|
|
(15 intermediate revisions by 2 users not shown) |
Line 1: |
Line 1: |
| | {{#seo: |
| | |title_mode= replace |
| | |title= કમલ વોરાનાં કાવ્યો - Ekatra Wiki |
| | |keywords= ગુજરાતી કવિતા, કમલ વોરાનાં કાવ્યો, કમલ વોરા, સેજલ શાહ, અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય |
| | |description=This is home page for this wiki |
| | |image= 4_Kamal_Vora_Kavya_Title.jpg |
| | |image_alt=Wiki Logo |
| | |site_name=Ekatra Wiki |
| | |locale=gu-IN |
| | |type=website |
| | |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} |
| | }} |
| | |
| {{BookCover | | {{BookCover |
| |cover_image = File:4 Kamal Vora Kavya Title.jpg | | |cover_image = File:4_Kamal_Vora_Kavya_Title.jpg |
| |title = કમલ વોરાનાં કાવ્યો<br> | | |title = કમલ વોરાનાં કાવ્યો<br> |
| |editor = સેજલ શાહ<br> | | |editor = સેજલ શાહ<br> |
| }} | | }} |
|
| |
|
| | | {{Box |
| | | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[કમલ વોરાનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[કમલ વોરાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[કમલ વોરાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[કમલ વોરાનાં કાવ્યો/સંપાદકીય | સંપાદકીય]] |
| | * [[કમલ વોરાનાં કાવ્યો/કમલ વોરાનાં કાવ્યો | કમલ વોરાનાં કાવ્યો]] |
| | * [[કમલ વોરાનાં કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[કમલ વોરાનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| | * [[કમલ વોરાનાં કાવ્યો/સંપાદક-પરિચય | સંપાદક-પરિચય]] |
| | }} |
|
| |
|
|
| |
|
| == વાયકાઓ ==
| |
|
| |
|
| <poem>
| | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = |
|
| |
|
| '''એક'''
| | * [[કમલ વોરાનાં કાવ્યો/1 વાયકાઓ|1 વાયકાઓ]] |
| વા વાયો નહોતો
| | * [[કમલ વોરાનાં કાવ્યો/2 ગાંધી ૧૫૦|2 ગાંધી ૧૫૦]] |
| નળિયું ખસ્યું નહોતું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/3 જુઠ્ઠાણાં|3 જુઠ્ઠાણાં]] |
| તે છતાંય કૂતરું તો ભસ્યું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/4 વૃદ્ધો હાંફી ગયા છે|4 વૃદ્ધો હાંફી ગયા છે]] |
| એક પાછળ બીજું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/5 વૃદ્ધો સમય પસાર કરવા|5 વૃદ્ધો સમય પસાર કરવા]] |
| બીજા ભેગાં બાર
| | * [[કમલ વોરાનાં કાવ્યો/6 વૃદ્ધો જાણે છે|6 વૃદ્ધો જાણે છે]] |
| બારમાં ભળ્યું ટોળું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/7 એક હતું ધંગલ|7 એક હતું ધંગલ]] |
| ટોળું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/8 એક વૃદ્ધને|8 એક વૃદ્ધને]] |
| પૂંછડાં પટપટાવતું એક સૂરે
| | * [[કમલ વોરાનાં કાવ્યો/9 એક વૃદ્ધ ડોસો|9 એક વૃદ્ધ ડોસો]] |
| કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/10 વૃદ્ધ થવું-ન થવું|10 વૃદ્ધ થવું-ન થવું]] |
| અને કરડ્યુંં
| | * [[કમલ વોરાનાં કાવ્યો/11 એક ઇસમ|11 એક ઇસમ]] |
| કરડી કરડી કરડીને
| | * [[કમલ વોરાનાં કાવ્યો/12 વૃદ્ધો|12 વૃદ્ધો]] |
| ફાડી ખાધું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/13 કેડેથી નમી ગયેલી ડોસીને દેખી|13 કેડેથી નમી ગયેલી ડોસીને દેખી]] |
| પીધું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/14 છોકરો|14 છોકરો]] |
| રાજ કીધું.
| | * [[કમલ વોરાનાં કાવ્યો/15 છે...ને... એક વખત હતો ડોસો|15 છે...ને... એક વખત હતો ડોસો]] |
| | | * [[કમલ વોરાનાં કાવ્યો/16 એક હતો ડોસો એને બે ડોસી|16 એક હતો ડોસો એને બે ડોસી]] |
| '''બે'''
| | * [[કમલ વોરાનાં કાવ્યો/17 એક વૃદ્ધ|17 એક વૃદ્ધ]] |
| વા વાયો
| | * [[કમલ વોરાનાં કાવ્યો/18 ખખડધજ*|18 ખખડધજ*]] |
| નળિયું ખસ્યું નહોતું.
| | * [[કમલ વોરાનાં કાવ્યો/19 જમ ઘર ભાળતો નહીં અને|19 જમ ઘર ભાળતો નહીં અને]] |
| તે દેખીને
| | * [[કમલ વોરાનાં કાવ્યો/20 એ ખુરશી પર બેઠો હોય અને|20 એ ખુરશી પર બેઠો હોય અને]] |
| કૂતરું ભસ્યું નહોતું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/21 રસ્તો ઓળંગી જવા માટે|21 રસ્તો ઓળંગી જવા માટે]] |
| ઊભા ઊભા પૂંછડી પટપટાવતું હતું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/22 એને ખબર પડતી નહોતી|22 એને ખબર પડતી નહોતી]] |
| એક પાછળ બીજું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/23 નવ્વાણુ વૃદ્ધો|23 નવ્વાણુ વૃદ્ધો]] |
| બીજા ભેગાં ચાર
| | * [[કમલ વોરાનાં કાવ્યો/24 અનેકએક|24 અનેકએક]] |
| બારમાં ભળ્યું ટોળું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/25 લખતાં લખતાં|25 લખતાં લખતાં]] |
| ટોળું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/26 વાગીશ્વરીને|26 વાગીશ્વરીને]] |
| ઝનૂની ઝડપે
| | * [[કમલ વોરાનાં કાવ્યો/27 વર્તુળ|27 વર્તુળ]] |
| પૂછડાં પટપટાવતું હતું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/28 અંતરો|28 અંતરો]] |
| વા વેગભર વાતો હતો.
| | * [[કમલ વોરાનાં કાવ્યો/29 બજારમાં|29 બજારમાં]] |
| નહોતું ખસ્યું તે નળિયું ફંગોળાયું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/30 કશું ખોવાતું નથી|30 કશું ખોવાતું નથી]] |
| ગડગોથાં ખાતું ઠીકરાં થતું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/31 જાદુગર|31 જાદુગર]] |
| પછડાયું કૂતરાંનાં લમણાં પર
| | * [[કમલ વોરાનાં કાવ્યો/32 ઘેટાળાં ઘોડાં*|32 ઘેટાળાં ઘોડાં*]] |
| લોહીલુહાણ ટોળું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/33 પતંગિયા પાછળ દોડતો છોકરો|33 પતંગિયા પાછળ દોડતો છોકરો]] |
| તેમ છતાં
| | * [[કમલ વોરાનાં કાવ્યો/34 આઠ પતંગિયાં|34 આઠ પતંગિયાં]] |
| પટપટાતાં પૂંછડાંથી
| | * [[કમલ વોરાનાં કાવ્યો/35 ભીંત|35 ભીંત]] |
| વામાં
| | * [[કમલ વોરાનાં કાવ્યો/36 ભીંત|36 ભીંત]] |
| કંઈ વેગ કંઈ વેગ કંઈ વેગ
| | * [[કમલ વોરાનાં કાવ્યો/37 ભીંત|37 ભીંત]] |
| ભરતું હતું.
| | * [[કમલ વોરાનાં કાવ્યો/38 કાગળ|38 કાગળ]] |
| | | * [[કમલ વોરાનાં કાવ્યો/39 ટોળું|39 ટોળું]] |
| '''ત્રણ'''
| | * [[કમલ વોરાનાં કાવ્યો/40 ટ્રેન|40 ટ્રેન]] |
| વા વાયો નહોતો
| | * [[કમલ વોરાનાં કાવ્યો/41 કાગડો|41 કાગડો]] |
| છતાં નળિયું ખસ્યું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/42 સાતતાળી રમતાં|42 સાતતાળી રમતાં]] |
| ને તે દેખીને કૂતરું ભસ્યું
| | * [[કમલ વોરાનાં કાવ્યો/43 કમલ વોરાના કાવ્યસંગ્રહ :|43 કમલ વોરાના કાવ્યસંગ્રહ :]] |
| ભસતાં ભસતાં
| | }} |
| આગળપાછળ જોતું રહ્યું
| |
| પણ બીજું કૂતરું આવ્યું નહીં.
| |
| પાસે આવીને ઊભું નહીં
| |
| ભસ્યું નહીં.
| |
| એક કૂતરું
| |
| એકલું એકલું
| |
| બસૂરું
| |
| ભસતું રહ્યું ભસતું રહ્યું ભસતું રહ્યું
| |
| હાંફી ગયું
| |
| ઢળી પડ્યું
| |
| વા વાયો નહીં
| |
| નહોતા વાતા વામાં
| |
| નળિયું ઊડી ગયું...
| |
| | |
| '''ચાર'''
| |
| વા વાયો
| |
| નળિયું ખસ્યું
| |
| તે દેખીને
| |
| કૂતરું ભસ્યું નહીં.
| |
| કૂતરું ભસ્યું નહીં? કારણ?
| |
| કારણ કૂતરું હતું જ નહીં
| |
| કૂતરું જ નહોતું?
| |
| નહોતું
| |
| હતી કેવળ
| |
| નહોતું તે કૂતરું ભસ્યાની
| |
| વાયકાઓ | |
| વાને ઘોડે ઊડતી
| |
| કંઈ વાયકાઓ કંઈ વાયકાઓ કંઈ વાયકાઓ
| |
| નળિયું ખસ્યું
| |
| કે નળિયનું ન ખસ્યું
| |
| તેની વાત તો
| |
| વાયકાઓમાં હતી જ નહીં.
| |
| | |
| '''પાંચ'''
| |
| એક એવીય વાયકા છે :
| |
| વા વાતો નહોતો
| |
| નળિયું નહોતું
| |
| અને કૂતરું તો શું
| |
| કૂતરાંનું પૂછડુંય નહોતું
| |
| હતું એક ગામ
| |
| ગામમાં હતું
| |
| ગામના
| |
| કોઈ નવરાનું નખ્ખોદ
| |
| કોઈ ગાંડાનું ગપ્પું
| |
| હતી કોઈ અવળાની અવળાઈ
| |
| કોઈ ઘેલસફાની ઘેલાઈ
| |
| અને ગામ આખામાં હતી
| |
| વા વાયાની
| |
| નળિયું ખસ્યાની
| |
| કૂતરું ભસ્યાની
| |
| કંઈ ધમાધમ કંઈ ધમાધમ કંઈ ધમાધમ
| |
| </poem>
| |
| | |
| == ગાંધી ૧૫૦ ==
| |
| | |
| <poem>
| |
| | |
| '''૧'''
| |
| બાપુ!
| |
| હું, તમારો આંગળિયાત,
| |
| સત્ય શું છે
| |
| તે જાણું છું;
| |
| પણ આચરી શકતો નથી.
| |
| અસત્યને
| |
| તિરસ્કારું છું,
| |
| પણ તજી શકતો નથી.
| |
| તમે સત્યના કર્યા,
| |
| હું ધિક્કારના પ્રયોગોમાં
| |
| ગરક છું.
| |
| | |
| '''૨.'''
| |
| ધાર્યું નહોતું કે
| |
| મારું જીવન તે મારી વાણી
| |
| ગોખાવતાં ગોખાવતાં
| |
| ચતુર વાણિયાની જેમ,
| |
| તમે એકાએક પરીક્ષા લેશો, બાપુ!
| |
| હૈયે હતું, હોઠે આવ્યું :
| |
| મારી વાણી
| |
| તે મારુંં જીવન.
| |
| | |
| '''૩.'''
| |
| સોયના પૂળામાં
| |
| ખોવાઈ ગયેલું એકાદ તણખલું, સૂકું કે કૂણું
| |
| શોધતાં શોધતાં
| |
| લોહિયાળ કરી નાખેલ આ હાથે,
| |
| કઈ રીતે મેળવું
| |
| તમારો હાથ, બાપુ?!
| |
| | |
| '''૪.'''
| |
| મિસ્ટર ગેન્ઢી
| |
| વી આર કાઇન્ડ ઓફ ડન વિથ યુ
| |
| યુ મે લીવ અસ નાઉ
| |
| નાઉ વી એક્ઝિસ્ટ ઇન ડિજિટલ વર્લ્ડ વ્હેર
| |
| નથિંગ ઇઝ રિયલ નથિંગ અનરિયલ આઇધર
| |
| ન તો સત્યનો જય ન અસત્યનો પરાજય
| |
| ઇન ફેક્ટ નો ટ્રૂથ એન્ડ નો લાઇ્ઝ
| |
| ઓન્લી એ સ્પેક્ટકલ ઓફ વાયોલન્સ
| |
| વિથ લાઇવ વિઝ્યુઅલ્સ
| |
| નોન-વાયોલન્સ ઇઝ ઓલ જન્ક, મિસ્ટર ગેન્ઢી!
| |
| નો ક્લીનલિનેસ નો ગોડલિનેસ
| |
| એવરીથિંગ કલરફુલ એન્ડ ઇન્સ્ટન્ટ
| |
| ઇન્સ્ટન્ટ ડાયરેક્ટ ટ્રાન્સફર
| |
| ફોર અ બિલિયન કન્ટ્રીમેન
| |
| હેન્સ નો નીડ ઓફ કરન્સી એટ ઓલ
| |
| સોરી, નો પ્લેસ ફોર યુ મિસ્ટર ગેન્ઢી
| |
| શ્યોરલી વી આર થેંકફુલ ટુ યુ
| |
| બટ,
| |
| બટ, ટાઇમ ટુ એક્ઝિટ ધ નેશન, ડિયર ફાધર!
| |
| ઇન ફેક્ટ વી ગાઈઝ્ કેન હેલ્પ
| |
| એન્ડ ડિલિટ યુ
| |
| વિથ એ ટચ ઓફ ધ ફિંગર, બાપુ!
| |
| | |
| '''૫'''
| |
| સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર નથી
| |
| સત્યરૂપી સૂરજનું સંપૂર્ણ દર્શન
| |
| સંપૂર્ણ અહિંસા વિના શક્ય નથી
| |
| વ્યાપક સત્યનારાયણના પ્રત્યક્ષ દર્શનને સારુ
| |
| જીવમાત્રની પ્રત્યે
| |
| આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે
| |
| આત્મશુદ્ધિ વિના
| |
| અહિંસાધર્મનું પાલન સર્વથા અસંભવિત છે
| |
| સત્યમય થવાને સારું અહિંસા
| |
| એ જ એક માર્ગ છે
| |
| પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે.*
| |
| | |
| આ લખી રહ્યો છું તે કાગળ,
| |
| કાગળ પર અક્ષરો પાડતી કલમ,
| |
| કલમને પકડતો
| |
| અશુદ્ધ છે.
| |
| હાથમાં સ્નાયુઓનો સંચાર,
| |
| રગોમાં ધબકતું લોહી,
| |
| લોહીને ધકેલતું હૃદય - અશુદ્ધ
| |
| ચેતના અશુદ્ધ છે.
| |
| સાધન-શુદ્ધિનો તમારો આગ્રહ, બાપુ!
| |
| દોઢ સદીએય
| |
| મને તમારાથી છેટો રાખે છે!
| |
| | |
| * ગાંધીજીની આત્મકથાના ‘પૂર્ણાહુતિ’ પ્રકરણમાંથી ઉદ્ધૃત. | |
| | |
| '''૬.'''
| |
| જીવી જીવીને
| |
| માણસ સો શરદ જીવે,
| |
| તમે તો દોઢસોને આંબી ગયા, વહાલા બાપુ!
| |
| હાઉં, બહુ થયું, હવે સિધાવો
| |
| તમારો રહ્યોસહ્યો ઓછાયો
| |
| હજુ, ક્યારેક ક્યારેક
| |
| અણધાર્યો જ વચ્ચે આવી જઈ
| |
| અમારાં તાંડવોનો લય
| |
| ભંગ કરી નાખે છે.
| |
| ત્યારે, થોડી વાર અમે ઘાંઘાં થઈ
| |
| સૂધબૂધ ખોઈ બેસીએ છીએ.
| |
| પણ ફરી,
| |
| ફરી અમારાં વિચાર, વાણી. વર્તનમાં
| |
| પ્રકૃતિ પ્રત્યે
| |
| પશુ પ્રત્યે
| |
| મનુષ્ય પ્રત્યે
| |
| ઝેરી વીજળીઓ ફૂંફાડા મારે છે.
| |
| હિંસાહારી, હિંસાચારી, હિંસાકારીના આ હાથે
| |
| છેલ્લો કટોરો પી જાઓ,
| |
| જાઓને હવે, બાપુ વહાલા!
| |
| </poem>
| |
| | |
| == જુઠ્ઠાણાં ==
| |
| | |
| <poem>
| |
| | |
| '''૧'''
| |
| મનુષ્ય માત્રને
| |
| જીવવા માટે
| |
| હવા, પાણી, ખોરાક
| |
| અને જુઠ્ઠાણાં
| |
| જરૂરી છે.
| |
| | |
| '''૨'''
| |
| જુઠ્ઠાણાં
| |
| હૈયે...
| |
| હોઠે બોલાશમાં બોલમાં
| |
| શબ્દના અર્થહીન પોલાણમાં
| |
| ચુંબનમાં આલિંગનમાં
| |
| હાથમાં હસ્તધૂનનમાં મુઠ્ઠીમાં ચપટીમાં
| |
| હથેળીની રેખામાં
| |
| કીકીઓ ફરતે રતાશમાં ઝબકતાં ઝબૂકતાં
| |
| કર્ણોપકર્ણમાં
| |
| શ્વાસમાં ઉચ્છ્વાસમાં
| |
| કોષમાં કોષકોષમાં
| |
| રક્તમાં ધબકારમાં
| |
| ખાટાં ખારાં ખરબચડાં
| |
| તૂરાં કાળાં ગળચટાં
| |
| ગંધાતાં કોહવાતાં ફુગાતાં
| |
| ફૂલતાં ફાલતાં
| |
| નિતનવાં નક્કોર જુઠ્ઠાણાં
| |
| ખદખદ ખદખદ ખદખદતાં...
| |
| | |
| '''૩'''
| |
| મુશ્કેલી એ નથી કે
| |
| જુઠ્ઠાણાં જોઈબોલીસાંભળી જોઈબોલીસાંભળીને
| |
| આપણને એ જુઠ્ઠાણાં જ લાગતાં નથી કે
| |
| જુઠ્ઠાણાં ચલાવતાં ચલાવતાં
| |
| આપણે એને કોઠે પડી જઈએ છીએ
| |
| મુશ્કેલી એય નથી
| |
| આપણે ધીમે ધીમે જૂઠને ઓળખતાં જ
| |
| અટકી જઈએ છીએ
| |
| ખરી મુશ્કેલી એ થતી હોય છે કે
| |
| આપણને ખબર ન પડે તેમ
| |
| આપણે એના બંધાણી થઈ જઈએ છીએ
| |
| આપણને તલપ લાગે છે
| |
| આપણે ઘાંઘા ઘાંઘા થઈ જઈએ છીએ
| |
| અને ત્યારે તરતોતરત ત્યારે જ
| |
| જુઠ્ઠાણાં ખરેખર આપણી વહારે પણ ધાય છે
| |
| | |
| '''૪'''
| |
| કરાલવદનાં જુઠ્ઠાણાં
| |
| હાથમાં ખડગ-તલવાર લઈ
| |
| વાઘો પર સવાર
| |
| લપલપતી જીભે કાળો અગ્નિ વેરતાં
| |
| નીકળી પડ્યાં છે
| |
| હવા ચીરતાં
| |
| વનસ્પતિ વહેરતાં વસ્તી વધેરતાં...
| |
| પરખાતાં નથી
| |
| દેખાતાં નથી પકડાતાં નથી
| |
| અલગ થઈ જતા ધડને પીડા નથી
| |
| રઝળી પડેલા માથાને જાણ નથી
| |
| નિકંદન વળી ગયેલ આખું વિશ્વ
| |
| એમનાં ખુલ્લાં મોંમાં
| |
| સમાઈ ગયું છે
| |
| | |
| '''૫'''
| |
| ઊગમણે
| |
| રાતા ટશિયા ફૂટે અને
| |
| ચોમેર
| |
| હળવે હળવે પથરાતાં જતાં
| |
| અજવાળાં જેવાં
| |
| ઝળહળ ઝળાંહળાંહળ જુઠ્ઠાણાં હેઠળ
| |
| સચરાચર
| |
| દટાતું દટાતું...
| |
| દટાઈ જાય
| |
| </poem>
| |
| | |
| == વૃદ્ધો હાંફી ગયા છે ==
| |
| | |
| <poem>
| |
| વૃદ્ધો | |
| હાંફી ગયા છે. | |
| | |
| વન વચોવચ
| |
| અંધારાએ એમને ઘેરી લીધા છે
| |
| ફફડતા ઉચ્છ્વાસો
| |
| ફાનસના
| |
| રાખોડી અજવાળાને
| |
| વીંટળાઈ વળ્યા છે
| |
| છાતીનો થડકાર
| |
| ખભે ઝૂલતી મશકમાં ઊછળી પડતા
| |
| પાણીના અવાજ સાથે
| |
| અફળાયા કરે છે
| |
| ભોંકાય છે એકધારાં
| |
| ઝાડી ઝાડવાં કાંટા સુક્કાં પાંદડાં
| |
| પથરા ધૂળ ઢેફાં
| |
| ક્યાંક
| |
| હલબલી ઊઠતી ડાળોમાં
| |
| આગિયા ઝગી જાય
| |
| કે ઝાંખરાંમાં બોલી ઊઠે તમરાં
| |
| પણ
| |
| વૃદ્ધો
| |
| જાણે છે
| |
| અંધારું અપાર છે
| |
| | |
| પાર
| |
| હોય ન હોય,
| |
| વન વિશાળ છે
| |
| ચુપકીદી અતાગ છે
| |
| ને વૃદ્ધો
| |
| થાકી ગયા છે
| |
| </poem>
| |
| | |
| == વૃદ્ધો સમય પસાર કરવા ==
| |
| | |
| <poem>
| |
| વૃદ્ધો | |
| સમય પસાર કરવા | |
| રમત રમે છે.
| |
| એક કહે એ ટારઝન છે
| |
| યરઝન જંગલમાં રહે છે
| |
| જંગલ ઘનઘોર છે
| |
| ડાબા હાથમાં જેનને અને
| |
| જમણામાં વડની લાંબી વડવાઈ ઝાલી
| |
| એ એક ઝાડથી બીજા ઝાડ પર
| |
| કૂદી જાય છે.
