રંગ છે, બારોટ/8. જનમના જોગી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 148: Line 148:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુરુ ગોરખનાથે ચપટી એક ભભૂતિ આપીને કાનમાં કહ્યું, “હે બેટા! તારા ભાગ્યમાં રાજવૈભવ નથી, પણ ભગવો ભેખ છે. માટે પરણીને પીંગલાને માતા કહી દ્યો, ને ચાલો અમારી સંગમાં.”
ગુરુ ગોરખનાથે ચપટી એક ભભૂતિ આપીને કાનમાં કહ્યું, “હે બેટા! તારા ભાગ્યમાં રાજવૈભવ નથી, પણ ભગવો ભેખ છે. માટે પરણીને પીંગલાને માતા કહી દ્યો, ને ચાલો અમારી સંગમાં.”
{{Poem2Close}}
::::::[3]
ગુરુ ગોરખના આ દાનની વાત કોઈએ ન જાણી, એક ફક્ત ભરથરીને જ રુદે ગોરખનાથના કાળબોલ રમી રહ્યા. પરણીને રંગમોલમાં આવ્યાં.
<poem>
:::પરણ્યાં હરણ્યાં ને મોલે આવિયાં
:::::::: મોલમાં લીધા છે વીશરામ જી,
:::સૂતાં રે સપનાં રાણી, મુંને આવિયાં,
:::::::: દલ મેરા હુવા છે ઉદાસ જી,
:::::::: બાવો મેં બન જાઉં રાજા ભરથરી.
</poem>
{{Poem2Open}}
આવ્યા, મો’લમાં પોઢ્યા, ઊંઘ આવી ગઈ, ઝબકીને જાગ્યા. હે સ્વામી! શું થયું? હે રાણીજી! મને માઠું સપનું આવ્યું છે. મારું દિલ ઉદાસ થઈ ગયું છે. મને ભેખ લેવાનું મન થાય છે.
ત્યારે રાણી પીંગલા કહે છે —
{{Poem2Close}}
<poem>
:::તમેરા સપના સવાલાખના,
:::::::: બીજી આળપંપાળ જી;
:::સપનું પડજો રે સૂકે લાકડે!
:::::::: સેજું નખાવું દો ચાર જી,
:::::::: ફેરવી ઢળાવું રાજા ઢોલિયો.
</poem>
{{Poem2Open}}
હે સ્વામી! સપનું તમારું સૂકે લાકડે પડજો. લ્યો, હું ફેરવીને ઢોલિયો ઢળાવું. સપનું નહીં આવે. ઢોલિયો ફેરવીને સૂતા, તો પણ —
{{Poem2Close}}
<poem>
:::ફેર તો સપના રે એસા આવિયા,
:::::::: સપનામાં ગુરુ ગોરખનાથ જી,
:::કાનમેં કુંડળ, ગલેમેં મેખલી,
:::::::: દલ મેરા હુવા છે ઉદાસ જી,
:::::::: બાવો મેં બન જાઉં રાજા ભરથરી.
</poem>
{{Poem2Open}}
ફરીને સ્વપ્નું આવ્યું છે. સ્વપનામાં ગુરુ ગોરખનાથ ઊભા છે, કાનમાં કુંડળ છે, ગળામાં મેખલી છે. ને કહે છે કે બચ્ચા! હાલો હવે, મોડું થાય છે. તારા ભાગ્યમાં ભેખ છે, હે જનમના જોગી!
પછી તો રાજા ભરથરીએ —
{{Poem2Close}}
<poem>
:::ભગવાં કરિયાં રે સુંદર ધોતિયાં
:::::::: અંગડે ભભૂતિ લગાવી જી,
:::આલેક જગાવ્યો રાણીના મોલમાં,
:::::::: ચપટી ભખ્યા દેનાં મોરી માય જી.
:::::::: બાવો રે બની ગયા રાજા ભરથરી.
</poem>
{{Poem2Open}}
સુંદર શ્વેત ધોતિયાં ભગવા રંગે રંગાવ્યાં, શરીરે ભભૂત લગાવી, રાણીના મહેલમાં જઈ ‘અહા…લેક’ એવો શબ્દ સુણાવ્યો. “હે મૈયા! બસ, ચપટી ભિક્ષા દઈ દ્યો. એટલે હું ચાલી નીકળું.”
આ ભગવો ભેખ જોઈને રાણી પીંગલા સડક થઈ ગયાં અને પોતાના સ્વામીના મોંમાંથી “મૈયા!” બોલ સાંભળતાં એના કલેજાના કટકા થઈ ગયા. એણે કહ્યું —
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu