26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 158: | Line 158: | ||
“ભૂત છું!” | “ભૂત છું!” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
<center> | |||
'''સૌ રોતો સંસાર, (એને) પાંપણીએ પાણી પડે,''' | |||
'''(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.''' | |||
</center> | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
[હે રજપૂત, સંસારનાં માનવીઓ રૂવે છે, છતાં એ રૂવે ત્યારે એની પાંપણે પાણી પડે, પરંતુ આ તો ભૂતનાં રુદન; ભયંકર રુદન; હૈયાનાં લોહી નીતરી નીતરીને એનાં લોચનમાંથી ઝરે. ભૂતના અંતરની વેદના કેવી વસમી! ઓહો, કેવી દારુણ!] | |||
“ભૂતડો છો? કોનો ભૂત?” | |||
“ન ઓળખ્યો, કાકા?” | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહિ,''' | |||
'''પેલા ભવનાં પાપ, આ ભવમાં આવી નડ્યાં.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે કાકા અરસી, તારા સગા ભાઈ જેઠા વાળાનો હું દીકરો એટલે તારો પણ દીકરો : ને તું મારો બાપ : છતાંય હજુ ન ઓળખ્યો? આ ભૂતની દશાને પામ્યો એ મારાં પૂર્વજન્મનાં પાપનું ફળ છે. મેં પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી.” | |||
“અરે તું, માંગડો? બેટા, તું અહીં ક્યાંથી? તને એવાં શાં દુ:ખ મરણ પછી પણ રહી ગયાં?” | |||
ભૂતડો ભેંકાર વિલાપ કરતો બોલે છે કે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''માયલિયું મનમાંય, દાખીને કેને દેખાડીએં,''' | |||
'''વીંધાણાં વડમાંય, પદમાસું પરણ્યા વિના.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે કાકા, ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું? પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલાની ઘટામાં વીંધાવું પડ્યું. અને, કાકા, હવે તો — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
'''ભેળાં થાયીં ભૂત, આડી ગર્યું ઓળંગવા,''' | |||
'''તને સળગે તાબૂત, અરસી વણ ઓલાય નૈ.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
આંહીં ભૂતાવળના વૃંદમાં અમે બધાં આ ગીરને ઓળંગી બહાર નીકળવા તલખીએ છીએ, પણ અમારાં અંગો વાસનાની આગથી સળગી ઊઠ્યાં છે, તે તારી મદદ વગર નહિ ઓલવાય, હે કાકા!” | |||
“તે હવે હું શું કરું, બેટા?” | |||
“મને પાટણ તેડતો જા. મારી પદ્માવતી સાથે પરણવા દે. મારી પરણેતર આજ બીજાને જાય છે, એ વિચાર મને સળગાવી મેલે છે, કાકા!” | |||
“અરે ગાંડા! તું પ્રેત છો. તને કેમ કરીને લઈ જાઉં?” | |||
“બસ, કાકા?” | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<center> | |||
''''''સરણ્યું ત્રુટિયું સગા, નેરણ નોધારાં થિયાં,''' | |||
વાયેલ વા કવા, અળસી જળ ઊંડાં ગિયાં.''' | |||
</center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હે સગા, આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ? એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિનાં નીર આટલાં બધાં ઊંડાં ઊતરી ગયાં?” | |||
{{Poem2Close}} |
edits