પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૭: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
ગુજરાતી સાહિત્યના આ મૂર્ધન્ય કવિનું અવસાન ૨ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ મુંબઈમાં થયું.

૧૯૯૩માં કોલકાતામાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે તેનો તેઓ પ્રમુખ હતા.

કવિતામાં અધ્યાત્મ
{{Poem2Close}}
'''કવિતામાં અધ્યાત્મ'''
<poem>
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ-સાગર-અમ્બર,
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ-સાગર-અમ્બર,
જયતુ જય જય ઋતુ–અધીશ્વર જય વિદ્યાતૃ શિવઙ્‌કર.

Line 37: Line 39:
જયતુ જય જય ગત અનાગત, ક્ષણ વિવર્ત નિરન્તર,

જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ-સાગર-અમ્બર.
જયતુ જય જય પુણ્ય ભારત-ભૂમિ-સાગર-અમ્બર.
</poem>
{{Poem2Open}}
<center>''''''</center>
હે બંગભૂમિ! વિષ્ણુના ચરણકમળમાંથી અને શિવની જટામાંથી નિઃસૃત ગંગાનાં પવિત્ર જલથી પરિપ્લાવિત, ભારતવર્ષની પૂર્વ-પ્રાન્તીય સ્થલી, પશ્ચિમાઞ્ચલના અમ યાત્રીનાં ત્હને શત શત વંદન. જગદમ્બા મહાકાલીએ અહીં સ્વકીય મૂર્ત પ્રતિષ્ઠા કરેલી છે, એવી તું છો ધન્ય, ત્હારાં સંતાનોએ ભારતીય સાંસ્કૃતિક જીવનના પ્રવાહમાં અવિસ્મરણીય પ્રદાન કરેલું છે. ત્હેમને હું સ્મરું છું. સ્મરું છું પરમ ભાવગત ગીતગોવિન્દકાર કવિ જયદેવને, સ્મરું છું પુરુષોત્તમ શ્રીકૃષ્ણની હ્‌લાદિની શક્તિના અવતાર સમા શ્રી કૃષ્ણચૈતન્યને, સ્મરું છું ભક્ત કવિ ચંદીદાસને, સ્મરું છું મહાકાલીના પરમ ઉપાસક શ્રી રામકૃષ્ણ પરમહંસને અને સનાતન ધર્મની વિશ્વમાં ધજા ફરકાવનાર એમના શિષ્ય સ્વામી વિવેકાનંદને, સ્મરું છું ‘વન્દે માતરમ્’નો ઉદ્‌ઘોષ કરનાર બંકિમચંદ્રને, દ્વિધાગ્રસ્ત શિથિલ સમાજમાં બ્રાહ્મોસમાજ દ્વારા નવપ્રાણ પ્રેરનાર રાજા રામમોહનરાયને, મહર્ષિ દેવેન્દ્રનાથને અને એમના પુત્ર કવિ-કુલગુરુ સમા ગુરુદેવ રવીન્દ્રનાથને નિત્ય અલૌકિક આનંદમાં સંસ્થિતા મા આનંદમયીને, તેમજ પૂર્ણયોગ પ્રતિ પ્રજાને પ્રેરનાર મહાયોગી શ્રી અરવિન્દને; તે સાથે જ સ્મરું છું ભારતની સ્વતંત્રતા માટે આત્મબલિદાન આપનાર નામી-અનામી, સહુ શહીદોને; એ સહુના સંસ્મરણની સાથે હે બંગભૂમિ, પુનરપિ ત્હને હૃદય-ભાવપૂર્વક વંદન.

ગુજરાતી સાહિત્ય પરિષદનું એકવીસમું સંમેલન અહીં (કોલકાતામાં) ૧૯૬૧માં આયોજિત થયું તે પછી બત્રીસ વર્ષે ફરી આપણે એ જ નગરમાં મળીએ છીએ ત્યારે આપણાં કેટલાક સ્થાનિક સ્વજનોનું અનસ્તિત્વ નજરે ચડ્યા વગર રહેતું નથી. એ સત્રના સ્વાગતાધ્યક્ષ શ્રી રમણલાલ બી. શાહ અને એમનાં ધર્મપત્ની કમળાબહેન આપણી વચ્ચે નથી. નથી બંગ અને ગુજરાતી સાહિત્યકારોની વચલી કેડી સમા શિવકુમાર, નથી તારાશંકર બંદ્યોપાધ્યાય, નથી બુદ્ધદેવ બસુ અને સૌમેન્દ્રનાથ ઠાકુર. તદુપરાંત જેમના અંગત પરિચયે, આ પ્રદેશની સાધના-ઉપાસના પદ્ધતિ પરત્વે ગુજરાતમાં જાતજાતની ભ્રામક ગેરસમજૂતી સેવાઈ રહી છે તે વિષયમાં, એના સાચા આંતર સ્વરૂપને દર્શાવી, ભ્રમનું નિરસન શક્ય બન્યું, તે સ્વામી કરુણામય સરસ્વતી અને શ્રી મલયકુમાર ચક્રવર્તી પણ આજે નથી. એથી હૃદય ખિન્ન છે. આપ સૌની સાથે મ્હારી એમને ભાવાંજલી : ‘હે ગતાત્મા, આનંદ શાંતિપ્રદ શાશ્વત હો ત્હમોને.’

તો અહીં સમ્મુખ છે સહૃદય સ્વાગતાધ્યક્ષ શ્રી કનુભાઈ ભાલરિયા અને જ્યોતિબહેન, શ્રી જયંતિભાઈ મહેતા, શ્રી અન્નદાશંકર; છે શ્રી શ્યામભાઈ આશર, રમણીકભાઈ મેઘાણી, સુનીલ કોઠારી, મધુ રાય; હવે વધુ નામ ગણાવતો નથી, છો આપ સહુ, જેમને જોતાં છે આનંદ. આમ એક આંખ છે આર્દ્ર ખિન્નતાથી; તો બીજી છે પ્રસન્નતાથી તેજોમયી. ને એમ બંને ભાવ છે યુગપત્.

સાહિત્ય પરિષદના પ્રમુખપદે મ્હારી વરણી કરવા માટે આપ સહુના સદ્‌ભાવનો મ્હારે અંતઃકરણપૂર્વક સ્વીકાર કરવો રહ્યો. પ્રથમ આગ્રહપૂર્વક આજ્ઞા કરનાર મ્હારા મુરબ્બી, મિત્ર સમા શ્રી ગુલાબદાસ બ્રોકર. એમણે સ્પષ્ટ આગાહી રૂપે કહ્યું હતું કે ત્હમારું નામ મૂકવામાં સંમતિ આપશો; ચૂંટણી આપોઆપ ટળી જશે. આમાં સાથ પુરાવ્યો શ્રી રઘુવીર ચૌધરી અને મિત્રમંડળે. તે ઉપરાંત કોલકાતાની ગુજરાતી સાહિત્ય સભાના સદસ્યોએ. આ સહુનો આભાર માનતા હું ભૂલી શકતો નથી મ્હારા એ મિત્રોને, – હરીન્દ્ર દવેને, વિનોદ અધ્વર્યુને, રમણલાલ સોનીને ને રમણલાલ જોશીને, જેમણે લેશ પણ સંકોચ વગર પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં હતાં. મનોભાવ વ્યક્ત કરવામાં આભાર શબ્દ ઘણો ઊણો ઊતરતો લાગે છે.

પરિષદના કાર્યમાં સીધી રીતે તો હું ક્યારેય જોડાયો નથી. વિભાગવાર કાર્ય તો સતત ચાલ્યા કરે છે. આમાં સવિશેષ હું શો ફાળો આપી શકીશ એનો કોઈ ખયાલ અત્યારે તો નથી. પરંતુ અહીંના જ આગળના અધિવેશન સમયે, તે વખતના પ્રમુખ, વિદ્વદ્વર્ય શ્રી વિષ્ણુપ્રસાદભાઈએ એમના પ્રવચનમાં એક મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, – વિવૃત્ત ઍ અને ઑ – નો, લખાણમાં સ્પષ્ટ ઉપયોગ કરવો વિશે. આ અને આની સાથે અનુસ્વાર અને અનુનાસિકનો પ્રશ્ન પણ ઉકેલી લેવા જેવો છે. સદ્‌ગત શ્રી બળવન્તરાય ઠાકોરે એ દિશામાં પ્રયત્ન કર્યો હતો પણ તે કામિયાબ નીવડ્યો નથી. ઉત્તર ભારતની સર્વ ભગિની ભાષાઓમાં આ બંનેનો ભેદ સ્પષ્ટ છે. ગુજરાતી ટાઇપમાં આ ભેદ ન રહેવાનું કારણ જરૂરી જોડાક્ષરોનો અભાવ હશે. પણ હવે લેસર કમ્પોઝ પદ્ધતિ પ્રચલિત થતાં જે કંઈ અંતરાય હતા તે દૂર થઈ શકે એમ છે, ત્યારે આ સુધારો થવો ઇષ્ટ જણાય છે. સાર્થ જોડણીકોશ હવે અપ્રાપ્ય જેવો છે. એની નવી આવૃત્તિ, ઉક્ત સુધારા સાથે થાય તો તે સહેલાઈથી સર્વગત થઈ શકે.

સાહિત્ય, સંગીત કે ઇતર કલાનાં આયોજિત સમ્મેલનોમાં કે સત્રોમાં તે તે વિષયનાં વિવિધ સ્વરૂપો ઉપર વિચાર-વિમર્શ થતા હોય છે, તેમ જ થયેલાં કાર્યો પર એક વિહંગદૃષ્ટિ પણ માંડી લેવાતી હોય છે. આ વખતના આપણા અધિવેશનમાં અન્ય સ્વરૂપો વિશે તે તે વિભાગના અભ્યાસુ વક્તાઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. મ્હારે વાત કરવી છે કવિતામાં અંતર્ગત રહેલા અધ્યાત્મ તત્ત્વને, ભાવને લક્ષ્યમાં રાખીને, તત્ત્વની ઝાંખી કરવા માટે જિજ્ઞાસુઓએ કરેલા પ્રયત્નો તરફ દૃષ્ટિ કરતાં, એમાં સ્વીકારાયેલી બે રીતિ તરફ આપણું ધ્યાન ખેંચાય છે. એક છે તત્ત્વશાસ્ત્રની, તત્ત્વદર્શનની; જે છે તર્ક-યુક્તિ-નિર્ભર. એમાં પ્રક્રિયા છે મંડન-ખંડનની અને અંતે અનિર્વચનીય કે અજ્ઞેય કહીને એ અટકે છે. બીજી રીતિ છે પ્રત્યય-નિર્ભર, અપરોક્ષાનુભૂતિની. આપણી આ પર્યેષણાને સંબંધ છે બીજા પ્રકાર સાથે. આમાં કવિતા-પદાર્થ અંગેની વિચારણા અપ્રસ્તુત છે એટલે એને બાજુએ રાખી કવિતામાં છવાઈ રહેલા અધ્યાત્મ-ભાવને જ અવલોકીશું.

આધ્યાત્મિક શબ્દની કેટલી છે વિશિષ્ટ અર્થચ્છાયાઓ! અધ્યાત્મ (અધિ+આત્મ) એટલે બ્રહ્મ, પરમેશ, પરમાત્મા, તેમ જ સ્વ, પોતે; તે સંબંધી એટલે આધ્યાત્મિક. વળી તે ગૂઢ, અભૌતિક, પારલૌકિક, અમૂર્ત વિષય સંબંધી પણ ગણાય. કવિને ક્રાન્તદ્રષ્ટા કહ્યો છે. આ શબ્દ પોતે જ એની આધ્યાત્મિકતાનો સૂચક છે. એટલે તો સાચી કવિતા હંમેશ અધ્યાત્મ-ભાવ-ગર્ભિત રહેવાની. કવિતા આમ બંનેને અપર-પરને, ઇન્દ્રિયગત અને ઇન્દ્રિયાતીતને સંયોજિક કરે છે. વ્યક્તિ-ચૈતન્યનો વિશ્વચૈતન્ય સાથે એમાં યોગ સધાય છે. આપણી ભારતીય કવિતામાં આવી પરંપરા આપણને મળી છે, છેક પ્રાગૈતિહાસક વેદકાલીન સમયથી.

સૌપ્રથમ વાણીના સંદર્ભમાં રચાયેલી એક ઋચા જોઈએ -
સૌપ્રથમ વાણીના સંદર્ભમાં રચાયેલી એક ઋચા જોઈએ -
{{Poem2Close}}
<poem>
चत्वारि वाक्‌परिमिता पदानि
चत्वारि वाक्‌परिमिता पदानि
तानि विदुर्बाह्मणा ये मनीषिणः ।
तानि विदुर्बाह्मणा ये मनीषिणः ।
गुहा त्रीषि निहिता नेङ्‌गयन्ति
गुहा त्रीषि निहिता नेङ्‌गयन्ति
तुरीयं वाचो मनुष्या वदन्ति ।। ऋ. १-१६४-४५
तुरीयं वाचो मनुष्या वदन्ति ।। ऋ. १-१६४-४५
</poem>
{{Poem2Open}}
આ ઋચામાં સ્પષ્ટ આલેખાયું છે કે વાણીના ચાર પ્રકારમાંથી ત્રણઃ પરા, પશ્યંતી અને મધ્યમા છે ગુહા-નિહિત (અંતરતમમાં). મનુષ્ય ઉચ્ચારે છે તે તો છે ચતુર્થ, વૈખરી, વૈખરીમાં જ કવિતા વ્યક્ત થતી હોવા છતાં, કવિ-મનીષી પોતાના કથનમાં જે ગુહા-નિહિત છે એને પ્રગટ કરે છે સાંકેતિક રૂપે કવિ જો ક્રાન્તદ્રષ્ટા છે તો તે આ સંદર્ભમાં જ.

<center></center>
કાવ્યાંગ રચાય છે ભાવ, ભાષા અને ભંગિની સમુચિત અન્વિતિથી. ભાવ છે વૃત્તિજન્ય, કલ્પનોત્થ પ્રતિભાસમ્પન્ન; ભાષા છે અલ્પતમ શબ્દોના વિનિયોગવાળી પ્રતીકાત્મક, સાંકેતિક; અને ભઙ્ગિ (શૈલી) છે લય અને નાદ-ધ્વનિયુક્ત.

વેદની સહસ્રાવધિ ઋચાઓમાં મહત્ત્વનું પ્રદાન છે ઋષિ વસિષ્ઠનું. વરુણ છે એમના આરાધ્ય દેવ, ઈશ અને સખા પણ. એ કહે છે :

Line 92: Line 100:
કઠોપનિષદમાં શ્રેય અને પ્રેયની આલોચનાની સાથે શાશ્વત સુખ, શાશ્વત આનંદની પ્રાપ્તિની કથા નિરૂપાઈ છે. પિતાની અભીપ્સા છે સ્વર્ગનાં દિવ્ય સુખને પામવાની. વિશ્વજિત નામનો એક દિવસનો યજ્ઞ એ કરે છે, જેમાં પોતાની સર્વ સંપદ દાનમાં આપી દેવાની હોય છે, પણ એ જેનું દાન કરે તે તો છે – पीतोद्रका जग्धतृणा दुग्धदोहा निरिन्द्रियाः – ગાયો, પુત્ર નચિકેતા તે નિહાળે છે, ને વિચારે છે, – अनन्दा नाम ते लोकास्तान् स गच्छति ता ददात् ।। ને આવા વિચારથી વ્યથિત થઈ એ શોચે છે; પોતે પણ છે તો પિતાની સંપદ, દાન યોગ્ય. આથી સતત ત્રણ વાર એ પિતાને પૂછે છે, ‘મ્હને અર્પણ કરો છો કોને?’ પિતા ક્રુદ્ધ થઈ બોલી ઊઠે છે : मृत्यवे त्वा ददामि.

ક્રોધમાં ઉચ્ચારાયેલી આ વાણી પણ વ્યર્થ નથી. વાણી સ્વયં સત્યપ્રતિષ્ઠ છે. સહેજ આડ વાતે પણ આ સત્યના અનુસંધાનમાં મહાભારતમાં મળતા બે પ્રસંગોનો ઉલ્લેખ થઈ શકે એમ છે. એક છે સત્યવતી અને પરાશર મુનિના પ્રસંગમાં. પરિવ્રાજક પરાશર નદીતીરે આવી હોડીવાળાઓને ઉદ્દેશીને પૂછે છે, ‘કોણ મ્હને પાર ઉતારશે?’ ને સહસા રમૂજમાં સત્યવતી જોજનગંધા બોલી નાખે છે, ‘પુત્ર’. બસ, આ ઉચ્ચારણ, અબુધ ભાવે થયેલું સત્યવતીનું, સત્યવતીનું ખરું છતાં ત્હેનું નહીં. એ છે અદૃષ્ટ નિયતિનું; સત્ય, ને પરિણામે સત્યવતી દ્વારા જ પરાશરને કૃષ્ણદ્વૈપાયન વ્યાસ મુનિની પ્રાપ્તિ. બીજો પ્રસંગ છે દ્રૌપદી-સ્વયંવર પછીનો. દ્રૌપદીને લઈને પાંચે ભાઈઓ ઘેર જાય છે, ને બહારથી જ મા કુંતીને કહે છે; “મા જો અમે શું લાવ્યા છીએ”. કુંતી અંદરથી જ જવાબ આપે છે, “ત્હમે ભાઈઓ વહેંચી લેજો.” પણ શું? આ કંઈ બહારથી લાવેલું ખાદ્યાન્ન નહોતું, તોપણ વાણી અહીં થાય છે સત્ય-પ્રતિષ્ઠ, શ્રીકૃષ્ણની હાજરીમાં. ધર્મ્ય દૃષ્ટિથી ધર્મપાલન કર્તવ્યના અનુરોધ સાથે. અહીં કઠમાં નચિકેતા યમને સમર્પિત થયેલો છે. હવે એનો ઐહિક, ભૌતિક તત્ત્વો પર કોઈ અધિકાર નથી. એ અનશન કરે છે, પ્રત્યેક ઇન્દ્રિયના પ્રત્યેક વિષયનું. યોગની પરિભાષામાં કહીએ તો પ્રત્યાહાર. યમને એ વરી ચૂક્યો છે. યમ હવે એને મારી શકે તેમ નથી. પરંતુ નચિકેતાનો આ ત્યાગ શુદ્ધ છે કે કેવળ આવેશાત્મક, એની ખાતરી કરવા યમ ત્રણ વરદાન દ્વારા એની પરીક્ષા કરે છે. કોઈને પણ અલભ્ય એવી સુખ-સંપત્તિ એ આપવા તત્પરતા બતાવે છે. પણ હવે એ સર્વ, જે દીર્ઘકાલે પણ નાશવંત છે એમાં નચિકેતાને રસ નથી. હવે એ છે આપ્તકામ. માગે છે શાશ્વત સુખ સાથેનો યોગ. ને એનો અધિકાર તો કેવળ બ્રહ્મવિદ્‌ને જ. શાશ્વત સત્ ચિત્ અને આનંદ સ્વરૂપ તો છે કેવળ બ્રહ્મ. યમની પાસેથી નચિકેતાને દીક્ષામંત્ર મળે છે પ્રણવનો – तस्य वाचकનો, एतद् वै तत्નો. આમ વેદકાળથી ચાલી આવતી જ્ઞાન, યોગ અને ભક્તિની સાધનામાં સર્વ સમર્પણ દ્વારા પરમ શ્રેયને પામવા માટે આપ્તકામની અવસ્થાનો નિર્દેશ કરાયેલો છે.

ભારતીય પ્રજાના આદિ મહાકાવ્ય રામાયણની રચનામાં અધ્યાત્મદૃષ્ટિએ એક નવું તત્ત્વ ઉમેરાય છે. મહાકાવ્ય છે મુનિ વાલ્મીકિની કૃતિ. આ કૃતિની પાછળ નૈમિત્તિક કારણ રૂપે તો છે ક્રૌંચવધની ઘટના. તમસા નદીના વિશાળ વનાંચલની શોભા નિહાળતાં નિહાળતાં વિહાર કરતા મુનિ, નિકટમાં વિચરતા સુંદર ક્રૌંચ યુગલને જુએ છે. બંને મધુર વાણીથી આનંદક્રીડામાં છે સંલગ્ન. ત્યાં જ

तस्मात तु मिथुनादेकं पुमांसं पापनिश्चयः ।

Line 105: Line 113:
સહસા જ છે આ ઉચ્ચાર. ક્રૌંચીના હૃદયનો ચિત્કાર મુનિની વૈખરી વાણી દ્વારા પ્રાગટ્ય પામે છે. શોક પામે છે શ્લોકત્વ. અહીં જ પ્રગટ થાય છે સંવેદના, પરકાયાપ્રવેશ. શાપ દેનાર તો છે ક્રૌંચી. કવિ નિમિત્ત બને એ ચીસ-ચિત્કારને વૈખરીમાં, વર્ણોચ્ચારમાં કહી જવા માટે, તે છતાં ક્ષુબ્ધ છે કવિ. એક બાજુ અમંગલ વાણી છે, બીજી બાજુ આપોઆપ સ્ફુરતો છંદ છે. ને આદેશ મળે છે એ શ્રીરામનાં સંપૂર્ણ ચરિતનું વર્ણન કરવાનો.

સર્વાત્મસ્વરૂપ દૃષ્ટિનો વિકાસ ઔપનિષદિક કાલમાં થયેલો હતો જ; પરંતુ તે જ્ઞાનદૃષ્ટિથી. પણ આદિ કવિ વાલ્મીકિમાં ભાવસ્વરૂપે તે દેખા દે છે. स पर्यगात् જે સર્વગત થયેલો છે એનું અહીં અનુસંધાન છે સંવેદના દ્વારા, ને એ જ ભાવ વ્યાપક રીતે કથિત થયો છે સમગ્ર રામાયણમાં.

જગતભરમાં અનન્ય એવું ભારતીય પ્રજાનું બીજું મહાકાવ્ય છે મહાભારત. મુનિ શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસની આ રચનામાં ઇતિહાસ છે, રૂપકથા છે, અધ્યાત્મ છે, એમ એમાં જીવનને સ્પર્શતા સર્વ ધર્મ-કર્મનું આલેખન છે. ધર્મ્ય કર્મ મનુષ્યને કેવી વિષમ પરિસ્થિતિમાં મૂકી દે છે? આવી કેટકેટલી પરિસ્થિતિનું નિર્માણ આપણને એમાં જોવા મળે છે, મનને મૂંઝવી દે એવી. અને જ્યારે સ્વજનોનો જ સ્વજનોની વિરુદ્ધ ચરમ મુકાબલો થાય છે ત્યારે ક્ષુબ્ધ થઈ અર્જુન શ્રીકૃષ્ણને કહે છે :

कथं भीष्मं अहं संख्ये द्रोणं च मधुसूदन ।

Line 136: Line 144:
मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोसि मे ।।

આમ મહાભારત અંતર્ગત ગીતામાં જ્ઞાન, યોગ, ભક્તિ વગેરેની વિચક્ષણ, વિચારણા પછી પણ વ્યાસ મુનિનો ઝોક સાકાર ભક્તિ તરફ વળતો હોય એવો સંકેત આપણને મળે છે; જેના પરિણામે પરમ શાંતિપ્રદ શ્રીમદ્ ભાગવત મહાપુરાણની રચના એમની દ્વારા જ થાય છે.

શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધના પ્રથમ પ્રાર્થના-શ્લોકના ચરણાન્તે કથન છે : सत्यं पर धीमहि. અહીં સત્ય પરાત્પર બ્રહ્મ(નિરાકાર)નો અને શ્રીકૃષ્ણ(સાકાર)નો વાચક બને છે. ગીતામાં જેનો નિર્દેશ થયેલો છે એ જ વાત અહીં ફરી ઉલ્લેખ પામે છે.

लीला विदधतः स्वैरमीश्वरस्यात्ममायया । (स्कं.१, अ. १-१८)

Line 153: Line 161:
शिरसि धेहिनः श्रीकरग्रहम् ।। (स्कं.१૦, अ.३१-५)

જે જન્મમરણરૂપ સંસારચક્રના ભયથી ત્હમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે ત્હેને, ત્હમે, હે યદુશિરોમણિ, અભય કરો છો. હે કાન્ત, સર્વની અભિલાષા પૂર્ણ કરનાર, લક્ષ્મીજીને જે કરે ત્હમે ધારણ કરો છો તે કર અમારાં શિર પર ધરો. આ રીતે વ્રજની ગોપાંગનાઓ તચ્ચિત્ત, તન્મનસ્ક બનીને કૃષ્ણલીલાનાં ગાનમાં લીન રહેતી હતી.

ભાગવત પરંપરાની સાથે જ અન્ય પુરાણ-આધારિત ભક્તિનું પ્રવર્તન, પછી તે રામની, સદાશિવની, જગદમ્બાની, કોઈ પણ ઇષ્ટ સ્વરૂપે હોય, આજ પર્યંત ચાલુ રહેલું છે. હઠયોગ, ક્રિયાયોગ, ઇત્યાદિ અન્ય સાધનાઓમાં પણ ગૌણભાવે એ નિહિત છે જ. પણ સાહિત્યમાં તો છે ભક્તિનું જ પ્રાધાન્ય.

પરંતુ જયદેવથી આ ભાગવતધારા વધુ પ્રભાવશાળી અને વ્યાપક થાય તે પહેલાં વચગાળામાં બૌદ્ધ અને જૈન મતે સાધનામાર્ગે નવી દિશા ચીંધી હતી. વેદ-સ્થાપિત કર્મકાણ્ડના યજ્ઞયાગાદિમાં થતા પશુબલિના અતિરેકની સામે બુદ્ધે અહિંસા-કરુણાનો મંત્ર આપ્યો, ને દુઃખમાંથી મુક્તિ માટે, નિર્વાણ માટે, જે યોગપ્રક્રિયા આપી તે મનને અમન કરવાની, શૂન્યમાં સ્થાપવાની હતી. પરંતુ આ સાધનામાં ક્રમશઃ થતા ભેદે, મહાયાનમાંથી વજ્રયાન અને એની સાથે કંઈક સંકળાયેલા નાથ-સંપ્રદાયને તેમજ સહજ સંપ્રદાયને નવી દૃષ્ટિ સાંપડે છે. બૌદ્ધ અને જૈનોનો અભિગમ અનીશ્વરતા તરફ રહ્યો પણ નાથ અને સહજ માર્ગમાં નિરાકાર સાકારનો સ્વીકાર થયો છે. બૌદ્ધોનું શૂન્ય નાથમાં ‘સૂન્ન મહલ’નું રૂપ ધારણ કરે છે, જે સહસ્રારનો નિર્દેશ કરે છે. નાથ અને સહજની ધારા પૂર્વ ભારતમાં પ્રવર્તતી થાય છે, જેની અસરો સમગ્ર ઉત્તર ભારતમાં વરતાય છે.

Line 189: Line 197:
ત્રિભુવન નીરખ્યા હો રે તમને…
ત્રિભુવન નીરખ્યા હો રે તમને…
આમાં સહેજે આપણને નરસિંહની યાદ આવી જાય.
આમાં સહેજે આપણને નરસિંહની યાદ આવી જાય.
<center></center>
નાથ અને બીજ-સહજની પરંપરા ચાલુ હોવા છતાં કવિ જયદેવના આગમન પછી ક્રમશઃ ભાગવત-પરંપરા જ ભારતભરમાં પ્રધાન સ્થાન પામી છે. ‘ગીતગોવિંદ’ની રાધા-માધવની એકાન્ત કેલીએ ‘રાગાનુરાગાત્મક’ ભક્તિની નવી દૃષ્ટિ દીધી. એની ‘મધુર કોમલ કાન્ત પદાવલી’એ કામણ કરી મનને વાળ્યું હરિસ્મરણમાં. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં સર્વત્ર એની અષ્ટપદીઓ ભાવપૂર્વક ગણાવા લાગી. જાણે એક નવી ભક્તિક્રાન્તિ સરજાઈ. સુંદરવર કૃષ્ણનું એક મનોહર ચિત્ર –

ચન્દનચર્ચિત નીલ ક્લેવર, પીતવસન વનમાળી
ચન્દનચર્ચિત નીલ ક્લેવર, પીતવસન વનમાળી
18,450

edits

Navigation menu