તપસ્વી અને તરંગિણી/એક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 253: Line 253:
'''રાજમંત્રી''' :{{Space}} એક હજાર સોનામહોરો અને રથ, શય્યા, અનેક વસ્ત્રો, અનેક સુવર્ણાલંકારો મળશે.
'''રાજમંત્રી''' :{{Space}} એક હજાર સોનામહોરો અને રથ, શય્યા, અનેક વસ્ત્રો, અનેક સુવર્ણાલંકારો મળશે.
'''લોલાપંગી''' :{{Space}}પ્રભુ, કરુણાધામ, ધર્માધિપતિ! અમે બહુવલ્લભા છીએ એટલે જ એકદમ અનાથ છીએ. અમારે ભૂતકાળ નથી, અમારે ભવિષ્ય નથી; એક જ આશા છે કે પરલોકમાં પશુપતિનો ચરણસ્પર્શ કરી શકીએ. એવી કોઈ ગણિકા નથી જે મનોમન વિચારતી ન હોય કે જો ‘હું બળિયાના રોગમાં કુરૂપ થઈ જઈશ તો મારું શું થશે? જો ને પક્ષઘાત થઈ જશે તો? પલકવારમાં યૌવન જતું રહેશે, તે પછી? જો લબડતી ચામડીવાળી વૃદ્ધા થઈને જીવવું પડશે તો મારો આહાર ક્યાંથી જોગવીશ?’ એટલે બુદ્ધિમતીઓ સારા વખતે ભેગું કરી લે છે, સારા સમયે અર્થ ખેંચી લે છે. અધમ એવી મારી પાસે પણ થોડો સંચય હતો પણ મેં પોતે ખાલી થઈ જઈને તરંગિણીનું લાલનપાલન કર્યું છે, તેને શિક્ષણ આપ્યું છે. અત્યારે આ કન્યા જ મારી મૂડી છે. પ્રભુ, આપની આજ્ઞા થતાં પ્રાણ પણ આપી શકીએ, પણ નસીબજોગે આવરદા જો લંબાય તો ખાવાનુંય જોઈએને?</Poem>
'''લોલાપંગી''' :{{Space}}પ્રભુ, કરુણાધામ, ધર્માધિપતિ! અમે બહુવલ્લભા છીએ એટલે જ એકદમ અનાથ છીએ. અમારે ભૂતકાળ નથી, અમારે ભવિષ્ય નથી; એક જ આશા છે કે પરલોકમાં પશુપતિનો ચરણસ્પર્શ કરી શકીએ. એવી કોઈ ગણિકા નથી જે મનોમન વિચારતી ન હોય કે જો ‘હું બળિયાના રોગમાં કુરૂપ થઈ જઈશ તો મારું શું થશે? જો ને પક્ષઘાત થઈ જશે તો? પલકવારમાં યૌવન જતું રહેશે, તે પછી? જો લબડતી ચામડીવાળી વૃદ્ધા થઈને જીવવું પડશે તો મારો આહાર ક્યાંથી જોગવીશ?’ એટલે બુદ્ધિમતીઓ સારા વખતે ભેગું કરી લે છે, સારા સમયે અર્થ ખેંચી લે છે. અધમ એવી મારી પાસે પણ થોડો સંચય હતો પણ મેં પોતે ખાલી થઈ જઈને તરંગિણીનું લાલનપાલન કર્યું છે, તેને શિક્ષણ આપ્યું છે. અત્યારે આ કન્યા જ મારી મૂડી છે. પ્રભુ, આપની આજ્ઞા થતાં પ્રાણ પણ આપી શકીએ, પણ નસીબજોગે આવરદા જો લંબાય તો ખાવાનુંય જોઈએને?</Poem>
<poem>
'''રાજમંત્રી''' :{{Space}} પાંચ હજાર સોનામહોરો!
'''લોલાપાંગી''' :{{Space}} ઋષ્યશૃંગનું ધ્યાનભંગ એટલે પર્વતનું પતન! હિમની સાથે અગ્નિસંયોગ! તરંગિણી, તું કરી શકીશ ને?
'''રાજમંત્રી''' :{{Space}} દશ હજાર સોનામહોરો અને રથ, શય્યા, આસન, વસ્ત્રો, સુવર્ણલંકાર! અને સિંહલનાં મોતી તથા વિન્ધ્યાચલના મરકત મણિ!
'''લોલાપાંગી''' : {{Space}}અમે ધન્ય થયાં. આપ ભવસાગરમાં અમારી નૌકા છો.
'''રાજમંત્રી''' :{{Space}} મેં ચરને મોઢે સમાચાર મેળવ્યા છે, કાલે પ્રભાતે વિભાણ્ડક આશ્રમમાં હશે નહીં. કાલે પ્રભાતે જ આ કામ પતવું જોઈએ.
'''તરંગિણી''' :{{Space}} પ્રભુ, આ બહુ આયોજન માગી લે તેવું કામ છે. તૈયારીને માટે સમય નહીં મળે?
'''રાજમંત્રી''' :{{Space}} કાલે પ્રભાતે. વિલંબ નહીં ચાલે.
'''લોલાપાંગી''' :{{Space}}તરંગિણી, પાસે આવ, (કન્યાભણી થોડીવાર જોઈ રહી) દર્પણમાં એકવાર પોતાનેે જોઈશ, પછી બીક નહીં રહે. સાંભળ, ઋષ્યશૃંગ ભલે તપસ્વી રહ્યા પણ તેમનું શરીર પણ રક્તમાંસનું બનેલું છે. વયથી એકદમ તરુણ છે, અને એવા અબોધ છે કે હજુ સુધી એટલુંય જાણતા નથી કે એક બ્રહ્મા બહુ થયા હતા. અર્ધનારીશ્વર યોગીશ્વરને જાણતા નથી; જાણતા નથી, કોને કહેવાય નારી, બીક શાની છે તને? કાલે પ્રભાતે ઋષ્યશૃંગની તું મૃગયા કરીશ; વ્યાધની જેમ સાવધ હશે તારાં પગલાં, અમોઘ હશે શરસંધાન. જે વ્યાધે બાણ ચઢાવ્યું છે તે વ્યાધની ભણી જ જેમ મૃગશિશુ ભોળી આંખે તાકી રહે છે, તેવી જ રીતે તું જ્યારે સામે જઈને ઊભી રહીશ ત્યારે એ કિશોરની નજર એવી જ હશે. અનાવૃષ્ટિના આકાશમાં જેમ મેઘ ઉદય પામે તેમ તેમના હૃદયમાં તારો ઉદય થશે. માત્ર એક આંગળીનોય સ્પર્શ કરીશ તોયે તે તપેલી ધરતી પર પડેલા જળબિન્દુ જેવો હશે. ધીરે ધીરે તું વૃષ્ટિની જેમ ઝૂકી રહીશ, તેમના ધ્યાનના પાષાણ ઓગળી જશે, અને ત્યારે—તેમણે આટલા દિવસ સુધી તપ કરીને જે મેળવ્યો નથી તે બ્રહ્માનંદસ્વાદ તું તેમને આપીશ, તું – આ અભાગણી લોલાપાંગીની પુત્રી તરંગિણી! ખ્યાલ કરી જો મારા આનંદનો અને તારી સાર્થકતાનો; તું વિજયિની બનીશ, યશસ્વિની બનીશ. તારી કથા ઇતિહાસમાં અંકાશે, અન્ય યુગોમાં તારી કીર્તિનું ભાષ્ય રચશે કવિઓ. સાંભળ, હજી વધારે પાસે આવ–હું તને બધી જુક્તિઓ બતાવીશ.
{{Space}} '''(લોલાપાંગી અને તરંગિણીનો મૂક અભિનય. હાસ્ય, લાસ્ય, અંગભંગિ. માની વાત સાંભળતાં સાંભળતાં તરંગિણીનું મોં ઉજ્જ્‌વળ બની જાય છે, શ્વાસોચ્છ્‌વાસ વેગથી ચાલે છે, દેહમાં ચંચલતા જાગે છે. કેટલીક ક્ષણો પછી, સરી આવી તે રાજમંત્રીની સામે ઊભી રહે છે.)'''
