18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 47: | Line 47: | ||
‘એ તો છે જ એવો. હજુયે સુધર્યો નથી?’ | ‘એ તો છે જ એવો. હજુયે સુધર્યો નથી?’ | ||
કાંતાં કાંઈ બોલી નહિ. મોંમાં કશુંક મમળાવવા લાગી, માસીનું, નાનકડું ઘર છોકરાંની રોકકળથી ગાજતું હતું. તેમના બે છોકરાઓની વહુઓ લાજ કાઢીને ઘરમાં હરફર કરી રહી હતી. કાંતાને ઘરનો કલબલાટ આનંદ આપી ગયો. એક નાનકડી બેબી ભાંખડિયાં ભરતી ઘરમાં દોટમ્દોટ કરીને કિલકિલાટ કરતી હતી. કાંતાએ હાથ લાંબો કરીને એને ઊંચકીને ખોળામાં લઈ લીધી. માસીના નાનાની આ ત્રીજા નંબરની બેબી, ભારે રમતિયાળ, કાંતાના ખોળામાં ઊંચીનીચી થવા લાગી. કાંતાને અંતરમાં ગલગલિયાં થવા લાગ્યાં. એણે બેબીને ગલીપચી કરીને બરાબરની હસાવી. કાંતાનો ખોળો તરબતર થઈ ઊઠ્યો. આવો ‘મમતાળો ખોળો છતાં ખાલી કેમ?’ – એવું કશુંક ધસી આવતાં એ ખસિયાણી પડી ગઈ. માસી એની ક્રિયાઓ એકીટશે જોઈ રહેલાં. કાંતાએ શરમાઈને નીચું ઘાલી દીધું. અંતર વલોવાઈ રહ્યું હતું. કેમ કરીને માસી સામે હું આંખો મેળવી શકું? મારી આ છૂપી વેદનાને મારે હવે વહેવા દેવી છે. પણ કોની આગળ રોઉં... એનું અંતર રડવા લાગ્યું. તે દરમિયાન એના ખોળામાંથી બેબી છટકીને રસોડા તરફ વળી. આ વખતે કાંતાએ બેબીને ઊંચકવા પ્રયત્ન ન કર્યો. માત્ર તે દિશા તરફ નજર માંડીને બેસી રહી. માસીએ હાથ લંબાવીને એના ખભા પર મૂક્યો. ને ચમકી ગઈ. આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. | કાંતાં કાંઈ બોલી નહિ. મોંમાં કશુંક મમળાવવા લાગી, માસીનું, નાનકડું ઘર છોકરાંની રોકકળથી ગાજતું હતું. તેમના બે છોકરાઓની વહુઓ લાજ કાઢીને ઘરમાં હરફર કરી રહી હતી. કાંતાને ઘરનો કલબલાટ આનંદ આપી ગયો. એક નાનકડી બેબી ભાંખડિયાં ભરતી ઘરમાં દોટમ્દોટ કરીને કિલકિલાટ કરતી હતી. કાંતાએ હાથ લાંબો કરીને એને ઊંચકીને ખોળામાં લઈ લીધી. માસીના નાનાની આ ત્રીજા નંબરની બેબી, ભારે રમતિયાળ, કાંતાના ખોળામાં ઊંચીનીચી થવા લાગી. કાંતાને અંતરમાં ગલગલિયાં થવા લાગ્યાં. એણે બેબીને ગલીપચી કરીને બરાબરની હસાવી. કાંતાનો ખોળો તરબતર થઈ ઊઠ્યો. આવો ‘મમતાળો ખોળો છતાં ખાલી કેમ?’ – એવું કશુંક ધસી આવતાં એ ખસિયાણી પડી ગઈ. માસી એની ક્રિયાઓ એકીટશે જોઈ રહેલાં. કાંતાએ શરમાઈને નીચું ઘાલી દીધું. અંતર વલોવાઈ રહ્યું હતું. કેમ કરીને માસી સામે હું આંખો મેળવી શકું? મારી આ છૂપી વેદનાને મારે હવે વહેવા દેવી છે. પણ કોની આગળ રોઉં... એનું અંતર રડવા લાગ્યું. તે દરમિયાન એના ખોળામાંથી બેબી છટકીને રસોડા તરફ વળી. આ વખતે કાંતાએ બેબીને ઊંચકવા પ્રયત્ન ન કર્યો. માત્ર તે દિશા તરફ નજર માંડીને બેસી રહી. માસીએ હાથ લંબાવીને એના ખભા પર મૂક્યો. ને ચમકી ગઈ. આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. | ||
‘ગાંડી, તું ના કહે તોય મને બધી ખબર છે. તું કોઈ વાતે ગભરાતી નહિ. હું તારી પડખે છું ને!’ | |||
‘પણ મને એમનો ભરોસો નથી.’ | ‘પણ મને એમનો ભરોસો નથી.’ | ||
‘નટલાની વાત કરે છે? એનો તો કાન આમળીને સીધો કરું એમ છું મને ખબર છે એ અવળા રસ્તે ચડ્યો છે તે...’ | ‘નટલાની વાત કરે છે? એનો તો કાન આમળીને સીધો કરું એમ છું મને ખબર છે એ અવળા રસ્તે ચડ્યો છે તે...’ | ||
Line 94: | Line 94: | ||
કાંતા રસોડાના બારણાની વચ્ચોવચ ઊભી રહી. ફોઈ સાથે વીતાવેલા દિવસો તાજા થવા લાગ્યા. પોતે બધું જાણતી નથી તેવો મોં પર ભાવ લાવીને એ બોલી : | કાંતા રસોડાના બારણાની વચ્ચોવચ ઊભી રહી. ફોઈ સાથે વીતાવેલા દિવસો તાજા થવા લાગ્યા. પોતે બધું જાણતી નથી તેવો મોં પર ભાવ લાવીને એ બોલી : | ||
‘શેઠના તમે અંગત માણસ લાગો છો નહિ!’ | ‘શેઠના તમે અંગત માણસ લાગો છો નહિ!’ | ||
‘એવું તો ખરું.’ | |||
‘તો કોની રાહ જોઈને બેઠા છો. તમે જાઓ જ!’ | |||
કાંતાએ આગ્રહ કર્યો એથી પોરસાઈને કે ગમે તે કારણોસર નટુ જાણે ઠેકડા મારવા લાગ્યો. બારણું ઝડપથી ખોલવા જતાં બહાર ઊભેલી વ્યક્તિ પડતાં પડતાં રહી ગઈ. આ માણસ બીજો હતો. એને કશીયે પૂર્વભૂમિકાનો ખ્યાલ જ નહોતો. એ તો કાંતા સાથે વાતોએ વળગ્યો. નટુને એ ન ગમ્યું. મોં પર અણગમો લાવીને એ કપડાં પહેરવા ગયો. ત્યાં ચાલીમાં કશીક રાડ સંભળાઈ. કાંતા દોડીને ઘરની બહાર નીકળી. શનાભાઈના ઘરે ધમાચકડી મચી હતી. લોકો ભેગા થઈ ગયાં હતાં. શું થયું? શું થયું? એમ બોલતા માણસો અચરજમાં દોડધામ કરી રહ્યાં હતાં. કાંતા ઉચાટમાં હતી. ઘેર બારણાં આગળ માણસ ખોડાઈને ઊભો હતો, ને અહીં શનાભાઈના ઘેર લ્હાય લાગી હતી. કઈ બાજુ જવું તે એને સૂઝ્યું નહિ. છતાં એ શનાભાઈના ઘરની લગભગ નજીક આવી પહોંચી હતી. બાજુમાં ઊભેલી ગવરીને એણે પૂછ્યું : | |||
‘શું થયું’લી!’ | |||
‘થાય શું? કર્મનાં ફળ.’ | |||
‘કાંઈ સમજાયું નહિ ’ | |||
‘શનાની ડઈલીએ...’ | |||
એ વધુ બોલે તે પહેલાં તો ઍમ્બ્યુલન્સ વાન હોર્ન વગાડતી આવી પહોંચી. બધાં આઘાંપાછાં થયાં. કાંતાને નટુ યાદ આવ્યો. છાતી ભરાઈ ગઈ. એણે દોટ મૂકવા જેવું કર્યું. ઘરની નજીક પહોંચતાં જ એણે જોયું તો નટુ પેલા માણસની જોડે ઊભો ઊભો કતરાતો હતો. કાંતાની સામે ડોળા કાઢીને નટુ તો ચાલ્યો ગયો. કાંતાને એકલવાયાપણું લાગ્યું. ન વેઠાય અને ન સહેવાય તેવી સ્થિતિ. આજુબાજુના ઘરમાં કિલ્લોળ કરતાં બાળકો જોઈને ઘણીવાર નિસાસા નાખવાનું બનતું. ડૉક્ટરનેય બતાવી આવી હતી. બધું બરાબર હતું. તો કયા કારણોસર આમ બન્યું હતું? જેટલા દેવ હતા તે બધાની બાધા-આખડીઓ કરેલી. નટુ ઘણીવાર કહેતો : ‘આ બધું છોડી દે હવે. નસીબમાં લખ્યું હશે તે થશે.’ પણ એથી કાંઈ ચેન પડે? નછોરવા ક્યાં સુધી રહેવું? રાતે તો નટુ ઘેર હોય એટલે હૂંસાતૂંસીમાં રાત પસાર થઈ જાય... પણ દિવસ! ખાસ્સો લાંબો... પહોળો પટ પાથરીને તડકો તપ્યા કરતો. ને પોતાની કાયા જાણે તડકામાં શેકાઈને કોકડું વળી જતી. ચાલીના નળે એ પાણી ભરવા જતી ત્યારે છોકરાંને પાણીમાં છબછબિયાં કરતાં જોતી. નાગાં-પૂંગા, ગંદા-ગોબરા તોય છોકરાંને! મેનાને પાંચ છોડીઓ અને ત્રણ છોકરા ભગવાને દીધા છે. એમાંથી એક જ, માત્ર એક જ મને દીધો હોત તો... તો... એ વધું વિચારી શકી નહિ. શનાભાઈના ઘેરથી ઍમ્બ્યુલન્સ ડઈલીને લઈને હૉસ્પિટલ બાજુ ભાગતી ભળાઈ, ને કાંતા ઊંચી ઊંચી થઈ થઈને એ બાજુ જોવા લાગી. નટુ તો મોડો આવશે. ત્યાં સુધી શું કરવું? હજુ તો બૈરાનું ટોળું ત્યાં જામેલું હતું. એણે બારણાની સાંકળ બંધ કરી. તાળું માર્યું. ચંપલ પહેરતાં પહેરતાં જાણે જુગ વીતી ગયા. જુગમાં અનેક પલટા આવતા એણે દીઠ્યા. ફાળ પડી. ઝડપભેર બૈરાંના ટોળામાં આવી. લખીના ખભે હાથ મૂકીને એ ઊભી રહી ગઈ. | |||
‘અલી, આ શનાભૈની છોડીએ શીદને આપઘાત કર્યો?’ | |||
લખી એની સામે એકીટશે જોઈ રહી. મનમાં કશુંક ગણગણી. પછી કાંતા સામે દયાભરી નજરે જોતી હોય તેમ બોલી : | |||
‘બિચારી નછોરવી હતી. ધણીએ કાઢી મૂકેલી, આંય બાપ ભેળી રહેતી’તી. પણ બે દા’ડા મોર્ય એના ધણીએ નવી કરી. ડઈલી તે જિરવી ના શકી.’ | |||
‘હેં...!’ કાંતાએ છાતી પર હાથ મૂક્યો. બૈરાં તો ભાતભાતની વાતો કરતાં હતાં. કોઈ કહેતું હતું કે ‘આ જ મૂઈ વાંઝણી હતી. છોકરાં ના થાય પછી ધણી ક્યાં સુધી વાટ જુવે... એનો ધણી સારો હતો કે સાત સાત વરસ સુધી સાચવી રાખી...’ કાંતાનું મન ભાંગીને ભુક્કો થઈ ગયું. બૈરાંના ટોળામાંથી એ છટકવા ગઈ, ને રોડા જેવું એની હડફેટે ચડ્યું. લખીએ એનો હાથ પકડી લેતાં કહ્યું : ‘જરા ધ્યાન રાખતી હોય તો. આવોને આવો વેત્તો રાખીશ તો પડી જતાં વાર ના લાગે.’ લખીનું બાકીનું વેણ સાંભળવાય એ રોકાઈ નહિ. દોડીને ઘેર આવી. ઘર ખોલ્યું, પલંગમાં પડતું નાખતાં જ એની નજર દીવાલ પર પડી. પોતાની સાથે પડાવેલા નટુના ફોટામાં મરક મરક થતું હાસ્ય ધીમેધીમે વિલાતું એણે ભાળ્યું. તે સાથે એ પડખું ફરી ગઈ. પડખું ફરતાં તો ફરી, પણ એમ રાંક થઈને સંજોગોને શરણે થવાનું એને ન ગમ્યું. ઊભી થઈ. વરંડામાં ગઈ. આંખો પર પાણીની છાલક મારી. રસોડામાં આવી. પાણી પીધું. હતાશા ખંખેરી. દોડીને પલંગ પર ઊભી થઈ. નટુ સાથે પડાવેલો ફોટો નજીકથી ધારી ધારીને જોયો. પરણીને આવી તે વખતની હેતાળ ક્ષણો સાંભરી આવી. પળનોય વિલંબ કર્યા વિના બારી-બારણાં બંધ કર્યાં. બહાર નીકળી ત્યારે તડકો પૂર્ણકળાએ ખીલ્યો હતો. શકરા ઘાંચીની ચાલીમાં પેઠી. માસી એને જોઈને અચંબામાં પડી ગયાં. | |||
‘કેમ ખરા બપોરે?’ | |||
‘એક કામે આવી છું.’ | |||
‘બોલ.’ | |||
‘તમે કહેલું કે હું તારે પડખે છે. રહેશો?’ | |||
‘તું તો ભારે અઘરું બોલે છે, ભૈ!’ | |||
કાંતા હસી પડી. આ વખતે એનું હાસ્ય એકદમ નિખાલસ અને ભર્યુંભર્યું હતું. એણે માસીનો ખભો પકડી લીધો. પછી ઘરમાં ચોમેર નજર ફેરવી. પેલી બેબી ઘોડિયામાં પડખું ફરીને સૂતી હતી. કાંતાએ એ તરફ આંગળી કરી. માસી કાંઈ સમજે તે પહેલાં તો એ બોલી પડી. | |||
‘હું એને લેવા આવી છું, મારા માટે – મારા ઘર માટે. આપશો?’ | |||
માસી એકીટશે કાંતા સામે જોઈ રહ્યાં. પછી ઘોડિયા તરફ જોયું, પ્રસન્નચિત્તે સૂતેલી બેબી પર અલપઝલપ નજ૨ નાખી. ને સહેજ ત્રાંસ જોઈને એ બોલી પડ્યાં. | |||
‘તુંય ખરી છે. આ તો અમારું મોંઘુ રતન. એ તો અમારા બધાંની હેવાઈ થયેલી છે. એને તારા ઘરે ના ફાવે...’ | |||
કાંતા પર જાણે વીજળી પડી. ઘોડિયામાં અછડતી નજર નાખીને ધીમા પગલે એ માસીના ઘરમાંથી નીકળી ગઈ. એનાં પગલાં અનાયાસે શનાભાઈના ઘરની દિશા ભણી વળ્યા. તે વખતે એને હેડકી ઉપડી. એ ફાંફે ચડી. ચાલીના ચોકમાં, અવાવરુ ખૂણાઓમાં, ફૂટપાથ પર, કચરાનો ઢગલામાં બધે એની નજર ફરી વળી. ચોમેર ઘેરી નિરાશા સિવાય કાંઈ નહોતું. હેડકીના ડચ-ડચ-ડચ અવાજ વચ્ચે ક્યાંક મેલાઘેલા પગનો સંચાર વરતાયો. વાત્સલ્યે ઉછાળો માર્યો. એણે હવામાં કૂદકો મારીનેે શનાભાઈના ઘરની દિશા જ બદલી નાખી. | |||
{{Poem2Close}} | |||
{{ | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪. અશ્વપાલ પીંગળા અને કાનાજી | |||
|next = ૬. ઘોડાર | |||
}} |
edits