સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

()
()
Line 435: Line 435:
<poem>
<poem>
વૃક્ષની મિરાત એના છાંયડા હો...જી....રે...  
વૃક્ષની મિરાત એના છાંયડા હો...જી....રે...  
મનની મિરાત મનસૂબા રે...  
:::મનની મિરાત મનસૂબા રે...  
આંખની મિરાત ઊંડાં દેખવાં હો...જી...રે...
આંખની મિરાત ઊંડાં દેખવાં હો...જી...રે...
તે વિના તો ખાલીખમ કૂબા રે...  
::તે વિના તો ખાલીખમ કૂબા રે...  
મનની મિરાત મનસૂબા રે...
:મનની મિરાત મનસૂબા રે...


રાઈના દાણેથી રંગ કથ્થાઈ ઊડે તે  
રાઈના દાણેથી રંગ કથ્થાઈ ઊડે તે  
કોઈ કામિનીમાં દૃષ્ટિ થઈને ઠરે  
:કોઈ કામિનીમાં દૃષ્ટિ થઈને ઠરે  
એમાં સ્હેજ પીળાંનો સ્વભાવ ભળે  
એમાં સ્હેજ પીળાંનો સ્વભાવ ભળે  
તોએ વળી અડાબીડ અંધકાર ચરે  
તોએ વળી અડાબીડ અંધકાર ચરે  
અહો! રૂડાંરૂપ! રૂડી રમણા હો...જી...રે...
અહો! રૂડાંરૂપ! રૂડી રમણા હો...જી...રે...
એકમાં અનેકના અજૂબા રે...  
::એકમાં અનેકના અજૂબા રે...  
મનની મિરાત મનસૂબા રે...
::મનની મિરાત મનસૂબા રે...


આભને મેદાન રમે ખોબોએક તેજ  
::આભને મેદાન રમે ખોબોએક તેજ  
એનું વહાલ આખી અવનિમાં ઊગે  
::એનું વહાલ આખી અવનિમાં ઊગે  
અદેહી આસવ કોઈ ઝીલે, કોઈ ઘૂંટ ભરી  
અદેહી આસવ કોઈ ઝીલે, કોઈ ઘૂંટ ભરી  
પીવે, કોઈ ટીપેટીપે ચૂગે  
:::પીવે, કોઈ ટીપેટીપે ચૂગે  
કોઈ ઊંચા હાથ કરી ચીખતા હો...જી... રે...  
કોઈ ઊંચા હાથ કરી ચીખતા હો...જી... રે...  
આકંઠ મેં તો ડૂબા-ડૂબા રે...  
::આકંઠ મેં તો ડૂબા-ડૂબા રે...  
મનની મિરાત મનસૂબા રે...
::મનની મિરાત મનસૂબા રે...
</poem>
 
== સંકેલી લીધા ==
 
<poem>
જળ જીવાડયાં, પરપોટા સંકેલી લીધા
:::નર્યાં સાચની પડખે બેઠા
:::ને ફોટા સંકેલી લીધા
 
આંખોમાંથી કરડાકી નિતારી લીધી
::કર્યો મૂછનો રુવાબ નીચો
ભદ્દી ભડકાબોળ વિફરતી વૃતિ માથે
::ધરપતનો ફેરવીએ પીંછો
સ્મિતવતીના સ્મિતે એવું મોહ્યા કે
::સૌ હાંકોટા સંકેલી લીધા
જળ જીવાડ્યાં પરપોટા સંકેલી લીધા
 
ક્લિનશેવથી સૌમ્યરંગ ચીપકાવ્યા ચહેરે
::ભાલે તાણ્યાં કુમકુમ તિલ્લક
વાત વિગતે બહુ વિવેકી, વાણી જાણે
::મધરાતે ગાતું હો પીળક
લય લ્હેરખડી વહો હવે લ્યો! લીટા...
::લચકા....લિસોટા સંકેલી લીધા
જળ જીવાડ્યાં પરપોટા સંકેલી લીધા
</poem>
 
બીજ ગીતો
== કવિ! ==
 
<poem>
કવિ!
તમે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ
 
કાગળ જેનું સ્થાપન એને અક્ષર સ્વયં દીવો
અનુભૂતિનું ભાથું બાંધી લાવે, એ મરજીવો
એના તાપે જાય આથમી કૃતક કોટિક રવિ
હોય થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ
 
નર્યા તેલનું ટીપું નહિ પણ સૂતર બળતું સાથે
પડે પરખ એ પ્રમાણ દેવા ચડે ગંધના પાથે
વિકલ્પ તારી સામે ઊભો હવન થવું કે હવિ?
ભલે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ?
 
અજવાળાં આરાધે એને કઈ ખોટ શું તમા?
શું અદકેરું એનાથી જ્યાં આભૂષણ હો ક્ષમા?
બસ એજ સધિયારો જેનું હૃદય રહેતું દ્રવિ
અરે થિરકતા લયમાં ઝીલી અજવાળાની છવિ
</poem>
 
== સાધો! ==
 
<poem>
સાધો!
ખેસખલીતા લપછપ છોડી અજવાળાં આરાધો!
ચાર પરોવી ચોકી બાંધી આપોઆપ સમાણી ચાર
નવમી નિજમાં બીજ સ્વરૂપા દસમી તું દાખ્યાથી બ્હાર
કસ્તુરી પેટાવી કેડા આળેખો.. ને વાંધો
સાધો, અજવાળાં આરાધો!
 
હું-માંથી હડસેલ્યો હું-ને તું માંથી-કાંઈ તાણ્યો હ્રસ્વ ઉ
એકમના થઈ આસન વાળ્યાં જેમ જ્યોતમાં પલટાયા રૂ
ભાવ કર્યો ત્યાં ભળ્યા ધુમાડે સંચિત સૌ અપરાધો
સાધો અજવાળાં આરાધો!
 
ઝળમળતા અંજવાસે બેઠા રવિ-ભાણ નિજારી શૂરા
તાર મેળવી જીવણ બોલ્યા સંભાળો ધખના’ળી ધૂરા
રસ વાણીમાં તમને લાધ્યો, એવો સૌને લાધો
સાધો, અજવાળાં આરાધો!
</poem>
 
વ્હાલાપંચક
== ....મ્હેણું ! ==
 
<poem>
::::વ્હાલે, માર્યું જબરું મ્હેણું!
મને કહે : તું ખમતીધર હું તારા પગની રેણું
 
:ચંદ્રકિરણની લૂમ કહી ઉજમાળી અરધી કાળપ
અરધી રહી તે નઝરટીલડી થઈ ચોંટી ગઈ ચપ
:પામી કાંચનયોગ હરખતું હું માટીનું ગ્હેણું
::::વ્હાલે, માર્યું જબરું મ્હેણું!
 
અદેખાઈથી બળી-ઝળીને થઈ સખીઓ અધમૂઈ
:સમૂહમાંથી જ્યારે ચૂંટી મને કહીને જૂઈ
જીવતરની ચુંદડીએ ટાંક્યું રતન મહા લાખેણું
::::વ્હાલે, માર્યું જબરું મ્હેણું
</poem>
 
== જી ==
 
<poem>
કડવી કાચી લીંબોળી,
તીખાશ રાઈના દાણે જી!
મધનું ટીપું મળે જીભને
એમ મને તું જાણે જી!
 
ઝાકળવરણા દિ’ ઊગતા
ને મહેકવરણી રાતો જી!
હડી કાઢવા હોઠ વચાળે
હરફ વિહવળ થાતો જી!
આલિંગે તે અનહદપદનાં
મૂલ અમૂલા નાણે જી
મધનું ટીપું મળે જીભને
એમ મને તું જાણે જી!
 
ફૂલકજર કાયામાં મબલખ
મ્હોર્યા મોઘમ મરવા જી
મચી મહેકની હેલીમાં કાંઈ
આભ ઊતરતા તરવા જી!
અમે જ અમને ઉકેલવાને
દોડ્યા પગ અડવાણે જી
કડવી કાચી લીંબોળી,
તીખાશ રાઈના દાણે જી!
</poem>
 
== ઘા ==
 
<poem>
:::બહુ ગમતા આ ઘા!
::તમે કહ્યું : કાજળમાં અગણિત
::રંગ ભાળ અથવા તો ઊઠી જા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!
 
હતું નઝરથી નજીક એને વનવગડે જઈ શોધ્યું
નાહકનું નતમસ્તક થઈને અધકચરાને પોષ્યું
::કયા કારણસર નર્યા બતાલા
::સામે હો કરવાનું તા થૈ તા
બાવાજી, અમને બહુ ગમતાં આ ઘા!
 
ભળી કુતૂહલ ભેળી ભ્રમણાના ભાળે કે ચોખ્ખું
:જ્ઞાનગૂંચના આટે-પાટેતળ ઉલેચ્યાં, લોચ્યું
::ઊંડળમાં લીધા અડસટ્ટા
::જેમ ફૂંકાતા વેરાનોમાં વા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!
 
નીંદરનાં સૌ પડળ ખોલવા કરી વિનવણી એવી
નરી ફૂંકથી કરી ઇશારો વાત કરી નહીં જેવી
::શું કરવું, ક્યાં જઇ નાખવી?
::અડાબીડમાં સમજણ નામે ઘા
બાવાજી, અમને બહુ ગમતા આ ઘા!
</poem>
</poem>
26,604

edits