પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી યશવંત પ્રાણશંકર શુક્લ|}} {{Poem2Open}} યશવંત શુક્લ એટલે વિવેચ...")
 
No edit summary
 
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
યશવંત શુક્લ એટલે વિવેચક, પત્રકાર, અનુવાદક. તેમનો જન્મ ૮ એપ્રિલ ૧૯૧૫ના રોજ ખેડા જિલ્લાના ઉમરેઠમાં થયો હતો. અંગ્રેજી ચાર ધોરણ સુધીનું શિક્ષણ ઉમરેઠમાં લીધું. ૧૯૩૨માં મૅટ્રિક થયા. મૅટ્રિકની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં ડિસ્ટિંક્શન સાથે પ્રથમ આવ્યા. એ નિમિત્તે ગુજરાત વિદ્યાસભાનું કાન્ત પારિતોષિક મળ્યું હતું. ૧૯૩૬માં બી.એ. થયા. બી.એ.માં તેમના વિષયો અર્થશાસ્ત્ર અને ઇતિહાસ હતા. ગુજરાતી અને અંગ્રેજી વિષયો રાખીને ૧૯૩૮માં એમ.એ. થયા. એમ.એ.નો અભ્યાસ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી કર્યો. એ સમય દરમિયાન સુપ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પરિચયમાં આવ્યા અને એ પરિચય ગાઢ બન્યો. યશવંત શુક્લના જીવનના વિકાસમાં તેમનો ખૂબ મહત્ત્વનો ફાળો હતો.
'''<center>બત્રીસમા અધિવેશનના પ્રમુખ</center>'''
'''<center>શ્રી યશવંત પ્રાણશંકર શુક્લ</center>'''
 
* યશવંત શુક્લ એટલે વિવેચક, પત્રકાર, અનુવાદક. તેમનો જન્મ ૮ એપ્રિલ ૧૯૧૫ના રોજ ખેડા જિલ્લાના ઉમરેઠમાં થયો હતો. અંગ્રેજી ચાર ધોરણ સુધીનું શિક્ષણ ઉમરેઠમાં લીધું. ૧૯૩૨માં મૅટ્રિક થયા. મૅટ્રિકની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયમાં ડિસ્ટિંક્શન સાથે પ્રથમ આવ્યા. એ નિમિત્તે ગુજરાત વિદ્યાસભાનું કાન્ત પારિતોષિક મળ્યું હતું. ૧૯૩૬માં બી.એ. થયા. બી.એ.માં તેમના વિષયો અર્થશાસ્ત્ર અને ઇતિહાસ હતા. ગુજરાતી અને અંગ્રેજી વિષયો રાખીને ૧૯૩૮માં એમ.એ. થયા. એમ.એ.નો અભ્યાસ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી કર્યો. એ સમય દરમિયાન સુપ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પરિચયમાં આવ્યા અને એ પરિચય ગાઢ બન્યો. યશવંત શુક્લના જીવનના વિકાસમાં તેમનો ખૂબ મહત્ત્વનો ફાળો હતો.
એમ.એ.ની પરીક્ષા પછી ગુજરાત સમાચાર તરફથી પ્રગટ થતું ‘પ્રજાબંધુ’માં ઉપતંત્રી તરીકે જોડાયા. પ્રજાબંધુમાં નવાં પ્રગટ થતાં પુસ્તકોની સમીક્ષા કરતા. ‘સંસારશાસ્ત્રી’ એ ઉપનામથી સંસારના-સમાજના પ્રશ્નોની ચર્ચા કરતી કૉલમ શરૂ કરેલી. ‘જનસત્તા’માં તેમની કૉલમ ‘સમયનાં વહેણ’ નામથી આવતી. આ કૉલમમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થતી. ‘સંદેશ’ દૈનિકમાં ‘સમયની સાથે’ એ નામથી કૉલમ લખતા હતા.

યશવંતભાઈનો સ્વભાવ ક્રાંતિકારી હતો. તેમના લોકશાહી વિશેના વિચારપ્રેરક લેખો ‘કેન્દ્ર અને પરિઘ’માં પ્રગટ થયા છે. ‘ઉપલબ્ધિ’માં સાહિત્યવિવેચનના લેખો છે. એમનું સાહિત્યવિવેચન ક્યારેય છીછરું બન્યું નથી. સાહિત્યપદાર્થ વિશેની તેમની સૂક્ષ્મ સમજ હતી. સાહિત્ય વિશે તેમનો એક ઊંચો આદર્શ હતો. સાહિત્યને પામવા માટે તેમનામાં ઊંચી સુરુચિ હતી. તેમણે સાહિત્યના અનેક પ્રકારોનાં વિવેચનોમાં પોતાની એક સમર્થ, રસજ્ઞ વિવેચક તરીકેની પ્રતીતિ કરાવી છે. ‘શબ્દાન્તરે’ (૧૯૮૪) તેમનો બીજો વિવેચનગ્રંથ છે. ‘ક્રાંતિકાર ગાંધીજી (૧૯૮૦)માં ગાંધીવિચાર વિશેની ઊંડી સમજ પ્રગટ થઈ છે.

Line 14: Line 17:
તેમને ૧૯૮૫માં નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૯૨માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

૧૯૯૯ની ૨૩મી ઑક્ટૉબરે તેમનું અવસાન થયું.
૧૯૯૯ની ૨૩મી ઑક્ટૉબરે તેમનું અવસાન થયું.
સાહિત્ય અને આધુનિક માનવસંદર્ભ
'''સાહિત્ય અને આધુનિક માનવસંદર્ભ'''
ગુજરાતી સાહિત્ય પરિષદના આ બત્રીસમા અધિવેશનના ઉદ્‌ઘાટક પૂ. વિષ્ણુભાઈ, સ્વાગતપ્રમુખશ્રી રણછોડદાસભાઈ પોપાવાળા, સ્વાગતસમિતિના અન્ય હોદ્દેદારો, મુ. ઉમાશંકરભાઈ, મુ. મનુભાઈ, ડેલિગેટ મિત્રો, આમંત્રિત સાહિત્યપ્રેમી સજ્જનો અને સન્નારીઓ.

આ નર્મદનગરી સૂરતમાં, અને તેમાં પણ કવિ નર્મદની દોઢસોમી જન્મજયંતી ગુજરાતભરમાં ઊજવાઈ રહી છે તે વર્ષમાં, ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૨મું અધિવેશન મળી રહ્યું છે એ કેવો સુભગ યોગ છે! યોગાનુયોગ સાહિત્ય પરિષદના આદ્યસ્થાપક અને ગુજરાતની સંસ્કારશ્રી સોળે કળાએ પાંગરે તે માટે ઉત્સાહપૂર્વક અને દૃષ્ટિપૂર્વક મથનારા સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતા જેઓ પણ સૂરતના જ સપૂત હતા. તેમની જન્મશતાબ્દી થોડા વખત ઉપર જ પરિષદે ઊજવી હતી. આ ‘વીર પૂર્વજો’ પરિષદપ્રવૃત્તિને આસમાનમાંથી આશિષ આપી રહ્યા છે એમ કલ્પવાનું ગમે છે. એમની પ્રેરક અને પાવન સ્મૃતિને આ મંગલ પ્રસંગે પ્રણમું છું.

Line 24: Line 27:
સૂરત સાથે વર્ષોથી મારે પ્રેમનો નાતો રહ્યો છે તેનો આ પ્રસંગે ઉલ્લેખ ન કરું તો નગુણો કહેવાઉં. અહીં. પૂ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, સ્વ. વિજયરાય વૈદ્ય, સ્વ. જ્યોતીન્દ્ર દવે, સ્વ. કાલિદાસભાઈ દેસાઈ અને સ્વ. વ્રજરાય મુકુંદરાય દેસાઈ પાસે લાગટ બે વર્ષ સુધી, જેનાં પ્રાંગણમાં આપણે મળી રહ્યા છીએ તે જ કૉલેજમાં, અનુસ્નાતક-શિક્ષણ પામ્યો. અનુસ્નાતક-શિક્ષણ માટે સૂરત જવાની પ્રેરણા મુ. અનંતરાય રાવળે મને વિદ્યાર્થીકાળમાં આપેલી. આ પછી પૂજ્ય વિષ્ણુભાઈ તો ક્યારેય મારા વિદ્યાગુરુ મટ્યા નથી. વિદ્યાભ્યાસ નિમિત્તે એમનો અઢળક પ્રેમ પામ્યો એ મારું પરમ સૌભાગ્ય છે. તેમનું વાત્સલ્ય, સમજણ અને ઊંડી વિદ્વત્તા, તેમનું પરામર્શન અને તેમની ગદ્ય અભિવ્યક્તિ એ સર્વ મારે માટે આદર્શરૂપ રહ્યાં છે. અહીં જ મારી વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ થયો. ગુજરાતભરમાં સુખ્યાત એવી દક્ષિણ ગુજરાતની વડલા સમી કેળવણીની સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સંચાલન હેઠળની અહીંની ટી. ઍન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષક તરીકે એક વર્ષ મેં ભણાવ્યું પણ હતું. સૂરતમાંથી જ મારું જાહેર લેખનકાર્ય ‘લોકવાણી’ સાપ્તાહિક નિમિત્તે શરૂ થયું. મારા આ બે વર્ષના સૂરતવાસ દરમ્યાન અનેકોની ચાહના મેળવી, મૈત્રીઓનાં બીજ રોપાયાં, તે તો અંગત લાભ થયો, પણ સૂરતવાસીઓના હેતાળ, વિનોદી, લહેરી સ્વભાવનો પણ પ્રત્યક્ષ પરિચય પામ્યો.

આ નગરને એનું પોતીકું વ્યક્તિત્વ છે તે તો અહીં પગ મૂકતાંની સાથે પરખાઈ જાય છે. પરંતુ તાપીથી વાપી સુધીનો આંખ ઠારે તેવો સુરમ્ય હરિયાળો ફળદ્રુપ પ્રદેશ, એનાં નદીનાળાં, એનો સાગરકાંઠો, એની પહાડીઓ અને એનો વન્ય પ્રદેશ દક્ષિણ ગુજરાતના ભાતીગળ વ્યક્તિત્વનું વિધાયક બળ હશે એમ સમજાય છે. અહીંના ઉદાર, સરળ, છલકાઈ-મલકાઈને સહજમાં ઘરોબો બાંધી દેતાં નરનારીઓ ઉપરથી પોચાં લાગે, પણ હાડે તેઓ કેવાં બહાદુર છે તેની તો બારડોલીની લડત દ્વારા ભારતને જ નહીં પણ આખી દુનિયાને જાણ થઈ હતી. સત્યાગ્રહીને છાજે તેવાં ટેક, ત્યાગ અને તિતિક્ષા દાખવનારી આ જિલ્લાની અભણ ખેડૂત પ્રજાએ આખી દુનિયાને દિંગ કરી મૂકી હતી અને Let us Bardolise India એ સૂત્ર સ્વરાજસંગ્રામમાં વહેતું થયું હતું. સ્વરાજની લડતોમાં જ નહીં પણ સ્વરાજની સંસ્થાઓ સ્થાપવામાં પણ દક્ષિણ ગુજરાતે મહત્ત્વનો ફાળો આપ્યો છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ, તેના સંસ્થાપક સ્વ. ચૂનીલાલ શાહે, સ્વ. ચૂનીલાલ ગાંધીએ અને સોસાયટીના કાર્યકરોએ આ વિસ્તારમાં વિદ્યાપ્રવૃત્તિ વિકસાવવા જે પુરુષાર્થ કર્યો છે તે તો બીજા વિસ્તારો માટે દૃષ્ટાન્તરૂપ થઈ પડે તેવો છે. હવે દક્ષિણ ગુજરાતને પોતાની યુનિવર્સિટી મળી છે. કૉલેજો સ્થપાઈ છે, વિશિષ્ટ વિદ્યાવિભાગો પણ શરૂ થયા છે અને હજી થશે. આ સંદર્ભમાં સૂરત સાહિત્ય પરિષદને પોતાને આંગણે નિમંત્રે એ એની સંસ્કારપ્રીતિનું જ એક વિશેષ આવિષ્કરણ છે.

[૨]
<center>[૨]</center>
સાહિત્ય પરિષદના પ્રમુખનું વ્યાખ્યાન ચાલી આવતી પ્રણાલી મુજબ પ્રમુખની સાહિત્ય વિશેની વિભાવનાનો કે શ્રદ્ધાનો આલેખ હોય છે અથવા તો સાહિત્યિક સિદ્ધિઓનું સરવૈયું હોય છે કે પછી સાહિત્યિક વિચારવલણોની આલોચના હોય છે. એ એક ઉપકારક પ્રણાલી છે એમાં શંકા જ નથી. તેમ છતાં જે સાહિત્યરસિકોએ આ પ્રકારના વ્યાખ્યાનની અપેક્ષા રાખી હોય તેમની ક્ષમા પ્રાર્થીને આપણા સૌના અસ્તિત્વને, આપણા નૈતિક ભાવોને અને આપણી ક્રિયાશીલતાને પડકારનારા યુગસંદર્ભ વિશે હું કંઈક કહેવા માગું છું. એટલે મારા વ્યાખ્યાનનો વિષય ‘સાહિત્ય અને આધુનિક માનવસંદર્ભે’ એવો મેં કલ્પ્યો છે. આશા છે કે આટલો પ્રણાલિકાભંગ આપ સૌ સહી જશો.

માનવ-અસ્તિત્વના સાતત્યનો પ્રશ્ન એવો તાકીદનો બન્યો છે કે એની સામે આંખ મીંચી દેવી એ સામૂહિક આત્મહત્યાનો જ એક પ્રકાર બની રહે. એ પ્રશ્નને ટીકીને જોવો અને એમાંથી પોતાનું કર્તવ્ય શોધી લેવું એ પ્રત્યેક કર્મક્ષેત્ર માટેનું યુગનું આહ્‌વાન છે. જેઓના હાથમાં જગતનાં શાસનસૂત્રો છે તેઓ ભુરાંટા બન્યા છે, પાગલ બન્યા છે, અને એકબીજાની સામે ઘુરકિયાં કરતા રહ્યા છે. આ જે ખૂન ખૂનની રમત ચાલી રહી છે તેમાંથી તેમને પાછા વાળવાની કોની ગુંજાયશ હશે વારુ? એવો કયો સહિયારો ભાવ વિશ્વની પ્રજાઓમાં જાગે જે તેમનું નિયમન કરી શકે? કેવી રીતે એ ભાવ જગાડાશે?

Line 33: Line 36:
આ વચનો ઉચ્ચારાયાંને એક પચ્ચીસી વીતી ગઈ છે. એમ કહીએ કે કામ્યુએ જેને સંબોધી હતી તે પેઢી પછીની પેઢીએ દેખા દીધી છે અને ઘડિયાળના કાંટા શૂન્ય તરફ ભારે વેગથી ધસી રહ્યા છે ત્યારે પરિસ્થિતિમાં કશો તાત્ત્વિક ફેર પડ્યો હોવાનું અનુભવાતું નથી. ‘મિથ ઑફ સિસિફસ’માં ‘ઍબ્સર્ડ’ની વિભાવના ઉદ્‌ઘોષિત કરનાર કામ્યુ અસ્તિત્વ વિશે વિરક્ત નથી. જગત અને જીવન માટે, સત્ય અને સ્વાતંત્ર્ય માટે, હમણાં જ ટાંકેલા તેના અવતરણમાં તેની કેટલી બધી કાળજી પ્રગટ થઈ છે?

આપણા કવિ ઉમાશંકર જોશીએ તેમના કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’માંના ચોથા પદમાં – ઘટકમાં – ‘સ્વપ્નોને સળગવું હોય તો’ એ શીર્ષકે આધુનિક સંદર્ભનું કેવું ભીષણ ચિત્ર આલેખ્યું છે!

{{Poem2Close}}
<poem>
સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે.
સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે.
બજારના કોલાહલનાં કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો

Line 45: Line 50:
સર્વગ્રાહી બજારમૂલ્યોનું ડાકલું બજી રહે; સુજનતાની સેર

પ્રેમની સરવાણી સણસણી રહે દ્વેષજ્વાલાઓ વચ્ચે.

</poem>
{{Poem2Open}}
આપણે અહીં મળી રહ્યા છીએ ત્યારે વિશ્વમાં શું ચાલી રહ્યું છે? નિઃશસ્ત્રીકરણની વાટાઘાટોની પડછે રશિયા-અમેરિકાનાં રિસામણાં અને બાકીનાંની ચિંતા. અણુશસ્ત્રોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવાની વાતો તો હિરોશીમા નાગાસાકી ઉપર આજના બૉમ્બના મુકાબલે ઘણો કાચો એવો અણુબૉમ્બ ઝિંકાયો અને દુનિયાએ પ્રચંડ આંચકો અનુભવ્યો તે દિવસથી સાંભળી રહ્યા છીએ. શાંતિ માટેની વાટાઘાટો પણ વિવિધ સ્તરે ચાલતી જ રહી છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયાને પણ ચાળીસ વર્ષ થવા આવ્યાં છે અને હવે ત્રીજાના ભણકારા વાગ્યા કરે છે. વિશ્વના સર્વોચ્ચ વિજ્ઞાનીઓની ચેતવણી છતાં અણુશસ્ત્રો વિકસાવવાની હોડ મચી રહી છે. ૧૯૮૦માં વિશ્વનું લશ્કરી ખર્ચ પચાસ હજાર અબજ ડૉલર એટલે કે પાંચ લાખ અબજ રૂપિયા થયું હોવાનો અંદાજ મુકાયો છે. એટલે કે વિશ્વનું માથાદીઠ વાર્ષિક લશ્કરી ખર્ચ એક લાખ રૂપિયાનું આવે છે! ભારતનાં પચાસેક માણસોની એ સરાસરી કુલ વાર્ષિક આવક થઈ. ઉત્તરનાં સમૃદ્ધ રાષ્ટ્રો દક્ષિણનાં ગરીબ રાષ્ટ્રોને ગરીબ રાખીને જ આ વૈભવ નભાવી શકે ને? વિશ્વ બૅંકનું કહેવું છે કે જગતની ચાર અબજની વસ્તીમાંથી ૮૦ કરોડ લોકો કંગાલિયતની નીચામાં નીચી હદે જીવી રહ્યાં છે અને ૭૦ કરોડ અર્ધભૂખ્યાં છે. દુનિયાની ત્રીજા ભાગની માનવવસ્તી પશુની જેમ જીવન ગુજારે છે – કદાચ તેથીયે બદતર. આમાં વિશ્વબૅંકના અંદાજ પ્રમાણે ૫૫ કરોડ લોકો અભણ છે અને ૧૨૫ કરોડ લોકોને આરોગ્ય અને સુખાકારીનું તો સ્વપ્નુંયે નથી. તેમને પીવા માટે ચોખ્ખું પાણી સુધ્ધાં મળતું નથી. વિશ્વબૅંકે આંક્યું છે તે ચિત્ર કદાચ આછુંઅધૂરું હોવાનો સંભવ છે. પણ અધિકૃત માહિતી તરીકે એને સ્વીકારી લઈએ તોપણ કેવી ભીષણ પરિસ્થિતિમાં માણસ જીવી રહ્યો છે તેનો ખ્યાલ આવશે. આ છે આપણો આજનો માનવસંદર્ભ. જે બદલવાનો છે તે આ જ છે સંદર્ભ.

એ નહીં બદલાય ત્યાં સુધી આપણે જ્વાળામુખીના શિખરે બેઠેલાં છીએ. ત્રીજું વિશ્વયુદ્ધ થતું નથી એનું કારણ એ છે કે એમાં કોઈ જીતવાનું નથી, કોઈ ઊગરવાનું નથી. સ્વ. આચાર્ય વિનોબાજીએ કહ્યું હતું તેમ ભય વડે ભયનો છેદ એટલે શાંતિ. પણ એ યુદ્ધરહિતતા છે, ભાવાત્મક શાંતિ નથી. ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો અહંકાર – અહમહમિકા અને પરસ્પર વિશેની અશ્રદ્ધા અને ભયને લીધે થશે. સંદર્ભ બદલવા માટેનો હલ્લો અહંકાર, અશ્રદ્ધા અને ભયવૃત્તિ ઉપર લઈ જવાનો છે. અને એ જ તો કપરું કામ છે ને?

Line 72: Line 79:
પહેલા વિશ્વયુદ્ધ પછી જે આંદોલનો પરિસ્ફુટ થયાં તે પૈકી બે આંદોલનોનો અહીં દૃષ્ટાંત રૂપે ઉલ્લેખ કર્યો છે. બીજા વિશ્વયુદ્ધના પ્રત્યાઘાતમાંથી ‘ઍબ્સર્ડ’ની વિભાવના પ્રગટી. ‘ઍબ્સર્ડ’ વિશેષણ વિશ્વની સમગ્રતાને ઉપલક્ષે છે. તેની અંદરની કોઈ વિગતને નહીં. કલા પરત્વે એ ટૅક્‌નિક છે, સ્વયં અર્થહીન કે નિઃસાર નથી. એનાં ઇંગિતો ઇહલોકની સમગ્રતામાં અનુસ્યૂત વ્યર્થતાને પ્રગટ કરે છે. કોઈ પારલૌકિક જ્ઞાન કે સર્જનહેતુનો તાગ લેવાની બુદ્ધિની ક્ષમતા વિશે એને શ્રદ્ધા નથી. જે કરુણ છે તેનું વૈચિત્ર્ય અથવા વિષમતા પ્રગટ કરીને તે હાસ્ય પેદા કરે છે પણ તેના ગર્ભમાં વાસ્તવિક માનવપરિસ્થિતિ વિશેનો તીવ્ર વિષાદ છે.

નવજાગૃતિ પછી પશ્ચિમમાં વિજ્ઞાને અને યંત્રવિજ્ઞાને થોડાક દસકાઓમાં જે હરણફાળ ભરી છે તે જોતાં માનવીને આ ધરાતલ ઉપર લાંબો સમય જીવવાની હૈયાધારણ મળે તો એ ક્યાંનો ક્યાં પહોંચી જાય. પૃથ્વી ઉપર વસી રહેલી માનવજાત માટે પસંદગીની ઘડી આવી છે.

બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.
તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.
</poem>
{{Poem2Open}}
એ તો રાઈને માટે નીતિ અને અનીતિ વચ્ચેની પસંદગીનો પ્રશ્ન હતો. પણ આજે તો માણસજાત માટે જીવન અને મૃત્યુની પસંદગીનો, અકલ્પ્ય વિકાસ અને તાત્કાલિક વિનાશ વચ્ચેની પસંદગીનો પ્રશ્ન આવીને ઊભો છે. પણ પસંદગી દુનિયાની માનવપ્રજાઓ કરતી નથી, તેમના વતી તેમનો નેતાવર્ગ, તેમનો શાસકવર્ગ કરે છે. એ શાસકવર્ગના નિર્ણયોને ચૂપ રહેનારી માનવવસ્તીનું અનુમોદન છે? કોણ કહી શકે? પણ જગતના અણુશસ્ત્રોના ખડકલા વિશે હું ચિંતિત હોઉં તે જ ઘડીએ મારો દેશ અણુશાસ્ત્રો વિકસાવે તેથી હરખાઉં એ કેવો વિરોધાભાસ? દેશના મટીને વિશ્વના બનીએ ત્યારે જ આ વિરોધાભાસ પ્રતીત થાય.

શબ્દની કલાના ઉપાસકોને ભૌગોલિક સંદર્ભ તો હોય જ પણ રાજકીય સીમાડા હોવા ઘટતા નથી. કલાકાર પ્રકૃતિથી જ વિશ્વનાગરિક હોય એ યુગસંદર્ભની અપેક્ષા છે. આજે સાર્વત્રિક વિનાશ અને અનંત શક્યતાઓથી ભર્યો ભર્યો વિકાસ એ બે વચ્ચે માણસે પસંદગી કરવાની છે. જો એ શુભની પસંદગી કરે એટલે કે જીવનરક્ષાની પસંદગી કરે તો જીવનરક્ષા સ્વયં વિકાસની નિર્માતા છે. શુભ અર્થાત્ ઇષ્ટ એટલે જ જીવનના સાતત્યને પોષક વિચાર અને વ્યવહાર. જે જીવનના સાતત્યનું વિરોધી છે તે જ અશુભ છે, અનૈતિક છે, અધર્મ્ય છે. ધર્મ જો ધારણ કરતા તત્ત્વ હોય તો એ શેનું ધારણ કરે છે? એ જીવનનું ધારણ કરે છે. સ્વ. મશરૂવાળાના શબ્દો પ્રયોજીને કહ્યું કે જે જીવનનું ધોરણ, પોષણ અને સત્ત્વસંશોધન કરે તે જ ધર્મ છે. આ મંદિરમસ્જિદનો કે માતામહાદેવનો કે ટીલાંટપકાંનો ધર્મ નથી. એ જીવનના શ્રેયનો આગ્રહી ધર્મ છે, એ માનવમાત્રને પોતાની પાંખમાં આવરી લેનારી વૈશ્વ મનોદશા છે. એ કોઈનો દ્વેષ નહીં કરનારો આચાર છે. ખંડને છોડી અખંડની ઉપાસનાની, વસ્તુને અખિલાઈના પરિપ્રેક્ષ્યમાં મૂકીને સમજવાની મનઃસ્થિતિ એ જ સાચી આધ્યાત્મિકતા છે.

Line 83: Line 94:
ગુજરાતી સાહિત્યમાં પણ માનવવેદના અને વ્યાકુળતાના પ્રતિધ્વનિ સંભળાયા છે. ઉમાશંકર, નિરંજન ભગત, ઉશનસ્, સુરેશ જોશી, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, લાભશંકર, સિતાંશુ આદિ સર્જકોએ સમકાલીન વિશ્વની વેદનાઓને પોતપોતાની રીતે વાચા આપવાનું કર્તવ્ય બજાવ્યું છે. પણ હજી એ સ્વર બુલંદ બન્યો નથી. દરમિયાન યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો છે એ ઉમાશંકરની કવિવાણીનું સત્ય સ્વીકારવું રહે છે. સજ્જનો અકિંચિત્કર ન રહે એવું કશુંક કરવાનું છે.

માણસ ગમે ત્યાં વસતો હોય, ગમે તે ભાષા બોલતો હોય, એ પ્રેમની મૂંગી ભાષા સમજે છે. એટનબરોની ‘ગાંધી’ ફિલ્મને દુનિયામાં જગોજગ જે પ્રચંડ આવકાર મળ્યો તે એ જ સૂચવે છે. પ્રેમની ભૂમિકાએ વિજ્ઞાન, ધર્મ અને કવિતાનો સંગમ થાય તો શબ્દ નવા ચમત્કારો સર્જશે. ભાષાની શોધ એ મનુષ્યની સૂક્ષ્મતમ શોધ છે. પોતાના અંતરતમને પ્રગટ કરવાની મથામણમાં મનુષ્યે આજ સુધી ભાષાને વિકસાવવાનો ઉદ્યમ કર્યો છે અને તોયે આજના સંદર્ભમાં ભાષા ઓછી પડે છે. ભાષાની કટોકટી સરજાઈ છે એમ અગાઉ કહેવાઈ ગયું છે. તેમ છતાં શબ્દ પોતાના માન્ય સામાજિક અર્થની ઉપરવટ થઈને માનવની હયાતીની – શુભની – અભિલાષાની મૂર્ત સંજ્ઞા બનવાની ક્ષમતા ધરાવે છે. ભાષા સાથે જેનું પનારું પડ્યું છે તેણે શબ્દની આ ક્ષમતા માનવઅસ્તિત્વના સાતત્યના હિતમાં વિકસાવવાની ઘડી આવી છે. આ મંગલ ભાવિની દિશામાં પગલાં માંડવાનું સામર્થ્ય જગતભરના સાહિત્યસર્જકોને પ્રાપ્ત થાઓ એવું પ્રાર્થીએ.

[૩]
<center>[૩]</center>
આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ પોણોસો વર્ષની મજલ કાપી ચૂકેલી, રણજિતરામે ઉછેરેલી અને ગોવર્ધનરામ, આનંદશંકર, ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર આદિના આશીર્વાદ પામેલી સંસ્કારસંસ્થા છે. ઠીક લાંબા સમય સુધી અન્ય કલાઓ અને સાંસ્કૃતિક વિષયોની પણ એ વ્યાસપીઠ હતી. આજે સૌ સૌને પોતપોતાની અલાયદી વિકાસભોંય મળી ચૂકી છે ત્યારે પણ એ સર્વની સાથેનો તેનો આંતરસંબંધ ચાલુ જ રહ્યો છે.

પરિષદના છેક આરંભકાળથી ગુજરાતી ભાષા અને સાહિત્યને વિકસાવવા માટેનાં ઓજારો તરીકે છંદઃશાસ્ત્ર, કોશ અને વ્યાકરણની જરૂરિયાત પરિષદના સૂત્રધારોએ પ્રમાણી હતી. ગુજરાત ગર્વ લઈ શકે એવો છંદઃશાસ્ત્રનો આકરગ્રંથ હવે રા.વિ. પાઠકના ‘બૃહદ્ પિંગળ’ રૂપે પ્રાપ્ત થયો છે. પરિષદ દ્વારા સાહિત્યકોશનું કામ પણ સંતોષકારક રીતે ચાલી રહ્યું છે. પરિષદની ગ્રંથપ્રકાશનપ્રવૃત્તિ, પરિસંવાદો, જયંતીની ઉજવણીઓ, સંગીતનાટ્ય આદિ કલાઓ સાથે મેળ પાડીને યોજાતા રહેલા એના સાંસ્કૃતિક કાર્યક્રમો એ સર્વમાં એ વેગભેર ગતિ કરી રહેલી છે. અને હવે તુલનાત્મક સાહિત્યના અધ્યયન-સંશોધનની પીઠિકા પણ ક. લા. સ્વાધ્યાય મંદિર રૂપે મળી છે. એનું ગ્રંથાલય વિકસી રહ્યું છે. મેઘાણી પ્રાંગણ થોડાક સમયમાં રચાઈ રહેવાની આશા આપે છે. સ્વ. મડિયા જેને સરનામા વિનાની સંસ્થા કહેતા તેને પોતાનું સુસજ્જ ભવન પણ પ્રાપ્ત છે. જેની સાથે ગોવર્ધનરામ ત્રિપાઠીનું પ્રાતઃસ્મરણીય નામ જોડાયેલું છે. એને રા. વિ. પાઠક સભાગૃહનો પણ લાભ મળ્યો છે. અનેક ઉદાર દાનવીરોએ તેમજ ગુજરાત રાજ્ય સરકારે પરિષદને પોતાની ગણીને તેને વિવિધ હેતુઓ અને પ્રવૃત્તિઓ માટે દાન અને અનુદાન આપ્યાં છે. અને તોયે કોશ, વ્યાકરણ, જ્ઞાનકોશ જેવાં મહત્ત્વનાં સાધનોની પ્રજાને ભેટ ધરવાની બાકી છે.

Line 93: Line 104:
છેવટે, સૂરતમાં પરિષદને નિમંત્રીને ભાવભર્યું સુંદર આતિથ્ય કરવા માટે હું સ્વાગતસમિતિના સર્વ હોદ્દેદારોનો, કાર્યકરોનો અને સ્વયંસેવકોનો સર્વ ડેલીગેટો વતી હૃદયપૂર્વક આભાર માનું છું.

<br>
{{HeaderNav2
|previous = ૩૧
|next = ૩૩
}}
18,450

edits

Navigation menu