સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 427: Line 427:
રામ વાળાનાં લગન આવ્યાં;  
રામ વાળાનાં લગન આવ્યાં;  
લગનિયાંનો ઠાઠ ગોઝારો, બોરિયો ગાળો,  
લગનિયાંનો ઠાઠ ગોઝારો, બોરિયો ગાળો,  
ક્યાં રોકાણો રામ વાળો!
::: ક્યાં રોકાણો રામ વાળો!
</poem>
</poem>
{{Poem2Open}}
બીજો આશરો નાનામોટા તાલુકદારોનો હતો. અનેક દ્રવ્યલાલચુઓ, અંગત અદાવતની તૃપ્તિ શોધનારાઓ, ને કેટલાક શુદ્ધ દિલે દિલસોજી ધરાવનારાઓ બહારવટિયાને સંઘરતા હતા.
{{Poem2Close}}
<center>'''ઇષ્ટદેવતાની પ્રતિષ્ઠા'''</center>
{{Poem2Open}}
બહારવટિયો એટલે — બેશક એની વિલક્ષણ રીતે — વ્રતધારી ને વહેમી : કોઈક દેવસ્થાનને આરાધે : લગભગ તમામ બહારવટિયા પોતાના ઇષ્ટદેવની પ્રતિષ્ઠા કરીને જ બહાર નીકળતા અને અમુક જાતની શારીરિક પવિત્રતાના લોપમાંથી એ ઇષ્ટદેવતાનો કોપ નીપજવાનું સમજતા. ભીમો જત રોજ સવાર-સાંજ જમિયલશા પીરની દરગાહ પર લોબાન પ્રગટાવી તસબી ફેરવી પોતાની તરવારને પણ ધૂપ દેતો. બાવો વાળો રોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વેળા, ઘીનો દીવો પેટાવીને સૂરજ સન્મુખ માળા ફેરવતો : ચાહે તેવે સ્થળે હોય, પાછળ શત્રુની ફોજ ચાલી આવતી હોય છતાં આ નિત્યનિયમ ન ચૂકે. કહેવાય છે કે એની પૂજાની જ્યોત આપોઆપ પ્રકટ થતી. પરંતુ આખરે જ્યારે એ બહારવટિયો પાપ ને અન્યાયમાં ડૂબી ગયો ત્યારે એનો કાળ આવ્યાની સાક્ષીરૂપે જિંદગીના છેલ્લા ત્રણ દિવસ સુધી એ ‘રેઢી જ્યોત’ પ્રગટ નહોતી થઈ. વાલો નામોરી પોતાની સાથે પીરનો કિનખાબી વાવટો ફેરવતો અને રામ વાળો કાઠીના પરમ તીર્થધામ સૂરજદેવનો પંજો રાખતો. વાઘેરો દ્વારિકાનાથના સેવકો હોઈ ‘જે રણછોડ!’ એ એમની રણહાક હતી; જોધા વાઘેરનો ભત્રીજો મૂળુ માણેક પણ એવો જ વહેમી અને વિચિત્ર પ્રકારનો પ્રભુભક્ત હતો. એણે તો માધવપુર લૂંટવાની મધરાતે જ, મંદિરના પૂજારીને પકડી મંગાવી, મંદિર ઉઘડાવી, માધવરાયની પ્રતિમાને બાઝી પડી ચોધાર આંસુડે રુદન કર્યું હતું. અને મોવર સંધવાણી સરખા ચોરને પણ ‘કોઠાવાળો પીર’ સ્વપ્ને આવી સંદેશા દેતો હોવાની માન્યતા હતી. પ્રાચીન બહારવટિયા જેસા-વેજા તો ઘોડાને બદલે દેવી માતાએ આપેલાં બે ધોળાં રોઝ પર સવારી કરી વિષમ નદીઓ ઠેકી જતા હોવાનું બોલાય છે. બહારવટિયા એટલે શુકન-અપશુકનના મોટા વહેમી : જૂના કાળમાં સંગાથે અક્કેક શુકનાવળી રાખે : ગધેડાનું ભૂંકણ, ભૈરવ પક્ષીની બોલી, સામે પવને ધજાનું ઊડવું વગેરે ચિહ્નોમાંથી આ શુકન જોનારા શુભાશુભ પરિણામ ઉકેલતા. ગામ ભાંગતાં પહેલાં કોઈ બહારવટિયો સીમાડે સૂઈને અમુક સ્ફુરણા અનુભવતો તેને ઇષ્ટદેવની અનુમતિ સમજી લેતો, તો કોઈ રામ વાળા જેવો પોતાની ટોળીની સંખ્યા-ગણતી કરીને નવ જણને બદલે દસ દેખાય તો ‘દસમો સૂરજ ભેરે છે’ એમ ગણી ચાલતો. સંખ્યા ન વધે તો પાછો વળી જતો. ઇષ્ટદેવની આરાધનામાં બેશક આત્મરક્ષાનો જ આશય ઊભો હતો.
{{Poem2Close}}
<center>'''દેહદમન'''</center>
{{Poem2Open}}
આવી રીતે દેવદેવીઓની સહાય મેળવવી એટલે પવિત્રતાનાં, દેહદમનનાં, એવાં બિરદોનું પણ પાલન કરવું. ઘણીવાર તો એ પાલન અજબ બની જતું. એક બાજુ મનુષ્યનો સંહાર, અને બીજી બાજુ નાનાં જંતુની પણ જીવનરક્ષા! જેસો-વેજો તો પોતાના અંગ પરની જૂ પણ ન નાખી દેતાં ડગલામાં જ સાચવી જિવાડતા. કહેવાય છે કે એ ડગલાઓમાં એટલી તો જૂઓ ખદબદતી કે પોતે બાન પકડેલા માણસ પાસેથી પૈસા કઢાવવા માટે તેઓ તેને એ ડગલા પહેરાવી જૂઓના ચટકાથી તોબાહ પોકારાવતા. છતાં એટલી બધી જૂઓ એ જોગી જેવા ભાઈઓ કાયમ પોતાના શરીર પર ધારણ કરી રહેતા, એટલું જ બસ નથી. એમના કાકા ગંગદાસને તો પીઠ પર પાઠું પડેલું : પાઠામાં કીડા ખદબદતા, એ પાઠામાં ગંગદાસજી લોટનો પિંડો ભરીને કીડાને એ ખવરાવી જિવાડતા. કીડા નીચે પડી જાય તો ઉપાડી પાછા પાઠામાં નાખતા.
{{Poem2Close}}
26,604

edits

Navigation menu