| |
| લાંબી બૂમો પાડી
| |
| પશુઓનાં ટોળેટોળાં ભેગાં કરે છે
| |
| જંગલ ખૂંદતાં ખૂંદતાં
| |
| સમય પસાર થતો જાય છે
| |
| પણ રમત પૂરી થતી નથી
| |
| રમત પૂરી થાય તો
| |
| ટારઝનનું શું થાય
| |
| અને ટારઝન થાકી જાય તો
| |
| રમતનું શું થાય
| |
| એ વાતે વૃદ્ધો મૂંઝાયા છે
| |
| ટારઝનને ગમે તે રીતે
| |
| ઠેકડા મરાવ્યા સિવાય છૂટકો નથી
| |
| અને એટલે
| |
| આરંભેલી રમતનું
| |
| હવે શું કરવું તેની
| |
| વૃદ્ધોને
| |
| ખબર પડતી નથી
| |
| </poem>
| |
| | |
| == વૃદ્ધો જાણે છે ==
| |
| | |
| <poem>
| |
| વૃદ્ધો જાણે છે | |
| બકરું કાઢો તો ઊંટ પેસે એમ છે
| |
| ઊંટ કાઢે તો વરુ
| |
| પંજા પછાડતો
| |
| રાતીચોળ આંખો ચકળવકળ ઘુમાવતો ચિત્તો તો
| |
| છલાંગ દેવા તત્પર છે જ
| |
| પાછળ ખૂંખાર વાઘની આગઝરતી ત્રાડ છે
| |
| ફણાં ફૂંફાડતા નાગ
| |
| વારંવાર વીંટળાઈ વળતાં
| |
| સરી જાય છે થડકતી છાતી પરથી
| |
| ઘટમાં ઘોડા થનગનતા નથી
| |
| પછડાટ નક્કી છે
| |
| પણ વૃદ્ધો
| |
| બકરા સાથે ભાઈબંધી કરી લે તોય
| |
| વાત પતે એમ નથી
| |
| કારણ બકરું જ ઊંટ થઈ જાય એમ છે
| |
| બેં બેં કરતું એક બકરું
| |
| આ જંગલનું હમણાં તો રાજા છે
| |
| અને સિંહનું રાજ આવવું
| |
| હજુ બાકી છે
| |
| </poem>
| |
| | |
| == એક હતું ધંગલ ==
| |
| | |
| <poem>
| |
| એક હતું ધંગલ | |
| ધંગલનો રાજા એક ત્સિંહ હતો
| |
| ત્સિંહ ધંગલના બધ્ધા પ્લાનીઓને થાઈ ધાય...
| |
| એટલું બોલતાં બોલતામાં તો
| |
| વૃદ્ધ હાંફી જાય છે
| |
| ફરી શ્વાસ ભેગો કરી બોલે છે
| |
| ધંગલના બધ્ધા પ્લાનીઓએ
| |
| એક સભા કલી
| |
| ત્સિંહનો હુકમ, રોજ એક પ્લાની દોઈએ
| |
| એક સત્સલું કેય કે
| |
| હું રાજાને છેતલું
| |
| બધ્ધા પ્લાનીઓએ એને લોયકો
| |
| પણ સત્સલું તો ગિયું ત્સિંહ પાસે
| |
| અહીં
| |
| વારતા અટકી ગઈ કારણ
| |
| વૃદ્ધ ભૂલી જાય છે કે
| |
| સસલાએ સિંહ પાસે જઈને શું કર્યું
| |
| એ ખૂબ યાદ કરવા મથે છે
| |
| આંખો ચકળવકળ ઘુમાવે છે
| |
| અકળાય છે
| |
| પણ એને
| |
| આગળનું કંઈ જ યાદ નથી આવતું
| |
| અધૂરી રહી ગયલી વારતામાં
| |
| જંગલનું સિંહનું
| |
| અને સસલાનું
| |
| અને વૃદ્ધનું હવે શું થશે...
| |
| એની તોઈને થબલ નથી
| |
| </poem>
| |
| | |
| == એક વૃદ્ધને ==
| |
| | |
| <poem>
| |
| એક વૃદ્ધને | |
| આજે ચિત્ર કરવાનું મન થયું છે
| |
| | |
| પીંછી ઉપાડતાં પહેલાં જ
| |
| ટેરવાં રાતાઘૂમ થઈ ગયાં હોય
| |
| એવી આછી રતાશ
| |
| આંગળીઓની કરચલીઓ વચ્ચે ઊભરી આવી છે
| |
| પાણીની ભીતર સળવળતો સંચાર
| |
| ખળભળી ઊઠતો
| |
| સપાટી પર તરલ આકૃતિઓ રચે એવું વિહ્વળ
| |
| એનું આખું અંગ થઈ ગયું છે
| |
| રેખાઓનો આ સરસરાટ અને
| |
| રંગોનો ઉછાળ
| |
| વૃદ્ધને જંપવા નહીં દે
| |
| પ્રગટ થવા મથતું એક ચિત્ર
| |
| શરીરમાં ઊંડે ખૂબ ઊંડે
| |
| સેલારા મારી રહ્યું છે.
| |
| સામે પડેલી કૅન્વાસ
| |
| અદૃશ્ય મૂંગા આકારોને
| |
| આકારોના પ્રતિબિંબોને ઝીલતાં ઝીલતાં
| |
| કોઈ પણ પળે કદાચ અબઘડી
| |
| ફાટી જશે એવો
| |
| વૃદ્ધને ડર છે.
| |
| | |
| એવું થાય તો શું
| |
| એ વિચારમાં
| |
| ચિત્ર કરવાનું જેને મન થયું છે એ જડવત્ વૃદ્ધ
| |
| જાણે ફાટી પડવાની તૈયારીમાં બેઠો છે
| |
| </poem>
| |
| | |
| == એક વૃદ્ધ ડોસો ==
| |
| | |
| <poem>
| |
| એક વૃદ્ધ ડોસો | |
| ડગમગ પગે ઢસડાતો
| |
| રોજ સમયસર પોસ્ટ-ઑફિસ આવે છે
| |
| ખિસ્સામાંથી
| |
| મરિયમને લખેલો
| |
| સરનામા વગરનો કાગળ કાઢી
| |
| બે હથળીઓ વચ્ચે દબાવી
| |
| કાંપતા શરીરે
| |
| લાલ રંગની પેટી સામે ઊભો રહી
| |
| હળવેકથી કાગળ એમાં નાખી
| |
| લથડતા પગે ઘરે પાછો જાય છે
| |
| શરૂઆતમાં તો પોસ્ટ-માસ્ટરે કહેલું,
| |
| અલિ ડોસા
| |
| સરનામા વગરનો કાગળ તે કેમનો પહોંચે
| |
| ડોસાએ હસીને જવાબ વાળેલો
| |
| મરિયમને પહોંચે
| |
| અચાનક એક દિવસ માસ્ટર બોલાવે છે
| |
| અલિભાઈ, મરિયમનો કાગળ આવ્યો છે
| |
| ડોસો કાગળ હાથમાં લઈ
| |
| આગળપાછળ ચારે બાજુએ જોઈ
| |
| પાછો આપતાં કહે છે
| |
| મરિયમ પાસે મારું સરનામું નથી
| |
| એનો કાગળ કેમનો પહોંચે
| |
| બીજા દિવસે
| |
| રોજના સમયે વૃદ્ધ અલિ ડોસો
| |
| ટપાલપેટી સામે ઊભો રહી
| |
| ખિસ્સામાંથી
| |
| મરિયમને લખેલો કાગળ કાઢે છે
| |
| </poem>
| |
| | |
| == વૃદ્ધ થવું-ન થવું ==
| |
| | |
| <poem>
| |
| વૃદ્ધ થવું-ન થવું | |
| એ હાથની વાત નથી
| |
| એવું સમજાઈ જાય ત્યાં સુધીમાં તો
| |
| વૃદ્ધત્વ
| |
| શરીરમાં ઘર કરી જાય
| |
| ને ઘર એટલે વળી ઘર
| |
| નિરાંત... મોકળાશ
| |
| પોતાપણું અને
| |
| કાયમી વાસો
| |
| વૃદ્ધો
| |
| પહેલાં તો ઘરફોડુને તગેડી મૂકવા મથે
| |
| એમ લાગે શરીરમાં એકીસાથે બબ્બે જણા રહે છે
| |
| સતત શંકાની નજરે જોયા કરે
| |
| પણ છેવટે પડ્યું-પાનું નભાવી લેવાનું
| |
| સમાધાન કરી લઈ
| |
| ધીમે ધીમે
| |
| ઘડપણમાં પૂરેપૂરા સમાઈ જાય
| |
| હવે
| |
| વૃદ્ધો પાકેપાકા વૃદ્ધો
| |
| કોઈક ડાળ પર પીળું પડી ગયેલું પાંદડું ચીંધતાં
| |
| કે આથમતો સૂરજ દેખાડતાં
| |
| કહેતા ફરે
| |
| વૃદ્ધ થવું-ન થવું
| |
| એ કંઈ હાથની વાત નથી
| |
| </poem>
| |
| | |
| == એક ઇસમ ==
| |
| | |
| <poem>
| |
| એક ઇસમ | |
| અ-ક્ષરોમાં છુપાઈ ગયો
| |
| એને થયું
| |
| આ શબ્દો એની ઉંમ૨ને વધતી અટકાવશે
| |
| સમયની થપાટોને પાછી વાળી
| |
| શરીરનું રક્ષણ કરશે
| |
| કમનીય મરોડો લોહીને વેગવંતું રાખશે
| |
| ધ્વનિઆંદોલનો
| |
| શ્વાસનો લય જાળવશે
| |
| અર્થ
| |
| અજવાળું થઈ
| |
| પ્રાણમાં શક્તિ સીંચશે
| |
| નર્યો આહ્લાદ વરતાશે
| |
| એમ જ થાય અને
| |
| એમ જ થાત
| |
| પણ એક ગફલત રહી ગઈ
| |
| એમ થઈ રહ્યું હતું ત્યારે
| |
| અક્ષરો એની જ ભીતર ઊતરી જઈ
| |
| ક્યારે મૌન થઈ ગયા
| |
| એ તરફ ધ્યાન ગયું નહીં
| |
| અને એમ એ મૂંગો
| |
| અને વૃદ્ધ
| |
| થઈ ગયો
| |
| </poem>
| |
| | |
| == વૃદ્ધો ==
| |
| | |
| <poem>
| |
| વૃદ્ધો | |
| દોડી નથી શકતા
| |
| એટલે ચાલે છે
| |
| | |
| ચાલી નથી શકતા
| |
| એટલે બેસી રહે છે
| |
| | |
| બેસી નથી શકતા
| |
| એટલે લંબાવવા મથે છે
| |
| | |
| સૂઈ નથી શકતા
| |
| એટલે સપનાં જુએ છે
| |
| | |
| સપનાંમાં
| |
| ઝબકી જાય છે.
| |
| | |
| જાગીને જુએ તો
| |
| શરીર દીસે નહિ
| |
| | |
| દોડતા
| |
| ચાલતા, બેસી-સૂઈ રહેતા
| |
| સપનાં જોતા
| |
| શરીર વિનાના વૃદ્ધોને
| |
| વૃદ્ધો
| |
| જોઈ રહે છે
| |
| </poem>
| |
| | |
| == કેડેથી નમી ગયેલી ડોસીને દેખી ==
| |
| | |
| <poem>
| |
| કેડેથી નમી ગયેલી ડોસીને દેખી | |
| જુવાન નર માને છે કે
| |
| ડોસી હજુય એનું ખોવાયેલું બાળપણ શોધી રહી છે
| |
| એ તો બોખું મોં ખડખડ ફુલાવતાં
| |
| જવાબ વાળે છે :
| |
| ભોંયમાં છુપાયેલ પીટ્યા મરણને
| |
| લાકડીની આ ઠક... ઠકથી
| |
| હાકોટા દઉં છું
| |
| આવ... બહાર આવ
| |
| મોઢામોઢ થા
| |
| તેં ભલે મારી કેડ આગોતરી વાળી દીધી
| |
| લે, આ ઊભી તારી સામે ભાયડા જેવી
| |
| તને ચોટલીએ ન ઝાલું ન હંફાવું
| |
| એકાદ વાર ન ફંગોળું
| |
| તો હું બે બાપની
| |
| પછી તું મને ભોંયભેગી કરવી હોય તો કરજે
| |
| | |
| કેડેથી નમી ગયેલી ડોસીને દેખી
| |
| જુવાન નર
| |
| સહેજ ટટ્ટાર ઊભો રહેવા મથે છે
| |
| </poem>
| |
| | |
| == છોકરો ==
| |
| | |
| <poem>
| |
| છોકરો | |
| હસતાં હસતાં ક્યારેક પૂછી લેતો
| |
| ડોસા, ક્યારે જવું છે
| |
| ત્યારે એ મલકી પડતો
| |
| હું તો ક્યારનોય તૈયાર છું
| |
| પણ ઉપરવાળાનું વેમાન નથી આવતું
| |
| પછી હળવેથી
| |
| છોકરાના માથે હાથ મૂકતો
| |
| વાંસો પસવારતો
| |
| ઊંચે આકાશમાં ઊડતા પંખીને જોવાનો
| |
| પ્રયત્ન કરતો
| |
| ઘેરાયેલાં વાદળોને વરસવાનું કહેતો
| |
| અને મનોમન
| |
| વરસાદની એકાદ ધારને ઝાલી
| |
| લાંબી ફાળે
| |
| ચાલી નીકળવાની કલ્પના કરતો
| |
| બેસી રહેતો
| |
| </poem>
| |
| | |
| == છે...ને... એક વખત હતો ડોસો ==
| |
| | |
| <poem>
| |
| છે... ને... એક વખત એક હતો ડોસો | |
| ને એક હતી ડોસી
| |
| | |
| એક સાંજે
| |
| ડોસીડોસી ઘરઘર રમવા બેઠાં
| |
| | |
| ડોસી કહે
| |
| હું થાઉં ખુરશી તું ટેબલ
| |
| મૂંગેમૂંગાં તોય પાસપાસે રહીશું
| |
| ટગરટગર એકમેકને જોયા કરીશું
| |
| ડોસો કહે
| |
| હું થઈશ વાટકો તું થાજે થાળી
| |
| તને દઈશ તાળી
| |
| ડોસી કહે
| |
| તું કારેલાનું શાક હું ઊની રોટલી
| |
| મારી છૂંછી ચોટલી
| |
| | |
| રમતાં રમતાં રાત પડી,
| |
| રાત પડી ને લાગી ભૂખ
| |
| ખાલી ગરવું ખાલી ઠામ ખાલી કૂખ
| |
| તે ખાંખાંખોળાં કરી કરીને
| |
| ડોસો લાવ્યો ચોખાનો દાણો
| |
| ડોસી લાવી મગનો દાણો
| |
| ચૂલે મૂકી હાંડલી
| |
| પણ ખીચડી કેમેય ચડે નહીં
| |
| આંખથી આંસુ દડે નહીં
| |
| ડોસી કહે આડોશમાં પાડોશમાં જાઓ
| |
| પા-પોણો કળશો પાણી લાવો
| |
| ડોસાના પગ ધ્રૂજે ડગલું ભરતાં ઝૂજે
| |
| ડોસી ઊભી થવા જાવ
| |
| કેડ ન કેમે સીધી થાય
| |
| કાચી ખીચડી ખાવા
| |
| ખાટલો ખેંચી બેઠાં
| |
| બેઠાં... બેઠાં... ત્યાં તો ખાટલો ગયો ખસી
| |
| ડોસીબેન પડ્યાં હસી
| |
| ને ડોસાભાઈ પડ્યા હસી
| |
| સામટાં પડ્યાં હેઠાં
| |
| વેરાઈ ગયા દાણાદાણ અડધા કાચા અડધા એઠા
| |
| | |
| એક ચકો આવ્યો
| |
| આવ્યો ને લઈ ગયો ચોખાનો દાણો
| |
| એક ચકી આવી
| |
| આવી ને લઈ ગઈ મગનો દાણો
| |
| | |
| રમતાં રમત પૂરી થઈ
| |
| | |
| ડોસાએ ન ખાધું
| |
| ડોસીએ ન પીધું
| |
| કીધું, બસ આટલુંક અમથું રાજ કીધું
| |
| </poem>
| |
| | |
| == એક હતો ડોસો એને બે ડોસી ==
| |
| | |
| <poem>
| |
| એક હતો ડોસો એને બે ડોસી | |
| એક માનીતી
| |
| બીજી અણમાનીતી
| |
| પણ ઉંમર વધતી ગઈ એમ
| |
| માનીતી કઈ અને
| |
| અણમાનીતી કોણ
| |
| એમાં ભૂલ થવા માંડી
| |
| માનીતીને કહેવાની વાત
| |
| અણમાનીતીને કહેવાવા લાગી
| |
| અને અણમાનીતીથી છુપાવવાની વાત
| |
| છતી થતી ગઈ
| |
| મૂંઝવણનો કોઈ ઉકેલ નહોતો અને
| |
| વરસોનું ટેવાયેલું મન
| |
| કેમેય કરી બદલાય એમ નહોતું
| |
| તોડ કાઢવા
| |
| ડોસાએ મરી જવાનો ઢોંગ કર્યો અને
| |
| મોંફાટ રડશે તે માનીતી એવું નક્કી કર્યું
| |
| પણ થયું એનાથી ઊલટું
| |
| ડોસીઓ
| |
| આંખો મીંચકારતી એકમેકને તાળી દેતી
| |
| બોખાં મોંએ ખડખડાટ હસવા લાગી
| |
| મરી જવાનો ઢોંગ કરતો ડોસો
| |
| પારખું કરવા જતાં
| |
| ખરેખરનો ઊકલી ગયો
| |
| </poem>
| |
| | |
| == એક વૃદ્ધ ==
| |
| | |
| <poem>
| |
| એક વૃદ્ધ | |
| ખિસ્સામાં મુઠ્ઠીભર આગિયા સંઘરી રાખે છે
| |
| અંધારુંં ઊતરે
| |
| ઘેરાય
| |
| ત્યારે એમાંથી બે-ચાર કાઢી
| |
| મુઠ્ઠીમાં પકડી રાખે છે
| |
| પછી આંગળી-અંગૂઠાથી કાણું કરી
| |
| ઝગઝગતા આગિયાને
| |
| ઝાંખુંપાંખું જોઈ રહે છે
| |
| આકાશનું દર્શન થઈ જાય એટલે
| |
| હળવેકથી આંગળીઓ ઉઘાડી
| |
| એકેક તારાને
| |
| અંધારામાં ઉડાડી દે છે
| |
| </poem>
| |
| | |
| == ખખડધજ* ==
| |
| | |
| <poem>
| |
| ખખડધજ | |
| લગભગ અંધ, બહેરા અને મૂંગા ડોસાને
| |
| ખડતલ ખભે ઊંચકી
| |
| જુવાન
| |
| આઘે આઘેના ડુંગર તરફ
| |
| સૂરજ ઊગે તે અગાઉ
| |
| લાંબી ડાંફો ભરતો નીકળી પડ્યો છે
| |
| બપોર થતાં સુધીમાં
| |
| નાનીમોટી ખીણો વળોટીને
| |
| એને ટેકરીઓમાં ઊંડે સુધી પહોંચી જવું છે
| |
| ડોસાને
| |
| અડધે રસ્તે જ
| |
| જંગલ વહેરતી કિલકારીઓ સંભળાવા લાગેલી
| |
| સમડી-ગીધોના ચકરાવાના પડછાયા દેખાવા લાગેલા
| |
| પણ એનું મન
| |
| જુવાનની પિંડીઓમાં અમળાતું રહ્યું
| |
| ટોચે પહોંચતાં સુધીમાં
| |
| ઢગલો થઈ ફસડાઈ પડે તે પહેલાં
| |
| ડોસો એક અવાવરું ખડક પર ઊતરી
| |
| બિહામણા સૂનકારને શ્વાસમાં ભરી
| |
| હાંફ બેસાડવા મથી રહ્યો
| |
| ખરી ગયેલાં પાંદડાંની ઘૂમરીએ ચડેલા ડુંગરમાં
| |
| ગીચ ઝાડી પાછળથી સાવ અચાનક ત્રાટકનાર
| |
| કોઈ ભુખાળવા હિંસ્ર જનાવરનો કે
| |
| છેવટે ડુંગરને રહેંસી નાખનાર અંધારાનો
| |
| અત્યારે ડોસાને લગરીકે ભય નથી
| |
| ચિંતા છે વળાવી જનારની,
| |
| દિવસ આથમી જાય તે અગાઉ
| |
| એ હેમખેમ ડુંગર ઊતરી જાય તેની
| |
| | |
| * આ કાવ્યનો સંદર્ભ : જાપાની ફિલ્મ ધ બૅલેડ ઑફ નારાયામા’ – જેમાં એક એવા ગામની કથા છે જ્યાં કારમી ગરીબીને કારણે ઘરડી વ્યક્તિઓને કુટુંબીઓ દ્વારા જ દૂરના નારાયામા પહાડ પર જીવતાં તજી આવવાની પ્રથા હતી જેથી ઘરમાં એક ઓછી વ્યક્તિનું પેટ ભરવાનું રહે. આવી પ્રથા દક્ષિણ ભારતના કોઈ ગામમાં પણ હતી એવું સાંભળ્યું છે. | |
| </poem>
| |
| | |
| == જમ ઘર ભાળતો નહીં અને ==
| |
| | |
| <poem>
| |
| જમ ઘર ભાળતો નહીં અને | |
| ડોસી મરતી નહીં
| |
| અને ડોસી મરતી નહીં એટલે જીવતી
| |
| ખાટલામાં ટૂંટિયું વાળીને પડી રહેતી
| |
| ચાદરની બહાર પગ ન ફેલાવતી
| |
| જરઠ કાયા ચીંથરે વીંટાળેલી રાખતી
| |
| ક્યારેક મોં સહેજ બહાર કાઢી
| |
| આજુબાજુનું જોવાનો પ્રયત્ન કરતી
| |
| પણ ઝાઝું વરતી ન શકતી
| |
| ઊંહકારો કર્યા વિના
| |
| ડોકી અંદર સેરવી લઈ
| |
| સાવ ખાલીખમ્મ ખાટલો હોય એમ પડી રહેતી
| |
| પડ્યાં પડ્યાં
| |
| ક્યારે જાગતી અને ક્યારે ઊંઘતી
| |
| એની એનેય ખબર ન રહેતી
| |
| એક તરફ
| |
| આખું આયખું ભુલાઈ ગયેલું અને
| |
| આ તરફ ઘર આખું ડોસીને વીસરી ગયેલું
| |
| ખાંસી ખાતી ત્યારે
| |
| જીવતી હોય એમ લાગતું
| |
| પણ જમ ઘર ન ભાળી જાય એટલે
| |
| ડોસી મરતી નહીં
| |
| </poem>
| |
| | |
| == એ ખુરશી પર બેઠો હોય અને ==
| |
| | |
| <poem>
| |
| એ ખુરશી પર બેઠો હોય અને | |
| બાજુમાંથી પસાર થઈ જનારની
| |
| નજરે સુધ્ધાં ન ચડે એ તો એને સમજાતું
| |
| પણ એ બેઠો હોય એની એનેય ખબર ન પડે
| |
| એ વાતે એ અકળાતો
| |
| કશુંક બોલવું હોય
| |
| ત્યારે એકેય શબ્દ ન જડે
| |
| કે જડે તો રૂંધાતા ગળામાંથી બહાર ન નીકળે
| |
| તે બાબત પણ હવે લગભગ કોઠે પડી ગયેલી
| |
| તણાઈને જોવા મથતી આંખો
| |
| અવરજવર કરતાં ધાબાંથી ટેવાઈ ગયેલી
| |
| મોં પર હથેળી ફેરવતાં
| |
| કઈ ચામડીમાં અડવું નહોતું રહ્યું
| |
| એય કળી ન શકાતું
| |
| પણ વૃદ્ધને ઘણા વખતથી ખાતરી થઈ ગઈ હતી
| |
| એ ગેરહાજરીમાં જીવી રહ્યો હતો
| |
| હાજર અને ગેરહાજર એકીવેળાએ
| |
| ક્યારેક તો ગેરહાજરી એટલી નક્કર લાગતી
| |
| કે એ ક્યારેય હતો કે કેમ એની શંકા થતી
| |
| ઘરડા થવા અગાઉ એણે કલ્પના કરી રાખેલી કે
| |
| ઘડપણથી બૂરું કંઈ નહીં હોય
| |
| પણ હવે એ ધારણા બદલાઈ ગયેલી
| |
| આ હોઈને ન હોવું તો ઘડપણથીય બદતર
| |
| હોઈને ન હોવું તો
| |
| ન હોવા કરતાંય ભૂંડું
| |
| </poem>
| |
| | |
| == રસ્તો ઓળંગી જવા માટે ==
| |
| | |
| <poem>
| |
| રસ્તો ઓળંગી જવા માટે | |
| એ દંપતી
| |
| એકમેકના હાથ ઝાલીને
| |
| ડાબેજમણે જોયા કરતું ક્યારનુંય ઊભું છે
| |
| ડગલું માંડવું કે ઊભા રહેવું
| |
| એ નક્કી જ થઈ શકતું નથી
| |
| સપાટાબંધ દોડ્યે જતાં વાહનો વચ્ચેથી
| |
| સામે પાર પહોંચાશે કે કેમ
| |
| તેની ભારે મૂંઝવણ છે
| |
| પગ ઉપાડવા જાય ત્યાં તો
| |
| હથેળીઓ સજ્જડ ભિડાઈ જઈ
| |
| એમને પાછળ ખેંચી લે છે
| |
| આમ ને આમ ઊભાં ઊભાં
| |
| એમનાં ગાત્રો ઢીલાં થઈ રહ્યાં છે
| |
| મોઢાં સુકાઈ રહ્યાં છે
| |
| શરી૨ આખામાં ધ્રુજારી થઈ રહી છે
| |
| રુવાંટાં ઊભાં થઈ ગયાં છે
| |
| હાથમાંથી હાથ હળવેથી સરી રહ્યા છે
| |
| ચામડી બળી રહી છે
| |
| મન ભમી રહ્યું છે અને
| |
| એમનાથી હવે ઊભા રહેવાય એમ નથી
| |
| રસ્તો પાર કરવાનું માંડી વાળી
| |
| એ બન્ને
| |
| ક્યાંક એક તરફ આઘે
| |
| બેસી જવા માટે
| |
| થોડી અમથી જગા શોધતાં
| |
| ભીડમાં અટવાઈ ગયાં છે
| |
| </poem>
| |
| | |
| == એને ખબર પડતી નહોતી ==
| |
| | |
| <poem>
| |
| એને ખબર પડતી નહોતી | |
| એ ઘરડો થઈ ગયો હતો
| |
| એટલે એકલો પડી ગયો હતો
| |
| કે એકલો પડી રહ્યો હતો
| |
| એટલે ઘરડો થઈ રહ્યો હતો
| |
| | |
| એને ખબર પડતી નહોતી
| |
| આમ ને આમ ક્યાં સુધી એ ઘરડો થશે
| |
| આમ ને આમ એકલો
| |
| | |
| એને ખબર પડતી નહોતી
| |
| એ ઘરડો વધારે હતો
| |
| કે વધારે એકલો
| |
| | |
| એને ખબર પડતી નહોતી
| |
| ઘડપણ સારું
| |
| કે એકલતા
| |
| | |
| એને ખબર પડતી નહોતી
| |
| અને હતો-ન હતો ઘડપણે કરી દીધો હતો
| |
| કે એકલતાએ
| |
| | |
| બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ
| |
| એને ખબર પડતી નહોતી
| |
| એને ખબર પડી નહોતી
| |
| એને ખબર પડવાની નહોતી
| |
| | |
| પણ એને ખબર પડતી હતી
| |
| એ ઘરડો થઈ ગયો હતો
| |
| અને
| |
| એ એકલો પડી ગયો હતો.
| |
| </poem>
| |
| | |
| == નવ્વાણુ વૃદ્ધો ==
| |
| | |
| <poem>
| |
| નવ્વાણુ વૃદ્ધો | |
| વનમાં ઊંડે સુધી
| |
| એની પૂંઠે પૂંઠે પહોંચી આવ્યા છે
| |
| એકસો અઠ્ઠાણું ધ્રૂજતા, લબડતા હાથ
| |
| ઊંચા થઈ એની તરફ લં. બા... ય... છે
| |
| એકમેકમાં ગૂંચવાઈ જાય છે
| |
| હેઠા પડી જાય છે
| |
| એમની આંખો જરાક વાર ખૂલી રહે ત્યારે
| |
| ઝાંખા અંધારામાંય
| |
| એને એમનાં અલપઝલપ બિંબ દેખાઈ જાય છે
| |
| ઢળી પડતાં પોપચાં વચ્ચેથી
| |
| એ પણ સામટો વેરાઈ જઈ
| |
| અંધારાને વધુ ઘેરું કરી નાખે છે
| |
| એમનો નકરો ગણગણાટ
| |
| એના બહેરા કાન પર પડે છે
| |
| પણ પાછી પાની કરવા માટે
| |
| એનાં ગાત્રોમાં લગીરે સંચાર નથી
| |
| લથડતી પણ મક્કમ ચાલે
| |
| આગળ વધી રહેલા
| |
| થાકી ગયેલા વૃદ્ધોને એની ભીતર ઊતરી જતા
| |
| એ અટકાવી શકતો નથી
| |
| છેવટે
| |
| એય ફસડાઈને બેસી પડે છે
| |
| ઘૂંટણ ૫૨ કોણી
| |
| હથેળીમાં હડપચી ટેકવી બેઠો રહે છે
| |
| નર્યા અંધારામાં અંધારું થઈને
| |
| ચૂપચાપ
| |
| એકલો
| |
| એકલો બેઠો વિચારે છે
| |
| શત શરદનું આ વન, વિશાળ છે
| |
| શત વળે ચડેલું અંધારું અહીંનું, અપાર છે
| |
| છાતીના થડકારથી શતગણી ચુપકીદી,
| |
| અતાગ છે
| |
| ને એ થાકી ગયો છે
| |
| </poem>
| |
| | |
| == અનેકએક ==
| |
| | |
| <poem>
| |
| '''૧'''
| |
| અનેક એક
| |
| અન્-એક એક
| |
| અનેક અને એક
| |
| અનેક કે એક
| |
| અનેકમાં એક
| |
| અનેકથી એક
| |
| અનેકનું એક
| |
| | |
| અનેકક
| |
| કે એકાનેક
| |
| એકમાં અનેક
| |
| અનેકમાં અનેક
| |
| એકમાં એક
| |
| એક અનેક
| |
| હોઈ શકે છે.
| |
| | |
| પણ
| |
| અનેકએક | |
| હોય છે.
| |
| | |
| '''૨'''
| |
| વિશેષણ વિશેષ્ય વચ્ચે
| |
| અંતર ન રહેતાં
| |
| વિશેષતા ન રહી
| |
| | |
| ઉપમાન-ઉપમેય
| |
| સમાન થઈ જતાં
| |
| ઉપમા અનન્ય થઈ
| |
| | |
| ધ્વનિ શબ્દમાં
| |
| શબ્દ ધ્વનિમાં અનુસ્યૂત થતાં
| |
| વ્યક્ત રસમય થયું
| |
| | |
| અનેક એક...
| |
| વચ્ચે અંતર ન રહેતાં
| |
| સમાન થઈ જતાં
| |
| અનુસ્યૂત થતાં
| |
| અનેકએક અવિશ્લેષ્ય થયું | |
| </poem>
| |
| | |
| == લખતાં લખતાં ==
| |
| | |
| <poem>
| |
| કાગળને
| |
| ઝીણું કાતરું છું
| |
| કોરાપણું શોધું છું
| |
| લખતાં લખતાં | |
| મારી ક્ષરતાનાં
| |
| એક પછી એક પડળ
| |
| ઊંચકાતાં જાય છે
| |
| અક્ષરઝાંખી થઈ જાય..
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં
| |
| લખાઈ જાય
| |
| અક્ષરો ઘૂંટાઈ જાય
| |
| આકૃતિ રચાઈ જાય
| |
| લખતાં લખતાં
| |
| શબ્દો સુધી પહોંચ્યા તંત
| |
| અણધાર્યા
| |
| નિર્મમપણે કપાઈ જાય
| |
| અને વધુ એક આરંભ
| |
| હાથમાંથી સરી જાય
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં
| |
| લખાતું નથી
| |
| ડુંગર ખૂંદવા છતાં
| |
| શિખર પર પહોંચાતું નથી
| |
| સામે ઊભો થતો હોય અન્ય ડુંગર અને
| |
| હાથની ધજા
| |
| હાથમાં જ રહી જાય એમ
| |
| લખતાં લખતાં
| |
| ગબડી પડાય
| |
| અતળ કોરાપણામાં
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં
| |
| અક્ષરોના મરોડોમાં વહ્યા કરું છું
| |
| કાગળની સપાટી પર પથરાયેલું
| |
| ઊંડાણ જોઉં છું
| |
| તાકું છું તાગું છું
| |
| સપાટી પર રહી ઊંડાણેથી
| |
| ઊંડાણે ઊતરી સપાટી પરથી
| |
| અક્ષરોને
| |
| બેઉ તરફથી ઉકેલવા મથું છું
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં
| |
| થાકી જાઉં હારી જાઉં છું
| |
| દાવ દેવાઈ જાય
| |
| બાજી સંકેલાઈ જાય
| |
| લખતાં લખતાં
| |
| તડકો ડૂબી જાય
| |
| દરિયો ઊડી જાય
| |
| આકાશ ઓસરી જાય
| |
| લખતાં લખતાં
| |
| આંગળીઓ અકડાઈ જાય
| |
| શ્વાસ લડથડી જાય
| |
| કોરો કાગળ જીતી જાય
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં
| |
| ક્યારેક કાગળ ઊઘડી જાય
| |
| ભીતર લઈ જાય
| |
| અક્ષરોને ખોલી ઝગમગ
| |
| ઝગમગમાં ઊઘડતાં આકાશ
| |
| આકાશમાં ઊછળતા સમુદ્ર
| |
| સમુદ્રોમાં ઝબૂકતાં પંખી
| |
| દેખાડે
| |
| પંખી સમુદ્ર આકાશ ઝગમગને
| |
| અક્ષરોમાં ગોઠવતાં ગોઠવતાં કોઈવાર
| |
| પાછા ફરવાની દિશા ખોવાઈ જાય
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં
| |
| શબ્દનો અર્થ અર્થનું અજવાળું
| |
| અજવાળાનો આહ્લાદ
| |
| મળતાં જાય
| |
| મેળવેલું ઘણું બધું
| |
| લખતાં લખતાં ખોવાતું જાય
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં
| |
| લખવું અઘરું છે
| |
| લખતાં લખતાં અટકવું કપરું છે
| |
| લખતાં લખતાં
| |
| ભૂંસવું સરળ છે
| |
| હાથવગું છે
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં વિચારું છું
| |
| આ હાથ
| |
| આ કલમ
| |
| કે આ કાગળ લખે છે?
