મેઘાણીની સમગ્ર નવલિકા/માસ્તર સાહેબ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|માસ્તર સાહેબ|}} {{Poem2Open}} <center>[૧]</center> માસ્તર સાહેબ કાબરચીતરું પાટ...")
 
No edit summary
 
Line 96: Line 96:
એવામાં એમના પર ટપાલમાં એક પત્ર આવ્યો. શહેરના દૂર દૂરના લત્તામાં રહેતાં કોઈ સન્નારી એમને મળવા તેડાવતાં હતાં. પત્રમાં ચોખવટ થયેલી હતી કે તમે હાઇસ્કૂલમાંથી છુટ્ટા થયા છો એટલે તમારી નોકરી સંબંધમાં જ મળવું છે. આ સ્ફોટ ન થયો હોત તો માસ્તર સાહેબ એક સ્ત્રીજનને મળવા જવાની હામ ન ભીડત. કોણ જાણે શાથી પણ પોતાના સૌન્દર્યનો આવો કશોક ખ્યાલ, જૂના જમાનાના વહેમની માફક, એમના મનમાં રહી ગયો હતો. ઘરનો અરીસો ઘણીક વાર ઘણાને માટે આવો છેતરામણો થઈ પડે છે. કેમ કે કાચની પણ સાચી અને ભ્રામક એવી જુદી જુદી જાતો હોય છે.

ખરી વાત તો એ હતી કે માસ્તર સાહેબ સ્ત્રીઓથી ભડકી ઊઠતા. એમનું આ ભડકવું ઊંટથી ભેંસના ભડકવા જેવું, કૂતરાથી બિલાડીના ભડકવા જેવું અને ચંપાના ફૂલથી ભમરાના ભડકવા જેવું તદ્દન નિષ્કારણ કિંવા સ્વાભાવિક હતું. વ્યવહારનાં માનવીઓ આવા માણસને ‘મીઠા વગરનો’ કહી નકામી બદબોઈ કરે છે.

[૩]
<center>[૩]</center>
બંગલાના દીવાનખાનામાં બે જણ બેઠાં હતાં: એક પચીસ-ત્રીસ વર્ષની ભરજોબન સ્ત્રી અને બીજો પિસ્તાલીસ-પચાસ વર્ષનો પુખ્ત બાંધાનો, ઘણા પ્રયત્નો છતાં પણ વૃદ્ધ બનતો જતો પુરુષ. બેઉની વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો:

“જેવો બેવકૂફ છે તેવો જ પાછો વિદ્વાન છે.”

Line 133: Line 133:
“ને પ્રોફેસર સાહેબ!” ધનપતિએ ઉમેર્યું, “રસશાળાના કાર્યમાં આ બહેન તમારાં મદદનીશ રહેશે. એ પણ સાયન્સનાં ગ્રૅજ્યુએટ છે.”

“ઓહો, બહુ જ સારું. ઘણી જ સરસ વાત.” હર્ષ પામતાં માસ્તર સાહેબ એ બેઉને નમન કરી પાછા વળ્યા. એમણે સમજી લીધું કે એ બહેન પેલા ધનપતિનાં પુત્રી અથવા ભાણેજ કે ભત્રીજી હોવાં જોઈએ.

[૪]
<center>[૪]</center>
શહેરની દીવાલે દીવાલ ‘પ્રો ....’નું નામ પોકારતી થઈ ગઈ. ભીંતો પર, થાંભલાઓ પર, આગગાડી અને ટ્રામ-બસગાડીઓના ડબ્બાઓમાં, નાટકો ને સિનેમાના પડદા ઉપર, નવનવે રંગે, નવનવે રૂપે, વિવિધ કુનેહથી, ચક્કર ફરતી કે ઓલવાતી-ઝબૂકતી દીપક-વાણીમાં વાતો કરતી, એક સુંદર જાહેરાત લોકોની આંખોમાં જાદુ આંજતી વ્યાપી રહી હતી: ‘પ્રો....નું કોલન વૉટર: પ્રો.....નાં આસવો, શરબતો, ઇસેન્સ...’

અને એ બધી જાહેરાતોમાં મહા તત્ત્વવેત્તા સમા શોભતા પ્રોફેસર સાહેબ ઊભા હતા — કોઈ તાવમાં તરફડતી સુંદરીના લલાટ પર કોલન વૉટરનાં પોતાં મૂકતા, કોઈ માયકાંગલા બાળને શીશી પાઈ તત્ક્ષણે જ હૃષ્ટપુષ્ટ બનાવી નાખતા, કોઈ ગ્રીષ્મના તાપે ગભરાતા શ્રીમંતને શરબતનું પ્યાલું દેતા, કોઈ દુર્બલ દમલેલને પોતાનો આસવ પાઈ ટટ્ટાર બનાવતા, અજોડ ઇલમી, રસાયનના જાણભેદુ પ્રકૃતિના પરમતત્ત્વને પારખનારા અદ્વિતીય જ્ઞાની પ્રો ....! ઈશ્વરથી બીજે દરજ્જે જગતમાં સર્વવ્યાપક બની એ ઊભા હતા. બાર મહિના પૂર્વેના એક અંધારી હાઇસ્કૂલના ‘ફિફ્થ બી’ ક્લાસનાં સૂત્રો ગોખતા માસ્તર સાહેબને આવા એક તારણહારની કક્ષાએ મૂકનારી એ જાહેરખબરો હતી. વિશ્વનાં સત્યાસત્યના અવિચલ ગણાઈ ગયેલા નિયમોને ઉથલાવી શૂન્યમાંથી મેરુ સર્જનાર ને દિવસમાંથી રાત્રિ ઊભી કરનાર એક નવી જગશક્તિ જાગી ઊઠી છે આ લોકમાં ને તે છે પ્રસિદ્ધિ. જગતનો નિયંતા પણ એની કને પરાજિત બની ઊભો છે. ધરતી પર રોજ રોજ કંઈક દટ્ટણ પટ્ટણ કરતી, પ્રકમ્પો જગવતી, લીલાઓ રમતી, ઇંદ્રજાળો રચતી, વિશ્વમોહિની શક્તિ છે પ્રસિદ્ધિ. છાપવાનાં યંત્રો છે એનાં દળકટક. મુદ્રણકલાના હજારો નાનામોટા નવેશો છે એ નર્તકીના ઉસ્તાદો. અસત્ય છે એનું ગાન. એ વિશ્વમોહિનીએ આજના જગતને કામરુદેશ કરી મૂકેલ છે.

Line 139: Line 139:
આમ જંતુ વગરના આસવોની અને ઔષધોની જાહેરાતે દેશના અનેક જીવદયાપાલક લોકવર્ગોને આ દવાઓ પ્રત્યે ખેંચી લીધા. પ્રોફેસરને પણ લોકસ્વાસ્થ્યની કાળજી રાખવાનો ઊંડો આત્મસંતોષ થયો.

માત્ર એમને એટલી જ ખબર નહોતી પડતી કે લોકોની હજારોને હિસાબે ચાલી આવતી માગને પૂરી પાડવા માટે આ બધી શીશીઓ જે કારખાનામાં બની રહી છે તે કારખાનું ક્યાં છે? કેમ કે પોતાને તો ફક્ત રસાયનો બનાવી ‘ફોર્મ્યુલા’ જ નક્કી કરી દેવાનું કામ સોંપાયું હતું.

[૫]
<center>[૫]</center>
લોકકલ્યાણની વાતો કરતાં ત્રણેય જણાં બેઠાં હતાં: ધનપતિ માલિક, એમનાં પેલાં એક ‘બહેન’ (અથવા પ્રોફેસરના અનુમાન પ્રમાણે ભાણેજ કે ભત્રીજી) અને પ્રોફેસર સાહેબ.

બેઠકનું સ્થળ હતું શહેરના દૂર ભાગનું એક રૅસ્ટોરાં. આ સ્થાનમાં ધનપતિ આવે છે એવો ખ્યાલ બહુ ઓછાને જ હતો — ખાસ કરીને એમનાં પત્નીને તો નહિ જ.

Line 166: Line 166:
“આપ એવું ન બોલો. મને પાપમાં ન નાખો. મને ક્ષમા કરો.”

માસ્તર સાહેબનું માથું ચક્કર ફરવા લાગ્યું. આ શા દાવપેચ રમાઈ રહ્યા છે? આ શેઠના જીવનમાં શું પડ્યું છે? હવે આ સ્ત્રીની વૈરવૃત્તિ મારો શો ઉપયોગ કરશે? — ઝડપી વિચારચક્ર ફરવા લાગ્યું.

[૬]
<center>[૬]</center>
બીજો દિવસ: અને બીજું એક સત્ય માસ્તર સાહેબની રાહ જોતું દ્વાર ખખડાવતું હતું. રસશાળાને બારણે કારમી બૂમો પડી: “ક્યાં છે એ ચોટ્ટો? ક્યાં ગયો એ પાખંડી પ્રોફેસર? આમ આવ, બચ્ચા! તારા હાથપગમાં બેડીઓ પહેરાવીશ — નહિ છોડું. નહિ છોડું.”

એવા બરાડા પાડતો, ન સાંભળી જાય તેવી ગાળોની તરપીટ પાડતો એક આદમી રસશાળામાં ધસી આવ્યો. એના હાથમાં મશહૂર પ્રોફેસર ...ના લેબલવાળો આસવનો સીસો હતો. એણે એ સીસા વતી માસ્તર સાહેબ ઉપર હલ્લો કર્યો: “બદમાશ! દગલબાજ! મારી દસ વર્ષોની જૂની બનાવટ ઉપર તારાં લેબલ ચોડી ચોડીને હજારો સીસાઓ વેચી તેં નાણાં કર્યાં! હવે તું બતાવજે, ક્યાં છે તારી ફાર્મસી? હું તારા પર સીધી ‘ક્રિમિનલ’ જ કરીશ, મોટા ધાડપાડુ!”

Line 195: Line 195:
આ કૌભાંડમાં સંડોવાયેલ એકેએક માણસને પોતપોતાનાં ભોપાળાં સંઘરવાનાં હતાં. સહુએ આપદ્મિત્રો બનીને એક કુટુંબ જમાવી દીધું. ભવાડો કરવા ધસી આવેલો કેમિસ્ટ પોતે જ પ્રોફેસરને દુનિયાદારીનું ડહાપણ આપવા માટે પડખે ચડી ગયો. અને પછી માસ્તર સાહેબનું ખરું ખેલાડી જીવન શરૂ થયું.

એમ સહુના સ્વાર્થની છત્રી બનેલા માસ્તર સાહેબ ઊંચે ચડ્યા — છેલ્લી ટોચે ચડ્યા. શેઠજીની સોડ્યમાંથી સરકેલી પેલી ‘બહેન’ પણ માસ્તર સાહેબના પડખામાં લપાઈ ગઈ.

[૭]
<center>[૭]</center>
એ જ હાઇસ્કૂલ હતી: ટાઢા ધીરા હવાપ્રકાશે શોભતું પુરાતન મકાન હતું. ત્રણ વર્ષો પૂર્વે માસ્તર સાહેબે ભણાવેલા પચાસ વિદ્યાર્થીઓનો વર્ગ હતો. તેઓને ઇનામ વહેંચવાનો મેળાવડો હતો. ઓરડો પણ એ-નો એ જ હતો. દીવાલોના પથ્થરો જાણે સુભાષિતો બોલતા બોલતા કોઈ પંડિતો થીજી ગયા હોય તેવા દેખાતા હતા. સુવર્ણ વચનોની તખ્તીઓ ચમકતી હતી. ઘણાં ઘણાં નવાં સૂત્રો દીવાલો પર ઉમેરાયાં હતાં. ઇસુ, જરથુષ્ટ્ર, બુદ્ધ, મહાવીર, હજરત મહમ્મદ આદિ એક પણ પયગમ્બરની વાણી બાકી નહોતી રહી ગઈ.

“વિદ્યાર્થીઓ!” સ્કૂલના પ્રોપ્રાયટર સાહેબે ઊભા થઈ ઓળખાણ કરાવી. ‘આજના મંગલ દિને, જેના મંગલ હસ્તે તમને ઇનામ અપાવાનાં છે. તેની ઓળખાણ કરાવવી એ દીવો ધરીને સૂર્ય દેખાડવા જેવું છે. એ પવિત્ર, મહાનુભાવ અને વિદ્યામાર્તંડ પુરુષનું ઓળખાણ કરાવતાં મારું હૃદય ઉછાળા મારે છે. તમારા જ એક વખતના એ ગુરુજી આ દીવાલ પરનાં નીતિવચનોના અચલ પાલનને પ્રતાપે આજે આપણી વિદ્યાપીઠના વિજ્ઞાન-વિશારદની ખુરસી શોભાવે છે, ને દેશની ત્રણ મહાન રસશાળાઓના તેઓશ્રી અધ્યક્ષ છે. એમની આવી ઉજ્જ્વલ કારકિર્દીનું બીજ અહીં જ રોપાયું હતું. પુત્રના લક્ષણ પારણામાંથી પરખાય એ ન્યાયે તેઓશ્રીની પ્રતિભા અહીંથી જ ઝલકી રહી હતી. મને એ વાતનો ગર્વ છે, કે એમની આ યશસ્વી કારકિર્દી સાથે આપણી શાળાનું નામ સદા જોડાયેલું રહેશે. હું હવે તેઓશ્રીને ઇનામની વહેંચણી કરવા માટે વીનવું છું.”

Line 250: Line 250:
માસ્તર સાહેબ ઊભા થયા. સંધ્યાકાળના એ ઝાંખા પ્રકાશમાં બારણા પાસે ગયા, વીજળી-બત્તીનું બટન દબાવ્યું. બત્તી બુઝાવી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મવાલી
|next = દીક્ષા
}}
18,450

edits

Navigation menu