26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મરશિયાની મોજ| }}") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|મરશિયાની મોજ| }} | {{Heading|મરશિયાની મોજ| }} | ||
{{Poem2Open}} | |||
નાગાજણ ગઢવીની ઘરવાળી કાંઈ મરશિયા ગાય છે! કાંઈ મીઠા મરશિયા ગાય છે! વજ્રની છાતીનેય વીંધી નાખે એવા એના વિલાપ! | |||
કોઈને મીઠે ગળે ધોળમંગળ ગાતાં આવડે, કોઈ વળી રાસડા લેવરાવતાં લેવરાવતાં આભ-ધરતીને ચકડોળે ચડાવે, કોઈ હાલરડાં ગાઈને નખ્ખેદમાં નખ્ખેદ છોકરાંનેય છાનાં રાખી ઊંઘાડી દે. પણ આ ચારણીને તો રોવાનો ઈલમ હાથ પડી ગયેલો. સાંભળનારને સાચેસાચ મરીને પોતાના નામને એના કંઠમાં ઉતરાવવાનું મન થાય. | |||
“નાગાજણ! નાગાજણ! તું ભાગ્યશાળી છો, હો! તારી અસ્ત્રી જે દી તારા નામના મરશિયા બોલશે, તે દી તો કાંઈ ખામી નહિ રહે. કાચાપોચાની છાતી તે દી ઝીલશે નહિ.” | |||
નાગાજણને વિચાર ઊપડ્યો : ‘સાચી વાત. હું મરીશ તે દી મરશિયા સહુ સાંભળશે, ફક્ત હું જ નહિ સાંભળું. એમ તે કાંઈ થાય? એવો હિલોળો માણ્યા વિના તે કાંઈ મરી જવાતું હશે?” | |||
“હું આજ ગામતરે જાઉં છું. આઠે જમણે આવીશ.” એમ કહી નાગાજણ ચાલી નીકળ્યો. દિવસ આથમવા ટાણે અંધારામાં પાછો આવીને ખોરડાની પછીતે સંતાઈને બેસી ગયો. માણસે આવીને ચારણીને સમાચાર દીધા : “બોન, તારાં કરમ ફૂટી ગયાં. સીમાડે નાગાજણને કાળો એરુ આભડ્યો. એના પ્રાણ નીકળી ગયા.” | |||
ધીમે ધીમે ચારણીના દિલમાં વિયોગનું દુ:ખ જેમ જેમ ઘૂંટાતું ગયું, તેમ તેમ એ મરશિયા ગાતી રોવા લાગી : | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<Center> | |||
'''ચડિયું ચાક બંબાળ, દશ્યું દાત્રાણાના ધણી,''' | |||
'''નાગાજણ, ગરનાર, ધુંખળિયો પાડાના ધણી.''' | |||
</Poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હે દાત્રાણા ગામના ચારણ, નાગાજણ, હે ચારણોના પાડા (કુળ)ના વડીલ, આજે તું મરતાં તો દિશાઓ જાણે ચક્કર ફરવા લાગી. જાણે ગિરનાર પર્વત ખળભળ્યો.] | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<Center> | |||
'''ગઢવી, ગળબથ્થે, નાગાજણ મળશે નહિ,''' | |||
'''રમતિયાળ રમે, દીપક ગોદાત્રાણા ધણી.''' | |||
</Poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હે નાગાજણ ગઢવી, ગળે બથો ભરવા માટે તું હવે ક્યાંથી મળવાનો? હે કુળના દીપક, પ્રીતિની રમતો રમીને તું તો ચાલ્યો ગયો.] | |||
{{Poem2Close}} |
edits