સૌરાષ્ટ્રની રસધાર-4/સુહિણી-મેહાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 105: Line 105:
</center>
</center>
</poem>
</poem>
{{Poem2Open}}
હાથમાં માટીનો ઘડો લઈને એ પાણીમાં પેઠી. માથા અને કમર પર કસકસાવીને એક કપડું બાંધી લીધું. ને હજુ પોતે તો પાણીમાં પડવાની તૈયારી કરીને તીરે ઊભી છે, ત્યાં મનડું તો સામે પાર પહોંચી પ્રીતમને મળી ગયું. ડૂબકીઓ પર ડૂબકીઓ મારી સુહિણી સિંધુનાં પાણી વીંધતી જાય છે કે જેથી પોતે ચાલી આવે છે તે વાતની પિયુને અજાણ ન રહી જાય
એણે પ્રેમનું કવચ પહેરી લીધું છે. હવે એને ડર નથી રહ્યો. એના પ્યાર સામે તો પાણીનાં ભયાનક જંતુઓ અને મોજાંઓ પણ ગરીબડાં બની ગયાં છે. એ રીતે એક પછી એક રાત વીતવા લાગી છે.
<center>*</center>
કડકડતી ઠંડી વાય છે. કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી. સહુ બિછાનાની ગરમ સોડ્યમાં સંતાઈ ગયાં છે. રાત સૂનસાન છે. એવે ટાણે પણ સુહિણી તો પોતાનો ઘડો લઈને ઘેરથી ચાલી નીસરી છે. એને જોઈને વળી કોઈ અલૈયા જેવો બીજો ડહાપણદાર વારવા જાય છે કે “ઓ સુહિણી, આવી ટાઢમાં તું શીદ મરવા જાય છે?”
સુહિણી એને જવાબ વાળે છે :
{{Poem2Close}}
<poem>
<center>
'''હિકડ્યું ન ઘિરે ઉનહારે, આંઉ સરૈ સિયારે,'''
'''તન વિઝાંતી તારમેં, ઓરહજે આરે,'''
'''મહોબત તી મારે, (નત) કેર ઘિર હિન કુંનમેં.'''
</center>
</poem>
{{Poem2Open}}
“હે ભાઈ, અન્ય ઓરતો આ પાણીમાં બળતે ઉનાળે પણ ઊતરતી નથી, ત્યાં હું સૂસવતા શિયાળામાં પણ મારી રાજીખુશીથી આ પાણીમાં મારું તન વીંઝું છું. હું મરવાનું જોખમ ઉઠાવું છું, કેમ કે મારા પ્રીતમની મહોબત મને મારે છે. નહિ તો આવા ઊંડા વમળમાં કોણ પડે?”
“ઓ સુહિણી! તું મ જા, મ પડ, નદીના પથ્થરોના પોલાણમાં ઝેરી સાપો વસે છે, એ તને કરડશે.”
સુહિણી જવાબ વાળે છે :
{{Poem2Close}}
<poem>
<center>
'''બારાં કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠ નાંગ,'''
'''મ્હાણું મુલાજો કરી, તિત મહોબતજો માંગ,'''
'''કેડો મુંહજો સાંગ, (જુડો) પાણીતાં પાછી વરાં.'''
</center>
</poem>
{{Poem2Open}}
“મારા માર્ગમાં બાર તો પાણીના વમળ છે, બત્રીસ ખડકો છે, ને તે દરેક ખડકની બખોલમાં ઝેરી સર્પો રહે છે. એ બધું જ હું જાણું છું, પણ જે માર્ગ પર જતાં બીજાં માનવી સંકોચ પામે છે, તે જ માર્ગ મહોબતનો છે. એટલે જો હું આ પાણીથી ડરીને પાછી ફરું, તો તો કીંમત રહી મારા આ પ્રેમના પોશાકની! ધૂળ પડી મારા પ્યારના લેબાસમાં, આ ઇશ્કની કફનીમાં, જો હું ડરીને પાછી જાઉં તો.”
એમ કહીને સુહિણી કછોટો ભીડે છે અને સિંધુનાં હિમ જેવાં નીરમાં ઝંપલાવી, આઘી આઘી નીકળી જાય છે. સામો પાર એટલો દૂર છે કે એના તરવાનો અવાજ પણ આ પાર ઊભેલા એ સલાહકારને સંભળાતો બંધ થઈ ગયો ને ડાહ્યો સલાહકાર ઘર તરફ ચાલતો થયો.
શિયાળો ગયો; ઉનાળો ગયો; પણ મધરાતના મેળાપ કરવા માટે સિંધુને સામે કિનારે પહોંચવામાં તો એક પણ દિવસ પડ્યો નથી. હવે તો ચોમાસું બેઠું છે. સિંધુ બે કાંઠે છલી રહી છે, મોજાં મોભારે અડે એટલે ઊંચે ઊછળવા લાગ્યાં છે. ભાળીને ભે ખાઈ જઈએ, એવા પ્રચંડ તોફાનમાં પણ સુહિણીને તો ઝંપલાવવું એ રમત-વાત થઈ પડેલ છે. ઘડો લઈને આવી રહી કે તરત જ કોઈ પાસે ઊભેલો માનવી બોલ્યો :
{{Poem2Close}}
26,604

edits

Navigation menu