ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ/૯. કદડો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯. કદડો| }} {{Poem2Open}} સિમેન્ટના જંગલ વચ્ચે અજગરની જેમ પડેલો ડામર...")
 
No edit summary
Line 46: Line 46:
‘એંઠ્ય, તારી તો... આજ પેલી દવાખાને વાટ જોતી કંટાળી હશે ને આંય દિયોર આ ગઠ્ઠોય દશ્મન બનીને પડ્યો છે કાંય....’ બબડતા કણદાના હાથપગ ધ્રુજતા લાગ્યા. તોય એણે ઘડીક શ્વાસ ખેંચીને બરાબરનો જોરૂકો ઘા કર્યો. કદડો સહેજ હટે એવું લાગ્યું. ઉપરાછાપરી પાવડી ઠપકાર્યા પછી રેલમછેલ પરસેવામાં ચટકતાં ચાઠાં વચ્ચે એણે જોરથી કદડામાં ખૂંપેલો સળિયો ખેંચ્યો. જામી ગયેલા કદડા સમેત એકબાજુ બાકોરો પાડતો સળિયો છૂટો થયો. ‘હાશ!’ કરીને હળવા થવા મથતા કણદાની નસનસમાં બંધિયાર ગટરમાંથી વછૂટેલી તીવ્ર ઝેરીવાસ ફરી વળી. મગજનાં બે ફાડિયાં થતાં હોય એવી લમણામાં ઊપડેલી લબ લબ નસો વધુ ને વધુ તંગ થવા માંડી. ઉઘાડા શરીરે મોં આડું ઢાંકવા એણે ઝડપથી હથેળી દબાવી જોઈ. પણ ગંદા હાથમાં લપટાયેલી વાસથી તો ઊલટી બકારીઓ એકધારી ઊપડવા માંડી. ભૂખ્યા પેટે કશું નીકળે તોય શું નીકળે! આંખે લાલ લીલાં કુંડાળાં વળવા માંડ્યાં. હવે ઊભા રહી શકાય એટલી શક્તિ જ નહોતી. પડું પડું થતા કણદાએ ઉપર જોયું. ‘ઉપર ખુલ્લા ઢાંકણામાંથી અજવાળું ચ્યમ ભળાતું નથી? એણે ઝડપથી મેલા હાથે જ આંખો ચોળવા જેવું કર્યું. લાલ લીલા કુંડાળાં ગાયબ થઈ ગયાં ને આંખોમાં નર્યો અંધારપટ છવાઈ ગયો. કદડા સમેત પડેલો સળિયો ઊંચકીને બહાર ઇશારો કરવા પ્રયત્ન કર્યો. ગળામાં એક સામટો ડચૂરો જાણે કદડો બનીને ગંઠાઈ ગયો હતો. ક્યાં કશું બોલાતું જ હતું. બોલવાની મથામણ કરતો ને બકારીનું આધણ ખદખદ થતું ગળામાં આવી ભરાતું! ઊંચકેલો સળિયો હાથમાંથી છૂટી ગયો. અંધારા વચ્ચે ઝેરી ગૅસનો રાક્ષસી ભરડો હવે ગૂંગળાવી રહ્યો હતો. ગભરામણનું ઘોડાપૂર છાતીની ધમણમાં ભરાતું જ ગયું... બે હાથ ગળા ફરતે રાખીને એણે બૂમો પાડવા હવાતીયાં માર્યાં પણ કોઈ કારી ચાલી નહીં. પડું પડું થતો કણદો ઊંચો થઈને બે હાથે ગટરના ઉપલા ભાગને પકડવા સહેજ કૂદ્યો ને અટકી ગયેલો શ્વાસ ગટરમાં ગંઠાયેલા કદડાની જેમ ડોળા ફાડતોકને રૂંધાયેલા ગળામાં જ ‘શારદીની મા...’ કરતો બોકાહો દઈ ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = આખરી ગાન
|next = સમશેર તારી ભોંઠી પડી રે
}}
18,450

edits

Navigation menu