'''તરંગિણી''' : {{Space}}હું કરી શકીશ, પ્રભુ હું કરી શકીશ! મારા દેહમાં મનમાં અપૂર્વ પ્રેરણા જાગી છે; હું સંપૂર્ણ દૃશ્ય મારી આંખો સામે જોઉં છું. હું સંગે લઈ જઈશ મારી સોળ સુંદર સખીઓને. લઈ જઈશ ફૂલમાલા મધ મદિરા સુગંધ; રંગબેરંગી મણિકાન્ત કંદુક; ઘૃતપક્વ માંસ અને પાયસન્ન; દ્રાક્ષા અને રતિફલ; વંશી, વીણા, મૃદંગ આ બધું લઈને કાલે વહેલી સવારે ઉપડીશ. અમારી નૌકાને ફૂલથી સજાવવી પડશે; પાંદડાં, લતા, ગુલ્મ અને તૃણ વડે. તેમાં એક કૃત્રિમ તપોવન રચવામાં આવશે. સાથે કોઈ પુરુષને લઈશું નહીં–આ અદ્‌ભુત આશ્ચર્યજનક સાહસનાં અમે જ નાવિકો રહીશું. એક સાથે પંચમ સ્વરે ગીત ગાતાં ગાતાં અમે સામે કાંઠે ઊતરીશું. ત્યારે લોહિત વર્ણ સૂર્યદેવતા ઉદિત થતા થશે, પાણી સ્વચ્છ હશે, આકાશમાં સુવર્ણપદ્મ, જબાકુસુમ, લાલકરેણ ખીલ્યાં હશે. કુમાર ત્યારે આહ્નિક પતાવીને કુટિર પ્રાન્તે ઊભા હશે– તેમણે સ્નાન કર્યું છે, વલ્કલ પહેર્યાં છે, લાંબા અને કાળા તેમના કેશ છે, તરુણ વાંસ જેવી કાન્તિ છે. જેમ સરોવરમાં ઊતરે હારબંધ હંસ તેમ અમે સખીઓ તેમને ઘેરી લઈશું—તેમની આસપાસ લલિતભંગિમાં નૃત્ય કરીશું, તેમને સંગીતની માયાજાળમાં બાંધી દઈશું, તેઓ જ્યારે મોહિત થવાની અણી પર હશે ત્યારે અમે અંતર્ધાન થઈ જઈશું. કેટલીક વાર પછી પાછી આવી, હું એકલી જ તેમની મોઢામોઢ ઊભી રહીશ. મારા મોંને વીંધી રહેશે તેમની દૃષ્ટિ—સરળ, ગંભીર, ઉદાર, વિસ્ફારિત, જે આંખોમાં પહેલાં કદી નારી જોઈ નથી. હું તેમની સાથે વાતચીત કરીશ, તે કહેશે–‘કોણ છો તમે?’ હું મધુર અવાજથી વાત કરતાં કરતાં ધીરે ધીરે નજીક જઈશ. બાહુ ઊંચો કરીને તેમને સ્પર્શ કરીશ, તેમના બે હાથ પકડી લઈશ. તેમને ખભે માથું રાખીને કહીશ : ‘મારું એક વ્રત છે, તમે પુરોહિત નહીં થાઓ તો તે ઉજવાશે નહીં.’ તાકીને જોઈશ. તેમના અધર ફડફડી ઊઠશે, આંખની કોર લાલ બની જશે, કંઠમણિ કંપિત થઈ ઊઠશે. અને તે પછી– તે પછી– તે પછી– પ્રભુ મને ચરણરજ આપો–કન્દર્પ, અનંગ, પંચશર, મને મદદ કરો!
'''(પડદો)'''
...............................................................................
26,604

edits

Navigation menu