26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 67: | Line 67: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.] | [હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.] | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<Center> | |||
'''ભાંગ્યું ભાડ ચડે, વાણ વસિયાતું તણું,''' | |||
'''આઘો પંથ આવે, નાંગલ તૂટ્યું નાગાજણા!''' | |||
</Poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હે વહાલા નાગાજણ! તારું જીવતર તો અમારા જેવા પરદેશી વેપારીના વહાણ તુલ્ય હતું. આજ એ નાવ અર્ધે પંથે આવીને ખરાબે ચડીને ભાંગી ગયું. મારી નૌકાનાં દોરડાં છેદાઈ ગયાં. હવે હું ક્યાં નીકળીશ?] | |||
આંસુડે ઘૂમટો ભીંજાઈ ગયો, અને જેમ જેમ રાત જામતી ગઈ તેમ તેમ એનો કંઠ વધુ ગળતો ચાલ્યો. નાગાજણની છાતી ગજ ગજ ઉછાળા મારવા મંડી, ધરાઈ રહ્યો. તૃપ્ત થઈ ગયો. ઘર પછવાડેથી આવીને એણે ચારણીનો ઘૂમટો ખેંચ્યો. | |||
“લે, હવે બસ કર; બસ કર; તારી વા’લપનાં પારખાં થઈ ગયાં.” | |||
ચારણી ચોંકી. આ શું! મડું મસાણેથી પાછું આવ્યું? | |||
“ચારણ! જોગમાયાની આણ છે. બોલ, માનવી કે પ્રેત?” | |||
“માનવી. રૂંવાડુંયે ફર્યું નથી.’ | |||
“ચારણ, એરુ નથી આભડ્યો?” | |||
“ના, એ તો મરશિયા માણવાની મોજ.” | |||
“માણી લીધી?” | |||
“પેટ ભરી ભરીને.” | |||
ચારણીએ ભરથાર સામે પીઠ ફેરવી. ઘૂમટો વધુ નીચે ઉતાર્યો. ચારણે ચમકીને પૂછ્યું : “કેમ આમ?’ | |||
“ચાલ્યો જા, ગઢવી! તુંને મૂવો વાંછ્યો. તારું નામ દઈને હું તુંને રોઈ. હવે તું મારે મન મડું જ છો. મડાંનાં મોઢાં જોવાય નહિ. જા, જીવીએ ત્યાં લગી રામ રામ જાણજે.” | |||
“આ શું, ચારણી?” | |||
“ચારણીની ઠેકડી!” | |||
લોકવાણી ભાખે છે કે એ અબોલા અને અજોણાં જીવતરભર ટક્યાં હતાં. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits