મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/છતી જીભે મૂંગાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|છતી જીભે મૂંગાં|}} {{Poem2Open}} [૧] “આજે શાક કેવું થયું છે, રમેશ?” “સર...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[૧]
<center>[૧]</center>
“આજે શાક કેવું થયું છે, રમેશ?”
“આજે શાક કેવું થયું છે, રમેશ?”
“સરસ, મોટાભાઈ.” આઠ વર્ષનો રમેશ પિતાની સામે જોઈ બોલ્યો.

Line 29: Line 29:
હરિનંદન પોતાનાં માતૃહીન બે બાળકો ઉપર આવી અહિંસક ખીજ વારંવાર ઠાલવતો. આજે તે આટલા માટે ખિજાયો હતો: બે હાફુસ કેરીઓ પોતે લાવેલો. બાળકો કહે કે “અમે એકલાં નહિ ખાઈએ, મોટાભાઈ; તમે પણ અમારાં બન્નેનાં ચીરિયાંમાંથી ભાગ લો.” હરિનંદન કહે કે “ના, મારે નથી ખાવી.” છોકરાંએ વધુ આગ્રહ પકડ્યો, એટલે બાપ રિસાઈને રસોડામાં ચાલ્યો ગયો. આમાં ખિજાવા જેવું શું હતું તેની કશી જ ગમ છોકરાંને ન પડી. બેઉ જણાં પોતપોતાનાં ચીરિયાંની રકાબી પકડીને થીજી રહ્યાં; પછી થોડી વારે રસોડામાં જઈને કહ્યું: “ચાલો, મોટાભાઈ, હવે અમે જ કેરીનાં ચીરિયાં ખાઈ જશું; તમને ખાવા નહિ કહીએ.”

દરમિયાનમાં તો મીઠાનો અતિરેક થઈ ચૂક્યો હતો.

[૨]
<center>[૨]</center>
આખો દિવસ હરિનંદન બહાર રહેતો. છોકરાં નિશાળે ગયા પછી શૂન્ય ઘરમાં એકલા રહેવાની એની હિંમત નહોતી. તેમ આડોશીપાડોશીઓ પોતપોતાનાં ભર્યાં ઘરમાં કલ્લોલ કરતાં એ તેનાથી સહ્યું નહોતું જતું. સ્નેહીઓ એને રવિવારની કે તહેવારોની ઉજાણીઓમાં તેડી જવા કરતાં; ને હરિનંદન એક-બે વાર ગયોય ખરો. પણ તે પછી એ ના જ કહેતો.

“પણ કારણ શું છે?”
“પણ કારણ શું છે?”
Line 41: Line 41:
સ્નેહીસંબંધીઓને ત્યાંથી વિદાય લેતી વેળા હરિનંદન રોજ રાતે એ જ કારણ બતાવતો કે “છોકરાં એકલાં છે... એને ખવરાવવાં સુવરાવવાં છે”. મિત્રોની જામેલી મિજલસોમાંથી એ ઊઠી જતો ત્યારે બહાર પરસાળમાં જોડા પહેરતે પહેરતે એના કાન પર મિત્રોના બોલ અફળાતા: “મા વગરનાં બાળકોને કેવી કાળજીથી સાચવે છે!” “એ તો, ભાઈ, એનાથી જ થાય...” વગેરે વગેરે. ઘેર પહોંચીને એ જ્યારે ખાઈ કરીને ઊંઘી ગયેલાં છોકરાંને જોતો ત્યારે એના મનમાં પ્રશ્ન જાગતો: મા વિનાનાં છોકરાંને હું સાચવું છું? કે પત્ની વિનાના પિતાને છોકરાં સાચવે છે!

દૂધ દૂધને ઠેકાણે ઢાંકી રાખેલું હોય, વાસણો મંજાવીને સુકાવી દીધાં હોય, અને રખે મોટાભાઈને ઓછું પડે તે બીકે છોકરાં શાકને અડક્યાં પણ ન હોય: હરિનંદનનું રસોડું રોજ રાતે આ જ કથા કહેવા તૈયાર રહેતું. રાત્રિની સ્તબ્ધ કુદરત જાણે એની રમૂજ કરતી: અલ્યા હરિનંદન! ખોટું માન ખાટી જાય છે ને!

[૩]
<center>[૩]</center>
“મંજી!”
“મંજી!”
“હં.”
“હં.”
Line 93: Line 93:
‘બા’ શબ્દ એ ઘરમાં છેલ્લામાં છેલ્લી વાર બોલાઈ ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = આખરી ગાન
|next = સમશેર તારી ભોંઠી પડી રે
}}
18,450

edits

Navigation menu