સોરઠી બહારવટિયા ભાગ-1/1. ચાંપરાજ વાળો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 53: Line 53:
::લાલ કસુંબલ લૂગડાં, ચરખાનો ચાંપરાજ.
::લાલ કસુંબલ લૂગડાં, ચરખાનો ચાંપરાજ.
</poem>
</poem>
<center>''''''</center>
<center>''''''</center>


Line 111: Line 112:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
1ચાંપા ફકરા સિંહરા, રંગ થોભા પ્રજરાણ,  
<ref>આ દુહો એમ બતાવે છે કે ચાંપરાજ વાળો વડોદરાની લૂંટ કરવા પણ ગયો </ref>ચાંપા ફકરા સિંહરા, રંગ થોભા પ્રજરાણ,  
વડોદરે ભડ વંકડા, પાડ્યો ધવે પઠાણ.
વડોદરે ભડ વંકડા, પાડ્યો ધવે પઠાણ.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
'''[સિંહ સરખા કાઠી ફકીરા વાળાના પુત્ર ચાંપરાજ વાળા! કાઠીની ત્રણેય પરજો (ખાચર, ખુમાણ, વાળા)ના રાણા! રંગ છે તારા થોભાને! કેમ કે તેં તો, હે બંકા મરદ! વડોદરાની બજારમાં જઈ ગાયકવાડના પઠાણ કોમના લશ્કરી અમલદારોને ધબ્બો મારી ધૂળ ચાટતા કરી દીધા.]'''
'''[સિંહ સરખા કાઠી ફકીરા વાળાના પુત્ર ચાંપરાજ વાળા! કાઠીની ત્રણેય પરજો (ખાચર, ખુમાણ, વાળા)ના રાણા! રંગ છે તારા થોભાને! કેમ કે તેં તો, હે બંકા મરદ! વડોદરાની બજારમાં જઈ ગાયકવાડના પઠાણ કોમના લશ્કરી અમલદારોને ધબ્બો મારી ધૂળ ચાટતા કરી દીધા.]'''
{{Poem2Close}}
<center>''''''</center>
{{Poem2Open}}
કલપ દીધેલ જાંબુવરણા ઘાટા થોભાવાળો એક આદમી એકલ ઘોડે એક ઊંડા વોંકળાની ભેખડની ઓથે બેઠો છે, બાજુમાં ઘોડી હમચી ખૂંદી રહી છે અને “ધીરી બાપા! ધીરી રેશમ!” એવે સ્વરે ઉતાવળી થાતી ઘોડીને ટાઢી પાડતો પાડતો અસવાર પોતાના ખડિયામાંથી ખરલ કાઢીને કસુંબો ઘૂંટે છે. ભમ્મર ભાલો ભેખડને થડ ટેકવેલ છે, ને તરવાર તો પૂજાના પુષ્પ જેવી સન્મુખ જ પડેલ છે. સૂરજ મહારાજ સોનાવરણા થઈને આભમાં એનો સાત ઘોડાનો રથ ઉતાવળે હાંકવા માંડ્યા છે.
“રંગ હો! રંગ હો! રંગ હો, સૂરજ રાણ!” એમ ત્રણ વાર કસુંબો ઉગમણી દિશામાં છાંટીને જેમ અસવારે ત્રણ રંગ દીધા, તેમ વોંકળાની ભેખડ ઉપરથી ગિસ્ત ઊતરી. મોખરે મોટા દાઢીમૂછાળા આવતા’તા : પચીસ-પચીસ ઘોડેસવારો અને સોએક પગપાળા બરકંદાજો.
“એ આવો, બા, આવો! કસુંબો પીવા ઊતરો!” એમ ભેખડને થડ બેઠેલા એકલ આદમીએ આગ્રહ કર્યો.
“ઊતરાય એમ નથી, બા! મરવાનુંયે વેળુ નથી,” એમ ગિસ્તના મોવડીએ જવાબ દીધો.
“કાં, એવડું બધું શું છે?”
“આ ચાંપરાજ વાળો અમરેલી ભાંગીને જાય છે, એને અધરાતના ગોતીએ છીએ.”
“અરે ભાઈ! મારું ગામ પણ ચાંપરાજે આજ રાતમાં જ ભાંગ્યું છે. હુંય અમરેલી જાહેર કરવા જાતો’તો. ચાંપરાજે તો અરેકાર વર્તાવ્યો છે. પણ શું કરીએ? કસુંબો પીધા વન્યા કાંઈ છૂટકો છે? ઊતરો ઊતરો, બા, આથમ્યા પછી અસૂર નહિ!”
ગિસ્તને તો એટલું જ જોતું હતું. ઊતર્યા. ઘાસિયા પથરાયા. મોં ધોઈને કોગળા કર્યા. કસુંબો પીધો. પછી એકલ આદમીએ વાત છેડી : “હેં બા! આમાં તમને ક્યાંઈક ચાંપરાજ ભેટ્યો હોય તો શું કરો?”
ગિસ્તના માણસો અડખેપડખે જોવા લાગ્યા.
“સાચું કહું, દરબાર?” મુખ્ય માણસ બોલ્યો.
“હા, કહો!”
“પ્રભાતનો પહોર છે. મોંમાં પારકો કસુંબો છે. સાચું કહું છું કે અમે એને ફક્ત રામરામ કરીને તરી જઈએ.”
“કાં? સરકાર રોટલા પૂરે છે ઈ શેના?”
“એ ભાઈ! ચાંપરાજ વાળો બા’રવટે નીકળ્યો છે એટલે જ સરકાર આટલી મોટી ફોજને રોટલા આપે છે. કાલ્ય જો ચાંપરાજ વાળો સોંપાઈ જાય તો આ તમામ બચ્ચરવાળ માણસોને નોકરીમાંથી રજા મળે. માટે સારા પ્રતાપ ચાંપરાજ વાળાના બા’રવટાના!”
એકલ આદમીએ આ જવાબ સાંભળીને મોં મલકાવ્યું. ખડિયામાંથી ડાબલો કાઢ્યો. ડાબલામાં સોનામહોરો ભરી હતી. ગિસ્તના અગ્રેસરના ખોળામાં ડાબલો મૂકી દીધો.
“આ શું?” જમાદાર ચમક્યો.
“આ તમારી જીભ ગળી કરવા માટે.”
“કાં?”
“તમે દુવા દીધી માટે.”
“કોણ, ચાંપરાજ વાળો તો નહિ?”
“હા, એ પોતે જ. લ્યો, હવે રામ રામ છે.”
એટલું કહી ચાંપરાજે છલંગ દીધી. પલકમાં ઘોડી ઉપર પહોંચ્યો. માણસો જોતા રહ્યા અને ચાંપરાજે સામી ભેખડ ઉપર ઘોડી ઠેકાવી.
{{Poem2Close}}
<center>''''''</center>
{{Poem2Open}}
“હવે?” ચાંપરાજ વાળાએ મકરાણી જમાદારને કહ્યું.
“હવે શું કરવું? માથે ગોરાનું ખૂન ગગડે છે. ધરતી આપણને ક્યાંય સંઘરતી નથી.”
“તો બાપુ, હાલો મારા મલકમાં — મકરાણમાં.”
“ત્યાં શું કરશું?”
“ત્યાં તું મારો ઠાકર ને હું તારો ચાકર.”
“પણ ત્યાં જઈને મારું નામ શું રાખવું?”
“નામ તો સુલેમાન ઓસમાન!”
“તો મારે બે બાપના નથી થાવું. તું તારે તારાં માણસો લઈને ચાલ્યો જા, ભાઈ! મારે વળી સૂરજ ધણીનું ધાર્યું થશે.”
નવેય જણા ભીમોરે ભોજ ખાચરની ડેલીએ ગયા અને ચાંપરાજ વાળો એક-બે કાઠીઓને લઈ જેપુર માળવાને માથે ઊતરી ગયો.
{{Poem2Close}}
<center>''''''</center>
{{Poem2Open}}
એક દિવસ કચેરીની અંદર જેપુર મહારાજની નજર આઘે આઘેના ખૂણામાં બેઠેલી એક આદમી સાથે મંડાઈ ગઈ છે. માથેથી ગોથું ખાઈને પાછા વળેલા દાઢીના કાળા કાતરા, કંકુવરણી ઝાંય પાડતો મોંનો વાન, ભેટમાં કટારી, ડોકમાં માળા, એવો ચોખ્ખો ચારણનો દીદાર હોવા છતાં મહારાજે એના મોરામાં કંઈક નોખા જ અક્ષરો વાંચ્યા. મહારાજે હુકમ કર્યો કે “ઓલ્યા આદમીને આંહીં લાવો તો!”
એ આદમીએ મહારાજની ગાદી સામે આવીને નીચા ઝૂકી સલામ કરી.
“કેવા છો?” મહારાજે પૂછ્યું.
“ચારણ છું.”
“ક્યાં રે’વાં?”
“કાઠિયાવાડમાં.”
વિચાર કરીને મહારાજ ઊભા થયા. “ગઢવા, આંહીં આવજો તો!” એમ કહી, એ આદમીને તેડી પાસેના ઓરડામાં ગયા. જઈને એકાંતે પૂછ્યું : “તમે ગઢવા નથી. ચારણ કોઈ દી સલામ ન કરે, પણ ઓવરાણાં લ્યે. માટે તમે વેશધારી છો. બોલો, કોણ છો?”
“કાઠી છું.”
“નામ?”
“ચાંપરાજ વાળો.”
“ચાંપરાજ વાળા, તમારે માથે ગોરાનાં ખૂન છે. અને અટાણે સરકારની બેસતી બાદશાહી છે. તમે આંહીં રહો તો જેપુરની ગાદીને જોખમ છે. માટે નીકળી જાવ. નાણું જોવે તેટલું ખુશીથી લઈ જાજો.”
આમ ચાંપરાજ વાળાને જમીન ક્યાંય સંઘરતી નથી.
{{Poem2Close}}
<center>''''''</center>
{{Poem2Open}}
ત્યાંથી ચાંપરાજ વાળાનાં અંજળ ઊપડ્યાં. નીકળીને એ માળવામાં આવ્યો : જ્યાં અજર મે’ ઝર્યા કરે છે, અને જે ‘રાંકનો માળવો’ કહેવાય છે, એવા એ રસાળ મુલકમાં ચાંપરાજ વાળો ચારણવેશે હાવા ગામના એક પટેલને ઘેર સંતાઈ રહ્યો. પોતાની વહાલપભરી ખાતર-બરદાશ કરનારા પટેલને ચાંપરાજ વાળાએ કાયમ કોઈ ઊંડી ચિંતામાં રહેતો દીઠો. તેથી એક દિવસ પૂછ્યું : “પટેલ, પેટમાં આવડું બધું દુઃખ શું ભર્યું છે?”
“ગઢવી, તમને કહીને શો સાર કાઢું? જીભ કચરીને મરવા જેવો મામલો ઊભો થયો છે. કહેવાની વાત નથી રહી.”
“પણ શું છે? મોંમાંથી ફાટી મર ને!”
“આ ગામના દરબારનો સાળો મારા દીકરાની વહુને રાખીને બેઠો છે. રોજ આંહીં મારા ઘરમાં આવે છે, ને ધરાર એક પહોર રાત રહે છે.”
“ઠીક, આજ આવે ત્યારે મને ચેતવજો.”
એ જ રાતે ફાટેલ સાંઢ જેવા કામીને ચાંપરાજ વાળે ઠાર માર્યો. અને ત્યાંથી પણ એ ચાલી નીકળ્યો.
માર્ગે એક બીજું ગામ આવ્યું. ચાંપરાજ વાળાની શોધ તો ચોમેર ચાલતી જ હતી. અને ગામેગામ એના શરીરની એંધાણીઓ પણ પહોંચી ગઈ હતી. એ એંધાણીએ આ ગામના ઠાકોરે પોતાના પાદર ઊભેલા ચાંપરાજ વાળાને દીઠો. દેખતાં જ એને વહેમ આવ્યો. ક્યાં રહેવું? ક્યાંથી આવો છો? એમ પૂછપરછ કરતા કરતા ઠાકોર ચાંપરાજ વાળાની થડમાં ગયા. ઘોડાની લગામ ઝાલી આગ્રહ કરવા માંડ્યા કે “એ બા, ઊતરો ઊતરો, રોટલા ખાઈને પછી ચાલજો.”
બંનેની રકઝક ચાલવા મંડી. ચાંપરાજ વાળાને તો આવી રીતની પરોણાચાકરી ઠેકઠેકાણે મળતી હોવાથી કાંઈ કાવતરું હોવાનો વહેમ જ ન આવ્યો. પણ પડખે એક ચારણ ઊભેલો હતો. તેણે એક કાગડા સામે કાંકરો ફેંકીને કહ્યું : “ઊડી જાજે, કાગડા!”
એ વેણ કાને પડતાં જ ચાંપરાજ વાળો સમસ્યા સમજી ગયો. ઘોડીને દાબી, ઝોંટ મારીને ઠાકોરના હાથમાંથી લગામ છોડાવીને ભાગ્યો. પણ પગલે પગલે એણે પોતાના મૉતના પડછાયા ભાળ્યા.
<center>''''''</center>
ગુજરાતમાં ભમતાં ભમતાં એક ચારણને મુખેથી ચાંપરાજે સમાચાર સાંભળ્યા કે “ચાંપરાજ વાળા, તમે તો રઝળો છો પણ મૂળુભાઈ ઉપર સરકારે બહુ ભીંસ કરવા માંડી છે. એનો ગરાસ જાવાનો થયો છે; તમારી ખૂટલાઈના ઢોલ આખા કાઠિયાવાડમાં વાગી રહ્યા છે.”
સાંભળીને ચાંપરાજ વાળો ઝંખવાણો પડી ગયો. બહારવટે નીકળ્યા પહેલાં એની લૂંટફાટની બૂમ એટલી બધી વધી હતી કે સરકારે એની સારી ચાલચલગતના હામી માગ્યા હતા. એ સમયે જેતપુર-દરબાર મૂળુ વાળા હામી થયા હતા. ચાંપરાજ વાળાને સાટે એણે પોતાનાં તમામ ગામ ખાલસા થવાનો કરાર સરકારને કરી દીધો હતો. એટલે અત્યારે મૂળુ વાળા ઉપર સરકારનું આકરું દબાણ ચાલી રહ્યું હતું.
“મારે પાપે જો મૂળુભાઈનો ગરાસ ખાલસા થશે તો ગજબ થઈ જાશે. મારું મૉત બગડશે. માટે હવે તો જઈને મૂળુભાઈને હાથે જ સરકારમાં સોંપાઈ જાઉં.” એવે વિચારે ચાંપરાજ વાળાએ કાઠિયાવાડ ભણી ઘોડાં હાંકી મેલ્યાં. એક દિવસ ઝાલર ટાણે અંધારામાં ભાલના એક ગામડાને પાદર તળાવને આરે ચાંપરાજ વાળો પોતાના બે અસવારો સાથે ઘોડાને પાણી પાવા ઊભો છે ત્યાં બાજુમાં એક અસવાર પોતાના વેલર ઘોડાને પાણી પાવા આવ્યો. ચાંપરાજની પાછળ ફરનારી એ પલટનનો અસવાર છે : એની નજર તારોડિયાને અજવાળે ચાંપરાજના ચહેરા ઉપર પડી, અને બરાબર બહારવટિયાની અણસાર ગઈ. ઝપ દઈને એણે ચાંપરાજ વાળાની ઘોડીની લગામ ઝાલી.
“કેમ, ભાઈ, લગામ કેમ ઝાલછ?”
“તુમ ચાંપરાજ વાલા!”
“અરે રામ રામ કર, અમે તો ચારણ છીએ.”
“નહિ, તુમ ચાંપરાજ વાલા!”
“અરે મેલી દે, ભાઈ, નીકર ઠાલો માર ખાઈશ.”
“નહિ, તુમ ચાંપરાજ વાલા.”
“આ લે ત્યારે, ચાંપરાજને ઝાલવાનું ઇનામ,” એટલું બોલી તરવારનું ઝાવું કરીને એણે અસવારનો હાથ કાપી નાખ્યો. ઘોડીની લગામે એ અરધો હાથ લટકતો રહ્યો અને ચાંપરાજે ઘોડી હાંકી.
ત્યાં તો ‘ચાંપરાજ વાળો! ચાંપરાજ વાળો! પકડો! પકડો!’ એવા રીડિયા થયા. પડખે જ છાવણી પડી હતી તેમાં બ્યૂગલ ફૂંકાણાં. ‘મારો! મારો! મારો!’ કરતા વેલર ઘોડાના અસવાર છૂટ્યા. અને ચાંપરાજ વાળો મૂંઝાયો. શા માટે મૂંઝાયો?
તળાવનો ઘેરાવો ઘણો મોટો છે : પાળેપાળે તો પાછળ ચાલનારા આંબી લઈ ભૂંડે મૉતે મારે. અને પોતાને તો મૂળુ વાળાના હાથથી રજૂ થાવું છે. હવે શું કરવું?
“હા! નાખો ઘોડાં પાણીમાં!” એમ ત્રણેય જણાએ પલકવારમાં તો ઘોડાંના ઊગટા, મોવડ, ચોકડાં ને આગેવાળ જેરબંધ ઉતારી લઈ ધબોધબ તળાવમાં ઝંપલાવ્યું. મગરો તરે એમ ઘોડીઓ વાંસજાળ પાણી શેલારા દઈ વીંધવા માંડી. પોતે સડેડાટ અંધારામાં સામે કાંઠે ઊતર્યો. એમાં પોતાના સંગાથીની ઘોડી થાકીને પાણીમાં ડૂબવા લાગી.
અસવારે બૂમ પાડી : “એ ચાંપાભાઈ! હું રહી ગયો. હું બૂડું છું, હવે રામ રામ છે!”
“અરે, રહી તે કેમ જાશે? રહેશું તો સહુ એકસામટા. માર ઠેકડો, આવી જા મારી ઘોડીને માથે.”
એમ કહી ઘોડીને પાછી ફેરવી. એ ડૂબતા કાઠીને કાંડે ઝાલી ચાંપરાજ વાળાએ એને પોતાની ઘોડી માથે બેલાડ્યે (પાછળ) બેસાડી દીધો, ને પછી એણે મૃત્યુલોકનાં વિમાનોને વહેતાં કર્યાં.
અંધારી ઘોર રાતમાં છાવણીના અસવારો આસપાસ બધે ગોતી વળ્યા, પણ બહારવટિયો તો બંદૂકની ગોળી જેવો, હાથમાંથી છૂટ્યા પછી હાથ આવ્યો નહિ. આખી રાત ઘોડી બબ્બે અસવારોને ઉપાડીને ચાલી. પાંચાળની ધરતી વીંધીને સોરઠમાં ઊતરી અને પાછલી રાતનો એક પહોર બાકી હતો ત્યારે ગીરમાં જેઠસૂર વાળાના બોરડી ગામમાં દાખલ થઈ ગઈ.
“ઓહોહો, ચાંપરાજભાઈ આવ્યા! ચાંપરાજભાઈ આવ્યા!” એમ જેઠસૂર વાળાએ આદરમાન દઈ ચાંપરાજ વાળાને ઢોલિયા પાથરી દીધા અને ઘોડીઓને લીલાછમ બાજરાનું જોગાણ મેલાવ્યું.
“બાપુ!” માણસે આવીને કહ્યું : “ત્રણમાંથી એક ઘોડી જોગાણ ખાતી નથી. પંથ બહુ આકરો થયો લાગે છે.”
“અરે, મારી ઘોડી જોગાણ ન ખાય એમ બને ખરું! ભલેને લંકાનો પંથ કર્યો હોય! કઈ ઘોડી તું કહે છે?”
“ધોએલા [ધોળા] પગવાળી.”
“અરે, ધોએલા પગવાળી તો એકેય ઘોડી જ નથી.”
એમ બોલતો ચાંપરાજ વાળો ઠાણમાં ગયો. ત્યાં આઘેથી પોતાની જ ઘોડીનો પગ ગોઠણ સુધી ધોળો ફૂલ જેવો દેખાયો. પાસે જઈને જુએ ત્યાં તો એના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ.
એ પગ નહોતો, પણ પગના નળાનું હાડકું જ હતું. સંચોડો ડાબો જ ન મળે. એના પગના કાંડા સુધીની આખી ખોળ જ ઉતરડાઈને ઉપર ચડી ગયેલી! પાંચાળમાંથી રાતે નીકળતી વખતે પહાડના પથ્થરની ચિરાડમાં ઘોડીનો પગ પડી ગયો હતો અને પગ ઉપાડતાં જ ટોપરાંનો વાટકો નીકળે તેવી રીતે પગનો ડાબલો તૂટીને છૂટો થયેલો હતો. પણ ઘોડીએ કળાવા દીધેલું નહિ.
“આ હા હા હા!” ચાંપરાજ વાળાને યાદ આવ્યું : “ડુંગરામાં રાતે એક વાર ઘોડીના પગનો કંઈક અવાજ મને સંભળાણો’તો ખરો, અને તે પછી ઘોડીનો પગ આખી વાટ સહેજસાજ લચકાતો આવતો હતો. પણ આમ સંચોડો ડાબો જ નીકળી ગયો હોવાનું ઓસાણ મને આવે જ શેનું?”
પગ વગરની જે ઘોડીએ ત્રણ પગે ચાલીને બે અસવારને ચાલીસ-પચાસ ગાઉ પહોંચાડી દીધા, તેને આજ ગૂડી નાખવાનો સમય આવતાં ચાંપરાજ વાળાની છાતી ભેદાઈ ગઈ.
ગામની બહાર લઈ જઈને ઘોડીને ઊભી રાખી એક જ ઘાએ ફેંસલો થઈ જાય તે માટે ચાંપરાજ વાળાએ જોર કરીને ઘોડીને ગળે ઝાટકો ચોંટાડ્યો, પણ ડોકું પૂરેપૂરું ન કપાયું. વેદનાની મારી ઘોડી ભાગી નીકળી, અને ચાંપરાજ વાળાએ જાણ્યું કે ‘ભૂંડી થઈ! પડખે જ માણેકવાડાની એજન્સીની છાવણી પડી છે ત્યાં પહોંચ્યા ભેગી જ ઘોડી ઓળખાઈ આવશે, આપણા સગડ લેવાશે અને વચમાં નાહક આ બાપડો જેઠસૂર કુટાઈ જશે!
“બાપ રેશમ! બેટા રેશમ!” એમ ચાંપરાજ વાળાએ સાદ દીધો, અને પીડાથી પાગલ બનેલી ઘોડી ધણીનો બોલ સાંભળીને દોડતી પાછી આવી. આવીને માથું નમાવીને ઊભી રહી. એટલે બીજે ઝાટકે ચાંપરાજે એની ગરદન ઉડાવી દીધી.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu