રંગ છે, બારોટ/પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 141: Line 141:
{{Poem2Open}}
{{Poem2Open}}
એ નિષિદ્ધ વર્તન કરવાનું ફળ અનિષ્ટ આવે એ તો સ્વાભાવિક જુક્તિ ગણાય. એને બદલે અહીં તો નિષિદ્ધ આચરણ કરવાથી જ ઘટનાઓની પરંપરા મંડાય છે. બન્ને જણા ઝાડ ઉપર ચડી રાત રહે છે. મોડી રાતે વાવમાંથી જ્વાળાઓ ઊપડે છે. મણિધર નાગ બહાર નીકળે છે, એ પોતાનો માથાનો મણિ ઉતારીને ઝાડ હેઠળ મૂકે છે, ને પછી એ મણિના ઉજાસમાં બે-બે ગાઉ ફરતો ચારો કરી પાછો આવી, મણિ લઈ વાવમાં પાછો વળે છે. વળતે દહાડે મનસાગરો નજીકના શહેરમાંથી એક કાંટાદાર બનાવેલું લોઢાનું બકડિયું લાવે છે, એને દોરી બાંધી રાતે ઝાડ પર બેસે છે, નાગ બહાર નીકળી ઝાડ હેઠળ મૂકી ચારો કરવા જાય છે, એટલે મનસાગરો દોરી વતી બકડિયું નીચે ઉતારી બરાબર મણિ ઉપર ઢાંકી દે છે. નાગ આવી પોતાના મણિને ઠેકાણે બકડિયું દેખી તેને તોડવા તેના પર ફેણ પછાડે છે, ફેણમાં લોઢાના કાંટા (શૂળા) પરોવાઈ જતાં મૃત્યુ પામે છે, બેઉ ભાઈબંધ નીચે ઊતરી મણિ લઈ લે છે, જ્યાં વાવમાં મણિ ધોવા જાય છે, ત્યાં તો મણિને પ્રતાપે પાણી નીચે ને નીચે ઊતરતું જાય છે, છેવટે નાગકન્યાનો મહેલ આવે છે. રાજકુંવર નાગપદમણી સાથે રહે છે. રોજ બેઉ જણાં ફરવા નીકળે છે. એક વાર બહાર બેઠાં એમાં કાંઈક સંચાર થતાં દોટ દઈ વાવમાં ચાલ્યાં જાય છે, ઉતાવળમાં ને ઉતાવળમાં નાગપદમણીની એક મોજડી (કે પછી ઝાંઝરી) વાવ બહાર રહી જાય છે, ત્યાં બીજો એક રાજકુંવર આવે છે તેને આ મોજડી જડે છે, એ વેન લે કે આ મોજડી પહેરનારીને જ પરણું. પછી ગાંગલી ઘાંચણ પતો મેળવે છે કે આ તો નાગપદમણીની મોજડી છે. વાવને કાંઠે જ જઈ બેઠી બેઠી રુદન કરવા માંડે છે, રુદન સાંભળીને નાગપદમણી બહાર આવે છે, તેને ગાંગલી કહે છે કે હું તારી ફુઈ છું. તારો બાપ નાગ મરી ગયો તેના ખબર પડતાં કાણ્યે આવી છું. નાગ પદમણી તો ફુઈને વાવની અંદર લઈ જાય છે, ત્યાં ‘ફુઈ’ રહે છે, એક વાર ભત્રીજીને લઈ મણિ સાથે બહાર આવે છે, ને પછી મણિ છુપાવી દે છે. વાવનાં પાણી મણિ વિના મારગ દેતાં નથી, ગાંગલી નાગપદમણીનું હરણ કરાવે છે, વગેરે વગેરે પરાક્રમો અને સંકટોની કડીબંધ રચનાથી આ કથાની સમાપ્તિ સંકટોની પૂર્ણાહુતિ સાથે વિછોડાયેલાં પુનર્મિલન સાથે અને કૂડ કરનારાંના વિનાશ સાથે આવે છે.
એ નિષિદ્ધ વર્તન કરવાનું ફળ અનિષ્ટ આવે એ તો સ્વાભાવિક જુક્તિ ગણાય. એને બદલે અહીં તો નિષિદ્ધ આચરણ કરવાથી જ ઘટનાઓની પરંપરા મંડાય છે. બન્ને જણા ઝાડ ઉપર ચડી રાત રહે છે. મોડી રાતે વાવમાંથી જ્વાળાઓ ઊપડે છે. મણિધર નાગ બહાર નીકળે છે, એ પોતાનો માથાનો મણિ ઉતારીને ઝાડ હેઠળ મૂકે છે, ને પછી એ મણિના ઉજાસમાં બે-બે ગાઉ ફરતો ચારો કરી પાછો આવી, મણિ લઈ વાવમાં પાછો વળે છે. વળતે દહાડે મનસાગરો નજીકના શહેરમાંથી એક કાંટાદાર બનાવેલું લોઢાનું બકડિયું લાવે છે, એને દોરી બાંધી રાતે ઝાડ પર બેસે છે, નાગ બહાર નીકળી ઝાડ હેઠળ મૂકી ચારો કરવા જાય છે, એટલે મનસાગરો દોરી વતી બકડિયું નીચે ઉતારી બરાબર મણિ ઉપર ઢાંકી દે છે. નાગ આવી પોતાના મણિને ઠેકાણે બકડિયું દેખી તેને તોડવા તેના પર ફેણ પછાડે છે, ફેણમાં લોઢાના કાંટા (શૂળા) પરોવાઈ જતાં મૃત્યુ પામે છે, બેઉ ભાઈબંધ નીચે ઊતરી મણિ લઈ લે છે, જ્યાં વાવમાં મણિ ધોવા જાય છે, ત્યાં તો મણિને પ્રતાપે પાણી નીચે ને નીચે ઊતરતું જાય છે, છેવટે નાગકન્યાનો મહેલ આવે છે. રાજકુંવર નાગપદમણી સાથે રહે છે. રોજ બેઉ જણાં ફરવા નીકળે છે. એક વાર બહાર બેઠાં એમાં કાંઈક સંચાર થતાં દોટ દઈ વાવમાં ચાલ્યાં જાય છે, ઉતાવળમાં ને ઉતાવળમાં નાગપદમણીની એક મોજડી (કે પછી ઝાંઝરી) વાવ બહાર રહી જાય છે, ત્યાં બીજો એક રાજકુંવર આવે છે તેને આ મોજડી જડે છે, એ વેન લે કે આ મોજડી પહેરનારીને જ પરણું. પછી ગાંગલી ઘાંચણ પતો મેળવે છે કે આ તો નાગપદમણીની મોજડી છે. વાવને કાંઠે જ જઈ બેઠી બેઠી રુદન કરવા માંડે છે, રુદન સાંભળીને નાગપદમણી બહાર આવે છે, તેને ગાંગલી કહે છે કે હું તારી ફુઈ છું. તારો બાપ નાગ મરી ગયો તેના ખબર પડતાં કાણ્યે આવી છું. નાગ પદમણી તો ફુઈને વાવની અંદર લઈ જાય છે, ત્યાં ‘ફુઈ’ રહે છે, એક વાર ભત્રીજીને લઈ મણિ સાથે બહાર આવે છે, ને પછી મણિ છુપાવી દે છે. વાવનાં પાણી મણિ વિના મારગ દેતાં નથી, ગાંગલી નાગપદમણીનું હરણ કરાવે છે, વગેરે વગેરે પરાક્રમો અને સંકટોની કડીબંધ રચનાથી આ કથાની સમાપ્તિ સંકટોની પૂર્ણાહુતિ સાથે વિછોડાયેલાં પુનર્મિલન સાથે અને કૂડ કરનારાંના વિનાશ સાથે આવે છે.
{{Poem2Close}}
<center>'''મુદતની માગણી'''</center>
{{Poem2Open}}
સંકટમાં પડેલી નાયિકા પોતાનું અપહરણ કરનાર પુરુષને પરણવાની સ્પષ્ટ ના નથી પાડતી, પણ છ મહિના, વર્ષ કે બાર વર્ષ સુધી પોતાને વ્રતપાલન કરવાનું છે અને એ વ્રત પૂરું થયે પોતે ખુશીથી પરણશે એવી યુક્તિ વડે મુદત મેળવી લે છે, અને તે દરમિયાન વાર્તાની ઘટનાઓ આગળ વધતી ચાલે ને છેવટે જુદાં પડેલાં સ્વજનોનું ફરી મિલન થાય — એ કરામત (‘મોટિફ’)થી આપણે અજાણ્યા નથી. લોકવાર્તાના વસ્તુવિકાસમાં આ કરામતની મદદ ઘણી મોટી છે. એ જ પ્રમાણે ‘કેમ કરવું? કરી બતાવો!’ એ પણ એક જાણીતી જુક્તિ છે. નાયક અગર નાયિકા કોઈ અઘોરી મંત્રસાધક બાવાના હાથમાં સપડાઈ જાય, બાવો તેલની કડા ઉકાળે, પછી પોતાના ભોગ પડેલ પાત્રને ખોટું ખોટું સમજાવે કે આ કડાને સાત પ્રદક્ષિણા કરતાં કરતાં મંત્ર ભણવાથી અમુક સિદ્ધિ થશે. (મૂળ હેતુ એ માનવીને અમુક આવશ્યક ક્રિયા પછી એ કકડતી તેલ-કડામાં હોમી સોનાનું ઢીમ બનાવવાનો હોય.) પણ આ વખતે તે પાત્ર બાવાનો સંકલ્પ સમજી જાય, બીજી રીતે પોતે નિર્બળ હોવાથી છટકવું અશક્ય બન્યું હોય, પછી પોતે ચાતુરી વાપરીને બાવાને કહે કે ‘કેમ સાત આંટા મારવા તે મને બતાવો જોઉં!’ બાવો આગળ ચાલે ને માનવી પાછળ, પછી સાતમે આંટે એ બાવાને જ કડામાં ધકેલી દઈ સોનાનું ઢીમ પણ મેળવેને પોતાનો પ્રાણ પણ બચાવે કે જેથી વાર્તા નવું બળ પકડીને નવી ચમત્કૃતિના પટમાં આગળ વેગ પકડે — એ કરામત પણ એક બળવાન ‘મોટિફ’ છે.
{{Poem2Close}}
<center>'''પરચુરણ કરામતો'''</center>
{{Poem2Open}}
તદુપરાંત પરાક્રમ કરવા સંચરતા સંચરતા સાધનહીન વીરને પૂર્વજોના સમયની દેવતાઈ ઘોડી અગર ઘોડો સાંપડી આવે (જેમ કે ‘બાપુ ભાલાળો’ની વાતમાં બાપુને ‘કાળવી’નો ભેટો થાય છે), લાલિયો ધોકો, ઊડણપાવડી અને ઊડતા ઝાડ જેવી દેવતાઈ સામગ્રી મળે, મૂએલા માણસને એના એકાદ અસ્થિના ટુકડામાંથી પણ સજીવન કરવા માટે અમીનો કૂપો પ્રાપ્ત થાય અગર મંત્રસિદ્ધિ વરે, સંકટોમાં મુકાવા જતો નાયક પોતાની સ્ત્રીને એવી કોઈ નિશાની દેતો જાય કે જેની સ્થિતિ પરથી નાયક જીવતો છે કે મરી ગયો છે તેની જાણ થઈ રહે (જેમ કે ફૂલમાળા આપી હોય, તે જો કરમાય તો જાણવું કે નાયક મરી ગયો), અમુક રાક્ષસનો જીવ તો અમુક ગુફામાં, અમુક વિકટ સ્થાનમાં, અમુક પોપટ જેવા પક્ષીની અંદર જ સુરક્ષિત બનેલો હોય, અને એ ભેદ એ રાક્ષસ પાસેથી અમુક રીતે જ કઢાવી લેવાય : આ બધી લોકવાર્તામાં પ્રાણ પૂરનારી જુક્તિઓ સારાયે હિંદની લોકકથાઓમાં વિધવિધ સંકલનારૂપે પડેલી છે, અને તેમાંની ઘણીખરી જુક્તિઓ કથાસરિત્સાગર, વેતાલપચીશી, સુડાબહોતરી, બત્રીશ પૂતળી, પંચતંત્ર, જાતકકથાઓ ઇત્યાદિ પ્રાચીન લોકકથાઓના લિપિબદ્ધ સંગ્રહોમાં હાજર છે. લિપિબદ્ધ હિંદી કથાગ્રંથોના પ્રથમ અરબી ભાષામાં ને ઈરાની ભાષામાં અનુવાદો થયા. ત્યાંથી એ યુરોપની ભિન્ન ભિન્ન ભાષાઓમાં પ્રવેશ પામી, નામઠામ ને લેબાસ પશ્ચિમનાં ધારણ કરીને પ્રસરી ગઈ, પણ એમાં અંકિત થયેલ પૌરસ્ત્ય હિંદી રૂપરેખાઓ અનામત રહી, કે જેની સાક્ષીએ આજના પાશ્ચાત્ય વિદ્વાનો પોતાની લોકવાર્તાઓ પરત્વે હિંદી લોકવાર્તાનું ઋણ સ્વીકારે છે.
{{Poem2Close}}
<center>'''પશ્ચિમમાં ગઈ — બંગાળેથી?'''</center>
{{Poem2Open}}
પણ બંગાળાના કંઠસ્થ લોકકથાસાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી દિનેશચંદ્ર સેનનો એવો દાવો છે કે બંગાળાની ઘટાદાર આમ્રકુંજોની અંદર ઊભેલાં માટીનાં ઘાસ-છાજેલ ઘરોમાં તેમની ગ્રામવનિતાઓએ સંઘરેલી અને કંઠોપકંઠ કહેલી, સંધ્યાનાં સલજ્જ માલતી-સમી બંગીય લોકવાર્તાઓ કે જે સોળમી શતાબ્દીના મધ્યકાળ સુધી ગ્રંથસ્થ બની જ નહોતી, તે છેક યુરોપમાં શી રીતે પગ કરી ગઈ? જવાબ એવો આપે છે કે એ કથાઓનું વાહન બંગાળાનાં નીચલા થરનાં માનવીઓ હતાં કે જેમણે યુરોપી માનવો સાથે સીધો ને જીવતો સંપર્ક સાધ્યો હતો. દાખલા તરીકે ઈ.સ. 420માં કનોજના રાજા સંખલે ઉત્તર હિંદમાંથી લૂરી નામની બંસી-બજાવણ જાતિનાં દસ હજાર નર-નારીઓને ઈરાનશાહ બેહરામ ગોરને ત્યાં એની વિનંતિથી મોકલ્યાં હતાં, ને આ લૂરી લોકો ‘જિપ્સી’ નામ પામી આખા યુરોપમાં ભમ્યા હતા. તેમની આજની ભાષા પણ હિંદી અને હિંદની અન્ય પ્રાંતબોલીઓ સાથે ગાઢ સામ્ય ધરાવે છે. સંભવ છે કે આ લૂરી લોકો હિંદની લોકકથાઓ યુરોપ લઈ ગયા, અગર તો ઢાકાનું મલમલ લઈ યુરોપને કિનારે ઠાલવનારા વહાણવટીઓએ આ લોકકથાઓને અકબંધ ત્યાં ઉતારી.
{{Poem2Close}}
<center>'''પાશ્ચાત્ય–પૌરસ્ત્ય સમાન કથાઓ'''</center>
{{Poem2Open}}
આવા વિધાનની પુષ્ટિમાં શ્રી દિનેશચંદ્ર સેન ગંગાપ્રદેશમાં આજેય કંઠે કહેવાતી લોકકથાઓની યુરોપી આવૃત્તિઓનાં ઉદાહરણો ટાંકે છે. ‘ગ્રીમ બ્રધર્સ ટેઈલ્સ’માંની ‘ફેઈથફુલ જ્હોન’ની વાર્તા લ્યો. એમાં આ વફાદાર રાજ-બાંધવ પોતાના રાજાને પરણાવી નવી રાણી સાથે જહાજમાં લઈ આવતો હોય છે, ત્યારે બે ‘રેવન’ પક્ષીઓની વાત સાંભળે છે. એક પંખી કહે છે કે ‘જો તો ખરો આ નવાં રાજા-રાણીને’. બીજું બોલે છે કે ‘એ જ્યારે કિનારે ઊતરશે ત્યારે એક રાતો ઘોડો એમની સામે આવશે ને જો રાજા એના પર સવારી કરશે તો ઘોડો અસવારને લઈ આકાશમાં ભાગી જશે’. પહેલું પૂછે છે કે ‘કંઈ ઈલાજ નહિ?’ બીજું : ‘હા, એનો સવાર તરવારથી એ ઘોડાને હણી નાખે તો જ ઉગાર છે. રાજા બચી જાય, પણ એ ઉગારનારો જો આ વાત કોઈને કહે તો ગોઠણ સુધી પથ્થર બની જાય, પણ એ પછી પાછી બીજી ઘાત છે. રાણી લગ્નના જરિયાની પોશાક પહેરવા જશે, તો એ પોશાકને આગ લાગશે ને રાણી બળી ભસ્મ બનશે. ‘હાય હાય? કંઈ ઉગાર નહિ?’ ‘હા, ઉગાર થશે, જો કોઈક જઈને એ પોશાક આગમાં નાખી દેશે તો. પણ એ જો વાત બહાર પાડશે તો એનું શરીર ગોઠણથી છાતી લગી પથ્થર બની જશે. પણ તે પછી ત્રીજી ઘાત લગ્ન પછીના નૃત્યમાં આવે છે. રાણી નૃત્ય કરતી કરતી મરવા જેવી પીળી પડી પટકાઈ પડશે. એને જો કોઈ જઈને તેડી લેશે અને એના જમણા સ્તન પરથી લોહીનાં ત્રણ ટીપાં લઈ લેશે, તો એ બચશે. પણ આ વાત બીજાને કહેનારો છાતીથી માથા લગી પથ્થર બની જશે’. આટલું કહીને રેવન-પંખી ઊડી ગયાં. વફાદાર જ્હોન આ બધી જ શરતો પૂરી કરી દરેક ઘાતમાંથી રાજા-રાણીને બચાવે છે, પણ એના આવા અત્યંત ઠપકાપાત્ર આચરણનો ખુલાસો કરવાની રાજાએ ફરજ પાડવાથી એણે વાત કરી ને એ પથ્થરનો બની ગયો. પછી રાજાએ પોતાના પહેલા બાળકનો વધ કરીને એનું લોહી છાંટવાથી જ્હોન જીવતો થયો ને બાળક પણ પ્રભુની દયાથી સજીવન થયો.
{{Poem2Close}}
<center>'''બંગાળી બિહંગમ–બિહંગમી'''</center>
{{Poem2Open}}
આ યુરોપી વાર્તાની સામે શ્રી સેનબાબુ ‘રૂપમાલા’ની બંગાળી લોકવાર્તા મૂકે છે. એમાં પ્રધાનનો પુત્ર ‘ફેઈથફુલ જ્હોન’નો ભાગ ભજવે છે. યુવાન રાજા અને નવી રાણી રસ્તામાં પડાવ કરી સૂતાં છે. એ સૂનકાર પ્રદેશ હોઈ પ્રધાનપુત્ર ચોકી કરતો જાગે છે, અને ઝાડ પર બેઠેલાં બે ભવિષ્યભાખુ બિહંગમ-બિહંગમીનો વાર્તાલાપ સાંભળે છે :
બિહંગમ : પ્રધાનપુત્ર રાજકુંવરનો જાન નહિ બચાવી શકે.
બિહંગમી : એમ કેમ?
બિહંગમ : રાજકુંવરને માથે ઘણી ઘાતો છે. રાજા કુંવરને લેવા હાથી-ઘોડા મોકલશે, પણ કુંવર હાથી પર બેસશે એટલે એ પડીને મરી જશે.
બિહંગમી : પણ ધારો કે કોઈ કુંવરને હાથીએ ચડતો રોકે તો?
બિહંગમ : હા, તો એ ઘાતમાંથી બચે, પણ તો બીજી ઘાત આવે. કુંવર મહેલના સિંહદ્ધારમાં પ્રવેશશે ત્યારે દરવાજો પડશે ને કુંવરને ચગદી નાખશે.
બિહંમગી : પણ ધારો કે કોઈક જઈને પહેલેથી જ દરવાજાને તોડાવી પાડે તો?
બિહંગમ : તો બચશે; પણ તો પછી ત્રીજી ઘાત છે. એ મહેફિલમાં જમવા બેસશે તો રાંધેલ માછલીનું ડોકું પહેલે જ કોળિયે એના ગળામાં સલવાઈ રહેશે ને એ મરણ પામશે.
બિહંગમી : પણ કોઈક જઈને એ પહેલો જ કોળિયો એના હાથમાંથી પડાવી લે તો?
બિહંગમ : તો બચશે. પણ તો ચોથી ઘાત છે. કુંવર ને રાણી શયનગૃહમાં સૂતાં હશે ત્યાં નાગ આવી ડસશે.
બિહંગમી : પણ કોઈક ત્યાં હાજર રહીને નાગને મારી નાખે તો?
બિહંગમ : હા, તો બચે, પણ એ માણસ જો આપણી વચ્ચે થયેલી આ વાત રાજકુંવરને કહેશે તો એ પથ્થર બની જશે.
બિહંગમી : પણ એ પથ્થરને પાછો માનવી બનાવવાનો કોઈ ઇલાજ નથી શું?
બિહંગમ : હા, માનવી બને, જો રાજકુંવર પોતાના પહેલા જ જન્મનાર બાળકના લોહીમાં પથ્થરને નવરાવે તો.
આ બંગીય લોકકથામાં છેવટે પેલી યુરોપી કથાના જેવું જ બને છે. અને રાજકુંવરનો બાળક માતા કાલીની કૃપાથી જીવતો થાય છે. બેઉ કથાઓ વચ્ચેનાં સામ્ય-તત્ત્વો સબળપણે ઊપસી આવે છે. અને ‘ગ્રીમ બ્રધર્સ ટેઈલ્સ’ જ્યારે 1823માં અંગ્રેજીમાં ઊતરી ત્યારે આ ‘ફેઈથફુલ જ્હોન’ની વાર્તા વિશે વિવેચકનું એવું વિધાન હતું કે વાર્તા વિલક્ષણ છે અને એટલાં બધાં પૌરસ્ત્ય તત્ત્વોથી ભરપૂર છે કે વાચક ‘અરેબિયન નાઈટ્સ’ના આનંદરસમાં ઝબકોળાઈ જશે.
{{Poem2Close}}
<center>'''ભાવિ ભાખનારાં પક્ષી સર્વત્ર છે'''</center>
{{Poem2Open}}
શ્રી સેન લખે છે કે “પૌરસ્ત્ય સાહિત્યનો કોઈ પણ કાળજીવાન અભ્યાસી જોઈ શકશે કે આ કથામાં અરેબિયન નાઈટ્સનું બે-લગામ કલ્પના-તરંગોવાળું, માત્ર નાનાં છોકરાને ખુશ કરવાના લક્ષ્યવાળું વાતાવરણ નથી. હિંદી કથાઓમાં તો કલ્પનાતરંગોને તળિયે ઊંડો નીતિ-મર્મ અને નૈતિક સુબોધ હોય છે. આ કથામાં મિત્રને માટે સર્વસ્વ હોમી દેનાર સેવકનો સખ્યનો ઉચ્ચ ભાવ છે. એ સખ્યનો આદર્શ આ વાર્તાને હિંદની જ પુરવાર કરે છે.” એટલેથી જ ન અટકતાં શ્રી સેન આ કથાની મૂળ જન્મભૂમિ બંગાળને જ ઠરાવવા જાય છે, કારણ કે બંગાળની સેંકડો વાર્તાઓમાં ભવિષ્યવાણી ભાખનારાં બિહંગમ–બિહંગમી પક્ષી આવે છે.
આવો દાવો વિચારતી વેળા આપણે ગુજરાત-કાઠિયાવાડની બરાબર આ જ કથા ‘મનસાગરો’ (‘દાદાજીની વાતો’) નહિ ભૂલી શકીએ. એ સોરઠી–ગુજરાતી કથા વાંચો, તમને એ તળપદી લાગશે.
જેણે બંગાળાની ‘રૂપમાલા’નું નામ પણ કદી સાંભળ્યાનો સંભવ નથી તેવા એક સૌરાષ્ટ્રના આંતરપ્રદેશમાં રહેનાર નિરક્ષર વાર્તાકાર જેઠા રાવળે કહેલી એ ‘મનસાગરો’ની કથામાં આમ છે :
વડલાને છાંયે રાજાના રસાલાએ રાતવાસો રહેવા મુકામ નાખ્યા છે. રાવટીમાં રાજા ને રાણી પોઢ્યાં છે અને મનસાગરો બેઠો બેઠો ઉઘાડી તરવારે ધણીની ચોકી કરે છે.
અધરાતનો ગજર ભાંગ્યો તે વખતે વડલાની ઘટામાં બે પંખીએ વાતો કરવા માંડી :
‘અરે હે ગરુડપંખણી!’
‘શું કહો છો, ગરુડ પંખી!’
‘આપણે આંગણે આજ રાજા-રાણી મહેમાન છે, પણ કાલ એનું રાજ રાંડી પડશે.’
‘કેમ?’
‘આ રાજાને માથે કાલે છ ઘાતો છે.’
‘કઈ કઈ?’
‘આંહીંથી રથ જોડીને હાલશે એટલે એને માથે આ વડલાની ડાળ ફસકીને તાટકશે અને રાજા-રાણીને કચડી નાખશે.’
‘એમાંથી એને કોઈ ન બચાવે?’
‘હા, બીજે માર્ગે રથ હાંકી જાય, તો રાજા-રાણી બચે, પણ થોડે જાશે ત્યાં બે ડુંગરા આવશે. જીવતું જાનવર વચ્ચે થઈને નીકળે કે તુરત બે ડુંગરા સામસામા દોડીને ભટકાય છે ત્યાં આ રાજા-રાણી છુંદાઈ જશે.’
‘એમાંથી બચે તો?’
‘તો રસ્તે હીરાજડિત સોનાનો વેઢ પડ્યો હશે. તેમાં રાજાનો જીવ લલચાશે; લેવા જશે કે તરત તંબોળિયો નાગ થઈને ફટકાવશે.’
‘તેમાંથી બચે તો?’
‘તો રાજધાનીમાં સામૈયાનો ઘોડો આવશે તે રાજાને પછાડી ફોદેફોદા કાઢી નાખશે.’
‘એમાંથી બચે તો?’
‘તો છેલ્લી ઘાત રાતે આવશે. રાજા-રાણી બેય પહેલા પહોરની મીઠી નીંદરમાં પડ્યાં હશે. તે વખતે એક કાળી નાગણી છાપરામાંથી નીકળશે, એનાં મોમાંથી ઝેરનું ટીપું બરાબર સૂતેલી રાણીના ગાલ માથે પડશે. રાજા જાગીને રાણીને બચ્ચી લેશે એટલે ઝેર એના પેટમાં જાશે. પલમાં જ એના પ્રાણ નીકળી જશે.’
‘પણ હે ગરુડ પંખણી! આ વાત જો કોઈ સાંભળીને બીજા ને મોંએ કરે તો એ કહેનાર માનવી પથરો બની જાય છે.’
એટલી વાતો કરીને પંખી પોઢી ગયાં.
{{Poem2Close}}
{{Right|[‘મનસાગરો’ : ‘દાદાજીની વાતો’]}}
{{Poem2Open}}
શ્રી સેન કહે છે કે ભાવિ ભાખનારાં બિહંગમ-બિહંગમી ઘણી બંગાળી લોકકથાઓમાં આવે છે, તો આપણે કહી શકીએ કે આ ગરુડપંખી-ગરુડપંખણી આપણી સંખ્યાબંધ વાતોમાં હાજર છે : તો બુદેલખંડીઓ કહેશે કે ભાઈ, એ તો અમારે ત્યાં પણ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu