ચૂંદડી ભાગ 1/ચૂંદડીના રંગો લગ્નનાં લોકગીતો 1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચૂંદડીના રંગો લગ્નનાં લોકગીતો 1| }} {{Poem2Open}} <center>[‘ચૂંદડી’ (ભાગ 1)...")
 
No edit summary
 
Line 216: Line 216:
લગ્ન તો જનનને કાજે : જગત્પિતા સમીપની એ લોક-કલ્પેલી અમુલખ ભેટ : સૃજનના મહિમાની એ સાર્થકતા : લગ્નના આશયની એ અસલ મનાયેલી પૂર્ણાહુતિ : આજે, અલબત્ત, એ ભાવના આદર્શભ્રષ્ટ થઈ લેખાય, કેમ કે, યુગપલટો એ માગી રહ્યો છે.

એક જ યુગલની જીવન-યાત્રાનું જાણે વૃત્તાન્ત કહેતી કહેતી કવિતા આટલી આટલી ભૂમિકાઓ ઓળંગાવતી આપણને આંહીં સુધી લઈ આવે છે. લગ્નગીતોની એ સંકલનાબદ્ધ યોજના આ લેખમાં સંપાદકની પોતાની જ જવાબદારી પર ગ્રહણ કરવામાં આવી છે. લોકધોરણે નક્કી થયેલા સ્નહ-લગ્નનો સળંગ ઇતિહાસ એમાં પ્રતિબિમ્બિત થયેલો જોઈ શકાશે.

લોકગીતનું વાસ્તવ
<center>લોકગીતનું વાસ્તવ</center>
આવું ભાવનાલગ્ન લોકજીવનમાં ક્યાંયે પ્રવર્તતું હતું ખરું, કે કેવળ કાવ્યમાં જ એનાં ભભકાભર્યાં ચિત્રો ખડાં કરી, લોકસમુદાય પોતાના ઊલટેરા અસંતોષભર્યા જીવનમાં એક જાતની ઊણપ હતી તેને પૂરી લેતો? લોકજીવનમાં શું હતું કે શું નહોતું તે પ્રશ્ન આપણે સમાજશાસ્ત્ર અને સમાજ-ઇતિહાસના અભ્યાસીને માટે જ રાખી મૂકીએ. અમુક યુગના પ્રજાજીવનનો ઇતિહાસ ઉકેલવા માટે તે સમયે સૃજાયેલું સાહિત્ય સાક્ષીરૂપે વપરાય છે તેટલું આપણે જાણીએ છીએ. સાહિત્યને સામાજિક જીવનનું પ્રતિબિમ્બ લેખવાનો શિરસ્ત્તો લાંબા સમયથી ચાલ્યો આવે છે. અને આપણે આટલું ઉમેરી પણ શકીએ કે અન્ય સાહિત્યના સર્જનમાં તો સમાજનું ચિત્ર ઝીલવાની મુખ્ય દૃષ્ટિ એ સાહિત્યના સર્જકની હોતી નથી. એ પોતાની એકલાની, અથવા અમુક ટૂંકા સમુદાયની જ જીવનકથા વા કલ્પના હોઈ શકે, પરંતુ લોકસાહિત્ય તો એના સ્વભાવે ને લક્ષણે કરીને સર્વ દેશોમાં સમાજજીવનના જ સૂરો કાઢતું — એનાં જ ચિત્રો ખેંચતું — મનાયું છે. કોઈ ગહન કલ્પનાશક્તિ નહીં, કોઈ સાચા કે મિથ્યા કાવ્યપુંજમાંથી આનંદ લઈ લેવાની એકાકી રસવૃત્તિ જ નહીં, પણ સમાજજીવનનું ઊર્મિજનક વાસ્તવ જ આ લોકસાહિત્યનું પ્રથમ પ્રેરક હોય છે. એટલે જેમ સાસુ-વહુ કે સ્ત્રી-પુરુષની કરુણાજનક કલહ-ઘટનાઓ આલેખતાં ગીતો પરથી આપણે તે યુગના ગૃહક્લેશનાં અનુમાનો પર જઈએ છીએ, તેમ ન્યાયને ખાતર આપણે આ ‘લગ્નગીતો’ જેવા સંસ્કારી સાહિત્યની પાછળ પણ કોઈક એવું રમ્ય વાસ્તવ હોવાનું કબૂલ રાખવું ઘટે છે. એ ન્યાયતુલા આપણને એવી માન્યતા પર દોરે છે કે લોકદૃષ્ટિમાં કોઈ સાચેસાચ બનેલા ભાવના-લગ્નની જ આ ગીતોમાં તસવીર પાડવામાં આવી છે, ને એ લગ્નચિત્ર કેવળ કોઈ કલ્પનાવિહારી કવિનું નિપજાવેલું અવાસ્તવિક ચિત્ર નથી.

સ્નેહલગ્નની સંભાવના
<center>સ્નેહલગ્નની સંભાવના</center>
પરંતુ તે તો આપણે સમાજ-ઇતિહાસના સંશોધકોને સોંપીએ. ઘડીભર માની લઈએ કે લોકજીવનમાં આવા ઉન્નત બનાવો બનવા અસંભવિત છે! વર-કન્યાની સ્વતંત્ર પસંદગીની તો વાત ત્યાં શી હોઈ શકે? લાકડે માંકડું જોડી દેનારાં માબાપો તે વળી પોતાના સંતાનોની સ્વયંવર-પ્રથામાં પોતાની સંમતિ કદી નોંધાવે? પોતાના પતિની પસંદગી વિશે કન્યા પોતાના બાપને સલાહ આપે, પોતાના સ્વામીને પરણવા આવવાની કંકોત્રી લખે, એ તે શું સંભવિત વાતો છે? સ્નેહલગ્નના છેલ્લામાં છેલ્લા શોધાયેલા નવા યુગના આદર્શો તો પશ્ચિમમાંથી આવેલા છે, અથવા એ લગ્નભાવના તો કવિ ન્હાનાલાલને ખાતે જમા થવી જોઈએ, તેને બદલે તમે આ યશ એ અંધકારમય મધ્યયુગનાં અડબૂત માનવીઓને અર્પણ કરતા શરમાતા નથી? આ ટાયલાંમાંથી આવી સત્ય ઘટનાઓ ઉકેલવા જતાં શું તમે તમારી નરી પુરાણપ્રિય ઘેલછાનું જ પ્રદર્શન કરતાં નથી? વગેરે મહેણાંના હુમલા લાવનારાઓની સામે વાદમાં ન ઊતરતાં એ પ્રશ્ન એના ખાસ અભ્યાસીઓને સોંપીએ.

સાચો સંકેત
<center>સાચો સંકેત</center>
છતાં એક વાત તો ઊભી જ રહે છે : પ્રશ્ન ઊઠે છે કે તો પછી શા હેતુથી સ્નેહલગ્નનાં પ્રબળ આંદોલન જગાવનારાં આવાં ગીતો રચવામાં આવ્યાં? રચ્યા પછી એને એક સાહિત્ય ભેટ તરીકે કોઈ થોડાંઘણાં રસિકજનોના રસ-ડોલનને કાજે અલાયદાં રાખી મૂકવાને બદલે પ્રત્યેક વર્ષે કે છ માસે, રાયથી રંક સુધી પ્રત્યેક કુટુંબના લગ્ન-પ્રસંગે ગાઈ શકે તેવી પ્રત્યેક સ્ત્રીના કંઠે, બરાબર હોઈ હેતુપૂર્વકની યોજના હોય એવે સ્વરૂપે શા માટે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં? એ પ્રથા પાછળ કોઈ ગંભીર સંકેત તો હશે? હોવો જોઈએ : કાં તો –

1. ગીતોમાં મુકાયેલી ભાવના પોતે જ લગ્નનો આદર્શ હોય. એટલે પછી લગ્નકાળે વાસ્તવિક પરિસ્થિતિ ગમે તેટલી ચાલતી હોય છતાં ગવાય તો આદર્શોની જ ગાથા : એટલે કે તે સમુદાય આવા મર્યાદામય સ્નેહલગ્નને આદર્શરૂપે આરાધતો હતો. અથવા તો —

2. માનસશાસ્ત્રની કોઈ મજબૂત વ્યવહારદૃષ્ટિ આ ગીતોની સાચવણ પાછળ ઊભી હતી : કેવી રીતે? એ રીતે કે પરણનાર સ્ત્રી પુરુષને, પરણતાં પરણતાં એ પંદર-વીસ દિવસો દરમિયાન, સ્નેહલગ્નની, સંવનનની, કરુણાર્દ્રતાની, કુટુંબ-ઋણની, વાત્સલ્યની — એવી એવી જેટલી બની શકે તેટલી ભૂમિકામાંથી માનસિક રીતે પસાર કરાવી જવાં જોઈએ, કે જેને પરિણામે ખરી રીતે તો પોતાની સંમતિ વિના કેવળ વડીલોના નિર્ણયને આધીન બનીને જોડાતાં છતાં એ યુગલ એ પંદર-વીસ દિવસની લગ્ન-સૃષ્ટિમાંથી એ ગીતોની જ ઉન્મુક્ત ઊર્મિઓનો અનુભવ કરી કાઢે અને પરસ્પર મોહિત બનીને જ મુક્ત મને પરણતાં હોય તેવો આંતરિક મીઠો ઉમળકો માણી શકે. પરિણામે શું ફાયદો મળે? મનમાં સંકોચ, અન્યોન્ય અજાણપણાના ઉચાટ, સામસામા અણગમાના સંશયો, પારકાના નિર્ણયનું દબાણ ઈત્યાદિ બોજા અંતઃકરણ પરથી સરી પડે, કાવ્યદેવી જાણે કોઈ જીવંત પ્રેમસખીનો પાઠ ભજવતી પરસ્પર બે અજાણ્યાં હૈયાંનો મેળાપ કરાવે, નેત્રોમાં અમૃત આંજે, હૃદયમાં મોહિની છાંટે, રોમેરોમમાં પ્રીતિનો આવેશ પ્રજ્જ્વલાવે, ને છતાં મરજાદ, મંગલતા, વિશુદ્ધિ, દેવસાક્ષી, ધર્મ વગેરે વગેરે ન મૂકવા દે; દિવસ–રાત્રિનું નિઃશબ્દ સુંદર સંમિલન નિપજાવે. એવો કંઈક હેતુ હશે?

કરમાતી વાડી
<center>કરમાતી વાડી</center>
એમ શા માટે ન હોય? ઘણા સમય સુધી એ ફળીભૂત પણ થયો હશે. લોકસાહિત્યના બીજા બધા રોપ કરતાં આ લગ્ન-ગીત રૂપી આસોપાલવનાં મૂળ ઊંડાંઊંડાં, સહુથી ઊંડાં રોપાયાં હશે. નહિ તો આજ સુધી પણ એ વૃક્ષ પોતાનાં ડાળ–પાંદડાં સમેત આજના યુગની ખારી બનેલી ભૂમિમાં ખડું ન રહ્યું હોત.

બેશક આજે એ વૃક્ષને નવો ફાળ આવતો બંધ થયો છે. નવી ટશરો ફૂટતી નથી. નવી કૂંણી કૂંપળો બેસતી નથી. એ આંબે તાજા મૉર નીકળતા નથી અને જૂનાં જે ડાળપાંદડાં છે તે પણ કરમાઈને સૂકાવા લાગ્યાં છે. એની લીલી મીઠપ જતી રહી છે. આજે તો કેવળ રૂઢિની જડ પોષવાને કારણે જૂનાં ગીતો દિવસ–રાત આરડીને કંટાળેલી સ્ત્રીઓ પોતાનાં ગળાંને સોજા ચડાવે છે. જૂનાં લગ્નની બધી રીતિઓ અને વિધિઓ જેમ જટિલ જણાય છે, જૂનાં લૂગડાંના ઢગલા ને અલંકારોના થથેરા જેમ બોજારૂપ બની ગયા છે, જૂનાં સ્નેહ-મમતા જેમ આજે શિષ્ટાચાર અને દંભમાં પરિણમ્યાં છે, તેમ આ ગીતોની એક વાર મંદ મધુર મહેકતી ફૂલવાડી પણ આજે ઉજ્જડ અવસ્થાએ ઊતરી ગઈ છે. ગાનારાં એક જ સામટાં ગળાં ભરડીને ગાય છે. એક ગાય ને અન્ય સહુ ઝીલે તે પદ્ધતિમાંથી મળતી વિશ્રાંતિને અને એમાં સ્વયંભૂ ઉદ્ભવતી ઊર્મિને આ લગ્નગીતો ગાવાની પ્રથામાં અવકાશ નથી. એના અર્થો સમજવાની તો શું, પણ સ્પષ્ટપણે શુદ્ધ–અશુદ્ધ શબ્દ-રચના તપાસવાની પણ કોઈને ખેવના નથી. પુરુષો તો પ્રકૃતિથી જ સ્ત્રીઓના સાહિત્ય તરફ બેદરકાર રહ્યા, એટલે તેઓ ભાગ્યે જ એ ગીતોના મર્મ તપાસવા થંભ્યા છે. પુરુષોના મનમાં એવી ભ્રમણા પેસી ગઈ છે કે આ વેવલી સ્ત્રીઓ ભેગી મળી કેવળ વડી–પાપડનાં ટાયલાં જોડકણાં અથવા મશ્કરીનાં બેમરજાદ ફટાણાં જ ગાય છે!

ફટાણાં
<center>ફટાણાં</center>
નિર્મળાં મીઠાં નીરની એક નદી અનેક ગામોને પાદરથી ચાલી જાય છે. પણ ગામનાં બધાં ગામલોકો એકસમાન રસવૃત્તિનાં નથી હોતાં. કોઈએ એ પ્રવાહને કાંઠે આંબાવાડિયાં ને ફૂલવાડીઓ ઉઝેર્યાં, તો કોઈએ એના પટની અંદર ચીભડાંના વાડા ઉગાડી પાણીએ રૂંધી રાખ્યું. કોઈએ રૂપાળા ઘાટ-આરા ચણાવી એની પાળે દેવાલયો બાંધ્યાં, તો કોઈ માછીમારોનાં ગામડાંએ પાણી ગંધવી માર્યું. કોઈએ પ્રભાતનું પૂજાનાં પુષ્પો અથવા ઘીના દીવા એ પ્રવાહમાં તરતા મેલ્યા, તો કોઈએ પોતાની ગંદકીની ગટરો જ એમાં ઠાલવી દીધી.

લોકગીતોની — લોકસાહિત્યની પણ — આવી એક સરિતા જ વહે છે. લોકકાવ્યો રચવાનું કે લોકવાર્તા યોજવાનું સંસ્કાર-ઝરણું અસલથી જુદા જુદા યુગો વાટે જુદી જુદી જનતાનાં જીવન સોંસરવું થઈને ચાલ્યું જાય છે. કોઈ એકાદ વ્યક્તિ, એકાદ સમુદાય કે એકાદ સમયનાં રચેલાં એ ગીતો–વાતો નથી. કાવ્યરચનાની તાકાત અને વૃત્તિ, અલબત્ત, સહુ સમુદાયોમાં હતી; કાવ્યોર્મિને જાગ્રત કરનારા અવસરો પણ સહુને માટે ચાલ્યા આવતા. પછી તો એ અવસર મળતાં જે સમુદાયની જેવી અભિરુચિ હતી તેવી કાવ્યરચના એણે નિપજાવી કાઢીને પરંપરાની ગીત-સરિતામાં વહેતી મૂકી દીધી. એટલે રસવૃત્તિ હીન થતી ગઈ હશે તેમ તેમ પરિહાસ પણ ઊતરતો ગયો હશે. એમાંથી પ્રથમ જરા બુદ્ધિશાળી માર્મિક વિનોદગીતો જન્મ્યાં હશે. પછી વળી વધુ સ્થૂળ, ઓછો માર્મિક ને વધુ કુરુચિમય હાસ્યરસ પેદા થયો હશે. અને પછી, છેક જ અધમતામાં અને અશ્લીલતામાં એ પરિણમ્યો હશે. પરિહાસ, નર્મરસ, માર્મિકતા, વિનોદપ્રિયતા એ બધાં તો બેશક જનસ્વભાવનાં જ અંગો છે. સાહિત્યમાં એ પ્રકૃતિએ તો મોટો ફાળો આપેલ છે. એ વગર સાહિત્ય એકપક્ષી અને ફિક્કું જ થઈ પડત. અને લોકગીત એ લોકપ્રકૃતિનું નિખાલસ પ્રતિબિંબ હોવાથી એ પરિહાસ ગીતોમાં ઊતર્યા વગર રહી જ ન શકે. એટલે પ્રથમ તો એમાં અત્યંત નિર્દોષ નિર્મળ નર્મરસ જ ઝલક્યો હશે. દાખલા તરીકે —

Line 283: Line 283:
તારી માશી માછેણ રે લાડી ચાલ હવે વહેલી  
તારી માશી માછેણ રે લાડી ચાલ હવે વહેલી  
તારી કાકી કોલણ રે લાડી ચાલ હવે વહેલી
તારી કાકી કોલણ રે લાડી ચાલ હવે વહેલી
[સૂરતી લગ્નગીત]
{{Right|[સૂરતી લગ્નગીત]}}<br>

આવાં ફટાણાં જ્યારે ગામડામાં લગ્ન વખતે માંડવા નીચે જ સામસામા રહીને બન્ને પક્ષની સ્ત્રીઓ ગાય છે, ત્યારે એ સામસામી ગાળાગાળી અને વઢવાડનું જ રૂપ ધરે છે. અનેક કુરૂઢિ માંહેલી એ એક કુરૂઢિ છે. એ ક્યારે પેસી ગઈ તે શોધવું સહેલું નથી. રસ-સાહિત્યમાં એને સ્થાન નથી. સંગ્રહ તરીકે જે પુસ્તક તૈયાર થતું હોય, તેમાં તો સર્વદેશીયતાની દૃષ્ટિએ આવાં ફટાણાં પણ સંઘરી લેવાં જ જોઈએ.

લગ્નગીતોનું સંગીત
<center>લગ્નગીતોનું સંગીત</center>
વનવાસી પશુપંખીઓના અને વનસ્પતિના દેહ ઉપર જેમ રંગોની વિલક્ષણ ભુલભુલામણી છે, કયો રંગ પ્રધાનપણે છે એટલું જ જેમ એ વિષયમાં બોલી શકાય છે, તેમ આ લગ્નગીતોમાં પણ જૂજવા રાગોની કોઈ સ્વયંભૂ મિલાવટ છે. તેમાં પ્રધાન સૂરો સારંગના છે. અને સૂરોના શાસ્ત્રવેત્તા સમજાવે છે કે સારંગ એટલે ઉષાનો સૂર : એ ગરમી પ્રગટાવે છે, હૂંફ આપે છે. ચેતનાનું પ્રેરણ કરે છે. સારંગ રાગની આ શાસ્ત્રભાખી પ્રકૃતિ. સાચી વાત : લગ્નગીતોમાં એ રાગનું પ્રધાનપદ સાર્થક છે. જીવનની ગુપ્તતમ ઉષ્મા બન્ને પરણનારાં યુવાન-યુવતીના પ્રાણમાં જાગ્રત કરવી એ મુખ્ય ઉદ્દેશ જેમ ગીતના શબ્દોનો છે, તેમ રાગનો પણ હોવો જ જોઈએ. અને સારંગ તો બન્ને જાતની આંતરિક ઉષ્મા જગાડે છે : આનંદની ને શોકની. જાણકારો કહે છે કે મારવાડીઓના મૃત્યુ પરના વિલાપોમાં પણ સારંગના જ સૂરો ભરેલા છે. એનો અર્થ એ છે કે સારંગ કોઈ છકેલો માતેલો રાગ નથી. એ તો ગંભીર ભાવોથી ભરેલી ઉષ્માનો આપનાર છે. એ હર્ષશોકના મિશ્ર આવેશ સૃજનાર સારંગનું લગ્નગીતોમાં અત્યંત ઉચિત સ્થાન છે. એ ઊર્મિઓને બહેકાવતો નથી, તેમ બુઝાવી પણ દેતો નથી. એ તો ધીરી ધીરી કરુણાભરી, ગંભીરતાભરી, ઉષ્મા સીંચે છે. સોરઠી લોકજીવનમાં શાસ્ત્રીય સંગીત પદ્ધતિનો પ્રચાર ક્યાંયે હતો એવું દેખાતું નથી. તેમ આ ગીતો કોઈ ગવૈયાઓએ આપેલા સૂરો પરથી જ રચાયાં હોવાની કશી સાબિતી નથી. એટલે ગીતો ને ગીતોના રાગો પણ જો સ્વયંભૂ જન્મ્યાં હોય તો સારંગનો આવિર્ભાવ કેવળ સ્ફુરણાગત જ હોવો જોઈએ. લોકના ગળામાંથી નહિ, પણ પ્રાણમાંથી જ સારંગ આપોઆપ બહાર નીકળ્યો હશે. એ વાત પણ સ્વયંસ્ફુરિત સંગીતના આખા વિષય પર કોઈ સંગીતકારને આકર્ષી જનારી થઈ પડશે.

ગાવાની શૈલી
<center>ગાવાની શૈલી</center>
{{Poem2Open}}
સૂરો એક જ સરખા છે. ગીતો પણ લગભગ ઘણીખરી કોમો માટે સર્વસામાન્ય જ છે. બેશક, કોમ કોમ પરત્વે કાંઈક પાઠાન્તરો થતાં હશે. કોમોની ખાસ પ્રકૃતિ પણ કંઈક નિશાનીઓ મૂકતી હશે. દાખલા તરીકે :

{{Poem2Close}}
<poem>
લાંબી તે લાંબી સરવરિયાની પાળ  
લાંબી તે લાંબી સરવરિયાની પાળ  
આ…હે…એ રે પાળે મોતી નીપજે!  
આ…હે…એ રે પાળે મોતી નીપજે!  
મોતી તે લાધ્યું …ભાઈ વર હાથ  
મોતી તે લાધ્યું …ભાઈ વર હાથ  
આ…હે…ઘેર આવીને ઝઘડો માંડિયો.
આ…હે…ઘેર આવીને ઝઘડો માંડિયો.
</poem>

એ ગીતમાં કોઈ મોતી વણનાર, એટલે કે વૈશ્ય પ્રકૃતિના પુરુષની છબી આવી. એટલે એ વાણિજ્યપ્રધાન કોમમાં ગવાતી પંક્તિઓ દીસે છે. હવે એ જ ગીતનું પાઠાન્તર :

લીલુડી ઘોડી પાતળિયો અસવાર  
લીલુડી ઘોડી પાતળિયો અસવાર  
આ… હે.. ચૌદ રતનનો વીરને ચાબખો.  
આ… હે.. ચૌદ રતનનો વીરને ચાબખો.  
ઘોડી તે બાંધી આંબલિયાની ડાળ  
ઘોડી તે બાંધી આંબલિયાની ડાળ  
આ…હે…ચાબખડો વળગાડ્યો આંબા ડાળખી.
આ…હે…ચાબખડો વળગાડ્યો આંબા ડાળખી.
 
</poem>
તે પછી તો બન્ને ગીતોમાં
તે પછી તો બન્ને ગીતોમાં
 
<poem>
દાદા તે મોરા, મુજને પરણાવ  
દાદા તે મોરા, મુજને પરણાવ  
આ… હે… મુજને પરણ્યાની હોંશ ઘણી
આ… હે… મુજને પરણ્યાની હોંશ ઘણી
 
</poem>
એ જ પંક્તિ આવે છે. આપણે ભેદ સમજી શકીએ છીએ. બીજામાં રાજપૂતીનો ભાવ પ્રદીપ્ત થાય છે.

એ જ રીતે જે જે ગીતોમાં ધાર્મિકતા, પવિત્રતા, દેવોનું આહ્વાન વગેરે આવે તે ગીતોની પ્રથમ ઉત્પત્તિ બ્રાહ્મણ જેવી જાતિમાં જ થયેલી માની શકાય. વધુ પ્રમાણમાં એ ગીતો ત્યાં જ ગવાય. વૈશ્ય જાતિઓને હીરા, સોનારૂપા વગેરેના ભાવો વધુ સ્પર્શે. અને ક્ષત્રિયોને?

Line 315: Line 318:
એવી રે હોય તો પરણજો રે ઢોલા!  
એવી રે હોય તો પરણજો રે ઢોલા!  
નીકર ફરીને પરણાવું રે વાલીડા વીર ને!
નીકર ફરીને પરણાવું રે વાલીડા વીર ને!
i
 
તજ સરખી તીખી રે ઢોલા!  
તજ સરખી તીખી રે ઢોલા!  
તજ મુખમાં બિરાજે રે વાલીડા વીરને!  
તજ મુખમાં બિરાજે રે વાલીડા વીરને!  
Line 325: Line 328:
માલણ ગૂંથે જાવંતરીના ફૂલ રે  
માલણ ગૂંથે જાવંતરીના ફૂલ રે  
માળીડો ગૂંથે વીંઝણો રે
માળીડો ગૂંથે વીંઝણો રે
i
 
ઠાકોર પોઢ્યા પિત્તળિયે પલંગ રે  
ઠાકોર પોઢ્યા પિત્તળિયે પલંગ રે  
વહુ…બા ઢોળે વીંઝણો રે
વહુ…બા ઢોળે વીંઝણો રે
Line 354: Line 357:
આ બધા સંસ્કારોનું એકીકરણ લગ્ન-ગીતોમાં થઈ ચૂકેલું હતું. જ્ઞાતિઓનાં ગીતો જુદાં નથી રહ્યાં. સહુએ પોતપોતાની વિશિષ્ટતા સાચવીને પણ એ બધી ગીત-લક્ષ્મીને સહિયારી કરી કાઢી છે. વાડા કે પંથો તેમાં રહ્યાં નથી. ગીતો વાટે સોંસરવા નીકળી જશું એટલે સમજાશે કે એ મિલાવટ કેવી મધુર બનેલ છે. લોકસાહિત્યમાં જે ‘ડેમોક્રસી’ (લોકતંત્ર)નું તત્ત્વ છે તે આ છે ને આવે કંઈક રૂપે દેખાયા કરે છે.

<br>
{{HeaderNav2
|previous = ?????-?????
|next = ?????
}}
18,450

edits

Navigation menu