ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3,178: Line 3,178:
આશા રાખું છું કે આ પત્રથી  
આશા રાખું છું કે આ પત્રથી  
મારા આગળના પત્રથી થયેલું દુ:ખ ઓછું થશે.
મારા આગળના પત્રથી થયેલું દુ:ખ ઓછું થશે.
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem
પ્રેમ અને સન્માન સહિત, તમારો,</poem>
}}
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>: સપ્ટેમ્બર ૧૦, ૧૯૩૭. અચાનક કવિ માંદા પડ્યા.
તે કલકત્તામાં હતા અને શાંતિનિકેતન પાછા ફર્યા
તે જ રાત્રે તે બેભાન થઈ ગયા.
તાર ઑફિસ બંધ હોવાથી રેલ્વેમાંથી રાત્રે એક વાગ્યે
કલકત્તા સંદેશો પહોંચાડવામાં આવ્યો કે
સવારની ટ્રેનની રાહ જોયા વિના
ડૉક્ટરોને તરત જ શાંતિનિકેતન મોકલવામાં આવે.
રાત્રે બે વાગ્યે
ડૉ. નીલરતન સરકાર ગાડીમાં શાંતિનિકેતન આવવા નીકળ્યા અને સવારે ત્યાં પહોંચી ગયા.
ત્યારે કવિ બેભાન હતા
અને સ્થાનિક ડૉક્ટરો માનતા હતા કે
તેમને પક્ષઘાતનો હુમલો થયો છે.
કલકત્તાના ડોક્ટરોએ કહ્યું કે
તે તો એરીસિપેલાનો ગંભીર હુમલો હતો
અને તે મૂત્રાશયની સમસ્યાથી વધુ ગૂંચવાડો ઊભો થયો હતો.
કોઈ જ આશા રહી ન હતી
અને તે બાસઠ કલાક બેભાન રહ્યા હતા.
પણ એક વાર ભાન આવ્યું પછી તે જલદી સાજા થઈ ગયા. બોલવા માંડતા તરત જ તેમને કાવ્ય લખવું હતું
કે ચિત્ર દોરવું હતું.
કાવ્ય લખવામાં વધુ શ્રમ પડે માટે
તેમણે રંગ અને પીંછી મંગાવ્યાં.
થોડાક જ કલાકમાં એમણે એક ખાસું મોટું ચિત્ર દોર્યું.
આગળના ભાગમાં
ઘેરા રંગમાં અસ્પષ્ટ વનની ઝાંખી થાય છે
અને વચ્ચે સોનેરી પ્રકાશનું ઉષ્માભર્યું પૂર ધસી આવે છે
અને પાછળનું દૃશ્ય દેખાય છે.
તેમની ખબર પૂછતો ગાંધીજીનો સંદેશ જોતાં જ
૧૯મી તારીખે તેમણે જવાબ આપ્યો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
બેભાન અવસ્થામાંથી જીવંત જગતમાં પાછાં ફરતાં
મારું પ્રથમ સ્વાગત કર્યું
સ્નેહસભર વ્યાકુળતાથી છલકાતા તમારા પત્રે.
મને લાગ્યું કે દીર્ઘકાળ સુધી
સતત થયેલી વેદના અને વ્યથાનું મૂલ્ય ચૂકવાઈ ગયું હતું.
કૃતજ્ઞ પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારો કિંમતી પત્ર મારી સામે છે.
તમે મારી અપેક્ષા રાખી હતી.
સર નીલરતનનો હિંમત આપતો તાર આવ્યા પછી
મારે તરત જ લખવું હતું.
પણ મારા જમણા હાથને આરામની જરૂર છે
અને મારે લખાવવું ન હતું. ડાબો હાથ ધીરે કામ કરે છે. અમારામાંના કેટલાકને તમારા માટે કેટલો પ્રેમ છે
તેનું આ દૃષ્ટાંત છે.
હું ચોક્કસ માનું છું કે
તમારા પ્રશંસકોની હાર્દિક પ્રાર્થના સંભળાતાં
તમે આજે અમારી સાથે છો.
તમે માત્ર જગતના ગાયક નથી.
તમારો જીવંત શબ્દ હજારોને માટે
પથદર્શક અને પ્રેરણાદાયક છે.
આશા રાખું કે તમે બીજા ઘણા વર્ષો સુધી
અમારી સાથે રહો.
અત્યંત પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>બે માસ પછી બિરલા બ્રધર્સે
ઈન્ડોલોજી અને કલા વિભાગ
જ્યાં સુધી સંતોષકારક કામ કરતાં રહે
ત્યાં સુધી તેમને મહિને રૂ. ૧૦૦૦/- આપવાનું વચન આપ્યું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>: પ્રિય મહાત્માજી,
મારે માટેનો તમારો પ્રેમ મારી અપેક્ષાને આંબી જાય છે.
તમે મને આપેલો ઉપહાર એ અગાધ શાંતિનો
અને મારી શક્તિનો ધ્વંસ કરતી
રોજિંદી ચિંતામાંથી મુક્તિનો ઉપહાર છે.
લગભગ ચાળીસ વર્ષ સુધી મેં એકલા હાથે
એક એવા સિદ્ધાંત માટે જહેમત ઊઠાવી છે
જેને આસપાસના ઈર્ષાળુ વિરોધના વાતાવરણમાંથી
સહાય નથી મળી.
હવે જ્યારે હું મારી મુસાફરીના અંતની પાસે છું
ત્યારે અચાનક મને મળેલા
ઉદારતાથી ભરપૂર સહાનુભૂતિના આશીર્વાદથી
મારું તૃષાર્ત હૃદય આનંદથી ઊભરાઈ જાય છે.
મારી પાસે બીજા શબ્દો નથી.
ઈશ્વર તમને સુખી રાખે.
સપ્રેમ,</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
તમારો માણસ તમારો કિંમતી પત્ર અને રસીદ આપી ગયો છે. મેં કાંઈ જ કર્યું નથી. આ તો ઈશ્વરપ્રેરિત છે.
તમારી જહેમત અને તમારી પ્રાર્થના સફળ થયાં છે.
નાણાંકીય મુશ્કેલીઓની ચિંતામાંથી
તમને સંપૂર્ણ મુક્તિ મળે એવી શુભેચ્છા.
પ્રેમ,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>૧૯૩૮/૩૯માં રવીન્દ્રનાથે ગાંધીજીની ભવ્ય પ્રશંસા કરી.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>પોતે એક સંયમી તપસ્વી હોઈને પણ
તેઓ બીજાના આનંદમાં દોષ નથી જોતા
એટલું જ નહીં પણ
તેમના અસ્તિત્વમાં પ્રાણ પૂરવા દિવસ રાત કામ કરે છે. પોતાના જીવનમાં દારિદ્રને મહત્તા આપે છે
પણ ભારતની પ્રજાના ભૌતિક કલ્યાણ માટે
કોઈએ તેમનાથી વધુ જહેમત ઊઠાવી નથી.
તેઓ એક ક્રાંતિકારીને શોભે તેવા ઉત્સાહી સુધારક છે
અને જે આવેશને પોતે જાગ્રત કરે છે
તેના પર સખત સંયમ પણ લાદે છે.
તેઓ મૂર્તિપૂજક પણ છે અને મૂર્તિભંજક પણ છે.
પુરાતન ભગવાનોને તેમના ધૂળિયા ગોખલામાં રહેવા દઈને તેઓ જૂની પ્રાર્થનાનો ઉપયોગ
વધુ સારા માનવતાવાદી હેતુ માટે કરે છે.
તેઓ વર્ણ પ્રથાને વળગી રહીને
તેના સૌથી વધુ શક્તિશાળી સંત્રી જ્યાં છે
ત્યાં જ તેના પર પ્રહાર કરે છે
અને છતાંય તેમનેે તેમનાથી ઊતરતા લોકોએ વહોરેલી લોકપ્રિય નારાજગી નથી વરી.
તેઓ પોતાના અનુયાયીઓને સલાહ આપે છે કે
દૂષણમાં દોષ જુઓ, દોષીમાં નહીં.
આ એક અશક્ય આદેશ લાગે છે
પણ તેમણે પોતાના જીવનમાં
તેને શક્ય હોય તેટલો અપનાવ્યો છે.
તે મહાન છે એક રાજદ્વારી પુરુષ તરીકે,
એક વ્યવસ્થાપક તરીકે, એક નેતા તરીકે,
એક નૈતિક સુધારક તરીકે પણ આ બધાંથી વધુ,
તે મહાન છે એક માનવી તરીકે.
કારણ કે આ બધાં જ સ્વરૂપો કે પ્રવૃત્તિઓ
તેમની માનવતાને સીમિત નથી બનાવતાં.
એક દૃઢ આદર્શવાદી હોઈને પણ
તેઓ દરેક આચારશ્રેણીને
પોતાના આગવા નુસખાથી ચકાસે છે.
ખાસ કરીને તે ચાહે છે માનવીને અને નહીં કે વિભાવનાને.
તે જો સમાજને માટે કોઈ અખતરાનું સૂચન કરે
તો પહેલાં જાતે તેની કસોટીમાંથી પસાર થશે.
તે જો કોઈ બલિદાનની હાકલ પાડે
તો પહેલાં પોતે તેની કિંમત ચૂકવશે.
તેના સદ્‌ગુણો મહાન હોઈને પણ
આ માણસ તેના સદ્‌ગુણોથી પણ મહાન હોય તેમ લાગે છે.
તેમણે પ્રસ્તુત કરેલા કોઈ પણ સુધારાની વિભાવના
તેમની પોતાની ન હોઈને પણ
એ સ્વીકારવું જ પડશે કે
આ કોઈ પણ સુધારામાં એવી શક્તિ ન હતી
કે જે તેમના આવ્યા પછી દેખાઈ રહી છે.
કારણ કે હવે
તેમનામાં એક સંપૂર્ણ માનવીની ચેતનાએ પ્રાણ રેડ્યો છે
જે પોતાની વિભાવના સાથે એકરૂપ છે,
જેનું દર્શન પોતાના સમગ્ર વ્યક્તિત્વ સાથે
સંપૂર્ણપણે ભળી ગયું છે.
તે ભાર મૂકે છે સત્ય અને સાધનશુદ્ધિ ઉપર
જેમાંથી ઉદ્‌ભવ્યો છે તેમનો અહિંસાનો સિદ્ધાંત
જે તેમની ઊંડી માનવતાનું બીજું પાસું છે.
તેઓ યાદ રહેશે એક એવા માણસ તરીકે
જેનું જીવન જ આવનારી પેઢીઓ માટે
એક ઉદાહરણ બની રહેશે.
ક્યારેક રાજકારણના પ્રાંગણમાં આવી ચડે છે
ઇતિહાસના સર્જકો,
જેમની માનસિક ઊંચાઈ માનવતાના સામાન્ય સ્તર કરતાં
વધુ હોય છે.
તેમના હાથમાં હોય છે શક્તિનું એક એવું સાધન
જેનું બળ ભૌતિક સાધનો જેવું જ નિર્દય હોય છે.
તે ઉપયોગ કરે છે માનવ સ્વભાવની ક્ષતિઓનો–
લોભ, ભય, અહંકાર ઈત્યાદિ.
મહાત્મા ગાંધીએ આવીને
જ્યારે ભારતના સ્વરાજના પથનું ઉદ્‌ઘાટન કર્યું,
ત્યારે તેમના હાથમાં શક્તિનું કોઈ સાધન ન હતું
કે કોઈ જુલમી સત્તા ન હતી.
તેમના વ્યક્તિત્વમાંથી ઉદ્‌ભવતી અસર
સંગીત અને સૌંદર્યની જેમ અવર્ણનીય હતી.
તે બીજા ઉપર અધિકાર જમાવતા
પોતાના અંતરમાંથી પ્રગટ થતી આત્મસમર્પણની ભાવનાથી.
આ જ કારણે આપણી પ્રજાએ
તેમણે સ્વભાવગત ચતુરાઈથી કરેલા જટિલ હકીકતોના ઉપયોગને જરાય મહત્વ નથી આપ્યું. 
તેમણે તો જોયું છે
તેમના ચરિત્રની સ્પષ્ટ સાદગીમાં ઝળહળતું સત્ય.
તેથી જ તેમની પ્રવૃત્તિઓનું સામ્રાજ્ય
વ્યવહારિક રાજકારણમાં વિસ્તર્યુુંં હોવા છતાં
જનતાના મનમાં તેમનું પ્રસ્થાપન મહાન ગુરુ તરીકે થયેલું છે.
તેમની આધ્યાત્મિક આકાંક્ષાઓ
માનવતાના સમગ્ર સ્વરૂપને સમજીને અતિક્રમે છે
અને જ્ઞાનના શાશ્વત સ્રોતમાંથી આવતા પ્રકાશમાં દુનિયાદારીના ચહેરાને જુએ છે.
મારે સ્વીકારવું જોઈએ કે
હું હંમેશા મહાત્માજી સાથે સંમત નથી થતો
એટલે કે જો મારામાં એમના ચરિત્રની શક્તિ હોત
તો મારી કામ કરવાની રીત તેમનાથી જુદી હોત.
મારી પાસે કલ્પનાશક્તિ છે પરંતુ કાર્યશક્તિ નથી.
