26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,638: | Line 1,638: | ||
ન હોવું તેથી શું? | ન હોવું તેથી શું? | ||
ના, ના, ના તેથી ઘણું બધું... | ના, ના, ના તેથી ઘણું બધું... | ||
</poem> | |||
== રાહ જોવી == | |||
<poem> | |||
રાહ જોવી | |||
રાહ જોવી એટલે | |||
રાહ જોવી એટલે શું? – એ કઈ રીતે કહું? | |||
તનથીમનથી, અન્દરથીબ્હારથી, | |||
કશાથી નહીં, છતાં બધ્ધેથી | |||
રાહ જોયા કરવી | |||
અધરાતમધરાત | |||
ઊઠતાંજાગતાં, ન ઊંઘતાં-ન જાગતાં | |||
આખ્ખેઆખ્ખા શરીરને ન્હોરી નાખીએ | |||
રાહ જોતાંજોતાં મનમાંથી ધુમાડા નીકળે, | |||
પણ દેખાય નહીં, | |||
મનેતને કે કોઈને | |||
તારામાં-મારામાં | |||
જીવતી પેઢીઓની | |||
અનેક જૂનીનવી સ્મૃતિઓસ્મૃતિઓસ્મૃતિઓ... | |||
વિસ્મૃતિ તો થાય નહીં. | |||
માણેલી-ન માણેલી, કલ્પેલી ક્ષણોની ભેળસેળ | |||
જગાડી મૂકે, ખુલ્લી આંખે ઊંઘાડી શકે, | |||
દોડાવી મૂકે ઝરૂખે, ઉંબરે, રસ્તે, ગામેગામ... | |||
ખાતાંપીતાં, હરતાંફરતાં | |||
વાંચતાંનાચતાં | |||
પેલી કવિતા-કથામાં | |||
રાહની, રાહ જોવાની વાતો... | |||
‘રાહ જુઓ. | |||
પરિસ્થિતિ સમજો | |||
આવું વર્તન....’ | |||
છોડો | |||
મારે ડહાપણ નથી જોઈતું. | |||
છોલાઈ રહ્યો છું, | |||
બળી રહ્યો છું, | |||
જીવતા રહીને. | |||
રાહ જોતાંજોતાં | |||
રાહ મળતો નથી. | |||
‘બી પોઝિટિવ’ | |||
પણ કોઈ તો મને કહો, | |||
રાહ જોવી એ પોઝિટિવ વાત નથી? | |||
અન્ય કેવી રીતે સમજી કે નક્કી કરી શકે? | |||
આ કડવાંમીઠાં વેણ | |||
ભલે... | |||
એક વાર સ્નેહભીનું જોવું | |||
માત્ર જોવું. | |||
બસ. | |||
‘મન મોર બની થનગાટ કરે’ | |||
બધું સપનામાં, કવિતામાં જોવું ગમે... | |||
કહે છે | |||
પણ સ્વતંત્ર રાહ છે ક્યાં? | |||
આ ભ૨ચોમાસે | |||
બધું ભડભડ શાને? | |||
ભડભડાટ ધડધડાટ શાનો? | |||
આ ખુલ્લી આંખમાં | |||
પ્રતિબિમ્બો | |||
બદલાઈ કેમ જાય છે? | |||
દૃષ્ટિભ્રમ! | |||
મતિભ્રમ? | |||
કોનો? | |||
૦ | |||
રાહ જોવી | |||
તારી મારી આપણા સૌની? | |||
બધો બડબડાટ જોઈ-સાંભળી બોલ્યા, | |||
આને મનોરોગ કહેવાય? | |||
રાહ જોવી એટલે મનોરોગ? | |||
રાહ જોવી એટલે જીવવું? | |||
કે | |||
રાહ જોવી એટલે મરવું? | |||
કે | |||
બધ્ધું જીરવવું? | |||
</poem> | </poem> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits