26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "cscs") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{BookCover | |||
|cover_image = File:5 Yagnesh Dave Kavya Title.jpg | |||
|title = યજ્ઞેશ દવેનાં કાવ્યો<br> | |||
|editor = સંજુ વાળા<br> | |||
}} | |||
* [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | |||
== માચુ પિચુનાં ખંડેરોમાં == | |||
<poem> | |||
એ ગહન ગંભીર ઉપત્યકાઓમાં | |||
જ્યાં વાદળો સરકે છે પાછલા પ્રહરના સ્વપ્નની જેમ, | |||
જ્યાં એ વાદળોની ધૂસર જવનિકા પાછળ | |||
પૂરો થયો છે એક કરુણ ખેલ | |||
ઉપર ઓગણપચાસ મરુતો | |||
જ્યાં ઝાંયઝાંય કરતા ફૂંકાય છે ઝંઝાના વેગથી | |||
ને | |||
નીચે કશુંક રહ્યું છે | |||
સ્થિર, નિષ્કંપ. | |||
કેડીઓ ને રસ્તાઓ | |||
જ્યાં ઝરણાં બનીને દોડતાં ખોવાઈ જાય છે | |||
ઘનપલ્લવ વનરાજીની ગંભીર છાતીમાં | |||
જ્યાં ઉર્વર ઉદ્ભિજ સૃષ્ટિ હળવા-હળવા હાથથી | |||
રૂઝવે છે ઘવાયેલા પથ્થરોના ઘાવ. | |||
જ્યાં મૃત્યુ કોઈ એકાકી ધનિક પ્રૌઢાની જેમ | |||
રહ્યું છે તેનો અસબાબ સાચવતું | |||
એ માચુ પિચુનાં ખંડેરોમાં આમ કોણ બેઠું છે | |||
પોતાના જ બે હાથ વચ્ચે માથું ટેકવી | |||
આટલુ બધું એકાકી? | |||
કોનો પડછાયો ભળી જાય છે | |||
હરતી-ફરતી ભૂતાવળોની સાથે? | |||
કોણ ચડે છે ને ઊતરે છે આ, સોપાનશ્રેણીઓ પર? | |||
અલપઝલપ આંખો દેખાડી કોણ છુપાઈ જાય છે | |||
આ શિલાઓ પાછળ? | |||
કોણ આ કર્ણમૂળ સુધી ઝૂકીને | |||
આછા નિઃશ્વાસ સાથે કહી જાય છે કશુંક | |||
સાવ જનાન્તિક? | |||
ક્યાં ગયા એ શ્રમિકોની સુડોળ કાયા પર ચળકતા સૂર્યો? | |||
ક્યાં ગઈ એ રક્તવર્ણી ચળકતી પીઠો? | |||
એ બલિષ્ઠ સ્નાયુઓની સુરેખ ચાપો? | |||
એ કુંતલકેશરાજિમાં ભૂલી પડેલી બે સફેદ કોડી જેવી આંખો? | |||
ધરબાયેલા કંકાલો | |||
ધૂળ ખંખેરી ઊભા થાય ભૂમિમાંથી. | |||
ચાંદની રાતે | |||
નરકંકાલો સાથે નારીકંકાલોની ક્રીડા | |||
અફળાતા અસ્થિઓના બોદા અવાજો, ભયાવહ ચિત્કારો | |||
એક જડબાના પોલાણમાં ફસડાઈ પડેલી બીજા જડબાની ડાબલી. | |||
ક્યાં ગયાં એ કામુક સ્તનો? | |||
એક સ્તનની પરિક્રમા કરતાં-કરતાં જ | |||
થાકીને સૂઈ ગયેલી આંગળીઓ | |||
અગ્નિના બાણ જેવા હોઠો | |||
જંઘાના મૂળમાં બાઝેલાં પ્રસ્વેદનાં મોતીઓ. | |||
સુવર્ણનાં કંકણથીય ઉજ્જ્વળ એ કમનીય હાથ, | |||
કાનની બૂટમાં રતાશ બની ફરકી ગયેલો એ કંપ. | |||
નરમ માંસની ઉષ્ણ ઘ્રાણ, | |||
એકમેકની કામનાએ વણેલું એ નગ્નતાનું વસ્ત્ર | |||
એક અસ્થિના પોલાણમાંથી | |||
હૂહૂકાર કરી વિસ્તરતું જાય છે કશુંક | |||
જ્યાં મરે છે બધું જ આ પૃથ્વી પરનું. | |||
જ્યાં કોટાનકોટિ નિહારિકાઓ, | |||
લક્ષલક્ષ નક્ષત્રો, તારાઓ મરે છે કોઈ જ અવાજ વગર. | |||
જ્યાં મરે છે કાળ ધીમેધીમે | |||
કોહવાતાં જતાં પાંદડાંની જેમ. | |||
ઇન્કાના પથ્થરજડ્યા સર્પિલ રસ્તાઓ પરથી પડછાયો સંકોરી | |||
કોઈ ઊતરી ગયું છે હળવે પગલે | |||
એન્ડીઝની પેલી તરફ | |||
પાસિફિકની પેલે પાર. | |||
એક સમયે પૃથ્વીનાં હૂંફાળા ગર્ભાશય સમા આ ટીટીકાકા | |||
સરોવરમાં | |||
કારખાનાનાં ઓકેલાં પાણીથી | |||
ટૂંપાઈ ગયો છે નીલ માછલીનો નરમ ગર્ભ. | |||
પૂર્ણિમાની રાત્રે જળમાં રમવા ઊતરી આવેલ | |||
આખા આકાશને વેતરતી ચાલે છે | |||
સહેલાણી લૉન્ચોની ભખભખતી ચીસ. | |||
કોઈ કાળે પૃથ્વીની નાભિસમ કુઝકો નગરીમાં | |||
ઇન્ડિયનોની રક્તિમ નાભિ નીચે ધીમે ધીમે | |||
ભળતું જાય છે રાખોડી લોહી. | |||
શસ્ય ક્ષેત્રોનાં ધનધાન્યમાં | |||
હવે નથી રહ્યો કોઈ દેવોનો કે રાજાનોય ભાગ | |||
બધો ભાગ – | |||
બધો ભાગ હવે મરણના મુખમાં. | |||
સોનેરી કણસલાંઓની, ભરી ભરી ઊંબીઓની | |||
પવન સાથે કાલીઘેલી વાતો હવે ભૂમિમાં. | |||
સમર્થ નૃપતિઓય ચાલ્યા ગયા છે. | |||
પૃથ્વીની હૂંફાળી શય્યા સેવવા. | |||
ને, | |||
એક જ લાકડીએ હાંકા કઢાયેલ દેવો છે | |||
સાવ નિર્વાસિત – ચૂપ. | |||
મધ્યાહ્નના નિશ્ચેષ્ટ પ્રહરમાં | |||
મૃતનગર પર સૂર્ય પ્રજ્વળે છે | |||
પ્રખર ક્રૂર બાજની જેમ | |||
એક સાદ પાડું ને | |||
હજાર-હજાર પડઘાઓ ગબડી પડે ખીણમાં. | |||
લથડતા સમયને જ્યાં પસાર થતાં | |||
પરસેવો વળે છે એ ખંડેરોમાંથી એક ટૂરિસ્ટ | |||
દોડી જાય છે સડસડાટ | |||
બધે મીંઢા મૌનનું મરણવર્તી સામ્રાજ્ય. | |||
કાળ જેવું વિકરાળ સ્વરૂપ છે | |||
તે સમય તો | |||
પડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ | |||
બે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં. | |||
રઝળતી ખોપરીઓના પાત્રમાં દારૂ પીને છાકટા થાય છે સ્પેનયાર્ડો. | |||
સો-સો મણ સોનાના ભાર નીચે દબાય છે પેરુ. | |||
છેલ્લો ઇન્કા બેસી પડે સૂર્યનો અસ્ત જોઈને. | |||
પણ કોણ જાણે ક્યાંથી | |||
આ અળવીતરો પવન આવીને પાનું ફેરવી જાય છે | |||
ને | |||
એન્ડીઝનાં તુષારમંડિત શિખરો ૫૨થી | |||
સાંજના વિલાતા જતા પ્રકાશમાં | |||
ફરી-ફરીને પાછો ફરું છું | |||
મારી જ તૂટેલી ખુરશીના ખોળામાં. | |||
સાંજ ઢળી ચૂકી છે | |||
ઝાંખા પ્રકાશમાં રેખા ચિત્ર જેવી | |||
લીમડાની ચમરી હળવા પવનમાં જરાક કંપે છે | |||
સાંધ્ય આકાશમાં આર્દ્રાનો ગુલાબી તારો | |||
મારાં આંસુમાં ચળકે છે. | |||
* માચુ પિચુ – દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં આવેલું ઇન્કા સંસ્કૃતિનું મહત્ત્વનું પ્રાચીન સ્થળ | |||
</poem> | |||
<br> | |||
<center>◼</center> | |||
<br> |
edits