જગતમાં જૂજ માણસો પાસે તે શક્તિ હોય છે.
આવા માણસે સદ્‌ભાગ્યે આપણા દેશમાં જન્મ લીધો છે
અને તેમની પ્રગતિનો માર્ગ ખુલ્લો રાખવો જોઈએ.
હું ચોક્કસ તેમાં અવરોધ ઊભો કરવાનું ન વિચારું. </poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>૧૯૪૦માં ગાંધીજીએ શાંતિનિકેતનની મુલાકાત લીધી.
તેમના આગમનની બપોરે આમ્રકુંજમાં
એક નાના સ્વાગતસમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
કવિને ગમતા ઉપનિષદના શ્લોકથી સમારંભનો આરંભ થયો,
જે તેને જાણે છે તે અમરત્વ પામે </poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>અમારા આશ્રમમાં આપનું સ્વાગત કરતાં
હું આશા રાખું છું કે
આપણી અભિવ્યક્તિ વાણીવિલાસમાં ખેંચાઈ ન જઈને
પ્રેમ અને સન્માનના હાર્દિક શબ્દોમાં સીમિત રહે.
મહાન વ્યક્તિઓનો સત્કાર
સાદગીની ભાષાના સ્વરૂપમાંજ શોભે
અને અમે આપને થોડા જ શબ્દોમાં જણાવવા ચાહીએ છીએ કે
અમે આપને અમારામાંના એક તરીકે સ્વીકારીએ છીએ
અને સમગ્ર માનવતાના પ્રતિનિધિ માનીએ છીએ.
આપણે જાણીએ છીએ તેમ
આ ક્ષણે આપણી નિયતિ પર સમસ્યાની ઘેરી છાયા ફરી વળી છે. આપના પથ પર તેનો અવરોધ છવાયો છે
અને અમે પણ તેના હુમલામાંથી બાકાત નથી.
થોડા સમય માટે આપણે આ કોલાહલની સીમા પાર કરીને આપણા મિલનને હાર્દિક મિલન થવા દઈએ
જે આ દિશાહીન રાજકારણની
નૈતિક અંધાધૂધીની અસર ઓછી થતાં
આપણા સત્યના પ્રયાસોના
શાશ્વત મૂલ્યો પ્રગટ થયા પછી પણ યાદ રહે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>હું મારી શાંતિનિકેતનની આ મુલાકાતને
એક યાત્રા માનું છું.
આ વખતે શાંતિનિકેતન સાચે જ મારે માટે
શાંતિનો આવાસ છે.
રાજકારણની બધી જ જંજાળ હું પાછળ મૂકીનેે
અહીં આવ્યો છું ગુરુદેવના દર્શન કરવા
અને તેમના આશીર્વાદ મેળવવા.
મેં મારી જાતને ઘણી વાર
કુશળ ભિક્ષુક તરીકે વર્ણવી છે.
પણ મારી ઝોળીમાં
ગુરુદેવના આજના આશીર્વાદથી વધુ મૂલ્યવાન ભેટ
ક્યારેય નથી પડી.
હું જાણું છું કે તેમના આશીર્વાદ
સદાય મારી સાથે જ હોય છે.
પણ આજે તે પ્રત્યક્ષ મેળવીને હું ધન્ય થયો છું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>ગાંધીજી વિદાય લેતા હતા
ત્યારે રવીન્દ્રનાથે તેમના હાથમાં એક પત્ર મૂક્યો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>: પ્રિય મહાત્માજી,
અમારા વિશ્વ ભારતીની પ્રવૃત્તિઓનું
તમે હમણાં જ વિહંગાવલોકન કર્યું.
હું નથી જાણતો કે તમે તેની ગુણવત્તા અંગે
શું અભિપ્રાય બાંધ્યો.
તમે જાણો છો કે આ સંસ્થા રાષ્ટ્રીય હોવા છતાં
તેનો આત્મા આંતરરાષ્ટ્રીય છે.
અહીં અમારા સાધનોથી પર્યાપ્ત ભારતીય સંસ્કૃતિ
અમે જગતને ધરીએ છીએ.
તેની કટોકટીના સમયે તમે તેને બચાવી લીધી હતી.
તમારી એ મૈત્રીપૂર્ણ ચેષ્ટા માટે
અમે તમારા સદા ઋણી રહીશું.
હવે તમે શાંતિનિકેતનની વિદાય લો તે પહેલાં
હું તમને આજીજી કરું છું કે
જો તમે તેને રાષ્ટ્રીય થાપણ માનતા હો
તો આ સંસ્થાને તમે તમારું સંરક્ષણ આપીને
તેને સ્થાયી સ્વરૂપ આપો.
વિશ્વ ભારતીમાં મારા જીવનની શ્રેષ્ઠ સમૃદ્ધિનો સંચય થયો છે અને તેની સુરક્ષા માટે
મારા દેશવાસીઓ તેની ખાસ સંભાળ લેવા તૈયાર થશે
તેવી મને આશા છે. </poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>પ્રિય ગુરુદેવ,
આપણે છૂટા પડ્યા ત્યારે તમે મારા હાથમાં મૂકેલો હૃદયસ્પર્શી પત્ર સીધો મારા હાર્દમાં સ્થાન પામ્યો છે.
વિશ્વ ભારતી રાષ્ટ્રીય સંસ્થા છે એ નિ:શંક છે.
તે ચોક્કસ આંતરરાષ્ટ્રીય પણ છે.
તેને સ્થાયી સ્વરૂપ આપવા માટે
હું બધું જ બનતું કરી છૂટીશ
તેને માટે તમે નિશ્ચિંત રહેજો.
રોજ દિવસમાં એક કલાક આરામ કરવાનું રાખશો
એ વચનનું પાલન કરશો.
મેં શાંતિનિકેતનને હંમેશા મારું બીજું ઘર જ માન્યું છે છતાં આ મુલાકાતમાં હું તેની વધારે નજીક આવ્યો છું.
સન્માન અને પ્રેમ સહિત,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>તેમના અંતિમ દિવસોમાં બંને અત્યંત એકાકી અને શ્રાંત હતા.
રવીન્દ્રનાથે વર્ષો પહેલાં ગાયેલું ગીત,
તારી હાક સુણી જો કોઈ ના આવે, તો તું એકલો જાને રે
ગાંધીજી પોતાના અંતિમ દિવસોમાં વારંવાર સાંભળતા.
૧૯૪૧ના એપ્રિલની ૧૩મીએ રવીન્દ્રનાથને ૮૦ વર્ષ પૂરા થયા.
ગાંધીજીએ તાર કર્યો.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>ચાર વીસુ ઓછા છે પાંચ પૂરા કરવા શુભેચ્છા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>સંદેશા માટે આભાર ચાર વીસુ અવિનય પાંચ અસહ્ય.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર:}}
}}
{{Story
|story = <poem>તેમના અંતિમ જન્મદિને રવીન્દ્રનાથે અંતિમ સંદેશ આપ્યો – સભ્યતાનું સંકટ.
અત્યંત અશક્ત અવસ્થામાં
તે પોતાનું વક્તવ્ય વાંચી પણ ન શક્યા.
ક્ષિતિમોહન સેને વાંચ્યું,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>: પશ્ચિમના માનસમાં સુષૂપ્ત પડેલ
હિંસાની ચિનગારી આખરે ભડકી ઊઠી છે
અને માનવીની ચેતનાને અભડાવે છે.
મેં એક વખત આશા રાખી હતી કે
સંસ્કૃતિનો સ્રોત યરોપના હાર્દમાંથી ઉદ્‌ભવશે.
પણ આજે હું જ્યારે જગતમાંથી વિદાય લેવાની તૈયારીમાં છું ત્યારે એ શ્રદ્ધા એળે ગઈ હોય તેમ લાગે છે.
ચારે તરફ હું જોઈ રહ્યો છું
વ્યર્થ ઢગલાની જેમ પડેલા
એક ગૌરવશાળી સંસ્કૃતિના ખંડેર સમા અવશેષ.
અને છતાં માનવીમાંથી શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવવાનું
ઘોર પાપ હું નહીં આચરું.
કદાચ પરોઢ આ દિશામાંથી આવશે,
પૂર્વમાંથી, જ્યાંથી સૂર્ય ઊગે છે.
એક દિવસ એવો આવશે
જ્યારે અપરાજિત માનવી
પોતાના વિજયપથ પર ફરી વિચરશે
બધા જ અવરોધોને અવગણીને, અતિક્રમીને,
હારેલો માનવતાનો વારસો ફરીથી જીતવા.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી:}}
}}
{{Story
|story = <poem>ગુરુદેવ, આ બધામાં તો હું તમારી સાથે સંમત છું.
ચાલો આપણે સાથે વાંચીએ.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}}
}}
{{Story
|story = <poem>મહાત્માજી, માત્ર વાંચીએ જ નહીં, સાથે પ્રચાર કરીએ.</poem>




26,604

edits

Navigation menu