26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 274: | Line 274: | ||
ડેલીએ આવીને જોયું તો ડેલી ઉઘાડીફટાક પડી છે. અંદર આવે ત્યાં પચાસ નસકોરાં બોલે છે. થયા સહુ ભેળા. સૂતેલા શત્રુઓને માથે તરવારોની પ્રાછટ બોલવા મંડી, પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઊઠ્યા. ડેલીનું કમાડ ઉઘાડું મુકાવનાર અને માત્રા વેગડને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતાં જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો. (પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાંકેલી.) | ડેલીએ આવીને જોયું તો ડેલી ઉઘાડીફટાક પડી છે. અંદર આવે ત્યાં પચાસ નસકોરાં બોલે છે. થયા સહુ ભેળા. સૂતેલા શત્રુઓને માથે તરવારોની પ્રાછટ બોલવા મંડી, પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઊઠ્યા. ડેલીનું કમાડ ઉઘાડું મુકાવનાર અને માત્રા વેગડને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતાં જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો. (પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાંકેલી.) | ||
ત્યાં માત્રો વેગડ ઊઠ્યો. એની માને એકનો એક હતો. પણ માત્રો ભાગે નહિ. બીજા બધાની લોથો ઢળી પડી હતી તેની વચ્ચે એકલે હાથે પડકાર કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે’ વરસી ગયા. | ત્યાં માત્રો વેગડ ઊઠ્યો. એની માને એકનો એક હતો. પણ માત્રો ભાગે નહિ. બીજા બધાની લોથો ઢળી પડી હતી તેની વચ્ચે એકલે હાથે પડકાર કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે’ વરસી ગયા. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
::ગઢ ઠેકી લોમો ગિયો, વઢતે બાવલ વીર, | |||
::(પણ) સધર્યું સોડ સધીર, મોત તાહાળું માતરા! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[લોમો તો પોતાના વીર બાવા વાળાના યુદ્ધ વખતે ગઢ ઠેકીને ચાલ્યો ગયો, હે માત્રા વેગડ! તેં તો તારું મોત સુધારી લીધું.]''' | |||
એમ માત્રાનું મૉત સુધારી શત્રુઓ અંદર ગયા. બહારથી ભોજા માંગાણીએ પડકાર દીધો : “બાવા વાળા, હવે તો સુખની પથારી મેલ! હવે તો ઓઝલ પડદો ઉપાડ્ય!” | |||
“ભોજા, આવું છું. ઊભો રે’જે. ઉતાવળો થઈશ મા.” ઓરડામાંથી એવો પડકારો આવ્યો. બાવા વાળાએ ભરનીંદરમાં પડેલી પોતાની નવી સ્ત્રી આઈ રાઈબાઈને હળવેથી અંગૂઠો ઝાલીને ઉઠાડી. ઝબકી ઊઠેલી કાઠિયાણીએ પોતાના સ્વામીનું રુદ્રસ્વરૂપ ભાળ્યું. ભાળીને બોલી : “શું છે, દરબાર?” | |||
“કાઠિયાણી, તું ભાગી નીકળ!” એમ કહીને બાવા વાળાએ છેલ્લી વાર રાઈબાઈનું મોં પંપાળ્યું. | |||
“શું છે?” | |||
“મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યાં, દગો થયો. દુશ્મનો બહાર ઊભા છે.” | |||
“તે તમારું કહેવું શું છે, દરબાર! હું ભાગી નીકળું, એમ ને?” માર્મિક કટાક્ષે કાઠિયાણી તાકી રહી. | |||
“ના ના, હું તમને બદનામું નથી દેતો, પણ વંશનો દીવો ન ઓલવાય એ આશાએ કહું છું કે ભલી થઈને તું લુંઘિયા ભેળી થઈ જા!” | |||
“વંશ સાટુ! કાઠી, વંશ તુંને વા’લો છે, ઈથી વધુ વા’લું અસ્ત્રીની જાતને કાંઈક હોય છે, ખબર છે ને?” | |||
ત્યાં તો બહારથી હાકલા થયા : “બાવા વાળા, નીકળ! બા’રો નીકળ! બહુ ભૂંડો દેખાછ! હજીયે વાતું ખૂટતી નથી?” | |||
અંદર વાતો થાય છે : | |||
“કાઠિયાણી, મારું છેલ્લું કહેણ છે, હો! અને મેં એકને મારી છે, ભૂંડાઈએ મારી છે, તેનું પ્રાયશ્ચિત્ત કરવા દે, મારાં પાપ ધોવા સારુ ભાગી છૂટ — તારો જીવ ઉગારવા સારુ નહિ.” | |||
ડળકડળક આંસુડાં પાડતી કાઠિયાણીની બેય આંખોમાં છેલ્લી પળે બાવા વાળાએ પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા તરવરતી દેખી. બીજી બાજુ બહારથી પડકારા ને મે’ણાંની ઝડી પડતી સાંભળી. કાઠિયાણીને થંભેલી દીઠી. બાવા વાળાએ દોડીને રાઈબાઈનું કાંડું ઝાલ્યું, ધક્કો દઈને નાઠાબારી તરફ કાઢી, બહાર કાઢીને નાઠાબારીને અંદરથી સાંકળ ચડાવી, કાઠિયાણીનાં છેલ્લાં ડૂસકાં સાંભળ્યાં, અને પાછો ઓરડે આવી સાદ દીધો : “હવે આવું છું હો, ભોજા! ઊભો રે’જે!” | |||
બહાર ઊભેલાઓને અંદરથી બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાયા. | |||
“એ બાવા વાળા!” ભોજે બૂમ દીધી : “બાવો વાળો ઊઠીને અટાણે કાપડું શું પહેરી રહ્યો છે? પ્રાણ બહુ વહાલા થઈ પડ્યા તે લોઢાના બખ્તરે બચાવવા છે? તારા નામનો દુહો તો સંભાર! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::<ref>મુંબઈથી શ્રી ગજાનન વિ. જોશી આ ઘટના પરત્વે પોતાની નીચે મુજબની માહિતી મોકલે છે. એને પાઠાન્તર તરીકે અત્રે આપવામાં આવે છે : “બાવા વાળાની કાઠિયાણીને નાઠાબારીએથી વિદાય કરતાં બાવે પોતે પણ ત્યાંથી નાસી છૂટવા તજવીજ કરેલી. ભોજા માંગાણીએ અગાઉથી પેરવી કરીને નાઠાબારી આગળ એક ચારણને બેસાડેલો, તે એવા હેતુથી કે બાવાની સ્ત્રીને, અથવા તો બાવાની પોતાની ઇચ્છાથી બાવો નાઠાબારીનો મારગ લે તો ચારણ તેના નામની બિરદાઈનો દુહો લલકારીને એને ભોંઠપ આપીને પાછો ફેરવે. વળી નાઠાબારી આગળ એકથી વધારે માણસ આવી શકે તેમ ન હતું; આ બંને બાબતોનો પૂરેપૂરો વિચાર કરી ભોજા માંગાણીએ ચારણની યોજના કરેલી. પોતાની કાઠિયાણીને વિદાય કરતાં બાવો પણ નાઠાબારીએથી નાસવા તૈયાર થયેલો; પણ ચારણનો દુહો સાંભળીને નાઠાબારી ઉપરથી તરત જ પાછો ફરીને, ઘરબારણેથી ભોજા માંગાણી સાથે ધિંગાણામાં ઊતર્યો અને મરાયો.” </ref> બાવો ડગલાં બે, (જો) ભારથમાં પાછાં ભરે, | |||
::(તો તો) મલક માથે મે, વાઘાહર વરસે નહિ.” | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[જો રણસંગ્રામમાં બાવા વાળો પાછાં ડગલાં ભરે તો તો વાઘાના પૌત્ર બાવા! દુનિયામાં વરસાદ ન વરસે.]''' | |||
“આ લે ત્યારે આ કાપડું!” એમ બોલીને બાવા વાળાએ કમાડ ઉઘાડ્યું, હાથમાં બખ્તર હતું તેનો છૂટો ઘા કર્યો અને એ ઘાએ સામા આદમીનો જાન લીધો. પછી કૂદ્યો તરવાર લઈને. ઠેકીને જ્યાં ઘા કરવા જાય છે ત્યાં તો તરવાર ઓસરીની આડીમાં પડી. પડતાં જ બે કટકા થઈ ગયા. હાથમાં ઠૂંઠી જ તરવાર રહી. અને બીજું હથિયાર લેવા જાય ત્યાં તો બોદા સીદીએ એને માથે ઝાટકાના મે વરસાવી ગૂડી નાખ્યો. | |||
“બાવાભાઈ!” ભોજો માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યો : “અન્યાયને ઈશ્વર નથી સાંખતો, હો!” | |||
સાંભળીને બાવા વાળાએ આંખો બીડી અને બાવાની ફુઈ (માત્રાની મા) બહાર નીકળ્યાં : “ભોજા, કાળમખા, હવે તો તેં તારો કામો કરી લીધો છે. હવે તમે સૌ રસ્તે પડો, બાપ!” | |||
“ના ફુઈ, અમે કાઠી છીએ, માત્રાને અને બાવા વાળાને દેન પાડ્યા પહેલાં નહિ જઈએ.” | |||
“ખબરદાર, મારા બાવાના શબને કોઈ અડશો મા!” | |||
“તો આ લ્યો, આ અમે આઘા બેઠા.” | |||
મોરણીએથી ચારણોને બોલાવી બાવા વાળાના શરીરને દેન પાડ્યું. મારવા આવનારા પણ મસાણે જઈને આભડ્યા. | |||
એ રીતે અનેક નિર્દયતાનાં કૃત્યો કરીને, પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર, બાવા વાળાની છવ્વીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળિયું ઢાંકીને મરશિયા ગાયા : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits