મેઘાણીની સમગ્ર નવલિકા 2/વિલોપન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિલોપન|}} {{Poem2Open}} [૧] અમદાવાદ શહેરનાં ચોકચૌટાં આઠે પહોર ઉદ્યમ...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[૧]
<center>[૧]</center>
અમદાવાદ શહેરનાં ચોકચૌટાં આઠે પહોર ઉદ્યમે ગાજી રહેતાં. પણ ચાંલ્લાઓળ નામે ઓળખાતી અલબેલી બજારની તોલે અમદાવાદનું એકેય ચૌટું આવે નહિ. એમાં આ વર્ષે તો હિંદુઓનું નવરાતર અને મુસલમાનોનું મોહરમ એ બંન્ને પર્વો નજીક નજીક આવતાં હતાં. માતાજીની માંડવીઓ અને તાબૂતો તૈયાર કરવામાં લત્તેલત્તો તડામાર ચલાવતો હતો. દુકાનેદુકાને સોનેરી-રૂપેરી અને લાલ-લીલા-પીરોજી રંગનાં પાનાં બની રહ્યાં હતાં. ચૌટેચૌટે ભવાઈ થવાની હતી. વેશ કાઢવા માટે પણ મોડ મુગટ ઝીંક સતારા મૂલવતા ભવાયાનાં પેડાંના નાયકો બેસી ગયા હતા. આ સર્વ શણગારની કળાવિધાયક આખી કોમ મોચીઓની હતી. નીચે તેઓનાં હાટ હતાં, ને હાટ ઉપરના મેડા એ તેમનાં પ્રત્યેકનાં ઘર હતાં. દેવો, માનવીઓ અને પશુઓનાં તેઓ શણગારનારાં હતાં. કોઈ કોઈ દુકાને ઘોડા લઈને યોદ્ધાઓ બેઠાબેઠા જીનગરો પાસેથી ઘોડાનાં જીન કઢાવીકઢાવી પોતાના પશુને બંધબેસતા રંગ નિહાળતા હતા. કોઈ કોઈ હાટડે જોદ્ધાઓ ઢાલગર પાસેથી ઢાલો કઢાવી પોતાની પીઠ પર માપી જોતા હતા. એક દુકાને એક બાઈ દેવનાં નેત્રોની ભરેલ દાબડીઓ, રખે એ આંખોને ઇજા થાય તેવી જાળવણ રાખીને નીચે ગાદી ઉપર ઠાલવતી હતી અને તેમાંથી પાર્શ્વનાથની નવી પ્રતિમાને શોભે તેવાં બે નેત્રો વીણતા શ્રાવકનાં છૂપાં દેરાંવાળા બેઠા હતા.

આ ચાંલ્લાઓળની એક નાની એવી દુકાનના ઊંડેરા ખૂણામાં દેવીની સ્થાપના સન્મુખ ઘીના ચાર દીવા પિત્તળની ચોખંડી દીવીમાંથી ધીરો, ઠંડો પ્રકાશ પાથરતા હતા અને તે પ્રકાશમાં બેઠોબેઠો એક પચીસેક વર્ષનો જુવાન એક ચોકઠા પર જડેલ આછા પીળા પટ ઉપર પીંછી વતી રેખાઓ દોરતો હતો.

Line 36: Line 36:
એ અશક્ય વાત હતી.
એ અશક્ય વાત હતી.
ઘડીવાર પછી આખી પોળમાં નીરવ શાંતિને ખોળે હાટડે હાટડે મોહરમના તાબૂતો માટે, માતાની માંડવીઓ માટે અને કેટલીક પોળોમાં છૂપે ભોંયરે સંઘરવામાં આવેલી જિન દેવપ્રતિમાઓની આંગીઓ માટે શણગાર-શિલ્પ બનવા લાગ્યાં. યોદ્ધાઓ ચમકતા કૂબાવાળી નકશીદાર ઢાલો વહોરી વહોરીને જતા-આવતા થયા, ને પાંચાળી, પંચકલ્યાણી તેમ જ આરબી અશ્વો, મોંથી લઈ માણેકલટ લગીના, તેમ જ ગરદનથી માંડી પીઠના બાજઠ સુધીના સોનેરી-રૂપેરી સાજે શણગારાઈ, દશેરાની સવારી માટે દૂરદૂર દેશાવરે ચાલ્યા જવા લાગ્યા.

[૨]
<center>[૨]</center>
અમદાવાદની ચાંલ્લાઓળ આ રીતે ગુજરાતનાં દેવતાઓને, માનવીઓને અને પ્રાણીઓને લાડે કોડે આભરણો સજાવતી હતી. રસીલાં રાજનગરજનોનું આ ચાંલ્લાઓળ એક લાડકવાયું સ્થાન હતું. નવલી નગરી હજી તો બંધાતી આવે છે. જોબન એનું કળીએ કળીએ ઊઘડતું જાય છે. ચાંપાનેર અને પાટણનો ત્યાગ કરીને આ રોનકદાર પુરીની લોભામણી કમાણીની સુગંધે સુગંધે શિલ્પીઓ ને કારીગરો, વૈશ્યો ને મજૂરો ઉચાળા ભરી ભરી ચાલ્યા આવે છે. ચાંલ્લાઓળની કસબી મોચી ન્યાત હજુ તાજી જ આવી વસી છે. સાચી વાત હતી એ ડોશીની, કે અહીં હજુ એમની ઇષ્ટદેવી બૌચરાજીનું એક પણ થાનક બંધાયું ન હોઈ માનતા-જાત્રા જુવારવા માટે છેક ચુંવાળને વડે થાનકે જવામાં પાર વગરની વપત્ય પડે છે. અમદાવાદ શહેરનાં તોરણ બાંધનાર મુસલમાન પાદશાહ નવાં દેરાં ચણવા દેતો નથી. કર્ણાવતી અને આશાવલ નગરીના કાળનાં, કોઈ કોઈ જંગલમાં ઊભેલાં જૂનાં દેવાલયો પણ પડે છે તે પછી તેનોયે જીર્ણોદ્ધાર કરવાની રજા મળતી નથી. પડેલાં મંદિરોની મૂર્તિઓને માટે ધીરે ધીરે પોળોની અંદર પૃથ્વીના પેટાળમાં ગુપ્ત થાનકો કરવાં પડે છે. છતાં હિંદુ ને મુસ્લિમ ઉત્સવો પુરબહારમાં અને પડખોપડખ ચાલુ છે. દર નવરાત્રમાં મા બૌચરની માંડવી મુકાય છે, દીવા ચેતવાય છે, બાઈઓ ગરબે રમે છે ને પુરુષો માની પાસે વેશ કાઢી ભવાઈ ખેલે છે.

જુમા મસ્જિદના મિનારા પરથી સાંજની આજાનના સૂર અંધારામાં સમાઈ ગયા અને નમાજમાં ઝૂકેલા હજારો જનો એ આલેશાન ચોગાનને ખાલી કરી મિસ્કિનો-ફકીરોનાં ડબલામાં ત્રાંબિયા ટપકાવતા ચાલ્યા ગયા. તે પછી ચોકમાં ભૂંગળો ચહેંચવા લાગી, અને તેના આરોહ-અવરોહની સાથે સૂર મિલાવતા ભવૈયાના નાયકો માતાના મંડપ નીચે ગાવા લાગ્યા —

Line 102: Line 102:
હાસ્તો! નહિ તો રાતે જાગીને શા માટે ચીતરે? હાય! હાય! મને ઊંઘતીને આલેખી હશે? દૈ જાણે હું કેવાયે ઢંગમાં પડી હઈશ. મારી ઓઢણીની શી દશા હશે?

લાજીને રળિયાતનું મોં લાલ ટશરો મેલી રહ્યું.

[૩]
<center>[૩]</center>
ભદ્રના પાદશાહી મહેલને બીજે માળે ચોરસ એક ફરસબંધીવાળો ચોક હતો. તેની કોર પર ચિતારા હરદાસને લઈ જઈ બેસાડવામાં આવ્યો હતો. એની એક બાજુ પીંછીઓ અને રંગોની કટોરીઓ પડી હતી. સન્મુખ એક બાજઠ પર પહોળું રેશમી પટ ચાપડા ભીડીને ગોઠવ્યું હતું. એની ડાબી બાજુએ એક પહોળી રૂપાની તાસક પડી હતી, એમાં પાણી ભરવામાં આવ્યું હતું. એ સ્વચ્છ સ્ફટિક સમું પાણી ધીમે ધીમે લહેરિયાં લેતું હતું. છેલ્લું લહેરિયું વિરમી જવાની રાહ જોતો હરદાસ નીચે નિહાળીને પીંછીને પંપાળી રહ્યો હતો. હરદાસની સામે બીજા માળને ઝરૂખે પાદશાહ મશરૂની મોરલારંગી ગાદી પર રત્નજડિત હુક્કાની નળી તાણતા સોરમદાર ધુમાડાનાં ગૂંચળાં વેરતા બેઠા હતા ને આ જુવાન હિંદુ ચિતારાના ચહેરાનું બારીક નિરીક્ષણ કરતા હતા. હરદાસ ચિતારો તો પોતાની સકળ સૃષ્ટિ એ પાણીના થાળ, બાજઠ પરના પટ અને રંગની કટોરીઓમાં જ સમાઈ ગઈ હોય તેમ આજુબાજુ કે ઊંચેનીચે નજર પણ ફેરવતો નહોતો. બાદશાહની નજર ચિતારાના ચહેરામાંથી કંઈ શિકાર પકડી શકતી નહોતી.

“ઉજાસ બરાબર છે ના?” પાદશાહે પ્રશ્ન કર્યો તેના જવાબમાં હરદાસે પાદશાહની સામે સહેજ આંખ ઊંચકીને જણાવ્યું: “પૂર્વની જાળીનો પડદો જરા ઢાળી દઈએ તો?”

Line 125: Line 125:
એકનો અલ્લાહ અને બીજાની માતા: બેઉ આવા વાર્તાલાપમાં એકાકાર બનતાં હતાં. ભાષાના પ્રયોગો ન્યારા ન્યારા હતા, ભાવમાં ભિન્નતા નહોતી. કલાકારો પોતાની સર્વ સિદ્ધિઓને વિશ્વનિર્માતાની જ કૃપાનાં ફળ ગણતા હતા. હરદાસની તો એ પાકી શ્રદ્ધા હતી કે ઊંચા ઝરૂખા પરથી પાણીની તાસકમાં પડતી માનવ-આકૃતિ, માનો ગુપ્ત દીવડો જો ન જલતો હોય તો દેખાય જ બીજી શી રીતે? પોતાનાં નેત્રો નિર્વિકાર રહે જ શી રીતે? જળમાં જોયેલું પ્રતિબિમ્બ પોતાના આછેરા સ્મિતને પણ સંયમ પળાવે શી રીતે? એ બધો પ્રસાદ માનો જ તો.

રાણીની છબીમાં છેલ્લા રંગો પૂરી કરીને હરદાસ ઘેર આવ્યો હતો. ગોરાં ગોરાં રૂપની ગુલાબી, તેના પર આછો આસમાની ઘાઘરો, ને તેના ઉપર આછી કેસરી ઓઢણી, એ શણગારના રંગોને લેશ પણ દબાવી ન નાખે તેવાં સહેતાં સહેતાં આભૂષણો, અને આસપાસ મઢી લીધેલો હિંદુ સ્થાપત્યનો સુકોમળ શણગાર, રાજપૂતશાઈ ગોખ-ઝરૂખો, ઝરૂખાની પાળે પારેવડાં ઘૂમે, ને પાછળ ચાલી જાય પહોળા જળસ્ત્રોતનો સાળુ લહેરાવતી સાબરમતી: પ્રત્યેકની વિગતોનો તો કંઈ પાર નહોતો રાખ્યો હરદાસે. સંધ્યાકાળના દીવા ચેતાયા ત્યાં સુધી ચિત્રને મઠારતો હરદાસ બેઠો હતો. ચિત્ર પાદશાહને સોંપી, ઊઠી, વળાંક લેતી સાબરમતી પર એક નજર નાખી, પછી પોતે ઘેર આવ્યો, અને એનું થાકેલું શરીર નિદ્રામાં પડ્યું.

[૪]
<center>[૪]</center>
પ્રભાતે એ પાદશાહના તેડાની વાટ જોતો તૈયાર થઈ બેઠો હતો. તેડું આવ્યું. પણ હરદાસને કૌતુક થયું. આજે એને તેડી જતા રાજ-માણસોમાં રોજની અદબ-આમન્યા નહોતી. રસ્તે સહુ ચુપકીદી રાખીને ચાલતા હતા. ‘ચલો જલદી, જલદી ચલો!’ એવો ધીમો દમ છાંટતા હતા; અને રસ્તે હરદાસ જ્યારે રોજિંદી રીતે મસ્જિદની કોતરણીના ચાલુ કામને નિહાળવા અટક્યો ત્યારે જમાદારે આવીને એનો હાથ ઝાલીને ઘસડ્યો. મસ્જિદના બહારના ચોકના એક સ્તંભ પરની ખૂબસૂરતી તરફ હરદાસનો લંબાયેલો હાથ હેઠો પડી ગયો. એને ધકેલીને લઈ જતા હતા તે ટાણે રળિયાત માથે બેડું લઈને માણેક નદીનો હળવો ઢોળાવ ચડી રહી હતી. હરદાસને અજાયબી લાગી. આવું મંગળ શુકન થાય છે, પનિહારી અને તે પણ રળિયાત જેવી હૃદયવાસિની કુમારિકા સામે મળે છે, તે છતાં આ અમંગળનાં એંધાણ કાં ઊપડે છે! હશે, મારી મા! જે હોય તે ભલે હો.

પાદશાહ જે એકાંતમાં બેઠા હતા ત્યાં હરદાસને પ્રવેશ કરાવીને પાદશાહની આંખોની નિશાનીથી સર્વે અનુચરો બહાર ચાલ્યા ગયા. પાદશાહે ગાદી પર તકિયાને અઢેલીને હરદાસની ચીતરેલી જે નવી છબી મૂકી હતી તે હાથમાં લીધી. ફરી ફરી એની ઉપર આંખો માંડી. હરદાસે એ આંખોના રંગપલટા નિહાળ્યા. એમાં આગ અને પાણી, બેઉનો વિગ્રહ ચાલતો હતો.

Line 168: Line 168:
‘કાફર’ — એ નાનકડો પણ રક્તભીનો શબ્દ મુસ્લિમ સુલતાનના હોઠ લગી આવીને પાછો વળી ગયો. મનમાં એને મથામણ ઊપડી હતી. કાફર કહીને જેને નિંદીએ ફિટકારીએ છીએ તેમના જીવનમાં કોઈક અણદીઠ, કોઈક નિગૂઢ શક્તિ રમી રહી છે શું? આ તલનું ટપકું શું સૂચવે છે? આ જુવાને જેની છબી આંકી છે તેનો ચહેરો તો શું, ઓઢણીનો છેડો પણ પોતે જોયો નથી. આટલા દિનોમાં એણે ઊંચી કે આડી નજર નાખી નથી. તાસકના પાણીમાં પડેલ પ્રતિબિમ્બ જોઈ જોઈ, તે પણ ફક્ત છાતી સુધીની છાયા જોઈ એણે બાકીનું બદન આલેખ્યું છે. એવી શક્તિ એને બક્ષનાર કોણ? આ તલનું આલેખન શું માખીનો માત્ર અકસ્માત હતો? અકસ્માત પણ અલ્લાહની કરામત નથી શું? આ હિન્દુનાં કલ્પેલાં દેવદેવીઓ, એ પણ અલ્લાહે જ સર્જાવેલી માનસી શક્તિઓ નહિ હોય શું? કંઈ ગમ પડતી નથી. ઇન્સાનની નિગાહ ઉંબર સુધી પણ પહોંચતી નથી.

આ મારી અંદર કોણ બોલી રહ્યું છે? મારી ચાર-પાંચ પેઢી પરનું હિન્દુ લોહી-બુંદ જ તો? એ લોહીનો પુકાર હજુ રૂંધી શકાયો નથી. એટલે જ આ તસવીરનાં ચિતરામણ પર આટલી જોશીલી ચાહના થાય છે, ને એટલે જ હું આ નિરાકાર અલ્લાહનાં બંદગીખાનાંને હિન્દુ શિલ્પના મુલાયમ શણગારો પહેરાવી રહ્યો છું. અલ્લાહ, કોણ કહેશે કે તું સૌંદર્યનો વિરોધી છે? આ ગુલાબોનો, કમળોનો, પરીન્દાંનો, પહાડો અને દરિયાવનો, પ્રભાત અને સાંજનો તું મહાન કસબી છે. એવો જ શું અમને — તારા ગુલામોનેય — તું એ કરામતોનો પ્યાર લગાડી રહ્યો છે?

[૫]
<center>[૫]</center>
“ચાલ દરબારમાં.” એમ કહીને એણે હરદાસને સાથે લઈ દબદબાભર્યા દીવાન તરફ પગલાં દીધાં.

હમણાં જ હરદાસને કતલ કરવાનો હુકમ દેશે એવી ધારણા રાખીને બહાર સર્વ ઊભા હતા. શહેરભરમાં સમાચાર ફેલાઈ ગયા હતા કે રાણીની તસવીરમાં કશીક બેઅદબી કરી બેસવાથી હરદાસ સુલતાનના ખોફનો ભોગ બનનાર છે. મસ્જિદો, મકબરાઓ અને જાળીઓ પર ટચકા મારતાં ટાંકણાં થંભી રહ્યાં હતાં, ચાંલ્લાઓળ ચુપચાપ અને ગમગીન બની ગઈ હતી. હરદાસ — મા બૌચરીનો પાક બંદો — શી ખતા ખાઈ બેઠો હશે?

Line 200: Line 200:
એવી લાગણીને પરિણામે, નવી એક પાદશાહ-પેઢીના ઉગમ દરમ્યાન તો હિંદુઓને થોડાં વિશેષ દેરાં કરવાની પણ રજા મળી. ડરતાં ડરતાં પણ સોનાના કળશ અને દેવ-ધજાઓ અમદાવાદના આકાશમાં ડોકિયાં કરતા લાગ્યાં. એ દેખીને સૌથી વધુ પ્રસન્ન હરદાસનું હૃદય બન્યું. પીઢ વયે પહોંચેલો ચિત્રકાર રાતે દેરેથી ઘેરે આવીને પત્નીને કહેતો: “સારું છે, રળી! માનવીઓના મદ ગળે છે મંદિરોમાં ગયે; મનની ઉફાંદો શમે છે. યાદ છે ને?”

પ્રૌઢા રળિયાત વહેલાંની વાતનું સ્મરણ દેવાતાં મોં મલકાવીને નીચું જોઈ જતી.

[૬]
<center>[૬]</center>
ચાલીસેક વર્ષોનો કાળ: એ શું મહાકાળેશ્વર ભગવાનની વિરાટ ક્રીડાને માટે નાનોસૂનો ગાળો ગણાય? અને ચણતાં વાર લાગે છે પણ પાડતાં કંઈ વાર લાગવાની હતી? અમદાવાદના તખ્ત ઉપર ગુજરાતનાં રાજપૂત લોહીમાંસનો અવાજ દહાડે દહાડે તીણો ને ઝીણો પડતો ગયો. એક, બે ને ત્રણ પેઢીએ તો એનું ગળું તદ્દન રૂંધાઈ ગયું.

પોતાની જાહોજલાલીનાં છેલ્લાં શિખરો જોઈ કરીને ચાંલ્લાઓળ પાછી વળી હતી; મોચી કારીગરોનો વૃદ્ધ આગેવાન હરદાસ પોતાના એકના એક પુત્રને પીંછી અને વિદ્યા ભણાવી દઈ સવાર-સાંજ મોટે ભાગે માની વાડીમાં જ ગાળતો હતો. જગ્યાના કૂકડા એ રખેવાળને જોતા ત્યારે ગરદન ઊંચી કરી માંજર ઝુલાવતા મસ્ત નાદે કૉક-કૉક ગાણાં ગાતા. જગ્યા ફરતા કોઠાદાર ગઢની પ્રદક્ષિણા કરીને બુઢ્ઢો બદામડીઓનાં ઝુંડ વચ્ચે બેસતો, ત્યારે કોઈ કોઈ વાર ઘોડાંની તબડાકી સંભળાતી અને ગઢની રાંગ બહાર બાદશાહી અસવારોનો બોલાશ સંભાળતો: ‘આની પણ નોંધણી કરી લ્યો.’

Line 324: Line 324:
“પણ, રળી, તું માનાં દર્શન હારી જઈશ.”
“પણ, રળી, તું માનાં દર્શન હારી જઈશ.”
“મારે કાળમુખીને વળી દર્શન શાં? જ્યાં તમે ત્યાં મા. એમ કહી એણે પતિને મોંએ કોળિયો મેલ્યો, પોતે પણ ખાવા લાગી.

[૭]
<center>[૭]</center>
પછી તો હિંદુઓનું એ એકલું અટૂલું દેવમંદિર હંમેશ ગાજતું રહ્યું. હરદાસની પાછળ એની સ્ત્રી વટલી, દીકરો ને દીકરી વટલ્યાં, એની જાણ થતાં મુલ્લાં ને કાજીઓ હરખાયા, પાદશાહત આનંદ પામી અને હિંદુ કોમમાં એકથી બીજા છેડા સુધી ફિટકાર વધુ ઉગ્રપણે ફેલાયો: આ વટલેલને શરમ નથી! લજવાવું જોઈએ તેને બદલે નમાજ પડે છે ને તસબી ફેરવે છે. હજુ પણ ઇસ્લામી ખીચડું ખાય છે. ઓછું હતું તે આખો પરિવાર વટલાયો! દરવેશોની પાસે વિધર્મનું ભણતર ભણે છે. ‘અલ્લા! અલ્લા!’ રટે છે.

વખત જતો ગયો, પણ લોકોએ રાખેલી ધારણા સાચી ઠરી નહિ. ચિતારા હરદાસને પાદશાહ તરફથી હવેલી મળી નથી. એ તો ચીંથરેહાલ બનીને ત્યાં જ રહ્યો છે — માના દેરાની બહાર ગઢની રાંગની ઓથે. સવારથી લઈ સાંજ સુધી એ નીરખી રહે છે માતાનાં જાત્રાળુઓને. સૌની સામે એનું મસ્તક ઝૂકેલું ને નયનો મીંચાયેલાં હોય છે.

Line 350: Line 350:

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = ચમનની વહુહુ
}}
18,450

edits

Navigation menu