પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૮: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૮|}}
{{Heading|૧૮ શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''૧૭મું અધિવેશન : જૂનાગઢ'''</center>
[તા.૧૫-૧૬-૧૭ જાન્યુઆરી, ૧૯૪૯]
[તા.૧૫-૧૬-૧૭ જાન્યુઆરી, ૧૯૪૯]
સત્કાર મંડળના પ્રમુખ, સંમેલનના સભ્યો અને મિત્રો,

Line 14: Line 16:
છેલ્લા વર્ષનું સરવૈયું કાઢતાં ગુજરાતનું સ્વરૂપ બદલાઈ ગયું છે. કાઠિયાવાડ, જેમાં રાજકારભારો ઊભરાતા તેણે આજે સૌરાષ્ટ્ર રૂપે પુનર્જન્મ લીધો છે. કચ્છ મધ્યસ્થ સરકારને તાબે ગયું છે. મુંબઈ ઇલાકામાં ચાર જિલ્લાઓ હતા તેના છ થયા. વડોદરા રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર સ્થપાયું છે. સાથે ગુજરાતની એકતાની ભાવના આજે મહાગુજરાતમાં સિદ્ધિ પામતા ધ્યેયમાં મૂર્તિમાન થઈ છે.

૧૯૦૫માં ગુજરાતને ‘Grave of Vanished Empires’- ‘નષ્ટ સામ્રાજ્યોનું કબ્રસ્તાન’ મેં કહ્યો હતો ત્યારથી ‘ગુજરાતની અસ્મિતા’ મારે હૈયે રમી રહી છે. આજે સરદારશ્રીની કુનેહથી ગુજરાત ‘એક ને અતુલ’ થઈ રહ્યું છે ત્યારે એના ઘડતરમાં યત્કિંચિત્ ફાળો આપવાનું મને સદ્‌ભાગ્ય મળ્યું છે. ઈશ્વરનો પાડ માનું છું કે આમ મારાં સ્વપ્નાં સિદ્ધ થતાં જોવાનો મને અવસર મળ્યો છે. રાજકોટ સંમેલને ગુજરાત અને રાજસ્થાનના એકીકરણનો ઠરાવ કર્યો હતો. રાજસ્થાન ને ગુજરાતનાં રાજ્યોનો સંઘ ઊભો કરવા મેં સુડતાળીસમાં ઘણો પ્રયત્ન કર્યો ત્યારે કોઈ જાણતું નહોતું કે ઑગસ્ટની પંદરમીએ યુગ પલટાશે. યુગ પલટાયો. રાજ્યોના એકીકરણની યોજના સરદારે નવી ઘડી. રાજવીઓને દૂરંદેશી નહીં વરી અને મારી યોજના ભાંગી પડી. તેનું મને દુઃખ નથી. એક ઘડો ભાંગે કુંભાર કંઈ રડવા બેસે? રાજસ્થાનસંઘની એ યોજના સિદ્ધ ન થઈ, ઘણાએ ન થવા દીધી. આજે ઘણા પસ્તાય છે. જે સ્વેચ્છાએ તૈયાર નહોતા તે આજે પરિસ્થિતિને વશ થઈ તૈયાર બન્યા છે. રાજસ્થાની સંઘ જન્મવાની ઘડી આવી છે. તેમ મહાગુજરાત બનવામાં મને વિલંબ દેખાતો નથી; વિલંબ થવો નહીં જોઈએ.

<center>''''''</center>
એક ભ્રમ દૂર કરી દઉં. મહાગુજરાત સંમેલનની સ્થાપના વખતે મેં પ્રમુખસ્થાનેથી કહ્યું હતું તે ફરી કહું છું. આપણે મહાગુજરાત પ્રાન્ત નથી જોઈતો; આપણે તો ગુજરાતી બોલતી પ્રજા મુંબઈ ઇલાકામાં ભેગી આવી જાય એટલું જ જોઈએ. આપણી પ્રવૃત્તિની પ્રેરણા ભાષાવાદ – Linguism –માંથી નથી મળી. આપણે બીજી ભાષા બોલનારાથી અલગ નથી થવું. મેં અનેક વાર કહ્યું છે તેમ ‘ગુજરાતની અસ્મિતા’નું પહેલું અંગ રાષ્ટ્રીયતા છે. ભાષાવાદમાં રાષ્ટ્રીયતાનો વિધ્વંસ છે. હું માતૃભાષાનો ભક્ત છું; પણ તેને આજે રાજકારણનું શસ્ત્ર બનાવવામાં પણ ભય રહ્યો છે. આજે ચારે દિશામાં ‘ભાષાવાદ’ સબળ થતો જાય છે. બંગાલમાં એણે ઉગ્ર સ્વરૂપ લીધું છે; બિહારીઓ પ્રત્યે દ્વેષ વધતો જાય છે. શીખો પંજાબી ભાષાવાદ કેળવી રહ્યા છે. આંધ્રમાં તો ઉગ્ર સ્વરૂપ હતું; મહારાષ્ટ્રમાં થતું જાય છે. કર્ણાટકમાં પણ છે. આપણે આમાંથી બચવું જોઈએ.

ભાષાવાદનો વિકાસ નોંધવા જેવો છે. ૧૨૯૬માં અલાઉદ્દીન ખીલજીને હિંદુ રાજ્યો તોડ્યાં તે ભાષાવાદી નહોતાં. આખા દેશમાં સંસ્કૃત એક પ્રધાન ભાષા હતી. ખીલજીને માલવા, દેવગિરિ (મહારાષ્ટ્ર) ને વારંગલ (આંધ્ર)નાં રાજ્યો તોડ્યાં કે વશ કર્યાં ત્યાર પછી તો ફારસી બોલતા રાજાઓનાં રાજ્ય હતાં. તેમાં પ્રજા જુદી જુદી ભાષા બોલતી.

Line 23: Line 25:
ખાનદેશમાં ગુજરાતી ને ભીલી બોલતી પ્રજા તો મરાઠી જ, થાણા જિલ્લામાં ગુજરાતી ને કોંકણી બોલતી પ્રજા તો મરાઠી જ, મુંબઈમાં માત્ર ૩૭ ટકા લોકો મરાઠી બોલે પણ એ તો મહારાષ્ટ્ર જ. પણ સાથે ગુજરાતમાં ગણાતાં ધરમપુર, વાંસદા ને ડાંગ પણ એમાં જ આવે. આટલેથી કેમ અટકાય? વરાડને મહારાષ્ટ્રમાં નથી આવવું છતાં તે તો બળજોરીથી લાવવું જ રહ્યું. એક ભાષાવાદીએ તો સુરત માગ્યું. એક લેખકે ભરૂચ જિલ્લો મહારાષ્ટ્રના સીમાડામાં મૂક્યો. બીજાએ તો એને મધ્યવર્તી મહારાષ્ટ્ર ગણ્યું. બાકીનું – જ્યાં મરાઠા સૈન્ય ચોથ ઉઘરાવવા જતું તે બધું – બૃહત્ મહારાષ્ટ્રમાં મૂકી દીધું. “મારું તે મારું ને તમારું તે અમારું” એ તો જૂનું સૂત્ર; તેનું આજનું સ્વરૂપ ભાષાવાદ. હું તો એટલું જ કહું કે ભીલવાડા ને ભરૂચ બધાં જ સાથે રાખો, તો વડોદરા ને સૌરાષ્ટ્ર અને ગોધરા, ખેડા ને અમદાવાદ તમારાં છે તે સાથે રહેવા દો ને! અહીંયાં પણ મરાઠાઓ ચોથ ઉઘરાવવા આવેલા. મુંબઈ ઇલાકો છે તેમ જ રહેવા દો, તો પછી “છીએ તે જ ઠીક.”

આમ ભાષાવાદ સંકુચિત રાષ્ટ્રવાદનું સ્વરૂપ પકડે છે અને રાષ્ટ્રવાદ સામે ભયંકર પ્રતિસ્પર્ધી ઊભો કરે છે. આજે બ્રિટિશો ગયા. અંગ્રેજીનું પ્રાધાન્ય ઓછું થાય છે. ભાષાવાદ ઉગ્ર સ્વરૂપ પકડે છે. તે વખતે એ સ્વરૂપને બહેલાવે રાષ્ટ્રીયતા કેમ ટકાવવી?

<center></center>
ભાષાવાદ જ્યારે મહત્ત્વાકાંક્ષી બન્યો છે ત્યારે માત્ર આત્મરક્ષણ ખાતર ગુજરાતી ભાષાના સીમાડા ક્યા એ પ્રશ્ન વિચારવો જોઈએ. ગુજરાત સંશોધન મંડળ તરફથી પ્રો. દવેએ નકશો તૈયાર કર્યો હતો તેના પરથી મેં એક નકશો તૈયાર કર્યો. તે આ સાથે રજૂ કરું છું. આજે જે ગુજરાત દેખાય છે તેની મર્યાદા છાયાળી રેખાથી બતાવી છે; ખરી મર્યાદા ઘાડી કાળી રેખામાં આપી છે.

પહેલો પ્રદેશ સીરોહી. એમ પણ કહેનાર મળ્યા છે કે આબુ પ્રદેશ – ગુજરાતનો ઉત્તરસ્થંભ, ગુજરાતીઓનું પુરાણું ધામ, ગુજરાતના વિમળ મંત્રીએ જ્યાં અનુપમ સૌંદર્યમંદિરો બનાવ્યાં તે – ગુજરાતમાં નથી! પણ હવે તો એ ગુજરાતનો ભાગ છે એમ સ્વીકારાયું છે એમ સાંભળ્યું.

Line 36: Line 38:
પછી ભીલો ગુજરાતમાં આવ્યા. એ આર્ય, દ્રવિડ કે સિથિયન એ હજી ચોક્કસ નથી; ત્રણે મત છે. એમનો વસવાટ ગુજરાત-કાઠિયાવાડમાં; એ વસવાટની મર્યાદા લાલ ઘાડી રેખામાં નકશા પર દોરી છે.

આભીરની સાથે એમનો સંબંધ હોવો જોઈએ. આજે પણ ભીલીના એક સ્વરૂપને ‘આહીરાણી’ કહેવામાં આવે છે. ઈ.સ. પૂર્વેથી આહીરો ગુજરાતમાં વસ્યા. ૬૫૧ પહેલાં આબુની પાસે આવેલું ભિન્નમાલ એમનું સ્થાન હતું. કર્ણે આશા ભીલને હરાવી કર્ણાવતી (અમદાવાદ) સ્થાપ્યું. ધીમે ધીમે જેમ ઉત્તરથી સંસ્કારી ને સબળ પ્રજા આવતી ગઈ તેમ ભીલો અરવલ્લી ને સાતપૂડાની ખીણોમાં જઈ વસ્યા અને નર્મદાને તાપીને કિનારે કિનારે ખાનદેશમાં વસવાટ કર્યો. આજની ગુજરાતી તે ભીલી, આહીરી અને શૌરસેની પ્રાકૃતના સંઘર્ષમાંથી પેદા થઈ.

પછીના ઇતિહાસની રૂપરેખા તો મળે છે. ઈ. સ. પૂર્વેથી ખંભાતથી શૂર્પારક સુધીનો સાગરકાંઠો લાટના નામથી ઓળખાયો. દશમી ને અગિયારમી સદી સુધીમાં ઉત્તર કોંકણ (થાણા જિલ્લો ને મુંબઈ) લાટમાં ગણાતું ને તેની ભાષા લાટી હતી એમ આરબ મુસાફરો કહે છે. ત્યાં શિલાહારો રાજ કરતા. દક્ષિણ કોંકણથી (અલીબાગથી ગોઆ સુધી) એ જ વંશની બીજી શાખા રાજ કરતી; તેના એક રાજાની પુત્રી મીનલદેવી. જયસિંહ સિદ્ધરાજે વઢવાણથી થાણા સુધી કિલ્લાઓ બનાવેલા. કુમારપાળે (૧૧૪૩-૧૧૭૪) ઉત્તર કોંકણના શિલાહારને મારી તેને પોતાના રાજ્યનો પ્રાંત બનાવ્યો. અલાઉદ્દીને (૧૨૯૬-૧૩૧૬) ગુજરાત જીત્યું ત્યારે થાણા ગુજરાતમાં હતું, અને પછી ગુજરાતના સુલતાનના તાબામાં રહ્યું. ૧૩૫૪માં સુલતાને તેને વલંદાઓને આપ્યું. ૧૭૩૯માં પેશવાએ ઉત્તર કોંકણ લીધું અને ૧૭૭૪માં મુંબઈથી આવી અંગ્રેજોએ પડાવી લીધું. આ પાંત્રીશ વર્ષ થાણા મરાઠી રાજ્યમાં રહ્યું. ૧૮૮૪માં થાણા જિલ્લાને મુંબઈ ઇલાકાના ઉત્તર વિભાગમાં મૂકવામાં આવ્યો.

થાણા જિલ્લામાં સાતમી સદી પહેલાં ગુજરાતમાંથી બ્રાહ્મણો આવ્યા. સાત, આઠ ને નવ એ ત્રણે સદીઓમાં આરબો આવ્યા. આઠમી ને નવમી સદીમાં ઈરાનીઓ આવ્યા – આજના પારસીઓના પૂર્વજો; દશ ને અગિયારમી સદીમાં ચાલુકય વિજેતાઓ સાથે ગુજરાતીઓ આવ્યા; પછીની સદીઓમાં આરબ ને તુર્કોના જુલમથી નાસીને કાઠિયાવાડ ને ગુજરાતથી શરણાર્થીઓ આવી વસ્યા.

Line 46: Line 48:
આ પ્રાન્તને આપણે તોડવો નથી. આપણું મુખ્ય ધ્યેય ગુજરાતી બોલતી પ્રજાને મુંબઈ પ્રાન્તમાં લાવવાનું છે. એ ધ્યેયને અંગે બે પ્રશ્નો છે : એક વડોદરાનો, બીજો સૌરાષ્ટ્રનો. બંને પ્રદેશની પ્રજા તો એકીકરણ માગે છે. પણ વડોદરા કરતાં સૌરાષ્ટ્રનું એકીકરણ વધારે જરૂરનું છે. વડોદરાના નાનામોટા વિસ્તારો મુંબઈના જિલ્લાઓની વચ્ચે છે. એ તો અળગા થઈ શકે એમ નથી. પણ સૌરાષ્ટ્ર ભૌગોલિક દૃષ્ટિએ અળગું છે. એની પ્રજામાં જુદાં જુદાં દેશી રાજ્યોના વારસા રૂપે વિચ્છેદાત્મક વૃત્તિ વધારે છે. એની નાનીમોટી અનેક ખટપટો ભિન્ન દિશાઓમાં વહે છે. જો મુંબઈ પ્રાન્તના જેવા વિશાળ રાજ્યતંત્રમાં એ ભળે તો જ સૌરાષ્ટ્રની પ્રજા સુખી થાય, એનું રાજકીય એકીકરણ અસરકારક નીવડે અને ગુજરાતી પ્રજાનું ભવિષ્ય સારા પાયા પર રચાય.

અનેક વખત મેં કહ્યું છે ને હું ફરી કહું છું : ગુજરાતની અસ્મિતાનું પહેલું અંગ રાષ્ટ્રભક્તિ છે અને એ રાષ્ટ્રભક્તિ વિકસાવવા ગુજરાતીમાત્રે ભારતની શક્તિને સમૃદ્ધિ વધારવા જીવન અર્પણ કરવું જોઈએ.  

આપણી વિદ્યાપ્રીતિ વધતી જાય છે. છેલ્લાં દશ વર્ષમાં ગુજરાતમાં કૉલેજોની વૃદ્ધિ થતી ગઈ છે. ત્રણ ત્રણ વિશ્વવિદ્યાલયની યોજનાઓ ઘડાઈ રહી છે : વડોદરાની, અમદાવાદની ને આણંદની. હું તો ત્રણે સાથે સંકળાયેલો છું. ત્રણ વિદ્યાપીઠ થાય કે એક તે વિશે હું તટસ્થ છું. अमृतम् तु विद्या। એટલે જેટલું અમૃત પીવાય એટલું પીવું. ત્રણ પાત્રોમાં કે એક પાત્રમાં એનો નિર્ણય તો ભવિષ્યના ગુજરાતની રાજકીય વ્યવસ્થા પર નિર્ભર છે.

સાહિત્ય પરિષદનું ૧૯૨૨થી સેવેલું સ્વપ્નું આમ સમૃદ્ધ થયું છે. વડોદરા સંમેલને જે ઘોષણા કરી હતી તે આજે સિદ્ધ થઈ રહી છે. વડોદરાની યોજના હવે પાર પડશે કે કેમ એ મોટો પ્રશ્ન છે; વડોદરાનું શું ભાવિ છે તે ઉપર તેનો નિર્ણય રહેશે.

Line 53: Line 55:
મહાગુજરાતનો આપણો આદર્શ પ્રાન્તનો નથી. આ પરિષદ-સંમેલન જેની જનની છે એ મહાગુજરાતને ભારત અને મુંબઈ પ્રાન્તના અવિયોજ્ય અંગ તરીકે ગુજરાતી બોલતી પ્રજાનું એક સામુદાયિક, મૂર્ત સ્વરૂપ આપણે માન્યું છે. મહાગુજરાતની વિદ્યાપીઠની યોજના વ્યવહારમાં આવી ચૂકી છે.

વડોદરા સંમેલન વખતે આપણે પ્રાચીન ગુજરાતી સાહિત્યનું સંપાદન કરવાની યોજના કરી હતી. આજે પરિષદ પ્રેમાનંદનાં કાવ્યોનું સંપાદન કરાવી રહી છે. પ્રતાપ ગ્રંથમાલા માટે ભારતીય વિદ્યાભવન શામળનું સંપાદન કરાવે છે. અને આ સંપાદનકાર્ય ભવનમાં પરિષદે સ્થાપેલી નર્મદ શિક્ષાપીઠમાં નર્મદ-પ્રાધ્યાપક ને આપણા ગત પ્રમુખ શ્રી રામનારાયણ પાઠકના તંત્રીપદ નીચે થઈ રહ્યું છે. શામળનાં કાવ્યોનું સંપાદન કરવા શ્રીમંત ગાયકવાડ સરકારે ૩૦,૦૦૦ રૂપિયાનું દાન કર્યું છે, જે માટે એમનો આભાર માનું છું.

સંમેલનના પ્રમુખસ્થાનેથી સાહિત્ય વિશે તો મારે કહેવું જ જોઈએ. આ પ્રસંગે સાહિત્યની ઐતિહાસિક સમાલોચના કરવા કરતાં મારી સાહિત્યદૃષ્ટિ જ ફરીથી કહું. આ હું અભિમાન કે આત્મકથનના ઉદ્રેકથી કરતો નથી પણ સાહિત્યની મારી દૃષ્ટિ સ્પષ્ટ થાય થાટે જ.

મેં ‘મારી કમલા’ લખી તેને આડત્રીસ વર્ષ થયાં. ૧૯૧૧માં ‘સરસ્વતીચંદ્ર’નો આથમતો યુગ હતો. કેટલાક એ પુસ્તકમાં જીવન અને સમાજના સનાતન સિદ્ધાંતો શોધવા મથતા. ત્યારે ઇંગ્લંડના વિકટોરિયાયુગના સાહિત્યાદર્શોએ આપણા સાહિત્યરસિકોને મુગ્ધ કર્યા હતા. સંસ્કૃત સાહિત્યની અસર પણ પ્રબલ હતી. ભારતની સાંસ્કૃતિક પુનર્ઘટના શરૂ થઈ ચૂકી હતી.

Line 69: Line 71:
જ્યારે રૂસોએ આત્મકથનો લખ્યાં, ગેટેએ ‘સોરોઝ ઑફ વર્ટર’ લખ્યું, બાયરને ‘ચાઇલ્ડ હેરોલ્ડ’ લખ્યું, ત્યારે એ આત્મકેન્દ્રિત સર્જકોએ પોતાનાં આક્રંદોથી અનંતકાળ ગજવ્યો. એમાં ધૃષ્ટતા હતી, આત્મમગ્ન આત્માનો અહંભાવ હતો.

આવાં સર્જનો હળની માફક માનવતાના થરો ઉપરનીચે કરે છે અને તેમાં રહેલી જીવંતતા ઉત્તજે છે અને સરસતાનો નવો ફાલ આણવાની તેમાં શક્તિ દે છે. ગુજરાતી સ્વભાવને ધૃષ્ટતા કેળવવી અઘરી થઈ અને આત્મકેન્દ્રીયતાને કોઈ પણ બહાને ડામી દેવામાં લાભ જણાયો. ન્હાનાલાલમાં સૌંદર્યદર્શનની ઇચ્છા હતી; પણ તે માત્ર વાણીવિલાસમાં જ વિરામ  પામી. સુવર્ણમય પાત્રમાં સત્ય છુપાયું છે એમ માની પાત્રને જ એ સર્વસ્વ માની બેઠા. એમનો આદર્શવાદ અને ઉપદેશવૃત્તિ ‘વસંતોત્સવ’ પછી એટલાં સબળ થયાં કે સરસતાનું દર્શન એમને દુષ્પ્રાપ્ય થઈ પડ્યું. મેઘાણી પુનર્ઘટનાકાલના કવિ હતા. લોકકથા ને ગીતની સરસતા અર્વાચીન સાહિત્યમાં એમણે આણી.

