પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી બકુલ ત્રિપાઠી |}} {{Poem2Open}} બકુલ ત્રિપાઠીનો જન્મ ૨૬ નવેમ્...")
 
No edit summary
 
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
બકુલ ત્રિપાઠીનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૮ના રોજ નડિયાદમાં થયેલો. ગુજરાતી સાહિત્યમાં તેઓ હાસ્યકાર અને નાટ્યકાર તરીકે વધારે જાણીતા હતા. તેઓ ૧૯૪૮માં સ્નાતક થયા. ૧૯૫૨માં અનુસ્નાતક થયા. ૧૯૫૩માં એલએલ.બી. થયા. ૧૯૫૩થી એચ.એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં સેવાનિવૃત્ત થયા ત્યાં સુધી અધ્યાપનકાર્ય કર્યું.
<center>'''તેંતાલીસમા અધિવેશનના પ્રમુખ'''</center>
<center>'''શ્રી બકુલ ત્રિપાઠી'''</center>
 
* બકુલ ત્રિપાઠીનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૮ના રોજ નડિયાદમાં થયેલો. ગુજરાતી સાહિત્યમાં તેઓ હાસ્યકાર અને નાટ્યકાર તરીકે વધારે જાણીતા હતા. તેઓ ૧૯૪૮માં સ્નાતક થયા. ૧૯૫૨માં અનુસ્નાતક થયા. ૧૯૫૩માં એલએલ.બી. થયા. ૧૯૫૩થી એચ.એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં સેવાનિવૃત્ત થયા ત્યાં સુધી અધ્યાપનકાર્ય કર્યું.
બકુલ ત્રિપાઠીનું ઉપનામ ‘ઠોઠ નિશાળિયો’ હતું. ૧૯૫૧માં તેમણે નિર્બંધિકાઓ લખવાની શરૂઆત કરી. ૧૯૫૫માં તેમનો ‘સચરાચર’ નામે હાસ્યનિબંધોનો સંગ્રહ પ્રગટ થયો. ‘સોમવારની સવારે’ (૧૯૬૬), ‘વૈકુંઠ નથી જાવું’ (૧૯૮૩), ‘દ્રોણાચાર્યનું સિંહાસન’ (૧૯૮૫), ‘ગોવિંદે માંડી ગોઠડી’ (૧૯૮૭), ‘મન સાથે મૈત્રી’ (૧૯૯૦), ‘હિંડોળો ઝાકમઝોળ’ (૧૯૯૨), ‘અષાઢની સાંજે પ્રિય સખી અને ભજિયાં’ (૧૯૯૪), ‘લગ્નમંગલ અને હાસ્યમંગલ’ (૧૯૯૪) અને ‘શેક્સપિયરનું શ્રાદ્ધ’ (૧૯૯૪) તેમના હાસ્યનિબંધો, લલિતનિબંધો તેમજ હાસ્યકથાઓના સંગ્રહો છે.

૧૯૫૩થી તેમણે વર્તમાનપત્રોમાં લખવાનું શરૂ કર્યું. ‘ગુજરાત સમાચાર’ દૈનિક વર્તમાનપત્રમાં ઠોઠ નિશાળિયોના નામે ‘કક્કો અને બારાખડી’ની કટાર લખતા. પછી ૧૯૬૨થી એ જ વર્તમાનપત્રમાં ‘સોમવારની સવારે’ એ નામથી કટાર લખવા માંડેલી. મુંબઈના ‘જન્મભૂમિ’ વર્તમાનપત્રમાં પણ ‘તરંગ અને તુક્કો’ એ શીર્ષકથી કટારલેખન કરતા હતા. ‘વ્યક્તિ અને વિચાર’ નામે રેખાચિત્રોનો વિભાગ પણ તેમણે ચલાવેલો. ‘ટાઇમ્સ’માં નાટકો અને ચલચિત્રોની સમીક્ષા પણ કરતા હતા.

Line 14: Line 17:
ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા તે દરમિયાન ૩૧ ઑગસ્ટ, ૨૦૦૬ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું.

(૨૦૦૫ થી ૨૦૦૬)
(૨૦૦૫ થી ૨૦૦૬)
સર્જકતા : અદ્‌ભુત રોમાંચ, અદ્‌ભુત રહસ્ય
'''સર્જકતા : અદ્‌ભુત રોમાંચ, અદ્‌ભુત રહસ્ય'''
મુરબ્બીઓ, મિત્રો,
મુરબ્બીઓ, મિત્રો,
નમ્રતા અનુભવવી જોઈએ, ધન્યતા અનુભવવી જોઈએ, અનુગૃહીત થવું જોઈએ, આપણે, હું પણ થાઉં છું જ, એ સંસ્કારી વિનયી પરંપરા છે… પણ તે ઉપરાંત ખરેખર તો અનુભવું છું, ખૂબ ખૂબ રોમાંચ, ઉત્તેજના, ઉછાળો ઉલ્લાસનો!

Line 24: Line 27:
મને ખરેખર લાગ્યા કરે છે – મારે અહીં આવવાનું બન્યું છે કોઈ વરિષ્ઠ જ્ઞાનમૂર્તિ તરીકે નહીં, પણ તમારા બધા જેવા જ આજના યુગના, આજના સાહિત્યજગતના, આ નવા યુગના ખરા વાસ્તવને શોધવા, મથતા તમારા સાથીમિત્ર તરીકે.

(૧)
<center>'''(૧)'''</center>
આજે ટૅક્‌નૉલોજી, માસ કમ્યુનિકેશન, મીડિયા રેવૉલ્યૂશન–ભારતમાં નવા નવા લિબરલિઝેશન, ગ્લોબલાઇઝેશન તથા કમર્શિયાલિઝેશનના–ધમધમતા વંટોળિયાઓમાં સુક્કાં પાંદડાંની જેમ ચક્કર ચક્કર ઘૂમતા માનવીઓ છીએ આપણે.

આમ તો આપણે આ તેજીલા, ઘોંઘાટિયા, રંગરંગીલા યુગમાં ધમધમતા કમાતાધમાતા મોંઘાં ને મોંઘાં ટી.વી., ફ્રીજ, વૉશિંગ મશીન, મોટરબાઇક, મોટરકાર ખરીદતાં સદા ઉત્તેજિત કન્ઝ્યુમર બની રહ્યા છીએ. સમૂહ-માધ્યમો આપણાં હાડકાં કચડી નાંખતાં સ્નેહ-આલિંગનમાં આપણને ભીંસી રહ્યાં છે. ચોવીસે કલાક જાણે દોડાદોડમાં પેલાઓએ આપણે માટે ઠરાવેલાં સંવેદનો સિવાય કોઈ માનવલાગણીની લેરખી ન પ્રવેશે આપણા હૃદયમાં, અને આપણે લાયકાત મુજબ(!) પપેટ કે રોબૉટ બની રહીએ એવી વ્યવસ્થા પ્રગટતી જાય છે. તમે કલાકાર હો તો તમને ઝગમગતા શોરૂમના દરવાજે ગોઠવાતાં મેનીકીન પૂતળાં બની રહેવાનું સદ્‌ભાગ્ય પણ મળે!

Line 69: Line 72:
ગુજરાતી ભાષાસાહિત્ય અંગે સર્જનનિષ્ઠા અને સર્જનસિદ્ધિની નવી મહત્ત્વાકાંક્ષાઓ પ્રગટે છે આ પ્રસંગે.

(૨)
<center>'''(૨)'''</center>
આપણે ઘણાં વર્ષો પછી પરિષદ-અધિવેશન માટે મુંબઈ નગરીમાં મળીએ છીએ. આપણે જોયું છે કે મુંબઈનાં અધિવેશનો-જ્ઞાનસત્રો હંમેશાં અનન્ય ઉમંગથી ઊભરાતાં બની રહેતાં હોય છે. કદાચ મુંબઈની ગુજરાતી પ્રજાનો સાહિત્યપ્રેમ જ અનોખો છે. મુંબઈની આર્થિક સમૃદ્ધિ અને દાતાઓનું ઔદાર્ય પણ પ્રેમને વ્યક્ત કરવાની અનુકૂળતા કરી આપે છે.

ઈ. સ. ૧૯૦૫નું પ્રથમ અધિવેશન અમદાવાદમાં યોજાયું. પછી તરત ઈ. સ. ૧૯૦૭નું અધિવેશન મુંબઈમાં યોજાયું! તે સમયના પરિષદપ્રમુખ શ્રી કેશવલાલ હ. ધ્રુવના આ શબ્દો સાંભળો.

“અહીં (મુંબઈમાં) એક તરફ મહાસાગર ગંભીર ગાન કર્યા કરે છે. સદાગતિ કોઈ સમયે વાંસળીનો તો કોઈ સમયે ભેરીના સૂર કાઢતો વહી જાય છે… અહીં સ્પર્ધામાં ધૂંઆપૂંઆ થતા સંચાઓ વેગભેર ભમી રહ્યા છે, ધાઈઘેલી વરાળની અને વીજળીની ગાડીઓ એક છેડેથી બીજે છેડે દોડધામ કરી રહી છે ને વ્યાપારનાં શેતરંજનાં મહોરાંઓ સર્વત્ર ફેલાઈ જઈ, અનેકાનેક દાવ ખેલતા ચોપાટનું ધાંધલ મચાવી રહ્યાં છે… મુંબઈનું વાતાવરણ વ્યાપારના કોલાહલોને તેમજ વિદ્યાનાં આંદોલનોને અવકાશ આપવા પૂરતું વિશાળ ને અનુકૂળ છે. અહીં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, ત્રિમાસિક ને અન્ય સામયિકપત્રો સર્વદેશી ચર્ચા ચલાવ્યાં કરે છે. અનેક વિદ્યાપરાયણ સંસ્થાઓ લેખથી ને ભાષણથી શોધખોળ અને વિદ્યાવૃદ્ધિમાં આગળ ને આગળ પગદંડો કર્યે જાય છે.” (પરિષદપ્રમુખોનાં ભાષણો, ભાગ પહેલો, પૃષ્ઠ ૩૩-૩૪)

આજે મુંબઈ વિશેનું આ અવતરણ વાંચતાં મને શ્રી ઉમાશંકરભાઈની કાવ્યપંક્તિઓનું સ્મરણ થાય છે. એ કાવ્યમાં મુંબઈનો સીધો ઉલ્લેખ નથી. પણ જે જનમણગણ કોલાહલભરી નગરી, જે ટેકરી (મલબાર હિલની?), જે છલકતા બે મહેરામણોનો ઉલ્લેખ છે તેમાં કવિના મનનું મુંબઈ જ સૂચિત થાય છે! ઉમાશંકરના ‘નિશીથ’ કાવ્યસંગ્રહમાંની આ પંક્તિઓ યાદ કરો :

{{Poem2Close}}
<poem>
“એવો મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ
“એવો મહા વિરલ પ્રેરક સત્ત્વપુંજ
સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માંગે
સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માંગે
કે કંઈ કર્યે જીવન જાગી ચગે હુલાસે”
કે કંઈ કર્યે જીવન જાગી ચગે હુલાસે”
</poem>
{{Poem2Open}}
અહીં હુલાસ એટલે ઉલ્લાસ, માનમહેરામણમાં ઉલ્લાસની ભરતી આવે, અને તે વળી, સર્વના જીવનને સાર્થક કરે, એવા સત્ત્વપુંજની કવિ ઝંખના કરે છે.

આ ‘સત્ત્વપુંજ’ એટલે કોણ? કોઈ વ્યક્તિ? કોઈ મહામાનવ કે પયગંબર? ના, કવિ સરસ શબ્દ વાપરે છે, ‘સત્ત્વપુંજ’ વાયવી શબ્દ છે, પણ કવિના સ્વપ્નમાં, આપણા સ્વપ્નમાં, શોભી ઊઠે એવો શબ્દ છે.

Line 86: Line 93:
મારે આજે આપ સૌ સમક્ષ સુસંસ્કૃત કહેવાવાનો અધિકાર ધરાવતા માનવસમાજની ભાવસમૃદ્ધિની ગંગોત્રી, એની ‘સર્જકતા’ (ક્રિયેટિવિટી)ની વાત કરવી છે. સર્જકતાનો સત્ત્વપુંજ રચાતો આવ્યો છે આપણા ગુજરાતી ભાષાભાષીઓના જીવનમાં. આપણા સાહિત્યકારોની જે સર્જકતાનાં સુફળોનો રોમાંચ આપણે માણતા આવ્યા છીએ એ સર્જકતાનું રહસ્ય શું?

અદ્‌ભુત છે આ રોમાંચ, અદ્‌ભુત છે આ રહસ્ય.. સર્જકતાનું!

<center>(૩)</center>
(૩)
સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે
સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે
વ્યાપી જતું ઝેર તરત રગે રગે
વ્યાપી જતું ઝેર તરત રગે રગે
Line 148: Line 154:
કોણ જાણે છે, કદાચ એ જે જ્ઞાન મેળવી રહ્યો છે તે આપણી ક્યાંક ક્યાંક થાકવા આવેલી સર્જનશક્તિ માટે નવયૌવન પામવામાં નિમિત્ત બનેય ખરું!

(૪)
<center>(૪)</center>
સર્જનપ્રક્રિયાનું રહસ્ય શું? સર્જન કેવી રીતે થાય છે? આનું કુતૂહલ તો માનવજાતને સેંકડો વર્ષથી હશે જ. પણ આ અદ્‌ભુત પ્રક્રિયા વિશે કશું જાણવું અઘરું હતું. એટલે સારો રસ્તો હતો એને જાદુ ગણી લેવાનો. સંસ્કૃતિ વિકસતી ગઈ તેમ તેમ એને, કવિતારચનાને, પ્રભુદત્ત ગણવામાં આવી. ઈશ્વરપ્રેરિત ચમત્કાર!

કવિ કાલિદાસની સૌને આંજી નાખતી પ્રતિભા કેવી રીતે સ્વીકારવી, સમજાવવી? લોક તો પૂછે ધર્મજ્ઞાતા–સર્વજ્ઞાતાને! એમણે કહ્યું હશે કે પછી ઘેલાં લોકે જાતે કલ્પી લીધું હશે કે કવિ પર સરસ્વતીમાએ કૃપા કરી અને જીભ પર લખી નાખ્યું વરદાન. પછી તો કાળિયો ઉર્ફે કાલિદાસ આવી કવિતા લખે જ ને? શી નવાઈ?

Line 183: Line 189:
જીવનનિષ્ઠ સંવેદનાને સતત સંકોરતા રહેવા દ્વારા આપણે આપણામાંની સર્જનશીલતાને વિશાળ-વ્યાપક અને સઘન બનાવવી, વધુ નિષ્ઠાવંત, વધુ પ્રતાપી બનાવવી – અને વધુ સ્વતંત્ર, સ્વપ્નિલ અને ઉલ્લસિત બનાવવી એ સંકલ્પ આપણે અવશ્ય કરીએ, પરિષદની આ નવી સદીના શુભારંભ ટાણે.

(૫)
<center>'''(૫)'''</center>
૧૯૮૨માં હું પહેલી વાર અમેરિકા ગયેલો ત્યારનું એક સ્મરણ કહું? (પ્લીઝ, અમેરિકા ગયેલો, એ વાત કોઈ કશી બહાદુરી દર્શાવવા નથી કહેતો. અમદાવાદથી અમેરિકા જવા વિશેની વાતો એ હવે અંધેરીથી આણંદ જવા જેટલું બગાસાં-પ્રેરક બની રહ્યું છે!) મને તે વખતે અમેરિકામાં ચકાચૌંધ કરી મૂકેલો તે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનિઝેશનના બે મિનારાઓએ નહીં કે સ્વાતંત્ર્યદેવીની પ્રતિમાએ પણ નહીં (બેઉ પર પછી તો આફત આવી ગઈ, એક પર સ્થૂળ અર્થમાં, બીજા પર આલંકારિક રીતે!)… મને તે વર્ષોમાં ખુશ કરી નાખેલો મેળાઓમાંનાં રોલર કોસ્ટરોએ! હવે તો મુંબઈમાં એ આવી ગયાં છે, તમે એમાં ન બેઠા હો તો બેસી આવજો! એવું તો ઊછળવાનું, ગબડવાનું, ચત્તા-ઊંધા થઈ જવાનું આવે છે પ્રચંડ રોલર કોસ્ટરોમાં કે જાણે હાડકાં હમણાં ખડખડ ખખડતાં થઈ જશે!

આજે વિશ્વ આખું – અને ભારત દેશ પણ – રોલર કોસ્ટર પર ઘૂમી રહ્યો છે! સુખદુઃખ નિદ્રાજાગૃતિ, સ્વપ્નવાસ્તવનાં જોડકાં તો પહેલેથી હતાં. સંસ્કૃત કવિએ કહ્યું જ છે, चक्रवत् परिवर्तन्ते सुखानि च दुःखानि च! પણ એ ચગડોળ આપણા ગામડાના ગોકળઆઠમના મેળાની ચગડોળ જેવી એક જ તાલ, એક જ રિધમની હતી. માણસજાત એનાથી ટેવાઈ ગયેલી, મુંબઈવાળા ટ્રામો અને વિક્ટોરિયાથી ટેવાઈ ગયેલા તેમ! પણ આજે તો બધું જ, બધે જ મહા રોમાંચક રોલર કોસ્ટરની જેમ ઊછળી રહ્યું છે, ઘૂમી રહ્યું છે. આમાં એક બાજુ મજા આવતી લાગે છે અને બીજી બાજુ કશું જ સમજાતું નથી! દેહ ઊંચે જાય છે ને નીચે જાય છે પણ જીવ અધ્ધર ને અધ્ધર રહે છે!

Line 202: Line 208:
પૂર્વજો, આશિષ આપો!
પૂર્વજો, આશિષ આપો!
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪૨
|next = ૪૩.૨
}}
18,450

edits

Navigation menu