ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 893: Line 893:
જ્યારે લોકોને એકબીજાની સાથે લડવાની તક મળશે  
જ્યારે લોકોને એકબીજાની સાથે લડવાની તક મળશે  
ત્યારે વકીલ તેના કાયદાના કાગળો જોઈ શકશે.</Poem>
ત્યારે વકીલ તેના કાયદાના કાગળો જોઈ શકશે.</Poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <Poem>આપણા ગુરુ સમાન મહાત્મા પાસેથી
આપણે પ્રેમના પવિત્ર સત્યનું શિક્ષણ લેવું જોઈએ.
પણ સ્વરાજની કળા અને વિજ્ઞાનનું ફલક વિશાળ છે.
આ કામને માટે ભાવના અને આકાંક્ષાથી પણ વધારે જરૂર
વિચાર અને અભ્યાસની છે.
આને માટે અર્થશાસ્ત્રીઓએ વિચારવું પડશે,
કારીગરે મહેનત કરવી પડશે, કેળવણીકારે શિક્ષણ આપવું પડશે અને મુત્સદ્દીઓએ યોજના કરવી પડશે.
ટૂંકમાં આખા દેશમાં સૌએ બધી જ દિશામાં ક્રિયાશીલ રહેવું પડશે.
તદુપરાંત, આખા દેશમાં
ઝીણવટભરી પ્રશ્નોત્તરીનો દોર અખંડ અને મુક્ત રાખવો પડશે.
ખુલ્લી કે ખાનગી બળજબરીથી દેશનું મગજ ડરપોક કે નિષ્ક્રિય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું પડશે.
જે આપણને કર્મના માર્ગે દોરી રહ્યા છે
તે વર્તમાન ગુરુ એક હાકલ કેમ નથી પાડતા?
તેઓ કેમ કહેતા નથી,
આવો, આવો, સૌ ચારે દિશામાંથી આવો, તમારું સ્વાગત છે.
દેશની બધી જ શક્તિને કર્મમાં જોડી દો – તો જ દેશ જાગૃત થશે.
સંપૂર્ણ જાગૃતિ એ જ સ્વાતંત્ર્ય, એ જ સંપૂર્ણ અભિવ્યક્તિ.
મહાત્મા પાસે ઈશ્વરદત્ત અવાજ છે જે હાકલ પાડી શકે છે
કારણ કે તેમનામાં સત્ય છે.
આ જ આપણી તક છે
જેની આપણે લાંબા સમયથી પ્રતીક્ષા કરતા હતા.
પણ એમની હાકલ એક સંકુચિત ક્ષેત્ર પૂરતી જ સીમિત રહી.
સર્વેને તે કહે છે, કાંતો અને વણો, કાંતો અનેે વણો.
નૂતન સમયનો નૂતન સર્જન માટે આ સાદ?
કુદરતે જ્યારે મધમાખીને
મધપૂડાની સીમિત જીંદગીનો આદેશ આપ્યો
ત્યારે લાખો મધમાખીઓએ તેને
માત્ર કાર્યક્ષમતા માટે માથે ચડાવ્યો.
પરિણામે તેમણે પ્રજનનનો હક ગુમાવ્યો.
કોઈ લાલચ કે આદેશને આધીન થવા માટે
જે દેશની પ્રજા નપુંસક થવાનું સ્વીકારે
તેનું કારાગાર તેની સાથે જ હોય છે.
કાંતવું સહેલું છે માટે જ દરેક માણસને તેની શિક્ષા કરવી
એ વ્યાજબી નથી. …
માનવીની પરાકાષ્ટા જ્યારે આંબવામાં આવે
ત્યારે જ તેનું શ્રેષ્ઠતમ ખીલી ઊઠે. …
પોતાના યોગ્ય સ્થાને ચરખો નુકસાન નથી કરતો
એટલું જ નહીં, તે લાભકર્તા પણ છે.
પરંતુ, જ્યારે માણસની પ્રકૃતિમાં રહેલા ભેદને જાણીજોઈને અવગણીને તેને અયોગ્ય સ્થાન મૂકવામાં આવે
ત્યારે કંતાયેલા સૂતરમાં મગજનું મહાન બલિદાન આપાયું હોય છે.
માણસનું મગજ સૂતરથી ઓછું મૂલ્યવાન નથી. …
આપણી આંખો સામે ધ્રૂજતી અને નગ્ન માતૃભૂમિના સંદર્ભમાં વસ્ત્રદહનનો વિચાર કરી જુઓ.
આવી હાકલનો શું અર્થ છે?
કયા ઉત્પાદકનું કાપડ વાપરવું અને કોનું નહીં
એ અર્થશાસ્ત્રીનો વિષય છે.
આપણા દેશમાં આ અંગે થતી ચર્ચા
અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી થવી જોઈએ.
જો આપણને એવી ટેવ પડી ગઈ હોય
જેમાં ચોક્કસ કે ઝીણવટભરી વિચારશ્રેણી અશક્ય હોય
તો બીજું બધું જ બાજુ પર મૂકીને
આપણી પ્રથમ લડત આ મરણતોલ કુટેવ સામે હોવી જોઈએ.
આવી ટેવ આદિ પાપ જેવી કહેવાય
જેમાંથી બીજા બધાં જ દૂષણોનો ઉદ્‌ભવ થાય છે.
પણ આપણે તો કોઈ જાદુઈ સૂત્રથી
વિદેશી કાપડને અશુદ્ધ કે અપવિત્ર માનીને
આવી ટેવનો સ્વીકાર કરીએ છીએ.
અર્થશાસ્ત્રનું પોટલું બાંધી, તેને બહાર ફેંકી દઈને
તેને સ્થાને કૃત્રિમ નૈતિક ધોરણોને ઘસડી લાવીએ છીએ.</Poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>મારે સ્વીકારવું જોઈએ કે
હું અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે
ખાસ કે પછી કોઈ પણ ભેદરેખા નથી દોરતો.
વ્યક્તિ કે રાષ્ટ્રની નૈતિક તંદુરસ્તીને હાનિકારક અર્થશાસ્ત્રને
હું અનૈતિક જ કહું.
આમ જોતાં જે અર્થશાસ્ત્ર
એક દેશને બીજા દેશનું શોષણ કરવા દે
તે અનૈતિક જ કહેવાય.
જ્યારે હું જાણતો હોઉં કે
પડોશના વણકરોએ વણેલું કાપડ પહેરવાથી
મને કપડાં અને તેમને રોજગારી અને અન્ન મળે છે
ત્યારે રીજન્ટ સ્ટ્રીટનાં સુંદર કપડાં પહેરવાં પાપ જ કહેવાય.
આવું પાપ જ્યારે મારી નજર સમક્ષ ઊછળતું હોય
ત્યારે મારે તે વિદેશી કપડાંની હોળી કરીને
મારા આત્માની શુદ્ધિ કરવી જ રહી.
ત્યાર પછી મારે મારા પડોશીએ બનાવેલી
ખરબચડી ખાદી પહેરીને જ સંતોષ માનવો જોઈએ.
જો મારા પડોશી બીજું કામ મૂકીને કાંતતા ન હોય
તો મારે કાંતવાનું શરૂ કરીને તેનો પ્રચાર કરવો જોઈએ
અને તેને લોકપ્રિય બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.</poem>
}}
}}


Line 900: Line 992:
{{Story
{{Story


|story =  
|story = <Poem>બંનેના મિત્ર, ચાર્લી ઍન્ડ્રુઝને ફિકર થતી હતી કે
આવા મતભેદથી બે ઉદાત્ત આત્માઓ વચ્ચે તિરાડ તો નહીં પડેને!
સાવચેતીના પગલા તરીકે
રવીન્દ્રનાથના કોલકતાના પારિવારિક રહેઠાણ, જોરાસાંકોમાં
તેમણે બંને વચ્ચે એક મુલાકાત યોજી.
તે મુલાકાતમાં તેમના ત્રણ સિવાય ચોથું કોઈ જ ઉપસ્થિત ન હતું.
મુલાકાત પછી ગાંધીજી કે રવીન્દ્રનાથે
પ્રેસને કોઈ પણ નિવેદન આપ્યું ન હતું.
ઘણાં વર્ષો પછી
રવીન્દ્રનાથે આ પ્રસંગ વિશે એલ્મહર્સ્ટને વાત કરી હતી.</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
 
|story = <Poem>ગાંધીજી મને કલકત્તામાં મારા ઘરે મળવા આવ્યા હતા.
તેમને તેમના રાજકીય કાર્યક્રમોના વિવિધ પાસા માટે
મારો ટેકો જોઈતો હતો.</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
 
|story = <Poem>ગુરુદેવ, વીસેક વર્ષ પહેલાં
તમે જ સ્વદેશી ચળવળના પ્રણેતા અને નેતા હતા.
તમે હંમેશા ઇચ્છતા હતા કે
ભારતીયો પોતાના પગ ઉપર ઊભા રહે
અને અંગ્રેજોનું આંધળું અનુકરણ ન કરે.
મારું સ્વરાજનું આંદોલન
તમારા સ્વદેશીના કાર્યક્રમનું કુદરતી સંતાન છે.
એમાં જોડાઈને એને શક્તિશાળી બનાવો.</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
 
|story = <Poem>ગાંધીજી, આખું જગત
સ્વાર્થી અને દીર્ઘદૃષ્ટિહીન રાષ્ટ્રવાદથી પીડાય છે.
ભારતે હંમેશા બધાં જ દેશો તેમ જ સિદ્ધાંતોને આતિથ્ય ધર્યું છે.
હું માનું છું કે ભારતમાં
આપણે પશ્ચિમ અને તેના વિજ્ઞાન પાસેથી ઘણું મેળવવાનું છે
અને આપણે આપણી વચ્ચે સમન્વય સાધતાં પણ શીખવાનું છે.</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
 
|story = <Poem>પણ ગુરુદેવ, મેં હિંદુ-મુસ્લિમ એકતા તો સાધી છે.</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
 
|story = <Poem>હું નથી માનતો.
તમે તો માત્ર રાજકીય મંચની વાત કરો છો
જ્યાં હિંદુ અને મુસ્લિમ આનંદપૂર્વક ભેગા થઈને
અંગ્રેજો પર પ્રહાર કરી રહ્યા છે.
મને અંગ્રેજ બાબુશાહી પ્રત્યે ક્યારેય આદર થયો નથી
પણ તમે સાચે જ કહી શકો કે
હિંદુઓના હૃદયમાં મુસ્લિમો માટે પ્રેમભાવ છે?
જ્યારે અંગ્રેજો ચાલી જશે કે ભગાડી મૂકવામાં આવશે
ત્યારે શું થશે?</Poem>
}}
 
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
 
|story = <Poem>ગુરુદેવ,
મારું સમગ્ર આંદોલન અહિંસાના સિદ્ધાંત પર અવલંબે છે  અને તેથી જ શાંતિમાં માનનારા એક કવિ તરીકે
તમારે મારા આંદોલનમાં જોડાઈને તેને માટે કામ કરવું જોઈએ.</Poem>
 
 




26,604

edits

Navigation menu