ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુન્દરમ્/ખોલકી: Difference between revisions

Jump to navigation Jump to search
added photo
(Created page with "{{Poem2Open}} પછી ફળિયામાં કૂતરાં એકદમ ભસવા લાગ્યાં એટલે મને થયું કે બધા આવ...")
 
(added photo)
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સુન્દરમ્}}
[[File:Sundarm.png|300px|center]]
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{Heading|ખોલકી | સુન્દરમ્}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/14/BRIJESH_KHOLKI.mp3
}}
<br>
ખોલકી • સુન્દરમ્ • ઑડિયો પઠન: બ્રિજેશ પંચાલ
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
પછી ફળિયામાં કૂતરાં એકદમ ભસવા લાગ્યાં એટલે મને થયું કે બધા આવતા હશે. નિરાંતે જોવાય એટલા માટે હું મેડે ચડી ગઈ અને બારીની ફાડમાંથી જોવા લાગી. બધા ભાયડા બીડીઓ પીતા પીતા આવ્યા અને આંગણામાં ઢાળેલા ખાટલા પર આડાઅવળા બેસી ગયા. પછી બધાએ માથાનાં ફાળિયાં ધીરે ધીરે ઉતાર્યાં, અને કોકકોકે આંગળી વતી કપાળ પરથી પરસેવો લૂછ્યો. હું બધાય ભાયડામાં એમને શોધ્યા કરતી હતી. પણ મને એકદમ જડ્યા નહીં. તે રાતે અમારા ફરીવાર વિવાહ થયા ત્યારે ઘૂમટામાં ને ઘૂમટામાં મારાથી એમને ધારીને જોવાયેલા ન હતા. અને પછી ત્રીજે દહાડે મારી મા મરી ગઈ તે બાપાએ મને ના જવા દીધી, અને એ તેડવા આવ્યા ત્યારે મારી બહેનના વિવાહ થવાના હતા એટલે બાપાએ કહી વાળ્યું કે, ‘વેવા પછી વાત.’ એટલે વિવાહ થઈ ગયા પછી એ તેડવા આવવાના હતા ત્યાં એમના માસા મરી ગયા તે એ બધાની ભેગા કાણે આવ્યા. એટલે મારા બાપાએ બધાને ચા પીવા બોલાવ્યા ત્યારે મને થયું કે લાવ જોઉં તો ખરી. બધા ભેગા આવવાના હતા એ વાત તો ચોક્કસ, પણ એ કિયા તે મને શી ખબર પડે? બારીની ઝીણી ફાટમાંથી મેં તો મારે જોયા કર્યું. બારી ઉઘાડવાની મારી હિંમત ન ચાલી.

Line 34: Line 57:
પછી એમણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો અને બધું અંધારું અંધારું થઈ ગયું. તે ખાટલામાં કેણી ગમ આવીને બેઠા તેની મને ખબર ન પડી. હું માથે હાથ નાખી સૂતી હતી. ત્યાં એમનું મોઢું કોઈ દિશામાંથી આવ્યું અને મારા ગાલ પર એમના દાંત બિડાયા. મારાથી જરાક ચીસ પડાઈ ગઈ. હું એક તરફની ઈસને વળગી સૂઈ રહી હતી. એમનો હાથ મને ખેંચતો લાગ્યો. તોય હું ફરી નહીં એટલે એમણે જોરથી મને ખેંચી. તોય મેં ઝાલેલી ઈસ મેલી નહીં. પછી એમણે ખૂબ જોરથી એક આંચકો માર્યો અને મારા હાથ ઈસથી છૂટી ગયા, અને એ બોલ્યા: ‘આમ ફર ને, ખોલકી!’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉમાશંકર જોશી/શ્રાવણી મેળો|શ્રાવણી મેળો]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુન્દરમ્/માજા વેલાનું મૃત્યુ|માજા વેલાનું મૃત્યુ]]
}}

Navigation menu