મેઘાણીની સમગ્ર નવલિકા 2/અનંતની બહેન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|અનંતની બહેન|}} {{Poem2Open}} [૧] સવારની ગાડી બરોબર વખતસર આવી હતી. સ્ટ...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[૧]
<center>[૧]</center>
સવારની ગાડી બરોબર વખતસર આવી હતી. સ્ટેશનથી અનંત ઘેર આવી પહોંચ્યો ત્યારે શેરીની છેલ્લી સ્ત્રી ઉકરડા ઉપર ઝાડે ફરીને ઊઠતી હતી, અને તે પછી ત્યાં શેરીનાં ત્રણથી આઠ વર્ષનાં છોકરાંનું દિશાએ બેસવાનું શરૂ થઈ ચૂક્યું હતું. ‘જગડૂ શેરી’ના આવા રોજિંદા સૂર્યોદયને મનમાં મનમાં વંદન કરીને અનંત પિતાના ઘરને પગથિયે ચડ્યો.

ઘર બરાબર ઉકરડાની સામે જ હતું. અંદર આંગણાની સાંકડી ભોંય ઉપર ભદ્રાબહેન જ પાણી છાંટીને રંગોળી પૂરી રહી હતી. સામે ઉકરડા પરનું ગંદું દૃશ્ય અનંતભાઈને ન દેખાય તે સારુ ભદ્રાએ તરત જ મોતી ભરેલા મોરલાવાળો પડદો બારણા આડો ટાંગી દીધો. અનંતે પૂછ્યું: “કેમ, ભદ્રા!”

Line 29: Line 29:
“નીકર હું ને તારો બાપ અફીણ ઘોળશું. તમે સુખી થાજો, ભાઈ! આજ લગી તમે ‘માતૃદેવો ભવ’ના ને ‘પિતૃદેવો ભવ’ના જાપ જપ્યા; તમે આ માના ખોળા ખૂંદ્યા: આજ અમારું મોત બગાડવા ઊભા થયા છો, ખરું?”

એ જ વેળા બીજે માળેથી કોઈ ગાતું હતું કે —

{{Poem2Close}}
<poem>
કરતા હોય સો કીજિયેં,
કરતા હોય સો કીજિયેં,
અવર ન કીજે, કગ્ગ!
::: અવર ન કીજે, કગ્ગ!
માથું રહી જાય શેવાળમાં,
માથું રહી જાય શેવાળમાં,
ને ઊંચા રહી જાય પગ.
::: ને ઊંચા રહી જાય પગ.
</poem>
{{Poem2Open}}
અનંતના વ્યવહારડાહ્યા મોટાભાઈનો એ અવાજ હતો. બહુ વખતસર એ દોહરાના સૂર નીકળતા હતા. ‘માતૃદેવો ભવ! પિતૃદેવો ભવ!’ના જૂના સંસ્કાર અનંતના આત્માની અંદર ગુંજવા લાગ્યા. અનંત બીજું જેટલું વ્યાખ્યાન ગોખીને લાવ્યો હતો, તે ભૂલી જવા લાગ્યો. બા બોલ્યાં:

“છેવટે તારે કરવું તો છે બેનનું ઘરઘરણું ને! બહુ સારું; ખુશીથી; અમારા પંડ્ય પડ્યા પછી મનધાર્યું કરજો. પણ અમે બેઠાં તો ધરમને નહિ જવા દઈએ, ભાઈ!”

Line 41: Line 45:
“પછી આજ રાતે ગાડીએ બેસીએ. વચ્ચે લીંબડી, વઢવાણ, લખતર ને વીરમગામથી આપણા ધનશંકર, નરહરિ, હરિહર વગેરે કાણિયાઓ એની વહુઓ સાથે ભેળા થશે. સવારે નાની ગાડી બદલશું. સમાણા સ્ટેશને ઊતરી ગાડું કરી લેશું. તું ને હું આગળ જઈને ત્રિપુરાશંકરની માફામાફી કરી લેશું; કેમકે ગામમાં એણે ગુંડાઓ તૈયાર રાખીને ભદ્રાની ઉપર વેર વાળવાની પેરવી કરી છે. કોઈ રીતે હાથે-પગે લાગી, બારમા સુધી રોકાઈ બેનના માથાનું ક્ષૌર-કર્મ થઈ જાય એટલે આપણે ચાલ્યા આવશું. બેન પાંચેક મહિનાનો ખૂણો પાળી લેશે, એટલે તેડી લાવશું. પછી તું ઠીક પડે તેમ કરવા મુખત્યાર છે, ભાઈ!”

સહુને આ વિગતો વાજબી લાગી. અનંત નિરાંતે નહાયો, ત્યાં નીચે બાએ શેરીની બાઈઓને એકઠી કરીને ભદ્રાનો ચૂડો ભાંગવાની પહેલી ક્રિયા પતાવી પણ લીધી. સગાંવહાલાં ને જ્ઞાતિજનો આ સમાચારથી રોષ ઓછો કરી શક્યાં. અનંતના સ્નેહીઓએ પણ એનામાં આ ઓચિંતી ખીલી નીકળેલી સમાધાન-વૃત્તિ વખાણી.

[૨]
<center>[૨]</center>
સાંજે સંજવારી કાઢવાને બહાને ભદ્રા અગાસી પર ચડી છે. સૂર્યનાં ઢળતાં કિરણો પ્રતાપગઢની દરિયા-ખાડીમાં ખૂતતાં-ખૂતતાં ચાલ્યાં જાય છે. તે રીતે ભદ્રાના છેલ્લા મનોભાવો પણ જીવતરની ખાડીના કૈં કૈં કીચડમાં ભમે છે... આજથી આઠ જ મહિના પહેલાં ત્રવાડી-ફળિયાની રંડવાળ છોકરી રેવા એક બંગડી વેચનાર જુવાન મુસલમાન જોડે ભાગી ગઈ છે ને, સાંભળવા પ્રમાણે, લખનૌના મહબૂબ મહોલ્લામાં ‘ગુલબીબી’ને નામે લીલાલહેર કરે છે... બીજી એક પતિની તજી દીધેલી પચીસ વર્ષની શ્રીમાળણ કાશી ગાંડી થઈને તળાવને કાંઠે ફરતી ફરતી એ તજનાર ધણીનાં ગાણાં ગાય છે... ત્રીજી સુનંદા: બાળ રંડવાળ્ય: એનો સુધરેલો મામો સાસરિયાંને ઘેર જઈ, ભાણીનું માથું મૂડતા હતા તેમાંથી જોરાવરીએ લાવ્યો; જલંધરમાં ભણાવી ગણાવી હુશિયાર કરાવી દીધી: એણે હમણાં જ દાક્તર ઇન્દ્રજીત ત્રવાડીના દીકરા બળવંતને મોહિની છાંટી, બળવંતનું ઘર ભંગાવી, બળવંતની જુવાન રૂપાળી બાયડીને બોરબોર આંસુડાં પાડતી દીકરાસોતી ઘરબહાર કઢાવી છે ને પોતે પ્રેમ-લગ્ન કરી બેઠી છે... આ બધા બનાવોએ ભદ્રાના અંતરમાં ઊંડા પ્રશ્નો ઉઠાડ્યા: હું ક્યાં જઈ રહી છું? મારે કપાળે શું માંડ્યું છે? મારું કોણ? ગાંડી થઈ જઈશ તો?

પાણીમાંથી નીકળવા ફાંફાં મારતું ઢોર જેમ ભેખડ ઉપર પગ ઠેરવવા મથે, તેમ ભદ્રાનું મન એના વિચારો ઠેરવતું હતું. રાતના દસે ઊપડતી ગાડીમાં તો પોતાના માથાની વેણી અને કાંડાંની ચૂડીના કટકા લઈ સ્વર્ગે સંચરેલા સ્વામીનાથને અર્પણ કરવા જવાનું છે. અંધારું થયું, એટલે એની યાદદાસ્ત ઢૂકડા-ઢૂકડા કયા કયા ને કેટલા કેટલા ઊંડા કૂવાઓ છે તેની ગોત કરવા લાગી. પછી એણે અગાશીની પાળ પરથી નીચે બજારમાં નજર કરી. આંખે તમ્મર આવ્યાં. મન બોલ્યું: ‘આ જ ઠીક નથી?’

Line 55: Line 59:
“બેન ક્યાં?”
“બેન ક્યાં?”
એ આખી રાત અનંતે અને બાપુએ આસપાસના છ-સાત કૂવાઓ ઉપર પેટ્રોમેક્સ-બત્તીઓ બાળી, અંદર મીંદડીઓ નંખાવી પાણી ડોળી જોયાં. શ્રીમાળીની ન્યાતમાં ઘેર-ઘેર વાતો ચાલી કે “રાંડ ભાગી ગઈ! ઠીક થયું! બહુ ઉફાંદ કાંઈ સારી છે, બાપુ!”

[૩]
<center>[૩]</center>
સવારના અગિયાર બજે જેલ પર મુલાકાતો શરૂ થઈ હતી. ઓરતોની બુરાકમાં મુકાદમની બૂમ પડી કે “બાઈ ભદ્રાની મુલાકાત!” એક ઘંટી દળાતી હતી, તે અટકી ગઈ. કપાળ અને હાથ ઉપર પાટા વીંટાળેલી ભદ્રાને ધક્કા મારતી ઓરત-મુકાદમ મરિયમ જેલને દરવાજે લઈ આવી. બાપુ અને ભાઈ ભદ્રાની મુલાકાતે આવ્યા છે.

“જેલર સાહેબ!” ભદ્રાએ પૂરા તૉરથી, વિજયના આનંદે ફૂલી ઊઠતા કંઠનો અવાજ કાઢ્યો: “હું એક મહેરબાની માગું છું. આ એક પડીકું મારા સગાને સુપરત કરવાની રજા આપો. બદલામાં હું બે મણ વધુ જુવાર પીસી દઈશ.”

Line 71: Line 75:
એ તો પેલી વંઠેલી પિકેટર મધુમતી!
એ તો પેલી વંઠેલી પિકેટર મધુમતી!
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કિશોરની વહુ
|next = સદાશિવ ટપાલી
}}
18,450

edits

Navigation menu