પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી કે. કા. શાસ્ત્રી|}} {{Poem2Open}} કે. કા. શાસ્ત્રીનો જન્મ ૨૮ જુલા...")
 
No edit summary
 
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
કે. કા. શાસ્ત્રીનો જન્મ ૨૮ જુલાઈ, ૧૯૦૫ના રોજ માંગરોળમાં થયો હતો. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. શાળાનું મૅટ્રિક સુધીનું શિક્ષણ અને પિતા કાશીરામ શાસ્ત્રી પાસેથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું શિક્ષણ લીધું. એમના પિતાશ્રી સંસ્કૃતની પાઠશાળા ચલાવતા હતા. પાઠશાળામાં તેઓ ખંડસમય માટે અધ્યાપન કરાવવા જતા. કોરોનેશન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અગિયાર વર્ષ કામ કર્યું. તેમને સંશોધનમાં ઊંડો રસ. તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનનું મહત્ત્વનું કામ કર્યું છે. ૧૯૩૬થી અમદાવાદમાં સ્થિર વસવાટ કર્યો. તેમણે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકના તંત્રી ખાતામાં સેવા આપેલી. ગુજરાત વિદ્યાસભામાં સંશોધક તરીકે દાખલ થયેલા. અનુસ્નાતક કક્ષાએ અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણાવતા. મુંબઈ યુનિવર્સિટીમાં તેમને એમ.એ.ના વર્ગો લેવાની માન્યતા ૧૯૪૪થી મળેલી.
<center>'''તેત્રીસમા અધિવેશનના પ્રમુખ'''</center>
<center>'''શ્રી કે. કા. શાસ્ત્રી'''</center>
 
* કે. કા. શાસ્ત્રીનો જન્મ ૨૮ જુલાઈ, ૧૯૦૫ના રોજ માંગરોળમાં થયો હતો. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. શાળાનું મૅટ્રિક સુધીનું શિક્ષણ અને પિતા કાશીરામ શાસ્ત્રી પાસેથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય અને વેદાંતનું શિક્ષણ લીધું. એમના પિતાશ્રી સંસ્કૃતની પાઠશાળા ચલાવતા હતા. પાઠશાળામાં તેઓ ખંડસમય માટે અધ્યાપન કરાવવા જતા. કોરોનેશન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે અગિયાર વર્ષ કામ કર્યું. તેમને સંશોધનમાં ઊંડો રસ. તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનનું મહત્ત્વનું કામ કર્યું છે. ૧૯૩૬થી અમદાવાદમાં સ્થિર વસવાટ કર્યો. તેમણે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકના તંત્રી ખાતામાં સેવા આપેલી. ગુજરાત વિદ્યાસભામાં સંશોધક તરીકે દાખલ થયેલા. અનુસ્નાતક કક્ષાએ અપભ્રંશ અને જૂની ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણાવતા. મુંબઈ યુનિવર્સિટીમાં તેમને એમ.એ.ના વર્ગો લેવાની માન્યતા ૧૯૪૪થી મળેલી.
ગુજરાતી વ્યાકરણ, ભાષાશાસ્ત્ર અને કોશના ક્ષેત્રે તેમનું મહત્ત્વનું પ્રદાન છે. ‘ગુજરાતી ક્રમિક વ્યાકરણ’, ‘ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર’, ‘ગુજરાતી પારંપરિક વ્યાકરણ’, ‘ગુજરાતી માન્યભાષાનું લઘુવ્યાકરણ’ – તેમનાં ગુજરાતી વ્યાકરણોનાં પુસ્તકો છે. ‘સંસ્કૃત ભાષા’, ‘વાગ્વિકાસ’, ‘ગુજરાતી ભાષાનો વિકાસ અને અર્વાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ’, ‘ભાષાશાસ્ત્ર અને ગુજરાતી ભાષા’, ‘ભાષા અને ગુજરાતી ભાષા’ – એમનાં ભાષાશાસ્ત્રનાં ખેડાણનાં પુસ્તકો છે. ‘ગુજરાતી અનુપ્રાસકોશ’, ‘પાયાનો ગુજરાતી કોશ’, ‘લઘુ જોડણીકોશ’, ‘ગુજરાતી લઘુકોશ’, ‘અમરકોશ’, ‘બૃહદ ગુજરાતી કોશ’ (ભાગ-૧-૨), ‘દસ ભાષાનો વનૌષધિકોશ’ – તેમના કોશ ક્ષેત્રનાં પુસ્તકો છે.

કે. કા. શાસ્ત્રીએ બીજું જે મહત્ત્વનું કાર્ય કર્યું તે સંક્ષિપ્ત કરવાનું. તેમણે મહાભારતના ‘ભારતસંહિતા’ જે ૨૪,૦૦૦ શ્લોકોની રચના છે તેમાંથી ૮,૮૦૦ શ્લોકો અલગ તારવીને ‘જયસંહિતા’ નામ આપ્યું. ‘ગીતા શતશ્લોકી’ અને ‘હરિવંશ’નો પણ સંક્ષેપ કરી આપ્યો છે.

Line 12: Line 15:
કે. કા. શાસ્ત્રીના ૨૫૦થી વધુ ગ્રંથો છપાયા છે. તેમના છપાયેલા લેખોની સંખ્યા હજારથી પણ વધુ છે અને સંશોધનના લેખોની સંખ્યા ત્રણસોથી અધિક છે.

૧૯૮૩માં પુણેમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૩મું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ તેના પ્રમુખ હતા. તેમનું અવસાન ૯ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ અમદાવાદમાં થયું હતું.

વક્તવ્ય
'''વક્તવ્ય'''
मङ्‌गलम्
मङ्‌गलम्
स्मृतापि तरुणातपं करुणया हरन्ती नृणा-
स्मृतापि तरुणातपं करुणया हरन्ती नृणा-
Line 40: Line 43:
૯. ઉપસંહાર
૯. ઉપસંહાર
અનેક વિષયોનો હું વિદ્યાર્થી છું, આમ છતાં મારો પ્રિય વિષય તો ભાષા અને વ્યાકરણ છે અને એમાં પણ ઇતિહાસ પણ મારો ગમતો વિષય હોઈ હું ભાષાના ઐતિહાસિક વિકાસનો ચાહક છું, એટલે જ પહેલો મુદ્દો મેં તદ્વિષયક રાખ્યો છે.

૧. આર્યભાષા અને બોલનારી પ્રજા
'''૧. આર્યભાષા અને બોલનારી પ્રજા'''
ભારતવર્ષે ગઈ પેઢીના ત્રણ મહાપંડિતો – યુનિવર્સિટીની કેળવણી પામેલા અને સંસ્કૃતભાષાના પ્રકાંડ પંડિતો આપ્યા તે સ્વ. ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર મહારાષ્ટ્રના, સ્વ. ડૉ. ગંગાનાથ ઝા ઉત્તરપ્રદેશના અને કે. વા. ડૉ. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ગુજરાતના. આ ત્રણમાંના ડૉ. ગંગાનાથ ઝાએ સ્વ. ડૉ. રામકૃષ્ણ ગો. ભાંડારકરના સ્મૃતિગ્રંથ ‘આચાર્ય પુષ્પાંજલિ’ (૧૯૪૦)માં રજૂ થયેલા પહેલા, માત્ર દોઢ પાનાના, લેખમાં ટકોર કરી છે કે “આપણા બચપણમાંથી આપણને શીખવવામાં આવ્યું છે કે માનવોનું ઉચ્ચ સંસ્કૃતિના શિખર ઉપર પહોંચેલું કુલ – કદાચ એ કારણે ‘आर्य’ (ખાનદાન, સંસ્કારી) સંજ્ઞા પામેલું – ક્યાંય દૂર દૂરની મધ્ય એશિયાની ભૂમિમાંથી વાયવ્ય સરહદના ઘાટોમાં થઈને ભારતવર્ષમાં આવ્યું.” આ વિચાર આપણા મનમાં જળોની જેમ ચોંટી ગયો છે અને આપણા ઉચ્ચ કોટિના શિક્ષિત લોકોને છોડી દેવાની ના પાડે છે. મને હંમેશાં લાગ્યા કર્યું છે કે જે આપણી આ ભૂમિને – ભારતવર્ષને કહેવાતા ‘ખાનદાન’ કુલનું માતૃસ્થાન બનવાને માટે પોતાને અપાત્ર બનાવે છે.” (પૃ. ૧) આ લેખને અંતે ડૉ. ઝાએ ગંગા અને જમનાના દોઆબના પ્રદેશને એ પ્રાચીન પ્રજાના મૂલસ્થાન તરીકે બતાવવાનો નાનો પણ અનાગ્રહી પ્રયત્ન કર્યો છે.

પ્રજાઓનાં ઉત્થાન કઈ દિશામાં થયાં એ વિશે ૧૮મી સદીના ઉત્તરાર્ધથી યુરોપમાં વિચાર શરૂ થઈ ચૂક્યો હતો. આઇઝેક ટેઇલર નામના એક વિદ્વાને પોતાની ‘ધી ઓરિજિન ઑફ ધી આર્યન્સ’ (લંડન. ૧૮૯૮, પૃ. ૯) એ ગ્રંથમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રના જનક મનાતા, ૧૮૦૬માં અવસાન પામેલા, જર્મન વિદ્વાન એડેલુંગનો અભિપ્રાય નોંધતાં જણાવ્યું છે કે,

Line 71: Line 74:
પૃથ્વીના પટ પર બીજાં ભાષાકુળ અસ્તિત્વમાં આવ્યાં તે પહેલાં आर्यभाषा એના પ્રત્યયાત્મિક સ્વરૂપમાં ૨૫૦૦૦ વર્ષથી પણ જૂના સમયમાં હિમાલયના વાયવ્ય પ્રદેશમાં હતી એવું માનવા આ સમીકરણ કહી જાય છે. યુરોપીય વિદ્વાનો ભારતવર્ષમાં આવ્યા તે પૂર્વગ્રહને લઈને આવ્યા હતા. એમની સામે તો બાઇબલમાં ઈ. પૂ. ૪૦૦૪માં પૃથ્વીની ઉત્પત્તિ થઈ એ ગ્રહ હતો એટલે જે કાંઈ હતું તે એ સમય પછીનું. એનાથી ઊલટું, અમેરિકામાં જે યુરોપિયનો ગયા તેઓ ચોક્કસ પ્રકારના પૂર્વગ્રહ વિનાના હતા અને અમેરિકાના જૂના વસાહતી ‘મૉંગલૉઇડ’ લોકોનો અભ્યાસ અશ્મીભૂત અવશેષોને આધારે કરતા રહ્યા એને કારણે ૨૫,૦૦૦થી ૪૦,૦૦૦ વર્ષોના અંતરાલમાં એ વસાહતીઓ અલાસ્કામાં આવ્યા એમ ઉદારતાથી કહી ગયા.

ભારતવર્ષના વાયવ્ય પ્રદેશમાં વૈદિક પ્રજાનો વાસ ૨૫,૦૦૦થી પણ પહેલાંનો હતો. એ आर्य સંસ્કારી પ્રજા હતી અને એટલા જૂના સમયમાં ગૌરાંગ, પીતાંગ અને શ્યામાંગ ત્રણે પ્રજા-જાતિ-કુળ એકબીજાના સંક્રમણમાં આવી ચૂક્યાં હતાં, જેમની ભાષા आर्य હતી, જે ભાષા વધુ જૂના સમયમાં દ્રુહ્યુઓ પશ્ચિમના પ્રદેશોમાં ગોપાલકો તરીકે આગળ વધ્યે ફેલાઈ ગઈ. લિથુઆનિયામાં જઈને ઠરેલો એક ફાંટો ત્યાં સ્થિર થયો અને બહારનાં આક્રમણ ન આવ્યાં એને કારણે વૈદિકી ભાષાને ત્યાંની ભાષા વધુ નજીક રહી એ સૂચન છે.

૨. આર્યભાષા અને એનો વંશવિસ્તાર
'''૨. આર્યભાષા અને એનો વંશવિસ્તાર'''
आर्यभाषाનું ઉદ્‌ગમસ્થાન ક્યાં હતું અને એને કઈ પ્રજાએ વિકાસ આપ્યો એનું વિવરણ આ પૂર્વે હું કરી ચૂક્યો છું. इन्दो-युरोपियन કે इन्दो-जर्मनिक સ્થાને आर्य જેવી સંજ્ઞાનો સમાદર કરવાનો મૅક્સમ્યૂલરનો પ્રયત્ન હતો એ પણ આ પૂર્વે મેં કહ્યું છે. आर्यभाषा ભારતવર્ષમાં (તદ્દન દક્ષિણના કર્ણાટક તુળુ મળયાલમ તામિળ અને આંધ્રપ્રદેશોના તથા મુન્ડા અને મોનખ્મેરના અપવાદે) પ્રચારમાં હતી. આ आर्यभाषा બોલનારા ગૌરાંગ ચંદ્રવંશી દ્રુહ્યુઓ પશ્ચિમના પ્રદેશોમાં પોતાની ભાષાને લઈ ગયા ત્યાં સર્વત્ર એણે પ્રબળ વર્ચસ સ્થાપ્યું અને આપણે જાણીએ છીએ કે યુરોપના મોટા ભાગમાં (તુર્કસ્તાનના અપવાદે) અને જીવતી અને નાશ પામેલી ભાષાઓ आर्यकुलની છે અને હતી.

વીસમી સદીના ૧લા દસકાના અંતભાગમાં એશિયા-માઇનોરમાંના અંકારાથી પૂર્વમાં આશરે ૧૩૬ કિ.મી.ના અંતરે આવેલા બોઘાઝકૂએઈમાં થયેલા ઉત્ખનનમાં સુમેરિયન અને એકાડિયન કીલકલિપિ (ક્યુનિફોર્મ લિપિ)માં હજારો નાની નાની તક્તીઓના અભિલેખ મળી આવ્યા, જેના વાચનના પરિણામે હિત્તાઇત્ત સત્તાધીશોના એ લેખ હોવાનું જાણવામાં આવ્યું. ઈ. પૂ. ૧૫મી – ૧૪મી સદીઓમાં હિત્તાઇત્ત સામ્રાજ્ય અ પ્રદેશમાં હોવાનું પકડાયું. આ સામ્રાજ્યની ભાષાનું જે સ્વરૂપ જોવામાં આવ્યું તે અત્યાર સુધી મળેલા इन्दो-युरोपियन કિંવા आर्यभाषाનું જૂનામાં જૂનું રૂપ હોવાનું કહેવાયું. જે કાંઈ પાર્થક્ય જણાયું તેને કારણે સ્તુર્તેવાં જેવા વિદ્વાને તો તેને इन्दो-हित्ताहित्त – ભારત-હિત્તી એવા સંજ્ઞા પણ નિર્દેશી. ગમે તે હો, इन्दो-युरोपियनના शतम् અને केन्तुम् એવા બે વિભાગ પશ્ચિમ યુરોપ અને પૂર્વ યુરોપને ઉદ્દેશી પૃથક્ પડાયા તેમાં शतम् – વિભાગના પશ્ચિમ પ્રદેશમાં હિત્તી પ્રદેશ હોવા છતાં એમાં લક્ષણ केन्तुम् – વિભાગનાં જોવા મળ્યાં. અહીં એના ઊંડાણમાં જવાની જરૂર નથી; માત્ર એટલું જ કે યુરોપની ભૂમિ ઉપર आर्यभाषाનો વધુ એક જૂનો નમૂનો હિત્તી પ્રદેશમાં હતો. મોડેથી તોખારિયન ભાષા વિકસતી તેનો સંબંધ આ भारत-हित्ती સાથે હોવાનું જાણવામાં આવ્યું.

Line 86: Line 89:
‘સંસ્કૃતનો દ્વેષ કરનારા લાટવાસીઓને સુંદર પ્રાકૃત ભાષા સાંભળવી પસંદ છે. જ્યારે ગુર્જરો તો એવા છે કે જેઓ માત્ર પોતાનો જ અપભ્રંશ પ્રયોજી સંતોષ પામે છે, બીજા કોઈ અપભ્રંશમાંથી નહિ.’ (सरस्वतीकण्ठाभरण, નિર્ણયસાગર પ્રેસ, ૨-૧૩)

આ ટકોર ઉત્તર ગુજરાતના ચૌલુક્યોને ઉદ્દેશીને જ છે. તેથી જ તો પછીથી સિદ્ધરાજે ભોજને નામે રચાયેલા સંસ્કૃત ગ્રંથોની હરીફાઈમાં આચાર્ય હેમચંદ્ર પાસે સંસ્કૃત ભાષાની એકથી વધુ શાખાઓના ગ્રંથોનું સર્જન કરાવ્યું.

૩. ગુજરાતી ભાષાનો ઉદ્‌ગમ
'''૩. ગુજરાતી ભાષાનો ઉદ્‌ગમ'''
ચૌલુક્ય કાળમાં ગુજરાતે સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં પણ અનેકસંખ્ય અનેકવિધ ગ્રંથ મેળવ્યા એ સમયથી ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભૂમિકા’માં અનેક નાનીમોટી પદરચનાઓ અને થોડી થોડી ગદ્યરચનાઓ પણ વાસ્તવમાં આવી. લગભગ અઢારસોથી ત્રણસો વર્ષના ગાળામાં રચાયેલી કૃતિઓમાં રાસપ્રકારનાં કાવ્યોનું બાહુલ્ય હોવાથી એ સમયગાળાને મારા તરફથી ‘રાસયુગ’ સંજ્ઞા આપવામાં આવી છે. બેશક આ સમયગાળામાં મારવાડ-મેવાડની મારવાડી, મેવાતની મેવાતી, જયપુરની ઢૂંઢાળી, કોટાની હાડૌતી, વ્રજભૂમિની પશ્ચિમ સીમાએ અહીરવટી, પશ્ચિમ-માળવાની માળવી, નિમાડની નિમાડી અને ગુજરાત-સૌરાષ્ટ્રની ગુજરાતી બોલીઓ વિકાસને પંથે હજી, જે ઉભયાશ્રયી યૂથના ગૌર્જર અપભ્રંશમાંથી વિકસતી રહી હતી. બધીની પોતીકી લાક્ષણિકતાઓનાં બીજ આમાં વવાઈ ગયાં હતાં, જે ૧૫મી સદીના અંત સુધીમાં પલ્લવિત સ્વરૂપના છોડ તરીકે વિકસી આવ્યાં હતાં. ‘રાસયુગ’ એ આ ગાળાનો પરિપાક છે. આ લાક્ષણિકતાઓ આ સર્વ બોલીઓ માટે લગભગ સમાન હતી, જેવી કે ૧. સ. તત્સમ શબ્દોનો વધતો જતો વાપર, ૨. બેવડા વ્યંજનોનો હ્રાસ અને પૂર્વના સ્વરની પ્રાયઃ દીર્ઘતા, છતાં હ્રસ્વતા પણ પ્રસંગવશાત્ રહે, અને ૩. વિભક્તિપ્રત્યયો ઘસાતા ચાલતાં નામયોગીઓનું પ્રાધાન્ય.

‘રાસયુગ’નો પ્રધાન સાહિત્યપ્રકાર ‘રાસ’ છે. સંજ્ઞા ઉપરથી જ સ્પષ્ટ છે કે આ મૂળમાં नृत्तप्रकार હતો. ઈ. પૂ. ૩જી સદી આસપાસના જાણવામાં આવેલા પહેલા નાટ્યકાર કવિ ભાસના ‘બાલચરિત’ પંચાંકી નાટકમાં બાલક કૃષ્ણની પોતાની ઉંમરની નાની બાળકીઓ સાથેની हळळीसअ-हल्लीसक સમૂહ નૃત્તાત્મક ગેય ક્રીડાનો જૂનામાં જૂનો નિર્દેશ મળે છે. એ પછી થોડા સમયમાં અસ્તિત્વમાં આવેલા हरिवंश (પૂના – ભાંડારકર ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સમીક્ષિત વાચના, અ. ૧૩)માં કૃષ્ણની ક્રીડાને અંતે ‘ગોપીઓના चकवालोથી શોભા પામેલા કૃષ્ણ ચંદ્રવાળી શારદી રાત્રિઓમાં આનંદ કરી રહ્યાં,’ એવો (શ્લો. ૩૫માં) નિર્દેશ છે. અહીં નીલકંઠ ટીકાકાર આ हल्लीसक પ્રકારની નૃત્તક્રીડા હોવાનું કહે છે, हरिवंशમાં કશો નિર્દેશ નથી. એ પછી તો ગુપ્તકાલમાં રચાયેલા ‘વિષ્ણુપુરાણ’માં પ્રથમ વાર रास નામક ક્રીડાનો ઉલ્લેખ થયેલો છે, જેનો સારો વિસ્તાર ભાગવતપુરાણ (૧૦માં સ્કંધની રાસપંચાધ્યાયી)માં જોવા મળે છે. ૭મી-૮મી સદીના ભાગવતમાં હજી એ नृत्तविशेष છે. કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં પછી रासक એક પ્રકારનાં ઉપરૂપક-નાટકપ્રકારને માટે સ્વીકારવામાં આવેલ છે. આ રૂપકો गेय કહ્યાં છે. વાગ્ભટે એના ‘કાવ્યાનુશાસન’માં ૧૧ ઉપરૂપક કહ્યાં છે તેમાં ૮મું हल्लीसक છે અને ૧૦મું रासक છે. ૧૨મી સદીના એમની પછી તરત થયેલા આચાર્ય હેમચંદ્રે પોતાના ‘કાવ્યાનુશાસન’માં ૧૨ ઉપરૂપક આપ્યાં છે તેમાં हल्लीसक ૮મું અને रासक ૯મું ગેય ઉપરૂપક છે. વાગ્ભટે (પૃ. ૧૮૦) रासकની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે “નર્તકીઓ અનેક હોય, જેમાં અનેક પ્રકારના તાલ અને લય હોય. પણ જેમાં ૬૪ સુધીનાં યુગલ હોય તેવું કોમળ અને ઉદ્ધૃત જે તે ગેયરૂપક તે રાસક.”

Line 94: Line 97:
ત્રીજો પ્રકાર ‘લૌકિક કથાનકો’નો છે, જે બહુ વિકાસ પામ્યો નથી. બંધની દૃષ્ટિએ સળંગ ચોપાઈઓ હોય છે. આ ઉપરાંત વિરહાત્મક ‘બારમાસી’ તેમ ‘માતૃકા’ અને ‘કક્ક’ અને છંદોબદ્ધ જૂજ કાવ્યો પણ મળ્યાં છે.

‘રાસયુગ’માં અસાઇત જેવાના એકમાત્ર અપવાદે જૈન સાધુઓની રચનાઓ મળી છે, જૈનેતર રચનાઓ નહિ હોય એમ તો ન જ કહી શકાય, પરંતુ સચવાયેલી જાણવામાં આવી નથી. ‘રાસયુગ’નો એ પ્રકાર તો ‘રાસો’ની દૃષ્ટિએ ૧૯મી સદી સુધી ચાલુ રહ્યો છે. આમ છતાં બીજા સાહિત્યપ્રકાર પ્રબળતાથી બહાર આવ્યા ને જૈનેતર કવિઓ જોવામાં આવ્યા તેથી ‘રાસયુગ’ની સમાપ્તિ માની અને નરસિંહ મહેતાને કારણે ‘આદિભક્તિયુગ’ અસ્તિત્વમાં આવ્યો કે જેમાં ‘નરસિંહ’ ‘ભાલણ’ ‘મીરાં’ અને ‘માંડણ’ ‘ભીમ’ જેવા ભક્તિપદોના રચયિતા પ્રકાશમાં આવ્યા.

૪. મધ્યકાલીન ગુજરાતી ભાષાનો વિકાસ
'''૪. મધ્યકાલીન ગુજરાતી ભાષાનો વિકાસ'''
ગુજરાતી સાહિત્ય પરિષદના ૧લા અધિવેશનના પ્રમુખસ્થાનેથી સ્વ. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીએ ભક્તિની જ્વાળા ક્યાંથી ફૂટી એ વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા અને કૈ. વા. આનંદશંકર ધ્રુવે પણ એ વિશે વિચારણા રજૂ કરી હતી. મોડેથી સ્વ. કનૈયાલાલ મા. મુનશીએ પણ એ ચર્ચામાં ઝંપલાવી નરસિંહના સમયને ૬૦ વર્ષ આ બાજુ મૂક્યો હતો. આજે હવે આ બધી વાતો રહી નથી. નરસિંહના સમય વિશે, ભાલણના સમય વિશે તેમ મીરાંના સમય વિશે આજે બધા મતભેદ ઓગળી ગયા છે, ભક્તિની જ્વાળા ક્યાંથી ફૂટી એ પ્રશ્ન પણ હવે ચર્ચાવો બાકી રહ્યો નથી. નરસિંહ મહેતા પર દક્ષિણી સંત નામદેવની અને ભાલણ ઉપર પુષ્ટિમાર્ગીય અષ્ટછાપ કવિઓમાંના સૂરદાસાદિની અસર પકડી શકાય છે. મીરાંને પણ એ લાભ મળ્યો જ હતો. નરસિંહ વગેરે ભક્તિકવિઓએ વિપુલતાથી પદસાહિત્ય રજૂ કરી આપ્યું છે. આ મુખ્ય પ્રકાર હતો તેથી જ એને ‘આદિભક્તિયુગ’ એવી સંજ્ઞા આપવાનું મને સમુચિત લાગ્યું છે, જેનો અત્યાર સુધીમાં ક્યાંયથી વિરોધ થયો નથી.

આ યુગમાં બીજો સાહિત્યપ્રકાર વિકસ્યો તે તો ‘આખ્યાનો’નો, સળંગ બંધનાં તેમ કડવા બંધનાં; આનાં બીજ નરસિંહમાં છે, પણ વીરસિંહ, કર્મણ, માંડણ વગેરે આખ્યાનકારો આગળ આવ્યા, જેમના પદબદ્ધ અને વર્ગબદ્ધ પણ થોડાં કાવ્ય અસ્તિત્વમાં આવ્યાં. આ પ્રકારમાં મહાભારત, રામાયણ અને પુરાણોમાંથી વસ્તુ લઈ જુદા જુદા દેશી રાગોમાં ગાઈ શકાય તેવી રીતે પ્રકાર ખીલ્યો.

Line 100: Line 103:
આ યુગમાં જ્ઞાનાશ્રયી કવિતાનાં બીજ નરસિંહ મહેતાનાં થોડાં તત્ત્વજ્ઞાનીય પદોમાં છે, પણ ઉપદેશાત્મક લક્ષણ ધરાવતી માંડણની ‘પ્રબોધબત્રીશી’ની બત્રીશી વીશી આઠચરણી ચોપાઈની રચનાઓ છે, જેનું અદલોઅદલ અનુકરણ ‘આખ્યાનયુગ’માં અખાએ અનેક છપદીઓમાં કર્યું છે. જૂનાગઢના શ્રીધર અડાલજા મોઢનો ‘રાવણમંદોદરીસંવાદ’ (ઈ. સ. ૧૫૦૦ આસપાસ) એ જ પ્રકારે અનેક કહેવતોથી સમૃદ્ધ રચના છે. અહીં ભાષાના વિકાસની દૃષ્ટિએ પણ થોડું કહેવું ઠીક થઈ પડશે.

‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ’ ઈ. સ. ૧૩૫૦ આસપાસ હવે અર્વાચીનતા તરફ ઢળે છે અને એ સમય લગભગથી શરૂ થઈ લખાયેલી હસ્તપ્રતોમાં હવે ગુજરાતીપણું સારી રીતે અનુભવાય છે, જેને કારણે એને ‘જૂની ગુજરાતી’ કહેવી હોય તો કહી શકાય, પરંતુ ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ’ને આપણે ત્યાં ‘પ્રાચીન ગુજરાતી’ કહેલ છે એટલે આ વિકસી આવેલા સ્વરૂપને ‘મધ્યકાલીન ગુજરાતી’ નામ આપવામાં આવ્યું છે, જેમાં પણ મારા તરફથી ચાર ભૂમિકા બતાવવામાં આવી છે : ૧. શુદ્ધ, ૨. મિશ્ર, ૩. શુદ્ધ અને ૪. મિશ્ર. સંધિસ્વરાત્મક ઉચ્ચારણો તો વ્યાપક હતાં છતાં લેખનમાં ‘અ + ઇ’ ‘અ + ઉ’ સ્વર અલગ લખવામાં આવતાં. રજી મિશ્ર ભૂમિકામાં એને સ્થાને સંકોચ થયો, ‘ઇ’ અને ‘ઉ-ઉં’ વિકલ્પે લખાવા લાગ્યા : જે ૩જી શુદ્ધ ભૂમિકામાં સિદ્ધ રીતે થયા. ૪થી મિશ્ર ભૂમિકામાં વિકલ્પે સંધિસ્વર શરૂ થયા, જે અર્વાચીન ગુજરાતીમાં સ્વીકારાયા છે. આ ‘મધ્યકાલીન ગુજરાતી’ ભૂમિકા ‘આખ્યાનયુગ’ના મધ્યકાલ સુધી લેખનમાં હતી. ‘આખ્યાનયુગ’નો ઉત્તરાર્ધ ‘અર્વાચીન ગુજરાતી’ની પહેલી ભૂમિકાનું ભાષાસ્વરૂપ આપે છે, એ દૃષ્ટિએ આ સંજ્ઞા આપું છું. એ માટે કે એમાં યુરોપીય ભાષાઓના તત્સમ કે તદ્‌ભવ શબ્દ દેખાતા નથી.

૫. અર્વાચીન ગુજરાતીની ભૂમિકા
'''૫. અર્વાચીન ગુજરાતીની ભૂમિકા'''
સાહિત્યપ્રકારની પ્રધાનતાને કારણે ‘આદિભક્તિયુગ’ના અનુસંધાનમાં ‘આખ્યાનયુગ’ આવી રહે છે, જેમાં નાકરથી લઈ પ્રેમાનંદ સુધીના આખ્યાનકારોએ વિપુલ સંખ્યામાં મોટેભાગે કડવાબદ્ધ આખ્યાન આપી સંજ્ઞાની સાર્થકતા કરી આપેલી જોવા મળે છે. આ યુગમાં ‘રાસ’, ‘ફાગુ’, ‘લૌકિકકથાસાહિત્ય’ તેમ ‘જ્ઞાનાશ્રયી કવિતા’ થોડી ઝાઝી સંખ્યામાં વિકસ્યા કરી છે. ઈ. સ. ૧૭૧૦ આસપાસ આમાં ઓટ આવે છે અને પદકાર ભક્તો અગ્રસ્થાન લઈ ભક્તિકવિતાને પ્રાધાન્ય આપી દે છે, જેને કારણે આ નવા યુગની ‘ઉત્તરભક્તિયુગ’ એવી સંજ્ઞા મારા તરફથી આપવામાં આવી છે. આમાં પણ ‘રાસ’ તો રચાયે જતા હતા, ‘ફાગુ’ ખાસ હવે નહિ, લૌકિકકથાસાહિત્યના પણ શામળ અને સુંદરજી જેવા ટચલી આંગળીના વેઢામાં સમાય તેટલા જ કવિ મળ્યા. ‘ઉત્તરભક્તિયુગ’માં રામકૃષ્ણ, રાજે, રણછોડ, રુઘનાથ, વલ્લભ, ધોળા, ધીરો, પ્રીતમ, નિરાંત, ભોજો, સ્વામિનારાયણ સંપ્રદાયના આઠ ભક્તકવિઓ અને ‘બંસીબોલ’નો ભક્તિકવિ દયારામ સેંકડોની સંખ્યામાં પદો-ગરબા-ગરબીઓ આપી ગયા છે. ત્રણ યુગોના ત્રણ નામી કવિઓએ ગુજરાતી ભાષાને ઉજમાળી તે ‘આદિભક્તિયુગ’નો નરસિંહ મહેતો, ‘આખ્યાનયુગ’નો પ્રેમાનંદ ભટ્ટ અને ‘ઉત્તરભક્તિયુગ’નો દયારામ.

ભાષાની દૃષ્ટિએ અખો, પ્રેમાનંદ અને પછી ‘ઉત્તરભક્તિયુગ’ના કવિઓએ અર્વાચીન ગુજરાતીની પ્રથમ ભૂમિકાનો વિકાસ આપ્યો. હસ્તપ્રતોમાં પણ એ ભાષા ગુજરાતી, આજના જેવી, વ્યાપક થઈ ચૂકી હતી. જે સાહિત્યરચનાઓમાં તો ઈ. સ. ૧૮૫૦ને પહોંચી ચૂકી હતી. ૧૮૧૮ પછી ગુજરાતનો પ્રદેશ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા નીચે આવ્યો. મુંબઈથી લઈ ગુજરાતનાં અનેક મોટાં નગરોમાં સરકારી પ્રાથમિક શાળાઓ અસ્તિત્વમાં આવી અને માધ્યમિક કક્ષાની શાળાઓ પણ સ્થપાતી ચાલી. આને કારણે અને રાજ્યના વહીવટને કારણે થોડા ડચ અને ફ્રેન્ચ, જ્યારે વિપુલ પ્રમાણમાં અંગ્રેજી શબ્દો દેશમાં ચલણી બનતા ચલ્યા. ૧૮૫૭ પછી મુંબઈમાં યુનિવર્સિટી સ્થપાતાં અનેક ગુજરાતીઓ મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી કૉલેજોમાં અભ્યાસ કરવા લાગ્યા અને ધીમે ધીમે પશ્ચિમના સાહિત્યપ્રકારોનો લાભ લેવા લાગ્યા, જેના પરિણામે મધ્યકાલના સાહિત્યપ્રકાર વિલુપ્ત થતા ચાલ્યા અને અંગ્રેજી સાહિત્યના પ્રકારોની છાયામાં, ગુજરાતી ભાષામાં પણ નવા સાહિત્યપ્રકાર અસ્તિત્વમાં આવ્યા. કવિતાક્ષેત્રે પણ ભારે પરિવર્તન આવ્યું. દલપત – નર્મદ જેવા કવિઓએ ગદ્ય અને પદ્યને વેગ આપ્યો અને ઉત્તર ભૂમિકાને ભારે પ્રબળ માર્ગ મળ્યો.

અહીં ગુજરાતી ગદ્યનો કાયા-પલટો થયો. આ પહેલાં પણ આપણે ત્યાં ગદ્ય હતું તો ખરું જ. પણ ટબા-બાલાવબોધો-અનુવાદો-પત્રો અને દસ્તાવેજોના રૂપમાં. આમાં જૈન સાધુઓએ વિકસાવેલા ‘બાલાવબોધ’ મધ્યકાલીન ગુજરાતીના ભાષાવિકાસનો પણ સારો ખ્યાલ આપે છે. એમાં વાર્તાઓ પણ વણાઈ ગઈ છે, જે પણ દૃષ્ટાંતકથાઓ માત્ર હોઈ કોઈ વિશિષ્ટ સાહિત્યપ્રકાર તરીકે સ્થાન મેળવતી નથી. આ ‘બાલાવબોધો’ પ્રમાણમાં ઘણા થોડા છે, પણ શબ્દસમૃદ્ધિની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વના છે. અર્વાચીન ગુજરાતી ભાષાના કોશકારને પણ આ બાલાવબોધો પુષ્કળ ભાતું આપે તેવા છે.

૬. ગુજરાતી વ્યાકરણ
'''૬. ગુજરાતી વ્યાકરણ'''
ગુજરાતને ગૌરવ અપાવે તેવું વ્યાકરણ – ગૌર્જર અપભ્રંશનું વ્યાકરણ – આચાર્ય હેમચંદ્રે એમના સિદ્ધહેમ સં. વ્યાકરણના છેલ્લા ૮મા અધ્યાયના છેલ્લા ૪થા પાદમાં આપ્યું છે તે આપણી પહેલી મૂડી છે. શા માટે હું એને ‘ગૌર્જર અપભ્રંશ’નું વ્યાકરણ કહું છું એ વિશે આ પહેલાં સૂચન કરી ગયો છું. એમના વ્યાકરણના આધારે ત્રિવિક્રમનું પ્રાકૃત વ્યાકરણ અને એના આધારે લક્ષ્મીધરની ‘ષડભાષાચંદ્રિકા’ આ બેઉ પ્રાકૃત વ્યાકરણોમાં આ. હેમચંદ્રના અપભ્રંશ વ્યાકરણનું જ અનુસરણ છે. માર્કંડેયે એના ‘પ્રાકૃતસર્વસ્વ’માં ત્રણ મુખ્ય અપભ્રંશોની ચર્ચા કરી બાકીના અપભ્રંશોનાં લક્ષણ આપ્યાં છે જેમાં ‘ગુર્જરી’ અપભ્રંશનો પણ નિર્દેશ કર્યો છે. સિંહરાજનો ‘પ્રાકૃતરૂપાવતાર’ ત્રિવિક્રમોપજીવી છે, એના ઉપર આ. હેમચંદ્રની અસર પણ પકડાય છે.

આપણને સંગ્રામસિંહની ‘બાલશિક્ષા’ અને કુલમંડનગણિનું ‘મુગ્ધાવબોધિ ઔક્તિક’ બંને સંસ્કૃત ભાષાનાં પ્રાથમિક કક્ષાનાં વ્યાકરણ મળ્યાં છે, જેમાં માધ્યમ મધ્યકાલીન ગુજરાતી ભાષાનું છે, જે ગુજ. વ્યાકરણને માટે પણ સામગ્રી પૂરી પાડે છે.

Line 122: Line 125:
જોડણીમાં આપણે અનુનાસિક સ્વરોચ્ચારણ અને અનુસ્વારને માત્ર ‘બિંદુ’થી વ્યક્ત કરીએ છીએ, આથી બધાં ‘અનુનાસિક સ્વરોચ્ચારણ’ને પણ ‘અનુસ્વાર’ જ કહે છે. કહેવું હોય તો એમ કહેવાય કે ‘અનુનાસિક ઉચ્ચારણ’ અને ‘અનુસ્વાર’ને લિપિમાં વ્યક્ત કરવા આપણે માત્ર બિંદુનો જ ઉપયોગ કરીએ છીએ. વર્ગીય અનુનાસિકો ન બનાવતાં પણ એના પ્રતિનિધિ તરીકે ‘બિંદુ’ લખીએ-છાપીએ છીએ. શાસ્ત્રીય ગ્રંથોમાં અહીં પોલું મીડું, ભેદ બતાવી શકે, પણ આપણે એ હજી પ્રચલિત કર્યું નથી, માત્ર પ્રો. બળવંતરાય ક. ઠાકોર એ યોજતા.

યશ્રુતિ-હશ્રુતિનો પ્રશ્ન પણ ધ્યાનમાં લેવા જેવો છે. મારે આ પછી ગુજરાતી જોડણી ઉપર કહેવાનું છે ત્યાં આ વિશે સ્પષ્ટતા કરીશ, અસ્વરિત ‘અ’નો વિષય પણ વિચારણીય છે. હિંદીમાં મૂર્ધન્યતર ‘ડ઼-ઢ઼’ નીચે નુકતો કરી બતાવાય છે. ગુજરાતીમાં આપણે ત્યાં સુધી ગયાં નથી.

૭. ગુજરાતી જોડણી
'''૭. ગુજરાતી જોડણી'''
૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠ મહાત્મા ગાંધીજીના નિર્દેશ હેઠળ ગુજરાતી ભાષાના શબ્દોની જોડણીમાં એકવાક્યતા લાવવા માટે ૩૩ જેટલા નિયમ બાંધી ‘જોડણીકોશ’ બહાર પાડ્યો ત્યાં સુધીના પોણા સૈકાના ગાળામાં મહત્ત્વના આઠ પ્રયત્ન થયેલા. કૈ. વા. ડૉ. આનંદશંકર બા. ધ્રુવના તંત્રીપદે પ્રસિદ્ધ થતા ‘વસંત’ માસિક (વર્ષ ૩૧, અંક ૭-૮, શ્રાવણ-ભાદ્રપદ, સં. ૧૯૮૮-સને ૧૯૨૨)માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ મંડળની જોડણી’ એ શીર્ષકના આરંભમાં પ્રયત્નોનો ઉલ્લેખ કરતાં મારા તરફથી જણાવવામાં આવેલું કે ‘જોડણીકોશ’ પહેલાં આઠ પ્રયત્ન થઈ ચૂકેલા અને ‘જોડણીકોશ’નો પ્રયત્ન ૯મો ગણાય. ૮મો પ્રયત્ન ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ (હાલની ગુજરાત વિદ્યાસભા – અમદાવાદ)નો હતો અને ગુજરાતી સાહિત્ય પરિષદ મંડળનો ૭મો હતો.

સન ૧૮૫૮માં ગુજરાતી નિશાળોમાં ચલાવવાને માટે વાચનમાળા તૈયાર કરવાનો આરંભ થયો. ગુજરાતી શબ્દોની જોડણી એકધારી રહે એ માટે ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મોહનલાલ રણછોડદાસ, મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ, મયારામ શંભુનાથ અને પ્રાણલાલ મથુરદાસની સમિતિએ ૭૦૦૦ શબ્દોની જોડણી નક્કી કરી આપી. હોપ વાચનમાળામાંની જોડણી આમ અસ્તિત્વમાં આવી. ૧૮૬૮ના ડિસેમ્બરના ‘શાળાપત્ર’ના અંકમાં નક્કી કરેલ નિયમ મહેતા દુર્ગારામ મંછારામ, કવિ નર્મદાશંકર લાલશંકર, કવિ દલપતરામ ડાહ્યાભાઈ અને શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસ તરફથી બહાર આવ્યા. આમાંના એકમાત્ર કવિ નર્મદાશંકરે જોડણીને પ્રાણપ્રશ્ન કર્યો અને ‘નર્મકોશ’ની તૈયારીમાં ચોક્કસ નિયમો બાંધ્યા, જ્યાં ‘નર્મકોશ’ના ૧૮૭૩માં પ્રસિદ્ધ થયેલા છેલ્લા ખંડની પ્રસ્તાવનામાં આપ્યા. જોડણીના પ્રશ્નને વિષય તરીકે ચર્ચવાનું માન તો આમ કવિ નર્મદાશંકરને જ મળે છે એ નોંધપાત્ર છે.

Line 143: Line 146:
આપણે એ પણ સારી રીતે જાણીએ છીએ કે અંગ્રેજી જોડણીની જટિલતા દૂર કરવાનો પ્રયત્ન ઉત્તર અમેરિકાના સંયુક્ત પ્રાંતોનાં અંગ્રેજી શબ્દોમાં થયો છે. અરે, આપણે આપણાં રીત-રિવાજ, રહેણી-કરણી, ખાન-પાન સુધ્ધાંમાં આનંદથી ફેરફાર કરી રહેલા છીએ, અરે થઈ પણ ચૂક્યા છે ત્યારે જોડણીના વિષયમાં જડતાને તજવા તૈયાર નથી, ભાષાવિદો એ વખતે નહોતા, હતા તો પ્રાથમિક દશામાં હતા, જ્યારે આજે તો ભલે આંગળીઓના થોડા વેઢા ઉપર ગણાય તેટલા, હોવા છતાં છે જ અને એ અધિકારી વિદ્વાનો છે. આવા વિદ્વાનોની સમિતિ નીમી વિચારણાને વેગ આપી શકાય.

અહીં એખ વાત ઉમેરું : સર્વનામોમાં ‘એ’ અને ‘તે’ તેમ જ એ બેઉ ઉપરથી આવતા અન્ય શબ્દોના પ્રયોગમાં ભારે અવ્યવસ્થા છે. આપણે વાતચીત કરતા હોઈએ, ભાષણ કરતા હોઈએ ત્યારે ભૂલ નથી કરતા. જેવા લખવા બેઠા કે ‘એ’ અને ‘એ’ના વંશવેલાને અશુદ્ધ ગણી ‘તે’ અને ‘તે’ના વંશવેલાને શુદ્ધ ગણી પ્રયોજીએ છીએ. હકીકતે ‘જે’ અને ‘જે’ના વંશવેલાના પ્રયોગમાં ‘તે’ અને ‘તે’નો વંશવેલો વાપરી ન જ શકાય, કૃત્રિમ રીતે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ પ્રાંતીય રીતે જ ‘એ’ અને ‘એ’નો વંશવેલો ન વાપરતાં ‘તે’ અને ‘તે’નો વંશવેલો વપરાય છે. મારા તદ્વિષયક લેખો અને ગ્રંથોમાં, વ્યાકરણ-કોશ વગેરેમાં પણ આ વિષયમાં સ્પષ્ટતા કરવાનો મારા તરફથી પ્રયત્ન થયો જ છે.

૮. ગુજરાતી કોશ
'''૮. ગુજરાતી કોશ'''
શબ્દકોશો તેમ શબ્દસંગ્રહો કરવાની પરિપાટી આપણે ત્યાં પ્રાચીનતમ સમયથી ચાલી આવે છે. ‘નિઘંટુ’ એ વૈદિક શબ્દોનો સંગ્રહ છે. ઐતિહાસિક સમયમાં આવતા સંસ્કૃત ભાષાના મહાન વૈયાકરણ પાણિનિના ધાતુપાઠ અને ગણપાઠ એ આવા જ શબ્દસંગ્રહ છે. પછીથી સંસ્કૃતના પર્યાયકોશો તેમ અનેકાર્થકોશો ઠીક ઠીક પ્રમાણમાં મળ્યા છે. ગુજરાતની જ વાત કરતાં આચાર્ય હેમચંદ્ર(૧૨મી સદી)ને યાદ કરીએ તો એમણે ૧. અભિધાનચિંતામણિ, ૨. અનેકાર્થસંગ્રહ, ૩. વનસ્પતિઓનો નિઘંટુશેષ અને ૪. દેશી પ્રાકૃત શબ્દોનો દેશી શબ્દસંગ્રહ એ ચાર મહત્ત્વના કોશ આપ્યા. બીજા પણ થોડા પ્રયત્ન આ ક્ષેત્રમાં થયા છે. આમાં ગુજરાતીની જ વાત કરીએ તો ઈ. સ. ૧૨૮૦માં ઠક્કર સંગ્રામસિંહે રચેલા સંસ્કૃત બાલવ્યાકરણ ‘બાલશિક્ષા’ના પરિશિષ્ટ તરીકે સં.ગુ.નો શબ્દસંગ્રહ તત્કાલની ઘડાતી આવતી ગુજરાતી ભાષાનો આપ્યો જાણવામાં આવ્યો છે. પછી રચાયેલા ઔક્તિકો (બધાં સં. બાલ વ્યાકરણ તત્કાલીન દેશભાષાના માધ્યમવાળા)માં પણ પરિશિષ્ટ તરીકે શબ્દાવલીઓ આપવામાં આવેલી મળે છે. ઈ. સ. ૧૩૯૪માં કુલમંડનગણિ નામના જૈન સાધુએ મધ્યકાલીન ગુજરાતીની ૧લી ભૂમિકાના મધ્યમાંથી રચેલા નાના સં. વ્યાકરણ ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ને અંતે પણ સૂચક શબ્દાવલી આપવામાં આવેલી આપણને મળી છે.

અર્વાચીન પદ્ધતિએ જાણવામાં આવેલો સૌથી પહેલો પ્રયત્ન એક પાદરી ફા. ડ્રમન્ડનો છે. જેની ‘ગુજરાતી અંગ્રેજી ગ્લૉસરી’ ઈ. સ. ૧૮૦૮માં બીબાંમાં છપાઈને પ્રસિદ્ધ થયેલી. આના પહેલા ખંડનો અંગ્રેજી વ્યાકરણની પદ્ધતિએ નાનું ગુજરાતી વ્યાકરણ પણ આપવામાં આવેલું, જે વિશે આ પૂર્વે સૂચવાયું જ છે. શબ્દસંગ્રહમાં ૪૬૮ શબ્દ અંગ્રેજીમાં સમજૂતી સાથે આપવામાં આવ્યા છે.

Line 159: Line 162:
ગુજરાતી ભાષાનો સમપ્રમાણ કોશ કરવો હજી બાકી છે અને એને માટે મારા દસેક ભાષાવિદ વિદ્વાનોની ટુકડી પસંદ કરવી જોઈએ કે જે ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ’થી લઈ આજ દિવસ સુધીની વિકસતી આવતી ગુજરાતી ભાષાના ચૂંટી કાઢેલા ગ્રંથોમાંથી શબ્દો નોંધી એના અર્થ વિભિન્ન ઉદાહરણો દ્વારા પ્રમાણિત કરતા જાય. કેવી રીતે અર્થોનો વિકાસ થયો છે એ પણ ક્રમિક અર્થો આપીને બતાવવું જોઈએ. વળી ઘસાઈ ગયેલા શબ્દો અને રૂઢિપ્રયોગો તેમ ટકી રહેલા અને યુગે યુગે ઉમેરાયે જતા શબ્દો અને રૂઢિપ્રયોગો પણ નોંધવા જોઈએ. આ કામ કોઈ એક સંસ્થા પોતાના જોર ઉપર ન કરી શકે. એને માટે સરકાર અને દીપતા નાગરિકો તરફથી આર્થિક બળ મળવું જોઈએ. ગુ. સા. પરિષદ અત્યારે ‘સાહિત્યકોશ’ તૈયાર કરાવી રહી છે. એ પૂરું થયે પ્રેસમાં જતાં જ ‘શબ્દકોશ’ને માટે પ્રવૃત્ત થવું જોઈએ. કૉલેજોમાંથી ૬૦ વર્ષ પૂરાં થયે નિવૃત્ત થયેલા વિદ્વાન અધ્યાપકોને આ કામ માટે પસંદ કરવા જોઈએ કે જેઓમાંના ત્રણેક ભાષાશાસ્ત્રજ્ઞ પણ હોય. બાકીના સાહિત્યશાસ્ત્રીઓ અનુભવી વિદ્વાનો જ હોવા જોઈએ એ ઘણું જ જરૂરી રહેશે.

વ્યુત્પપ્તિકોશનો મારો પ્રયત્ન છે જ, સંખ્યાબંધ કાપલીઓ બનાવી પણ છે, પણ કોઈ વિદ્વાન સહાયક તરીકે ધ્યાનમાં આવ્યો નથી તેથી કામ હાલપૂરતું થંભેલું છે. ૮૧મે વર્ષે પહોંચ્યો છું. જીવન કેટલું લંબાશે અને શરીર તથા આંખોની શક્તિ ક્યાં સુધી જળવાયેલી રહેશે એના પર એનો આધાર છે.

'''૯. ઉપસંહાર'''
મારા વ્યાખ્યાનનો ઉપસંહાર કરતી વેળા મને થોડું અછડતું, પણ મહત્ત્વનું કહેવાનું મન થાય છે.

આજે ગુજરાત અધ્યયન-સાધનો અને અભિનવ સામગ્રીથી સજ્જ છે. ઉત્તરોત્તર વધુ સજ્જતા ધારણ કર્યે જાય છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાની મુદ્રિત અને એનાં કરતાંયે અમુદ્રિત સામગ્રી ભારે વિપુલ સંખ્યામાં સુલભ છે. આ સર્વનો આપણે સંશોધન કરનારા વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરીએ, એટલું જ નહિ, સંશોધકીય પદવી પ્રાપ્ત કર્યા પછી પણ એમને સતત કામ કરવાની પ્રેરણા આપ્યા કરીએ. ભાષાશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાનને ક્ષેત્રે પણ આપણી પાસે વિદ્વાનો હવે છે. વ્યાકરણ અને કોશમાં જેમ એમનો ખપ છે તે પ્રમાણે ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છની પ્રાદેશિક તેમ જ્ઞાતિગત બોલીઓનો અભ્યાસ પણ વ્યવસ્થિત રીતે કરવાના દરવાજા ખુલ્લા થાય છે. બોલીઓના અભ્યાસમાંથી આપણે ઇતિહાસલેખકને સામાજિક ઇતિહાસની પણ સામગ્રી પીરસી શકીએ. આ દિશામાં વ્યાપક પ્રયત્ન કરી, નવી શિક્ષાપદ્ધતિને કારણે ભૂંસાયે જતી પ્રાદેશિક તેમ જ જ્ઞાતિગત બોલીઓને કચકડામાં પણ ઉતારી અને મરતાં પહેલાં સાચવી લઈએ. આપણા વિદ્વાનો શબ્દકોશોની ચર્ચા કરતાં પ્રાદેશિક શબ્દોથી ગભરાય છે અને એને અશિષ્ટતાનું લેબલ લગાવી એના તરફ અરુચિ રાખે છે. હું અહીં કહું કે સંસ્કૃત ભાષાનો श्वेत શબ્દ કયા દેશમાં પહોંચ્યો છે? આપણે ત્યાં છે? આપણે તો धवल રાખ્યો ને ‘ધોળું’ શબ્દ મેળવ્યો. જ્યારે ઈરાનમાં ‘સફેદ’ સ્થિર થયો. સંસ્કૃત સર્વનામો क्यम् અને यूयम् છેક ઇંગ્લૅન્ડ પહોંચ્યાં, ‘We’ અને ‘You’ના રૂપમાં, તો વૈદિક ભારતીના ‘अस्मे’માંથી આપણે ત્યાં ‘અમે’ રૂપ આવ્યું. તો શક્ય तुष्मे ઉપરથી ‘તમે’ આવ્યું. આપણે અરુચિ બતાવતાં પહેલાં વિચારવું જોઈએ. હકીકતે માન્ય ભાષા પ્રાદેશિક ભાષાઓમાંથી જ વિકસી આવે છે. કોઈના મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે વર્તમાન ગુજરાતી શિષ્ટ ભાષા કયા પ્રદેશની બોલીનો સીધો અવતાર છે? એ ઉત્તર ગુજરાતની છે? મધ્ય ગુજરાતની છે? દક્ષિણ ગુજરાતની છે? અરે, સમગ્ર સૌરાષ્ટ્રની છે? આપ થોડો જ વિચાર કરશો તો જોઈ-જાણી શકાશે કે એ ઝાલાવાડની પ્રાદેશિક બોલીમાંથી વિકસી આવી છે અને એનું શ્રેય કવીશ્વર દલપતરામને જાય છે. અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં બેસી ‘બુદ્ધિપ્રકાશ’ માસિક ચલાવ્યું અને હોપ વાચનમાળા દ્વારા કવિતાક્ષેત્રે સેવા આપી, ઉપરાંત સ્વતંત્ર ગદ્યપદ્ય રચનાઓ પણ આપી. ટ્રેઇનિંગ કૉલેજ અમદાવાદમાં હતી એટલે એના મુખપત્ર ‘શાળાપત્ર’ની પણ સુરતથી આવેલા વિદ્વાનોએ ‘ડાંડિયો’ની નહિ. ‘બુદ્ધિપ્રકાશ’ની ભાષાને પકડીને હોપવાચનમાલા’માં આ ભાષાસ્વરૂપ મૂર્ત થયું.

Line 166: Line 169:
इतिशम् ।
इतिशम् ।
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૩૨
|next = ૩૪
}}
18,450

edits

Navigation menu