૭  
<center></center>
આ સંધિમાં મારું માનસ અને સર્જકતા ઘડાયાં. જુદી જુદી પુનર્ઘટનાના ઉષઃકાલમાં સર્જયેલા ઉલ્લાસ-તરંગોએ ૧૯૦૨થી ૧૯૧૩ સુધી મારી રગેરગને નચવી મૂકી. એમણે મારી સર્જકતાને ફળદ્રુપ કરી. મેં લખવા માંડ્યું ત્યારે મેં ગુજરાતીનો જરાય અભ્યાસ નહોતો કર્યો. આપણા સાહિત્યમાં પ્રચલિત પ્રણાલિકાઓથી હું અજાણ હતો. સ્વભાવ, કલ્પના અને સર્જકતા રંગભર હતી. એટલે પુનર્ઘટનાકાળના સાહિત્યસ્વામીઓની પ્રેરણા મને જીવનદાયિની થઈ પડી. પરિણામે ભાવિ જીવનના આદર્શ સરજવા જતાં મારી કલ્પનાએ સોલંકીકાલ ને વેદકાલના સ્વતંત્ર જગતમાં ઘર બાંધવા માંડ્યાં. આ પણ પુનર્ઘટનાયુગના કલ્પનાવિહારનું એક લક્ષણ છે. મારી કલ્પના પર પડેલાં સંસ્મરણો, મારી સ્વાનુભવની શક્તિ, મારી આકાંક્ષા, ઊર્મિ અને ભાવના બધાં મારાં પુસ્તકોમાં જીવંત પાત્રો બની વિહરે છે. કોઈ જાણકાર વિવેચક હોય તો કહી શકે કે મારી કૃતિઓ કેટલે અંશે વિસ્તૃત આત્મકથા છે.

છેલ્લાં વીશ વર્ષમાં અનેક સાહિત્યકારોએ ગુજરાતમાં સરસતાનાં દર્શન નવલિકામાં ને કવિતામાં કર્યાં છે, પણ ગાંધીજી જેવા વિશ્વવંદ્ય ઉપદેશકની પ્રબલ અસરે સારસ્યદર્શન કઠણ કર્યું છે. સાહિત્ય એમને મન ઉપદેશનું અને અધમોદ્ધારનું માત્ર સાધન હતું. એમની પ્રચંડ શક્તિએ  સાહિત્યસર્જન પર અણદીઠો માનસિક અંકુશ મૂક્યો અને સાહિત્યનો ઝોક ઉપદેશ, પીડિતોદ્ધાર અને પ્રાસંગિક વિષયો તરફ વળ્યો. આ અસર માત્ર સાહિત્યકારો પર જ નથી થઈ, આચાર ને વિચાર પર પણ થઈ છે. કાયદાથી ને સરકારી હુકમોથી પ્રજાના નાનામોટા આચારો નીતિમાન કરવા પ્રયત્નો થાય છે. ઇતિહાસમાં આવા અનુભવો નવા નથી. એક મહાપ્રતાપી વ્યક્તિના અનિવાર્ય પ્રભાવનું આ પરિણામ છે. સરસ સાહિત્યને અભાવે ગુજરાત બીજા પ્રાંતના સાહિત્યના અનુવાદ પર જીવતાં શીખ્યું છે એ ખેદની વાત છે. ક્યાં હાસ્યરસ – દવે પછી? ક્યાં છે નાટક ને કાવ્ય – મેઘાણી, ચંદ્રવદન, ઉમાશંકર આદિ પછી? ક્યાં થે નવા શૈલી-પ્રયોગ? ક્યાં છે નવલકથાનો નવો ફાલ? આપણે અનુભવીએ છીએ; અનુભવને સરસ બનાવી શબ્દોમાં મૂર્તિમાન કરી શકતા નથી – એ યુગપલટાની ત્વરિત ગતિનું પરિણામ છે.

18,450

edits

Navigation menu