26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 492: | Line 492: | ||
“માડી! ઈના સાથળની માલીકોર શિયાળશિંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોય કાર ન ફાવે, હથિયારે તો એ મરે રિયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડોલાડવો કરે નાખાં.” | “માડી! ઈના સાથળની માલીકોર શિયાળશિંગી ને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનોય કાર ન ફાવે, હથિયારે તો એ મરે રિયો, માટે લાવો ઝેર. હમણાં ઈનો ઘડોલાડવો કરે નાખાં.” | ||
ઊંચી જાતનું ઝેર રૂપાળીબાઈના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પૂંજો ચાલતો થઈ ગયો. | ઊંચી જાતનું ઝેર રૂપાળીબાઈના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવીને પૂંજો ચાલતો થઈ ગયો. | ||
{{Poem2Close}} | |||
<center>''''''</center> | |||
<poem> | |||
::::આડે ડુંગરથી ઊતર્યો નાથો, માઠાં શકન થાય, | |||
::::ડાબી તે ભેરવ કળકળે, નાથા, જમણાં જાંગર જાય; | |||
::::::: મોઢાને મારવો નો’તો! | |||
::::::: ભગત તો સાગનો સોટો! | |||
::::કેડ્યો કટારાં વાંકડાં નાથા, ગળે ગેંડાની ઢાલ, | |||
::::માથે મેવાડાં મોળિયાં નાથા, ખભે ખાંતીલી તરવાર, | |||
::::::: મોઢાને મારવો નો’તો, | |||
::::::: ભગત તો સાગનો સોટો. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“ભગત! આજ એક વાર ભાઈબંધોનું કહેવું માન્ય. માઠાં શકન થાય છે, અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ્ય.” | |||
“અરે ભાઈ! બેનને ઘેર જાવામાં કાંવ બીક હુતી? અને શકન-અપશકન કોઈ દી નથી જોયાં તો આજ કાંવ જોવાં?” | |||
“ભગત, અમારું હૈયું તો આજ કબૂલતું નથી.” | |||
“તો તમારે વળવું હોય તો વળે જાવ. બાકી મારે તો આજ હાથલે પોગીને હરજી ગોરને ઘેર ખાધા વિના છૂટકો નેથ. મને રોટલા ખાવાનું નોતરું છે. અપશુકન ભાળીને નાથો પાછો વળ્યો, ઈ વાત જો બેનને કાને જાય તો બચાડી દખ લગાડે. માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળે જાવ.” | |||
બે જણા પાછા વળ્યા. બાકીનાને લઈ બહારવટિયાએ બહેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાળીમાંથી ઘોડીને ઉતારી. હાથલા ગામમાં હરજી થાનકી નામે મેરનો ગોર હતો, | |||
તેને ઘેર જે બાઈ હતી (બનતાં સુધી તો દીકરાની વહુ હતી) તેને બહારવટિયાએ ધર્મની | |||
બહેન કરી હતી. હરજી થાનકીના ઘરમાં નાથાએ થોકેથોક લૂંટની કમાણી ભરી દીધી હતી. | |||
આજ એના ઘરમાં જ પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે. નાથાની | |||
વાટ જોવાય છે. | |||
જ્યાં નાથો હાથલા ગામના નેરામાં આવ્યો, ત્યાં આડો કાળો એરુ ઊતર્યો. સાથીઓએ ફરી ચેતવ્યો કે “ભગત, આ બીજી વાર માઠું ભળાય છે. હજી કોઈ રીતે વળવું છે?” | |||
“જો વળું તો તો મારો જન્મારો લાજે. અને જગદંબા જેવી બહેન વહેમમાં પડે.” | |||
ચાલ્યો. ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવીને હેતની હાવળ નાખી. છેવાડા ઘરની ઓસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે, એના મોં ઉપર મશ ઢળી ગઈ છે. નાથાએ સાદ કર્યો : “કાં બે’ન, પોગ્યા છીએ, હો કે!” | |||
બાઈએ હાથની ઇશારત કરીને હળવેથી કહ્યું : “ભાઈ! આંહીં જરીક આવી જજો!” | |||
“અબઘડી ઉતારો કરેને આવીએ છીએ, બાપા!” | |||
“પછી તો આવી રહ્યા, મારા વીર!” | |||
એ વેણ બોલાયું, પણ બહારવટિયાને કાને પહોંચ્યું જ નહિ. નાથો મહેમાનોને ઓરડે ઉતારો કરવા ગયો. પરબારા હરજી થાનકીએ પરોણાને થાળી ઉપર બેસાર્યા. રંગભરી વાતો કરતાં કરતાં ગોરે મીઠી રસોઈ જમાડી. ચાર-ચાર કોળિયા ખાધા ત્યાં તો ચારેયની રગેરગમાં ઝેર ચડી ગયું. નાથાની જીભ ઝલાવા લાગી. થાળીને બે હાથ જોડી નાથો પગે લાગ્યો, એટલું જ બોલ્યો : “હરજી ગોર! બસ! આવડું જ પેટ હુતું? બીજું કાંઈ નહિ, પણ મને ઝેર દઈ નુતો મારવો. મારે હથિયારે મરવું હુતું!” | |||
ત્યાં તો નાથો ઢળી પડ્યો. પૂંજો ખસ્તરિયો વગેરે ચાર જણાઓએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી, પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહિ, ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચીંધાડી અને લોચા વાળતી જીભે મહેનત કરીને સમસ્યામાં સમજાવ્યું. | |||
“હાં! હાં! શિયાળશિંગી ને મોણવેલ ત્યાં સંતાડ્યાં છે, ખરું ને!” | |||
મરતાં મરતાં બહારવટિયાએ હા કહેવા માટે ડોકું ધુણાવ્યું. | |||
હત્યારાએ એનો સાથળ ચીરીને બંને ચીજો બહાર કાઢી ફેંકી દીધી. તરત જ નાથાનું | |||
શરીર લીલું કાચ સરીખું બની ગયું. જીવ ચાલ્યો ગયા પછી એના નિર્જીવ શરીરને ઘસડીને | |||
દુશ્મનો દૂર લઈ ગયા. એનું માથું કાપ્યું. પૂંજો એ માથું ઉપાડીને પોરબંદર ઈનામ લેવા પહોંચ્યો. સરકારે નાથાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું. એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો. એને તો નજર કરીને જ સમજી લીધું કે જવાંમર્દીથી નહિ, પણ ઝેરથી આ બહારવટિયાને માર્યો છે. | |||
પૂંજાને ઇનામ ન મળ્યું, રાજ્યોએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા. મેરાણીઓ આજે પણ ગામેગામ ગાય છે : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits