ગુજરાતી એકાંકીસંપદા/ઇન્ડિયા લૉજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
(મંચ પર કાટખૂણે લૉજની બહારના હૉલનો સેટ ગોઠવ્યો છે. જેમાં સોફા અને રિસેપ્શન કાઉન્ટર જેવી જગ્યા છે. એક તરફની ખુલ્લી જગ્યા ફળિયા માટે છે, જ્યાં જરૂર પડ્યે તુલસીક્યારો મૂકી ફળિયું બનાવી શકાય અને જરૂર ન હોય ત્યારે એ સ્થળ લૉજના હૉલનો ભાગ બની શકે. પ્રકાશ થાય છે. આર્ય સોફા પર બેસીને સિગરેટ પી રહ્યો છે અને જૉય પ્રવેશે છે.)
(મંચ પર કાટખૂણે લૉજની બહારના હૉલનો સેટ ગોઠવ્યો છે. જેમાં સોફા અને રિસેપ્શન કાઉન્ટર જેવી જગ્યા છે. એક તરફની ખુલ્લી જગ્યા ફળિયા માટે છે, જ્યાં જરૂર પડ્યે તુલસીક્યારો મૂકી ફળિયું બનાવી શકાય અને જરૂર ન હોય ત્યારે એ સ્થળ લૉજના હૉલનો ભાગ બની શકે. પ્રકાશ થાય છે. આર્ય સોફા પર બેસીને સિગરેટ પી રહ્યો છે અને જૉય પ્રવેશે છે.)
*
*
{{ps |આર્ય: | કેમ જૉય? તું તો આખી બપોર સૂવાનો હતો ને?
{{ps |આર્ય: | કેમ જૉય? તું તો આખી બપોર સૂવાનો હતો ને?}}
{{ps |જૉય: | આર્ય, આ ઇન્ડિયા લૉજમાં અને ખડ્ડુસ સરુબહેનના રાજમાં કોઈ બપોરે ઊંઘી શકે ખરું? ચકલાં અને કબૂતર ક્યાં ઊંઘવા દે છે?
{{ps |જૉય: | આર્ય, આ ઇન્ડિયા લૉજમાં અને ખડ્ડુસ સરુબહેનના રાજમાં કોઈ બપોરે ઊંઘી શકે ખરું? ચકલાં અને કબૂતર ક્યાં ઊંઘવા દે છે?}}
{{ps |આર્ય: | ગઈ દિવાળી પર મને એમ હતું કે સાફ-સૂફીમાં સરુબહેનને ખબર ન પડે એમ બધા રૂમમાંથી ચકલાં અને કબૂતરના માળા હટાવી દઈશું.
{{ps |આર્ય: | ગઈ દિવાળી પર મને એમ હતું કે સાફ-સૂફીમાં સરુબહેનને ખબર ન પડે એમ બધા રૂમમાંથી ચકલાં અને કબૂતરના માળા હટાવી દઈશું.}}
{{ps |જૉય: | પણ એમણે તો રંગનારાઓને કડક સૂચના આપી, માળા છે એટલી જગ્યા છોડી દેજો. એક પણ માળો હટ્યો કે ઈંડું ફૂટ્યું તો મજૂરીના પૈસા નહીં દઉં.
{{ps |જૉય: | પણ એમણે તો રંગનારાઓને કડક સૂચના આપી, માળા છે એટલી જગ્યા છોડી દેજો. એક પણ માળો હટ્યો કે ઈંડું ફૂટ્યું તો મજૂરીના પૈસા નહીં દઉં.}}
(સરસ્વતી અને ભીખુ, {{ps |સાહિલ:| નામના મુસ્લિમ યુવાન સાથે પ્રવેશે છે. આ યુવાનની વેશભૂષા બાકીનાથી થોડી અલગ છે.)
(સરસ્વતી અને ભીખુ, {{ps |સાહિલ:| નામના મુસ્લિમ યુવાન સાથે પ્રવેશે છે. આ યુવાનની વેશભૂષા બાકીનાથી થોડી અલગ છે.)
{{ps |સરુ: | ભીખુભાઈ, આ {{ps |સાહિલ:|ને આર્યની બાજુવાળો પલંગ આપો.
{{ps |સરુ: | ભીખુભાઈ, આ {{ps |સાહિલ:|ને આર્યની બાજુવાળો પલંગ આપો.}}
{{ps |આર્ય: | તમે મને તો પૂછો, સરુબહેન.
{{ps |આર્ય: | તમે મને તો પૂછો, સરુબહેન.}}
{{ps |સરુ: | શું પૂછું?
{{ps |સરુ: | શું પૂછું?}}
{{ps |આર્ય: | કે મને એની સાથે ફાવશે કે નહીં?
{{ps |આર્ય: | કે મને એની સાથે ફાવશે કે નહીં?}}
{{ps |સરુ: | માણસને માણસ સાથે ન ફાવે તે કેવી વાત કહેવાય!
{{ps |સરુ: | માણસને માણસ સાથે ન ફાવે તે કેવી વાત કહેવાય!}}
{{ps |આર્ય: | એ રૂમમાં જૉય તો છે જ, ગિટાર વગાડીને મારું માથું પકવે છે. હવે આ બિરાદર આવ્યા, મારી શાંતિનું શું?
{{ps |આર્ય: | એ રૂમમાં જૉય તો છે જ, ગિટાર વગાડીને મારું માથું પકવે છે. હવે આ બિરાદર આવ્યા, મારી શાંતિનું શું?}}
{{ps |સરુ: | બીજાની સંગીત જેવી પ્રવૃત્તિથી જો તમારી શાંતિનો ભંગ થતો હોય તો એને શાંતિ ન કહેવાય. ભીખુભાઈ આ નવા છોકરાને ઇન્ડિયા લૉજના નિયમો સમજાવી દેજો.
{{ps |સરુ: | બીજાની સંગીત જેવી પ્રવૃત્તિથી જો તમારી શાંતિનો ભંગ થતો હોય તો એને શાંતિ ન કહેવાય. ભીખુભાઈ આ નવા છોકરાને ઇન્ડિયા લૉજના નિયમો સમજાવી દેજો.}}
(સરસ્વતી જાય છે.)
(સરસ્વતી જાય છે.)
{{ps |ભીખુ: | ({{ps |સાહિલ:|ને) જુઓ ભાઈ, લૉજિંગ-બોર્ડિંગ ચાર્જની તો તમને ખબર હશે?
{{ps |ભીખુ: | ({{ps |સાહિલ:|ને) જુઓ ભાઈ, લૉજિંગ-બોર્ડિંગ ચાર્જની તો તમને ખબર હશે?}}
{{ps |સાહિલ:|: માલૂમ છે.
{{ps |સાહિલ:|: માલૂમ છે.}}
{{ps |ભીખુ: | પણ એ આપવાના હોય છે.
{{ps |ભીખુ: | પણ એ આપવાના હોય છે.}}
{{ps |સાહિલ:|: અહીં સવલત કેવી છે?
{{ps |સાહિલ:|: અહીં સવલત કેવી છે?}}
{{ps |ભીખુ: | કૉમન.
{{ps |ભીખુ: | કૉમન.}}
{{ps |સાહિલ:|: ખાવા-પીવાનું?
{{ps |સાહિલ:|: ખાવા-પીવાનું?}}
{{ps |ભીખુ: | મોટે ભાગે તો મળશે જ.
{{ps |ભીખુ: | મોટે ભાગે તો મળશે જ.}}
{{ps |આર્ય: | ક્યારેક ઉપવાસ, એકટાણાં પણ થાય.
{{ps |આર્ય: | ક્યારેક ઉપવાસ, એકટાણાં પણ થાય.}}
{{ps |સાહિલ:|: હું મુસલમાન છું.
{{ps |સાહિલ:|: હું મુસલમાન છું.}}
{{ps |ભીખુ: | તો એવું થાય ત્યારે રોજા માની લેજો!
{{ps |ભીખુ: | તો એવું થાય ત્યારે રોજા માની લેજો!}}
{{ps |સાહિલ:|: પણ લૉજમાં એવું કેવી રીતે થાય?
{{ps |સાહિલ:|: પણ લૉજમાં એવું કેવી રીતે થાય?}}
{{ps |ભીખુ: | મોદીનું બિલ લાંબું થઈ ગયું હોય ત્યારે ક્યારેક એ અનાજ-કરિયાણું આપવાની ના પણ પાડે.
{{ps |ભીખુ: | મોદીનું બિલ લાંબું થઈ ગયું હોય ત્યારે ક્યારેક એ અનાજ-કરિયાણું આપવાની ના પણ પાડે.}}
{{ps |જૉય: | હવે એ ન પૂછતા કે મોદીનું બિલ કેમ લાંબું થાય છે.
{{ps |જૉય: | હવે એ ન પૂછતા કે મોદીનું બિલ કેમ લાંબું થાય છે.}}
{{ps |ભીખુ: | એનું કારણ અહીંનાં રહીશો છે.
{{ps |ભીખુ: | એનું કારણ અહીંનાં રહીશો છે.}}
{{ps |જૉય: | ભીખુકાકા, શરમાવ છો શું કામ? કહી દો ને કે જૉય અને આર્ય ત્રણ વર્ષથી રહે છે પણ હજુ સુધી ત્રણ મહિનાનાય પૈસા નથી આપ્યા અને આવા તો ઘણાય છે.
{{ps |જૉય: | ભીખુકાકા, શરમાવ છો શું કામ? કહી દો ને કે જૉય અને આર્ય ત્રણ વર્ષથી રહે છે પણ હજુ સુધી ત્રણ મહિનાનાય પૈસા નથી આપ્યા અને આવા તો ઘણાય છે.}}
{{ps |સાહિલ:|: પેલાં બહેન બહુ કડક લાગે છે.
{{ps |સાહિલ:|: પેલાં બહેન બહુ કડક લાગે છે.}}
{{ps |જૉય: | સરુબહેન! નાળિયેર છે નાળિયેર!
{{ps |જૉય: | સરુબહેન! નાળિયેર છે નાળિયેર!}}
{{ps |ભીખુ: | જૉયભાઈ, એને શું કામ વટલાવો છો?
{{ps |ભીખુ: | જૉયભાઈ, એને શું કામ વટલાવો છો?}}
{{ps |જૉય: | ઇન્ડિયા લૉજમાં રહેવાની ટ્રેનિંગ આપું છું.
{{ps |જૉય: | ઇન્ડિયા લૉજમાં રહેવાની ટ્રેનિંગ આપું છું.}}
{{ps |ભીખુ: | આપો ત્યારે (ભીખુ જાય છે.)
{{ps |ભીખુ: | આપો ત્યારે (ભીખુ જાય છે.)}}
{{ps |આર્ય: | જો ભાઈ, આપણે હળીમળીને ભક્તિ ચલાવવાની છે.
{{ps |આર્ય: | જો ભાઈ, આપણે હળીમળીને ભક્તિ ચલાવવાની છે.}}
{{ps |સાહિલ:|: એટલે?
{{ps |સાહિલ:|: એટલે?}}
{{ps |જૉય: | શરૂશરૂમાં તું રહેવા-જમવાના પૈસા નહીં આપે ને એટલે સરુબહેન ખખડાવશે.
{{ps |જૉય: | શરૂશરૂમાં તું રહેવા-જમવાના પૈસા નહીં આપે ને એટલે સરુબહેન ખખડાવશે.}}
{{ps |આર્ય: | બહાર કાઢી મૂકશે.
{{ps |આર્ય: | બહાર કાઢી મૂકશે.}}
{{ps |જૉય: | ભીખુકાકાને રાત્રે પણ તારા માટે બારણું નહીં ખોલવાનો હુકમ આપશે.
{{ps |જૉય: | ભીખુકાકાને રાત્રે પણ તારા માટે બારણું નહીં ખોલવાનો હુકમ આપશે.}}
{{ps |સાહિલ:|: પછી ભીખુકાકા બારણું ખોલશે?
{{ps |સાહિલ:|: પછી ભીખુકાકા બારણું ખોલશે?}}
{{ps |આર્ય: | સરુબહેનના હુકમનો ભંગ માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે, ખુદ સરુબહેન.
{{ps |આર્ય: | સરુબહેનના હુકમનો ભંગ માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે, ખુદ સરુબહેન.}}
{{ps |જૉય: | રાતે તને બહાર કાઢી મૂક્યા પછી એમને ઊંઘ નહીં આવે, અમે બધા ઊંઘી ગયા છીએ એની ખાતરી કર્યા પછી એ પોતે જ બારણું ખોલી તને અંદર લેશે, જમાડશે, વઢશે, પૈસા આપવા તાકીદ કરશે.
{{ps |જૉય: | રાતે તને બહાર કાઢી મૂક્યા પછી એમને ઊંઘ નહીં આવે, અમે બધા ઊંઘી ગયા છીએ એની ખાતરી કર્યા પછી એ પોતે જ બારણું ખોલી તને અંદર લેશે, જમાડશે, વઢશે, પૈસા આપવા તાકીદ કરશે.}}
{{ps |સાહિલ:|: ઘણી નેકદિલ ઔરત છે, આર્યભાઈ. અહીં નમાજ તો પઢી શકાશે ને?
{{ps |સાહિલ:|: ઘણી નેકદિલ ઔરત છે, આર્યભાઈ. અહીં નમાજ તો પઢી શકાશે ને?}}
{{ps |આર્ય: | લૉજના ઍન્ટ્રન્સમાં એક બોર્ડ છે એ તેં નથી વાંચ્યું? એમાં લખ્યું છે, ‘આ મનોરંજન સ્થળમાં કોઈ પણ પ્રકારના ધર્મ કે જાતિના ભેદભાવ નથી રાખવામાં આવતા.’ પણ એક વાતનું ધ્યાન રાખજે.
{{ps |આર્ય: | લૉજના ઍન્ટ્રન્સમાં એક બોર્ડ છે એ તેં નથી વાંચ્યું? એમાં લખ્યું છે, ‘આ મનોરંજન સ્થળમાં કોઈ પણ પ્રકારના ધર્મ કે જાતિના ભેદભાવ નથી રાખવામાં આવતા.’ પણ એક વાતનું ધ્યાન રાખજે.}}
{{ps |સાહિલ:|: શેનું?
{{ps |સાહિલ:|: શેનું?}}
{{ps |જૉય: | ચકલાંનું!
{{ps |જૉય: | ચકલાંનું!}}
(પ્રકાશ લૉજના સેટ પરથી લુપ્ત થાય છે, ફળિયાના સેટ પર પ્રકાશ, સરુ ચણ નાખી રહી છે, પંખી ચણી રહ્યાં છે. ધ્વનિ તથા પ્લાસ્ટિક-કપડાનાં પંખી મૂકી દૃશ્ય સર્જી શકાય.)
(પ્રકાશ લૉજના સેટ પરથી લુપ્ત થાય છે, ફળિયાના સેટ પર પ્રકાશ, સરુ ચણ નાખી રહી છે, પંખી ચણી રહ્યાં છે. ધ્વનિ તથા પ્લાસ્ટિક-કપડાનાં પંખી મૂકી દૃશ્ય સર્જી શકાય.)
{{ps |ભીખુ: | (જરા મોટા સ્વરે) સરુબહેન, હવે તો…
{{ps |ભીખુ: | (જરા મોટા સ્વરે) સરુબહેન, હવે તો…}}
{{ps |સરુ: | શીઅઅશ… શાંતિ રાખો, ધીમે બોલો, પંખી ડરી જશે.
{{ps |સરુ: | શીઅઅશ… શાંતિ રાખો, ધીમે બોલો, પંખી ડરી જશે.}}
{{ps |ભીખુ: | તમારા માટે આ પંખી જ સર્વસ્વ છે?
{{ps |ભીખુ: | તમારા માટે આ પંખી જ સર્વસ્વ છે?}}
{{ps |સરુ: | હા, શાંતિથી વધીને કાંઈ જ નથી, શાંતિ વિનાનું તો સ્વર્ગ પણ વ્યર્થ છે, આ પંખીના કલરવમાં મુક્ત-નિર્ભય શાંતિ છે.
{{ps |સરુ: | હા, શાંતિથી વધીને કાંઈ જ નથી, શાંતિ વિનાનું તો સ્વર્ગ પણ વ્યર્થ છે, આ પંખીના કલરવમાં મુક્ત-નિર્ભય શાંતિ છે.}}
{{ps |ભીખુ: | પણ ઇન્ડિયા લૉજની હાલત તો જુઓ!
{{ps |ભીખુ: | પણ ઇન્ડિયા લૉજની હાલત તો જુઓ!}}
{{ps |સરુ: | કેમ? ઇન્ડિયા લૉજને શું થયું છે?
{{ps |સરુ: | કેમ? ઇન્ડિયા લૉજને શું થયું છે?}}
{{ps |ભીખુ: | ઇન્ડિયા લૉજની આખી ઇમારત જર્જરિત થઈ ગઈ છે, લૉજની ઈંટેઈંટ અને તમારું રોમે-રોમ દેવામાં ડૂબ્યું છે. એમાં વર્ષોથી પાછો નાનાભાઈ સાથે કોર્ટમાં કજિયો ચાલે છે, એમણે જુદા થયા પછી પણ ભાઈનું નહીં દુશ્મનનું જ કામ કર્યું છે.
{{ps |ભીખુ: | ઇન્ડિયા લૉજની આખી ઇમારત જર્જરિત થઈ ગઈ છે, લૉજની ઈંટેઈંટ અને તમારું રોમે-રોમ દેવામાં ડૂબ્યું છે. એમાં વર્ષોથી પાછો નાનાભાઈ સાથે કોર્ટમાં કજિયો ચાલે છે, એમણે જુદા થયા પછી પણ ભાઈનું નહીં દુશ્મનનું જ કામ કર્યું છે.}}
{{ps |સરુ: | બાજુમાં રહેતો સગો ભાઈ જ આપણો દુશ્મન હોય એથી રૂડું શું?
{{ps |સરુ: | બાજુમાં રહેતો સગો ભાઈ જ આપણો દુશ્મન હોય એથી રૂડું શું?}}
{{ps |ભીખુ: | વાતને હસવામાં હળવાશથી ટાળો નહીં, મોહનબાપાએ એમને અડધો ભાગ આપીને ભારે ભૂલ કરી છે!
{{ps |ભીખુ: | વાતને હસવામાં હળવાશથી ટાળો નહીં, મોહનબાપાએ એમને અડધો ભાગ આપીને ભારે ભૂલ કરી છે!}}
{{ps |સરુ: | ભૂલ બાપુજીએ નથી કરી, એમને સમજવામાં આપણે કરી છે.
{{ps |સરુ: | ભૂલ બાપુજીએ નથી કરી, એમને સમજવામાં આપણે કરી છે.}}
{{ps |ભીખુ: | મને મજિયારો વહેંચાયો એ દિવસ બરાબર યાદ છે.
{{ps |ભીખુ: | મને મજિયારો વહેંચાયો એ દિવસ બરાબર યાદ છે.}}
(પ્રકાશ લુપ્ત થઈ લૉજના સેટ પર. હોહાનો ધ્વનિ, સુટમાં નાનાભાઈ આંટા મારી રહ્યા છે. મોહનબાપા શાંતિથી બેઠા છે. એક વકીલ અને ભીખુ પણ ત્યાં છે.)
(પ્રકાશ લુપ્ત થઈ લૉજના સેટ પર. હોહાનો ધ્વનિ, સુટમાં નાનાભાઈ આંટા મારી રહ્યા છે. મોહનબાપા શાંતિથી બેઠા છે. એક વકીલ અને ભીખુ પણ ત્યાં છે.)
{{ps |મોહનબાપા: | નાનાલાલ, મારા ભાઈ, ફરી વિચાર કર.
{{ps |મોહનબાપા: | નાનાલાલ, મારા ભાઈ, ફરી વિચાર કર.}}
{{ps |નાનાભાઈ: | મેં વિચાર કરી લીધો છે, મોટાભાઈ. વી ડોન્ટ વૉન્ટ ટૂ લીવ વિથ યૂ!
{{ps |નાનાભાઈ: | મેં વિચાર કરી લીધો છે, મોટાભાઈ. વી ડોન્ટ વૉન્ટ ટૂ લીવ વિથ યૂ!}}
{{ps |મોહનબાપા: | જુદા થયા પછી પણ તું અમારાથી જુદો થઈ શકીશ? નાનાલાલ, મારા ભાઈ, એવું હોય તો આ ઇન્ડિયા લૉજનો વહીવટ તારા હાથમાં મૂકી દઉં! તું ચલાવ આનો વહીવટ. પણ જુદા થવાનું માંડી વાળ, અરે દુનિયા આખીને ઈર્ષા થાય એટલી સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા છે આપણી પાસે, અને ભાગ તો સમૃદ્ધિના પડશે, લાગણીના થોડા પડવાના છે?
{{ps |મોહનબાપા: | જુદા થયા પછી પણ તું અમારાથી જુદો થઈ શકીશ? નાનાલાલ, મારા ભાઈ, એવું હોય તો આ ઇન્ડિયા લૉજનો વહીવટ તારા હાથમાં મૂકી દઉં! તું ચલાવ આનો વહીવટ. પણ જુદા થવાનું માંડી વાળ, અરે દુનિયા આખીને ઈર્ષા થાય એટલી સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા છે આપણી પાસે, અને ભાગ તો સમૃદ્ધિના પડશે, લાગણીના થોડા પડવાના છે?}}
{{ps |નાનાભાઈ: | આપણી વચ્ચે લાગણી છે એવા ભ્રમમાં હું અને મારાં સંતાનો નથી રહેવા માગતાં. તમે રોજ રોજના ઝઘડા નથી જોતા? તમારા દીકરાઓ મારી ઔલાદને ધિક્કારે છે, એમને હીન ગણે છે, એમની હાંસી ઉડાવે છે, એમને મારે છે અને તમે લાગણીની વાત કરો છો? સુક્કી નદીની રેતમાં દોડતાં ઝાંઝવાં જેવી છે આ લાગણી!
{{ps |નાનાભાઈ: | આપણી વચ્ચે લાગણી છે એવા ભ્રમમાં હું અને મારાં સંતાનો નથી રહેવા માગતાં. તમે રોજ રોજના ઝઘડા નથી જોતા? તમારા દીકરાઓ મારી ઔલાદને ધિક્કારે છે, એમને હીન ગણે છે, એમની હાંસી ઉડાવે છે, એમને મારે છે અને તમે લાગણીની વાત કરો છો? સુક્કી નદીની રેતમાં દોડતાં ઝાંઝવાં જેવી છે આ લાગણી!}}
{{ps |મોહનબાપા: | આ નદીની રેતમાં દોડતાં ઝાંઝવાં ફરી પાણીનો પ્રવાહ બની શકે છે.
{{ps |મોહનબાપા: | આ નદીની રેતમાં દોડતાં ઝાંઝવાં ફરી પાણીનો પ્રવાહ બની શકે છે.}}
{{ps |નાનાભાઈ: | એ નદીનાં તળ મરી ગયાં છે, પ્રવાહની દિશા પલટાઈ ગઈ છે.
{{ps |નાનાભાઈ: | એ નદીનાં તળ મરી ગયાં છે, પ્રવાહની દિશા પલટાઈ ગઈ છે.}}
{{ps |ભીખુ: | આ બોલતાં તમને શરમેય નથી આવતી?
{{ps |ભીખુ: | આ બોલતાં તમને શરમેય નથી આવતી?}}
{{ps |નાનાભાઈ: | ભાગ માગવામાં કે હક માગવામાં શેની શરમ?
{{ps |નાનાભાઈ: | ભાગ માગવામાં કે હક માગવામાં શેની શરમ?}}
{{ps |ભીખુ: | કયા ભાગ ને હકની વાત કરો છો નાનાભાઈ? અને તમે ક્યાં અમારા સગા ભાઈ હતા કે…
{{ps |ભીખુ: | કયા ભાગ ને હકની વાત કરો છો નાનાભાઈ? અને તમે ક્યાં અમારા સગા ભાઈ હતા કે…}}
{{ps |મોહનબાપા: | ચૂપ થઈ જા, ભીખુ…
{{ps |મોહનબાપા: | ચૂપ થઈ જા, ભીખુ…}}
{{ps |નાનાભાઈ: | જે તમારામાં અને તમારાં સંતાનોમાં ધરબાયેલું છે તે ભીખુની જીભ પર આવી ગયું. અમે ક્યાં તમારા સગા ભાઈ હતા, ઓરમાન છીએ ઓરમાન, અને તમે આખા કુટુંબમાં ફક્ત અમને જ ઓરમાન ગણ્યા, બાકી બધાને દૂધમાં સાકરની જેમ ભેળવ્યા પણ અમને? અમને કાંકરા ગણી હંમેશા દૂર રાખ્યા.
{{ps |નાનાભાઈ: | જે તમારામાં અને તમારાં સંતાનોમાં ધરબાયેલું છે તે ભીખુની જીભ પર આવી ગયું. અમે ક્યાં તમારા સગા ભાઈ હતા, ઓરમાન છીએ ઓરમાન, અને તમે આખા કુટુંબમાં ફક્ત અમને જ ઓરમાન ગણ્યા, બાકી બધાને દૂધમાં સાકરની જેમ ભેળવ્યા પણ અમને? અમને કાંકરા ગણી હંમેશા દૂર રાખ્યા.}}
{{ps |ભીખુ: | તમે કાંકરા જ હતા, એટલે જ તો ભાગ માગીને જુદા થવાની વાત કરો છો.
{{ps |ભીખુ: | તમે કાંકરા જ હતા, એટલે જ તો ભાગ માગીને જુદા થવાની વાત કરો છો.}}
{{ps |નાનાભાઈ: | આ ભાગ મફતમાં કે ખેરાતમાં નથી માગતા, આ ઇન્ડિયા લૉજમાં અમે અમારો ખૂન-પસીનો વહાવ્યો છે, અમારે અમારી રીતે જીવવું છે, મુક્ત થવું છે. કાયમ માટેના ટંટાફિસાદનો અંત આણવો છે.
{{ps |નાનાભાઈ: | આ ભાગ મફતમાં કે ખેરાતમાં નથી માગતા, આ ઇન્ડિયા લૉજમાં અમે અમારો ખૂન-પસીનો વહાવ્યો છે, અમારે અમારી રીતે જીવવું છે, મુક્ત થવું છે. કાયમ માટેના ટંટાફિસાદનો અંત આણવો છે.}}
{{ps |ભીખુ: | ટંટાફિસાદનો અંત તો યુદ્ધના મેદાનમાં જ આવે.
{{ps |ભીખુ: | ટંટાફિસાદનો અંત તો યુદ્ધના મેદાનમાં જ આવે.}}
{{ps |નાનાભાઈ: | અમે એ માટેય તૈયાર છીએ!
{{ps |નાનાભાઈ: | અમે એ માટેય તૈયાર છીએ!}}
{{ps |મોહનબાપા: | પણ હું તૈયાર નથી. કુરુક્ષેત્ર ફરી શા માટે કરવું? એમાં શું પામ્યા હતા? બન્ને પક્ષે માત્ર ખુવારી જ થઈ હતી, ને જે આપણે બેય જણાએ ખૂનપસીનો વહાવી ઊભું કર્યું છે એને એકમેકનાં લોહીથી શું કામ ખરડાવા દેવું, નાનાભાઈ, હું તને ભાગ આપી જુદો કરવા રાજી છું.
{{ps |મોહનબાપા: | પણ હું તૈયાર નથી. કુરુક્ષેત્ર ફરી શા માટે કરવું? એમાં શું પામ્યા હતા? બન્ને પક્ષે માત્ર ખુવારી જ થઈ હતી, ને જે આપણે બેય જણાએ ખૂનપસીનો વહાવી ઊભું કર્યું છે એને એકમેકનાં લોહીથી શું કામ ખરડાવા દેવું, નાનાભાઈ, હું તને ભાગ આપી જુદો કરવા રાજી છું.}}
{{ps |ભીખુ: | પણ અમે રાજી નથી મોહનબાપા, તમારા કે મારા દીકરાને આ ફેંસલો મંજૂર નહીં હોય.
{{ps |ભીખુ: | પણ અમે રાજી નથી મોહનબાપા, તમારા કે મારા દીકરાને આ ફેંસલો મંજૂર નહીં હોય.}}
{{ps |મોહનબાપા: | મંજૂર તો મનેય નથી ભીખુ, પણ શું કરીશું? મારે લોહી વહેતું નથી જોવું અને કોઈને પરાણે ભેગા ન રાખી શકાય, નાનાલાલ. મજિયારો વહેંચવા હું તૈયાર છું, પણ મજિયારો તો પૈસાટકાનો વહેંચાશે, મજિયારાં હૈયાં, મજિયારી લાગણી, મજિયારાં સ્મરણ અને મજિયારાં સુખ-દુઃખ કેવી રીતે વહેંચીશું?
{{ps |મોહનબાપા: | મંજૂર તો મનેય નથી ભીખુ, પણ શું કરીશું? મારે લોહી વહેતું નથી જોવું અને કોઈને પરાણે ભેગા ન રાખી શકાય, નાનાલાલ. મજિયારો વહેંચવા હું તૈયાર છું, પણ મજિયારો તો પૈસાટકાનો વહેંચાશે, મજિયારાં હૈયાં, મજિયારી લાગણી, મજિયારાં સ્મરણ અને મજિયારાં સુખ-દુઃખ કેવી રીતે વહેંચીશું?}}
{{ps |ભીખુ: | બાપુજી, આપણા છોકરાઓ આ નહીં સ્વીકારે!
{{ps |ભીખુ: | બાપુજી, આપણા છોકરાઓ આ નહીં સ્વીકારે!}}
{{ps |મોહનબાપા: | મને કે કમને, આ સહુએ સ્વીકારવાનું છે, ન્યાય માટે, શાંતિ માટે. વકીલસાહેબ લાવો, હું સહી કરવા તૈયાર છું.
{{ps |મોહનબાપા: | મને કે કમને, આ સહુએ સ્વીકારવાનું છે, ન્યાય માટે, શાંતિ માટે. વકીલસાહેબ લાવો, હું સહી કરવા તૈયાર છું.}}
(મોહનબાપા સહી કરી કાગળો નાનાભાઈના હાથમાં આપે છે.)
(મોહનબાપા સહી કરી કાગળો નાનાભાઈના હાથમાં આપે છે.)
ભાઈ નાનાલાલ, જુદા થવાથી તમને શાંતિ વળવાની હોય તો એમ, પ્રેમભાવ રાખજો. મારી શુભેચ્છા તમારી સાથે છે. ભીખુ ચાલ ભાઈ, પંખીને ચણ નાખવાનો સમય થઈ ગયો.
ભાઈ નાનાલાલ, જુદા થવાથી તમને શાંતિ વળવાની હોય તો એમ, પ્રેમભાવ રાખજો. મારી શુભેચ્છા તમારી સાથે છે. ભીખુ ચાલ ભાઈ, પંખીને ચણ નાખવાનો સમય થઈ ગયો.
(મોહનબાપા બહારની તરફ જાય છે. નાનાભાઈના ચહેરા પર વિજયની ખુમારી છે. બહારથી બંદૂકના ત્રણ ધડાકા સંભળાય છે. વૃક્ષ પરથી ડરીને ઊડી જતાં પંખીનો ધ્વનિ. પ્રકાશ લુપ્ત થાય છે, ફળિયામાં સરસ્વતી અને ભીખુ ઊભાં છે.)
(મોહનબાપા બહારની તરફ જાય છે. નાનાભાઈના ચહેરા પર વિજયની ખુમારી છે. બહારથી બંદૂકના ત્રણ ધડાકા સંભળાય છે. વૃક્ષ પરથી ડરીને ઊડી જતાં પંખીનો ધ્વનિ. પ્રકાશ લુપ્ત થાય છે, ફળિયામાં સરસ્વતી અને ભીખુ ઊભાં છે.)
{{ps |સરુ: | એક દીકરાને હાથે જ બાપની હત્યા થઈ.
{{ps |સરુ: | એક દીકરાને હાથે જ બાપની હત્યા થઈ.}}
{{ps |ભીખુ: | હુંય ક્યાં ઇતિહાસ ઉખેળી બેઠો.
{{ps |ભીખુ: | હુંય ક્યાં ઇતિહાસ ઉખેળી બેઠો.}}
{{ps |સરુ: | કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું.
{{ps |સરુ: | કેટલાક ઇતિહાસ કાગળ પર નહીં, આપણા મન પર જ લોહી અને આંસુથી લખાતા હોય છે, પણ એમાંથી શીખવાનું હોય છે, અને તે એ કે ઇતિહાસનું ક્યારેય પુનરાવર્તન ન થાય. (ભાવ બદલતાં) ભીખુભાઈ, દિવાળી આવે છે, આખી ઇન્ડિયા લૉજને શણગારજો, રંગરોગાન કરાવજો, હાર્ડવેરવાળા ઠક્કરને કહેજોકે રંગારાઓની મજૂરી રોકડમાં ચૂકવીશું. રંગના પૈસા દિવાળી પછી આપીશું અને રસોઇયાને કહેજોકે હમણાં થોડા દિવસ મિષ્ટાન્ન અચૂક બનાવે, અને હા જ્યારે રંગારા રંગ કરવા આવે ને ત્યારે તમે સાથે રહેજો, જે જે રૂમમાં કબૂતર કે ચકલાંના માળા છે ત્યાંથી ભૂલથી પણ હટાવે નહીં, જો એકેય માળો હટશે કે ઈંડું ફૂટશેને તો એમને મજૂરીના પૈસા નહીં આપું.
{{ps |ભીખુ: | સરુબહેન, આ બધું કોના માટે?
{{ps |ભીખુ: | સરુબહેન, આ બધું કોના માટે?}}0
{{ps |સરુ: | ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે.
{{ps |સરુ: | ઇન્ડિયા લૉજ માટે, અહીં રહેતા લોકો માટે.
{{ps |ભીખુ: | પણ અહીં રહેતા લોકોને ક્યાં પરવાહ છે આ લૉજની? અરે રસ્તે જતાં માણસો ખોટા મહે વાટમાં આવતાં મંદિર-મસ્જિદ કે ચર્ચની સામે માથું નમાવે ને એટલીય દરકાર આ લોકોને ઇન્ડિયા લૉજ માટે નથી.
{{ps |ભીખુ: | પણ અહીં રહેતા લોકોને ક્યાં પરવાહ છે આ લૉજની? અરે રસ્તે જતાં માણસો ખોટા મહે વાટમાં આવતાં મંદિર-મસ્જિદ કે ચર્ચની સામે માથું નમાવે ને એટલીય દરકાર આ લોકોને ઇન્ડિયા લૉજ માટે નથી.
18,450

edits

Navigation menu