મણિલાલ હ. પટેલનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 2,216: Line 2,216:
જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી
જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી
{{Space}}{{Space}}{{Space}}સૈ હું તો ભવભવની કેડી...
{{Space}}{{Space}}{{Space}}સૈ હું તો ભવભવની કેડી...
</poem>
== ચોમાસું : ગીત ==
<poem>
ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં
દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં
{{Space}}ભાઈ હવે ઓરે છે નેહ નર્યો ચાસમાં
{{Space}}ઓળઘોળ ગામ અને સીમ સાવ પાસમાં
{{Space}}આખ્ખું આકાશ પણે આળોટે ઘાસમાં
પહાડો મન મૂકી ઓગળતા આવ્યા, લ્યે! ઝરણાંના ગાનમાં
દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં
{{Space}}કોક મને બોલાવે વાદળમાં પ્હાડમાં
{{Space}}મન મારું મસ્ત અહીં વેલા ને વાડમાં
{{Space}}વૃક્ષોનું ગામ ઘડી ડોલે છે તાડમાં.
ખીણોમાં ઊછળતી કુંવારી નદીઓ, લ્યો! આવી પૂગી રે મેદાનમાં
ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં...
</poem>
== કણબી કાવ્ય ==
<poem>
કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો
ખેતરથી ઘેર જતાં કણબીને ઊતર્યો છે સાપ એક આડો
ચ્હેરાના અજવાળે રોટલા ઘડતી પટલાણીબાઈ ફાટફાટ રોતી
દીકરા વિનાના સાવ નોંધારા આયખાને પડુંપડું ઊભેલું જોતી
પટલાણી જોવાને ઝંખતી’તી ઝાડભર્યા પ્હાડો
ખેતરથી ઘેર જતાં કણબીને ઊતર્યો છે સાપ એક આડો
ઢંઢેરો પીટાયો ગામમાં કે વણજારો પોઠ ભરી આવ્યો
લેવાનું મન છતાં લીધી લેવાય નહિ એવી એ કઈ વસ લાવ્યો
જીવતરમાં ધાડ પડી તોય નથી સંભળાતી રાડો
કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો
પાણી ના હોય એવા કૂવાને કેમ કરી કહેવાનો કૂવો
કેળ સમી ઊભી છે લ્હેરાતી પટલાણી તોય, તમે જુઓ
ઊંચી છે ન્યાત મહીં આબરૂ ને મોટો છે વાડો
ખેતરથી ઘેર જતા કણબીને ઊતર્યાં છે સાપ એક આડો
કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો...
</poem>
== અવસર ==
<poem>
ડાળ ડાળથી ખરી જવાના અવસર આવ્યા
કૂંપળ સુધી ફરી જવાના અવસર આવ્યા
ખેતર ખેતર તેતર રમતાં દીઠાં પાછાં
વગડા વેર વરી જવાના અવસર આવ્યા
માટીમાં મન રોપ્યું’ તું મેં કો’ક સવારે
જળ સંગે ત્યાં સરી જવાના અવસર આવ્યા
ફાંટ ભરીને ઋતુઓ લાવી ખળે ખેતરે
એ તડકાઓ તરી જવાના અવસર આવ્યા
વૃક્ષે વૃક્ષે સાદ પાડતી નીરવતા લ્યો
વાત કાનમાં કરી જવાના અવસર આવ્યા
વયની ડાળે કાચી કેરી લૂમે ઝૂમે
વેળા એંઠી કરી જવાના અવસર આવ્યા
દૂર સીમમાં કો’ક ગાય છે ગીત ગગનનું
હરિવર અમને હરી જવાના અવસર આવ્યા
જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં
દૂર મલકમાં ફરી જવાના અવસર આવ્યા
</poem>
== પટેલભાઈ ==
<poem>
{{Space}}સમજણમાં ભોળા ને કાળજાના કાચા, પટેલભાઈ
{{Space}}વાણીથી વાંકા ને રગરગથી સાચા પટેલભાઈ
કાળઝાળ કાળી મજૂરી કરી ભરવાનાં દેવાં તે એમ તમે જિન્દગી ન જાણી
રોટલાના જેવું છે બૈરીનું મોઢું ને ઉપરથી બળદોને જોઈ ચઢે પોશ પોશ પાણી
વાણિયાના વિશ્વાસે હાલે છે વ્હાણ તમે ટેસથી ખાધા કરો છો રોજ ધાણી
{{Space}}તમે ફૂગ્ગો થઈ ફૂલ્યા ને શઢ જેમ ખૂલ્યા; પટેલભાઈ
{{Space}}મેળાની જેમ, તમે ઋતુ આવી ને સાવ ઉલ્યા, પટેલભાઈ
ગોફણના પથ્થરની જેમ રહે ફેંકાતું આયખું આ ફેંકાવું કોણ છે, બોલો
કણબણની ઇચ્છાઓ રાહ જોઈ પથ્થર થઈ જાય, એમ બોલે છે હોલો
ઘૂઘરાઓ બાંધની આવે અંધારું ઘેર, કોક જાગો રે, જાગો રે, બારણાં ખોલો
{{Space}}માટીના મોર વિશે પટલાણી પૂછે, પટેલભાઈ
{{Space}}આણાની રાત કોણે આંસુઓ લૂછે, પટેલભાઈ
ખેતરના શેઢાની જેમ વ્હાલ લંબાવે હાથ કૈંક કંકણને સમજો તો સારું
રાતા ગવનમાં ધ્રુજે છે આભલાનાં આભ એના પાણીને ચાખો તો ખારું
લાપસીના આંધણ મૂકીને પૂછે પટલાણી : આજ ઘેર રોકાશો વારું?
{{Space}}ખેતરમાં દાણા ને ઘરનાંની મૂંઝાતી વાણી, પટેલભાઈ
{{Space}}ખેતરમાં ચોર પડ્યા, ઘરમાં ઉજાગરે-ઉજાણી, પટેલભાઈ
પાંસળીએ પાંસળીએ વાંસળીઓ વાગતી ને સોનાના દાગીના પટલાણી માગતી
મેળાના થાક પછી ઊંઘે પટેલ ઠૂસ! મહીસાગર-પટેલાણી ચોમાસું જાગતી
ચિંતામાં સૂકાતા કણબીને રોજ રોજ પટલાણી જીવતર ને જોબન સમજાવતી
{{Space}}સમજી સમજીને બધુ છેવટમાં ભૂલ્યા, પટેલભાઈ!
{{Space}}વાયરામાં ઝૂલ્યા ને જીવતરમાં ડૂલ્યા, પટેલભાઈ!
</poem>
== પહેલો વરસાદ ==
<poem>
પાંદડે પાંદડે પગલી પાડતો
ટાઢૂં દઝાડતો
પહેલો વરસાદ પસાર થાય છે...
નેવાં જળતરંગ થઈ બજી ઊઠે છે.
એક સામટી કેટલી નદીઓ
વાડાઓમાંથી નીકળી
ફળિયાં માથે મૂકી વહી નીકળી છે...
તીતીઘોડાને પાંખો ફૂટી છે.
માટી માથું ઊંચકે છે
ઇન્દ્રગોપના મખમલી સ્પર્શથી
રોમાંચિત હવાઓ રણઝણે છે
હણહણે છે ઊંડાણોમાં અશ્વો વેળા લઈને...
લીલાં વસ્ત્રધારી વનદેવી
ઘરની પછીત લગોલગ પ્રગટ થયાં છે
ને ઉંબરમાં આવજા કરે દૂરની ટેકરીઓ
દાદાના હુક્કામાં દરિયાનાં પાણી ગડગડે...
મા મકાઈની ધાણી ફોડે છે...
એની સુગંધ લેવા પૂર્વજો
પડસાળે આવ્યા છે
છાપરાંનાં નળિયાંને ઢોળ ચઢાવતો –
તડકો ઘડીકમાં ઘરભંગ થાય છે તો
ઘડીકમાં ગારો ગારો...
વૃક્ષો આજે વડીલ જેવાં લાગે છે
ઘટાઓમાંથી નીકળેલો
મારકણો અંધકાર પાસે ને પાસે આવે છે
પ્હાડોમાં હજી બળતા દવનો ધુમાડો છે કે –
વાદળી વેળાઓ રમવા નીકળી છે?
પીઠ પર પૃથ્વી લઈને ગોકળગાય
મારા ઘર તરફ આવી રહી છે
ને હું હજી નેવાં નીચે...
</poem>
== જાત સાથે - ==
<poem>
બારીઓ બંધ કરી દીધી છે
પડદા પાડી દીધા છે
મારી આંખે કાળા ડાબલા ચઢાવી દીધા છે
ઘાણીનો બળદ અને એક્કાનો ઘોડો મારામાં પમાય છે...
બારણું બંધ કરતાં દીકરો કહે છે :
‘તમારી સાથે જ રહી જુઓ હવે તમે એકલા...’
તારા વિહોણો અંધકાર જીરવાતો નથી
દિવાળીની દીપમાળાઓ કલ્પવી જ રહી
બેસતા શિયાળાની સાંજ બહાર ઢળું ઢળું થતી હશે
સામેના બગીચામાં વૃક્ષોની છાયાભાત એકલવાઈ -
ભીંજાઉં ભીંજાઉં હળુ હળુ હલચલતી પામું છું પથારીમાં
રસોડામાંથી મૂઠિયાં તળાવાની સુગંધ ઊઠી રહી છે
ઘીની સોડમ સાથે ઘર - ગામ - મા...? ના રે ના
દિવાનખંડમાં દીકરો ડિસ્કવરી ચેનલ પર
મેડિકલ સિરિયલ જુએ છે - ‘બધું જ બદલી શકાય છે - હૃદય
પણ...’
ઉપરના રૂમમાં - બીજો દીકરો -
‘હર તરફ હર જગહ બેસુમાર આદમી
ફિર ભી તન્હાઈયોં કા શિકાર આદમી’
ગઝલ સાંભળતાં સાંભળતાં
કમ્પ્યૂટર સાથે શતરંજ રમતો લાગે છે
ઉકળતા પાણીમાં નેપકીન નીચોવી -
મારાં અંગોને ઘસીને - લૂછી આપીને હમણાં જ
દીકરી પાછી સાસરે ગઈ છે - એનો પતિ બહારગામથી
આવવાનો છે - એની પૂંઠે પૂંઠે નીકળી ગયેલું મારું મન
મહીસાગર કાંઠેના મારા ખેતરમાં ચોળાની કૂંણી કૂંણી સીંગો
ચાવે છે; હમણાં જ ખોદાતી મગફળી - માટીની સુગંધ
મને હવામાં તરતી તરતી -
કહે છે કે : ‘જે પોતાની જાત સાથે એકલો રહી શકે છે તે -
સૌથી સુખી હોય છે દુનિયામાંઃ’
જો કે જાત સાથે રહેવું ઘણું મુશ્કેલ છે; નહીં?
કેમ, તમે શું કહો છો?
</poem>
== ચોપાઈ ==
<poem>
લાગી આવે હાડોહાડ
ભાઈ કરે આંગણમાં વાડ
જીવન ખુદનો આપે અર્થ :
ગણ દિવસો ને વરસો કાઢ
જે બંધાવે એ પણ જાય–
મૂકી સૂનાં મેડી માઢ
ના છાંયો, ના ફળની આશ
‘ઊંચા લોકો’ એવા તાડ
ઝાડ નથી એ છે જીવતર
બેઠો છે એ ડાળ ન વાઢ
મતલબ બ્હેરાં સઘળાં લોક
ફોગટ તારી રાડારાડ
એની ઇચ્છા એનું હેત
બાકી માણસ નામે પ્રેત
મનથી દે એ સાચું માન–
પ્રેમ વગર સૌ રણ ને રેત
અવસર છે કે તેડું : પામ,
આંગણ આવ્યું પંખી શ્વેત
પાછળ પગલાં ગણતું કોણ
કર સાવધ ને તું પણ ચેત
પ્રેમ કરે ને રાખે દૂર
પીડા આપી જગવે હેત
મોલ બનીને ‘એ’ લ્હેરાય :
ખુલ્લું મૂકી દે તું ખેત
રક્ષક થૈને વાઢ્યાં ઝાડ
પથ્થર થૈ ગ્યા લીલા પ્હાડ
જુઠ્ઠાણાં બોલે મોટ્ટેથી
સાચ કરે ના રાડારાડ
વ્હાલાંથી વઢવામાં, બોલ–
પામ્યો શું, શી મારી ધાડ
કોનું કાયમ ક્યાં કૈં છે જ
ખેતર વચ્ચે કર મા વાડ
મેં વૃક્ષોમાં જોયો ‘એ’ જ
મલકે લૈ કૂંપળની આડ
જે કુદરતનો કારોબાર
વૃક્ષો ઊભાં હારોહાર
‘ઊંચો પર્વત ઊંડી ખીણ’
ને ચલવે એ ધારો ધાર
તારી દૃઢતા જાણે એ ય–
પીંજે તેથી તારોતાર
કીડી કુંજર એક જ ન્યાય
તું શીખી લે કારોબાર
કરે કસોટી રાખે દૂર
પૂછે ખબરો બારોબાર
મોસમ થૈ અવતરશે ‘એ’ જ
ને છલકાશે. ભારોભાર.
</poem>
</poem>
26,604

edits

Navigation menu