26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 305: | Line 305: | ||
હોઠ પરથી પ્રગટે છે : ‘ટુવિટ, ટુવિટ્ ...ટુવિટ, ટુવિટ્’ | હોઠ પરથી પ્રગટે છે : ‘ટુવિટ, ટુવિટ્ ...ટુવિટ, ટુવિટ્’ | ||
‘હેય! પપ્પા દરજીડોત્ત્ત્ત્’ | ‘હેય! પપ્પા દરજીડોત્ત્ત્ત્’ | ||
</poem> | |||
== બિલાડી, બચ્ચું, લખોટી અને તું == | |||
<poem> | |||
બિલાડી. | |||
કાળા પટા ને ધોળાં ટપકાંવાળો નાનકો વાઘ! | |||
બચ્ચું. | |||
ધોળું, જાણે રૂનું રમકડું, | |||
ઊછળે દડાની જેમ. | |||
લખોટી. | |||
કાળી, પાણીદાર, | |||
સરે રેલાની જેમ. | |||
સરકતા રેલા પર | |||
ઊછળતો દડો તરાપ મારે, | |||
નાનકો વાઘ | |||
ચોકી કરે. | |||
બચ્ચું | |||
લખોટી પકડી છોડી દે છે તરત. | |||
‘પપ્પા, આટલા નાના બચ્ચાને | |||
નખ મારવાનું કેવી રીતે આવડી જતું હશે?’ | |||
‘તને લોહી તો નથી નીકળ્યું ને?’ | |||
પૂછતાં ખૂલી જાય છે આંખો. | |||
ત્રાટકે છે કાળો વાઘ. | |||
</poem> | </poem> | ||
◼ | ◼ |
edits