પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪|}} {{Poem2Open}} <center>ચૌદમું અધિવશેન – અંધેરી, મુંબઈ</center> '''સાહિત્યર...")
 
No edit summary
Line 39: Line 39:
આપણી બીજી દિલગીરી એક વાર ઉચ્ચ સાહિત્યસંસ્થા જેવું કામ બજાવી આપણા ઉત્તમ સાક્ષરથી આનંદશંકર બાપુભાઈ ધ્રુવના તંત્રીપદ હેઠળ ચાલતા પ્રખ્યાત ‘વસંત’ માસિકની લીલા સંકેલાઈ ગયાથી ઉત્પન્ન થઈ છે. વીસમી સદીના પહેલા ચાર દાયકા સુધી એ માસિકે ઉચ્ચ સાહિત્યની જ્યોત જલતી રાખી હતી, અને એના વિદ્વાન ને ઠરેલ તંત્રીના બહુવિધ જ્ઞાન અને અનુભવનો લાભ આપણને એ જ માસિક આપતું હતું. શ્રી આનંદશંકર ધ્રુવસાહેબની શારીરિક અશક્તિ અને કેટલાંક આર્થિક કારણોને લીધે એ માસિક બંધ પડતાં ગુજરાતને ખરી ખોટ ગઈ છે. આજે સાહિત્યના વાડાઓમાં પક્ષાપક્ષીનું બળ જ્યારે વધી પડ્યું છે, ત્યારે એવા ઠરેલ ને નિષ્પક્ષ તંત્રીના અમૂલ્ય અભિપ્રાયની ને દોરવણીની ભારે અગત્ય છે. પણ હવે તો ‘નાથ બિન બિગડી કૌન સુધારે’ જેવી સ્થિતિ થઈ છે. શ્રી આનંદશંકરભાઈના મહામૂલ અગ્રલેખોની તેમ જ એમનાં થોડાં પણ અપક્ષપાતી અને ઊંડી વિદ્વત્તાથી ને રસિકતાથી ભરેલાં વિવેચનોની તો જાણે હવે સદાની ખોટ ગઈ છે.

ત્રીજો આફતકારક બનાવ તે સિંધ પ્રાંતમાં ગુજરાતી ભાષાને ત્યાંની એક પ્રાંતિક ભાષાના પદ પરથી કાઢી નાખવાનો સિંધના પ્રાંતિક રાજકારભારનો અનુચિત ઠરાવ છે. આ તો ભાગ્યની વિપરીતતા જ કહેવાય, કે ગુજરાતીઓએ – હિંદુ, પારસી ને મુસ્લિમ ભાઈઓએ – પોતાનાં સાહસ, શ્રમ અને અઢળક ધનથી સિંધ પ્રાંતની ઉન્નતિ કરી ને તેને આખરે મુંબઈ ઇલાકાના મુરબ્બીપદમાંથી છોડાવીને પ્રાંતિક સ્વતંત્રતા અપાવી, તે સૌ ગુજરાતીઓની માતૃભાષાને જ જાણે ત્યાંથી કાઢી મૂકવાનો સિંધી નેતઓએ તાગડો રચ્યો છે. ઇતિહાસ તપાસતાં જણાય છે કે ખુદ સિંધી ભાષા માત્ર બોલી જેવી હતી, અને તેની પોતાની લિપિ પણ ન હતી, તે છેક ઈ.સ.૧૮૫૦ પછી જ સિંધી લિપિ ખરેખરી હસ્તીમાં આવી. સિંધમાં લાખો ગુજરાતીઓ વસે છે, અને સિંધની ઉન્નતિમાં પ્રત્યેક દિશામાં પોતાનો ફાળો આપે છે. સિંધના નગરસમાજમાં અને રાજસભામાં જમાનાઓથી ગુજરાતીઓએ નેતાપદ ભોગવ્યું છે. ખુદ સિંધના પાટનગર કરાંચીને એક સામાન્ય બંદર પરથી આજે હિંદનાં મોટાં અને વેપારી શહેરોમાંનું એક સુંદર ને ધીકતું બંદર બનાવ્યું છે, તે મોટે ભાગે ગુજરાતીઓનાં શ્રમ અને સાહસને લીધે છે. સિંધી ભાઈઓ – હિંદુઓ તેમ જ મુસ્લિમો – આજે પોતાની સંકુચિત કોમી નીતિથી સિંધમાં અંધાધૂંધી ઊભી કરી રહ્યા છે, અને હવે ઉપકાર પર અપકારની નીતિ ધારણ કરી ગુજરાતી ભાષાનો જ બહિષ્કાર કરીને પોતાના પ્રાંતની અવદશા નોતરી રહ્યા છે, તે જોઈ આપણને દિલગીરી થાય છે. આ સાહિત્ય પરિષદ એ માટે પોતાનો મહાવિરોધ દર્શાવશે અને સિંધના કારભારીઓને પોતાનો અન્યાયી ઠરાવ પાછો ફેરવવાની આગ્રહભરી વિનંતી કરશે, એવી હું આશા રાખું છું. સિંધમાં વસતા આપણા તમામ ગુજરાતી ભાઈઓ પણ માતૃભાષાપ્રેમ માટે એકતા અને અડગતા ધારીને પોતાનો ચાલુ જબરો વિરોધ દર્શાવતા રહેશે એવી પણ આપણે આશા રાખીશું.

સાહિત્ય માટે વિવરણ
'''સાહિત્ય માટે વિવરણ'''
આપણા સાહિત્યના સંબંધની વ્યવહારુ વાતો કર્યા પછી હવે આપણે નર્યા સાહિત્યના વિષય પર જ આવીએ. આપણે આ સાહિત્યનાં સંમેલનો ભરીએ છીએ, તેમાં બસો, પાંચસો કે હજાર જણાં મુદતે મુદતે ભેગાં મળીએ છીએ, તે જોઈને હજી પણ આપણા ધંધાદારી ભાઈઓ પૂછે છે કે ભાઈ, આ શી અમથી ખટપટ કરો છો? આ તમારી સાહિત્યની વાતોથી દેશનો કે આપણો શો ઉદ્ધાર થયો છે કે થશે? કાંઈ ધંધાની, રોજગારની, સત્તાની વગેરે વાતો કરો, તો તેમાંથી કંઈ વિશેષ ઉપાય જડતાં ‘બે પૈસાનું મોઢું જોવાય’. આપણા ‘જંઈ જંઈ’ કરતા વેપારી ભાઈઓને મન તો આપણે ઠાલી માથાકૂટ જ કરીએ છીએ. જેમાંથી સીધી રીતે પૈસો નહીં મળે તે બધી વાતો મિથ્યા છે, એવું એ ભાઈઓ મોટે ભાગે માને છે. મને પોતાને પણ એવા પ્રશ્નો અનેક ભાઈઓએ પૂછ્યા છે પૂછનારા ગરીબ વર્ગના ધંધાદારી ભાઈઓ છે તેમ જ શ્રીમંત વર્ગના શેઠિયાઓ પણ છે. એમાંના કેટલાક માત્ર કાગળ અને નામું લખવા જેટલું શીખેલા, તો કેટલાક ગુજરાતી અને અંગ્રેજીની સારી કેળવણી લીધેલા સજ્જનો પણ છે. એમ થવાનું કારણ શું? કારણ એ જ કે એ સૌ ભાઈઓના કર્મસંજોગે તેમનો અંતરાત્મા હજી ઊઘડ્યો જ નથી. પશુ, પ્રાણી અને માનવજાત વચ્ચે ખાસ ફેર શાનો છે અને શાથી છે, તે મૂળ વાતથી જ એ ભાઈઓ બેખબર છે. પશુજીવનના બધા વ્યવહાર માણસ પણ કરે છે, અને પશુ માફક માણસ પણ પોતાના જીવનનું રક્ષણ કરવાના પ્રયાસ કરે છે. પશુથી જ નહીં પણ પોતાના વિરોધી માનવપક્ષોથી પણ એ સમાજ પોતાના રક્ષણના ઉપાય યોજે છે. પોતે બીજા બધાથી વધારે એશઆરામમાં સુખચેનથી રહી શકે એમ માનવજાતનો મોટો ભાગ ચાહે છે, અને એ ઇચ્છામાંથી જ સ્પર્ધા-હરીફાઈ ઉત્પન્ન થાય છે ને તેમાંથી વ્યવહારની, વ્યાપારની બધી યોજનાઓ ઘડાય છે, અને એમાંથી જ આખરે માનવસમાજો વચ્ચે માંહ્યોમાંહ્ય મહાયુદ્ધો પણ થાય છે. પણ આ બધી વાતમાં આપણે એક વાત પૂછીશું કે ભાઈ, જીવન જીવવાની ને જીવનને રક્ષવાની વાતમાં પશુસમાજથી માનવસમાજ કાંઈ જુદો પડે છે? યોજનામાં ફેર હશે પણ ભાવનામાં તો કશો ફેર નથી જ.

અને આ વાણિયા વેપારીની બધી વાતમાં ત્રાજવાતોલ નીતિ શાસ્ત્રીય શબ્દોમાં ‘ઉપયોગિતાવાદ’ની કહી શકાય. એની નજરમાં સાહિત્યનો ઉપયોગ એના અર્થશાસ્ત્રમાં કશો કામનો નથી. પણ માનવદુનિયામાં શું ઉપયોગની જ વસ્તુઓની ગણના છે? માણસને શું ઊંઘ, ભૂખ, તરસ, જાતીયભાવ જેવી પશુજીવનની જ ઝંખના છે, ને બીજું કશું નથી? એને ઉલ્લાસ, મોજશોખ, અહંદર્શન આદિ બીજા ભાવો શું ઉત્પન્ન નથી થતા? અને એની બુદ્ધિનું અને કલ્પનાનું શું? પશુજીવનથી એનું જીવન ઊંચું છે તેનો ફેર બતાવનારા આ માનવગુણોનું શું? શું માત્ર રોટી મળ્યાથી જ ગમે તેવા નીચલા થરના માનવીને સંપૂર્ણ સંતોષ થશે? તે બહારની દુનિયાની વાતો, તેના પૂર્વજોનાં સાહસોની વાતો, તેનાં પરાક્રમોની વાતો, શું જાણવા કરવા માગતો નથી? એ બધું શું બતાવે છે? લેખનકળા પણ શોધાઈ નહીં હશે એવા દૂરના જમાનામાં પણ એનું આ કંઠસ્થ બુદ્ધિધન, કલ્પનાધન અને જિજ્ઞાસાધન તો જરૂર જ હોવું જોઈએ અને હતું જ, તે તેના અવશેષોથી અને સંશોધનથી આજે પણ આપણે જોઈ ને જાણી શકીએ છીએ. એ ખાસ ધન વિના એ હાલતાચાલતા વનમાણસ જેવો જ રહ્યો હોત. પણ એ છેક દૂરના ભૂતકાળના માણસે પણ એની પશુથી જુદી પડતી માનવસંસ્કૃતિના આરંભકાળથી પોતાના ઉત્તમ ભાવોની, વિચારોની, અનુભવોની ને ભાવનાઓની નોંધ રાખી છે, ને એની વાણીમાં તે પ્રથમ તો વંશપરંપરા તેને કંઠસ્થ રાખતો ને તેમાં ઉમેરો કરતો આવ્યો છે. એ વિના તેની પ્રગતિ કદાપિ થઈ હોત જ નહીં. કલ્પનામય માનવી પોતાની ભાવનાને સિદ્ધ કરવા ને તેને મૂર્ત કરવા મથ્યો રહ્યો ત્યારે જ એમાંની કેટલીક ભાવનાઓ કાર્ય રૂપે પરિણમી અને એવી રીતે આંકડા ઉમેરાતાં જતાં માનવસંસ્કૃતિ ધીમે ધીમે આગળ વધતી થઈ, અને એનો આજે જોઈએ છીએ તેવો વિકાસ થયો. આજનો વાણિયો વેપારી પોતાના ધંધામાં એના ઉપયોગની જે જે વસ્તુઓ રાખી રહ્યો છે, તે શું આ સંસ્કૃતિનું જ પરિણામ નથી? એને બેસવાના ગાદીતકિયા જોઈએ, તે માટે રૂ અને કાપડ જોઈએ તે શું એમ જ ધરતીમાંથી તૈયાર એને મળે છે? એના વેપારની અનેક વસ્તુઓ શું પૃથ્વીમાં જ ઊગે છે? એના પત્રવ્યવહારનું શું? એને વીજળીની કે ઘાસલેટની પણ બત્તી જોઈએ છે તેનું શું? એના અદલાબદલા માટે હૂંડીપત્ર કે નાણાંના સિક્કા જોઈ એ છે તેનું શું? આ બધું જ શું એનું સાહિત્ય નથી? ‘સાહિત્ય’ શબ્દની સાદી વ્યુત્પત્તિમય વ્યાખ્યા કરીએ તો “હિતકારક વસ્તુઓનો સંગ્રહ તે સાહિત્ય”. આ “વસ્તુઓ” શબ્દને બદલે આપણે “વચનો” કે “ઉક્તિઓ” મૂકીએ તો તે આપણા સાહિત્ય એટલે વાઙ્‌મયની એક વ્યાખ્યા થઈ. એ વેપારનાં સાધનોની નોંધ યા કથા વંશપરંપરા ઊતરી ન આવી હોત અને એ વેપારી પણ પોતાના અનુભવ અને આદર્શોનો તેમાં ઉમેરો કરતો ન હોત તો જે લાભ અને નફો એના ઉપયોગિતાવાદથી એ કરે છે, તે એ શું કરી શક્યો હોત? કદી નહીં. એવું એ સાહિત્ય શું છે, અને તે માનવજીવનને ટકાવવા અને આગળ વધારવા શું શું કરી શક્યું છે, તે મેં વિસ્તારથી ગુજરાતી સાહિત્ય પરિષદની ભાવનગરવાળી સાતમી બેઠક વેળાના મારા ભાષણમાં કહેલું છે. એટલે તેનું પુનરાવર્તન કરવાની અહીં જરૂર નથી.

Line 46: Line 46:
આપણે ઉપર જોઈ ગયા તેમ સાહિત્ય જ માનવજીવનની સમગ્ર દિશાની પ્રવૃત્તિઓનો શિષ્ટ ઇતિહાસ છે. માનવસંસ્કૃતિઓમાંની શિષ્ટ તારવણીઓનો જીવંત ભંડાર છે. આકાશમાં પ્રકૃત્તિનાં અનેક તત્ત્વો રહેલાં છે. આપણે હજી નહીં પિછાન્યાં હોય તેવાં પણ બહુ હશે. પણ એ આકાશને ઝળહળાવી મૂકતું એનું ખરું ધન આપણા વાણિયા વેપારીના રૂપિયા તો ચેતનવંતા ને સદા ઝગમગના તારા, સૂર્ય, ચંદ્ર ને ગ્રહો છે. આખાયે વિશ્વનું સમગ્ર અવલોકન, આપણી સ્થૂળ દૃષ્ટિમાં અને દૂરબીનમાંથી પણ જોઈ શકાય તેવી શક્ય દૃષ્ટિમાં, આ શિષ્ટ ચેતનમય તારાઓથી જ આપણે કરી શકીએ છીએ; અને તેની અગાધતાનું ને અનંતતાનું ચિંતન પણ કરી શકીએ છીએ. ઉપર કહ્યું તેમ જે શિષ્ટ સાહિત્ય છે તે જ અમરતાને પાત્ર છે.

વિજ્ઞાને પણ આપણને શીખવ્યું છે કે પ્રકૃતિમાં જે અશિષ્ટ છે તેનો કાળક્રમે નાશ થાય છે અને શિષ્ટ (Fittest) જીવનનો જ વિકાસ થાય છે ને તે પ્રકૃતિના તુમુલ યુદ્ધમાં જીવી શકે છે. વિશ્વનું ચૈતન્ય પ્રકૃતિને શુદ્ધ કરતું કરતું તમામ જીવનને પુણ્યસ્થિતિ ભણી જ વાળે છે. જે પાપમય છે તે પ્રકૃતિના અશુદ્ધ અને અધૂરા રૂપનું અંતિમ ફળ છે. જે પાપમય છે તે જીવનને અધોગતિ અને દુઃખ તરફ ખેંચે છે. જે પુણ્યમય છે તે જીવનને પ્રગતિ પર ચઢાવી આનંદ બક્ષે છે. જે પાપમય છે તેનો પ્રકૃતિની વિક્રિયામાં ભંગ થાય છે, જે પુણ્યમય છે તેની જ્યોતિ અચળ રહીને ઝળહળે છે. જે પાપમય છે તેનો ક્ષણિકતામાં વાસો છે. જે પુણ્યમય છે તે અનંતતામાં અમર વિહરે છે. એવું અમર સાહિત્ય જ ઉત્પન્ન કરવાનું પ્રત્યેક લેખકનું ધ્યેય હોવું જોઈએ. પ્રત્યેક લેખકે જાણવું જોઈએ કે તેનામાં જે ચેતન છે તે પ્રભુનું જ છે, ને તે પુણ્યમય છે. તેણે જાણવું જોઈએ કે તેના કોઈક પુણ્યના ફળરૂપ તેના પર વાગ્દેવીની મહેર ઊતરેલી છે, અને તેના હજારો-લાખો મૂક માનવબંધુઓ જે પોતાના ભાવો, અભિલાષાઓ અને ભાવનાઓ વાણીના શિષ્ટ રૂપમાં ઉતારી કે ઉદ્‌ગારી શકતા નથી, તેની અવેજી તરીકે તે લેખકને જે શક્તિની બક્ષિશ થયેલા છે તેનો ઉપયોગ પુણ્યમાર્ગે જ કરવાનો તેનો અધિકાર છે. એ અધિકારનો જે લેખક દુરુપયોગ કરે છે તે માનવજાતના શત્રુનું કાર્ય કરે છે. તે સાહિત્યને કલુષિત કરે છે, એટલે તે માનવાત્માની પવિત્રતાને ક્લુષિત કરે છે અને તેની પ્રગતિમાં વિરોધ ઉત્પન્ન કરે છે. કાળના વહેવા સાથે એવું સાહિત્ય, પછી તે ગમે તેવી પ્રતિભાથી ને કળાથી અંકિત હોય તો પણ, આખરે નાશ પામે છે, કારણ કે નિસર્ગનિયમ પ્રમાણે તો જે શિષ્ટ છે તે જ ટકી શકે છે ને અમરત્વ પામે છે.

ધર્મ જ સાહિત્યકળાનો પાયો
'''ધર્મ જ સાહિત્યકળાનો પાયો'''
કાળના અંધારા ઊંડાણમાં અતિ દૂરથી પણ કલ્પનાદૃષ્ટિ ફેંકતાં આપણે એવું અનુમાન કરી શકીએ કે તે વેળાની જંગલીમાં જંગલી માનવજાતિને હિંસક પશુ, પ્રાણી, પંખીથી પોતાનું રક્ષણ કરવાની પ્રથમ જરૂર હતી અને એ વિજાતીય શત્રુઓને તેને સદાનો ભય રહેતો હતો. એ ભયમાં પ્રકૃતિનાં વિઘાતક તત્ત્વો-ધરતીકંપ, વાયુવંટોળિયા, જળપ્રલય વગેરેનો પણ ભાગ હતો. એટલે આ બધી જાતના ભયમાં એને કોઈ દિવ્ય તત્ત્વનો પ્રથમ આછો ભાસ ઉત્પન્ન થયો હશે. એ ભયમાંથી પોતાનું રક્ષણ કરવા એ દિવ્ય તત્ત્વને કોઈ રીતે રાજી કરીને તેનીકૃપા મેળવવાની અભિલાષા એના મનમાં જન્મી હશે. એટલે એણે પ્રથમ પ્રકૃતિનાં તત્ત્વોની-સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, સરિતા, પર્વત આદિની પૂજા અને વિનવણી કરવા માંડી. પોતાના બંધુઓના એ પ્રાણીઓથી ને પ્રકૃતિના ઉત્પાતોથી પોતાની નજર સામે થતા ઘાતથી એના મનમાં પ્રથમ ભય અને એ ભયમાંથી કોઈક રીતે મુક્ત થવા એણે એની કલ્પના પ્રમાણે પોતાના દેવ સ્થાપવા માંડ્યા. દુનિયાના નવે ખંડમાં માનવજાતના નીચલા થરમાં આ જાતની દેવપૂજા હજી પણ ચાલુ છે, અને આપણાં ગામડાંઓમાં તથા નગરોમાં પણ એ જાતની પૂજા આપણે હજી જોઈએ છીએ. આ ભય અ અનુકંપામાંથી એને કોઈ દિવ્ય, અદૃશ્ય, ચેતનતત્ત્વની ઝાંખી થઈ, અને એ ચેતનતત્ત્વના બીજમાંથી અને મત્યુના ભયમાંથી માનવને ધર્મનો વિચર ઉત્પન્ન થયો. એટલે બધા ધર્મના મૂળમાં આ ભય અને અનુકંપા જ રહેલાં છે. જ્યારે તેને ચેતનતત્ત્વનો ખ્યાલ આવ્યો ત્યારે તેનો સારા-નરસાનો ખ્યાલ વધારે તીવ્ર બન્યો અને એમાંથી જ ધર્મના પ્રથમ તણખારૂપ નીતિરીતિના વિચારો અને ધીરે ધીરે તેના સિદ્ધાંતોપણ બંધાયા. પૂજાના દેવના સ્થૂળ રૂપે સૂર્ય-ચંદ્ર હો, સાગર-સરિતા હો, પહાડ-પથ્થર હો, કે બીજું ગમે તે હો, માનવને તેના ભયમાંથી મુક્ત કરવા તે દેવની દયા ને મહેર જ જોઈતી હતીઅને હજી જોઈએ છે.

હવે, એ પછી, માનવને, એ દેવને હંમેશ પોતાની સામે અને પાસે રાખવા માટે કોઈ સ્થાનની અગત્ય પડી, અને એ અગત્યને લીધે દેવને માટે ઘર બંધાયાં. એ માનવ પોતે ગમે તેવી લાકડાં-પતરાંની ઝૂંપડીમાં રહેતો હોય પણ પોતાના દેવને માટે કોઈ ઉચ્ચતર મઢી જ કરવાની તેને સ્વાભાવિક ઇચ્છા થાય છે. કેમ કે દેવ કાંઈ એના જેવો સામાન્ય જન નહીં હોઈ શકે. એ દેવસ્થાનને સુંદરરૂપ આપવા માટે એના મનમાં નવો વિચાર ઉત્પન્ન થયો ને તેમાંથી કલાબુદ્ધિનો જન્મ થયો. એના દેવમંદિરને વિવિધ રીતે શણગારવા અને તેની દિવ્યતા, ભવ્યતા ને સુંદરતા બતાવવા એના ભાવે ને એની કલ્પનાએ પ્રયાસ આદર્યા. એ મંદિરમાં દેવને રીઝવવા અને પોતાની ઊંડી ભક્તિને વેગ આપવા એણે ગાનતાન, નૃત્ય અને ભજન યોજવા માંડ્યાં. બધી કળાનો વિનયોગ આ દેવમંદિરમાં થવા માંડ્યો અને ધીમે ધીમે તે બહાર પ્રસર્યો. માનવજાતે પોતે અનેક યુગમાં મેળવેલા અને સંઘરી રાખેલા જ્ઞાનનો યોગ પણ એ દેવમંદિર માટે થવા લાગ્યો. જ્ઞાનદિશા સતત ઊઘડતી જતાં અને આ પૂજાનો ભાવ શુદ્ધ થતો જતાં આખરે લાંબે કાળે માનવને પરાજ્ઞાન ઉત્પન્ન થયું અને ધીરે ધીરે આ અનેક દેવમંદિરોના વિવિધ વાદમાંથી શુદ્ધ એકેશ્વરવાદ, બ્રહ્મવાદ, સ્વાદ્‌વાદ, દ્વૈતવાદ, અદ્વૈતવાદ જેવી ઉચ્ચ કોટિની ધર્મકલ્પના માનવજાતિનાં અનેક જૂથોમાં પરિણામ પામી.

