26,604
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અનોખા અંછાદસના કવિ|}} {{Poem2Open}} જયદેવ શુક્લ જ્યારે કાવ્યલેખનન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
સંગીતની જેમ ચિત્રકળાની પરિભાષાને લીધે જયદેવ શુક્લની કવિતાનું એક વધુ પરિમાણ ઊઘડે છે. ‘વૈશાખ’ કાવ્યમાં કવિએ ઉનાળાની રૂપલીલાનું આલેખન કરવા જે રીતે રંગલીલાનો આશ્રય લીધો છે તેમાં દૃશ્ય ઉપરાંત સ્વાદ, સ્પર્શ, ગંધ અને ધ્વનિના સાહચર્યો પણ ભળ્યાં છે. | સંગીતની જેમ ચિત્રકળાની પરિભાષાને લીધે જયદેવ શુક્લની કવિતાનું એક વધુ પરિમાણ ઊઘડે છે. ‘વૈશાખ’ કાવ્યમાં કવિએ ઉનાળાની રૂપલીલાનું આલેખન કરવા જે રીતે રંગલીલાનો આશ્રય લીધો છે તેમાં દૃશ્ય ઉપરાંત સ્વાદ, સ્પર્શ, ગંધ અને ધ્વનિના સાહચર્યો પણ ભળ્યાં છે. | ||
જયદેવ શુક્લના કવિકર્મની સૌથી મોટી પ્રયોગશીલતા ‘ગોદારને...’ કાવ્યમાં જોવા મળે છે. તેમાં સિનેમાકાળનું પરિમાણ ઉમેરાય છે. ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક જ્યાં લૂક ગોદારની ‘Week-end’ તથા ‘Breathless’ ફિલ્મો જોઈને કવિએ જે સંવેદન અનુભવ્યું તેનું નિરૂપણ આ કાવ્યમાં છે. સંવેદનની અભિવ્યક્તિ માટે કવિ ગોદારની ફિલ્મ જેવી રચનારીતિ પ્રયોજે છે. [એમાં, fade in કે dissolve જેવી, ગોદારની ફિલ્મમાં જોવા ન મળતી રચનારીતિનો ઉલ્લેખ ચૂક ગણાય.] ફિલ્મના ક્રેડિટ ટાઈટલ્સ જેમ કાવ્યમાં વચ્ચે વચ્ચે આવતાં, કાવ્યરચના વિશેના વિગતદર્શી ઉલ્લેખો, ઘણા નવીન છે. આ પ્રકારની કાવ્યસામગ્રી અને કાવ્યભાષા તથા રચનાપ્રયુક્તિની દૃષ્ટિએ ‘ગોદારને....’ એ ગુજરાતી કવિતામાં અજોડ કાવ્યપ્રયોગ છે. | જયદેવ શુક્લના કવિકર્મની સૌથી મોટી પ્રયોગશીલતા ‘ગોદારને...’ કાવ્યમાં જોવા મળે છે. તેમાં સિનેમાકાળનું પરિમાણ ઉમેરાય છે. ફ્રેન્ચ ફિલ્મ દિગ્દર્શક જ્યાં લૂક ગોદારની ‘Week-end’ તથા ‘Breathless’ ફિલ્મો જોઈને કવિએ જે સંવેદન અનુભવ્યું તેનું નિરૂપણ આ કાવ્યમાં છે. સંવેદનની અભિવ્યક્તિ માટે કવિ ગોદારની ફિલ્મ જેવી રચનારીતિ પ્રયોજે છે. [એમાં, fade in કે dissolve જેવી, ગોદારની ફિલ્મમાં જોવા ન મળતી રચનારીતિનો ઉલ્લેખ ચૂક ગણાય.] ફિલ્મના ક્રેડિટ ટાઈટલ્સ જેમ કાવ્યમાં વચ્ચે વચ્ચે આવતાં, કાવ્યરચના વિશેના વિગતદર્શી ઉલ્લેખો, ઘણા નવીન છે. આ પ્રકારની કાવ્યસામગ્રી અને કાવ્યભાષા તથા રચનાપ્રયુક્તિની દૃષ્ટિએ ‘ગોદારને....’ એ ગુજરાતી કવિતામાં અજોડ કાવ્યપ્રયોગ છે. | ||
આવું જ બીજું સર્જનાત્મક સાહસ કવિ ‘તાલકાવ્યો’માં કરે છે. આ કાવ્યોમાં તાલની માત્રા સાથે કાવ્યપદાવલિનું અદ્વૈત રચાય છે તેથી અછાંદસ કવિતાનો વિશિષ્ટ લય સિદ્ધ થાય છે. ‘તાલકાવ્ય-૧’માં ‘દિવસે,/ અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને/ રાત્રિએ/ ઝપતાલના ઠાઠમાં/ મ્હેકતો પસાર થતો જોયો છે કદી?/ ધીંના ધીંધીંના તીંના ધીંધીંના./ વર્ષાની/ આછી ઝરમરમાં/ બન્ધ બાજના તિરકિટના ‘રેલા’/ સુણ્યા છે કદી?’ એવી બે પ્રશ્નોક્તિઓ દ્વારા કવિએ ગ્રીષ્મ અને વર્ષાનો તાલસંગીતમય અનુભવ ગુજરાતી ભાવકને પહેલીવાર કરાવ્યો છે. કાવ્યને અંતે આવતી સંગીતકલ્પનવાળી પંક્તિઓ [ | આવું જ બીજું સર્જનાત્મક સાહસ કવિ ‘તાલકાવ્યો’માં કરે છે. આ કાવ્યોમાં તાલની માત્રા સાથે કાવ્યપદાવલિનું અદ્વૈત રચાય છે તેથી અછાંદસ કવિતાનો વિશિષ્ટ લય સિદ્ધ થાય છે. ‘તાલકાવ્ય-૧’માં ‘દિવસે,/ અત્યન્ત વિલમ્બિત એકતાલના લયમાં ચાલતા ગ્રીષ્મને/ રાત્રિએ/ ઝપતાલના ઠાઠમાં/ મ્હેકતો પસાર થતો જોયો છે કદી?/ ધીંના ધીંધીંના તીંના ધીંધીંના./ વર્ષાની/ આછી ઝરમરમાં/ બન્ધ બાજના તિરકિટના ‘રેલા’/ સુણ્યા છે કદી?’ એવી બે પ્રશ્નોક્તિઓ દ્વારા કવિએ ગ્રીષ્મ અને વર્ષાનો તાલસંગીતમય અનુભવ ગુજરાતી ભાવકને પહેલીવાર કરાવ્યો છે. કાવ્યને અંતે આવતી સંગીતકલ્પનવાળી પંક્તિઓ [‘ક્યારેક વર્ષો પર્યન્ત/ સમ પર અવાતું જ નથી’ ...‘હું અદ્ધર શ્વાસે/ રૂપક તાલના ખાલી પર સમ જેવી/ કોઈ ઘટનાની/ પ્રતીક્ષા કરું છું....’] તો સઘન વ્યંજનાસભર છે. | ||
આમ, જયદેવ શુક્લની કવિતામાં આવતા ચિત્ર, સિનેમા કે સંગીતના સંદર્ભો કોઈ દેખાડારૂપ નથી, પરંતુ આ બધી કળાઓ સાથે કવિનો કેવો જીવંત સંબંધ છે તથા તેનો કાવ્યમાં વિનિયોગ કરવાની કેવી સર્જનાત્મક મથામણ છે તેનો પરિચય થાય છે. | આમ, જયદેવ શુક્લની કવિતામાં આવતા ચિત્ર, સિનેમા કે સંગીતના સંદર્ભો કોઈ દેખાડારૂપ નથી, પરંતુ આ બધી કળાઓ સાથે કવિનો કેવો જીવંત સંબંધ છે તથા તેનો કાવ્યમાં વિનિયોગ કરવાની કેવી સર્જનાત્મક મથામણ છે તેનો પરિચય થાય છે. | ||
જોકે આ પ્રકારનાં કાવ્યોમાં જ પોતાની સર્જકતા સીમિત ન બની જાય તે પ્રત્યે આ કવિ સભાન છે અને એથી જ તેઓ ‘તાળું’, ‘કાંટો’, ‘પણ, આમ કેમ બનતું હશે?’ જેવી સામા છેડાની કાવ્યરચનાઓ તરફ વળે છે. ‘તાળું’માં આયુષ્યના છત્રીસ વરસો પછી પણ ન ખૂલેલાં તાળાં પાછળની અકબંધ મૂંઝવણોને કવિ હળવાશભરી નાટ્યાત્મક અભિવ્યક્તિ આપે છે. એમાં એકબાજુ પ્રાસજન્ય શબ્દરમતો દ્વારા તો બીજી બાજુ પ્રચલિત સુક્તિઓ દ્વારા જીવન વાસ્તવની વિડંબનાનું તીવ્ર આલેખન થયું છે. આ કાવ્યનું એક બીજું સ્તર ‘કાંટો’ રચનામાં ઊઘડે છે. ‘પણ, આમ કેમ બનતું હશે?’ એ કાવ્ય, ભલે રચનારીતિએ જૂદું લાગે તેમ છતાં આ કાવ્યને પણ ‘તાળું’ અને ‘કાંટો’ના અનુસંધાનમાં જ વાંચી શકાય. આ ત્રણે કાવ્યોમાં કાવ્યગત સંવેદન, કાવ્યભાષા, કાવ્યપ્રયુક્તિઓ વગેરે બદલાય છે ને એમ સર્જનાત્મકતાની નવી દિશાઓ તરફ કવિની ગતિ થાય છે. | જોકે આ પ્રકારનાં કાવ્યોમાં જ પોતાની સર્જકતા સીમિત ન બની જાય તે પ્રત્યે આ કવિ સભાન છે અને એથી જ તેઓ ‘તાળું’, ‘કાંટો’, ‘પણ, આમ કેમ બનતું હશે?’ જેવી સામા છેડાની કાવ્યરચનાઓ તરફ વળે છે. ‘તાળું’માં આયુષ્યના છત્રીસ વરસો પછી પણ ન ખૂલેલાં તાળાં પાછળની અકબંધ મૂંઝવણોને કવિ હળવાશભરી નાટ્યાત્મક અભિવ્યક્તિ આપે છે. એમાં એકબાજુ પ્રાસજન્ય શબ્દરમતો દ્વારા તો બીજી બાજુ પ્રચલિત સુક્તિઓ દ્વારા જીવન વાસ્તવની વિડંબનાનું તીવ્ર આલેખન થયું છે. આ કાવ્યનું એક બીજું સ્તર ‘કાંટો’ રચનામાં ઊઘડે છે. ‘પણ, આમ કેમ બનતું હશે?’ એ કાવ્ય, ભલે રચનારીતિએ જૂદું લાગે તેમ છતાં આ કાવ્યને પણ ‘તાળું’ અને ‘કાંટો’ના અનુસંધાનમાં જ વાંચી શકાય. આ ત્રણે કાવ્યોમાં કાવ્યગત સંવેદન, કાવ્યભાષા, કાવ્યપ્રયુક્તિઓ વગેરે બદલાય છે ને એમ સર્જનાત્મકતાની નવી દિશાઓ તરફ કવિની ગતિ થાય છે. |
edits