ગુજરાતી એકાંકીસંપદા/ટેસ્ટ કેસ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 14: Line 14:


(પરદો ખૂલે છે ત્યારે સ્ટેજની ડાબી તરફ ઍડ્વોકેટ કિરણ દેસાઈની કૅબિન. કૅબિનની બહાર ડેસ્ક પર સેક્રેટરી મીના બેઠી છે. બંને વચ્ચે ફોન પર વાતચીત થાય છે. બહાર સેક્રેટરીની સામે રમણીકલાલ બેચેન થઈ આંટા મારે છે. કિરણ દેસાઈ સૂટમાં સજ્જ છે.)
(પરદો ખૂલે છે ત્યારે સ્ટેજની ડાબી તરફ ઍડ્વોકેટ કિરણ દેસાઈની કૅબિન. કૅબિનની બહાર ડેસ્ક પર સેક્રેટરી મીના બેઠી છે. બંને વચ્ચે ફોન પર વાતચીત થાય છે. બહાર સેક્રેટરીની સામે રમણીકલાલ બેચેન થઈ આંટા મારે છે. કિરણ દેસાઈ સૂટમાં સજ્જ છે.)
{{ps |કિરણ દેસાઈ: | (ફોન પર) હેલો સેક્રેટરી, રમણીકલાલ હજુ બેઠા છે?
{{ps |કિરણ દેસાઈ: | (ફોન પર) હેલો સેક્રેટરી, રમણીકલાલ હજુ બેઠા છે?}}
{{ps |સેક્રેટરી: | યસ સર, બે કલાક થવા આવ્યા.
{{ps |સેક્રેટરી: | યસ સર, બે કલાક થવા આવ્યા.}}
{{ps |કિરણ દેસાઈ: | તેમને કહે કે કાલે મળવા આવે.
{{ps |કિરણ દેસાઈ: | તેમને કહે કે કાલે મળવા આવે.}}
{{ps |સેક્રેટરી: | સર, મળ્યા વગર જવાની ના પાડે છે. દીકરાના ખૂનથી બિચારા બહુ ટેન્શનમાં છે. સર, મળી લો ને તેમને.
{{ps |સેક્રેટરી: | સર, મળ્યા વગર જવાની ના પાડે છે. દીકરાના ખૂનથી બિચારા બહુ ટેન્શનમાં છે. સર, મળી લો ને તેમને.}}
{{ps |કિરણ દેસાઈ: | ઓકે… મોકલી આપ.
{{ps |કિરણ દેસાઈ: | ઓકે… મોકલી આપ.}}
(રમણીકલાલ મોદી કૅબિનમાં આવે છે.)
(રમણીકલાલ મોદી કૅબિનમાં આવે છે.)
{{ps |કિરણ દેસાઈ: | આવો મિ. મોદી. તમારા દીકરાના ખૂનનો કેસ મને સોંપવામાં આવ્યો છે ને? હું જાણું છું. સવારથી અત્યાર સુધી અખબારો, કૉલેજનું યુનિયન, સોશિયલ વર્કર્સ બધાને ફોન પર જવાબ આપીને થાકી ગયો છું. તમે માંડ્યું છે શું? તમારા વકીલ તરીકે નામ આપતાં પહેલાં મને પૂછવું તો જોઈએ કે નહીં?
{{ps |કિરણ દેસાઈ: | આવો મિ. મોદી. તમારા દીકરાના ખૂનનો કેસ મને સોંપવામાં આવ્યો છે ને? હું જાણું છું. સવારથી અત્યાર સુધી અખબારો, કૉલેજનું યુનિયન, સોશિયલ વર્કર્સ બધાને ફોન પર જવાબ આપીને થાકી ગયો છું. તમે માંડ્યું છે શું? તમારા વકીલ તરીકે નામ આપતાં પહેલાં મને પૂછવું તો જોઈએ કે નહીં?}}
{{ps |રમણીકલાલ: | એનો કેસ તમારા સિવાય બીજો કોઈ લડી જ ન શકે. સાહેબ તમે જાણો છો કે…
{{ps |રમણીકલાલ: | એનો કેસ તમારા સિવાય બીજો કોઈ લડી જ ન શકે. સાહેબ તમે જાણો છો કે…}}
{{ps |કિરણ દેસાઈ: | હા, મેં પેપરમાં પૂરી વિગત વાંચી છે. તમે તો તમારા દીકરાને નિર્દોષ જ માનતા હશો કેમ?
{{ps |કિરણ દેસાઈ: | હા, મેં પેપરમાં પૂરી વિગત વાંચી છે. તમે તો તમારા દીકરાને નિર્દોષ જ માનતા હશો કેમ?}}
{{ps |રમણીકલાલ: | ચોક્કસ, એ નિર્દોષ જ છે. એણે ખૂન નથી કર્યું.
{{ps |રમણીકલાલ: | ચોક્કસ, એ નિર્દોષ જ છે. એણે ખૂન નથી કર્યું.}}
{{ps |કિરણ દેસાઈ: | કારણ કે તમે એના બાપ છો. આ બનાવ પછી તમે એને કસ્ટડીમાં મળીને વાત કરી?
{{ps |કિરણ દેસાઈ: | કારણ કે તમે એના બાપ છો. આ બનાવ પછી તમે એને કસ્ટડીમાં મળીને વાત કરી?}}
{{ps |રમણીકલાલ: | હા, આજે સવારે જ મળ્યો હતો. એને પૂરું જમવાનું પણ મળતું નથી. બિચારો કેટલો સુકાઈ ગયો છે.
{{ps |રમણીકલાલ: | હા, આજે સવારે જ મળ્યો હતો. એને પૂરું જમવાનું પણ મળતું નથી. બિચારો કેટલો સુકાઈ ગયો છે.}}
{{ps |કિરણ દેસાઈ: | મિ. મોદી, બે દિવસમાં તમારો દીકરો સુકાઈ ગયો? આ બધું તો એણે ખુલ્લેઆમ રસ્તા પર ખૂન કરતાં પહેલાં વિચારવું જોઈએ ને? તમને ખબર છે, એની વિરુદ્ધમાં સાક્ષીઓ કેટલા છે? સરકારી વકીલ પાસે કેવા પુરાવા છે?
{{ps |કિરણ દેસાઈ: | મિ. મોદી, બે દિવસમાં તમારો દીકરો સુકાઈ ગયો? આ બધું તો એણે ખુલ્લેઆમ રસ્તા પર ખૂન કરતાં પહેલાં વિચારવું જોઈએ ને? તમને ખબર છે, એની વિરુદ્ધમાં સાક્ષીઓ કેટલા છે? સરકારી વકીલ પાસે કેવા પુરાવા છે?}}
{{ps |રમણીકલાલ: | હું તો એટલું જાણું સાહેબ કે મારો નિકુંજ સાવ સીધોસાદો અને નિર્દોષ છોકરો છે.
{{ps |રમણીકલાલ: | હું તો એટલું જાણું સાહેબ કે મારો નિકુંજ સાવ સીધોસાદો અને નિર્દોષ છોકરો છે.}}
{{ps |કિરણ દેસાઈ: | એટલે જ તો ખૂન કેસમાં પકડાયો છે કેમ? જુઓ, સરકાર તમારા દીકરા માટે વકીલ આપશે. મારી કોઈ જરૂર નથી.
{{ps |કિરણ દેસાઈ: | એટલે જ તો ખૂન કેસમાં પકડાયો છે કેમ? જુઓ, સરકાર તમારા દીકરા માટે વકીલ આપશે. મારી કોઈ જરૂર નથી.}}
{{ps |રમણીકલાલ: | નિકુંજ મારો એકનો એક દીકરો છે સાહેબ, મોદી ઇન્ડસ્ટ્રીઝનો ભાવિ માલિક. ભલે ગમે તેટલા પૈસા થાય! તમારી ફી હું સાથે લઈને જ આવ્યો છું સાહેબ.
{{ps |રમણીકલાલ: | નિકુંજ મારો એકનો એક દીકરો છે સાહેબ, મોદી ઇન્ડસ્ટ્રીઝનો ભાવિ માલિક. ભલે ગમે તેટલા પૈસા થાય! તમારી ફી હું સાથે લઈને જ આવ્યો છું સાહેબ.}}
{{ps |કિરણ દેસાઈ: | સવાલ પૈસાનો નથી રમણીકભાઈ.
{{ps |કિરણ દેસાઈ: | સવાલ પૈસાનો નથી રમણીકભાઈ.}}
{{ps |રમણીકલાલ: | તો શાનો સવાલ છે સાહેબ? એ નિર્દોષ છે કે નહીં એ સવાલ છે? અને કેસ ચાલતાં પહેલાં, તમે માત્ર છાપાના અહેવાલોના આધારે નક્કી કરી લીધું કે એ છોકરો ગુનેગાર છે?
{{ps |રમણીકલાલ: | તો શાનો સવાલ છે સાહેબ? એ નિર્દોષ છે કે નહીં એ સવાલ છે? અને કેસ ચાલતાં પહેલાં, તમે માત્ર છાપાના અહેવાલોના આધારે નક્કી કરી લીધું કે એ છોકરો ગુનેગાર છે?}}
{{ps |કિરણ દેસાઈ: | મિ. મોદી, છેલ્લાં બે વર્ષથી મેં એકેય ક્રિમિનલ કેસ લીધો નથી. બે વર્ષ પહેલાં એક ગુનેગારને, ગૅન્ગસ્ટરને મેં નિર્દોષ છોડાવ્યો હતો ને તેની હરીફ ગૅન્ગે મને એ કેસ હાથમાં લેતો અટકાવવા મારી પત્ની અને બે વર્ષના દીકરાને ગોળીઓથી વીંધી નાખ્યાં હતાં. બસ, ત્યારથી મેં નક્કી કર્યું છે કે હું કોઈ ખૂનકેસ હાથમાં નહીં લઉં. આઈ એમ સૉરી. તમે બીજો કોઈ વકીલ શોધી લો.
{{ps |કિરણ દેસાઈ: | મિ. મોદી, છેલ્લાં બે વર્ષથી મેં એકેય ક્રિમિનલ કેસ લીધો નથી. બે વર્ષ પહેલાં એક ગુનેગારને, ગૅન્ગસ્ટરને મેં નિર્દોષ છોડાવ્યો હતો ને તેની હરીફ ગૅન્ગે મને એ કેસ હાથમાં લેતો અટકાવવા મારી પત્ની અને બે વર્ષના દીકરાને ગોળીઓથી વીંધી નાખ્યાં હતાં. બસ, ત્યારથી મેં નક્કી કર્યું છે કે હું કોઈ ખૂનકેસ હાથમાં નહીં લઉં. આઈ એમ સૉરી. તમે બીજો કોઈ વકીલ શોધી લો.}}
{{ps |રમણીકલાલ: | નહીં, મારે તો તમારી જ જરૂર છે સાહેબ. આજ સુધી તમે એકેય કેસ હાર્યા નથી. અહીં તો એક નિર્દોષ વગર વાંકે માર્યો જશે. તમારા એથિક્સ પ્રમાણે તો સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ.
{{ps |રમણીકલાલ: | નહીં, મારે તો તમારી જ જરૂર છે સાહેબ. આજ સુધી તમે એકેય કેસ હાર્યા નથી. અહીં તો એક નિર્દોષ વગર વાંકે માર્યો જશે. તમારા એથિક્સ પ્રમાણે તો સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ.}}
{{ps |કિરણ દેસાઈ: | મને એથિક્સ શીખવો છો? તમે બધે તમારા વકીલ તરીકે મારું નામ આપતા ફરો છો, એનાથી મારી હાલત કેવી કફોડી થઈ છે એ તમે જાણો છો? હવે હું કેસ ના લઉં તો તમારી હાલત કેવી થાય એની જાણ છે? મને લાગે છે કે તમારો દીકરો ગુનેગાર છે અને કેસ બચવાની કોઈ શક્યતા નથી. આઈ એમ સૉરી. રમણીકભાઈ, તમે તો મારી હાલત કફોડી કરી છે.
{{ps |કિરણ દેસાઈ: | મને એથિક્સ શીખવો છો? તમે બધે તમારા વકીલ તરીકે મારું નામ આપતા ફરો છો, એનાથી મારી હાલત કેવી કફોડી થઈ છે એ તમે જાણો છો? હવે હું કેસ ના લઉં તો તમારી હાલત કેવી થાય એની જાણ છે? મને લાગે છે કે તમારો દીકરો ગુનેગાર છે અને કેસ બચવાની કોઈ શક્યતા નથી. આઈ એમ સૉરી. રમણીકભાઈ, તમે તો મારી હાલત કફોડી કરી છે.}}
{{ps |રમણીકભાઈ:| મારો ઇરાદો તમને નુકસાન કરવાનો ન હતો સાહેબ. મારે તો મારા દીકરાને બચાવવા તમને રાખવા હતા. સાહેબ. પ્લીઝ મને ના ન પાડશો. સાહેબ, મારો એકનો એક દીકરો છે. સાહેબ પ્લીઝ. (રડવા માંડે) આજ સુધી તમે એકેય કેસ હાર્યા નથી. જોઈએ તો મારી બધી મિલકત લઈ લો સાહેબ, પણ મારા નિકુંજને બચાવી લો સાહેબ, નિકુંજને બચાવી લો.
{{ps |રમણીકભાઈ:| મારો ઇરાદો તમને નુકસાન કરવાનો ન હતો સાહેબ. મારે તો મારા દીકરાને બચાવવા તમને રાખવા હતા. સાહેબ. પ્લીઝ મને ના ન પાડશો. સાહેબ, મારો એકનો એક દીકરો છે. સાહેબ પ્લીઝ. (રડવા માંડે) આજ સુધી તમે એકેય કેસ હાર્યા નથી. જોઈએ તો મારી બધી મિલકત લઈ લો સાહેબ, પણ મારા નિકુંજને બચાવી લો સાહેબ, નિકુંજને બચાવી લો.}}
(ફોનની રિંગ વાગે છે. કિરણ ફોન ઉઠાવે છે વોઇસ ઓવર) (ફોન) કાય રે વકીલ, યે ગૅન્ગ કે લફડે મેં તું બીચ મેં આનેકા નઈ. વો લડકે કો અપુનને સોપારી લે કે ઊડા દિયા. ઔર યે છોકરા ભી જાયેગા. તુમ બીચ મેં આયા તો સમજ લેના કી તુમ્હારા ભી હાલ દો સાલ પહલે તુમ્હારી ઔરત ઔર બચ્ચે જૈસા હોગા. સમજા ક્યા? યે કેસ લિયા તો જિંદા નહીં બચેગા.
(ફોનની રિંગ વાગે છે. કિરણ ફોન ઉઠાવે છે વોઇસ ઓવર) (ફોન) કાય રે વકીલ, યે ગૅન્ગ કે લફડે મેં તું બીચ મેં આનેકા નઈ. વો લડકે કો અપુનને સોપારી લે કે ઊડા દિયા. ઔર યે છોકરા ભી જાયેગા. તુમ બીચ મેં આયા તો સમજ લેના કી તુમ્હારા ભી હાલ દો સાલ પહલે તુમ્હારી ઔરત ઔર બચ્ચે જૈસા હોગા. સમજા ક્યા? યે કેસ લિયા તો જિંદા નહીં બચેગા.
{{ps |કિરણ દેસાઈ: | (ફોનમાં) રાસ્કલ. મને ધમકી આપે છે? મને સમજે છે શું? એમ હું ડરી જઈશ? (ફોન મૂકે છે.)
{{ps |કિરણ દેસાઈ: | (ફોનમાં) રાસ્કલ. મને ધમકી આપે છે? મને સમજે છે શું? એમ હું ડરી જઈશ? (ફોન મૂકે છે.)}}
(રમણીકલાલને) રમણીકભાઈ, તમારા દીકરા નિકંજનો કેસ હવે તો મારે લેવો જ પડશે.
(રમણીકલાલને) રમણીકભાઈ, તમારા દીકરા નિકંજનો કેસ હવે તો મારે લેવો જ પડશે.
{{ps |રમણીકભાઈ:| થૅન્ક યૂ વેરી મચ સાહેબ, થૅન્ક યૂ વેરી મચ. મારો નિકુંજ બચી જાય એટલે બસ.
{{ps |રમણીકભાઈ:| થૅન્ક યૂ વેરી મચ સાહેબ, થૅન્ક યૂ વેરી મચ. મારો નિકુંજ બચી જાય એટલે બસ.}}
(અંધકાર…સંગીત…)
(અંધકાર…સંગીત…)
દૃશ્ય ૨
<center>'''દૃશ્ય ૨'''</center>
(કિરણ દેસાઈ જેલમાં – તખ્તાના એક ખૂણે – નિકુંજને મળવા આવ્યા છે.)
(કિરણ દેસાઈ જેલમાં – તખ્તાના એક ખૂણે – નિકુંજને મળવા આવ્યા છે.)
{{ps | નિકુંજ મોદી:| એકાદ સિગરેટ મળશે કે?
{{ps | નિકુંજ મોદી:| એકાદ સિગરેટ મળશે કે?}}
{{ps |કિરણ દેસાઈ: | ઓહ, યસ. તારા જેવા છોકરાને તો…
{{ps |કિરણ દેસાઈ: | ઓહ, યસ. તારા જેવા છોકરાને તો…}}
{{ps | નિકુંજ મોદી:| તો મારા બાપાએ તમને રોક્યા છે?
{{ps | નિકુંજ મોદી:| તો મારા બાપાએ તમને રોક્યા છે?}}
{{ps |કિરણ દેસાઈ: | યસ, આઈ એમ કિરણ દેસાઈ.
{{ps |કિરણ દેસાઈ: | યસ, આઈ એમ કિરણ દેસાઈ.}}
{{ps | નિકુંજ મોદી:| મને અહીંથી ક્યારે છોડાવો છો?
{{ps | નિકુંજ મોદી:| મને અહીંથી ક્યારે છોડાવો છો?}}
{{ps |કિરણ દેસાઈ: | એ લોકો જામીન પર છોડવા તૈયાર નથી. કેસ પૂરો થયે તું છૂટી શકીશ.
{{ps |કિરણ દેસાઈ: | એ લોકો જામીન પર છોડવા તૈયાર નથી. કેસ પૂરો થયે તું છૂટી શકીશ.}}
{{ps | નિકુંજ મોદી:| તો કેસ ક્યારે છે?
{{ps | નિકુંજ મોદી:| તો કેસ ક્યારે છે?}}
{{ps |કિરણ દેસાઈ: | કેમ? ખૂબ ઉતાવળ છે? ખૂન શું કામ કર્યું?
{{ps |કિરણ દેસાઈ: | કેમ? ખૂબ ઉતાવળ છે? ખૂન શું કામ કર્યું?}}
{{ps | નિકુંજ મોદી:| મેં પેલાને કંઈ નથી કર્યું. એના ખૂન સાથે મારે કંઈ લેવાદેવા નથી.
{{ps | નિકુંજ મોદી:| મેં પેલાને કંઈ નથી કર્યું. એના ખૂન સાથે મારે કંઈ લેવાદેવા નથી.}}
(ડાયરી કાઢીને)
(ડાયરી કાઢીને)
{{ps |કિરણ દેસાઈ: | એમ? તેં કબૂલ્યું છે કે તું મરનાર અરુણ શેઠને તું ઓળખતો હતો.
{{ps |કિરણ દેસાઈ: | એમ? તેં કબૂલ્યું છે કે તું મરનાર અરુણ શેઠને તું ઓળખતો હતો.}}
{{ps | નિકુંજ મોદી:| હા, અમે બંને કૉન્વેન્ટમાં સાથે ભણતા હતા.
{{ps | નિકુંજ મોદી:| હા, અમે બંને કૉન્વેન્ટમાં સાથે ભણતા હતા.}}
{{ps |કિરણ દેસાઈ: | અરુણ શેઠ ‘કિંગ ગ્રૂપ’નો સભ્ય હતો અને તું પણ…
{{ps |કિરણ દેસાઈ: | અરુણ શેઠ ‘કિંગ ગ્રૂપ’નો સભ્ય હતો અને તું પણ…}}
{{ps | નિકુંજ મોદી:| નહીં, હું ‘યંગ ગ્રૂપ’નો મેમ્બર છું. એ લોકો તો ટપોરીઓ છે સાલા.
{{ps | નિકુંજ મોદી:| નહીં, હું ‘યંગ ગ્રૂપ’નો મેમ્બર છું. એ લોકો તો ટપોરીઓ છે સાલા.}}
{{ps |કિરણ દેસાઈ: | ગયા મહિને બંને ગ્રૂપો વચ્ચે ઝઘડો થયો હતો અને અરુણ શેઠે તને હોકી સ્ટીકથી ફટકાર્યો હતો, કરેક્ટ?
{{ps |કિરણ દેસાઈ: | ગયા મહિને બંને ગ્રૂપો વચ્ચે ઝઘડો થયો હતો અને અરુણ શેઠે તને હોકી સ્ટીકથી ફટકાર્યો હતો, કરેક્ટ?}}
{{ps | નિકુંજ મોદી:| અમે ટપોરીઓ નથી. તમે અમારા લીડર મુરલીધરને મળી જુઓ તો ખબર પડે.
{{ps | નિકુંજ મોદી:| અમે ટપોરીઓ નથી. તમે અમારા લીડર મુરલીધરને મળી જુઓ તો ખબર પડે.}}
{{ps |કિરણ દેસાઈ: | હું એને મળીને જ આવું છું, નિકુંજ. તું મને એ કહે, તું જોડે ચાકુ કેમ રાખે છે?
{{ps |કિરણ દેસાઈ: | હું એને મળીને જ આવું છું, નિકુંજ. તું મને એ કહે, તું જોડે ચાકુ કેમ રાખે છે?}}
{{ps | નિકુંજ મોદી:| એ રામપુરી નથી, સાદું ચાકુ છે. મને લાકડામાં મારું નામ કોતરવાનો શોખ છે એટલે ખિસ્સામાં જ રાખું છું.
{{ps | નિકુંજ મોદી:| એ રામપુરી નથી, સાદું ચાકુ છે. મને લાકડામાં મારું નામ કોતરવાનો શોખ છે એટલે ખિસ્સામાં જ રાખું છું.}}
{{ps |કિરણ દેસાઈ: | લાકડામાં કોતરકામ? અને તે પણ આ ચાકુથી? (હસે છે.)
{{ps |કિરણ દેસાઈ: | લાકડામાં કોતરકામ? અને તે પણ આ ચાકુથી? (હસે છે.)}}
{{ps | નિકુંજ મોદી:| મેં અરુણ શેઠનું ખૂન નથી કર્યું. એ તો કોઈ બીજો જ હતો. તમે કહો તેના સોગંદ ખાઉં.
{{ps | નિકુંજ મોદી:| મેં અરુણ શેઠનું ખૂન નથી કર્યું. એ તો કોઈ બીજો જ હતો. તમે કહો તેના સોગંદ ખાઉં.}}
{{ps |કિરણ દેસાઈ: | રિલેક્સ… જો તેં ખૂન કર્યું છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે. જો હું પોલીસ રિપૉર્ટ પ્રમાણે આખો પ્રસંગ કહું છું. ક્યાંય પણ નાનામાં નાની ભૂલ હોય તો પણ મને કહેજે. કંઈ છુપાવતો નહીં ઓકે…
{{ps |કિરણ દેસાઈ: | રિલેક્સ… જો તેં ખૂન કર્યું છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે. જો હું પોલીસ રિપૉર્ટ પ્રમાણે આખો પ્રસંગ કહું છું. ક્યાંય પણ નાનામાં નાની ભૂલ હોય તો પણ મને કહેજે. કંઈ છુપાવતો નહીં ઓકે…}}
૨૩ સપ્ટેમ્બરની રાતે લગભગ બાર ને વીસ મિનિટ થઈ હતી. તું અને બીજા બે છોકરા ઓપેરા હાઉસથી હ્યુજીસ રોડ પર આવતા હતા. અરુણ શેઠ ગૂડલક બિયર બારમાંથી નીકળી સી.પી. ટૅન્કના પોતાના ઘર તરફ જતો હતો. સુખસાગરના બસસ્ટૉપ પાસે તમે બંને એકબીજા સાથે અથડાયા. બંને વચ્ચે ઝઘડો થયો. થોડી વાર પછી તું અને પેલા બે છોકરા નાના ચોક તરફ ભાગ્યા. અરુણ શેઠ ભોંય પર ઘસડાવા લાગ્યો. ત્યાં આવેલા બિલ્ડિંગ શાંતિસદનના ઓટલે બે માણસો બેઠેલા હતા. તેમણે તમને ભાગતા જોયા અને અરુણને છેલ્લા શ્વાસ લેતો જોયો. તેના પેટમાં આઠ ઈંચ ઊંડો ઘા હતો… અને દસ જ મિનિટ પછી પોલીસે ભાટિયા હૉસ્પિટલ સામેના પેટ્રોલપંપ પાસેથી તારી ધરપકડ કરી અને ત્યારે પણ એ ચાકુ તારી પાસે જ હતું. બરાબર છે ને! પણ એક વાત મને કહે… તારી સાથે હતા એ બે છોકરાઓ કોણ હતા?
૨૩ સપ્ટેમ્બરની રાતે લગભગ બાર ને વીસ મિનિટ થઈ હતી. તું અને બીજા બે છોકરા ઓપેરા હાઉસથી હ્યુજીસ રોડ પર આવતા હતા. અરુણ શેઠ ગૂડલક બિયર બારમાંથી નીકળી સી.પી. ટૅન્કના પોતાના ઘર તરફ જતો હતો. સુખસાગરના બસસ્ટૉપ પાસે તમે બંને એકબીજા સાથે અથડાયા. બંને વચ્ચે ઝઘડો થયો. થોડી વાર પછી તું અને પેલા બે છોકરા નાના ચોક તરફ ભાગ્યા. અરુણ શેઠ ભોંય પર ઘસડાવા લાગ્યો. ત્યાં આવેલા બિલ્ડિંગ શાંતિસદનના ઓટલે બે માણસો બેઠેલા હતા. તેમણે તમને ભાગતા જોયા અને અરુણને છેલ્લા શ્વાસ લેતો જોયો. તેના પેટમાં આઠ ઈંચ ઊંડો ઘા હતો… અને દસ જ મિનિટ પછી પોલીસે ભાટિયા હૉસ્પિટલ સામેના પેટ્રોલપંપ પાસેથી તારી ધરપકડ કરી અને ત્યારે પણ એ ચાકુ તારી પાસે જ હતું. બરાબર છે ને! પણ એક વાત મને કહે… તારી સાથે હતા એ બે છોકરાઓ કોણ હતા?
{{ps | નિકુંજ મોદી:| હું નથી ઓળખતો. મેં એ પહેલાં ક્યારેય એમને જોયા નથી. અમે થિયેટર છૂટ્યા પછી સાથે ચાલતા હતા. એમાંના એકે ખૂન કર્યું હશે. મેં જોયું કે અરુણ ઘાયલ થયો છે એટલે હું ગભરાઈને ભાગ્યો.
{{ps | નિકુંજ મોદી:| હું નથી ઓળખતો. મેં એ પહેલાં ક્યારેય એમને જોયા નથી. અમે થિયેટર છૂટ્યા પછી સાથે ચાલતા હતા. એમાંના એકે ખૂન કર્યું હશે. મેં જોયું કે અરુણ ઘાયલ થયો છે એટલે હું ગભરાઈને ભાગ્યો.}}
{{ps |કિરણ દેસાઈ: | પણ ચાકુ તારી પાસે હતું…
{{ps |કિરણ દેસાઈ: | પણ ચાકુ તારી પાસે હતું…}}
{{ps | નિકુંજ મોદી:| આ ચાકુ દુનિયાનું એકમાત્ર ચાકુ છે? બીજા પાસે આવું નહીં હોય? ચોરબજારમાં જોઈએ એટલાં મળે છે. મેં ચાકુ નથી વાપર્યું.
{{ps | નિકુંજ મોદી:| આ ચાકુ દુનિયાનું એકમાત્ર ચાકુ છે? બીજા પાસે આવું નહીં હોય? ચોરબજારમાં જોઈએ એટલાં મળે છે. મેં ચાકુ નથી વાપર્યું.}}
{{ps |કિરણ દેસાઈ: | સાક્ષીઓએ ચાકુ તારા હાથમાં જોયું છે.
{{ps |કિરણ દેસાઈ: | સાક્ષીઓએ ચાકુ તારા હાથમાં જોયું છે.}}
{{ps | નિકુંજ મોદી:| પ્લીઝ, લીવ મી અલોન. તમે અહીં મને હેરાન કરવા આવ્યા છો?
{{ps | નિકુંજ મોદી:| પ્લીઝ, લીવ મી અલોન. તમે અહીં મને હેરાન કરવા આવ્યા છો?}}
{{ps |કિરણ દેસાઈ: | ના, મદદ કરવા. હું ઇચ્છું છું કે તું સાચું કહે. તું તારો ગુનો કબૂલી લે.
{{ps |કિરણ દેસાઈ: | ના, મદદ કરવા. હું ઇચ્છું છું કે તું સાચું કહે. તું તારો ગુનો કબૂલી લે.}}
{{ps | નિકુંજ મોદી:| શું? ગુનો કબૂલ કરું?
{{ps | નિકુંજ મોદી:| શું? ગુનો કબૂલ કરું?}}
{{ps |કિરણ દેસાઈ: | હા. ગુનો કબૂલ કરી લે. મારું કહ્યું માન. આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. જો ગુનો કબૂલ કરી લઈશ તો પંદર–વીસ વર્ષની સજા થશે અને તને પાંચેક વર્ષ પછી પેરોલ પર મૂકી દેવાશે.
{{ps |કિરણ દેસાઈ: | હા. ગુનો કબૂલ કરી લે. મારું કહ્યું માન. આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. જો ગુનો કબૂલ કરી લઈશ તો પંદર–વીસ વર્ષની સજા થશે અને તને પાંચેક વર્ષ પછી પેરોલ પર મૂકી દેવાશે.}}
{{ps | નિકુંજ મોદી:| નહીં, એ નહીં કરું. હું નિર્દોષ છું. મેં જે ગુનો કર્યો નથી તેના માટે હું જેલમાં સડવાનો નથી.
{{ps | નિકુંજ મોદી:| નહીં, એ નહીં કરું. હું નિર્દોષ છું. મેં જે ગુનો કર્યો નથી તેના માટે હું જેલમાં સડવાનો નથી.}}
{{ps |કિરણ દેસાઈ: | એમાં જ તારો ઉદ્ધાર છે. એ કેમ નથી સમજાતું?
{{ps |કિરણ દેસાઈ: | એમાં જ તારો ઉદ્ધાર છે. એ કેમ નથી સમજાતું?}}
{{ps | નિકુંજ મોદી:| પણ મેં ખૂન નથી કર્યું!
{{ps | નિકુંજ મોદી:| પણ મેં ખૂન નથી કર્યું!}}
{{ps |કિરણ દેસાઈ: | જો દીકરા, મારું કહ્યું માન. હું સાચે જ તને બચાવવા…
{{ps |કિરણ દેસાઈ: | જો દીકરા, મારું કહ્યું માન. હું સાચે જ તને બચાવવા…}}
{{ps | નિકુંજ મોદી:| (હાથ તરછોડતાં) હું તમારો દીકરો નથી. મારો બાપ હજુ જીવે છે.
{{ps | નિકુંજ મોદી:| (હાથ તરછોડતાં) હું તમારો દીકરો નથી. મારો બાપ હજુ જીવે છે.}}
(કિરણ દેસાઈ રમણીકલાલ પાસે જાય છે. તખ્તાના બીજા ખૂણે આવે છે.)
(કિરણ દેસાઈ રમણીકલાલ પાસે જાય છે. તખ્તાના બીજા ખૂણે આવે છે.)
{{ps |કિરણ દેસાઈ: | હવે તમે જ એને સમજાવો રમણીકભાઈ. એ પોતાનો ગુનો કબૂલ કરશે અને ગુસ્સામાં ભૂલથી ખૂન થઈ ગયું એમ કહેશે તો ટુ મર્ડર ઇન સેકન્ડ ડિગ્રી ગણીને જજ શિક્ષા પણ ઓછી કરશે.
{{ps |કિરણ દેસાઈ: | હવે તમે જ એને સમજાવો રમણીકભાઈ. એ પોતાનો ગુનો કબૂલ કરશે અને ગુસ્સામાં ભૂલથી ખૂન થઈ ગયું એમ કહેશે તો ટુ મર્ડર ઇન સેકન્ડ ડિગ્રી ગણીને જજ શિક્ષા પણ ઓછી કરશે.}}
{{ps |રમણીકલાલ: | પણ એણે જેલમાં તો જવું પડશે ને! જે ગુનો એણે કર્યો નથી એના માટે એ જેલની સજા ભોગવે?
{{ps |રમણીકલાલ: | પણ એણે જેલમાં તો જવું પડશે ને! જે ગુનો એણે કર્યો નથી એના માટે એ જેલની સજા ભોગવે?}}
{{ps |કિરણ દેસાઈ: | તમે એના બાપ છો ને? તમે હકીકત કેમ ભૂલી જાવ છો રમણીકભાઈ.
{{ps |કિરણ દેસાઈ: | તમે એના બાપ છો ને? તમે હકીકત કેમ ભૂલી જાવ છો રમણીકભાઈ.}}
{{ps |રમણીકલાલ: | એ હકીકત નથી. તમે મને એક વાત કહો મિ. દેસાઈ. તમે હાથમાં લીધેલો કોઈ કેસ બગડવા દેતા નથી એવું લોકો કહે છે.
{{ps |રમણીકલાલ: | એ હકીકત નથી. તમે મને એક વાત કહો મિ. દેસાઈ. તમે હાથમાં લીધેલો કોઈ કેસ બગડવા દેતા નથી એવું લોકો કહે છે.}}
{{ps |કિરણ દેસાઈ: | કરેક્ટ… સો ટકા સાચી વાત છે.
{{ps |કિરણ દેસાઈ: | કરેક્ટ… સો ટકા સાચી વાત છે.}}
{{ps |રમણીકલાલ: | જો મારો દીકરો ગુનો કબૂલ કરી લે તો તમારું કશું બગડવાનું નથી અને તમને એક વધુ કેસ સફળ કરવાનું શ્રેય મળે બરાબર!
{{ps |રમણીકલાલ: | જો મારો દીકરો ગુનો કબૂલ કરી લે તો તમારું કશું બગડવાનું નથી અને તમને એક વધુ કેસ સફળ કરવાનું શ્રેય મળે બરાબર!}}
{{ps |કિરણ દેસાઈ: | વૉટ? એટલે તમારું એવું માનવું છે કે એનો ગુનો કબૂલાવવામાં મારો એ જ એકમાત્ર આશય છે?
{{ps |કિરણ દેસાઈ: | વૉટ? એટલે તમારું એવું માનવું છે કે એનો ગુનો કબૂલાવવામાં મારો એ જ એકમાત્ર આશય છે?
{{ps |રમણીકલાલ: | નહીં, એમ નહીં પણ…
{{ps |રમણીકલાલ: | નહીં, એમ નહીં પણ…}}
{{ps |કિરણ દેસાઈ: | અચ્છા? ચાલો, આપણે એ નિર્દોષ જ છે એવો દાવો ચાલુ રાખીશું બસ? અને હું તેને બચાવવા મારાથી શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરીશ.
{{ps |કિરણ દેસાઈ: | અચ્છા? ચાલો, આપણે એ નિર્દોષ જ છે એવો દાવો ચાલુ રાખીશું બસ? અને હું તેને બચાવવા મારાથી શક્ય તેટલા બધા જ પ્રયત્નો કરીશ.}}
{{ps |રમણીકલાલ: | વિશ યૂ સક્સેસ મિ. દેસાઈ.
{{ps |રમણીકલાલ: | વિશ યૂ સક્સેસ મિ. દેસાઈ.}}
(અંધકાર… સંગીત…)
{{Right|(અંધકાર… સંગીત…)}}<br>
દૃશ્ય ૩
<center>'''દૃશ્ય ૩'''</center>
(ઍડ્વોકેટ કિરણ દેસાઈ પોતાની સેક્રેટરી મીના સાથે વાત કરે છે.)
(ઍડ્વોકેટ કિરણ દેસાઈ પોતાની સેક્રેટરી મીના સાથે વાત કરે છે.)
{{ps |કિરણ દેસાઈ: | એ બુઢ્ઢા રમણીકલાલનો વિશ્વાસ એના છોકરાને ગુનો કબૂલ કરવા નહીં દે. એ નાલાયક છોકરો ગુનેગાર છે. એટલું એ મૂરખને કેમ નહીં સમજાતું હોય? (સેક્રેટરીને) હું જજ હોઉં તો મનેય નિકુંજ મોદીને નિર્દોષ ઠેરવવા કારણો તો મળવાં જોઈ ને!
{{ps |કિરણ દેસાઈ: | એ બુઢ્ઢા રમણીકલાલનો વિશ્વાસ એના છોકરાને ગુનો કબૂલ કરવા નહીં દે. એ નાલાયક છોકરો ગુનેગાર છે. એટલું એ મૂરખને કેમ નહીં સમજાતું હોય? (સેક્રેટરીને) હું જજ હોઉં તો મનેય નિકુંજ મોદીને નિર્દોષ ઠેરવવા કારણો તો મળવાં જોઈ ને!}}
{{ps |મીના:|સર, બે-ત્રણ દિવસના તમે ઉજાગરા કર્યા છે. તમારી તબિયત સારી નથી લાગતી. આ કેસ પતે કે કોઈ સારા ડૉક્ટરને બતાવો અને આરામ કરો.
{{ps |મીના:|સર, બે-ત્રણ દિવસના તમે ઉજાગરા કર્યા છે. તમારી તબિયત સારી નથી લાગતી. આ કેસ પતે કે કોઈ સારા ડૉક્ટરને બતાવો અને આરામ કરો.}}
{{ps |કિરણ દેસાઈ: | શું કહ્યું? ડૉક્ટર? યસ ડૉક્ટર મણિયાર. મારે તેમને મળવું જ જોઈએ.
{{ps |કિરણ દેસાઈ: | શું કહ્યું? ડૉક્ટર? યસ ડૉક્ટર મણિયાર. મારે તેમને મળવું જ જોઈએ.}}
{{ps |મીના:|કોણ ડૉ. મણિયાર?
{{ps |મીના:|કોણ ડૉ. મણિયાર?}}
{{ps |કિરણ દેસાઈ: | તું ઓળખે છે એમને. ડૉ. મણિયાર. શિવાજી પાર્ક પર તેમની લૅબોરેટરી છે. માય ફ્રૅન્ડ.
{{ps |કિરણ દેસાઈ: | તું ઓળખે છે એમને. ડૉ. મણિયાર. શિવાજી પાર્ક પર તેમની લૅબોરેટરી છે. માય ફ્રૅન્ડ.}}
{{ps |મીના:|પણ એ તો બાયોકૅમિસ્ટ ફિઝિશિયન છે. તેમને બતાવવાનું મેં ક્યાં કહ્યું?
{{ps |મીના:|પણ એ તો બાયોકૅમિસ્ટ ફિઝિશિયન છે. તેમને બતાવવાનું મેં ક્યાં કહ્યું?}}
{{ps |કિરણ દેસાઈ: | તને નહીં સમજાય. જો, હું જાઉં છું. કોઈ અર્જન્ટ ફોન હોય તો ડૉ. મણિયારને ત્યાં મેસેજ આપજે.
{{ps |કિરણ દેસાઈ: | તને નહીં સમજાય. જો, હું જાઉં છું. કોઈ અર્જન્ટ ફોન હોય તો ડૉ. મણિયારને ત્યાં મેસેજ આપજે.}}
(ફેડ આઉટ – ફેડ ઇન – કિરણ દેસાઈ ડૉક્ટર મણિયારની લૅબોરેટરીમાં આવે છે. ડૉક્ટર હાથ લૂછતા આવે છે.)
(ફેડ આઉટ – ફેડ ઇન – કિરણ દેસાઈ ડૉક્ટર મણિયારની લૅબોરેટરીમાં આવે છે. ડૉક્ટર હાથ લૂછતા આવે છે.)
{{ps |ડૉ. મણિયાર: આજે ઘણે દિવસે આ બાજુ ભૂલા પડ્યા દેસાઈ. આ તરફ કોઈ નવી કોર્ટ ખૂલી છે કે શું?
{{ps |ડૉ. મણિયાર: આજે ઘણે દિવસે આ બાજુ ભૂલા પડ્યા દેસાઈ. આ તરફ કોઈ નવી કોર્ટ ખૂલી છે કે શું?}}
{{ps |કિરણ દેસાઈ: | અરે નહીં ડોક્ટર. અરુણ શેઠ ખૂન કેસમાં એવો તો અટવાયો છું કે તમારી મદદની જરૂર પડી.
{{ps |કિરણ દેસાઈ: | અરે નહીં ડોક્ટર. અરુણ શેઠ ખૂન કેસમાં એવો તો અટવાયો છું કે તમારી મદદની જરૂર પડી.}}
{{ps |ડૉ. મણિયાર: દેસાઈ, એ કેસ વિશે મેં પણ થોડું ન્યૂઝપેપરમાં જાણ્યું છે.
{{ps |ડૉ. મણિયાર: દેસાઈ, એ કેસ વિશે મેં પણ થોડું ન્યૂઝપેપરમાં જાણ્યું છે.}}
{{ps |કિરણ દેસાઈ: | જેની ધરપકડ થઈ છે એ નિકુંજ મોદી ચાકુનો માલિક છે અને કહે છે કે તેણે એ ખૂન નથી કર્યું. હવે જો ચાકુથી ખૂન નથી થયું એવું પુરવાર થાય તો જ નિકુંજ નિર્દોષ પુરવાર થાય.
{{ps |કિરણ દેસાઈ: | જેની ધરપકડ થઈ છે એ નિકુંજ મોદી ચાકુનો માલિક છે અને કહે છે કે તેણે એ ખૂન નથી કર્યું. હવે જો ચાકુથી ખૂન નથી થયું એવું પુરવાર થાય તો જ નિકુંજ નિર્દોષ પુરવાર થાય.}}
{{ps |ડૉ. મણિયાર: એનો બૅન્ઝીડીન ટેસ્ટ કરાયો નથી?
{{ps |ડૉ. મણિયાર: એનો બૅન્ઝીડીન ટેસ્ટ કરાયો નથી?}}
{{ps |કિરણ દેસાઈ: | બૅન્ઝીડીન ટેસ્ટ તો થયો છે. તેમાં હથિયાર પર લોહીનું નિશાન જણાયું નથી. પ્રોસિક્યુશનનો એવો મત છે કે એના પરથી લોહી સાફ કરી નાખવામાં આવ્યું છે. પણ મેં સાંભળ્યું છે કે એવો કોઈ ટેસ્ટ છે જે બૅન્ઝીડીન કરતાંયે વધુ સેન્સિટિવ છે.
{{ps |કિરણ દેસાઈ: | બૅન્ઝીડીન ટેસ્ટ તો થયો છે. તેમાં હથિયાર પર લોહીનું નિશાન જણાયું નથી. પ્રોસિક્યુશનનો એવો મત છે કે એના પરથી લોહી સાફ કરી નાખવામાં આવ્યું છે. પણ મેં સાંભળ્યું છે કે એવો કોઈ ટેસ્ટ છે જે બૅન્ઝીડીન કરતાંયે વધુ સેન્સિટિવ છે.}}
{{ps |ડૉ. મણિયાર: યસ, બૅન્ઝીડીન ટેસ્ટ સ્ટૅન્ડર્ડ છે પણ એના કરતાંયે સેન્સિટિવ ટેસ્ટ છે, રિડ્યુસ્ડ ફિનોલ્ફથેલીન ટેસ્ટ, પણ એમાં કેટલીક બાબતો યાદ રાખવી પડે.
{{ps |ડૉ. મણિયાર: યસ, બૅન્ઝીડીન ટેસ્ટ સ્ટૅન્ડર્ડ છે પણ એના કરતાંયે સેન્સિટિવ ટેસ્ટ છે, રિડ્યુસ્ડ ફિનોલ્ફથેલીન ટેસ્ટ, પણ એમાં કેટલીક બાબતો યાદ રાખવી પડે.}}
{{ps |કિરણ દેસાઈ: | કઈ કઈ?
{{ps |કિરણ દેસાઈ: | કઈ કઈ?}}
{{ps |ડૉ. મણિયાર: હથિયારના બ્લેડની ધાતુ છિદ્રાળુ હોય એટલે તેમાં લોહીના સૂક્ષ્મ કણો ભરાઈ રહે. એટલે આ ટેસ્ટથી એ છરીથી ખૂન થયું છે કે નહીં એટલું જ કહી શકાય પણ એ લોહી ખૂનીનું જ છે કે નહીં એ સાબિત ન કરી શકાય. એટલે કે એ ચાકુથી તમારા અસીલને વાગી ગયું હોય અને લોહી નીકળ્યું હોય તો પણ એ ટેસ્ટ પૉઝિટિવ આવે.
{{ps |ડૉ. મણિયાર: હથિયારના બ્લેડની ધાતુ છિદ્રાળુ હોય એટલે તેમાં લોહીના સૂક્ષ્મ કણો ભરાઈ રહે. એટલે આ ટેસ્ટથી એ છરીથી ખૂન થયું છે કે નહીં એટલું જ કહી શકાય પણ એ લોહી ખૂનીનું જ છે કે નહીં એ સાબિત ન કરી શકાય. એટલે કે એ ચાકુથી તમારા અસીલને વાગી ગયું હોય અને લોહી નીકળ્યું હોય તો પણ એ ટેસ્ટ પૉઝિટિવ આવે.}}
{{ps |કિરણ દેસાઈ: | આપણે એ ટેસ્ટ માટે શું કરવું પડે?
{{ps |કિરણ દેસાઈ: | આપણે એ ટેસ્ટ માટે શું કરવું પડે?}}
{{ps |ડૉ. મણિયાર: હું એ સૉલ્યુશન બનાવી રાખું. તમારે ચાકુને એ સૉલ્યુશનમાં ડુબાવવાનું અને જો સૉલ્યુશન લાલ થઈ જાય તો સમજવાનું કે એ ચાકુ ક્યારેક લોહીવાળું થયું હશે. કોઈ પણ મેટલ છિદ્રાળુ હોય છે અને એમાં વર્ષો પહેલાં પણ લોહીનો ડાઘ હોય તો, છિદ્રોમાં ભરાયેલા અતિ સૂક્ષ્મ અણુઓ આ ટેસ્ટથી પકડાઈ જાય છે.
{{ps |ડૉ. મણિયાર: હું એ સૉલ્યુશન બનાવી રાખું. તમારે ચાકુને એ સૉલ્યુશનમાં ડુબાવવાનું અને જો સૉલ્યુશન લાલ થઈ જાય તો સમજવાનું કે એ ચાકુ ક્યારેક લોહીવાળું થયું હશે. કોઈ પણ મેટલ છિદ્રાળુ હોય છે અને એમાં વર્ષો પહેલાં પણ લોહીનો ડાઘ હોય તો, છિદ્રોમાં ભરાયેલા અતિ સૂક્ષ્મ અણુઓ આ ટેસ્ટથી પકડાઈ જાય છે.}}
{{ps |કિરણ દેસાઈ: | થૅન્ક યૂ ડૉક્ટર, થૅન્ક યૂ. મને આ ટેસ્ટ તમે કરી બતાવશો?
{{ps |કિરણ દેસાઈ: | થૅન્ક યૂ ડૉક્ટર, થૅન્ક યૂ. મને આ ટેસ્ટ તમે કરી બતાવશો?}}
{{ps |ડૉ. મણિયાર: તમે એ ચાકુ લઈ આવો.
{{ps |ડૉ. મણિયાર: તમે એ ચાકુ લઈ આવો.}}
{{ps |કિરણ દેસાઈ: | એ ચાકુ તો કોર્ટના કબજામાં છે.
