18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સતીમાતાની સાખે|}} {{Poem2Open}} ગુંદાસરની ઊભી બજરે મલપતી ચાલે ચાલત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 125: | Line 125: | ||
‘હજી તો એનાં હાડકાં રંગાવાં બાકી છે—’ કહીને હાદા પટેલ ગામના ઝાંપા તરફ વળ્યા. | ‘હજી તો એનાં હાડકાં રંગાવાં બાકી છે—’ કહીને હાદા પટેલ ગામના ઝાંપા તરફ વળ્યા. | ||
<center> ***</center> | |||
પાણીશેરડેથી પસાર થતી વેળા એમણે પાણિયારીઓમાં ચાલતી ગુસપુસ સાંભળી. કૂવાની પાળ ઉપર બે નવરી વાણિયણો લાંબાટૂંકા હાથ કરી કરીને બોલતી હતી : | |||
‘બેડું નંદવાણુંનો સસરાને ઘેરેથી બેડું માંગીને પાણી ભરી ગઈ.’ | |||
‘કણબીની છોકરી પણ જોરુકી, જોરુકી કાંઈ, પણ પોતાનું બેડું પાછું લેવા ધરાર ન ગઈ તી ન જ ગઈ !’ | |||
‘અસ્તરીની જાત્યને આવા મિજાજ ને આવા બરા પોહાય ?’ | |||
‘ગામ વચાળે રે’વું ને ગામેતી હાર્યે વેર બાંધવાં...એવું તો ઈ ભુડથાંભાઈ જ કરે. આપણી વાણિયાની જાત્ય પહેલા સાત વાર વિચાર કરે—’ | |||
અનાયાસે જ કાન પર અથડાઈ ગયેલાં આ વેણમાંથી હાદા પટેલે વણિકો અને ખેડૂત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ તારવી લીધો ને મનમાં મલકાતાં મલકાતાં ઊભી બજારે આગળ વધ્યા. દરવાજાની દોઢી વળોટીને હજી તો દસેક ડગલાં માંડ હાલ્યા હશે ત્યાં તો કાન પર ફોનોગ્રાફના શબ્દો પડ્યા : | |||
‘મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી...!’ | |||
સાંભળીને હાદા પટેલના કાન ચમક્યા. રઘા મહારાજની આ હૉટેલ, થાળીવાજાનું આ ગીત, શાદૂળિયાનું ટીખળ વગેરે વાતો કાલે રાતે જ ગોબરને મોઢેથી સાંભળેલી એ અત્યારે તાજી થઈ. ગામ વચ્ચે પથારો નાખીને પડેલો આ રઘલો જ બધાં પાપનું મૂળ છે એ સમજાતાં હાદા પટેલે હોટેલના બારણા તરફ ત્રાંસી નજરે જોયું તો થડા ઉપર રઘાને બદલે હૉટેલનાં પ્યાલા–રકાબી વીંછળનારો નોકર છનિયો બેઠો હતો, અને એ સારું જ થયું. રઘો હાજર હોત તો પટેલને એને સંભળાવવાનું મન થઈ આવ્યું હોત : ‘એલા રઘલા ! ભામણનો દીકરો ઊઠીને, ને માથે રહીને ગામની બેન દીકરિયુંની છેડતી કરાવતાં શરમાતો નથી ?’ | |||
‘દાવ આવ્યે સોગઠી મરાય,’ એમ મન−શું ગાંઠ વાળીને હાદા પટેલ કણબીપાના નાકામાં વળ્યા, ત્યારે ‘અંબા ભવાની’ના મેડા ઉપર રઘાને મોઢેથી પણ એ જ વાક્ય ઉચ્ચારાઈ રહ્યું હતું : ‘દાવ આવ્યે સોગઠી મરાય, સમજ્યાને દરબાર !’ | |||
મેડામાં, ચહાનાં ખાલી ખોખાં ઉપર ગુંદાસરના ‘ચાર વડાઓ’ની ગોળમેજી પરિષદ જામી હતી : , શાદૂળભા, જીવો ખવાસ ને માંડણિયો એ ચારેયમાં રઘો જાણે કે આ પરિષદનો આહ્વાહક હોય એવા તોરથી સહુને વારાફરતી સૂચનાઓ આપતો જતો હતો. | |||
‘જીવાભાઈ ! તમે તો સમજુ માણસ છો. અટાણે આપણો હાથ દબાણો છે. કચડાઈ−કપાઈ જાય ઈ પે’લાં હળવેકથી સેરવી લેવામાં માલ છે.’ | |||
‘ગોરબાપાની વાત સોળ વાલ ને માથે રતિ છે.’ | |||
‘તો ઠીક. મારું એકે ય વેણ ખોટું હોય તો પાછું આપજો.', કહીને રઘાએ હવે માંડણિયાને સૂચના આપી : | |||
‘એલા, ઠુમરને ઘેરે જઈને બેડું પોંચતું કરી દે છાનોમાનો–’ ‘ઠુમરને ઘેરે કે ટીહાને ?’ | |||
‘ઠુમર’ને જ. ટીહો તો નહિ ત્રણમાં, નહિ તેરમાં, કે નહિ છપ્પનના મેળમાં જેવું છે. ને હવે તો સંતુ ઠુમરને બેડે પાણી ભરે છે. એટલે ઈ હાદોપટેલ જ શાદૂળભાને દાઢમાં રાખશે.’ | |||
અને થોડી વાર રહી વળી રઘાએ કહ્યું : ‘હવે તો હાદાને જ રીઝવવો રિયો—’ | |||
‘સાચી વાત છે.’ જીવો ખવાસ બોલ્યો. ‘અટાણે કોઈ કરતાં કોઈને દુભવવાનું દરબારને પોહાય એમ નથી. ઓલી રૂપલી રબારણના ખૂનની તપાસ રાજકોટ પોલીસે ઉપાડી છે. તખુભા બાપુ ઉપર અટાણે તવાઈ છે ને એમાં આ વાત પરગામ લગી પૂગે કે ચોપાનિયે ચડે તો તખુભા ભેગુ શાદૂળભાને ય સાંકડા ભોંણમાં આવવા જેવું થાય, અટાણે તો ભીનું સંકેલવામાં માલ છે—’ | |||
‘બસ ! કે’નારે કહી દીધું, જીવાભાઈ !’ રઘો બોલ્યો. ‘અટાણે તો વાણિયામૂછ નીચી, તો કે’ સાડી સાત વાર નીચી ! સમો વરતી જાવામાં માલ છે, મારા ભાઈ ! પછી દાવ આવ્યે સોગઠી મારતાં ક્યાં નથી આવડતું ? કેમ બોલ્યો નહિ, જીવાભાઈ ?’ | |||
‘હું તો કહું છું કે હવે વાત બેચરાઈ જાય ઈ મોર્ય જ માંડણિયો જઈને બેડું સોંપી આવે ને ભેગાભેગો માફામાફી ય કરતો આવે —’ | |||
માંડણિયે વચ્ચે જ પૂછ્યું : ‘માફામાફી ?’ | |||
‘હા, નીચા બાપનો નહિ થઈ જા, માફી માગવાથી !’ રઘાએ ઉગ્ર અવાજે કહ્યું. ‘એકલી માફી માગ્યે ય નહિ પતે. આવે ટાણે તો વેરીને વા’લા થાતાં આવડવું જોયેં ! હા, હું તો વાત કહું સાચી ! હાદા ઠુમરને કે’જે કે આપણે સહુ તો એકગોતરિયા. ડાંગે માર્યા પાણી નોખાં નો થાય—’ | |||
અને પછી રઘાએ માંડણિયાને હાદા ઠુમર સમક્ષ રીતસરનું નાટક ભજવવાની ઝીણી ઝીણી સુચનાઓ આપી. ‘જરૂર પડે તો શાદુળભાને ને મને બેચાર ગાળ્યભેળ્ય પણ દેજે. અમારું સારીપટે વાટીને પણ હાદા પટેલને વા’લો થાજે, હા ભાઈ ! વા’લા થઈને વેતરતાં આવડવું જોઈએ... કેમ બોલ્યા નહિ, જીવાભાઈ ?’ | |||
‘બરોબર છે, સંતુના વાલેશરી થાતાં આવડવું જોઈએ. એમ કરીને હમણાં આ ઘા ખમી ખાઈએ. બધી ય વાત ભૂલાઈ જાય પછી દાવ આવ્યે સોગઠી મારીએ !’ | |||
સાંજે ટીહો થાક્યો પાક્યો ગાડું લઈને ઘેર આવ્યો ત્યારે એણે ઓસરીએ ચડતાં જ હરખને પહેલવહેલો પ્રશ્ન પૂછ્યો : | |||
‘માટલામાં ગળ કેટલોક છે ?’ | |||
‘માટલામાં ગળ ? મહિના દિથી તો માલીપા મકોડા સિવાય કાંઈ રિયું નથી.’ | |||
‘તો ગિધાની હાટેથી ગળ જોખાવી આવજો. સંતુને તેડવા ઢગ આવે છે.’ | |||
<center>*</center> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits