાં રચ્યું.)</center>
{{Right|''–અંજનિ–''}}
આ માણસને બોખે મુખડે
માંડ્યા છે લાખો મૂરખડે
કેમેરા; ને કૈં કૈં રખડે
પેન્સીલ-કાગળ લૈ.
એ લાખોમાં એક જ ડાહ્યો, ૫
ચહેરાની છબીઓથી કાયો,
મુખ મેલીને જઈ મંડાયો
ઘરડે આ બરડે.
લાગણીઓ લહેરાય કલેજે,
બુદ્ધિખેલ રમાતા ભેજે, ૧૦
પણ ઓ ભાઈ કલાધર! કે'જે
શીદ મોહ્યો બરડે?
બરડામાં બંકી ન છટા છે,
માંસલતા કેરી ન ઘટા છે,
ગડગૂમડ ભાઠાં ચાઠાં છે ૧૫
ઝરડાયલ બરડે.
નહોતું જે મુખને મરકલડે
એવું શું દીઠું તે બરડે
કે બીજા પણ કાંડાં કરડે
ચીતરવા બરડો! ૨૦
મારી એ સમસ્યાનો ખાસો
આાજ અચાનક જડે ખુલાસો,
વણજીભે બોલન્તો વાંસો
સમસ્યા સમજાવે.
ક્હે બરડો, “બાપુની લૂલી! ૨૦
લોકપ્રશંસાએ મત્યભૂલી!
વિશ્વવશીકર ઓ વાંસલડી!
થાકી જીભલડી!
ને ગાંધીના મુખ-મરકલડા!
અસંખ્ય ઉપમાના લાડકડા! ૩૦
તારાં નખરાં થૈ ગ્યાં ઠરડાં,
વખાણ-બગડેલી!
સંકેલી લો કળા તમારી,
વારી આવી પહોંચી મારી,
હું કાળો કુબડો, પણ કારી
ફાવે બસ મારી. ૩૫
કાકલુદી ને કાલાવાલા
તમે કરી રહિયાં નખરાળાં!
હું નવ જાણું એ કૈં ચાળા,
હું રીઢો બરડો. ૪૦
આવડતો એક જ એકડલો,
આખર ક્યમ થઈ જવું ઠરડો,
નિર્મમ, નિશ્ચલ, કાળો, કરડો
હું નાનો બરડો.' ૪૪​
</poem>
<br>
{{HeaderNav2
|previous = ખમા! ખમા! લખ વાર
|next = પરાજિતનું ગાન—
}}
18,450

edits

Navigation menu