મેઘાણીની સમગ્ર નવલિકા 2/પદભ્રષ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પદભ્રષ્ટ|}} {{Poem2Open}} [૧] ‘એને પદભ્રષ્ટ કરો!’ મારો એ ગરજાટ શમિયાણ...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
[૧]
<center>[૧]</center>
‘એને પદભ્રષ્ટ કરો!’
‘એને પદભ્રષ્ટ કરો!’
મારો એ ગરજાટ શમિયાણાને ડોલાવી રહ્યો, થાંભલા ધ્રૂજ્યા અને શ્રોતાઓએ સામે પડઘો પાડ્યો: ‘એને પદભ્રષ્ટ કરો!’

Line 51: Line 51:
“અરે માવડી! તારાં ઠર્યે અમારાંય ઠરે જ! લ્યો, જે શ્રીકૃષ્ણ!”

શેઠ અને વાઘરણના એવા વેવલા શબ્દોની વિડંબના વચ્ચે અમારી ટ્રેન ઊપડી ગઈ. પણ એકાદ સ્ટેશન વટી ગયા ત્યાં સુધી હું કે સુરેશ કંઈ પણ બોલ્યા વિના, રામલાની સામે પણ નજર કર્યા વિના, બહારનાં ઝાડવાં જાણે પાછળ દોડી રહ્યાં હોય એવા વિભ્રમમાં બારી બહાર જોઈ રહ્યા.

[૨]
<center>[૨]</center>
પરિવર્તન થાય છે, પણ તે અસ્થિર અને ચાંચલ્યમાન વસ્તુઓનું. સનાતન અને સર્વકાલીન જે કંઈ છે તેને તો ફરવાપણું હોતું નથી. સંયોગો ફરે છે, અંતર્ગલ અચલ તત્ત્વો એને કારણે જ પલટાતાં ભાસે છે. દોડતી તો હતી આગગાડી, પણ બહારનાં ઝાડવાં જ દોડતાં હતાં, અમે જાણે નિશ્ચલ હતા. મારે વિશે પણ થોડાં વર્ષે એવો પરિવર્તનભાસ થવા પામ્યો. એકાદ વખતના વિફલ જેલવાસ પછી મને લાગ્યું કે હું કંઈક નિરાળા પંથે કામ કરવા નિર્માયો છું. એટલે હું મુંબઈ જઈ મારા મામા સાથે વ્યાપારમાં જોડાયો. સુરેશને પણ એમ જ લાગ્યું કે પોતે જોકે રાજકારણમાં સૌનો બરોબરિયો — અને કેટલાંકનાં તો માથાં ભાંગે તેવો — હોવા છતાં ફક્ત એક વાર ભૂતકાળમાં બાબરગઢનો દરબારી ખવાસ હતો તેટલા કારણસર એના નેતાપણાની બીજા સૌને સૂગ આવતી રહે છે. એટલે કે સુરેશ હંમેશાં મહાભારતના કર્ણની અવદશાનો અનુભવ કરતો હતો. તેથી કંઈક કરી દેખાડીને પછી જ પાછા આવવું એવા વિચારે એ પણ મારી સાથે આવ્યો. વાત ખરી હતી. લડતના સંચાલનમાં અમારે હસ્તક ખરચાયેલા રૂપિયાનો હિસાબ વારેવારે મગાય તેનો તે અર્થ જ બીજો શો કરી શકાય? એનો અર્થ એક જ, કે અમારે હવે તો સદાના શંકાથી પર, કોઈ આંગળી ચીંધે તો એની આંગળી જ કાપી નાખીએ એવા બનીને જ પાછા આવવું રહ્યું.

સાતેક વર્ષે અમે ઊંચું માથું કર્યું. અને અમે શું જોયું? બાજી બગડી ગઈ હતી. ઇમારત જેટલી ચણીને મૂકી ગયેલ તેટલી પણ તૂટી પડી હતી. પાછળ રહેલાઓ પ્રજાનો વિશ્વાસ ગુમાવી બેઠા હતા. મેં કહ્યું: “સુરેશ, હવે તો ચણતર જુદી જ ઢબે ચલાવવું પડશે.” એણે કહ્યું કે “હુંયે, રવીન્દ્રભાઈ, તમને એ જ કહેવા જતો હતો. આપણે બંનેએ સત્ય જોયું છે, માટે એ સત્ય જ હોવું જોઈએ.” મેં કહ્યું કે આપણું સ્થાન રાજ્ય અને પ્રજાની મધ્યમાં મધ્યસ્થો કહો કે તટસ્થો કહો તેનું છે. મારો પડઘો બનીને એણે હા કહી. મારો પડછાયો બનીને એ જોડે ચાલ્યો.

18,450

edits

Navigation menu