26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,321: | Line 1,321: | ||
મારી જેમ જ આ લોકો સુખ-દુઃખથી પર છે. | મારી જેમ જ આ લોકો સુખ-દુઃખથી પર છે. | ||
</poem> | |||
== કબ્રસ્તાનમાં આંબલી == | |||
<poem> | |||
શહેરની વચ્ચોવચ્ચ | |||
કહોને કે છાતી ઉપર જ લગભગ | |||
કબ્રસ્તાન | |||
ધબકે | |||
માત્ર ડાઘુઓની નીરવ, ધીમી | |||
છતાં ચોક્કસ લક્ષ્ય તરફની મક્કમ આવ-જાથી. | |||
આમ તો, કોઈપણ શહેરમાં હોય છે એવું જ, | |||
એક અર્થમાં રળિયામણું પણ કહી શકો. | |||
મોટો કટાયેલો દરવાજો | |||
કદીક હશે ઝેરી લીલા રંગનો | |||
પણ આજે તો ભૂખરો | |||
એટલે કે કબ્રસ્તાનને હોય છે એવો. | |||
આડી અવળી પરંતુ લયબદ્ધ | |||
નાની મોટી કબરો | |||
જે નથી તેની રાહ જોતી | |||
અને છે તેની પ્રતીતિ વિનાની. | |||
આપણે મોટાભાગે ઓળખતાં જ હોઈએ | |||
તેવાં વૃક્ષો | |||
બાગ-બગીચામાં હોય છે એવાં | |||
છતાં વિધાનના જોખમે કહી શકાય કે, | |||
એક રાગ એવો જે અહીં વધુ વિલંબિત | |||
આ બધાં સાથે ભળી ગયેલી | |||
આંબલીઓ | |||
ઘણી જ; લીલીછમ્મ અને હમણાં તો– | |||
કાતરાથી ભરીભાદરી | |||
ઝૂકેલી લથબથ ડાળો | |||
આંટીએ ચડે એકબીજાની. | |||
મને | |||
અમારા ગોંદરાની આંબલીઓ યાદ આવી | |||
કહેવાતું | |||
ત્યાં તો ચુડેલનો વાસ | |||
આછું અંધારું ઊતરે | |||
પછી તો કોઈ ફરકે નહીં આસપાસ | |||
પણ– | |||
આ તો શહેરનાં નીતિ-નિયમથી ઝળાંહળાં | |||
અજવાળાંનાં શાસનમાં ખડે પગે કતારબદ્ધ | |||
એના કાતરાનો સ્વાદ પણ શરતી | |||
સાવધાનીને અનુસરતો | |||
ખાટ્ટો, મીઠ્ઠો, કડવો, તૂરો. | |||
લાગે છે, | |||
ઊંડાણે જઈ લંબાયાં હશે મૂળ | |||
ચૂસાઈને ઊંચે ચડ્યો હશે, | |||
અસ્થિઓમાં જીવતો સ્વભાવ | |||
જે આવી બેઠો જીભના ટેરવે. | |||
</poem> | |||
== ખનન == | |||
<poem> | |||
પ્રશ્નો | |||
અથડાય આડેધડ | |||
ક્યારેક ગોફણમાંથી છટકી | |||
વીંઝાય | |||
તે પડે છેક સમુદ્રધુનિઓ ભેદતા, | |||
કરાલ ભેખડો ભાંગી, | |||
આવી ચડે છીછરાં જળમાં, | |||
માઈક્રોબ્સમાં ઊછરે; | |||
ક્યારેક વ્હાલછોયા થઈ આળોટી પડે પગમાં | |||
ઘૂમરાય ભમરડા થઈ | |||
ઘેઘૂર સાદે રાગડા તાણી રજૂ થાય | |||
ચાટે, ચપ્ ચપ્ લબકારા લેતા | |||
સૂંઘે | |||
સજાતીય સાથે હાથ મેળવી હરખાય, અને | |||
વિજાતીયથી આકર્ષાઈને એકમાંથી થાય અનેક | |||
બેવડાય, બદલાય, ધારણા મુજબના રંગ ધારણ કરે | |||
તાણો તો તણાય | |||
લાંબાલચ્ચ થઈ પહોળા પટે પડ્યા રહે | |||
દાબો તો દબાતી સ્પ્રિંગ | |||
પ્રશ્નો- પથ્થર, પ્રાણી, ભીડ, નટબજાણીઆ, કાચની આંખો | |||
જે હોય પણ ભાળે નહીં કાંઈ | |||
કાચંડા | |||
પ્રશ્નો– | |||
Not to be loose shunted | |||
જોયાં કરવાની હારમાળાંઓ... | |||
લાંબી અકળામણો | |||
કીકીઓને છારી બાઝે | |||
હાથ ખરડાય, | |||
ગોઠણ-ઘૂંટીઓ વચ્ચે વિસ્તરે કળતર | |||
આગ આગ પ્રસરે આદેશ આપતી આંટીઘૂંટીઓમાં | |||
તારણો | |||
નિષ્કર્ષો પછી | |||
ઊઠે અસ્ત્ર | |||
બોરના ઠળિયામાં છુપાઈ રહેલું | |||
ખણી કાઢવા, થાય બ્રહ્માસ્ત્ર કે અગ્ન્યસ્ત્ર | |||
છૂટે તેવો | |||
પ્રહાર | |||
ને માત્ર છરકો પડે ટચલી આંગળી પર | |||
થડકો, ઊંહકાર | |||
કોઈ સાંભળે ન સાંભળે ત્યાં તો | |||
પ્રગટે ઊગતા સૂરજનો પણ | |||
વહે અટકી અટકીને | |||
પ્રસરે | |||
ભીની આંખે લાલ લિસોટા વળગે | |||
રાખ ઉડાડતા પંખી થઈ | |||
રક્તકણો ફોડી, ફેદી | |||
હુહુકારા | |||
ખિખિયાટા કરતી, ઘેરી વળે | |||
બોંતેર પેઢીઓ | |||
નાગ, વૃષભ, વરાહ આવે | |||
આવે મચ્છ, કચ્છપ ને કલ્કિ | |||
લાઈનો લાગે | |||
અચરજને આંબવાનાં હવાતિયાં | |||
ડ્હોળાય | |||
જુએ મૂંગામંતર બની | |||
ધીમે ધીમે ઘટતું | |||
ખૂટે | |||
ધક્કે ચડે, અથડાય | |||
સ્પર્શે, ચાખે, ચાવે, ઉતરડે | |||
ચામડીનાં પડળ ચૂંથે | |||
છેક તળમાંથી બોર્નમેરોના મુઠ્ઠા ભરાય | |||
રંગબેરંગી દ્રાવણોમાં ભેળવાય, ઝબોળાય | |||
નિરીક્ષણો નોંધાય | |||
કણકણ તપાસાય | |||
તોળાય... | |||
બધાં ક્રિયાપદો ખૂટે પછી | |||
અકર્મણ્યભાવથી ભોળવાઈને તાકી રહે, | |||
’ને શરૂ થાય | |||
શબ્દવિહીન માત્ર ઘુરકિયાં... | |||
એકબીજા સાથે ઝઘડતા હે મારા પૂર્વજો | |||
તમારી તીક્ષ્ણ વિલક્ષણતાઓ | |||
શતરંજની ચાલની રીતે અજમાવતાં | |||
પરિણામ તો મળશે | |||
પણ ફંટાઈ જશો અણધાર્યા જ. | |||
પછી | |||
પેઢી દરપેઢી | |||
શતરંજો ગોઠવાશે | |||
ચાલો ચલાશે | |||
નિર્ણયો | |||
ગૂંચવણો | |||
તાત્પર્યોની તીણી પિપૂડીઓ | |||
ગજવશે ઐરાવતોનાં કુંભસ્થળો | |||
મદઝરતાં વ્હેણો વહેશે | |||
તણાશે | |||
તરશે ટીપું થયેલો સૂરજ. | |||
જાતિ-પ્રજાતિ, સરિસૃપ અને સ્તનધારી | |||
જળચર-ખેચર-ભૂચર વિશે, | |||
બોલતાં-બબડતાં-વિચારતાં વિશે વિગતો મેળવાશે | |||
હિમોગ્લૉબિનના આંક | |||
અને શુગરના ટકા નોંધાશે | |||
ગૌત્ર અને ગૃપ નક્કી થશે | |||
પરંતુ | |||
અધ્ધરતાલ લટકતા જ રહેશે | |||
પ્રશ્નો | |||
ખીંટીએ ભેરવાઈને જુગપુરાણા ઘરની ભીંતે | |||
તોરણોમાં, આવતાં-જતાં અથડાતા, માથું ફોડતા | |||
ટોડલીઆં-ભીંતેલીઆંમાં ઝગારા મારતા | |||
ઝીણું ઝબૂકતા | |||
ચાકળાઓમાં વર્ષો જૂના. | |||
પ્રશ્નો - ભોંકાતા, | |||
ભસતા, ધાવણ ધાવતા, ગૂંચવાયેલા, ગતકડાં | |||
પ્રશ્નો - સલામછાપ, | |||
બેડરૂમના, | |||
અંગતતા ઓઢી ગોઠણ ઘસડતા, | |||
મુખવટો પહેરેલ સ્મિતસભર બેઠકખંડના | |||
ફેરફુદરડી ફરતા ફળિયાના, | |||
ચર્ચાની તાણખેંચે ચડેલ | |||
શ્વાન-શિયાળની લડાઈમાં, છેવટે | |||
શેરી બાજુ ઢસડાતા, | |||
વંઠેલ, | |||
ગામને મોઢે ગળણું બાંધતા, ચૌટાના | |||
ચર્ચાતા, ચૂંથાતા | |||
સમરાંગણ સર્જતા | |||
અગણિત | |||
અણઉકેલ | |||
હારમાળાંઓ... | |||
આવવું છે તારણ પર? | |||
ચાલો, થોડી ચાવીઓ આપું. | |||
આ આંખો જુઓ, | |||
તેમાં ઊંડા ઊતરો | |||
તપાસો | |||
પૂર્ણ થતાં પહેલાં કોઈ હલકટ મનોવૃત્તિથી | |||
ખૂલી ગયેલા વ્યૂહની | |||
તૂટી પડેલ દૃશ્યાવલિઓમાં સ્થિર | |||
યુદ્ધમુદ્રાઓ, | |||
કીકીઓ પર ઝાંખા ધુમાડિયા રંગના ફરફરતા પરદા | |||
માનું છું વહેલી સવારે જોએલું ધુમ્મસ છે, અથવા | |||
વાતાવરણમાં ઓગળેલ કાર્બનડાયોક્સાઈડ. | |||
આગળ વધો. | |||
ઘ્રાણેન્દ્રિયમાં પ્રસરેલ ગંધનાં પડળ ખોલો. | |||
સાચાં છો તમે | |||
આ એ જ અપ્સરાઓ અને યક્ષિણીઓની | |||
કર્ણબૂટો, બાજુબંધો અને વૈજયન્તીમાળાઓમાં સ્થિત | |||
કલ્પલત્તાઓનો પમરાટ, અને | |||
દાવાનળોમાં સળગેલાં આલાલીલાં વૃક્ષોના ઝરતા રસની | |||
ગંધ, | |||
છેલ્લા અણુધડાકા વખતે ફેલાએલી | |||
બળેલા દારૂગોળાની અને આ માટીની | |||
જીભમાંથી એકાદ ટુકડો લો, | |||
આ સ્વાદ, | |||
જેમાં ભળ્યો અશ્વપાલના હાથનો ગરમાવો | |||
વૃત્તિનો થોડો કડવો, | |||
સ્વાદેન્દ્રિયને મૃત કરતો | |||
કારખાનામાંથી વહી આવતાં લાલપાણીનો | |||
એસિડિક, | |||
ન ઓળખાયેલો પણ નોંધો. | |||
આમ જ બધી ઇન્દ્રિયો, ગ્રંથિઓ | |||
અરે! વાત્-પિત્ત-કફ સુધીનું તપાસો | |||
પરંતુ આમ, | |||
યાદીઓ આપવાથી કશું ક્યાં નક્કી થાય છે? | |||
પામવું જ હોય કેન્દ્ર, તો | |||
ભેદવા પડશે પરિઘ, | |||
સંમત. | |||
ક્યારેક વિકલ્પના બધા દરવાજા બંધ થાય | |||
ત્યારે, સંકટસમયની બારી જેમ બચે છે. | |||
માત્ર હકાર | |||
એવી જ કોઈક પળે | |||
તેં આપ્યો નવો વળાંક | |||
પરિઘબદ્ધતાની આસપાસ ઘૂમરાતી મારી શાશ્વતીને. | |||
હવે આવીશ સમ્મુખ | |||
અકાળે ખરી પડેલ કોઈ ઉલ્કાને મુઠ્ઠીમાં લઈ | |||
રહસ્યલિપિ ઉકેલવા, | |||
નિહારિકાઓને વાળશું મરજી મુજબના પ્રદેશોમાં | |||
રાશિઓ, નક્ષત્રો રમશે | |||
રમમાણ થશે ભાખમાં | |||
નવજાત આકાશ, | |||
સૂર્ય, ચંદ્ર, તારા અને ગ્રહો | |||
આપણા તાલે નાચશે, ઠેક લઈ લઈ તાતાધિન | |||
ધિનતા ધિનતા ઓદિરધિન્ના ધિન્ ધિન્ ધિન્ | |||
સદીઓ, સહસ્રાબ્દીઓ પાછા હટી | |||
નિહાળશું નરવી આંખે | |||
લુપ્ત નદીઓ, | |||
પીગળેલા પહાડો | |||
ઊધઈ ખવાયેલ બારી– | |||
બારણાઓમાં આવી ચડેલાં જંગલો | |||
ફેકટરીઓમાં દળાતા, | |||
દાળ-શાકને સ્વાદિષ્ટ કરતા સમુદ્રો | |||
લીસ્સાલપ્પટ થયેલા | |||
જૈ શિવશંકરના શોરબકોરથી ત્રાસી ગયેલા પથ્થરો | |||
દટાઈ-દબાઈ ભોં ભીતર થયેલાં | |||
અવશેષરૂપ, | |||
કાચી ઈંટમાટીનાં | |||
અસ્તિનાં ઓવારે ઊભેલાં, નકશાવિહીન | |||
ઇમારતો - મહેલો - અટ્ટાલિકાઓ અને બૂરજોમાં સ્થિત | |||
કસબા અને નગરીઓ | |||
કાળજીપૂર્વકનાં કોતરકામ, ચિતરામણો, શિલ્પો | |||
અધતૂટેલાં, અધબળેલાં, આકારબદ્ધ | |||
નિરાકારી, નામી-અનામીને | |||
આપશું આંકડાઓની પરિભાષા, ઉકેલશું | |||
પ્રથમ દૃષ્ટિથી ઊઠતા ભાવની ભાષા, ઘડશું | |||
નવા અર્થ | |||
નિષ્કરણો તા૨વશું | |||
તો પણ, | |||
કશું નક્કી તો થાય જ નહીં... | |||
ઊંડે ઊતરવું પડશે | |||
શાંત જ્વાળામુખીઓ ભેદી | |||
અશ્મિઓ ખોળી-ફંફોળી લઈ જવાં પડશે. | |||
રેડિયોએક્ટીવ કાર્બન-૧૪ તળે લૅબૉરેટરીઝમાં | |||
કોષો, કરચલીઓ ઝીણવટથી ઉકેલી | |||
લૂણો લાગેલ કંકાલો, કટકીઓ, કરચો જોડી, | |||
સાંધેસાંધા મેળવી સારવવાનો સમય, અને | |||
તારવવાના એક એક ખંડ, સમયાન્તરો. | |||
ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ-ને અભ્યાસવાના | |||
રંગસૂત્રો, હિરેડિટરિ હૉર્મોન્સ એકઠા કરી | |||
તપાસી, તાવી શોધાય મૂળ | |||
ઓળખાય આદિપુરુષ | |||
હૉમોઈરેક્ટ્સ કે હૉમોસેપિયનના | |||
ગોટાળે ચડાવતી ગડમથલો ઉકેલાય | |||
પછીથી હૉમિનોઈડ તરીકે સ્થાપી | |||
ગોઠવી દઈશું અદ્યતન મૉડેલમાં | |||
એના મુખમાંથી પ્રગટતો અગ્નિ | |||
અને નાભિસ્થાનેથી પ્રસ્ફૂટતાં તેજવલયો | |||
આકારશું આબેહૂબ | |||
સલામતી અને સુખસુવિધાઓની ચીવટ | |||
મૂળભૂત જરૂરિયાતો, મનોરંજનની ઉચ્ચ સગવડો | |||
એકાન્ત તેમજ ઉપસ્થિતિઓની ઝીણી ઝીણી જવાબદારી | |||
બરાબર જાળવશું, | |||
ચોવીસ કલાકના સહવાસ માટે | |||
ફિલ્મ પોસ્ટરોમાંની અધખુલ્લી છબીઓ લટકશે આસપાસ | |||
વારે-તહેવારે | |||
પૉપ અને જૅઝ મ્યુઝિક ચેનલ્સની વ્યવસ્થા | |||
ઝળાંહળાં નિઓન-સોડિઅમનાં છત્રોય આપશું | |||
પીતામ્બર અને જરકશી જામા | |||
હીરભરત પાઘડી અને રાઠોડી મોજડીમાં | |||
ઓપશે અફલાતૂન, અદ્દલ | |||
અબીલ-ગુલાલ અને અગરુ-ચંદનના અભિષેક રોજેરોજ | |||
અને રોજેરોજ તપાસ, | |||
તાવણી | |||
વંશીય અને નૃવંશીય બાબતોનાં | |||
થોથાંઓ ઉપરની ધૂળ ખંખેરી | |||
અભિગમો અને આવિર્ભાવોના તાળા મેળવાશે; | |||
તો કદીક, | |||
બૂટ-શૂટ ટાઈથી સજ્જ જેન્ટલ્મૅન સ્ટાઈલ | |||
મોગરો, હિના કે જૂઈ-ચમેલીનાં | |||
અત્તરનાં પૂમડાંથી મહેક મહેક થતા કાન, વાળમાં તેલ-ફુલેલ | |||
અથવા | |||
હાફ્ફૅડ કૉટજિન્સ અને સ્ટૉનવૉશ શર્ટ-ટિશર્ટમાં | |||
ચાર્લિ-ઈન્ટીમેટના આછા સ્પ્રેથી મઘમઘતો | |||
ઉડઉડ થતા વાળ, | |||
સ્પૉટ્ર્સશૂઝથી સજાવી-ધજાવી | |||
સેપરેટ કે સંલગ્ન ફોટોફોલિઓમાંથી બહાર કાઢી | |||
ઝબોળશું જુદાં જુદાં રસાયણોમાં | |||
પછી નિરાંતવી પ્રોસેસ | |||
એક્સ-રે અને સોનોગ્રાફી સુધીના નુસખાઓ | |||
વાઢકાપ અને લેસર ટ્રીટ્મૅન્ટ | |||
આયુર્વેદથી હોમિઑપથિ સુધી ફરી વળી | |||
છેવટે | |||
પાથરશું માતાનો પટ્ટ | |||
દાણા જોવડાવશું, અરણી ગવડાવશું | |||
સૌથી છેલ્લે મરેલાની રાખ ઢગલીમાંથી | |||
ભસ્મ મેળવી, જમણા બાવડે બાંધશું પોટલી | |||
લીલ પરણાવશું | |||
સ્થાપશું શિકોતર, શૂરાપુરા કે સુરધન તરીકે | |||
જરૂર પડ્યે જાતર આદરશું | |||
કોઈ વાના બાકી નહીં રાખવાના | |||
તે છતાંય તું | |||
હા, તું | |||
ક્યાં કશું નક્કી થવા દે છે. | |||
તલભાર તું | |||
અફીણની કાંકરી | |||
તોળાય રાઈ-મીઠાના તોલે | |||
ઘૂંટાય વંશપરંપરાગત વપરાતા | |||
દાદા પરદાદાએ સાચવેલ લાકડાના ખરલમાં | |||
પછીથી | |||
સાતે કોઠે થતા દીવાનું અજવાળું તું | |||
તું વિવસ્વાન | |||
તું આદિત્ય, મિત્ર | |||
પૂષા તું | |||
સાવરકુંડલાની સંઘેડિયા બજારમાં | |||
સાગ-સીસમ-સંખેડાનું છોડિયું તું | |||
ભટકે | |||
છોલાય, છેદાય, પરોવાય | |||
ઘડાય ઘાટેઘાટે | |||
રેષારેષામાંં રંગના લપેડા મરી | |||
વેપારી સંઘેડિયા | |||
ગોઠવી દે તને રમકડાંમાં | |||
ઊંટ, હાથી અને ઢીંગલાઢીગલીનાં પારણામાં તું | |||
અને તું જ આનંદક્રીડા કરે, | |||
મ્હાલે. | |||
આના-બેઆના-ના ભાવફેરે | |||
પહોંચે મહાનગરોની ભીડમાં, | |||
ત્યારે | |||
પારખુ, ચાલબાજ નજરો શોધી કાઢે મૂળ | |||
‘આના તે હોતા હશે આટલા’ | |||
કહી, કાઢી નાખે ‘ઘી’માંથી માખી-ની સિફતથી. | |||
તનેય વયના સળ પડે | |||
સર્વજ્ઞ, અમર્ત્ય કાળનો પામે પરચો | |||
પંપાળે તારી જ મૃદુ આંગળીઓથી, પોપડીઓમાં બેઠેલ, | |||
પ્રસરવું જ જેની નિયતિ છે તેવા કાળને | |||
પણ | |||
કાળી બકરી ધોળી ગાય | |||
કે | |||
ધોળી બકરી કાળી ગાય–ની | |||
ભાંજગડમાં પડવાં કરતાં તો | |||
કોઈ ચૂલાનું લાકડું થવાં | |||
તત્પર થાય, ત્યારે મળે તારો ઉદ્ધારક | |||
સવાયાં કે બમણાં આપીને લઈ જાય | |||
પાંચ-પચ્ચીસને બતાવે | |||
પછી ગોઠવી દે | |||
ઍરકન્ડીશન્ડ ઓરડાનાં મહામૂલાં સૉ-કેઈસમાં | |||
ને ત્યાં જ અટકી પડે બધી તપાસો અને તારવણીઓ. | |||
ત્યારે, | |||
આ કરતાં દીવાદાંડી થયા હોત તો સારું હતું | |||
કોઈ ખરાબે ચડેલ વહાણને | |||
કાંઠો તો બતાવી શકત | |||
એવું બબડતા સાંભળ્યો છે તને, | |||
કોઈક રૂપકડી શહેરી લલનાને | |||
જરાક અમસ્તો સ્પર્શ કરવા, લટ્ટુ થતો | |||
અસંખ્ય યોનિઓના ફેરા ફરતો | |||
સાવ નિઃસહાય જોયો છે તને, | |||
પાઈનની ટોચ ઉપર લટકતો | |||
સુકાઈને લાકડું થયેલો ગર્ભ | |||
અને કોઈપણ સ્વાદ વગરના મીંજમાં | |||
ચાખ્યો છે તને. | |||
સૂંઘ્યો છે, | |||
સહજમૃત્યુ, આત્મહત્યા કે ખૂનની તપાસમાં | |||
ઘોરમાંથી બહાર કઢાતો | |||
કોહવાયેલો. | |||
કેટકેટલાં રૂપે | |||
તારા પ્રકટીકરણ અને સમાપ્તિઓ, સાથે | |||
હરવખત રાખ્યું છે અનુસંધાન | |||
સિક્કાની બીજીબાજુએ રહીને. | |||
વળી, | |||
ક્યારેક ધાતુરૂપ, | |||
ક્યારેક ભૂર્જપત્રના કાણા– | |||
કૂબડા કોતરાયેલ અક્ષરમાં | |||
પૂર્ણરૂપ વિરાજમાન વામનવિરાટ તું. | |||
જેની પ્રતિષ્ઠા માટે | |||
ભણવા પડતા નથી મંત્રો | |||
કે, આપવી પડતી નથી આહુતિઓ, | |||
કે, ચડાવવા પડતા નથી બલિ, | |||
એવાં સ્વરૂપે | |||
વ્યથા-વ્યાધિની અસરરહિત | |||
સંજવારી વાળતો, | |||
શ્વાસોચ્છ્વાસ ચલાવતા જાણ્યો, પ્રમાણ્યો. | |||
શોધાયો તો | |||
સદીઓના કાટમાળ તળેથી | |||
દટાયેલા ખંડેરોમાં | |||
માટી સાથે માટી થયેલો | |||
ધૂળમાંથી પ્રગટ્યો ધૂળધોયો. | |||
તો કદીક | |||
સ્પેશ-શટલમાંથી શહેરના છેવાડે | |||
ઊતરે અનુઆધુનિક કહ્યાગરો. | |||
રોજબરોજના વ્યવહારમાં | |||
ખભેખભો મેળવી ચાલે | |||
લથડતાને ટેકો દે, અણદીઠ | |||
ને એ જ પાછો ફંગોળે | |||
એક ફૂંકે સાતમાં આસમાને | |||
બનાવી દે ધૂમકેતુ | |||
ઉડાડે ક્ષણેકમાં છેક સૌરમંડળીમાં | |||
ને બીજી ક્ષણે | |||
પછાડે આ ધરાતલ પર પાછા. | |||
પછીથી, | |||
આરંભાય નવેસરથી, નવી રીતભાતે | |||
ફરી ફરી આ પૃથ્વીગાથા. | |||
તેથી તો – | |||
હે આદિમ ચાહું છું તને, | |||
ટચલી આંગળીએ પડેલા છરકાની | |||
આસપાસ વીંટળાતા આખાય | |||
ચેતનાતંત્રની | |||
ત્વરાથી. | |||
</poem> | |||
દોહા-૧ | |||
== સખ્ય == | |||
<poem> | |||
દદડે દશ દશ ધારથી રસ નીતરતું વ્હેણ | |||
ઝીલો તો જલધાર બને લખીએ તો લાખેણ | |||
ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ | |||
વ્હાલપ ફૂટે વૃક્ષને શરીરે ફૂટે શાખ | |||
તારામાં તું ઓતપ્રોત હું મારામાં લીન | |||
ઘરની જર્જર ભીંત પર મૂક લટકતું બીન | |||
તું ચૈતરની ચાંદની તું મંત્રોના જાપ | |||
સ્પર્શું ચાખું સાંભળું સઘળે તારો વ્યાપ | |||
મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ | |||
લય સંધાયો જોગનો ઝળહળ પ્રગટ્યા દીપ | |||
ઝળઝળિયાંની જોડ તું, તું ઘનઘેરી સાંજ | |||
નેહે તનમન કોળતાં વ્રેહે હૈયે દાઝ | |||
ગહન ગુફાના ગોખમાં તે પ્રગટાવી જ્યોત | |||
અંધારું લઈ પાંખમાં ઊડ્યાં અંધ કપોત | |||
</poem> | </poem> |
edits