પરિભ્રમણ ખંડ 1/પુરોગામી પુરાવા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પુરોગામી પુરાવા}} <center>[મંડળ પહેલું : પાંચમી આવૃત્તિ]</center> '''આ'''...")
 
No edit summary
Line 21: Line 21:
એ પ્રમાણે વૈરોટ્યાએ પાતાળમાં જઈ નાગલોકોને કહ્યું : ‘સાઽલિંજર પત્નીં જીયાત્! સોઽલિંજરો જીયાત્! યેનાઽહમપિતૃગૃહાઽપિ સપિતૃગૃહા કૃતા. અનાથાઽપિ સનાથા સંજાતા…’ વગેરે કહીને એ પાછી ઘેર આવી. ગુરુએ ‘વૈરોટ્યાસ્તવ’ નામનું સ્તોત્ર રચ્યું. એ સ્તવનનો જે પાઠ કરે તેને સર્પનો ભય ન રહે, વગેરે.
એ પ્રમાણે વૈરોટ્યાએ પાતાળમાં જઈ નાગલોકોને કહ્યું : ‘સાઽલિંજર પત્નીં જીયાત્! સોઽલિંજરો જીયાત્! યેનાઽહમપિતૃગૃહાઽપિ સપિતૃગૃહા કૃતા. અનાથાઽપિ સનાથા સંજાતા…’ વગેરે કહીને એ પાછી ઘેર આવી. ગુરુએ ‘વૈરોટ્યાસ્તવ’ નામનું સ્તોત્ર રચ્યું. એ સ્તવનનો જે પાઠ કરે તેને સર્પનો ભય ન રહે, વગેરે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<center>'''જૈન સ્વાંગમાં લોકકથા'''</center>
ઉપલી કથામાં જે જૈન સૂરિ વગેરેનો ઉલ્લેખ છે, તે તો, અનેક શુદ્ધ લોકકથાઓને જૈન સ્વરૂપ આપીને સંપ્રદાયદૃષ્ટિએ બોધાત્મક બનાવવાની પરાપૂર્વથી ચાલી આવતી જૈન રસમ લેખે ઘટાવી શકાય. રાજા, નગર, શેઠ, શેઠાણી વગેરેનાં એક જ પ્રકારનાં નામ પણ એ જૈન-રૂઢિને આભારી છે. પણ વાર્તાની આંતરગત લાક્ષણિકતારૂપ તત્ત્વો તો આ છે :
{{Poem2Open}}
આ સંસ્કૃત પ્રબંધમાં વૈરોટ્યાના ઉદ્ગાર છે ‘યેનેદં ભક્ષિતં ભક્ષ્યં પૂર્યતાં તન્મનોરથ:’ તેની સાથે સરખાવીએ વ્રતકથાના ઉદ્ગાર :
‘હશે બાઈ! ભલે ખાધા. ખાનારી યે મારા જેવી જ કોઈ અભાગણી હશે. જેણે ખાધાં એનાં પેટ ઠરજો!’
એ જ રીતે પૂંછડા વગરના સર્પને માટે વૈરોટ્યા બોલે છે : ‘બણ્ડા મે જીવતુ ચિરમ્’ તેની સાથે વ્રત-કથાનો બોલ છે :
{{Poem2Close}}
<poem>
{{Space}}‘ખમા મારા ખાંડિયા બાંડિયા વીર, મારા નપીરીના પીર,
{{Space}}શેષનાગ બાપ ને નાગણ મા, જેણે પૂર્યાં હીર ને ચીર.’
</poem>
{{Poem2Open}}
બરાબર એ જ શબ્દો, છેલ્લે વૈરોટ્યા બોલી રહી છે :
‘સોઽલિંજર પત્નીં જીયાત્…’ વગેરે
આવી તુલના કરતાં, પુરાતન કોઈ લોકકથા પરથી જ સંસ્કૃત પ્રબંધ રચાયો હોવાનો સંભવ વિશેષ ભાસે છે.
ઉપરાંત આ બધા પ્રબંધો પૈકી અમુકનાં કથાવસ્તુ તો રાજશેખરસૂરિએ પણ અન્ય જૂની સામગ્રીમાંથી ઉપાડેલ હોવાનાં પ્રમાણો છે. એ દૃષ્ટિએ આ નાગપાંચમની કથાની પણ પુરોગામી કોઈક અપભ્રંશ લોકકૃતિ હોવાનું અનુમાન થઈ શકે છે.
{{Poem2Close}}
<center>'''પ્રેમાનંદે લોકસાહિત્યમાંથી લીધું'''</center>
{{Poem2Open}}
‘કંકાવટી’ (ભાગ 1)ના ‘મોળાકત’ના વ્રતસાહિત્યમાં ગોરમાની સ્તુતિ છે.
{{Poem2Close}}
<poem>
{{Space}}ગોર મા ગોર મા રે, સસરા દેજો સવાદિયા
{{Space}}ગોર મા ગોર મા રે, સાસુ દેજો ભૂખાળવાં
{{Space}}ગોર મા ગોર મા રે, કંથ દેજો કહ્યાગરો.
</poem>
{{Poem2Open}}
એ વગેરેની સાથે ઘણુંખરું મળતું આવતું પદ પ્રેમાનંદના ‘ઓખાહરણ’માંથી પ્રાપ્ત થાય છે. શ્રી મંજુલાલ મજમુદાર પાસેની સચિત્ર પ્રતમાં વડોદરા મુકામે મેં એ જોયું છે.
ગૌરીપૂજન કરતાં ઓખા, પાર્વતીજીને પ્રાર્થના કરે છે :
{{Poem2Close}}
<poem>
{{Space}} ગોર મા! માગું રે હું તો કંથજીનાં રાજ, કંથજીનાં રાજ:
{{Space}}{{Space}} ચાંદલો, ચૂડો, અવિચલ ઘાટડી.
{{Space}}ગોર મા! માગું રે હું તો સસરાનાં રાજ, સસરાનાં રાજ;
{{Space}}{{Space}} સાસુ તે માગું ભૂખાલડી.
{{Space}}ગોર મા! માગું રે હું તો દાદાનાં રાજ, દાદાજીનાં રાજ;
{{Space}}{{Space}} માડી રે સદા સોહામણી.
{{Space}}ગોર મા! માગું રે હું તો જેઠનાં રાજ, જેઠજીનાં રાજ;
{{Space}}{{Space}} જેઠાણી તે મીઠાબોલણી.
{{Space}}ગોર મા! માગું રે હું તો વીરાજીનાં રાજ, વીરાજીનાં રાજ;
{{Space}}{{Space}} ભાભી તે હાલ હુલાવતી.
{{Space}}ગોર મા! માગું રે હું તો પુત્રપરિવાર, પુત્રપરિવાર;
{{Space}}{{Space}} વહુવર પાયે રે લાગતી.
{{Space}}ગોર મા! એટલી પૂરો મનડાની આશ, મનડાની આશ;
{{Space}}{{Space}} ઝાઝું તો કંઈએ નથી માગતી.
</poem>
26,604

edits

Navigation menu