ગુજરાતી એકાંકીસંપદા/વૃક્ષ1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|વૃક્ષ}}<br>{{color|blue|દક્ષા ઠક્કર}}}} {{center block|title='''પાત્રો'''| '''અસ્થાજ...")
 
No edit summary
Line 12: Line 12:
'''રિપૉર્ટર – ૩૫ વર્ષ'''<br>
'''રિપૉર્ટર – ૩૫ વર્ષ'''<br>
}}
}}
(લગભગ ત્રણસો વર્ષ પછીની આ વાત છે. જંગલોનો નાશ થઈ ગયો છે. વૃક્ષોનું કોઈ જ અસ્તિત્વ રહ્યું નથી. લોકો કુદરતી હવાને બદલે ઑક્સિજન ઉપર જીવે છે. દરેક પાત્રના નાક ઉપર ઑક્સિજનની ટોટી લગાવેલી છે.)
<center>દૃશ્ય-૧</center>
{{ps
|સ્થળઃ
|તસ્તુંકાની ઝૂંપડી
}}
(ઝૂંપડીમાં જૂનો, તૂટેલો સામાન પડ્યો છે. તસ્તુંકાની પત્ની કલ્લી એક ફાટેલી ચાદર ઓઢીને જમીન પર સૂતેલી છે, કલ્લી બીમાર છે. તે આંખો બંધ રાખીને ઊંડા શ્વાસ લઈ રહી છે. આ દરમ્યાન તસ્તુંકા એના ચીંથરેહાલ કપડામાં કંઈ સંતાડતો અંદર આવે છે. ધીમેથી બારણું બંધ કરીને કલ્લી પાસે આવે છે.)
{{ps |તસ્તુંકાઃ | (ધીમે સ્વરે) કલ્લી…
{{ps |કલ્લીઃ | (આંખો બંધ રાખીને) પાણી લાવ્યો?
{{ps |તસ્તુંકાઃ | અસ્થાજી હમણાં લોટો ભરીને આપી જાય છે.
(કલ્લી આંખો ખોલીને તસ્તુંકા સામે જુએ છે.)
{{ps |તસ્તુંકાઃ | તું ચિંતા ન કર, સાંજે મજૂરીના પૈસા આવશે એમાંથી લીટર પાણી વધારે લઈને એમને આપી દઈશ.
(કલ્લી આંખો બંધ કરી દે છે.)
{{ps |તસ્તુંકાઃ | (એનાં કપડાંમાંથી છોડ કાઢીને) કલ્લી, જો તો આ…
(કલ્લી આંખો ખોલે છે. છોડ સામે જોઈ રહે છે.)
{{ps |કલ્લીઃ | (છોડ પર હાથ ફેરવતાં) સરસ છે.
{{ps |તસ્તુંકાઃ | આપણી ઝૂંપડીની પાછળ જમીનમાં ખૂંપેલું (અટકીને) ના… ના… ચોંટેલું કે એવું કંઈક હતું.
(કલ્લીની આંખો ચમકે છે તે છોડ હાથમાં લે છે.)
{{ps |તસ્તુંકાઃ | (કલ્લીને વિચારોમાં ખોવાયેલી જોઈને) લે, તું કંઈ પહોંચી ગઈ?
{{ps |કલ્લીઃ | તસ્તુંકા, આ કોઈ દેવ તો નહીં હોય ને?
(તસ્તુંકા એકદમ ચમકે છે. તે છોડ હાથમાં લઈને એક ક્ષણ એની સામે જોઈ રહે છે. તેના ચહેરા પર આનંદના ભાવ આવે છે.)
{{ps |તસ્તુંકાઃ | કલ્લી, મારા બાપા એવું કહેતા હતા કે જેણે કોઈ પાપ ના કર્યું હોય એને ઘેર દેવ પ્રસન્ન થાય.
{{ps |કલ્લીઃ | (એકદમ ખુશ થઈને બેઠા થવાનો પ્રયત્ન કરતાં) તો તસ્તુંકા, હવે આપણી… આપણી…
(તસ્તુંકા કલ્લીને બેઠી કરે છે.)
{{ps |તસ્તુંકાઃ | હા, હવે આપણી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. આ દેવ આપણને બધું જ આપશે. પાણી, કપડાં, દાળ-ભાત, શાક અને રોટલી – સાહેબના ઘેર એક વાર ખાધાં’તાં, પણ હજીયે એનો સ્વાદ મોંમાં રહી ગયો છે.
{{ps |કલ્લીઃ | તસ્તુંકા, મેં તો જિંદગીમાંય દાળભાત જોયાં નથી. તું એક વાર મને દેખાડ તો ખરો. હું જોઈનેય…
{{ps |તસ્તુંકાઃ | (કલ્લીને માથે હાથ ફેરવતાં) કલ્લી, હવે આપણને બધું જ મળશે. આ દેવ આપણને બહુ પૈસા આપશે. હું સાહેબની જોડે ભાગીદારીમાં ઑક્સિજનના બાટલાનો ધંધો કરીશ અને ખૂબ પૈસા કમાઈશ. તને પણ સાજીસમી કરી દઈશ અને પછી રોજ દાળ, ભાત અને…
(આ દરમ્યાન અસ્થાજી પાણીનો લોટો લઈને પ્રવેશે છે.)
{{ps |અસ્થાજીઃ | લે કલ્લી, આ પાણી. અલ્યા તસ્તુંકા, તું અહીંયાં બેસી રહ્યો છે ને ત્યાં તો લાઇનો લાંબી ને લાંબી થતી જાય છે.
(તસ્તુંકા સ્વપ્નામાં ખોવાયેલો છે.)
{{ps |કલ્લીઃ | શાની લાઇનો?
{{ps |અસ્થાજીઃ | ઑક્સિજનના બાટલાની…! આજનો દિવસ જ રેશનિંગમાં મળવાના છે.
{{ps |તસ્તુંકાઃ | (એના વિચારોમાં) મારે હવે ઑક્સિજનના બાટલાની જરૂર નથી.
{{ps |અસ્થાજીઃ | કેમ, લ્યા વર્ષ જીવવાનું માંડી વાળવું છે?
{{ps |તસ્તુંકાઃ | અસ્થાજી, મારા પર દેવ પ્રસન્ન થયા છે.
(અસ્થાજી આશ્ચર્યથી તસ્તુંકા સામે જુએ છે. તેમની નજર તસ્તુંકાના હાથમાં રહેલા છોડ પર પડે છે. તે એક ક્ષણ છોડ સામે જોઈ રહે છે. તેમની આંખો આશ્ચર્યથી ઝીણી થાય છે.)
{{ps |અસ્થાજીઃ | (છોડ તરફ ઇશારો કરીને) તસ્તુંકા, આ…
{{ps |તસ્તુંકાઃ | દેવ છે, અસ્થાજી!
(અસ્થાજી ચમકીને તસ્તુંકા સામે જુએ છે.)
{{ps |કલ્લીઃ | (આનંદિત સ્વરે) અમારી ઝૂંપડીની પાછળ જમીનમાં ચોંટેલા હતા.
(અસ્થાજી છોડ હાથમાં લે છે. એને ચારેબાજુથી જુએ છે.)
{{ps |અસ્થાજીઃ | તસ્તુંકા, આ દેવ નથી.
(તસ્તુંકા અને કલ્લી એકદમ ચમકે છે. બન્ને અસ્થાજી સામે જુએ છે.)
{{ps |અસ્થાજીઃ | આ તો છોડ છે.
{{ps |તસ્તુંકાઃ | છોડ?
{{ps |કલ્લીઃ | છોડ એટલે?
{{ps |અસ્થાજીઃ | છોડને આવી નાની ડાળીઓ હોય, નાનાં નાજુક પાંદડાં હોય અને એને જમીનમાં રોપીએ તો મોટું વૃક્ષ બને અને પછી…
{{ps |તસ્તુંકાઃ | (યાદ આવતાં) હા… હા… મારા દાદા એવું કહેતા હતા કે પહેલાં આપણા દેશમાં આવાં જાત-જાતનાં વૃક્ષો હતાં.
{{ps |કલ્લીઃ | (નિરાશ થઈને) તો આ છોડ પાણી, અનાજ કે કપડાં કંઈ ના આપે?
{{ps |અસ્થાજીઃ | (ગણતરીપૂર્વક વિચારીને) તસ્તુંકા, આ છોડ મને આપવો છે? હું તને પાંચ રૂપિયા આપીશ.
(તસ્તુંકા વિચારમાં પડી જાય છે.)
{{ps |અસ્થાજીઃ | ચાલ, દસ રૂપિયા આપીશ બસ?
(તસ્તુંકાની આંખો એકદમ ચમકે છે.)
{{ps |તસ્તુંકાઃ | (સ્વગત) અસ્થાજી દસ આપવા તૈયાર હોય તો બીજો કોઈ વીસ આપવા પણ તૈયાર થશે. અને જો છોડની હરાજી રાખું તો તો… (કલ્પનામાં ખોવાય છે. પડદા પાછળથી અવાજો આવે છે.) “વીસ રૂપિયા… ત્રીસ રૂપિયા… પચાસ રૂપિયા… એકસો ને એક… બસો ને એક.. પાંચસો રૂપિયા.”
(તસ્તુંકા આ અવાજો દરમ્યાન આંખો પહોળી કરી ખુશીભર્યા ચહેરે ચારેબાજુ જોઈ રહે છે. જેમ જેમ રકમ વધતી જાય છે તેમ તેમ તે ટટ્ટાર બનતો જાય છે. પાંચસો રૂપિયા સાંભળીને તે એકદમ ઊભો થઈ જાય છે.)
{{ps |તસ્તુંકાઃ | અસ્થાજી, મારે છોડની હરાજી રાખવી છે.
{{ps |અસ્થાજીઃ | (ખડખડાટ હસતાં) કલ્લી, આ તારો તસ્તુંકો તો સાવ ગાંડો છે. અલ્યા, પાણી અને ઑક્સિજનના બાટલાને પડતાં મૂકીને કોણ તારા આ છોડને ખરીદવા આવવાનું છે? એના કરતાં એમ કર. આપણા સવારથ સાહેબને પૂછી જો. એ કદાચ દસના વીસ રૂપિયા તને આપશે.
{{ps |તસ્તુંકાઃ | કલ્લી, હું સાહેબને ઘેર જાઉં છું. ચાલો, અસ્થાજી.
(બન્ને જાય છે. દૃશ્ય પૂરું.)
<center>દૃશ્ય –૨</center>
{{ps |સ્થળઃ |સવારથભાઈનું ઘર}}
(સવારથભાઈનું ઘર આધુનિક ઢબથી સજાવેલું છે. એક દીવાલ ઉપર એમની પત્નીનો ફોટો લગાવેલો છે. ફોટા પર હાર ચડાવેલો છે. બારણા પાસે તસ્તુંકા અને અસ્થાજી આતુર ચહેરે ઊભા છે.)
{{ps |સવારથઃ | હું તને બે હજાર રૂપિયા આપીશ.
{{ps |તસ્તુંકાઃ | બે હજાર. (તસ્તુંકા આ રકમ સાંભળીને એની જાત ઉપરનો કાબૂ ગુમાવી બેસે છે. અસ્થાજી એકદમ તેને પકડી લે છે. અસ્થાજીની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઈ જાય છે.)
{{ps |સવારથઃ | તસ્તુંકા, બે હજાર ઉપરાંત કંપનીમાં કામ કરતા દરેક કામદારને એક એક ઑક્સિજનનો બાટલો મફત આપીશ.
(અસ્થાજી–તસ્તુંકા ખુશ થઈને એકબીજા સામે જુએ છે.)
{{ps |સવારથઃ | (છોડ હાથમાં લઈને) ત્રણસો વર્ષ પછી આપણા દેશમાં આ પ્રથમ છોડ ઊગ્યો. નાનો નાનો, રૂપાળો રૂપાળો, નાજુક નાજુક… (નાના બાળકને રમાડતા હોય એવો અભિનય કરે છે.) તસ્તુંકા, હું તારા પર ખુશ છું. તેં તારો અંગત સ્વાર્થ ન જોતાં આ છોડ મને આપીને બહુ મોટું કાર્ય કર્યું છે.
{{ps |અસ્થાજીઃ | સાહેબ, મેં જ તસ્તુંકાને કહ્યું કે છોડ આપણે રાખીને શું કરીશું? એના કરતાં સાહેબને જ આપીએ; તો છોડ મોટો થાય તો એનો લાભ પણ…
{{ps |સવારથઃ | હા, આ છોડ વૃક્ષ બનીને આપણને જે કોઈ લાભ આપશે એના માટે આપણે સૌ સરખાં હકદાર ગણાઈશું.
(અસ્થાજી, તસ્તુંકા ખુશ થાય છે. આ દરમ્યાન જલરક ફાઇલ લઈને પ્રવેશે છે.)
{{ps |જલરકઃ | ગુડ મૉર્નિંગ, સર! ફાઇલ નં. ૨૧ તૈયાર કરીને લાવ્યો છું.
{{ps |સવારથઃ | ફાઇલને મૂક એક બાજુ. પહેલાં આ જો.
{{ps |જલરકઃ | (છોડને જોઈ) ધંધાની કોઈ નવી આઇટમ છે, સર?
{{ps |સવારથઃ | મૂરખ, આ કોઈ આઇટમ નથી. આ છોડ છે.
{{ps |જલરકઃ | (આંખો પહોળી કરીને) સર, તમારી કોઈ ભૂલ તો નથી થતી ને? આપણા દેશમાં વળી છોડ… (તે છોડ હાથમાં લઈને ચારેબાજુથી જુએ છે. આ દરમ્યાન હદ થેલો લઈને પ્રવેશે છે.)
{{ps |સવારથઃ | આવી ગયો હદ બેટા! અહીં આવ. આજે હું મારા દીકરાને એક સુંદર ચીજ બતાવવાનો છું.
{{ps |હદઃ | ઑક્સિજનના બાટલાની નવી ડિઝાઇન બનાવી?
{{ps |સવારથઃ | અરે, આ તો તદ્દન નવી ચીજ છે. જલરક, લાવ તો.
(જલરક છોડ સવારથને આપે છે. હદ છોડ સામે એક ક્ષણ જોઈને સવારથ સામે જુએ છે. તે છોડ હાથમાં લે છે.)
{{ps |હદઃ | નવું રમકડું છે? (સવારથ ખડખડાટ હસે છે.)
{{ps |સવારથઃ | તને તો રમકડું જ લાગે ને બેટા? અમારા વડદાદાઓના વખતમાં વૃક્ષો વિષે ભણવામાં આવતું હતું. અમારી વખતે જ એ બધું નીકળી ગયું હતું. ત્યાં તારા સુધી ક્યાંથી પહોંચે? સાંભળ, હું તને બધી જ વાત કરું છું. ત્રણસો વર્ષ પહેલાં આપણા દેશમાં અનેક વૃક્ષોનાં જંગલોનાં જંગલો હતાં. એ વખતના માણસો આપણી જેમ ઑક્સિજનના બાટલા લઈને નહોતા ફરતા.
{{ps |હદઃ | તો?
{{ps |સવારથઃ | એ લોકો કુદરતી હવા પર જીવતા હતા.
{{ps |હદઃ | તમે વાર્તા કહો છો, પપ્પા?
{{ps |અસ્થાજીઃ | ના, બેટા! આ સાચી વાત છે. પહેલાંના વખતમાં વરસાદ પણ ખૂબ પડતો હતો.
{{ps |હદઃ | વરસાદ એટલે?
{{ps |સવારથઃ | આકાશમાંથી પાણી પડે એને વરસાદ કહેવાય, બેટા!
{{ps |હદઃ | (આશ્ચર્યથી) આકાશમાંથી પાણી પડે…!
{{ps |સવારથઃ | હા, બેટા! ઘણી વાર તો દિવસોના દિવસો સુધી આકાશમાંથી પાણી પડ્યા જ કરે, ગામોનાં ગામો ડૂબી જાય એટલું પાણી પડે. તને ખબર છે, આપણા દેશમાં પહેલાં ચોમાસા નામની પણ એક ઋતુ હતી.
{{ps |હદઃ | ના હોં! આપણા દેશમાં તો બે જ ઋતુ છે: શિયાળો ને ઉનાળો.
{{ps |જલરકઃ | ના, હદ! ત્રણસો વર્ષ પહેલાં આપણા દેશમાં ચોમાસા નામની પણ એક ઋતુ હતી.
{{ps |હદઃ | તો સાહેબે કેમ કહ્યું નહીં હોય?
{{ps |સવારથઃ | એમને ખબર હોય તો કહે ને! આ તો મારા જેવા કોઈ જ્ઞાનપિપાસુ હોય, જેને ઇતિહાસમાં રસ હોય એને આ બધી ખબર હોય, કેમ જલરક?
{{ps |જલરકઃ | સાચી વાત છે, સર.
{{ps |સવારથઃ | (છોડ હાથમાં લઈને) હવે આ છોડ જલ્દીથી રોપવાની વ્યવસ્થા કરો.
{{ps |જલરકઃ | સર, છોડ રોપાય કેવી રીતે?
{{ps |સવારથઃ | હેં? હા, હા… જલરક, આમ તો હું છોડ વિશે ઘણું બધું જાણું છું પણ… અસ્થાજી, તમને તો ખબર હશે ને છોડ કેવી રીતે રોપાય?
{{ps |અસ્થાજીઃ | ના સાહેબ! બાપદાદાઓ પાસેથી છોડ અને મોટાં મોટાં વૃક્ષોની વાતો બહુ સાંભળેલી, પણ છોડ રોપાય કેવી રીતે એ કોઈ દિવસ નથી સાંભળ્યું.
{{ps |સવારથઃ | હં… મેંય વૃક્ષો વિશે સાંભળ્યું ઘણું બધું છે પણ…
{{ps |તસ્તુંકાઃ | સાહેબ, મેં આ છોડ લીધો ત્યારે એ જમીન પર ચોંટેલો હતો એટલે…
{{ps |જલરકઃ | પણ એ જમીન પર ચોંટે કેવી રીતે?
{{ps |સવારથઃ | (તસ્તુંકાને) છોડ જમીન પર ટટ્ટાર ઊભો હતો?
{{ps |તસ્તુંકાઃ | હા, સાહેબ!
{{ps |અસ્થાજીઃ | સાહેબ, એવું ન કરાય, છોડને જમીન પર મૂકી એને ચારેબાજુથી બાંધી દીધો હોય તો?
{{ps |જલરકઃ | એક મિનિટ સર, ગુંદર હશે ઘરમાં?
{{ps |સવારથઃ | કેમ?
{{ps |જલરકઃ | આપણે પ્રયોગ કરી જોઈએ.
(સવારથ જલરકને ગુંદર આપે છે. જલરક છોડના મૂળ પર ગુંદર લગાડી તેને જમીન પર ઊભો રાખવાનો પ્રયત્ન કરે છે પણ છોડ પડી જાય છે.)
{{ps |સવારથઃ | રહેવા દે, જલરક. આપણે આ અંગેના જાણકાર માણસને જ બોલાવીશું. એ આપણને છોડ રોપી આપશે.
{{ps |જલરકઃ | પણ એવો જાણકાર માણસ આપણને મળશે ક્યાં?
{{ps |સવારથઃ | શોધનકભાઈ નામનો એક માણસ છે એ આ અંગેનું સંશોધન કરે છે. આપણે એમને જ બોલાવીશું.
(સવારથ છોડ હાથમાં લે છે ત્યાં દૃશ્ય પૂરું થાય છે.)
<center>દૃશ્ય–૩</center>
{{ps |સ્થળઃ |સવારથભાઈના ઘરનો બહારનો ભાગ}}
(ટેબલ ઉપર છોડ મૂકેલો છે. સવારથભાઈ સભાને સંબોધી રહ્યા છે. એક બાજુ જલરક અને હદ ઊભા છે. બીજી બાજુ અસ્થાજી અને તસ્તુંકા ઊભા છે.)
{{ps |સવારથઃ | ભાઈઓ, મારે શોધનકભાઈ સાથે બધી જ વાત થઈ ગઈ છે. એ છોડ રોપીને આપણા આ અદ્ભુત કાર્યની હમણાં શરૂઆત કરશે. એમના કહેવા મુજબ છોડ ઊછેરવો એ કોઈ સહેલું કામ નથી. એ ખૂબ અઘરું અને ખર્ચાળ કામ છે. પણ આપણે સૌ સાથે મળીને એ કામને સહેલું બનાવીશું. કારણ કે દોઢસો વર્ષ પછી મળેલો આ છોડ આપણા માટે ખૂબ જ કીમતી છે. આપણે આ એક છોડ દ્વારા અનેક વૃક્ષોને મેળવી શકીએ તેમ છીએ અને એટલે જ શોધનકભાઈએ કહેલા મુદ્દા હું તમારી સાથે સ્પષ્ટ કરી લેવા માગું છું. છોડને મોટો કરવા વિદેશથી જે ખાતર મંગાવવું પડશે તેનો બધો જ ખર્ચ હું કરીશ, પણ છોડને સવાર-સાંજ પાણી રેડવાની જવાબદારી તમારે સૌએ લેવી પડશે. આ માટે આપણે સૌના વારા નક્કી કરી દઈશું જેથી કોઈ પ્રશ્ન ઊભો ના થાય.
{{ps |અસ્થાજીઃ | બરાબર છે, સાહેબ! અમે પાણી રેડવા તૈયાર છીએ.
(આ દરમ્યાન પ્રેસ રિપૉર્ટર સવારથભાઈ પાસે આવે છે.)
{{ps |રિપૉર્ટરઃ | સર, હું પ્રેસ રિપૉર્ટર છું. હું આપને થોડા સવાલો પૂછવા માગું છું.
{{ps |સવારથઃ | (ગળું ખોંખારીને) હા, પૂછો.
{{ps |રિપૉર્ટરઃ | આપ માનો છો કે આપ આ છોડને ઉછેરી શકશો?
{{ps |સવારથઃ | હા, અમને પૂરો વિશ્વાસ છે.
{{ps |રિપૉર્ટરઃ | પાણીનો અત્યારે જે ભાવ છે એ જોતાં આપને લાગે છે કે લોકો તરસ્યાં રહીને છોડને પાણી આપશે?
{{ps |સવારથઃ | જો દેશને હરિયાળો બનાવવો હોય તો દરેકે કંઈ ને કંઈ ભોગ તો આપવો જ પડે ને?
{{ps |રિપૉર્ટરઃ | પણ એક જ છોડથી આપ આખા દેશને હરિયાળો કેવી રીતે બનાવશો?
{{ps |સવારથઃ | આપણા સદ્ભાગ્યે એક છોડ આપણને મળ્યો છે. આપણે એને સાચવીશું, ઉછેરીશું… અને બસ પછી તો એકમાંથી બે, બેમાંથી ચાર અને…
{{ps |રિપૉર્ટરઃ | પણ આપણા પૂર્વજો પાસે તો આવાં અનેક વૃક્ષો હતાં. તેમ છતાં ય ત્રણસો વર્ષમાં પરિસ્થિતિ એકદમ બદલાઈ ગઈ છે.
{{ps |સવારથઃ | હા, પરિસ્થિતિ બદલાઈ છે એના માટે આપણા પૂર્વજો જવાબદાર છે. એમણે વૃક્ષોને સાચવ્યાં નહીં. વૃક્ષની કિંમત એ સમજ્યાં નહીં. કારણ કે ત્રણસો વર્ષ પછીના સમાજની એમને ચિંતા નહોતી પણ હવે આ પરિસ્થિતિમાં જીવ્યા પછી આપણે વૃક્ષની કિંમત બરાબર સમજ્યા છીએ, અને એટલે જ ભવિષ્યની પઢી કુદરતી હવામાં જ જીવી શકે, એને ઑક્સિજનના બાટલા ઉપર જીવવું ન પડે, એ માટે આપણે આજથી જ પૂરતા પ્રયત્નો કરીશું.
(રિપૉર્ટર ડાયરીમાં લખે છે. આ દરમ્યાન શોધનકભાઈ મોટો થેલો ખભે લટકાવીને પ્રવેશે છે.)
{{ps |સવારથઃ | આવો આવો શોધનક!
(શોધનક કંઈ પ્રતિભાવ આપ્યા વગર ટેબલ પાસે આવે છે. થેલામાંથી એક પછી એક ફાઇલો કાઢી ટેબલ પર મૂકે છે. બધા ચૂપચાપ આ જોઈ રહ્યા છે.)
{{ps |સવારથઃ | આ બધું શું છે, શોધનકભાઈ?
{{ps |શોધનકઃ | હું તમને પહેલાં બધી ફાઇલો બતાવી દઉં. (એક ફાઇલ આપતાં) આ ફાઇલમાં છોડ જમીનમાંથી કેવી રીતે ફૂટે છે એની વિગતો છે. (બીજી ફાઇલ આપતાં) આમાં કેવા પ્રકારના છોડ જમીનમાંથી આપમેળે ફૂટે છે એની વિગતો છે. (ત્રીજી ફાઇલ આપતાં) અને આમાં છોડના વિકાસની સંપૂર્ણ પ્રક્રિયાની વિગતો છે. (ચોથી ફાઇલ આપતાં) અને આ ફાઇલમાં મોટાં મોટાં વૃક્ષો કેવાં હોય છે એની વિગતો છે.
{{ps |સવારથઃ | શોધનકભાઈ, છોડ કેવી રીતે રોપવો એની એકેય ફાઇલ નથી તમારી પાસે?
{{ps |શોધનકઃ | એ તો હું તમને હમણાં જ કરી આપું છું પણ આ તો…
{{ps |સવારથઃ | તો આ બધું પછી રાખો ને પહેલાં આપણે છોડ જ રોપી દઈએ.
{{ps |શોધનકઃ | ભલે, સાધનો મ્યુઝિયમમાં લાવી દીધાં છે?
{{ps |જલરકઃ | હા, સર.
(જલરક કોશ, કોદાળી વગેરે શોધનક સામે મૂકે છે. શોધનક કોદાળી હાથમાં લે છે. બધા તેમની આજુબાજુ વીંટળાઈ વળે છે.)
{{ps |શોધનકઃ | (બધાની સામે નજર કરીને) જુઓ ભાઈઓ, સૌ પહેલાં જમીનમાં એક ખાડો ખોદવો. (ખાડો ખોદવાનો અભિનય) એ પછી ખાડામાં છોડ બરાબર ગોઠવવો. (છોડ ગોઠવવાનો અભિનય) જો એનાં મૂળ બહાર રહેલાં હોય તો ખાડો થોડો ઊંડો કરવો. ત્યાર પછી જો ખાતર હોય તો એમાં નાંખવું. ના હોય તો છોડ બરાબર ગોઠવીને માટીથી એ ખાડો પૂરી દેવો, પછી હાથ વડે એ માટી દબાવી દેવી. એ પછી એના પર એક લોટો ભરીને પાણી રેડવું. આ જ પ્રમાણે સવાર-સાંજ પાણી રેડવામાં આવે તો છોડ ધીમે ધીમે વૃક્ષનું રૂપ ધારણ કરે…
(શોધનક એ રીતે છોડ રોપે છે. બધા તાળીઓ પાડે છે. રિપૉર્ટર છોડના ફોટા પાડે છે.)
<center>દૃશ્ય –૪</center>
{{ps|સ્થળઃ |તસ્તુંકાનું ઘર}}
(કલ્લી જમીન પર સૂતેલી છે. તસ્તુંકા પાણીનો લોટો લઈને તેની પાસે આવે છે.)
{{ps |તસ્તુંકાઃ | કલ્લી, હું આવું છું.
{{ps |કલ્લીઃ | ક્યાં જાય છે?
{{ps |તસ્તુંકાઃ | છોડને પાણી રેડવા.
(કલ્લી ચમકે છે. તેના ચહેરા પર ગુસ્સાના ભાવ આવે છે. તે એકદમ લોટો ખેંચી લે છે.)
{{ps |તસ્તુંકાઃ | (એક પળ કલ્લી સામે જોઈને) કલ્લી…
(કલ્લી લોટા પર હાથ ફેરવીને રડે છે. તસ્તુંકા કલ્લીને માથે હાથ ફેરવે છે. કલ્લી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.)
{{ps |કલ્લીઃ | (રડતાં રડતાં) બે ઘૂંટડાથી મારી તરસ નથી છિપાતી.
{{ps |તસ્તુંકાઃ | પણ કલ્લી, અત્યારે દુઃખ વેઠીશું તો ભવિષ્યમાં આપણને જ લાભ મળવાનો છે ને! પછી તો પાણી પાછળ એકેય પૈસો નહીં ખર્ચવો પડે. ઑક્સિજનના બાટલાનાય પૈસા બચી જશે અને શોધનકભાઈ તો કહેતા હતા કે અનાજ, કપડાં બધું આપણા દેશમાં જ બનશે. એટલે એય સસ્તું થશે. તું વિચાર તો ખરી કલ્લી, વૃક્ષથી આપણને કેટલા લાભ મળશે. (કલ્લીનાં આંસુ લૂછતો) ચાલ, છાની રહી જા. હું પાણી રેડીને આવું છું. તું શાંતિથી સૂઈ જા.
(તસ્તુંકા કલ્લીના હાથમાંથી લોટો લઈને જાય છે.)
<center>દૃશ્ય – ૫</center>
{{ps|સ્થળઃ |સવારથભાઈનું ઘર}}
(સવારથભાઈએ ઑક્સિજનની ટોટી કાઢી નાંખી છે, એ એમના રૂમમાં બેઠા છે એ દરમ્યાન જલરક દોડતો પ્રવેશે છે.)
{{ps |જલરકઃ | સર, તમારા કમ્પાઉન્ડમાં તો ધોધમાર વરસાદ પડે છે.
{{ps |સવારથઃ | (આનંદિત સ્વરે) હા, તું પણ નાહ્યો વરસાદમાં?
{{ps |જલરકઃ | (ઑક્સિજનની ટોટી કાઢી નાંખતાં) હા સર! ખરેખર જિંદગીનો આ અદ્ભુત અનુભવ છે અને આ ઑક્સિજન વગરનું જીવન… આ… હા… હા… (તે ઊંડા શ્વાસ લે છે.)
{{ps |સવારથઃ | હા. હું તો આ કુદરતી હવાને ફેફસાંમાં ભરતાં થાકતો નથી. અને તને ખબર છે? હદ તો કેવો ગાંડો ગાંડો થઈ ગયો હતો આ વરસાદ જોઈને? અરે આજુબાજુવાળાં પણ એવાં ઊમટ્યાં હતાં જોવા…! કમ્પાઉન્ડની બહાર ઊભાં ઊભાં કૂદે બધાં; મેં ય ઊભા રહેવા દીધાં બિચારાં ને! વરસાદ જુએ એમાં આપણને શો વાંધો હોય!
(આ દરમ્યાન તસ્તુંકા, અસ્થાજી ભીનાં કપડે એકદમ આનંદિત ચહેરે પ્રવેશે છે. સવારથની નજર તેમના પર પડે છે. તેના ચહેરા પર કડકાઈના ભાવ આવે છે.)
{{ps |અસ્થાજીઃ | સાહેબ, બહાર તો ધોધમાર વરસાદ પડે છે. વૃક્ષે તો કમાલ કરી નાંખી.
{{ps |તસ્તુંકાઃ | સાહેબ, હવે અમારા વિશે પણ કંઈક…
{{ps |સવારથઃ | (કડકાઈથી) તમે લોકોએ મારા કમ્પાઉન્ડમાં પગ મૂકવાની હિંમત કેવી રીતે કરી?
