26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "sdfgvsfbxdfgbxdf") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{BookCover | |||
|cover_image = File:1 Nitin Maheta Kavya Title.jpg | |||
|title = મણિલાલ હ. પટેલનાં કાવ્યો<br> | |||
|editor = હસિત મહેતા<br> | |||
}} | |||
* [[મણિલાલ હ. પટેલનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | |||
== મનુ-મગનની વીતકકથા == | |||
<poem> | |||
કાયમની કઠણાઈ, વ્હાલા! કાયમની કઠણાઈ | |||
મનુભાઈને માથે ખાસમ્ખાસ લખાઈ | |||
કાયમની કઠણાઈ | |||
ખેલ – તમાશા – નૌટંકી ને નિત્ય ભવાઈ | |||
વ્યવસ્થાઓ એવી જડબેસલાક કરાઈ | |||
એ ચાલે ત્યાં દશે દિશાએ | |||
ઊભી વાટે આડા ડુંગર | |||
આજુબાજુ ખાઈ | |||
તળેટીઓ તરડાઈ | |||
મનુભાઈનું જીવતર જાણે | |||
ભડભડ બળતા દવની વચ્ચે | |||
ઘેરાયેલાં વનડુંગર વનરાઈ | |||
કોણ બળે ને કોણ બાળતું | |||
કોણ ટાળતું કાયમ એને | |||
સૂનકારની ટેકરીઓના ટોળે | |||
અંધકારની છોળો ઠેલે | |||
રણરેતીની ઝળહળ ઝાળે | |||
ડાળે ઢાળે બળતી વેળ ઢળાઈ | |||
મનુભાઈની કેડી એકલવાઈ | |||
એના શિરે કોણ ગુજારે શું શું એ તો – | |||
એ જાણે કે જાણે સાધુસાંઈ | |||
કાયમની કઠણાઈ | |||
જોકે, મનુભાઈને ખબર પડે છે | |||
પિંજરમાં પૂરેલું પંખી કેમ રડે છે | |||
કોણ સડે છે કોશેકોશે | |||
ડાળે ડાળે ફૂલપાંદડે હોંશે | |||
પ્રેમ જ કાયમ પોષે | |||
માટી ફોડી માથું ઊંચકે | |||
તરણું નિજના જોરે | |||
કોક વરસતું ફોરેફોરે | |||
કોક અજાણે દોરે | |||
તો પણ અહીંયાં વિપરીત થૈને | |||
કોણ નડે છે કાયમ માટે | |||
અંદર જૈને અડ્યા કરે છે | |||
દરેક ભવમાં છાતી વચ્ચે | |||
જગ્યા કરે છે ખીલા હરદમ કાઠા | |||
માઠામાઠા દિવસો વચ્ચે | |||
જંપી જાવા શોધે છે એ | |||
પળપળ શાંત સરાઈ | |||
કાયમની કઠણાઈ... વ્હાલા... | |||
કાંઈ ન બોલે સાંઈ... | |||
કોઈ કહે છે મનુભૈ તો સારા માણસ | |||
કોઈ ઉમેરેઃ જિદ્દી પણ છે - | |||
સરળ લાગતો હોય ભલેને | |||
બાંધછોડની બાબતમાં એ અઘરો જણ છે | |||
ત્રીજો પુરુષ એકવચનમાં વાસ્તવદર્શી | |||
સંબંધવાચક વિભક્તિમાં ભાવુક પણ છે... | |||
સીધોસાદો માણસ છે આ મનુ મગનને નામે | |||
ના, ના, એવો ખેલાડી તો નથી નથી, હા! | |||
જોકે એના મનસપટલ પર | |||
અંકાઈ છે લીટીઓ ઊભી આડી | |||
ભોગ બન્યો છે રસમોનો એ | |||
વણદીધેલી કસમોમાં અટવાયો છે | |||
સાગર આ રઘવાયો... | |||
મિત્રો કહે છેઃ રંગીન જણ છે, લ્હેર કરે છે | |||
છૂપા વેશે વિક્રમ જેવોઃ સુખદુઃખ વાંચે | |||
અમુક બાબતે ચક્રમ પણ છે ખૂંચેખાંચે | |||
ઢાંચેઢાંચે નહિ ઢળનારો | |||
હારે તો પણ નહિ વળનારો | |||
ગમે ન એને ખોટો ધારો | |||
સુધારાની વાતે એને સમાજ કાઢે બ્હારો | |||
વ્હાલાં થૈને મુખ ફેરવે ઘરનાં માણસ | |||
છાતી એની બળતું ફાનસ | |||
દીવા જેવું એનું હોવું ઝળહળ બળતું | |||
તો પણ એને માથે રોજ તવાઈ | |||
પોતાનું જણ પૂછીપૂછીને રોજ કરે ખરાઈ | |||
કાયમની કઠણાઈ... | |||
ઇન્ટરવ્યૂમાં, મનુભાઈએ | |||
‘હું તો અમથું ઝાડ હોત તો સારું’ | |||
એવી ચોખ્ખી વાત કહી છે | |||
પીડાઓ પ્રખ્યાત સહી છે | |||
‘સુખ તો ઊડતું પતંગિયું છે ચંચળ ચંચળ’ | |||
‘‘હોવું’ એનું નામ જ દુઃખ છે’ : | |||
મનુભાઈની સમજણ આવી પાક્કી છે | |||
શમણામાં પણ સામે કાંઠે | |||
મનુભાઈથી ના પ્હોંચાતું | |||
કાયમ એમનું ઉધાર ખાતું | |||
જોકે– | |||
‘વેઠે છે એ વિકસે પણ છે’ | |||
ઉક્તિ એમણે સાચ્ચે જીવતી રાખી છે | |||
ઝાડ થવાની ઇચ્છા એમણે | |||
ઊંડું સમજી સાચા મનથી ચાખી છે | |||
દાઢીમૂછમાં ઝીણું ઝીણું હસવાનું પણ ફાવે છે | |||
અણજાણી આંખે વસવાનું ભાવે છે | |||
મનુભાઈના મનમાં, ખરું પૂછો તો | |||
નથી ભરાઈ જરી હવા કે રાઈ | |||
જાણે છે એ જીવતર નામે તાર તાર તન્હાઈ | |||
સાંઈ! | |||
બધા ગ્રહોની વચ્ચે રમતીભમતી – | |||
તો પણ પૃથ્વી એકલવાઈ | |||
કાયમની કઠણાઈ... | |||
જાણી લેવા જેવી છે આ – | |||
માણસ કહેતાં મનુભાઈની કૈંક સીમાઓઃ | |||
ઊનાં ઊનાં આંસુના એ માણસ છે | |||
છેક ભીતરમાં ફરે શારડી બારે મહિના | |||
એ પોતે પણ – | |||
નથી કોઈના અને ક્યહીંના! | |||
તરુવર અને પંખીઓની જેમ જ | |||
નીરવ નીરવ ગાતાં લાગે | |||
લીલાપીળા તેજફુવારે શાતા લાગે | |||
તરુભૂમિ એ દેવભૂમિ છે | |||
માટી જ્યાં અદકેરી મા છે | |||
ગાતાં પંખી મનુભાઈની ઇચ્છાઓ છે | |||
ખાલીખાલી કિસ્સાઓ છે બધ્ધું | |||
‘જીવતર નામે ફોગટ લીલા’ – એવું આ ભાઈ – | |||
છાનામાના માને એમાં | |||
અનુભવોના કાળા કાળા હિસ્સાઓ છે... | |||
કરે પ્રવૃત્તિ ઉમળકાથી તો પણ કહે છેઃ | |||
અર્થ વગરના આંટાફેરા ભંગુર ભંગુર | |||
હોવું પણ છે હાથ વગરનું ચપટીક બપટીક... | |||
સમ્બન્ધોને પોલા કહે છે | |||
સગપણ એ તો – | |||
દાઝ્યા ઉપર ડામ તથા ફરફૉલા કહે છે | |||
મનુભાઈમાં અક્કલ જેવું જરી ના લાગે | |||
આ ઑમ બોબડું | |||
ખાલીખાલી વાગે છે અહીં | |||
ખાલીપીલી ખેલ–તમાશા– | |||
નૌટંકી ને નિત્ય ભવાઈ | |||
શૉર કરે શરણાઈ | |||
કાયમની કઠણાઈ, વ્હાલા | |||
કાયમની કઠણાઈ... | |||
</poem> |
edits