31,409
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} દેવતા પર રાખ વળી છે. રાખનું ઉપરનું પડ ઠંડું થઈ જાય એવી જલદ ઠંડી...") |
(પ્રૂફ) |
||
| (4 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ચિતા | રઘુવીર ચૌધરી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દેવતા પર રાખ વળી છે. રાખનું ઉપરનું પડ ઠંડું થઈ જાય એવી જલદ ઠંડીથી મધ્યરાત્રિ ઠૂંઠવાઈ ગઈ છે. ઢીંચણ પર માથું ટેકવીને જીવણ બેસી રહ્યો છે. | દેવતા પર રાખ વળી છે. રાખનું ઉપરનું પડ ઠંડું થઈ જાય એવી જલદ ઠંડીથી મધ્યરાત્રિ ઠૂંઠવાઈ ગઈ છે. ઢીંચણ પર માથું ટેકવીને જીવણ બેસી રહ્યો છે. ચીબરીના અવાજ વડે ખેતરનો આથમણો ખૂણો જીવનનાં પોપચાં ફંફોસવા લાગ્યો. એણે કૌતુકશૂન્ય દૃષ્ટિથી આથમણી બાજુ જોયું અને ઠરી રહેલી આગને છેક હોલવાતી અટકાવવા વિચાર્યું. એણે એક લાંબી ફૂંક મારી અને તણખા ઊડ્યા. તણખા ઊડે છે ત્યારે જીવણ વિચારમાં પડી જાય છે… | ||
આજે એક યુવાન સ્ત્રી મૃત્યુ પામેલી. સ્મશાન હમણાં સુધી સળગતું હતું. અડધા કલાક પહેલાં જીવણ ફરીથી જોઈ આવ્યો છે. બધાં લાકડાં સળગી ચૂક્યાં હતાં. કશુંય ઠીક કરવાની જરૂર રહી ન હતી. સળંગ લાકડામાંથી અંગારા છૂટા પડી રહ્યા હતા. અંગારાઓ વચ્ચેનો અવકાશ સળગતો હતો. સ્મશાન હૂંફાળું હતું. પણ હવે ધીમે ધીમે રાખ વળશે. સવારે તો ફક્ત નીચેની ધરતી ગરમ હશે. કેટલાક મજબૂત બાંધાવાળા અંગારા કોલસાનું રૂપાંતર પામીને બચી શકશે. તેમની વચ્ચે થોડા અસ્થિ-અવશેષ ઢંકાયા હશે, ક્યાંક બહાર પણ દેખાય. બેત્રણ દિવસ સુધી જીવણની નજર અનાયાસે પેલી ફેલાઈ ગયેલી રાખ અને પછી એમાંથી બતાવવામાં આવેલી ઢગલી તરફ જશે. પછીથી એ ઢગલી ચારે તરફ ફેલાઈ જશે, અને આગળના માણસોથી અલગ તારવી શકાય એવી કોઈ પણ નિશાની છેલ્લે મરનારની રહેશે નહીં. અનેકોના અવિભક્ત અવશેષો સાથે એ પણ ભળી જશે. જીવણ આ બધું જોતો રહેશે અને વિચાર કરશે. | આજે એક યુવાન સ્ત્રી મૃત્યુ પામેલી. સ્મશાન હમણાં સુધી સળગતું હતું. અડધા કલાક પહેલાં જીવણ ફરીથી જોઈ આવ્યો છે. બધાં લાકડાં સળગી ચૂક્યાં હતાં. કશુંય ઠીક કરવાની જરૂર રહી ન હતી. સળંગ લાકડામાંથી અંગારા છૂટા પડી રહ્યા હતા. અંગારાઓ વચ્ચેનો અવકાશ સળગતો હતો. સ્મશાન હૂંફાળું હતું. પણ હવે ધીમે ધીમે રાખ વળશે. સવારે તો ફક્ત નીચેની ધરતી ગરમ હશે. કેટલાક મજબૂત બાંધાવાળા અંગારા કોલસાનું રૂપાંતર પામીને બચી શકશે. તેમની વચ્ચે થોડા અસ્થિ-અવશેષ ઢંકાયા હશે, ક્યાંક બહાર પણ દેખાય. બેત્રણ દિવસ સુધી જીવણની નજર અનાયાસે પેલી ફેલાઈ ગયેલી રાખ અને પછી એમાંથી બતાવવામાં આવેલી ઢગલી તરફ જશે. પછીથી એ ઢગલી ચારે તરફ ફેલાઈ જશે, અને આગળના માણસોથી અલગ તારવી શકાય એવી કોઈ પણ નિશાની છેલ્લે મરનારની રહેશે નહીં. અનેકોના અવિભક્ત અવશેષો સાથે એ પણ ભળી જશે. જીવણ આ બધું જોતો રહેશે અને વિચાર કરશે. | ||
| Line 8: | Line 10: | ||
એનું ખેતર આગળ જોયું તેમ ઘણું મોટું છે. ખેતીની આવક સારી છે. પણ એ બાબતનો ખ્યાલ એનાં કપડાંલત્તાં અને રેઢિયાળ રહેણીકરણી જોઈને ન આવે. કેટલીક જમીન અવાવરું પડી રહે છે તે જોઈને પણ ન આવે. છતાં એ હકીકત છે કે એની ખેતીની પેદાશ ઘણી સારી છે. | એનું ખેતર આગળ જોયું તેમ ઘણું મોટું છે. ખેતીની આવક સારી છે. પણ એ બાબતનો ખ્યાલ એનાં કપડાંલત્તાં અને રેઢિયાળ રહેણીકરણી જોઈને ન આવે. કેટલીક જમીન અવાવરું પડી રહે છે તે જોઈને પણ ન આવે. છતાં એ હકીકત છે કે એની ખેતીની પેદાશ ઘણી સારી છે. | ||
જીવણની દીકરીનું નામ રઈ. પાંચ વરસની અને બહુ રૂપાળી છે. હેતીની યાદ આવે તેટલી રૂપાળી છે. લગ્ન થયે સાત વરસ થયાં. પાંચ | જીવણની દીકરીનું નામ રઈ. પાંચ વરસની અને બહુ રૂપાળી છે. હેતીની યાદ આવે તેટલી રૂપાળી છે. લગ્ન થયે સાત વરસ થયાં. પાંચ વરસથી જીવણ જાતે રોટલા કરે છે. હજુ તો રઈ ક્યારે મોટી થશે અને ભાર ઉપાડી લેશે? અને મોટી થયેલી રઈ બાપને ઘેર કેટલું રહેશે? આ બધા વિચાર જીવણને નથી આવતા, લોકો વાતો કરે છે. | ||
ગામલોકો કહે છે કે જીવણનું ભમી ગયું છે; કારણ કે એ વેરણ-છેરણ જીવે છે. જીવે તો શું, પણ એવો રહે છે. બહારથી દેખાતું જોઈને એક પછી એક ઘણા લોકો એ વાત સ્વીકારવા લાગ્યા છે. ક્યાં આજનો કંગાલ જીવણ અને ક્યાં ચાર-પાંચ વરસ પહેલાંનો ત્રાંબાની ચકચકિત મૂર્તિ જેવો જીવણ! થોડા માણસ વળી આ ભેદ પામી ગયા છે અને એનું ભમી ગયું છે એવું કહેનારાંનો વિરોધ કરતા નથી. જીવણ પોતે પણ આ વાતનો વિરોધ કરતો નથી. કેમ કે એ જાણે છે કે પોતાનું શું થયું છે. | ગામલોકો કહે છે કે જીવણનું ભમી ગયું છે; કારણ કે એ વેરણ-છેરણ જીવે છે. જીવે તો શું, પણ એવો રહે છે. બહારથી દેખાતું જોઈને એક પછી એક ઘણા લોકો એ વાત સ્વીકારવા લાગ્યા છે. ક્યાં આજનો કંગાલ જીવણ અને ક્યાં ચાર-પાંચ વરસ પહેલાંનો ત્રાંબાની ચકચકિત મૂર્તિ જેવો જીવણ! થોડા માણસ વળી આ ભેદ પામી ગયા છે અને એનું ભમી ગયું છે એવું કહેનારાંનો વિરોધ કરતા નથી. જીવણ પોતે પણ આ વાતનો વિરોધ કરતો નથી. કેમ કે એ જાણે છે કે પોતાનું શું થયું છે. | ||
| Line 14: | Line 16: | ||
ગયા ઉનાળામાં ઘણા વખત પછી ગામલોકોને જીવણનો ભારે ખખડતો, બુલંદ અવાજ સાંભળવા મળ્યો. અલબત્ત, એ અવાજ ક્યાંક ક્યાંકથી બોદાઈ ગયેલો હતો. એમાં પરિચય હતો. નક્કરતા ન હતી. એ કારણે એનો અવાજ બુલંદ છે એમ કહેવું અતિશયોક્તિભર્યું લાગે છે. પણ સરવાળે તો એટલું જ કહેવું છે કે પહેલાં જે અવાજ બુલંદ હતો તે જ આ અવાજ છે એ બાબત સ્પષ્ટ થવી જોઈએ. રાસ રમતાં ગરબીનો અંતરો ઉપાડતાં જે અવાજ સઘળા ચોગાન અને મંદિરના શિખર સુધી છવાઈ જતો તે અવાજ સાવ ધૂળધાણી તો ક્યાંથી થઈ જાય? તેથી જ તો સહુ આ અવાજ સાંભળીને ડઘાઈ ગયેલા. આખા ગામને ઊંચુંનીચું કરતા પંચાતિયા