Line 60: Line 60:
ફરીથી મારા સાહિત્યબંધુઓને વિનંતી કરું છું કે આપણા દેશની સંસ્કૃતિને આપણા પૂર્વજોએ ધર્મમાર્ગે જ રાખીને ટકાવી રાખી છે. એમાં ગમે તેવા અન્ય સંસ્કૃતિઓના વાયરા વાયા હશે, પણ એણે પોતાનું સ્વત્વ હજી પણ બહુધા જાળવી રાખેલું છે. આપણા મહાન ધર્મસ્થાપકોના આદેશ જુઓ; વેદઋષિઓ, ઉપનિષદકારો અને ગીતાના મહાન કર્તાને જુઓઃ હજરત જરથોસ્ત, બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત, મહમ્મદ જેવા પયગંબરોને જુઓઃ નાનક, કબીર, ચૈતન્ય, નરસિંહ મહેતા, રામકૃષ્ણ પરમહંસ આદિ જેવા મહાભક્તોને જુઓઃ દયાનંદ સરસ્વતી ને ગાંધીજી જેવા પરમ નરોત્તમોને જુઓઃ એ સૌએ સાહિત્ય રચ્યું છે, અને પ્રભુપ્રેર્યા ધર્મ્ય સંદેશ આ પ્રાચ્ય દેશોને આપ્યા છે, એ આજ સુધી અમર રહ્યા છે ને રહેશે! દેશકાળને અનુસરીને એ સંદેશની વિધિમાં ફેર હશે, પણ કોઈએ અનીતિને, અધર્મને, અસત્યને, સ્વચ્છંદતાને કોઈ પણ રીતે વાસ્તવવાદ કે પ્રગતિવાદ કે કોઈ પણ વાદને નામે પોતાના સાહિત્યમાં ઘૂસવા દઈ તેની અપવિત્ર થવા દીધું નથી. પૂર્વને તો તેનો ધર્મ જ માન્ય છે. ને તે જ પુણ્યકારક છે. બીજા અનેક  સ્થૂળ સુખની અને સત્તાની પ્રાપ્તિ અર્થે જે વાદો પશ્ચિમમાં જાગ્યા અને વિજ્ઞાનની શુભ ગતિથી પોષાવાને બદલે તેની અધમ ગતિથી પોષાયા, તે વાદોએ પશ્ચિમની પ્રજાની સ્થિતિ આજે શી કરી છે, અને આજે ચાલતાં મહાતુમુલ યુદ્ધથી ત્યાં કેવું સર્વસ્વ નાશ પામે છે, તે આપણે નજરોનજર જોઈએ છીએ. જ્યાં પ્રભુ નથી, પ્રભુનું સત્ય છે સૌંદર્ય ને આનંદ નથી, પુણ્યમય વાતાવરણ નથી, ત્યાં કશું નથી. ધર્મ વગરનું સાહિત્ય દેશને કામનું નથી. જગતને કામનું નથી, વ્યક્તિને કામનું નથી.

મારાં સાહિત્યબંધુઓ અને બહેનો! આપની વાણીને પવિત્ર રાખશો, તેને કોઈરીતે ક્લુષિત કરશો મા! તત્કાલિક લોકપ્રિયતા કે આર્થિક લાભ કે પોકળ નવીનતાને કારણે આપણા સાહિત્ય જેવી અમર રહેતી વાણીને અધમતા પર ઉતારશો મા! આખા સમાજને અધોગતિ પ્રત્યે દોરવાનું મહાપાપ તેનો પ્રતિકાર લાવે તેવું આચરશો મા! સમાજની અભિલાષાઓને જે ભાવનાઓને ઉચ્ચારી બતાવવાનો આપને અધિકાર મળ્યો છે, તેનો ગેરઉપયોગ કરશો મા! આપની જોખમદારી મોટી છે, તે જો ઊંડા મનથી સમજશો, તો દોડતી દુનિયાના ખોટા પ્રવાહમાં નહીં ખેંચાતાં એ દુનિયાને આપ ધર્મ્ય ને સત્ય પંથે દોરવી શકો એવું આપની વાણીનું બળ છે. પ્રભુ આપને આ ફરજ બજાવવાને શક્તિમાન કરે! અસ્તુ!

ગુજરાતી કવિતા
'''ગુજરાતી કવિતા'''
સાહિત્ય કેવું હોવું જોઈએ તેની ચર્ચાકરી આવ્યા પછી હવે આપણે સાહિત્યના ઉત્તમાંગ જેવી કવિતા વિશે વિચાર કરીએ. ગુજરાતની વાડીમાં દશેક વર્ષથી નવીનતર કવિતાના ફાલ આવવા માંડ્યા છે, અને આંબાની કેરીના કરંડિયાની જેમ કવિતાફળથી ભરેલાં પુસ્તકો સારી સંખ્યામાં પ્રગટ થઈ વાચકબજારમાં આવવા લાગ્યાં છે. ફળે જુદા જુદા ઘાટનાં છે તેમજ કાચાં-પાકા પણ છે. એ આખા કરંડિયાની પચાસ કે સો કેરીમાંથી કવિતાના રસિક અને રસજ્ઞ વાચકને કહો કે સામાન્ય શિક્ષિત સમાજમાંનાવાચકને કહો, પાંચદસ કેરીઓ જ કાંઈ આંખને આકર્ષતી કે રસાસ્વાદને જગાડતી જણાય છે. બાકીની ઊંચકીને જોતાં તે કાં તો તેના રંગ-રૂપમાં ખરી કેરીઓ જેવી લાગતી નથી, યા એવી કાચી ને વિરૂપ લાગે છે કે તે જોઈને કે ઊંચકીને પણ પાછી ઠેલી દેવાય છે. એના કારણમાં મુખ્યત્વે એના ઘાટની અશિષ્ટતા કે વિપરીતતા લાગે છે, યા આસ્વાદ લેવા જતાં તેની કઠિનતાથી કે નીરસતાથી કે તેને કાચી જ તોડી નાખેલી હોવાથી ગ્રાહક નિરાશ થઈ પાછો પડે છે. માલ વેચનાર કહે છે કે જુઓ ભાઈ, આ તો નવી વાડીનો ફાલ ને માલ છે. એ અમારા ધાર્યા પ્રમાણે તો બહુ આરોગ્યકર ને સ્વાદિષ્ટ છે, તમારી જૂની વાડીનો માલ  તો બહુધા અમોને બેસ્વાદ લાગે છે. આ અમારી કેરીની ખૂબી તો અમે જ સમજીએ છીએ. વાત તો ખરી છે, નવી વાડીનો માલ એને ઉગાડનાર જ જાણે છે, પણ એ માલ બજારમાં આવે ત્યાં તો ખરીદનારની સાથે સાટું ઠોકવાનું છે. તમારો માલ તમને ગમતો હોય તો તમે જ ખાઈ લ્યો; બજારને નહીં ગમતો હોય કે બજારમાં આજ કંઈ કાળથી જે માલની જ માંગ ને ખરીદી થાય છે, ને જે માલના અનુભવી દલાલો ને ખરીદદારો ને ખાનારાઓ માલની ઉત્તિમતા-અધમતા સમજતા આવ્યા છે તે બજારમાં શા માટે વેચવા આવો છો? તમારી વાતોથી પાંચ-પચીસ ભોળવાઈને ખરીદશે પણ પછી તો તેનો આસ્વાદ લેવા જતાં તે ખરી વાત જાણવા પામશે ને નિરાશ થઈને ફેંકી દેશે. ફળ કેરીના જેવું ભલે દેખાતું હોય, પણ તે ખાવામાં કેરીના જાણીતા રસનો આસ્વાદ કે તેનો મુખ્ય ગુણ નહીં ધરાવતું હોય, તો પછી ગ્રાહક તેને શું કરે? એ ફળનાં ઝાડ ઉછેરનારના દલાલો ગમે તેવી ભલામણ કરે, પણ માત્ર વાતોથી ખરો આસ્વાદ મળતો નથી તે તેઓ ભૂલી જાય છે. એક જાતનાં ફળ હોય તોપણ ભૂમિ પાણી, ખાતર, હવા, બીજની જાત વગેરે અનેક કારણો પર તેનાં કદ, માવો, સ્વાદ વગેરેનો આધાર રહે છે. બાગબાનને આ બધી વાતની ખબર નહીં હોય, કે તે તેનાં ફળ માટે બજારમાં ફરિયાદ ઊઠવા છતાં તેનું કારણ શોધવા કશી તજવીજ નહીં કરે, કે તેના પોતાના જ સલાહકારો ને દલાલોને છોડી એ બજારના જે અનુભવીઓ છે તેની સલાહ નહીં લે, કે તે સલાહ મળે છતાં તે તેને અવગણે, તો પછી તેણે તેનો માલ ઘરમાં રાખી મૂકી તેને સડી જતો જોવો જ રહ્યો. બજારના અનુભવીઓને કે ગ્રાહકોને અજ્ઞાન, અરસિક, અણસમજુ, જડબદ્ધિના વગેરે વિશેષણોથી નવાજ્યા કર્યાથી તેનું કશું વળવાનું નથી. બજારને તો ખરો શુદ્ધ કંચનને તોલનો માલ જોઈએ છે. લાંબા પરિચય ને અનુભવથી તે ખરા-ખોટા સિક્કા પારખી કાઢવાની બુદ્ધિ ધરાવે છે.

આ વ્યવહારુ વાત થઈ. નવીનતર કવિતાની હાલની સ્થિતિની એક તુલના થઈ. કવિતા માટે અને તેની ઊંચીનીચી જાત માટે આજકાલ અનેક વિશેષણો વપરાતાં થયાં છે. વિશેષણ ગમે તે હોય, પણ નામ તો મુખ્ય જોઈએ જ. કવિતા પ્રથમ કવિતા જોઈએ, અને પછી જ તેનાં વિશેષણોને અનુપૂર્તિ આપતી તેની ખાસ જાતિનો ગુણ હોઈ શકે. લેખકની જે સર્જનશક્તિ છે તેનું નામ પ્રતિભા. એ પ્રતિભામાં સ્વાભાવિક રીતે કલ્પના મુખ્ય ભાગ ભજવે છે. દરેક સારા અને ઊંચા ગદ્યલેખકમાં એ પ્રતિભા હોય છે ને હોવી જોઈએ. કલ્પનાની ખિલવણી ઊંચા લેખકમાં વિશેષ હશે તો સામાન્ય લેખકમાં તેમ જ વાચકમાં તે કેટલેક અંશે પણ છે ને હોવી જ જોઈએ. તે વિના એ કલ્પનાવ્યાપાર કોઈ સમજી શકે નહીં. હવે કવિની પ્રતિભા એટલે તેની કવિતા – તેનું કવિત્વ. એ કવિત્વમાં ત્રણ અર્થ સમાયેલા છેઃ (૧) કવિપણું (૨) કાવ્યનો ગુણ (૩) ને કવિતા રચવાની શક્તિ. એ કવિત્વ જે કવિતામાંથી ફૂટે છે તે કવિ. માત્ર કાવ્યનો ગુણ જેનામાંહોયતે પૂરો કવિ નથી, કેમ કે કવિતા તો ઉદ્‌ગારથી જ હસ્તીમાં આવે છે. એટલે એ પ્રતિભાને વ્યક્ત કરવા, તેને સંપૂર્ણ રૂપમાં બહાર મૂકવા જે ક્રિયા કવિને રચવી પડે છે તે તેની કવિતા રચવાની શક્તિ પર આધાર રાખે છે. કવિના ભાવને કવિની કલ્પનાના ચમત્કારમાં બોળાઈને સ્થૂળ દેહ લેવા માટે મનુષ્યવાણીનો જ આધાર લેવો પડે છે. એ વાણીને કેવું રૂપ આપવું, તેની શાસ્ત્રીય ચર્ચા કરીને મારાં ઈ.સ. ૧૯૩૯માં થયેલાં મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનોમાં સવિસ્તર સમજાવેલું છે, એટલે તેનું અહીં પુનર્કથન કરવાની જરૂર નથી. એ વ્યાખ્યાનોમાં દર્શાવ્યા પ્રમાણે કવિતાની સ્વાભાવિક વાણીનું રૂપ ગદ્યથી જુદું પદ્યરૂપ સ્થિત થયેલું છે. કવિ જો પોતાના ભાવને અનુરૂપ પોતાનું કવિત્વ એ પદ્યમાં ઉતારે તો જ એ કવિત્વને કવિનો શ્રોતા ગ્રાહક ઝીલી શકે છે. ભાવનું અવધારણ કેમ કરવું, તે જ જો કવિ નહીં સમજે તો પછી માત્ર દેખાદેખીએ તૈયાર સ્થૂળ છંદોનાં લઘુગુરુ ખોખાંઓમાં શબ્દોની શ્રુતઓ ગોઠવી દીધાથી ખરી કવિતારચના થતી નથી, કેમ કે તેથી મૂળ ભાવનું અવધારણ શુદ્ધ રીતે થતું નથી અને શ્રોતાને કે વાચકને તેથી કવિના કવિત્વનો પૂર્ણ બોધ થતો નથી, ને તે અબોધ રહી કવિની પ્રતિભાને પોતાના હૃદયમાં ઉતારવા ફાંફાં મારી નિષ્ફળ જઈને નિરાશ બને છે ને એવું કવન સમજવાનો વિશેષ પ્રયત્ન કરતાં તે કંટાળી જાય છે. કવિનું કવન અને શ્રોતાના હૃદયમાં તેની સ્થાપના – એ બંને વચ્ચે કવિના ભાવના અવધારણનો પુલ બરાબર બંધાવો જોઈએ. એ પુલનો આધાર ભાવને અનુરૂપ પદ્યરચની ચૂંટણી અને તેમાં થયેલા ભાવના અવધારણની સિદ્ધિ પર જ રહેલો છે. કવિમાં ગમે તેવી પ્રતિભા હશે પણ જો તે સચોટ પદ્યવાણીમાં ઉપર જણાવ્યું છે તેમ તેને ઉતારી નહીં શકે તો તે તેને કવિતારચનાનો વાંક છે. એ શક્તિ જેટલી અધૂરી હોય તેટલી કવિની પ્રતિભામાં જ ખામી છે એમ દેખાઈ આવે છે. કેમ કે આગળ ઉપર ‘કવિત્વના’ અર્થમાં એ ‘કવિતારચનાની શક્તિ’નો અર્થ પણ સમાયેલો જ છે. તેથી જ હું ભાર મૂકીને કહેતો આવ્યો છું કે ‘જે કવન કરી જાણે તે કવિ’. કવિતા એ કવિપ્રતિભાનો જ ઉદ્‌ગાર છે. તેની કોઈ ના પાડી શકશે નહીં. નવીનતર કવિતાઓમાં અસ્પષ્ટ માર્ગદર્શનને લીધે જે ગેરસમજ છે તે પ્રતિભા અને રચનાકળાને છૂટાં પાડવાના વલણને આભારી છે. એ બેને છૂટાં પાડી શકાય જ નહીં. પ્રતિભા પૂરું કવિત્વ જામવા જેટલી નહિ હોય તો પછી કવિતાનો આત્મા જ નથી, એ તો સ્પષ્ટ છે; અને આત્મા નહીં હશે તો પછીગદ્ય એટલે રચનાકળા તો પૂતળા જેવી જ ગણાશે. આ મૂળ સિદ્ધાંત બરાબર સમજીને જો કવિ પોતાની કવિતા રચે તો તે પ્રાસાદિક થશે અને ઉપર કહ્યું છે તેમ તેની પ્રતિભાને સ્થૂળ વાણીદેહમાં ઊતરવાનો પુલ બંધાશે. તો પછી એ પુલ ઉપરથી એ પ્રતિભા શ્રોતાના હૃદયમાં પણ સરલતાથી ઊતરી જશે. શ્રોતાને જે કવિતા સ્પર્શ નથી કરી શકતી તે કવિતામાં જ દોષ છે એમ સત્ય જાણવું, અને પછી ગમે તેવી પ્રતિભાને દોષ તો વર્જ્ય છે, એટલે તે દોષથી તે દોષિત રહી અધૂરી ને અબોધ રહે.

Line 102: Line 102:
કલ્પનાની અગોચર ભૂમિમાંથી ચૈતન્યનો અલૌકિક આનંદ જે ખરો કવિ એટલે દ્રષ્ટા પોતાની વિલક્ષણ વાણીમાં ઊતારે છે તે એ બધા બીજા સર્જકોથી ભિન્ન જ છે, અને ભિન્ન જ રહેવાનો. જ્યારે એરિસ્ટોટલ, લોજિનસ, ડ્રાઇડન, સેઇન્ટ્સ્બરી અને મોલ્ટન, રિચર્ડ્સ આદિને પશ્ચિમનો સાહિત્યસમાજ શુદ્ધ કવિ તરીકે સ્વીકારશે અને બોલાવશે, ત્યારે આપણે પણ આપણા એ કવિપદેચ્છુ ઉત્સાહી વિવેચકોને “કવિ” કહેવા માંડશું. હાલ તો તેમણે જરા ધીરજ રાખવી જરૂરી છે. પૂનમનો ચાંદ પણ કદી સૂરજ કહેવાતો કે થતો નથી.

છેવટે, આપણા વિવેચકોને એક ખાસ વિનંતી કરવાની છે. વિવેચનનાં જે ખરાં લક્ષણો છે, તેને ન્યાય આપવા વિદ્યમાન લેખકોની કૃતિઓને મિત્રોની ને વિરોધીઓની ગણતાં જે માનવનિર્બળતા સહજ ઊભરી આવે છે ને ચોમેર કડવાશ ઉપજાવે છે, તેને બદલે આપણા સદ્‌ગત શિષ્ટ કવિઓની સમગ્ર કવિતાપ્રવૃત્તિની તેમજ શિષ્ટ ગદ્યલેખકોની ગદ્યકૃતિઓની સહૃદયતાથી ને નિષ્પક્ષપાતતાથી વિવેચના કરે. અંગ્રેજીમાં જ્હૉનસને, બ્રિમ્લીએ, કોલરિજે, હેઝલીટે, મૅથ્યુ આર્નોલ્ડે, વિલ્સ રોસેતીએ, ગ્વીને, સ્ટોપર્ડ બ્રુકે – વગેરે અનેક વિવેચકોએ જેમ મોટા કવિઓની ને લેખકોની કૃતિઓની સાંગોપાંગ વિવેચના આખાં પુસ્તકોમાં કીધેલી છે, તેવી વિવેચના આપણા વિવેચકો કરે, તો તે તેમની ખરી શક્તિઓને પ્રગટ કરવાનો અવકાશ આપે, અને આપણા સાહિત્યનો આપણા શિષ્ટ લેખકોને ને કવિઓને સંપૂર્ણ પરિચય મળે. આવા વિવેચનનાં પક્ષપાત, અંગત અદાવત વગેરે શુદ્ધ વિવેચનનાં વિઘાતક તત્ત્વોને સ્થાન જ નહિ રહે, અને જે કવિની તમામ કૃતિઓની રસ, કલા, ઇતિહાસ આદિ અનેક દૃષ્ટિબિંદુઓથી તપાસ લેવાય, તે કવિને પણ પૂરતો ન્યાય મળે. આવા ખરા અને અનેક દૃષ્ટિબિંદુઓથી લખાયેલા અનેક અંગ્રેજી વિવેચનગ્રંથો આદર્શ તરીકે મોજૂદ છે, અને તેનો ઉપયોગ આપણા વિવેચકો કરી શકે. વિવેચકે તો સદા કલાના વિષયમાં સંશોધન કરવું, મહાકર્તાઓની લેખનકલાનું રસથી પૃથક્કરણ કરવું, તેની ખૂબીઓને પ્રકાશ આપવો, તેના દોષોને સહજ આંગળી ચીંધીને વિવેકથી દર્શાવવા, સાહિત્યના ને કલાના મહાસિદ્ધાંતોનું પ્રતિપાદન કરવું, દુનિયાના સાહિત્યમાં જે કાંઈ ઉત્તમ છે તે જ નહીં, પણ જે સારું ને અનુસરણ કરવા યોગ્ય હોય તે પણ બતાવીને આગળ પાજવું – ટૂંકમાં ચૈતન્યની બધી પુણ્યવૃત્તિને પ્રકાશ આપવો જેથી જે અનિષ્ટ છે તે સાહિત્યકાર તજી દે અને ઇષ્ટ છે તે જ ગ્રહે, ને દુનિયાને ઉપકારક થાય. વિવેચકે તો સાહિત્યના દ્વારપાળનું જ નહીં પણ મંત્રીનું, ભોમિયાનું ને સલાહકારનું પણ કાર્ય કરવાનું ને સાધવાનું છે.

નાટ્યસાહિત્ય
'''નાટ્યસાહિત્ય'''
હવે આપણા સર્જનસાહિત્યનાં બીજાં અંગોની સ્થિતિ પણ જોઈએ, વર્ષોથી ઘણો ઊહાપોહ થતો આવે છે છતાં હજી પણ આપણે ત્યાં સાંગોપાંગ ખરાં નાટકો – ખરા ડ્રામા – સર્જાતાં નથી. સાહિત્યના ઊંચા અંશો કે કવિત્વ કોઈ નાટકમાં વિશેષ હશે તો તેમાં ક્રિયાવહન બહુ દુર્બળ હશે અને તે નાટકના જીવનના આધારરૂપ ક્રિયવહન વિના માત્ર શ્રહાવ્ય નાટ્યલેખન જ બની રહે છે. કેટલાંક નાનાં નાનાં ભજવવા લાયક નાટકો આપણા યુવાન લેખકોએ પ્રગટ કર્યા છે, પણ હજી તે નાટકકંપનીઓને કે પ્રજાજનને બહુ આકર્ષી શકતાં નથી. નાટકની કળા પૂરેપૂરી સમજવા માટે એને લગતું પૂર્વ-પશ્ચિમનું સાહિત્ય લેખકોએ પ્રથમ સારી પેઠે વાંચીને પચાવવું જોઈએ. નાટકમાં કવિત્વ ઉપરાંત નૃત્ય, સંગીત, સંવાદ, પાત્રસૃષ્ટિ, ક્રિયાવહનમાં વસ્તુનો વિકાસ, જનસ્વભાવનું અવલોકન એમ ઘણાં અંગેનો સમાવેશ થાય છે અને એ બધાં અંગોને વિરલ કલાથી સાંધીને સજીવ રાખવાં પડે છે.

આપણે ત્યાં સદ્‌ગત સાક્ષર શ્રી કેશવલાલ ધ્રુવે સંસ્કૃત નાટકોના સમર્થ ને સચોટ અનુવાદ કરેલા છે, તે જૂનાં નાટકોની પદ્ધતિનો ખ્યાલ આપણને પૂરેપૂરો આપે છે. નાટકો સંસ્કૃતમાં ગદ્યપદ્ય બંનેમાં લખાયેલાં છે, તેમ જ અંગ્રેજીમાં પણ છે. શેક્સપીઅરે તેમ જ બજા યુરોપીય કવિઓએ આખાં નાટકો પદ્યમાં – અખંડ પદ્યમાં – લખેલાં છે, તેવાં નાટક હજી આપણે ત્યાં લખાયાં નથી. અપદ્યાગદ્યમાં આપણા શ્રી ન્હાનાલાલ દલપતરામે એમનાં બધાં જ નાટકો લખેલાં છે. પણ અપદ્યાગદ્ય તે પદ્ય નથી, પદ્યાભાસ છે. એમાં કવિત્વ ઊંચા પ્રકારનું છે, પણ તે શુદ્ધ કવિતાસ્વરૂપમાં પરિણમતું નથી, તે જ ખેદ છે. એમાં ક્રિયાવહન બહુધા મંદ વહે છે. મહિનાઓ ને વર્ષો સુધી જે નાટકપ્રયોગ પ્રજાજનની માગથી થયા જ કરે, તેમાં જ દૃશ્ય નાટકની રચનાકલાની સફળતા છે. ઊંચા કવિત્વની ને ઊંચી કલાની પૂરી કદર કરવા જેટલો આપણો પ્રેક્ષકવર્ગ હજી કેળવાયો નથી.