{{ps |કિરણ દેસાઈ: | એ ચાકુ તો કોર્ટના કબજામાં છે.}}
{{ps |ડૉ. મણિયાર: તો એવું બીજું ચાકુ લઈ આવો એટલે હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું.
{{ps |ડૉ. મણિયાર: તો એવું બીજું ચાકુ લઈ આવો એટલે હું તમને પ્રેક્ટિકલ કરી બતાવું.}}
{{ps |કિરણ દેસાઈ: | હું આજે સાંજે જ એ પ્રકારનું બીજું ચાકુ લઈને આવું છું, ડૉક્ટર.
{{ps |કિરણ દેસાઈ: | હું આજે સાંજે જ એ પ્રકારનું બીજું ચાકુ લઈને આવું છું, ડૉક્ટર.}}
{{ps |ડૉ. મણિયાર: વેલ કમ ડિયર…
{{ps |ડૉ. મણિયાર: વેલ કમ ડિયર…}}
(કિરણ દેસાઈ જાય છે.)
(કિરણ દેસાઈ જાય છે.)
(અંધકાર… સંગીત…)
{{Right|(અંધકાર… સંગીત…)}}
દૃશ્ય ૪
<center>દૃશ્ય ૪</center>
(જેલની કોટડીમાં નિકુંજ મૅગેઝીન વાંચે છે. કિરણ દેસાઈ મળવા આવે છે.)
(જેલની કોટડીમાં નિકુંજ મૅગેઝીન વાંચે છે. કિરણ દેસાઈ મળવા આવે છે.)
{{ps |કિરણ દેસાઈ: | નિકુંજ, સાંભળ. કદાચ તારી જિંદગી બચી જાય. પણ એ પહેલાં તારે મને સત્ય હકીકત કહેવી પડશે.
{{ps |કિરણ દેસાઈ: | નિકુંજ, સાંભળ. કદાચ તારી જિંદગી બચી જાય. પણ એ પહેલાં તારે મને સત્ય હકીકત કહેવી પડશે.}}
{{ps | નિકુંજ મોદી:| જે કંઈ કહેવાનું હતું તે મેં કહી દીધું છે.
{{ps | નિકુંજ મોદી:| જે કંઈ કહેવાનું હતું તે મેં કહી દીધું છે.}}
{{ps |કિરણ દેસાઈ: | એક ટેસ્ટ છે તેનાથી તારા ચાકુ પર ક્યારેય લોહીનો ડાઘ પડ્યો હતો કે નહીં તે શોધી શકાય એમ છે.
{{ps |કિરણ દેસાઈ: | એક ટેસ્ટ છે તેનાથી તારા ચાકુ પર ક્યારેય લોહીનો ડાઘ પડ્યો હતો કે નહીં તે શોધી શકાય એમ છે.}}
{{ps | નિકુંજ મોદી:| એટલે?
{{ps | નિકુંજ મોદી:| એટલે?}}
{{ps |કિરણ દેસાઈ: | એ ટેસ્ટ હું આવતી કાલે કોર્ટમાં કરવા માગું છું. જો ટેસ્ટ નેગેટિવ આવશે તો કોર્ટ માનશે કે તેં અરુણ શેઠનું ખૂન નથી કર્યું.
{{ps |કિરણ દેસાઈ: | એ ટેસ્ટ હું આવતી કાલે કોર્ટમાં કરવા માગું છું. જો ટેસ્ટ નેગેટિવ આવશે તો કોર્ટ માનશે કે તેં અરુણ શેઠનું ખૂન નથી કર્યું.}}
{{ps | નિકુંજ મોદી:| મને કંઈ જ સમજાતું નથી.
{{ps | નિકુંજ મોદી:| મને કંઈ જ સમજાતું નથી.}}
{{ps |કિરણ દેસાઈ: | જો તેં એને ખરેખર માર્યો હશે તો ચાકુ સૉલ્યુશનમાં બોળતાંની સાથે લાલ થઈ જશે. એટલું જ નહીં, એ ચાકુ પર તે પહેલાં ક્યારેય લોહીનો ડાઘો પડ્યો હશે તોય સૉલ્યુશન લાલ થઈ જશે. એટલે જ હું તને ફરી પૂછું છું એ ચાકુ પર લોહીનો ડાઘ ક્યારેય પડ્યો છે ખરો?
{{ps |કિરણ દેસાઈ: | જો તેં એને ખરેખર માર્યો હશે તો ચાકુ સૉલ્યુશનમાં બોળતાંની સાથે લાલ થઈ જશે. એટલું જ નહીં, એ ચાકુ પર તે પહેલાં ક્યારેય લોહીનો ડાઘો પડ્યો હશે તોય સૉલ્યુશન લાલ થઈ જશે. એટલે જ હું તને ફરી પૂછું છું એ ચાકુ પર લોહીનો ડાઘ ક્યારેય પડ્યો છે ખરો?}}
{{ps | નિકુંજ મોદી:| મેં કહ્યું તો ખરું કે મેં એને નથી માર્યો!
{{ps | નિકુંજ મોદી:| મેં કહ્યું તો ખરું કે મેં એને નથી માર્યો!}}
{{ps |કિરણ દેસાઈ: | અરે બેવકૂફ, તને મારો સવાલ સમજાય છે? એ ચાકુ પર ક્યારેય કોઈનું લોહી પડેલું છે?
{{ps |કિરણ દેસાઈ: | અરે બેવકૂફ, તને મારો સવાલ સમજાય છે? એ ચાકુ પર ક્યારેય કોઈનું લોહી પડેલું છે?}}
{{ps | નિકુંજ મોદી:| ના. એ બિલકુલ નવું હતું. મેં એનાથી ક્યારેય કોઈને માર્યું નથી.
{{ps | નિકુંજ મોદી:| ના. એ બિલકુલ નવું હતું. મેં એનાથી ક્યારેય કોઈને માર્યું નથી.}}
{{ps |કિરણ દેસાઈ: | તને ખાતરી છે? બરોબર ખાતરી છે?
{{ps |કિરણ દેસાઈ: | તને ખાતરી છે? બરોબર ખાતરી છે?}}
{{ps | નિકુંજ મોદી:| મેં કહ્યું તો ખરું. કહ્યું કે નહીં?
{{ps | નિકુંજ મોદી:| મેં કહ્યું તો ખરું. કહ્યું કે નહીં?}}
{{ps |કિરણ દેસાઈ: | આ તો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, રમત નથી.
{{ps |કિરણ દેસાઈ: | આ તો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, રમત નથી.}}
{{ps | નિકુંજ મોદી:| મેં કહ્યું ને કે એ બિલકુલ ચોખ્ખું હતું.
{{ps | નિકુંજ મોદી:| મેં કહ્યું ને કે એ બિલકુલ ચોખ્ખું હતું.}}
{{ps |કિરણ દેસાઈ: | અચ્છા, નિકુંજ આપણે જોઈશું. કાલે હું એને ભરી કોર્ટમાં સૉલ્યુશનમાં બોળીશ અને જો તું મને જુઠ્ઠું કહેતો હોય તો તને ભગવાન પણ નહીં બચાવી શકે.
{{ps |કિરણ દેસાઈ: | અચ્છા, નિકુંજ આપણે જોઈશું. કાલે હું એને ભરી કોર્ટમાં સૉલ્યુશનમાં બોળીશ અને જો તું મને જુઠ્ઠું કહેતો હોય તો તને ભગવાન પણ નહીં બચાવી શકે.}}
(અંધકાર… સંગીત…)
(અંધકાર… સંગીત…)
દૃશ્ય ૫
<center>'''દૃશ્ય ૫'''</center>
(સ્થળ: કોર્ટનો રૂમ, જજ, સરકારી વકીલ, આરોપી, પોલીસ, રમણીકલાલ વગેરે હાજર છે.)
(સ્થળ: કોર્ટનો રૂમ, જજ, સરકારી વકીલ, આરોપી, પોલીસ, રમણીકલાલ વગેરે હાજર છે.)
{{ps |કિરણ દેસાઈ: | યૉર ઑનર, હું આ કેસમાં એક મહત્ત્વનો નવો પુરાવો રજૂ કરવા માગું છું. કોર્ટ એના માટેની પરવાનગી મને આપો.
{{ps |કિરણ દેસાઈ: | યૉર ઑનર, હું આ કેસમાં એક મહત્ત્વનો નવો પુરાવો રજૂ કરવા માગું છું. કોર્ટ એના માટેની પરવાનગી મને આપો.}}
{{ps |સરકારી વકીલ:  | ઑબ્જેક્ટ યૉર ઑનર, બચાવપક્ષને પુરાવા રજૂ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. હવે કોર્ટનો સમય બગાડવાની જરૂર નથી.
{{ps |સરકારી વકીલ:  | ઑબ્જેક્ટ યૉર ઑનર, બચાવપક્ષને પુરાવા રજૂ કરવા માટે પૂરતો સમય મળ્યો છે. હવે કોર્ટનો સમય બગાડવાની જરૂર નથી.}}
{{ps |જજ: |  ઑબ્જેક્શન ઓવરરુલ્ડ, એવો કયો પુરાવો છે મિ. દેસાઈ.
{{ps |જજ: |  ઑબ્જેક્શન ઓવરરુલ્ડ, એવો કયો પુરાવો છે મિ. દેસાઈ.}}
{{ps |કિરણ દેસાઈ: | એ એક ડેમોન્સ્ટ્રેશન છે યૉર ઑનર… એનાથી મારો અસીલ ગુનેગાર છે કે નિર્દોષ તે સાબિત થઈ જશે.
{{ps |કિરણ દેસાઈ: | એ એક ડેમોન્સ્ટ્રેશન છે યૉર ઑનર… એનાથી મારો અસીલ ગુનેગાર છે કે નિર્દોષ તે સાબિત થઈ જશે.}}
{{ps |જજ: |  ઓકે. મિ. દેસાઈ, તમે તમારું ડેમોન્સ્ટ્રેશન કરી શકો છો.
{{ps |જજ: |  ઓકે. મિ. દેસાઈ, તમે તમારું ડેમોન્સ્ટ્રેશન કરી શકો છો.}}
(કિરણ દેસાઈ બીકર કાઢી તેમાં સૉલ્યુશન રેડે છે.)
(કિરણ દેસાઈ બીકર કાઢી તેમાં સૉલ્યુશન રેડે છે.)
{{ps |જજ: |  આ શું છે?
{{ps |જજ: |  આ શું છે?}}
{{ps |કિરણ દેસાઈ: | યૉર ઑનર, આ એક પ્રકારનું સૉલ્યુશન છે જે ખાસ લોહીને શોધી કાઢવા માટે જ વપરાય છે. યૉર ઑનર, આ કેસમાં રજૂ થયેલું ‘ઍક્ઝિબીટ–એ’ એ ચાકુ છે જેનાથી મિ. અરુણ શેઠનું મોત થયું હતું. આ એ જ ચાકુ છે જે ૨૩મી સપ્ટેમ્બરની રાતે આરોપી મિ. નિકુંજ મોદીની પાસે હતું. છતાં આ આખાયે કેસ દરમિયાન આ ખૂનને લગતી સૌથી મહત્ત્વની બાબત કે જે લોહી છે તેના વિશે એક પણ વખત કોઈ વાત થઈ નથી. (ચાકુ હાથમાં લઈ) આ ચાકુ મારા અસીલની ધરપકડ પછી કોર્ટની જપ્તીમાંથી બહાર ગયું નથી. આ ટેસ્ટથી તેના પર ક્યારેય લોહીનો ડાઘ પડ્યો છે કે નહીં તે શોધી શકાય છે. લેડીઝ ઍન્ડ જેન્ટલમૅન, હું આ ટેસ્ટ કરી એ સાબિત કરવા માગું છું કે હું એક એવા છોકરાનો કેસ લડી રહ્યો છું કે જેના પર કાં તો ખોટો આરોપ મુકાયો છે કાં તો એ જુઠ્ઠું બોલતો કાતિલ ખૂની છે. હું આ ચાકુની બ્લેડને સૉલ્યુશનમાં બોળવા માગું છું. જો આ સૉલ્યુશનનો રંગ લાલ થાય તો જાણજોકે આરોપી ગુનેગાર છે અને એને એના ગુના માટે સજા થવી જ જોઈએ અને જો સૉલ્યુશન છે તેવું જ રહે, તો જાણજોકે એ નિર્દોષ છે અને એને છોડી મૂકવો એ તમારી ફરજ છે.
{{ps |કિરણ દેસાઈ: | યૉર ઑનર, આ એક પ્રકારનું સૉલ્યુશન છે જે ખાસ લોહીને શોધી કાઢવા માટે જ વપરાય છે. યૉર ઑનર, આ કેસમાં રજૂ થયેલું ‘ઍક્ઝિબીટ–એ’ એ ચાકુ છે જેનાથી મિ. અરુણ શેઠનું મોત થયું હતું. આ એ જ ચાકુ છે જે ૨૩મી સપ્ટેમ્બરની રાતે આરોપી મિ. નિકુંજ મોદીની પાસે હતું. છતાં આ આખાયે કેસ દરમિયાન આ ખૂનને લગતી સૌથી મહત્ત્વની બાબત કે જે લોહી છે તેના વિશે એક પણ વખત કોઈ વાત થઈ નથી. (ચાકુ હાથમાં લઈ) આ ચાકુ મારા અસીલની ધરપકડ પછી કોર્ટની જપ્તીમાંથી બહાર ગયું નથી. આ ટેસ્ટથી તેના પર ક્યારેય લોહીનો ડાઘ પડ્યો છે કે નહીં તે શોધી શકાય છે. લેડીઝ ઍન્ડ જેન્ટલમૅન, હું આ ટેસ્ટ કરી એ સાબિત કરવા માગું છું કે હું એક એવા છોકરાનો કેસ લડી રહ્યો છું કે જેના પર કાં તો ખોટો આરોપ મુકાયો છે કાં તો એ જુઠ્ઠું બોલતો કાતિલ ખૂની છે. હું આ ચાકુની બ્લેડને સૉલ્યુશનમાં બોળવા માગું છું. જો આ સૉલ્યુશનનો રંગ લાલ થાય તો જાણજોકે આરોપી ગુનેગાર છે અને એને એના ગુના માટે સજા થવી જ જોઈએ અને જો સૉલ્યુશન છે તેવું જ રહે, તો જાણજોકે એ નિર્દોષ છે અને એને છોડી મૂકવો એ તમારી ફરજ છે.}}
(ચાકુની બ્લેડ બીકરમાં ઉતારવાનો અભિનય કરે છે.)
(ચાકુની બ્લેડ બીકરમાં ઉતારવાનો અભિનય કરે છે.)
{{ps |સરકારી વકીલ:  | ઑબ્જેક્શન યૉર ઑનર…
{{ps |સરકારી વકીલ:  | ઑબ્જેક્શન યૉર ઑનર…}}
{{ps |કિરણ દેસાઈ: | યસ; મિ. મહેતા?
{{ps |કિરણ દેસાઈ: | યસ; મિ. મહેતા?}}
{{ps |સરકારી વકીલ:  | યૉર ઑનર, પોલીસ લેબોરેટરીમાં આ ચાકુ પર સ્ટાન્ડર્ડ બૅન્ઝીડીન ટેસ્ટ કરવામાં આવેલ છે. અને હું ખાતરીપૂર્વક માનું છું કે ચાકુને લૂછીને સાફ કરી નાખવામાં આવ્યું છે.
{{ps |સરકારી વકીલ:  | યૉર ઑનર, પોલીસ લેબોરેટરીમાં આ ચાકુ પર સ્ટાન્ડર્ડ બૅન્ઝીડીન ટેસ્ટ કરવામાં આવેલ છે. અને હું ખાતરીપૂર્વક માનું છું કે ચાકુને લૂછીને સાફ કરી નાખવામાં આવ્યું છે.}}
{{ps |કિરણ દેસાઈ: | યૉર ઑનર, આ ટેસ્ટની સેન્સિટિવિટી અને ડેલિક્સી બૅન્ઝીડીન ટેસ્ટ કરતાં અનેક ગણી વધારે છે.
{{ps |કિરણ દેસાઈ: | યૉર ઑનર, આ ટેસ્ટની સેન્સિટિવિટી અને ડેલિક્સી બૅન્ઝીડીન ટેસ્ટ કરતાં અનેક ગણી વધારે છે.}}
{{ps |સરકારી વકીલ:  | યૉર ઑનર, આ પ્રયોગ બિનજરૂરી છે. આ આખું ડેમોન્સ્ટ્રેશન કોર્ટનો સમય બરબાદ કરવા માટે છે. હું કોર્ટને વિનંતી કરું છું કે આ ડેમોન્સ્ટ્રેશન બંધ કરાવવામાં આવે.
{{ps |સરકારી વકીલ:  | યૉર ઑનર, આ પ્રયોગ બિનજરૂરી છે. આ આખું ડેમોન્સ્ટ્રેશન કોર્ટનો સમય બરબાદ કરવા માટે છે. હું કોર્ટને વિનંતી કરું છું કે આ ડેમોન્સ્ટ્રેશન બંધ કરાવવામાં આવે.}}
{{ps |જજ: |  મિ. દેસાઈ, હું માનું છું કે ફૉરેન્સિક મેડિસિનમાં ઍક્ષ્પર્ટ હોવાની તમારી પાસે કોઈ સાબિતી નથી અને જો પોલીસના રિપૉર્ટને જ સમર્થન મળવાનું હોય તો આ ટેસ્ટનો કોઈ અર્થ નથી. સો ઑબ્જેક્શન સસ્ટૅન્ડ.
{{ps |જજ: |  મિ. દેસાઈ, હું માનું છું કે ફૉરેન્સિક મેડિસિનમાં ઍક્ષ્પર્ટ હોવાની તમારી પાસે કોઈ સાબિતી નથી અને જો પોલીસના રિપૉર્ટને જ સમર્થન મળવાનું હોય તો આ ટેસ્ટનો કોઈ અર્થ નથી. સો ઑબ્જેક્શન સસ્ટૅન્ડ.}}
{{ps |કિરણ દેસાઈ: | બટ યૉર, ઑનર…
{{ps |કિરણ દેસાઈ: | બટ યૉર, ઑનર…}}
{{ps |જજ: |  ઑબ્જેક્શન સસ્ટૅન્ડ મિ. દેસાઈ. તમે આ ડેમોન્સ્ટ્રેશન નહીં કરી શકો.
{{ps |જજ: |  ઑબ્જેક્શન સસ્ટૅન્ડ મિ. દેસાઈ. તમે આ ડેમોન્સ્ટ્રેશન નહીં કરી શકો.}}
(કિરણ દેસાઈ ચાકુ મૂકી દે છે.)
(કિરણ દેસાઈ ચાકુ મૂકી દે છે.)
{{ps |કિરણ દેસાઈ: | યૉર ઑનર, મને આ ટેસ્ટ ન કરવા દેવામાં આવ્યો. આ છોકરાને ખબર હતી કે આ ટેસ્ટનું પરિણામ એને ખૂની ઠરાવી શકશે યા નિર્દોષ અને છતાં એણે મને એ ટેસ્ટ કરવાની રજા આપી હતી. કોઈ પણ ગુનાહિત માણસે આ ટેસ્ટ કરવા દીધો ન હોત અને કોઈ નિર્દોષ માણસે ના ન પાડી હોત. હવે નિર્ણય આપના હાથમાં છે. મારા મતે આરોપી નિકુંજ મોદી નિર્દોષ છે.
{{ps |કિરણ દેસાઈ: | યૉર ઑનર, મને આ ટેસ્ટ ન કરવા દેવામાં આવ્યો. આ છોકરાને ખબર હતી કે આ ટેસ્ટનું પરિણામ એને ખૂની ઠરાવી શકશે યા નિર્દોષ અને છતાં એણે મને એ ટેસ્ટ કરવાની રજા આપી હતી. કોઈ પણ ગુનાહિત માણસે આ ટેસ્ટ કરવા દીધો ન હોત અને કોઈ નિર્દોષ માણસે ના ન પાડી હોત. હવે નિર્ણય આપના હાથમાં છે. મારા મતે આરોપી નિકુંજ મોદી નિર્દોષ છે.}}
(જજ નોંધ કરે છે અને નિર્ણય આપે છે.)
(જજ નોંધ કરે છે અને નિર્ણય આપે છે.)
{{ps |જજ: |  બધા પુરાવાઓને ધ્યાનમાં લેતાં આરોપી નિકુંજ મોદી નિર્દોષ ઠરે છે. નોટ ફાઉન્ડ ગિલ્ટી.
{{ps |જજ: |  બધા પુરાવાઓને ધ્યાનમાં લેતાં આરોપી નિકુંજ મોદી નિર્દોષ ઠરે છે. નોટ ફાઉન્ડ ગિલ્ટી.}}
(બધા જાય છે. માત્ર વકીલ કિરણ દેસાઈ, નિકુંજ અને રમણીકલાલ ઊભા છે.)
(બધા જાય છે. માત્ર વકીલ કિરણ દેસાઈ, નિકુંજ અને રમણીકલાલ ઊભા છે.)
{{ps |રમણીકલાલ: | ભગવાન તમારું ભલું કરે સાહેબ, તમે સાચે જ મારા દીકરાને બચાવી લીધો.
{{ps |રમણીકલાલ: | ભગવાન તમારું ભલું કરે સાહેબ, તમે સાચે જ મારા દીકરાને બચાવી લીધો.}}
{{ps |કિરણ દેસાઈ: | આભાર તો તમારે સરકારી વકીલનો માનવો જોઈએ રમણીકભાઈ. હું તો ત્યાં માત્ર નાટક જ કરતો હતો. હકીકતમાં હું એ ડેમોન્સ્ટ્રેશન કરવા માગતો જ ન હતો. હું રાહ જોતો હતો કે સરકારી વકીલ ક્યારે ઑબ્જેક્શન લે.
{{ps |કિરણ દેસાઈ: | આભાર તો તમારે સરકારી વકીલનો માનવો જોઈએ રમણીકભાઈ. હું તો ત્યાં માત્ર નાટક જ કરતો હતો. હકીકતમાં હું એ ડેમોન્સ્ટ્રેશન કરવા માગતો જ ન હતો. હું રાહ જોતો હતો કે સરકારી વકીલ ક્યારે ઑબ્જેક્શન લે.}}
{{ps |રમણીકલાલ: | તમે ખરેખર એ ટેસ્ટ કરવા માગતા ન હતા?
{{ps |રમણીકલાલ: | તમે ખરેખર એ ટેસ્ટ કરવા માગતા ન હતા?}}
{{ps |કિરણ દેસાઈ: | ના. જો મારે એ ટેસ્ટ કરવો જ હોત તો હું ડૉ. મણિયાર જેવા ઍક્ષ્પર્ટને ત્યાં હાજર ન રાખત? પણ મારે એવો ચાન્સ લેવો ન હતો. જો એ સૉલ્યુશન ભૂલેચૂકેય લાલ રંગનું થઈ ગયું તો? ના. એમાં બહુ મોટું જોખમ હતું. પણ મને ખાતરી હતી કે સરકારી વકીલ ઑબ્જેક્શન લેશે જ. પણ મારા સંતોષ ખાતર એક કામ કરવાનું છે.
{{ps |કિરણ દેસાઈ: | ના. જો મારે એ ટેસ્ટ કરવો જ હોત તો હું ડૉ. મણિયાર જેવા ઍક્ષ્પર્ટને ત્યાં હાજર ન રાખત? પણ મારે એવો ચાન્સ લેવો ન હતો. જો એ સૉલ્યુશન ભૂલેચૂકેય લાલ રંગનું થઈ ગયું તો? ના. એમાં બહુ મોટું જોખમ હતું. પણ મને ખાતરી હતી કે સરકારી વકીલ ઑબ્જેક્શન લેશે જ. પણ મારા સંતોષ ખાતર એક કામ કરવાનું છે.}}
{{ps |રમણીકલાલ: | એટલે તમે કહેવા શું માગો છો?
{{ps |રમણીકલાલ: | એટલે તમે કહેવા શું માગો છો?}}
{{ps |કિરણ દેસાઈ: | હું હજુયે સત્ય જાણતો નથી. તમે પણ જાણતા નથી, જાણે છે એકમાત્ર નિકુંજ.
{{ps |કિરણ દેસાઈ: | હું હજુયે સત્ય જાણતો નથી. તમે પણ જાણતા નથી, જાણે છે એકમાત્ર નિકુંજ.}}
{{ps |રમણીકલાલ: | કેમ? તમે તો તેને નિર્દોષ પુરવાર કર્યો છે.
{{ps |રમણીકલાલ: | કેમ? તમે તો તેને નિર્દોષ પુરવાર કર્યો છે.}}
{{ps |કિરણ દેસાઈ: | મેં ત્યાં શું પુરવાર કર્યું છે તેની ચિંતા ન કરો રમણીકભાઈ. સત્ય જાણવાનો એક જ ઉપાય છે. મને એ ચાકુ આપો. જે ટેસ્ટ આપણે કોર્ટમાં ન કર્યો તે અહીં કરવો છે.
{{ps |કિરણ દેસાઈ: | મેં ત્યાં શું પુરવાર કર્યું છે તેની ચિંતા ન કરો રમણીકભાઈ. સત્ય જાણવાનો એક જ ઉપાય છે. મને એ ચાકુ આપો. જે ટેસ્ટ આપણે કોર્ટમાં ન કર્યો તે અહીં કરવો છે.}}
{{ps |રમણીકલાલ: | પણ શું કામ? તેનાથી શો ફરક પડે છે?
{{ps |રમણીકલાલ: | પણ શું કામ? તેનાથી શો ફરક પડે છે?}}
{{ps |કિરણ દેસાઈ: | ફરક ભલે ન પડે પણ મારે સત્ય જાણવું છે. મારા સંતોષ ખાતર. માટે ચાકુનો ટેસ્ટ કરવો છે.
{{ps |કિરણ દેસાઈ: | ફરક ભલે ન પડે પણ મારે સત્ય જાણવું છે. મારા સંતોષ ખાતર. માટે ચાકુનો ટેસ્ટ કરવો છે.}}
{{ps |રમણીકલાલ: | તમારે સત્ય જાણવું છે કેમ? તમારા સંતોષ ખાતર? તમારે એ જાણવું છે કે આ ચાકુ પર લોહીનો ડાઘ લાગ્યો છે કે નહીં? ભલે, તમને હું કેમ રોકી શકું?
{{ps |રમણીકલાલ: | તમારે સત્ય જાણવું છે કેમ? તમારા સંતોષ ખાતર? તમારે એ જાણવું છે કે આ ચાકુ પર લોહીનો ડાઘ લાગ્યો છે કે નહીં? ભલે, તમને હું કેમ રોકી શકું?}}
(રમણીકલાલ ચાકુથી હથેળી ચીરીને લોહી કાઢે છે.)
(રમણીકલાલ ચાકુથી હથેળી ચીરીને લોહી કાઢે છે.)
લો કરો તમારો ટેસ્ટ. મિ. દેસાઈ. તમારે જે ટેસ્ટ કરવો હોય તે કરો.
લો કરો તમારો ટેસ્ટ. મિ. દેસાઈ. તમારે જે ટેસ્ટ કરવો હોય તે કરો.
(લોહી નીતરતું ચાકુ બૅરિસ્ટરને આપે છે, હાથે રૂમાલ-વીંટીને)
(લોહી નીતરતું ચાકુ બૅરિસ્ટરને આપે છે, હાથે રૂમાલ-વીંટીને)
ચાલ બેટા…
ચાલ બેટા…
(બંને જાય છે. વકીલ કિરણ દેસાઈ આંખો ફાડીને જોઈ રહે છે.)
(બંને જાય છે. વકીલ કિરણ દેસાઈ આંખો ફાડીને જોઈ રહે છે.)
{{ps |કિરણ દેસાઈ: | રમણીકભાઈ, તમે? આ શું કર્યું?
{{ps |કિરણ દેસાઈ: | રમણીકભાઈ, તમે? આ શું કર્યું?
(સ્તબ્ધ બની જાય છે. સ્વગત બબડે છે.)
(સ્તબ્ધ બની જાય છે. સ્વગત બબડે છે.)
પેલા ગુંડાએ ફોન પર ધમકી આપી હતી એ પણ કદાચ રમણીકભાઈનો માણસ…? નિકુંજે ખરેખર ખૂન કર્યું હતું? કે નિર્દોષ હતો?
પેલા ગુંડાએ ફોન પર ધમકી આપી હતી એ પણ કદાચ રમણીકભાઈનો માણસ…? નિકુંજે ખરેખર ખૂન કર્યું હતું? કે નિર્દોષ હતો?
(સંગીત… પરદો પડે છે…)
(સંગીત… પરદો પડે છે…)
(તૃષા અને તૃપ્તિ)
(તૃષા અને તૃપ્તિ)
(એકાંકીકાર મુંબઈનિવાસી)
(એકાંકીકાર મુંબઈનિવાસી)
*
*
18,450

edits