ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/પદભ્રષ્ટ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Poem2Open}} લાભશંકર ખૂબ થાકી ગયા હતા. આમ ને આમ પોતે ક્યારના ઊભા હતા તેની પણ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''પદભ્રષ્ટ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
લાભશંકર ખૂબ થાકી ગયા હતા. આમ ને આમ પોતે ક્યારના ઊભા હતા તેની પણ સુધ નહોતી. એમણે આંખ આગળ હાથનું નેજું કરીને આજુબાજુમાં નજર કરી. થોડેક જ છેટે ખુરશી દેખાઈ. ખુરશી પાસે જ હોવા છતાં પોતે અત્યાર સુધી કેમ ઊભા રહ્યા હશે! એમણે ખુરશી તરફ ફરી એક વાર જોયું ને ખાતરી કરી લીધી કે એ ખરેખર ત્યાં છે તો ખરી ને! આજુબાજુના પડછાયાઓ વચ્ચેની એની આકૃતિને ઉપસાવવામાં આંખને જહેમત પડતી હતી ખરી, પણ તેથી કાંઈ એ ખુરશી છે જ નહીં એમ થોડું જ કહી દેવાય? એઓ ખુરશી તરફ આગળ વધ્યા. હવે તો ખુરશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. કેટલાંય વર્ષથી એ ખુરશી પર પોતે બેસતા આવ્યા છે! પરણ્યા પછીને બીજે જ વર્ષે એમનાં વહુ પાર્વતીના ખાસ આગ્રહથી આ ખુરશી એમને ખરીદવી પડેલી. ગાદીતકિયો છોડીને ખુરશીટેબલ સ્વીકાર્યાં. આથી જાણે એમનો દરજ્જો ઊંચો આવ્યો. સાંજે કચેરીએથી પોતે પાછા ફરે ત્યારે આખા દિવસના થાક્યાપાક્યા એ ખુરશી પર ફસડાઈ પડે, ને ત્યારે જ પાર્વતી પાછળથી આવીને બે હાથની માળા પહેરાવીને એના ઉષ્ણ ઉચ્છ્‌વાસથી લોહીમાં અજાણી ચંચળતાનો સંચાર કરી દે; એમના હોઠ પર ગુલાબની પાંખડીના જેટલો હળવો દાબ વરતાય, હોઠ પરની ભીનાશને પોતાના જ ઉત્તપ્ત ઉચ્છ્‌વાસથી ઊડી જતી અટકાવવાની એમને ઇચ્છા થઈ આવે ને સાંજના ઓસરતા અજવાળામાં માયાવિનીની જેમ ફરતી પોતાની પત્નીની આકૃતિની પાછળ એમનું મન રઝળતું થઈ જાય…..

18,450

edits

Navigation menu