Line 138: Line 138:
ગુજરાતી સાહિત્ય પરિષદની વૃદ્ધિ માટેના વિચાર

આપણા વર્તમાન સાહિત્યનાં મુખ્ય અંગોની કંઈક તપાસ આપણે ઉપર લઈ આવ્યા પછી હવે એ સાહિત્યની વૃદ્ધિ અને પ્રગતિ માટે આપણે આ સાહિત્ય પરિષદની છેલ્લાં પાંત્રીશ વર્ષથી સ્થાપના કીધી છે તેને અંગે પણ વિચાર કરી લઈએ. સાહિત્ય પરિષદ કાંઈ વિદ્વાનો, સાક્ષરો કે કવિઓને ઉત્પન્ન કરનારી સંસ્થા નથી, પણ એ સૌના કાર્યમાં ઉત્સાહ પ્રેરી આપણા સાહિત્યની સર્વ દિશાએ વૃદ્ધિ ને પ્રગતિ થાય તેની તે કાળજી રાખી શકે. શરૂઆતના નવા ચીલા પર ચાલતાં કેટલીક ઠોકરો ખવાય કે સંઘર્ષણ થાય એ સ્વાભાવિક છે. ઘણાં વર્ષો સુધી તો બંધારણના પ્રશ્ન ઉપર કાંઈ કાંઈ વિસંવાદ ઉપજવા પામ્યા હતા, પણ હવે તો બધું ઠેકાણે પડી ગયું છે. બંધારણ ગમે તેવું પણ તે આપણે સૌએ બાંધેલું છે, તે યાદ રાખવાનું છે. એમાં કાંઈ દોષ દેખાય તે વખતોવખત સુધારવાનું કામ આપણું જ છે. દુનિયાનું કોઈ પણ મંડળ સંપૂર્ણ બંધારણ યા સર્વતૃપ્તિસંપન્ન બંધારણ કરી કે મેળવી શકતું નથી. તેમાં કાળક્રમે સુધારાવધારા થતા જ રહે છે. પણ એક વેળા એ બંધારણ થયું, પછી તો સૌએ તેને માન આપીને જ વર્તવું ઘટે છે. સાહિત્ય પરિષદ એ હવે સર્વ ગુજરાતી સાહિત્યકારોનું પવિત્ર મંદિર છે, અને મંદિરમાં સાક્ષાત્ સરસ્વતીદેવી આપણા પૂજ્યસ્થાને છે, એવો પવિત્ર ભાવ આપણા હૃદયમાં વસવો જોઈએ. પ્રત્યેક સંસ્થાને તેના અધિકારીઓ, સેવકો ને સહાયકો હોય છે, અને સૌએ પવિત્ર ભાવથી પોતાની સંસ્થાની વૃદ્ધિ માટે વિચાર અને યોજના કરવાં જોઈએ. અધિકારીઓને તેમ જ સેવકોને પણ આપણે જ ચૂંટીએ છીએ. કોઈ પોતાની યોગ્યતાનુસાર આપણે હાથે અધિકારી થશે તો બીજા સેવક બનશે. અધિકારી પણ પોતે ઉત્તમ સેવક બનીને પોતાનો ધર્મ જ બજાવશે. જાહેર સંસ્થાની કાર્યપદ્ધતિ પર ટીકા તો થતી જ રહેશે કેમ કે એ તો અખા ભગતે કહ્યું છે કેઃ

{{Poem2Close}}
<poem>
“ગામ વચ્ચે ખોદાવો કૂવો, સૌના મનની મરજી જુઓ;

કોઈ ઊંડો કે પહોળો કહે, સૌનું મન રાજી નવ રહે.”

</poem>
{{Poem2Open}}
તેમ રુચિરુચિનો ને મતમતનો ભેદ છે. પણ એ બધા ભેદ વચ્ચે સ્નેહસેવાનો દોરો રહેશે તો તેમાં એ બધા વિચારોના દાણા પરોવાઈને તેની સુંદર માળા બની શકશે. આપણે તો સેવા કરીને જ છૂટવાનું છે. જો શુદ્ધ અને પવિત્ર સેવા જ આપણે અર્પણ કરીશું તો ‘પરિષદ’ના ગમે તેવા અધિકારીને પણ તે પ્રિય જ થઈ પડશે. ‘મનુષ્યમાત્ર દોષપાત્ર છે’ તેમ પરિષદના અધિકારી પણ કોઈ કોઈ વેળા દોષપાત્ર હશે, પણ આપણે માત્ર દોષને જ ચીંધ્યા કરીશું તો તેમાંથી વિખવાદ ઉત્પન્ન થશે. પ્રત્યેક સંસ્થાને ટીકા આવકારપાત્ર જ થવી જોઈએ, પણ એ ટીકા માત્ર દોષદર્શન રૂપે નહીં પણ રચનાત્મક થાય તો કોઈને તેથી વસમું નહીં જ લાગે, અને પરિષદના કાર્યમાં વૃદ્ધિ થવા સાથે એ ટીકાકારને પણ જશ મળે. વ્યક્તિની કે સમષ્ટિની ટીકા થવી એ તો તેની કૃતિના જીવનની સક્રિયતા જ બતાવે છે. એમાં કોઈને નાનમ લેવા જેવું નથી. કૂવાનું પાણી ગળાશે તો કૂવો સ્વચ્છ થશે. પરિષદની સંસ્થામાંથી રોટી ને મીઠાઈ-મિષ્ટાન્ન મેળવવાની આશાથી નહીં, પરિષદની વૃદ્ધિ કરવાના શુભ આશયથી જ જે કોઈ યોજના પરિષદ પાસે મુકાય, તે જ પરિષદને હિતરૂપ થઈ શકે. ગુજરાતી સાહિત્યકાર તો ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું જ એક અંગ છે, એટલે સાહિત્ય પરિષદની આબરૂ તો સાહિત્યકારની જ આબરૂ છે. આપણે બધાં એટલું જ સમજીએ તો બસ છે.

આપણે બે, ત્રણ કે ચાર વર્ષે આમ સવા દિન ભેગા મળીને, ભાષણો કરીને, છોડો ઝઘડો કરીને, તેમ જ ગાનતાન, નાટકખેલ, રાસગરબાસ પ્રદર્શન વગેરેનો આનંદ લઈને પાછા વાટે પડી જઈએ, અને પરિષદ પાછી બેત્રણ વર્ષ સુધી સ્વપ્નસ્થ કે સમાધિસ્થ થાય, એ બહુ ઇચ્છવાજોગ નથી. એવા મેળાવડા તો આપણે ઘડી ઘડી અન્યત્ર મેળવીએ છીએ. સાહિત્ય પરિષદ એ કોઈ મંડળની ખાનગી સંસ્થા નથી; એમાં ધર્મવાદ, કોમવાદ, સમાજવાદ, રાજવાદ, કે બીજા કોઈ વાદ નથી. એ તો ગુજરાતી ભાષા બોલતી તમામ ગુર્જર પ્રજાની સંસ્થા છે, અને પ્રભુના જે મૂળ નાદમાંથી આપણે ને વાણી મળી છે, અને જે વાણીના વિનિયોગથી આપણે એટલે માનવજાતિએ તમામ પ્રાણીવર્ગ પર આધિપત્ય મેળવ્યું છે, તે પવિત્ર ને શક્તિશાળી વાણીની વૃદ્ધિ માટેના વિચાર અને તેનું સતત ચિંતન કરવાને માટે આપણે જ નિર્માણ કરેલી સંસ્થા છે. સાહિત્ય પરિષદનું તેજ તે જ આપણું સૌનું તેજ પણ છે.

આપણે સાહિત્યકારો સૌ પોતપોતાને માર્ગે સાહિત્યસેવા કરીએ જ છીએ, પણ જગતમાં સંઘબળ કેટલું વિશેષ કરી શકે છે, તે પણ આપણે જાણીએ છીએ. કવિ દલપતરામે કહ્યું છે તેમ,
આપણે સાહિત્યકારો સૌ પોતપોતાને માર્ગે સાહિત્યસેવા કરીએ જ છીએ, પણ જગતમાં સંઘબળ કેટલું વિશેષ કરી શકે છે, તે પણ આપણે જાણીએ છીએ. કવિ દલપતરામે કહ્યું છે તેમ,
{{Poem2Close}}
<poem>
“અલગ પડીને એકડા, એકેક ધન લેનાર;
“અલગ પડીને એકડા, એકેક ધન લેનાર;
સંપીને સાથે વસે બે એકડે અગિયાર.”
સંપીને સાથે વસે બે એકડે અગિયાર.”
</poem>
{{Poem2Open}}
એટલે આપણે સાથે મળીને સંપથી વિચારવિનિમયથી એકને કે બેને બદલે અગિયારગણું કામ કરી શકશું. સમાજને સાહિત્યમાં રસ લેતો કરવા માટે સંગઠિત કાર્ય કરવાની જરૂર છે, અને તે માટે સાહિત્ય પરિષદની સક્રિયતા સતત ચાલુ રહે તેમ કરવાની પણ આવશ્યકતા છે.

એક વાતની આપણે પ્રથમ નોંધ લેવી જોઈએ. સાહિત્ય પરિષદનો વિચાર હિંદુસ્તાનમાં આપણે અહીં જ પુણ્યસ્મરણીય રણજિતરામ વાવાભાઈને ઉદ્‌ભવ્યો હતો અને તેમના શ્રમથી જ આપણે ત્યાં પ્રથમ ઈ.સ.૧૯૦૫માં પરિષદ ભરાઈ. એ પછી હિંદુસ્તાનના બીજા પ્રાંતોએ પણ સાહિત્ય પરિષદ ભરી. પણ જ્યારે બંગાળમાં, મહારાષ્ટ્રમાં, યુક્તપ્રાંતોમાં, કાનડામાં વગેરે અનેક પ્રાંતોમાં વીસ, પચ્ચીસ કે તેથી વિશેષ સંમેલનો ભરાયાં છે, ત્યારે આપણે ત્યાં છત્રીસ વર્ષે હજી ચૌદમું સંમેલન ભરાય છે! એ સ્થિતિ સુધારવાનું કે હજી બગાડવાનું આપણા  જ હાથમાં છે. પરિષદને બળવતી સંસ્થા કરવી હોય તો આપણા સાહિત્યનેતાઓએ વધારે સક્રિય થવું જ પડશે. પરિષદ દર વર્ષે ભરાય તો જ ઉત્સાહ ચાલુ રહે. આપણે આપણી એટલે ગુજરાતીઓની કેટલીક સ્વાભાવિક શિથિલતાને વશ થઈને બે બે વર્ષે સંમેલન ભરવાનું ઠરાવ્યું, તો તેમાં પણ આપણે આપણો જ ઠરાવ પાળતા નથી. આ ચૌદમું સંમેલન લગભગ ચાર વર્ષે ભરાય છે, તે જ આપણી કાર્યપદ્ધતિનો સારો ખ્યાલ આપે છે. આપણે આગળ વધવું હોય તો આપણી અશક્તિઓનો અને આપણી શિથિલતાનો વિચાર કર્યે જ છૂટકો રહ્યો. એમાં વ્યક્તિઓની સગવડનો નહીં પણ આપણી સરસ્વતીદેવીની સતત પૂજાનો જ પ્રશ્ન છે. અને પૂજા માટે ભાવિક હૃદય જેટલું તીવ્ર અને ઉત્સુક હશે, જેટલું ખંતીલું અને શ્રદ્ધાશીલ હશે, તેટલું જ કાર્ય પણ થઈ શકશે. આ રોજની દોડતી દુનિયા કોઈ માટે થોભતી નથી. ધરતીકંપ હો કે જળપ્રલય હો, એ તો આગળ ધપતી જ જાય છે. આ સાહિત્યનેતાઓ આ વાત નિર્મળ હૃદયે સમજે તો આપણા સાહિત્યની પ્રગતિ ઘણી વેગવંતી બને.

Line 157: Line 165:
અને હવે મારું વક્તવ્ય અહીં પૂરું થાય છે. સાહિત્યના વિષયમાં મારા અનુભવથી મને જે સત્ય લાગ્યું છે તે નિખાલસતાથી મેં અહીં વ્યક્ત કીધું છે. આપણા સૌ સાહિત્યકારો પ્રત્યે મને માન અને સ્નેહ છે. સૌ માનવવંશના ઉન્નતિમાર્ગના પ્રવાસી છે. આપણે પૂજ્યસ્થાને ગણેલી સરસ્વતીદેવીને ચરણે આપણું જે કાંઈ ઉત્તમ અને પ્રિય છે તે ભાવથી અને શ્રદ્ધાથી આપણે મૂકીએ છીએ. મતભેદથી કે રુચિભેદથી આપણે જુદાં પડતાં હોઈશું, તો તે આપણા સ્વતંત્ર જીવંતપણાની જ નિશાની છે. જુદા પડીને પણ આખરે આપણે એક જ દેવીના પૂજારી તરીકે બંધુ જ ગણાઈશું અને રહીશું. આપણી શરસ્વતીના આપણે હલકારા છીએ. એના મહાન ગઢના રક્ષકો છીએ. આપણે સૌ એનાં સંતાન છીએ. સાહિત્યનું પ્રજાસત્તાક રાજ્ય એક પ્રાંતનું, એક દેશનું કે ખંડનું નહીં, પણ પૃથ્વીના તમામ માનવવંશનું છે. આપણી પોતાની માતૃભાષાનું સાહિત્ય એ માનવવંશના મહાન અમર સાહિત્યનું જ એક અંગ છે. એ અંગને સ્વસ્થ અને શક્તિવંતું રાખવાની આપણી ફરજ છે. આપણી વિભાગી સંસ્કૃતિ આપણે આગળ ધપાવીએ છીએ કે પાછળ હઠાવીએ છીએ તેની પારાશીશી અંગ પ્રત્યત્ર બતાવી આપશે. આપણા એ અંગની સાથે સહભાગી બીજાં અંગોનો વિકાસ પણ સદા જાગ્રત રહીને આપણે નોંધવો પડશે; પરસ્પર વિનિમય પણ કરવો પડશે. જે નથી થઈ શક્યું તે બેવડા ઉ્સાહથી કરવા આપણે કમર કસવી પડશે, જે કરીએ છીએ તેનો પ્રવાહ આગળ વધારવા પ્રયત્નશીલ રહેવું પડશે; અને જે જે કરવાનાં આપણે સ્વપ્ન સેવીએ છીએ તેની સિદ્ધિ કરીને આપણે કૃતકૃત્ય થઈશું, ત્યારે જ આપણે સરસ્વતીના સાચા સેવકનું બિરુદ પામવાનાં અધિકારી બનશું. આપણી પાછળ આવતી ઓલાદ એમ ના કહે કે આપણે આપણો જન્મ અને કાળ માત્ર વીજળીના ચમકારા અને મેઘના ગગડાટા જેવા વાતોના ફડાકામાં જ ગાળ્યો હતો, અને આપણી સરસ્વતીની વાડીને લીલીછમ રાખવા જે મેઘામૃત હતું તે તો આપણે વરસાવ્યું જ નહોતું!

મારાં ગુજરાતી બહેનો અને બંધુઓ! આપે સ્નેહથી જે સન્માન મને આપ્યું છે, તે માટે હું આભારી છું. મારી શ્રદ્ધા છે કે આપના સ્નેહાળ સહકારથી આપણું આ સત્ર સફળતાથી ઊજવાઈને ઉકેલાઈ જશે. જ્ઞાન, ભક્તિ, સેવા, સ્નેહ, અર્પણ અને આનંદ એ પ્રભુતાનાં જ સહભાગી અંગો છે. બધા અનુભવ જ્ઞાનમાં, બધી શ્રદ્ધા ભક્તિમાં, બધી શક્તિ સેવામાં, બધી ઇચ્છા સ્નેહમાં, બધી સંપત્તિ અર્પણમાં અને બધી પ્રાપ્તિ આનંદમાં પરિણમીને સમાઈ જાય છે. એ પરાજ્ઞાન અંતરમાં ઉતારીને આપણે સરસ્વતીની સેવા કરશું, અને વિશ્વના પલ્લામાં આપણે પણ આપણો હિસ્સો યથાશક્તિ નાખશું, તો આપણું જીવન અકારત તો નહં જ ગયેલું કહેવાશે. એ પવિત્ર હિસ્સો આપણે સદા આપવા તત્પર રહીશું, એવી પ્રતિજ્ઞા આપણું સાહિત્યજીવન લે અને તે પાળીને કૃતકૃત્ય થઈએ, એ જ પરમાત્મા પ્રભુને આપણી પ્રાર્થના હો!

અણકીધાં કરવાનાં કોડે,
અણકીધાં કરવાનાં કોડે,
Line 171: Line 180:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????-?????
|previous = નિવેદન
|next = ?????
|next = ૧૫
}}
}}
18,450

edits

Navigation menu