2,457
edits
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} પ્રોવિડન્ટ ફંડનો હપતો અને ઇન્કમટેક્સ વગેરે કાપીને કેશિયરે મને પગારની નોટો આપી. મેં તે ગણવા માંડી : એક, બે, ત્રણ…અગિયાર…બાર…પંદર…સોળ… અને એકાએક હું અટકી ગયો. આવું કાયમ બને છે. કશુંક ગણવાને પ્રસંગે સોળની સંખ્યા આવતાં હું એકદમ અટકી જાઉં છું અને થોડી વાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જાઉં છું. | {{Poem2Open}} | ||
{{space}} | |||
પ્રોવિડન્ટ ફંડનો હપતો અને ઇન્કમટેક્સ વગેરે કાપીને કેશિયરે મને પગારની નોટો આપી. મેં તે ગણવા માંડી : એક, બે, ત્રણ…અગિયાર…બાર…પંદર…સોળ… અને એકાએક હું અટકી ગયો. આવું કાયમ બને છે. કશુંક ગણવાને પ્રસંગે સોળની સંખ્યા આવતાં હું એકદમ અટકી જાઉં છું અને થોડી વાર સુધી અસ્વસ્થ બની વિચારે ચડી જાઉં છું. | |||
કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે. | કોઈને લાગશે કે આ બનાવટી વાત છે. પણ મને એવું બનાવટી લખતાં કે બોલતાં આવડતું નથી. લાગણીવેડા પણ મને ગમતા નથી. લોકો મને ખંધો ગણે તો પણ ગણી શકે. | ||
અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું. | અને છતાં આ સોળની સંખ્યામાં કોઈ એવું અજબગણું રહેલું છે કે એ આવતાં જ મારા હૈયામાં ભારે મૂંઝવણ પેદા થાય છે, વિચારના વંટોળ જાગે છે. ખાસ કરીને રૂપિયા ગણવાના આવે ત્યારે સોળની સંખ્યા આવતાં જ હું થંભી જાઉં છું અને ક્યાંય સુધી બેચેની અનુભવું છું. | ||
Line 52: | Line 54: | ||
વાત સાંભળતાં જ ખીસામાંનો હાથ ત્યાં જ રહી ગયો. જાતે કમાઈને મેં આણેલા સોળ રૂપિયા લેનાર હવે કોઈ હતું નહીં! | વાત સાંભળતાં જ ખીસામાંનો હાથ ત્યાં જ રહી ગયો. જાતે કમાઈને મેં આણેલા સોળ રૂપિયા લેનાર હવે કોઈ હતું નહીં! | ||
એ વાતને આજે વર્ષો વીતી ગયાં છે. હું સારી એવી કમાણી કરતો થયો છું. પણ પૈસા ગણવાનો વખત આવતાં સોળની સંખ્યાએ પહોંચતાં જ મારો હાથ અટકી જાય છે….. | એ વાતને આજે વર્ષો વીતી ગયાં છે. હું સારી એવી કમાણી કરતો થયો છું. પણ પૈસા ગણવાનો વખત આવતાં સોળની સંખ્યાએ પહોંચતાં જ મારો હાથ અટકી જાય છે….. | ||
{{Right| | {{Right|(અનુ. ગોપાળરાવ ગ. વિદ્ધાંસ)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits