માય ડિયર જયુની વાર્તાઓ/૨. જીવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨. જીવ|}} {{Poem2Open}} ભગો ચમાર હેઠવાસ સુધી આવતાં આવતાં ભાંગી પડ્યો....")
 
No edit summary
 
Line 51: Line 51:
ભગાનો જીવ તાળવે ચોંટી ગયો. મગજમાં ચક્કર ઘુમી ગયું : હું ના પાડું, ને ખોડાને કહે તો મારે શો વાંધો હોય? આમેય હું સામે ચાલીને ખોડાને કામ આપું છું ને! પણ અટાણે ના પાડું, ને બાપુને એમ થાય કે મેં ખરે ટાણે ના પાડી, ને બાપુ ક્રોધે ભરાઈને મારા નામ માથે ચોકડી મારી દે તો તો ભારે થાય. જી બાપુને લીધે તો મારા બીજા ઘરાક છે એ બધું બંધ થઈ જાય. એટલું જ નહિ, બાપુ રાજાના ભાયાત. આ ગામમાં જ નહિ, અડખેપડખેનાં ગામોમાં બાપુની આણ વર્તે. પછી તો આંહીંય નૉ રહેવાય, ને અડખેપડખેનાં ગામમાં ય નૉ રહેવાય. ઈશ્વર કરે ને કાલ દીકરો સાજોનરવો થાય તો બાપનું ગામ મૂકીને ક્યાં ભટકવું?

થોડીવાર મૂંગો મૂંગો જેસુભા સામું જોઈ રહીને ભગો કટકે કટકે બોલ્યો, ‘ઉપાડી તો હું જ જાશ, માબાપ. પણ મારા સોકરાને અહખ સ, તિ....’

જેસુભા વચ્ચે બોલ્યો, ‘તે એને અટાણે મુંબી લઈ જાવો છે?’

‘નંઈ નંઈ માબાપ. કાંય લઈ જવો નથ. આજ મારે ઈના હારૂં અપ્પા સ તિ દિ’ ઉગતા પૈ’લાં લઈ જાવ તો હાલે?’  

હવે જેસુભાનો પિત્તો ઉછળ્યો. એ ઊભો થઈ ગયો.

Line 78: Line 78:
‘આ ગુણિયું હેઠ મન રયું. જીવતે જીવ ઢહડીઈંને ઈને પીડા થાય, માબાપ!’  

‘મન, લઈ જી તું તારે’ કહીને જીવો ડેલીમાં ચાલી ગયો.

ભગાએ ગુણિયા સમેત પાડાના પાછલા પગ કચકચાવીને બાંધ્યા. એને એની આંખે અંધારાં આવી ગયાં. અત્યારે એને પાડાની જગ્યાએ એનો દીકરો દેખાતો હતો. પાડાને બાંધતી વખતે દીકરાની નનામી બાંધતો હોય એવી અમંગળ કલ્પના ઝબકી ગઈ. પાડાને વાડીએ મૂકીને કે હેઠવાસની થોરની વાડ સુધી લઈ જઈને તરત દીકરા પાસે પહોંચી જવાની તાલાવેલીએ એનામાં બળ પૂર્યું. એણે જીવ પર આવીને પાડાને ઢહડવા માંડ્યો.

જીબાપુની ડેલી વટાવી પછી અજવાળું નહોતું. આઠમનો ચંદ્ર ઢળી ગયો હતો. ગામના નાના રસ્તા પડછાયામાં ડૂબી ગયા હતા. તો ય કોઈ સામે મળે ને પોતાના આ કરતૂત વિશે કંઈ વાત થાય તો! – એ બીકે એ પાદર તરફ વળ્યો, ગામ નાનું પાંચ ઘર મૂકો ને પાદર આવે. પાદર વટાવીને હેઠવાસ કોર નીકળી જઈશ એવા વિચારે એ શેરી વટાવી. પણ એટલી વારમાં હાંફી ગયો. ગમે તેટલું બળ કરે તો ય પાડાને ખેંચી શકતો નહોતો. હાથમાંથી રાંઢવું હેઠું મૂકીને એ પાડા પાસે બેસી પડ્યો, જાણે એના દીકરાની ખાટલી પાસે બેસી પડ્યો હોય એવો ભાવ અનુભવી રહ્યો. બાજુમાં એક કૂતરું આ જોઈને આઘું ગયું ને ભસ્યું. એને લીધે બીજાં કૂતરાં પણ ભસી ઊઠ્યા, ને પછી લાંબે રાગે રડવા લાગ્યાં.

શેરીને નાકે ધૂળિયાં ઘર. છૂટાછવામાં ઝાડવાં. પાડા પાસે બેઠેલો ભગો. રડતા કૂતરાને એ બધું જોતો ઢળતો ચંદ્રમા, આ બધું જોેઈને ભગો કંપી ઊઠ્યો, કૂતરાં રોવે એ તો અપશુકન. બધાએ ના પાડી’તી, અધરમનું કામ કરવાની. એને દીકરાનો દેખાવ, ને ગરુડાનો મંત્ર, ને ડોશીની સલાહ, ને ખોડાની ખીજ, ને પોતાની નિરાધારી એવાં એવાં ઉભરી પડ્યાં કે સૂકાયેલી આંખોમાં પાણી તબકી ગયાં. એનાથી ડૂસકું મૂકાઈ ગયું. થોડી વાર થઈ એટલે કૂતરાઓએ વધુ દેકારો મચાવ્યો, જાણે પોતાનો દીકરો મરી ગયો ને આખો હેઠવાસ એકઠો થઈને રોકકળ મચાવે છે એવું દૃશ્ય માનસપટ પર ઊઠયું!

18,450

edits

Navigation menu