(અસ્થાજી, તસ્તુંકા ગભરાઈને એકબીજાની સામે જુએ છે.)
{{ps |અસ્થાજીઃ | સાહેબ, અમે તો…
{{ps |તસ્તુંકાઃ | અમે તો સાહેબ…
{{ps |સવારથઃ | મારા કમ્પાઉન્ડમાં પડતો વરસાદ તમને દેખાયો નહોતો?
{{ps |અસ્થાજીઃ | હા, સાહેબ,
{{ps |સવારથઃ | તો મને પૂછ્યા વગર મારું પાણી તમે વાપર્યું શા માટે?
{{ps |તસ્તુંકાઃ | (ચમકીને) ‘મારું’ પાણી?
{{ps |અસ્થાજીઃ | સાહેબ, અમે તો ટીપુંય પાણી લીધું નથી. અમે તો…
{{ps |સવારથઃ | (ઊંચા સ્વરે) વરસાદમાં પલળીને તમે તમારું શરીર સાફ કર્યું છે અસ્થાજી, મારું નહીં!
{{ps |અસ્થાજીઃ | પણ સાહેબ! તમે તો કહેતા હતા કે વૃક્ષના લાભ માટે આપણે બધા જ સરખા છીએ.
{{ps |તસ્તુંકાઃ | અને છોડ તો મેં જ તમને આપ્યો હતો ને, સાહેબ!
{{ps |સવારથઃ | એના બે હજાર રોકડા અને ઑક્સિજનનો બાટલો તને મફત આપ્યો હતો. અસ્થાજી, તમને પણ યાદ છે ને?
{{ps |અસ્થાજીઃ | હા, સાહેબ! પણ…
{{ps |તસ્તુંકાઃ | પણ સાહેબ! અમને થોડું તો પાણી આપો. અમેય છોડ ઉછેરવા રોજ પાણી રેડતાં હતાં.
{{ps |સવારથઃ | જલરક, આ બન્નેને અહીંથી બહાર કાઢ. મને ખોટી માથાકૂટ ગમતી નથી.
(તસ્તુંકા, અસ્થાજીના ચહેરા પર આઘાતના ભાવ આવે છે.)
{{ps |અસ્થાજીઃ | સાહેબ…
{{ps |તસ્તુંકાઃ | સાહેબ, તમે તો કહેતા હતા કે…
{{ps |જલરકઃ | ચાલો, બહાર નીકળો. સરનું ખોટું માથું ન ચઢાવો.
(અસ્થાજી, તસ્તુંકાના ચહેરા પર ગુસ્સાના ભાવ આવે છે. જલરક બન્નેને બહાર ધકેલે છે.)
{{ps |જલરકઃ | સર, મારે તમને એક વાત યાદ કરાવવાની છે.
{{ps |સવારથઃ | શું?
{{ps |જલરકઃ | છોડ રોપ્યા પછીથી તમે મને વચન આપ્યું હતું કે તમે મારા માટે પણ કંઈક… (તે હથેળી મસળતાં હસે છે.)
{{ps |સવારથઃ | (હસીને) હા… હા… યાદ છે. હું શોધનકભાઈને આ અંગેની વાત કરવાનો જ છું. એ કોઈક રસ્તો કાઢશે અને તારા ઘેર પણ વૃક્ષ થાય એવું કંઈક કરશે બસ…!
{{ps |જલરકઃ | થૅન્ક યૂ, સર!
(આ દરમ્યાન બહારથી લાકડા પર ઘા કરવાનો અવાજ આવે છે. સવારથ અને જલરકના કાન સરવા થાય છે.)
{{ps |જલરકઃ | શાનો અવાજ આવે છે, સર?
{{ps |સવારથઃ | બહાર જઈને તપાસ કર.
(જલરક બહાર જાય છે. સવારથ પરેશાન ચહેરે આંટા મારે છે. જલરક એકદમ હાંફળોફાંફળો અંદર આવે છે.)
{{ps |જલરકઃ | સર… સર… તસ્તુંકા ને અસ્થાજીએ વૃક્ષ કાપી નાખ્યું.
{{ps |સવારથઃ | શું? વૃક્ષ કાપી નાખ્યું?
(અસ્થાજી અને તસ્તુંકા કુહાડી સાથે પ્રવેશે છે. બન્નેના ચહેરા પર આક્રોશના ભાવ છે. સવારથ ખુરશીમાં બેસી પડે છે.)
<center>પડદો</center>
{{Right|(ત્રિભેટે)}}
<center>*</center>
18,450

edits

Navigation menu