18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કિશોરની વહુ| }} {{Poem2Open}} <center>[૧]</center> તે દિવસે લગભગ અરધું ગામ આભડવા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
આવું પડદા વિનાનું મજૂર-જીવન જોયું એ કિશોરને માટે વાઘના બચ્ચાએ લોહીનું ટીપું ચાખ્યા જેવું બન્યું. એનામાં મૂળથી જ મોતીશાના મજબૂત સંસ્કારો ઊઘડ્યા નહોતા. વયમાં એ જુવાન હતો. કોઈ કોઈ વાર મનને નબળું બનાવી મૂકનાર દંપતી-સાહિત્યની વાર્તાઓ વાંચવાની તક પણ એને મળી જતી. તેમાં સ્ત્રી ગુજરી ગઈ, ને આંહીં આ મજૂરોને દુ:ખમાં ખદબદતાં છતાં કુળ-પ્રતિષ્ઠા જવાના ભય વિના મોકળામણમાં જીવતાં દીઠાં. | આવું પડદા વિનાનું મજૂર-જીવન જોયું એ કિશોરને માટે વાઘના બચ્ચાએ લોહીનું ટીપું ચાખ્યા જેવું બન્યું. એનામાં મૂળથી જ મોતીશાના મજબૂત સંસ્કારો ઊઘડ્યા નહોતા. વયમાં એ જુવાન હતો. કોઈ કોઈ વાર મનને નબળું બનાવી મૂકનાર દંપતી-સાહિત્યની વાર્તાઓ વાંચવાની તક પણ એને મળી જતી. તેમાં સ્ત્રી ગુજરી ગઈ, ને આંહીં આ મજૂરોને દુ:ખમાં ખદબદતાં છતાં કુળ-પ્રતિષ્ઠા જવાના ભય વિના મોકળામણમાં જીવતાં દીઠાં. | ||
જૂની સ્મૃતિ જાગવામાં કોણ જાણે કુદરતના કયા નિયમો કામ કરતા હશે, તે તો અમે જાણતા નથી; પણ વિચિત્ર તો બહુ જ લાગે છે કે એક જુવાન મજૂરણ ગેલતી ખેલતી સાંજે કિશોરની મોટર કનેથી પસાર થઈ. અને એ સાંજના ભળભાંખરામાં કિશોરે એના મોં પર દૈવ જાણે શીયે પરિચિત રેખા જોઈ લીધી. દૂરદૂરથી હવામાં ગળાતું એ ટીખળી મજૂરણનું ગીત કાને પડ્યું: | જૂની સ્મૃતિ જાગવામાં કોણ જાણે કુદરતના કયા નિયમો કામ કરતા હશે, તે તો અમે જાણતા નથી; પણ વિચિત્ર તો બહુ જ લાગે છે કે એક જુવાન મજૂરણ ગેલતી ખેલતી સાંજે કિશોરની મોટર કનેથી પસાર થઈ. અને એ સાંજના ભળભાંખરામાં કિશોરે એના મોં પર દૈવ જાણે શીયે પરિચિત રેખા જોઈ લીધી. દૂરદૂરથી હવામાં ગળાતું એ ટીખળી મજૂરણનું ગીત કાને પડ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
બાળી ઝાળીને જીવડો ઘેરે આવ્યો રે લોલ; | બાળી ઝાળીને જીવડો ઘેરે આવ્યો રે લોલ; | ||
હવે, માડી, મંદિરિયે મોકળાણ જો: | હવે, માડી, મંદિરિયે મોકળાણ જો: | ||
ભવનો ઓશિયાળો હવે હું રિયો રે લોલ. | ભવનો ઓશિયાળો હવે હું રિયો રે લોલ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કિશોર ઘેર ગયો. દીવો બળતો હતો, તે બુઝાવી નાખ્યો. ઓરડાની એક ખીંટી પર ચંદનની ઘણા વખત પહેલાંની ઊતરી ગયેલી સાડીમાંથી ફાડેલો જોડા લૂછવાનો એક કટકો પવનમાં ઝૂલતો હતો, તે અમસ્થો અમસ્થો પણ આજે એને ચંદનના શરીરના છેદાયેલા અંગ જેવો લાગ્યો. તેથી જ બીને બત્તી બુઝાવી હશે કે કેમ, તે તો એ જાણે; પણ પછી એ બારીમાં મોં રાખીને બેસી રહ્યો. માંદગીની પથારી પહેલાંનો કાળ અંતરની આંખો સામે ઊઘડવો શરૂ થયો: કોઈક જાણે એને એક ઝાંખો દીવો લઈને જીવન-ગુફામાં ઊંડે ઊંડે ઊંડે દોરી જતું હતું. ગુફાના તળિયામાંથી કોઈનું ડૂસકાભર્યું વચન સંભળાતું હતું કે, ‘ત્યારે તમે મને શા માટે પરણ્યા! શા માટે પરણ્યા!’ | કિશોર ઘેર ગયો. દીવો બળતો હતો, તે બુઝાવી નાખ્યો. ઓરડાની એક ખીંટી પર ચંદનની ઘણા વખત પહેલાંની ઊતરી ગયેલી સાડીમાંથી ફાડેલો જોડા લૂછવાનો એક કટકો પવનમાં ઝૂલતો હતો, તે અમસ્થો અમસ્થો પણ આજે એને ચંદનના શરીરના છેદાયેલા અંગ જેવો લાગ્યો. તેથી જ બીને બત્તી બુઝાવી હશે કે કેમ, તે તો એ જાણે; પણ પછી એ બારીમાં મોં રાખીને બેસી રહ્યો. માંદગીની પથારી પહેલાંનો કાળ અંતરની આંખો સામે ઊઘડવો શરૂ થયો: કોઈક જાણે એને એક ઝાંખો દીવો લઈને જીવન-ગુફામાં ઊંડે ઊંડે ઊંડે દોરી જતું હતું. ગુફાના તળિયામાંથી કોઈનું ડૂસકાભર્યું વચન સંભળાતું હતું કે, ‘ત્યારે તમે મને શા માટે પરણ્યા! શા માટે પરણ્યા!’ | ||
પ્રત્યેક દિવસે, એક પછી એક રાતે, પ્રત્યેક રાતને કયે કલાકે શું શું બન્યું તે બધું જ કોઈ મશાલને અજવાળે ભોંયરામાં દેખાય તેવું બિહામણું દેખાયું. એક વાર તો એને પરસેવો વળી ગયો. એણે જોયું કે... ચંદન હિસ્ટીરિયામાં પડી છે: સામે ઊભી ઊભી મા કહી રહી છે કે, ‘અરધોઅરધ ઢોંગ, બાપ!’ ને પોતે એક ટાંચણી લઈને ચંદનના પગને તળિયે ઘોંચી એ હિસ્ટીરિયાનું સાચજૂઠ પારખી રહ્યો છે... | પ્રત્યેક દિવસે, એક પછી એક રાતે, પ્રત્યેક રાતને કયે કલાકે શું શું બન્યું તે બધું જ કોઈ મશાલને અજવાળે ભોંયરામાં દેખાય તેવું બિહામણું દેખાયું. એક વાર તો એને પરસેવો વળી ગયો. એણે જોયું કે... ચંદન હિસ્ટીરિયામાં પડી છે: સામે ઊભી ઊભી મા કહી રહી છે કે, ‘અરધોઅરધ ઢોંગ, બાપ!’ ને પોતે એક ટાંચણી લઈને ચંદનના પગને તળિયે ઘોંચી એ હિસ્ટીરિયાનું સાચજૂઠ પારખી રહ્યો છે... | ||
Line 48: | Line 52: | ||
જીવતી હતી ત્યારે બંધ કરેલા ઓરડામાં પણ જેને બા-બાપા સાંભળી જાય એ બીકે ગળું ખોલીને બોલાવી નહોતી, તેને આજ કાળ-સિંધુને સામે કાંઠે સંભળાય એટલી તીણી ચીસ પાડીને કિશોર પુકારી ઊઠ્યો કે “ચંદન! ઓ ચંદન! મેં તારું ખૂન કર્યું છે.” | જીવતી હતી ત્યારે બંધ કરેલા ઓરડામાં પણ જેને બા-બાપા સાંભળી જાય એ બીકે ગળું ખોલીને બોલાવી નહોતી, તેને આજ કાળ-સિંધુને સામે કાંઠે સંભળાય એટલી તીણી ચીસ પાડીને કિશોર પુકારી ઊઠ્યો કે “ચંદન! ઓ ચંદન! મેં તારું ખૂન કર્યું છે.” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કાનજી શેઠનું કાંધું | |||
|next = અનંતની બહેન | |||
}} |
edits