આજે મીઠી સલાહ આપવા આવ્યા હતા ત્યારે પણ એના સામું જોઈ શક્યા ન હતા. એણે બધાને સંભળાવી. કેવી વાત લઈને આવ્યા છે? શું સમજે છે બધા મને? નીચું મોં કરીને બધા ચાલ્યા ગયા. જીવણ ઉંબરા પર એકલો ઊભો રહ્યો. પોતના ઘેરથી કોઈને ચાલ્યા જવાનું કહેવાનો પ્રસંગ એના જીવનમાં આ પહેલવહેલો હતો. પહેલાં તો એનું ઘર આગતાસ્વાગતા માટે જાણીતું હતં. | ગયા ઉનાળામાં ઘણા વખત પછી ગામલોકોને જીવણનો ભારે ખખડતો, બુલંદ અવાજ સાંભળવા મળ્યો. અલબત્ત, એ અવાજ ક્યાંક ક્યાંકથી બોદાઈ ગયેલો હતો. એમાં પરિચય હતો. નક્કરતા ન હતી. એ કારણે એનો અવાજ બુલંદ છે એમ કહેવું અતિશયોક્તિભર્યું લાગે છે. પણ સરવાળે તો એટલું જ કહેવું છે કે પહેલાં જે અવાજ બુલંદ હતો તે જ આ અવાજ છે એ બાબત સ્પષ્ટ થવી જોઈએ. રાસ રમતાં ગરબીનો અંતરો ઉપાડતાં જે અવાજ સઘળા ચોગાન અને મંદિરના શિખર સુધી છવાઈ જતો તે અવાજ સાવ ધૂળધાણી તો ક્યાંથી થઈ જાય? તેથી જ તો સહુ આ અવાજ સાંભળીને ડઘાઈ ગયેલા. આખા ગામને ઊંચુંનીચું કરતા પંચાતિયા આજે મીઠી સલાહ આપવા આવ્યા હતા ત્યારે પણ એના સામું જોઈ શક્યા ન હતા. એણે બધાને સંભળાવી. કેવી વાત લઈને આવ્યા છે? શું સમજે છે બધા મને? નીચું મોં કરીને બધા ચાલ્યા ગયા. જીવણ ઉંબરા પર એકલો ઊભો રહ્યો. પોતના ઘેરથી કોઈને ચાલ્યા જવાનું કહેવાનો પ્રસંગ એના જીવનમાં આ પહેલવહેલો હતો. પહેલાં તો એનું ઘર આગતાસ્વાગતા માટે જાણીતું હતં. | ||
…એ તાપણી પાસેથી ઊભો થયો. ગમાણમાંથી ઓંગાઠ લેવા ચાલ્યો. ઊંડોળ ભરીને ઉપાડી લાવ્યો. તાપણી ભભૂકી ઊઠી. આગની શિખા એની આંખની ભ્રમરની ઊંચાઈ સુધી પહોંચતી હતી. પણ ભડકાઓમાં તાપ જ કેમ નથી? એને લાગ્યું કે કદાચ હિમ પડશે. થોડીક વાર હાથ તાપણીથી દૂર રહી જાય કે એને લાગતું હતું કે આંગણીઓનાં ટેરવાં | …એ તાપણી પાસેથી ઊભો થયો. ગમાણમાંથી ઓંગાઠ લેવા ચાલ્યો. ઊંડોળ ભરીને ઉપાડી લાવ્યો. તાપણી ભભૂકી ઊઠી. આગની શિખા એની આંખની ભ્રમરની ઊંચાઈ સુધી પહોંચતી હતી. પણ ભડકાઓમાં તાપ જ કેમ નથી? એને લાગ્યું કે કદાચ હિમ પડશે. થોડીક વાર હાથ તાપણીથી દૂર રહી જાય કે એને લાગતું હતું કે આંગણીઓનાં ટેરવાં બળે છે. આ હિમ પડવાની નિશાની છે. | ||
પછી ઊંઘવા માટે રાત રહેશે નહીં. તેથી એ આળસ છોડીને ઊભો થયો. સૂવા ચાલ્યો. બળદોએ એને જોઈને ઘૂઘરા ખખડાવ્યા. જુવારના બે પૂળા ભાંગીને ગમાણમાં નાખ્યા અને એ છાપરી પર ચડી ગયો. પછેડીની સોડ લીધી અને ગોદડી ઓઢી. આજે તમાકુ થઈ રહી હતી એટલે એણે ચલમ પીવાની ઇચ્છા અટકાવી. | પછી ઊંઘવા માટે રાત રહેશે નહીં. તેથી એ આળસ છોડીને ઊભો થયો. સૂવા ચાલ્યો. બળદોએ એને જોઈને ઘૂઘરા ખખડાવ્યા. જુવારના બે પૂળા ભાંગીને ગમાણમાં નાખ્યા અને એ છાપરી પર ચડી ગયો. પછેડીની સોડ લીધી અને ગોદડી ઓઢી. આજે તમાકુ થઈ રહી હતી એટલે એણે ચલમ પીવાની ઇચ્છા અટકાવી. | ||
| Line 42: | Line 44: | ||