| |
| કે આ હાથ કલમ પકડી
| |
| કાગળ પર લખે છે?
| |
| કે કલમ અને કાગળ લખે છે?
| |
| કે હું લખું છું?
| |
| લખતાં લખતાં વિસર્જિત થાઉં છું
| |
| કે લખતાં લખતાં હું રચાતો આવું છું?
| |
| ૦
| |
| | |
| લખતાં લખતાં
| |
| અક્ષરોનાં નિરંતર કંપનોમાં
| |
| નિષ્કંપ થતો જાઉં છું
| |
| </poem>
| |
| | |
| == વાગીશ્વરીને ==
| |
| | |
| <poem>
| |
| પવનમાંથી
| |
| સરી રહ્યો છે વેગ
| |
| તરંગ જળમાંથી
| |
| ન અગ્નિ અગ્નિમાં
| |
| ન ધરા ધરી પર
| |
| બુંદ...બુંદ.. આકાશ
| |
| | |
| ન નેત્રમાં તેજ ન બળ ગાત્રમાં
| |
| ન લય રક્તમાં
| |
| ન કંપ કર્ણવિવરમાં
| |
| જિહ્વા પર મૂર્છિત વાણી
| |
| શ્વાસ નિષ્પ્રાણવાયુ
| |
| અંગુલિઓ અચેત
| |
| હે વાગીશ્વરી!
| |
| કરકમળ ખંડિત વિશ્વો લઈ આવ્યો છું
| |
| આમ તો
| |
| પવન અગ્નિને આકુળ કરે
| |
| જળ ઠારે
| |
| આકાશ જળ થઈ
| |
| વીંટળાઈ વળે પૃથ્વીને
| |
| ધરા
| |
| ધારે અગ્નિ જળ પવનને
| |
| આકાશ
| |
| અગ્નિ જળ પવન વરસે
| |
| | |
| આમ તો
| |
| અગ્નિ જ તેજ
| |
| જળ રક્ત
| |
| છતાં વાગીશ્વરી
| |
| તેં દીધાં વારિ અને વાણીને
| |
| કદરૂપાં કર્યાં છે
| |
| અગ્નિને રાખ
| |
| શ્વાસને અંગારવાયુ
| |
| પ્રાણને અશબ્દ કર્યો છે
| |
| | |
| લે પવન
| |
| લે જળ
| |
| લે અગ્નિ આકાશ લે ધરા
| |
| દે
| |
| વરદે
| |
| વર દે... દે શાપ
| |
| અશક્ત છું
| |
| છું અવાક્
| |
| </poem>
| |
| | |
| == વર્તુળ ==
| |
| | |
| <poem>
| |
| '''૧'''
| |
| કેન્દ્ર ભણી
| |
| ધસધસ વહી આવતી
| |
| પ્રચંડ
| |
| નિર્બંધ રિક્તતા
| |
| પરિઘે
| |
| ખાળી લીધી છે
| |
| આંતર્-બહિર કેન્દ્રીયતા
| |
| સામસામે
| |
| | |
| '''૨'''
| |
| નર્યા ખાલીપાપૂર્વક
| |
| સમગ્ર વર્તુળ
| |
| કેન્દ્રને
| |
| આશ્લેષે છે
| |
| પ્રપૂર્ણ એકાગ્રતા
| |
| એને
| |
| ભુજા આઘે
| |
| ગ્રહી રાખે છે
| |
| | |
| '''૩'''
| |
| વર્તુળ વગરનું કેન્દ્ર એક અમથું ટપકું
| |
| રઘવાયું નિરાકાર
| |
| કેન્દ્રબિંદુ વગરનું વર્તુળ
| |
| અમસ્તો
| |
| અન્-અર્થ
| |
| ચકરાવો
| |
| શૂન્યાકારનો
| |
| | |
| '''૪'''
| |
| ત્રિજ્યા સિવાયના તમામ સંપર્ક
| |
| કેન્દ્રને
| |
| અવગણે છે
| |
| ત્રિજ્યા,
| |
| શક્ય અનંત ત્રિજ્યાઓને
| |
| અનંત ત્રિજ્યાઓ
| |
| કેન્દ્ર પરિઘ વચ્ચેના
| |
| અવકાશને
| |
| | |
| '''૫'''
| |
| અનેકાનેક વર્તુળ
| |
| એકમેકને
| |
| છેદી વિચ્છેદી રહ્યાં છે
| |
| પરિઘ પરનાં બિંદુ કેન્દ્ર
| |
| કેન્દ્ર પરિઘનો બિંદુ થઈ
| |
| એક
| |
| નિર્લય આકૃતિ
| |
| ઉપસાવી રહ્યાં છે.
| |
| | |
| '''૬'''
| |
| પરિઘને નથી આદિ ન અંત
| |
| ન કેન્દ્રને.
| |
| રિક્તતા
| |
| સમેટાઈ ઘનઘટ્ટ થઈ
| |
| બિંદુમાં રમમાણ રહે
| |
| કે
| |
| પ્રસ્તારે
| |
| અનવરત પરિભ્રમણમાં
| |
| રિક્તતાના આકારભેદ
| |
| કેન્દ્ર-વર્તુળ
| |
| અદ્વૈત છે.
| |
| | |
| '''૭'''
| |
| સામસામા
| |
| બરોબર અડધોઅડધ હિસ્સા
| |
| ગોઠવી દઈ
| |
| કેન્દ્રે
| |
| અથ-ઇતિનું છદ્મચક્ર
| |
| ધારણ કર્યું છે.
| |
| વ્યાસજી
| |
| વચ્ચોવચ્ચ રહી
| |
| પૂર્ણતાને અવરોધી રહ્યા છે.
| |
| | |
| '''૮'''
| |
| આ
| |
| એકધારું
| |
| એક અંતર
| |
| કેન્દ્રનું પરિઘથી
| |
| પરિઘનું કેન્દ્રથી
| |
| શબ્દકાળાતીત
| |
| એનું એ... નિરંતર
| |
| </poem>
| |
| | |
| == અંતરો ==
| |
| | |
| '''ક. ભૌમિતિક
| |
| '''
| |
| <poem>
| |
| '''૧'''
| |
| '''રેખા'''
| |
| | |
| તમામ
| |
| અંતર માપ્યાં
| |
| તમામ
| |
| અંતર
| |
| રાખ્યાં
| |
| | |
| '''૨'''
| |
| '''છેદતી રેખાઓ'''
| |
| એકમાત્ર
| |
| શૂન્યાંતર
| |
| પૂર્વે પશ્ચાદ્
| |
| ઘટતાં વધતાં
| |
| અનિરુદ્ધ અંતરો
| |
| એક ફલક પર
| |
| એકમાત્ર શૂન્યાંતર
| |
| | |
| '''૩'''
| |
| '''સમાંતર રેખાઓ'''
| |
| ક્યારેય
| |
| કોઈપણ બિંદુએ
| |
| એ જ એ
| |
| સાંત સમાંતર
| |
| અનંતતા જ
| |
| નિર્ભ્રાન્ત સત્ય છે
| |
| કદાચ
| |
| | |
| '''૪'''
| |
| '''વર્તુળ'''
| |
| એક ક્ષણ
| |
| કેન્દ્ર પરિઘ વચ્ચેનું
| |
| અંતર
| |
| વિલીન થઈ ગયું
| |
| પરિમિત અને અપરિમેય
| |
| એક ક્ષણ
| |
| એકરૂપ
| |
| હતાં
| |
| | |
| '''૫'''
| |
| '''બિંદુ'''
| |
| અન્અન્યતાને
| |
| ન કોઈ અંતર
| |
| ન અંત
| |
| ન ઉત્પત્તિ ન વૃદ્ધિ
| |
| ન લય
| |
| ન સમય
| |
| | |
| '''ખ. સામયિક'''
| |
| | |
| '''૧'''
| |
| '''સ્તુતિ'''
| |
| | |
| સમયઅંતર
| |
| વક્રતુંડ
| |
| મહાકાય
| |
| સૂર્યકોટિસમપ્રભઃ હોય છે
| |
| સીધાં સરળ હોય છે
| |
| આડાં આછાં
| |
| હળવાં ભારેખમ્મ
| |
| પારદર્શી ધારદાર
| |
| ખરબચડાં
| |
| ઝીણાં ઝાંખાં હોય છે
| |
| અદૃશ્ય અશ્રાવ્ય
| |
| અસ્પૃશ્ય હોય છે
| |
| સ્થૂળ સૂક્ષ્મ હોય છે
| |
| સાકાર હોય છે
| |
| નિરાકાર હોય છે
| |
| એકસામટાં સર્વત્ર
| |
| ને સનાતન હોય છે
| |
| | |
| '''૨'''
| |
| '''જૂજવે રૂપે'''
| |
| વારિમાં
| |
| અગ્નિ આકાશમાં
| |
| રંગ ઋતુ ગંધમાં
| |
| સ્વાદમાં
| |
| શબ્દમાં અર્થમાં નાદમાં
| |
| બ્રહ્મમાં
| |
| સત્યમાં જગતમાં જૂઠમાં
| |
| જડ અને ચેતને
| |
| સમયનાં અંતરો
| |
| જૂજવાં રૂપમાં
| |
| | |
| '''૩'''
| |
| '''સાપેક્ષતા'''
| |
| ન હોય કેવળ ગતિ
| |
| ન
| |
| કેવળ સ્થિતિ
| |
| હોય
| |
| આરંભ અને અંતની
| |
| અપેક્ષાએ જ,
| |
| ન હોય કેવળ સમય
| |
| | |
| '''૪'''
| |
| '''મૂકમ્ કરોતિ'''
| |
| સમયનું અંતર
| |
| વાચા શોષી લે છે
| |
| દૃષ્ટિ હરી લે છે
| |
| થળને જળ
| |
| જળને અગ્નિ
| |
| અગ્નિને શાંત કરે છે
| |
| રાઈને પર્વત
| |
| પર્વતને રાઈ
| |
| રાઈને રજકણ કરે છેે
| |
| સમયનું અંતર
| |
| મૂકને વાચાળ કરે,
| |
| પંગુને સાગર પાર કરાવે છે
| |
| | |
| '''૫'''
| |
| '''ક્ષણ'''
| |
| ક્ષણને
| |
| શસ્ત્રો છેદતાં નથી
| |
| અગ્નિ બાળતો નથી
| |
| જળ ભીંજવતું નથી
| |
| પવન સૂકવતો નથી
| |
| | |
| '''ગ. દૈહિક'''
| |
| | |
| '''૧'''
| |
| '''જન્મ'''
| |
| નાળ છેદાતાં જ
| |
| અન્ય શરીર
| |
| રુધિરનો અન્ય લય
| |
| હૃદયનો ભિન્ન થડકાર
| |
| શરીરો વચ્ચે
| |
| અવિનાશી
| |
| અશરીરી અંતરો
| |
| | |
| '''૨'''
| |
| '''દાંપત્ય'''
| |
| દેહસરસા દેહ
| |
| વચ્ચે
| |
| તસુ, જોજન પણ
| |
| પ્રસ્વેદ, અશ્રુ પણ
| |
| પ્રસન્નતા, ખિન્નતા પણ
| |
| સહશયન, સહદમન પણ
| |
| ભવોભવ, વિપ્રયોગ પણ
| |
| | |
| '''૩'''
| |
| '''અપ્રત્યાયન'''
| |
| અડ્યું
| |
| અડાતું નથી
| |
| પેખ્યું પેખાતું નથી
| |
| ચાખ્યું ચખાતું નથી
| |
| સૂંધ્યું સૂંઘાતું નથી
| |
| સાંભળ્યું
| |
| સંભળાતું નથી
| |
| | |
| '''૪'''
| |
| '''વાર્ધક્ય'''
| |
| અહો....
| |
| સુદીર્ઘ કેવું...
| |
| કેવું કુટિલ... અંતર આ
| |
| શરીરમાં શરીરનું
| |
| | |
| '''૫'''
| |
| '''સિદ્ધાન્ત'''
| |
| બધાં જ શરીરો વચ્ચે
| |
| જેટલું આકર્ષણ હોય
| |
| સામું
| |
| બરોબર એટલું જ
| |
| અપાકર્ષણ
| |
| હોય છે
| |
| | |
| '''ઘ. અન્ય'''
| |
| | |
| '''૧'''
| |
| '''અન્યતા'''
| |
| પ્રકાશવર્ષોની દૂરતા
| |
| સૂક્ષ્માતિસૂક્ષ્મ નિકટતા
| |
| એક જ છે
| |
| અન્યતા
| |
| અન્યતા જ છે
| |
| | |
| '''૨'''
| |
| '''ભાષા'''
| |
| માણસે માણસની જુદી ભાષા
| |
| માણસે માણસનાં જુદાં જગ
| |
| વક્તાવ્યક્ત વચ્ચે
| |
| ભાષા અંતરાય
| |
| અવ્યક્ત, વ્યક્ત ભાષાથી જ
| |
| અંતર ઓછાં કરે
| |
| એ જ અંતર રાખે
| |
| | |
| '''૩'''
| |
| '''ભ્રાંતિ'''
| |
| હતાં.
| |
| તે દેખ્યાં નહિ
| |
| નહોતોને જાણ્યાં
| |
| ઘટાડ્યાં, વધ્યાં વકર્યાં વીફર્યાં
| |
| રાખ્યાં રહ્યાં નહિ
| |
| ભ્રાંતિનો અંતર
| |
| શ્વર્યા ઉચ્છ્વસ્યાં જીરવ્યાં જીવ્યાં
| |
| | |
| '''૪'''
| |
| '''બ્રહ્માંડ'''
| |
| ઉત્પત્તિ સ્થિતિ લયનાં
| |
| આકર્ષણ-અપાકર્ષણનાં
| |
| ગતિ-ઊર્જાનાં
| |
| પ્રચંડ અંતરોમાં
| |
| અનેકકોટિબ્રહ્માંડો
| |
| સમતુલિત
| |
| યત્ બહ્માણ્ડ તત્ પિણ્ડે
| |
| | |
| '''૫'''
| |
| '''અંતર્લીનતા પછી'''
| |
| શબ્દમાં શબ્દાતીત
| |
| અર્થમાં અર્થાતીત
| |
| સ્થળમાં સ્થળાતીત
| |
| કાળમાં કાળાતીત
| |
| દેહમાં દેહાતીત
| |
| | |
| '''ક / ખ / ગ / ઘ'''
| |
| | |
| એવું ન હોય,
| |
| બધું
| |
| બધું જ
| |
| એકરૂપ
| |
| એકાકાર
| |
| એક જ હોય
| |
| ને કોઈ અંતર
| |
| હોય જ નહિ?
| |
| </poem>
| |
| | |
| == બજારમાં ==
| |
| | |
| <poem>
| |
| બોરાં લઈ બેઠો છું બજારમાં
| |
| | |
| ગામ નાનું માણસ ઝાઝું
| |
| તે બોરીઓ ભરી ભરીને
| |
| ઠલવાયું છે બોર ખચોખચ સૂંડલાઓમાં
| |
| બોલે છે તે બોર વેચે છે
| |
| બૂમો પાડે તે વધુ બોર વેચે છે
| |
| ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે
| |
| કોઈ પેટીવાજું વગાડી દોડાદોડ કરે
| |
| કોઈ જોડકણાંનો શોર મચાવે
| |
| કોઈ ટુચકાઓ વેરે છે
| |
| કોઈ તો વળી તાળીઓ પાડી ઠૂમકા દેતો
| |
| નાચી લે છે
| |
| રંગબેરંગી ચળકતાં પડીકાંમાં વીંટાળેલાં
| |
| બોર વચ્ચે ઠળિયા
| |
| ને પાકાં હેઠળ અધકાચાં સડી ગયેલાં
| |
| ક્યાંક ક્યાંક તો
| |
| શરમ મૂકી
| |
| ભેળાભેળા કાંકરા પણ વેચાય છે
| |
| ભોળિયું લોક હોંશે-હોંશે
| |
| મુઠ્ઠેમુઠ્ઠા બોર ખરીદી હરખાતું જાય છે
| |
| તોલ તાજગીમાં ગોલમાલથી
| |
| બજાર ઊભરાય છે.
| |
| ને સહુને બોર વેચવા છે
| |
| હુંય મારાં બોર લઈ આવ્યો છું ને
| |
| ચાખી ચાખી
| |
| એકેક બોર અલગ કરતો જતો
| |
| બેઠો છું બજારમાં ચૂપચાપ
| |
| </poem>
| |
| | |
| == કશું ખોવાતું નથી ==
| |
| | |
| <poem>
| |
| કશું ખોવાતું નથી | |
| | |
| કશું
| |
| જડતું નથી
| |
| | |
| ખોવાતું નથી તે હોતું નથી
| |
| ખોવાય છે
| |
| તે ખોવાતું નથી
| |
| | |
| ખોવાતું નથી તે જડતું નથી
| |
| જડતું નથી તે જડતું નથી
| |
| | |
| ખોવાય કશું જડે કશું
| |
| જડે કશું જડે જડે
| |
| જડતું નથી
| |
| | |
| જડતું નથી તે હોતું નથી
| |
| હોય છે
| |
| તે હોતું નથી
| |
| | |
| હોતું નથી તે ખોવાતું નથી
| |
| હોય છે તે જડતું નથી
| |
| ખોવાયું ખોવાતું નથી
| |
| જડ્યું જડતું નથી
| |
| હોય છે હોતું નથી
| |
| હોતું નથી તે હોતું નથી
| |
| </poem>
| |
| | |
| == જાદુગર==
| |
| | |
| <poem>
| |
| '''એક'''
| |
| જાદુગરે
| |
| હૅટમાંથી સસલું કાઢ્યું
| |
| કોટમાંથી કબૂતર
| |
| ડાબા હાથે સંતરું
| |
| સંતરામાંથી ખોવાયેલી વીંટી
| |
| આંખો મીંચી
| |
| કશું ગણગણી
| |
| ઇલમની લકડી ફેરવી
| |
| મુઠ્ઠીમાં
| |
| માગ્યું તે દીધું
| |
| આંગળી અડકાડી
| |
| ટુકડા કરેલું જોયું
| |
| એકને બમણું
| |
| બમણાને ઘણું
| |
| ઘણાનું એક કર્યું
| |
| સાવ સામે જ હતું
| |
| તે અલોપ કરી દીધું.
| |
| પછી જાદુગરે ખડખડાટ હસ્યા કર્યું
| |
| ટોળામાંથી
| |
| એક છોકરો કહે :
| |
| જાદુગર
| |
| તારા જાદુની
| |
| મને બીક લાગે છે.
| |
| તું
| |
| મને પતંગિયું બનાવી
| |
| ઉડાડી દે તો?
| |
| જાદુગરે
| |
| ખડખડાટ હસ્યા કર્યું
| |
| હાથની પાંખો કરી
| |
| જાદુગર | |
| છોકરાની આંખોમાં ઊડી ગયો.
| |
| | |
| | |
| | |
| '''બે'''
| |
| કોઈપણ ફૂલનું નામ બોલો
| |
| જાદુગર | |
| એની સુગંધ ઉડાડે
| |
| મનના છાના ખૂણે
| |
| ધરબી રાખેલી વાત
| |
| પટ્
| |
| પકડી પાડે
| |
| જાદુગરની આંખે પાટા વીંટો
| |
| હાથપગને મુશ્કેટાટ સાંકળો બાંધો
| |
| તાળાકૂંચી લગાવો
| |
| અહીંથી ગાયબ થઈ
| |
| ત્યાં નીકળે
| |
| આંખોના અણસારે
| |
| કાગળ પર શબ્દો વેરે
| |
| ફૂંકથી અક્ષરો ભૂંસી નાખે
| |
| ઝડપમાં
| |
| દૃશ્યાદૃશ્યની જાળ
| |
| ગૂંથે
| |
| વિખેરી નાખે
| |
| ઘૂમરાતી લાકડી પર
| |
| સમયના
| |
| ત્રણે ખંડ ટેકવી દે
| |
| ઉન્માદની કોઈ પળે
| |
| પડદો ઊંચકતાં
| |
| કહી દે :
| |
| વાત સાવ સાદીસીધી છે
| |
| દેખાય છે તે હોય જ
| |
| ન દેખાતું ન જ હોય
| |
| એવું નથી
| |
| | |
| '''ત્રણ'''
| |
| યે ડંડૂકા તોડુંગા... તેરા જાદુ પકડુંગા
| |
| ચપટી ખંખેરી હાથ ઉછાળી
| |
| લાકડી ફેરવતો જાદુગર કહેઃ
| |
| લે તાળી...
| |
| ત્યાં તો છોકરાની હથેળીમાં
| |
| એક ઊંચું ઊંચું ઝાડ ઊગી આવે
| |
| ભરચ્ચક ડાળોમાં ઝૂલતું
| |
| એ ઝાડ પર
| |
| છોકરો સર્...સર્... ચડતો જાય
| |
| એકેક ડાળ
| |
| ફૂલોથી ફળોથી લચી પડેલી
| |
| કલબલતી
| |
| ઠેકઠેક પંખીના ઝૂંડ
| |
| ડાળથી ડાળ
| |
| છેક છેલ્લી ડાળે
| |
| જાદુગર
| |
| વાંસળી વગાડે
| |
| ફરતે
| |
| પાંખો ફરફરાવતી પરીઓ ઊડે
| |
| ગંધ ઢોળે
| |
| જાદુગર
| |
| વાંસળી અળગી કરી કહેઃ
| |
| દે તાળી
| |
| ને છોકરો
| |
| મુઠ્ઠી ભીડી સડસડાટ દોડે
| |
| જુએ તો
| |
| પાંદડે પાંદડે ખડખડાટ હસતો જાદુગર
| |
| ને ખળભળતું આખું ઝાડ
| |
| સાવ હેઠે ઊતરે ત્યારે
| |
| હથેળીમાં
| |
| વીખરાઈ રહેલું ધુમ્મસ
| |
| સામે
| |
| આંખો ઉલાળતો જાદુગર
| |
| કહેઃ
| |
| લે... આ લાકડી
| |
| છોકરાના લંબાયેલા હાથમાં
| |
| પીંછું
| |
| </poem>
| |
| | |
| == ઘેટાળાં ઘોડાં*==
| |
| | |
| <poem>
| |
| ઘેટાંના ટોળામાં
| |
| થોડા
| |
| ઘોડા છે
| |
| દરેક ઘેટું
| |
| દરેક ઘોડાને ઘેટું સમજે છે
| |
| દરેક ઘેટુ
| |
| દરેક ઘેટાને ઘોડો સમજે છે
| |
| દરેક ઘોડો
| |
| દરેક ઘોડાને ઘોડું સમજે છે
| |
| દરેક ઘોડો
| |
| દરેક ઘેટાને ઘેટો સમજે છે
| |
| ઘોડાંના ટોળામાં
| |
| થોડા
| |
| ઘેટા છે
| |
| | |
| (* આ કાવ્યમાં અનુસ્વારયોજના સપ્રયોજન છે.)
| |
| </poem>
| |
| | |
| == પતંગિયા પાછળ દોડતો છોકરો ==
| |
| | |
| <poem>
| |
| પતંગિયા પાછળ દોડતો છોકરો | |
| દોડતાં દોડતાં ઊડવા લાગ્યો
| |
| પવને
| |
| એને તેડી લીધો
| |
| ઝાડવાં મેદાન મકાન રસ્તા
| |
| નદી ઝરણાં ડુંગરા...આઘે આઘે વહેતાં ગયાં
| |
| આકાશ ઓરું ને ઓરું આવતું ગયું
| |
| છોકરાએ હાથ પસાર્યા... ઉગમણાં અજવાળાં ઊંચકાયાં
| |
| આથમણાં અંધારાં ઢોળાયાં
| |
| વીંઝ્યા... હેઠળ વનોનાં વન... રણ થયાં ફૂંકાયાં
| |
| રણ દરિયા...દરિયા સપાટાબંધ પાર
| |
| આરો ઓવારો નહિ
| |
| વીંટાળ્યા તો બથમાંથી સૂરજ સરી ગયો
| |
| મુઠ્ઠી ભીડી મુઠ્ઠીમાં ચાંદો
| |
| ખોલી કે હથેળીમાંથી નક્ષત્રો વેરાયાં
| |
| ઊડતો છોકરો
| |
| ઊડતાં ઊડતાં વાદળમાં પેસી ગયો
| |
| ઢગના ઢગમાં ન દોડવું ન ઊડવું
| |
| સરકવું લસરવું હળવા હળવા થતા જવું
| |
| ભીનીભીની વાછંટમાં ફરફર ફોરાં થવું
| |
| ઘડીકમાં આખું અંગ ધોળુંધફ્ફ
| |
| ઘડીકમાં કાળું રાતું ગુલાબી પીળું
| |
| ઝીણાં ટીપાંમાં બંધાવું-વેરાવું
| |
| વીજળીને રણઝણાવી આખેઆખું આકાશ ગજવવું
| |
| એકાદ સૂર્યકિરણને ઝાલી ઝૂલવું
| |
| ઝૂલતો છોકરો
| |
| ઝૂલતાં ઝૂલતાં મેઘધનુષ પર કૂદી ગયો
| |
| લસરી ગયો એક છેડેથી બીજે
| |
| બીજેથી પહેલે
| |
| સાતરંગી ધુમ્મસ ઓઢી જોઈ રહ્યો ઝરમર પૃથ્વી
| |
| જોઈ રહ્યો ઝબૂક ઝબૂક તારા
| |
| જોતાં જોતાં છોકરો ગબડી પડો પવનની ખાઈઓમાં
| |
| ગબડતો ગબડતો છેક ડુંગરની ટોચે ઊતરી આવ્યો
| |
| ડુંગરના ઢાળ પર દોડતા છોકરા પાછળ ઊડતાં પતંગિયાં
| |
| ઊડતાં ઊડતાં...
| |
| </poem>
| |
| | |
| == આઠ પતંગિયાં ==
| |
| | |
| <poem>
| |
| '''રાતું પતંગિયું'''
| |
| | |
| પતંગિયાની
| |
| રંગબેરંગી ઊડાઊડમાં
| |
| પવનના
| |
| એક પછી એક
| |
| દરવાજા
| |
| ઊઘડતા જાય છે.
| |
| | |
| '''સોનેરી પતંગિયું'''
| |
| | |
| સકળ સૃષ્ટિના રંગ
| |
| ખરી રહ્યા હતા
| |
| એ પળે
| |
| એક સોનેરી પતંગિયું
| |
| ક્યાંયથી આવી
| |
| મારા હાથ પર બેઠું
| |
| ને મને ઉગારી ગયું
| |
| | |
| '''જાંબલી પતંગિયું'''
| |
| | |
| અહીંથી
| |
| કાગળ પરથી ઊડી
| |
| જુઓ
| |
| આ જાંબલી પતંગિયું
| |
| તમારી આંખો સામે
| |
| ઊડવા લાગ્યું...
| |
| | |
| '''ગુલાબી પતંગિયું'''
| |
| | |
| હું
| |
| પતંગિયું પકડું
| |
| ને
| |
| મારા હાથમાં આવે છે
| |
| તારી આંગળીઓ
| |
| | |
| '''પીળું પતંગિયું'''
| |
| | |
| અસંખ્ય પતંગિયાં
| |
| મારો હાથ
| |
| ઢાંકી દે છે
| |
| બાજુમાં જ પડેલો
| |
| કોરો કાગળ
| |
| પવન
| |
| હાથ લંબાવી
| |
| ઊંચકી લે છે
| |
| | |
| '''સફેદ પતંગિયું'''
| |
| | |
| કોઈ
| |
| પતંગિયું પકડી લે
| |
| તો પતંગિયું
| |
| ખોવાઈ જાય
| |
| એના હાથની ત્વચામાં
| |
| અને નહીં તો
| |
| કાગળ જેવી કોરી આંખોમાં
| |
| | |
| '''રંગ વગરનું પતંગિયું'''
| |
| | |
| હમણાં જ
| |
| મારી સોંસરવું
| |
| એક પતંગિયું
| |
| ઊડી ગયું
| |
| હમણાં જ
| |
| હું
| |
| હવાથી યે હળવો
| |
| ને
| |
| પારદર્શક હતો
| |
| | |
| '''આ પતંગિયું નથી'''
| |
| </poem>
| |
| | |
| == ભીંત ==
| |
| (ગુચ્છ : ૧)
| |
| | |
| <poem>
| |
| ૧
| |
| ભીંતોમાંથી
| |
| અચાનક રેતી ફૂંકાય
| |
| સનનન સનનન વીંઝાતાં
| |
| ઘૂમરી ખાતાં
| |
| રેતીનાં પ્રચંડ મોજાં
| |
| ચ્હેરા પર અફળાય
| |
| શરીરની જાણે
| |
| આરપાર નીકળી જાય
| |
| સામસામેની ભીંતોને અથડાય
| |
| પાછા ફેંકાય
| |
| ને
| |
| પળમાં હું રેતીમાં ગળાડૂબ
| |
| ચારે બાજુ રેતીનો દરિયો ઊછળે
| |
| ભરડો લેતી
| |
| રેતીની સપાટી
| |
| ગળું ભીંસતી ઊંચી વધે
| |
| ચારે બાજુ રેતીનો દરિયો ઊછળે
| |
| ખુલ્લા મોંમાં
| |
| રેતીનો ધસમસ પ્રવાહ
| |
| ઊતરી જાય
| |
| ફેફસાં નસો શરીર સમગ્રમાં
| |
| ફરી વળે
| |
| આ આંખોય
| |
| અર્ધી રેતી હેઠળ ગરકે
| |
| અધખુલ્લી આંખો પર
| |
| રેતી ફરી વળે
| |
| તે પહેલાં જોઉં
| |
| તો
| |
| ભીંતો ગાયબ
| |
| | |
| ૨
| |
| એકમેકમાં
| |
| ઓગળી ગયેલ
| |
| સામસામી
| |
| ભીંતોના પડછાયા
| |
| હવા
| |
| ક્યારની અલગ કરવા
| |
| મથે છે.
| |
| | |
| ૩
| |
| આ ભીંતો
| |
| બેવડ વળી વળીને
| |
| ખડખડાટ હસે છે
| |
| ભીંતોનો ટેકો લઈ
| |
| ઊભી રહેવા મથતી હવા
| |
| આમતેમ
| |
| ફંગોળાયા કરે છે.
| |
| </poem>
| |
| | |
| == ભીંત ==
| |
| (ગુચ્છ :૨)
| |
| | |
| <poem>
| |
| '''૧'''
| |
| આ ભીંતને અહીં સ્પર્શો
| |
| અહીંથી ડાબી બાજુ તરફ
| |
| બે હાથ આગળ વધો
| |
| પછી ત્રણ વેંત નીચે ઊતરો
| |
| ત્યાં
| |
| તમને એક સોંસરું છિદ્ર મળશે
| |
| એ છિદ્રમાંથી
| |
| ભૂરું આકાશ જોઈ શકાશે
| |
| | |
| '''૨'''
| |
| દૂરની ક્ષિતિજે
| |
| આથમી જતા
| |
| સૂર્યને
| |
| ભીંત | |
| ઊંચી થઈ થઈને
| |
| જુએ છે
| |
| | |
| '''૩'''
| |
| ક્યારેક
| |
| આ ભીંત
| |
| કાગળની માફક
| |
| ધ્રૂજે છે.
| |
| | |
| | |
| '''૪'''
| |
| પર્ણોના પડછાયા
| |
| ભીંતની ત્વચા પર તરે
| |
| ત્યારે
| |
| ઊંડે ઊતરી ગયેલ
| |
| ભીંતના પગને બાઝેલી
| |
| રાતી માટી
| |
| સળવળે છે
| |
| | |
| '''૫'''
| |
| તિરાડોથી ભરાયેલ
| |
| આ ભીંતને
| |
| બારણું નથી
| |
| | |
| '''૬'''
| |
| શું કરું
| |
| તો
| |
| ભીંત જાગે? | |
| </poem>
| |
| | |
| == ભીંત ==
| |
| (ગુચ્છ : ૩)
| |
| | |
| <poem>
| |
| ૧
| |
| ભીંતને કાન હોય છે.
| |
| ભીંતને
| |
| મોં
| |
| પણ હોય છે
| |
| હાથ પગ છાતી ત્વચા
| |
| નસો પણ
| |
| નસોમાં ધબક ધબક વહેતું
| |
| લોહી પણ
| |
| ને શ્વાસોચ્છ્વાસ પણ
| |
| | |
| ૨
| |
| કાળો ડિબાંગ અંધકાર
| |
| પથરાય
| |
| કોઈ
| |
| બુઝાતી શગની માફક
| |
| ભીંત
| |
| ઓલવાઈ જાય
| |
| | |
| ૩
| |
| કોઈ કોઈ વાર
| |
| આ ભીંતની
| |
| આરપાર
| |
| જોઈ શકાય છે
| |
| | |
| ૪
| |
| ભોંય પર પડેલ
| |
| એક પીંછું ઉપાડવા
| |
| ભીંત
| |
| વાંકી વળે છે
| |
| | |
| પ
| |
| વેગીલો પવન
| |
| ફૂંકાયો
| |
| ભીંતે
| |
| હાથ વીંઝ્યા
| |
| હાથ
| |
| તૂટી ગયા
| |
| | |
| ૬
| |
| કાન દઈ સાંભળું તો
| |
| આ ભીંતોમાં
| |
| અસંખ્ય પંખીઓની
| |
| પાંખોનો ફફડાટ
| |
| સંભળાય છે.
| |
| </poem>
| |
| <br>
| |
| <center>◼</center>
| |
| <br>
| |