‘કસાઈ? તું પણ એવું માને છે હેતી? આખું ગામ ભલે કહે પણ તુંય એવું કહેવાની? મને શી ખબર કે દાતરડાની સહજ ચાંચ વાગતાં તને ધનુર ધાવશે અને હું નિરાધાર થઈ જઈશ?’ | ‘કસાઈ? તું પણ એવું માને છે હેતી? આખું ગામ ભલે કહે પણ તુંય એવું કહેવાની? મને શી ખબર કે દાતરડાની સહજ ચાંચ વાગતાં તને ધનુર ધાવશે અને હું નિરાધાર થઈ જઈશ?’ | ||
‘દોષ તો મારો | ‘દોષ તો મારો હતો પણ હવે શું થાય? રીસમાં ને રીસમાં મેં દૂધ અને ખાંડ પીધાં અને વાત છુપાવીને પડી રહી. તમારો દોષ નથી.’ | ||
‘પણ આખું ગામ મને હત્યારો કહે છે.’ | ‘પણ આખું ગામ મને હત્યારો કહે છે.’ | ||
| Line 94: | Line 96: | ||
નેળિયા પાસેના ખેરતને શેઢે શેઢે એ ચાલતો હતો. ગામ નજીકના એક ખેતરમાં મહુડા નીચે તાપણું દેખાયું. ભરથરીના એક કુટુંબે પડાવ નાખ્યો હતો. બે છોકરા અને એમનો બાપ – બાપ જ હશે. નાના છોકરા પાસે સારંગી હતી. બાપ કદાચ શીખવતો હશે, એ રીતે ગાતો હતો – | નેળિયા પાસેના ખેરતને શેઢે શેઢે એ ચાલતો હતો. ગામ નજીકના એક ખેતરમાં મહુડા નીચે તાપણું દેખાયું. ભરથરીના એક કુટુંબે પડાવ નાખ્યો હતો. બે છોકરા અને એમનો બાપ – બાપ જ હશે. નાના છોકરા પાસે સારંગી હતી. બાપ કદાચ શીખવતો હશે, એ રીતે ગાતો હતો – | ||
{{space}}'''પે’લા પે’લા જુગમાં રાણી!… | {{space}}'''પે’લા પે’લા જુગમાં રાણી!…''' | ||
અરે રે પોપટ રાય, રાજા રામના. | {{space}}'''અરે રે પોપટ રાય, રાજા રામના.''' | ||
ઓતરા તે ખંડમાં આંબલો પાક્યો ત્યારે, | {{space}}'''ઓતરા તે ખંડમાં આંબલો પાક્યો ત્યારે,''' | ||
સૂડલે મારી મને ચાંચ… … | {{space}}'''સૂડલે મારી મને ચાંચ… …''' | ||
… … …''' | {{space}}'''… … …''' | ||
નાનો હતો ત્યારે ઘણી વાર જીવણ આ સાંભળી ચૂક્યો હતો. નિશાળમાં અંતકડી રમતાં કોક વાર એ ગીતની પંક્તિઓની એને મદદ મળી હશે. આજે પણ એણે થોડીક પંક્તિઓ સાંભળી. બાળપણ અને તે પછી પોષ સુદિ બારસ સુધી વીતેલો સમય એને યાદ આવ્યો. એના પગ વાસ સુધી પહોંચી ગયા હતા, આંગણે જઈને એ ઊભો રહ્યો. | નાનો હતો ત્યારે ઘણી વાર જીવણ આ સાંભળી ચૂક્યો હતો. નિશાળમાં અંતકડી રમતાં કોક વાર એ ગીતની પંક્તિઓની એને મદદ મળી હશે. આજે પણ એણે થોડીક પંક્તિઓ સાંભળી. બાળપણ અને તે પછી પોષ સુદિ બારસ સુધી વીતેલો સમય એને યાદ આવ્યો. એના પગ વાસ સુધી પહોંચી ગયા હતા, આંગણે જઈને એ ઊભો રહ્યો. | ||
| Line 115: | Line 117: | ||
{{Right|''(‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)''}} | {{Right|''(‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/જગા ધૂળાનો જમાનો|જગા ધૂળાનો જમાનો]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રઘુવીર ચૌધરી/ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ|ઉડ ગયે ફૂલવા રહ ગઈ બાસ]] | |||
}} | |||